________________
૪૩૦-જિનાજ્ઞાથી પ્રતિસિદ્ધ કરવામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [કાલિકસૂરિનું દેણંત આચાર્ય એક સાહિ રાજાના નગરમાં જઇને રહ્યા. વિદ્યાથી, અતિશયોથી અને ધર્મકથાથી આચાર્યે એને આકર્ષી લીધો. ત્યારબાદ એકવાર આ સાહિ અને બીજા પંચાણુ સાહિવર્ગ ઉપર સાહાનુસાહિ રાજા ગુસ્સે થયો. તેથી બધા મરણભયથી ત્રાસ પામ્યા. આચાર્ય કહ્યું: તમે અહીં નિરર્થક મરો છો સિંધુ નદી ઉતરીને ચાલીને જાઓ. તેથી તમારું બધુંય સારું થશે. ઇત્યાદિ આચાર્યના વચનોથી તેઓ પણ ક્રમે કરીને સૌરાષ્ટ્ર દેશમાં ગયા. પછી દેશના છત્રુ ભાગ કરીને ત્યાં રહ્યા. ચોમાસું પૂર્ણ થયા પછી આચાર્યે તે બધાને કહ્યું: ઉજ્જૈનના રાજાને જીતવા માટે હમણાં માલવદેશને ગ્રહણ કરો. જેથી તમે બધાય વિશાળ તે દેશમાં સુખેથી રહો. તેથી તેમણે કહ્યું. અમારી પાસે ધન નથી. તેથી અમે તેટલું દૂર જવા માટે સમર્થ નથી. તેથી આચાર્યે ચૂર્ણયોગથી ઘણું સોનું પ્રગટ કરીને (=બનાવીને) તેમને આપ્યું. તેથી ખુશ થયેલા તે રાજાઓ પણ લાટદેશના સર્વગૃપ વર્ગને જીતીને ક્રમશ: ઉજ્જૈની દેશના સીમાડે આવ્યા. આ વૃત્તાંતને સાંભળીને પોતાના બલસમૂહથી સંપૂર્ણ ગર્દભિલ્લ રાજા ત્યાં આવે છે. તલવાર, શક્તિ, બાણ, બાવલ્લ, ભાલા અને બરછી વગેરે શસ્ત્રોથી ભયંકર, હાથી, અશ્વ અને રથ ઉપર ચઢીને ભેગા થયેલા (=સામ સામે આવેલા) ઘણા સુભટોથી પ્રચંડ અને કોપસહિત એવા બંને સૈન્યો પરસ્પર લડવા લાગ્યા. અર્ધીક્ષણમાં ગર્દભિલ્લનું સૈન્ય હારી ગયું. (૫૦) તેથી ર્ગદભિલ્લ રાજા પલાયન થઇ ઉજ્જૈની નગરીમાં પ્રવેશીને ઘેરો ઘાલનાર માટે સજ્જ થયો, અર્થાત્ ઘેરો ઘાલનાર પરસૈન્યથી રક્ષણની તૈયારી કરી લીધી. પડાવ નાખીને રહેલું શત્રુનું સૈન્ય બધી તરફથી બધી રીતે દરરોજ ઉપદ્રવ કરે છે.
હવે એક દિવસ શત્રુસૈન્ય કોટ (=કિલ્લો) શૂન્ય જોયો. તેથી શક રાજાઓ આચાર્યને પૂછે છે. (આજે ગર્દભિલ્લ કોટ ઉપર કેમ નથી આવ્યો?) આચાર્યે યાદ કરીને કહ્યું. આજે અષ્ટમી દિન હોવાથી ગર્દભિલ્લ રાજા ઉપવાસ કરીને ગર્દભી વિદ્યા સાધે છે. તેથી ક્યાંક અટારીમાં રાખેલી ગર્દભીને (=ગધેડીને) જુઓ. તે પ્રમાણે કરતાં તેમણે ગર્દભીને જોઈ. પછી આચાર્ય ધનુર્ધારીઓને કહ્યું: આ વિદ્યા સિદ્ધ થશે ત્યારે ગર્દભી મહાશબ્દ કરશે. પરસૈન્યમાં દ્વિપદ કે ચતુષ્પદ જે કોઈ પ્રાણી તે શબ્દને સાંભળે મુખથી લોહીને વમતો તે જલદી પૃથ્વી ઉપર પડે. તેથી જીવતા દ્વિપદ કે ચતુષ્પદ સર્વ પ્રાણીને બે ગાઉ દૂર લઈ જઈને રાખો. શબ્દવેધી અતિનિપુણ એક સો આઠ ધનુર્ધારીઓને મારી પાસે રાખો. તેમણે શબ્દવેધી અતિનિપુણ એકસો આઠ ધનુર્ધારીઓને આચાર્યની પાસે રાખ્યા એટલે આચાર્ય ધનુર્ધારીઓને કહ્યું: આ ગર્દભીને પાડવાને માટે (નિષ્ફળ બનાવવા માટે) એ શબ્દ બોલવા માટે મુખ ખોલે ત્યારે એ બોલે પહેલાં જ એનું મુખ તમે અપ્રમત્ત બનીને બાણોથી ભરી દેજો. અન્યથા તમે હારી જશો. ધનુર્ધારીઓએ તે પ્રમાણે