________________
૪૨૦- ચરણશુદ્ધિ દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
[નિશ્ચય-વ્યવહારનિશ્ચયમાં જ યત્ન કરવો જોઇએ, વ્યવહારથી શું? એવા પૂર્વપક્ષનો ઉત્તરપક્ષ કહે છે– जइ जिणमयं पवजह, ता मा ववहारनिच्छए मुअह । ववहारनउच्छेए, तित्थुच्छेओ जओ भणिओ ॥ २२३॥
જો તમે જિનમતને સ્વીકારો છો તો વ્યવહાર અને નિશ્ચય એ બેમાંથી એકેય ને ન છોડો. કારણ કે વ્યવહારનો ઉચ્છેદ થવાથી તીર્થનો અવશ્ય ઉચ્છેદ થાય.
વિશેષાર્થ- વ્યવહારનો ઉચ્છેદ થાય એટલે વ્યવહારનયને સંમત લિંગગ્રહણ, જિનપ્રતિમા, ચૈત્યનિર્માણ, પ્રતિભાવંદન-પૂજન વગેરે સઘળાંય અનુષ્ઠાન કરવા યોગ્ય ન થાય. તેથી તીર્થનો (શાસનનો) વિનાશ થાય એ સુપ્રસિદ્ધ જ છે. [૨૨૩]
નિશ્ચયનય જ બલવાન છે, વ્યવહારનય નહિ, એવી આશંકા કરીને કહે છેववहारोऽवि हु बलवं, जं वंदइ केवलीवि छउमत्थं । आहाकम्मं भुंजइ, सुयववहारं पमाणंतो ॥ २२४॥
વ્યવહાર પણ બલવાન છે. કારણ કે મૃતરૂ૫ વ્યવહારનયને પ્રામાણિક કરતા કેવલી પણ છબસ્થને વંદન કરે છે અને આધાર્મિક આહારનું ભોજન કરે છે.
વિશેષાર્થ– કેવળ નિશ્ચય જ બલવાન છે એવું નથી, કિંતુ વ્યવહાર પણ સ્વવિષયમાં બલવાન જ છે. જો કે નિશ્ચયથી વિનયથી સાધ્ય કાર્ય સિદ્ધ થઈ ગયું હોવાથી કેવલી કોઇનોય વંદન વગેરે વિનય કરે નહિ. તો પણ વ્યવહારનયને પ્રમાણ કરવા માટે કરે છે. આથી જ કેવલજ્ઞાની પણ શિષ્ય જ્યાં સુધી પોતે કેવલી તરીકે પ્રસિદ્ધ ન બને ત્યાં સુધી છદ્મસ્થગુરુ વગેરેને વંદન કરે છે અને શ્રુતરૂપ વ્યવહારનયને પ્રમાણ કરતા કેવલી નહિ વાપરવા યોગ્ય આધાકર્મિક પણ આહાર વાપરે છે.
અન્યથા શ્રુત અપ્રમાણ કરેલું થાય. શ્રુત અપ્રમાણ કરવા યોગ્ય નથી. કારણ કે સઘળોય વ્યવહાર પ્રાયઃ શ્રુતથી પ્રવર્તે છે. તેથી વ્યવહારનય પણ બલવાન જ છે. કેમ કે કેવલીએ પણ તેનું સમર્થન કર્યું છે. [૨૪]
તેથી આ નિશ્ચિત થયું કે નિશ્ચય-વ્યવહારની શુદ્ધિથી સંયમમાં જ મનને સ્થિર કરવું જોઈએ. પરીષહ વગેરેથી દુઃખી કરાયેલા પણ સાધુઓએ ગૃહવાસ વગેરેનો અભિલાષ ન કરવો જોઈએ. તો પછી અમે ગૃહસ્થપણાને સ્વીકાર્યા વિના જ લીધેલા જ સાધુવેષથી સંયમને શિથિલ કરીને જિનપૂજા વગેરે કરીએ. આ રીતે પણ અમે સુગતિ સાધીશું. તીર્થકરને ઉદેશીને (તીર્થંકરભક્તિને લક્ષમાં રાખીને) આ પ્રમાણે કરવામાં સંયમનું શિથિલીકરણ ( શિથિલ કરવું એ) પણ દોષ માટે ન થાય. આવી આશંકા કરીને સૂત્રકાર કહે છે