________________
૪૨૮- જિનાજ્ઞાથી પ્રતિષિદ્ધ કરવામાં
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[કાલિકસૂરિનું દૃષ્ટાંત
તે કલાના પ્રકારોથી વિશાળ (=મહાન) બન્યો. તેની નામથી અને ગુણોથી સરસ્વતી બહેન હતી. તેના ચક્ષુ આદિ અંગોની ઉપમા માટે કમળ આદિ વસ્તુઓ માત્ર બોલવા માટે યોજાતી હતી. કારણ કે તેના એક એક અંગની અને સંપૂર્ણ શરીરની શોભા અનુપમ હતી. વધારે કહેવાથી શું? દેવીઓથી પણ અધિક તેનું રૂપ શોભે છે.
સંસારરૂપી અટવી રાગ-દ્વેષ રૂપ અગ્નિથી બળેલી છે. તેમાં સુચિરત્રવાળા લોકો બળી રહ્યા છે, અર્થાત્ તેમાં લોકોનું સુચરિત્ર બળી રહ્યું છે. કાલકુમારે સંસારરૂપ અટવીને આવી જાણીને પાંચસો રાજપુત્રોની સાથે ગુણસુંદર નામના આચાર્યની પાસે રાગ-દ્વેષરૂપ અગ્નિને શાંત કરવા માટે પાણીના પૂર સમાન જિનશાસનની ઉત્તમ દીક્ષા ભરયૌવનમાં લીધી. તેની બહેન પણ પ્રતિબોધ પામીને દીક્ષા ગ્રહણ કરે છે, અને ઉગ્ર તપ કરે છે. કાલકમુનિ થોડા જ દિવસોમાં ઘણાં સૂત્રો ભણીને ગીતાર્થ થયા, અને અનેક વિદ્યા વગેરે અતિશયોથી પૂર્ણ થયા. સૂરિપદે બિરાજેલા તે ક્યારેક વિહાર કરતાં ઉજ્જૈની નગરીમાં આવ્યા. સરસ્વતી સાધ્વી પણ ત્યાં કોઇપણ સ્થાનમાં આવી. શ્રમણીવૃંદ સાથે સ્થંડિલભૂમિમાં ગયેલી તેને ઉજ્જૈનીના ગર્દભિલ્લ નામના રાજાએ જોઇ. હવે સંક્લિષ્ટ કર્મના ઉદયથી તે આ પ્રમાણે વિચારે છે– જેણે રતિસુખનો ત્યાગ કર્યો છે તેવી આ બાળા પણ જો વ્રત કરે છે તો જેનો પુરુષાર્થ નિષ્ફળ છે એવો કામદેવ આજે પણ કેમ જીવે છે? ઇત્યાદિ વિચારતા તેના મહાન વિવેકરૂપ વૃક્ષને કામદેવે બાળી નાખ્યો. તેથી તે સાધ્વીને બળાત્કારે લઇને અંતઃપુરમાં નાખે છે. આ વખતે સાધ્વીજીએ આંખોમાંથી વહેતા આંસુના પ્રવાહથી પૃથ્વીતલને સિંચ્યું. તે જોરથી પોકાર કરે છે અને વિલાપ કરે છે. હે બંધુ! હે પ્રવચનનાથ! હે મુનિસિંહ! હે શ્રીકાલકસૂરિ! આ અધમ રાજાથી હરણ કરાતા મારા ચારિત્રધનનું તમે રક્ષણ કરો. તમારા સિવાય મારું કોઇ શરણ નથી.
હવે કાલકસૂરિ પણ કોઇપણ રીતે આ વૃત્તાંતને જાણીને રાજાની પાસે જાય છે અને તેને કોમલવાણીથી કહે છે- હે રાજન! જેવી રીતે તારાગણોમાં ચંદ્ર અને દેવગણોમાં ઇંદ્ર પ્રમાણ છે તે રીતે લોકમાં તમે જ પ્રમાણ છો. તેથી અકાર્ય કેમ કરો છો? પ્રમાણભૂત પુરુષોએ બીજાને પણ અકાર્યથી રોકવા જોઇએ. જો તેઓ પણ આ કાર્ય કરે તો આ સત્ય થયું કે, જ્યાં રાજા સ્વયં ચોર હોય અને પુરોહિત ભંડારી (=ભંડારનો અધ્યક્ષ) હોય ત્યાં હે નગરજનો! વનમાં વસો. (કારણ કે) શરણથી ભય ઉત્પન્ન થયો છે. હે રાજન્! અન્ય પણ પરસ્ત્રીઓનો સંગ દુઃખ લાવનારો જ છે, પણ સાધ્વીઓનો સંગ તો મહા પાપરૂપ છે. હે રાજન! જો ઘણી રાજપુત્રીઓના સંગમાં પણ તમે સંતોષ પામ્યા નથી, તો વિભૂષાનો ત્યાગ કરનારી, બળાત્કારે ગ્રહણ કરેલી, દીન એવી આ માત્ર સાધ્વીજીથી તમને શો સંતોષ થાય? રાજાઓ ઋષિઓના ધર્મને વધારે છે, હરી લેતા