________________
૪૧૪- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સુભાવનાથી અરતિને દૂર કરવી
નારકોનું પણ દુઃખ સમય જતાં ક્ષય પામે છે, તો પછી મનુષ્યોનું દુ:ખ સમય જતાં ક્ષય પામે એમાં શું કહેવું? તેથી તારું આ દુઃખ લાંબો કાળ નહિ રહે. માટે ઉગ ન કર.
| વિશેષાર્થ- નારકોને નિમેષ જેટલા સમય સુધી પણ સુખીસ્થિતિ પ્રાપ્ત થતી નથી, પલ્યોપમો અને સાગરોપમો સુધી દુઃખ હોય છે. આવા પણ નારકોનું દુઃખ પોતાનું આયુષ્યપૂર્ણ થતાં ક્ષય પામે જ છે. તો પછી જેમનું દુઃખ પ્રતિક્ષણ પરિવર્તન પામી રહ્યું છે અને આયુષ્ય અતિશય અલ્પ છે એવા મનુષ્યોનું દુઃખ કેમ ક્ષય ન પામે? અર્થાત્ ક્ષય પામે છે. તેથી તારું આ દુઃખ લાંબો કાળ નહિ રહે, માટે ઉદ્વેગ ન કર, માત્ર પરીષહ-ઉપસર્ગોથી ઉત્પન્ન કરાયેલા દુઃખને જોવાથી ઉત્સુક્તા કરીને વ્રતત્યાગરૂપ વ્યાકુળતાને ન કર. [૨૧૭]
ભાવનાના ઉપસંહારને કહે છેइय भावंतो सम्मं, खंतो दंतो जिइंदिओ होउं । हत्थिव्व अंकुसेणं, मग्गम्मि ठवेसु नियचित्तं ॥ २१८॥
આ પ્રમાણે સમભાવના ભાવતો તું ક્ષાત્ત, દાત્ત અને જિતેન્દ્રિય થઈને અંકુશથી હાથીની જેમ સ્વચિત્તને માર્ગમાં રાખ=સ્થિર કર.
વિશેષાર્થ- ક્ષાંત=ઉપસર્ગ કરનાર વગેરે ઉપર ઉપશમ કરવા દ્વારા ક્ષાંત બનવું. અહંકારનો ત્યાગ કરવા દ્વારા દાંત બનવું. ઇન્દ્રિયો ઉપર વિજય કરવા દ્વારા જિતેન્દ્રિય બનવું. માર્ગ એટલે વ્રતનું પાલન કરવાના શુભ અધ્યવસાય. [૧૧૮]
માત્ર વેષ ન મૂકે તો મન શુભ અધ્યવસાયમાં વર્ત કે અશુભ અધ્યવસાયમાં વર્તે એની ચિંતા કરવાથી શું? (અર્થાત્ માત્ર સાધુવેષ ન મૂકવો, સાધુવેષ હોય પછી મન શુભ અધ્યવસાયમાં છે કે અશુભ અધ્યવસાયમાં છે એની ચિંતા ન કરવી.) આવા પ્રશ્નનો ઉત્તર કહે છે
जम्हा न कज्जसिद्धी, जीवाण मणम्मि अट्ठिए ठाणे । एत्थं पुण आहरणं, पसन्नचंदाइणो भणिया ॥ २१९ ॥
(મન શુભ અધ્યવસાયમાં સ્થિર રહેવું જોઇએ.) કારણ કે જીવોનું મન (શુભઅધ્યવસાયરૂ૫) સ્થાનમાં સ્થિર ન હોય તો કાર્યની સિદ્ધિ થતી નથી. આ વિષયમાં પ્રસન્નચંદ્રરાજર્ષિ આદિનાં દૃષ્ટાંત કહ્યાં છે.
વિશેષાર્થ- આદિ શબ્દથી શાસ્ત્રમાં કહેલાં બીજાં પણ દૃષ્ટાંતો જાણવા. પ્રસન્નચંદ્રઋષિનું કથાનક આવશ્યક સૂત્ર આદિમાં ઘણું પ્રસિદ્ધ છે. આમ છતાં સ્થાન શૂન્ય ન રહે એ માટે કંઇક કહેવાય છે.