________________
સાલંબનદોષ સેવી]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પાસા આદિને વંદન-૪૦૭ થાય છે, તેવી જ રીતે જે નટની જેમ બહુરૂપી થાય, સંવિગ્નોમાં ભળેલો તે પોતાને સંવિગ્ન બતાવે અને પાર્શ્વસ્થ આદિમાં ભળેલો પાર્શ્વસ્થ આદિપણાને સેવે, આવા પ્રકારનો તે સંસક્ત છે. આ પણ સંક્લષ્ટ અને અસંક્લિષ્ટ એમ બે પ્રકારનો છે. તેમાં પાંચ આશ્રવમાં પ્રવૃત્ત, ત્રણ ગારવમાં આસક્ત, સ્ત્રીસેવી અને ગૃહસ્થના કાર્યોની ચિંતામાં તત્પર સંક્લિષ્ટ છે. જે પાર્શ્વસ્થ આદિમાં ભળે તો પાર્શ્વસ્થ આદિ જેવો બને, સંવિગ્નોમાં ભળે તો સંવિગ્ન જેવો બને, તે બહુરૂપી અસંક્લિષ્ટ છે.
નિત્યવાસી– જે ઋતુબદ્ધકાળમાં માસકલ્પ પછી પણ અને વર્ષાઋતુમાં કાર્તિક ચોમાસી પછી પણ પુષ્ટ આલંબન વિના પણ સુખ મેળવવાની ઇચ્છાથી એક જ ક્ષેત્રમાં રહે તે નિત્યવાસી.
યથાછંદ– છંદ એટલે અભિપ્રાય. અભિપ્રાય અહીં પ્રસંગથી યથાછંદ સંબંધી જ ગ્રહણ કરવામાં આવે છે. તેથી તીર્થંકરના વચનથી જે બહાર હોય, પોતાના અભિપ્રાયને જ અનુરૂપ હોય, તેને પ્રરૂપે કે ક૨ે તે યથાછંદ. અથવા જે ઉત્સૂત્ર આચરે અને પ્રરૂપે, પર ચિંતામાં પ્રવૃત્ત હોય, એટલે કે ગૃહસ્થો વગેરેનાં કાર્યોની ચિંતામાં પ્રવૃત્ત હોય, અતિશય અલ્પ અપરાધમાં પણ વારંવાર ઝગડા કરવાના સ્વભાવવાળો હોય, સુખાભિલાષાના કારણે સ્વબુદ્ધિથી કંઇક ખોટા આલંબનને કલ્પીને વિગઇઓમાં આસક્ત બનેલો હોય, અને ઋદ્ધિ-રસ-સાતાગૌરવથી ગર્વિત હોય તે યથાછંદ છે.
આ છએય હમણાં જ કહેલ સુખશીલજન સ્વરૂપ છે. આ છએએ પણ જિનાજ્ઞાને ઉલ્લંઘીને જે આચર્યું હોય તેને તેમનું જ દૃષ્ટાંત લઇને સ્વયં ન આચરે, અને આ સારું છે એમ તેની પ્રશંસા ન કરે.
પ્રશ્ન- આવશ્યકસૂત્ર વગેરેમાં પાર્શ્વસ્થ વગેરેને વંદનાદિનો પણ નિષેધ કર્યો છે, આ પાર્થસ્થાદિમાં કેટલાકનો અગ્રપિંડનું ભોજન વગેરે અતિઅલ્પ પણ ઉત્તરગુણસેવનના કારણે ઉલ્લેખ કરાય છે, કેટલાકનો તો પાંચ આશ્રવોમાં પ્રવૃત્તિ વગેરે બહુદોષવાળા મૂલગુણ સેવનના કારણે ઉલ્લેખ કરાય છે, તેથી આ વિષય અતિગહન છે. તેવા પ્રકારનો કોઇ વિષયવિભાગ જોવામાં આવતો નથી.
ઉત્તર- તમારી વાત સાચી છે. તેથી કંઇક વિશેષ સૂક્ષ્મજ્ઞાન થાય એ માટે જિતકલ્પસંબંધી ભાષ્ય અને તેની ચૂર્ણિમાંથી કંઇક લખવામાં આવે છે–
संकिण्णोऽवराहपओ, अणाणुतावी य होइ अवद्धो ।
उत्तरगुणपडिसेवी, आलंबणवज्जिओ वज्जो ॥ बृ. उ. ३ गा. ८४० जीत० १३२३॥
ઉ. ૩ ભા.૨