________________
શુભ અધ્યવસાયમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સુભાવનાથી અરતિને દૂર કરવી-૪૧૩
તેમાં ગૃહવાસ સ્વીકારની નિવૃત્તિ માટે ભાવનાને કહે છેसयलदुहाणावासो, गिहवासो तत्थ जीव! मा रमसु । जं दूसमाए गिहिणो, उयपि दुहेण पूरंति ॥ २१४॥
ગૃહવાસ સકલ દુઃખોનો આવાસ છે. કારણ કે પાંચમા આરામાં ગૃહસ્થો ઉદર પણ દુઃખથી ભરે છે. તેથી હે જીવ! તું ગૃહવાસમાં ન રમ.
વિશેષાર્થ- ચોથો આરો વગેરે કાળમાં પ્રાયઃ સુખપૂર્વક જ નિર્વાહ થતો હતો. હમણાં તે નિર્વાહ પણ ઘણા કષ્ટથી થાય છે એવો અહીં ભાવ છે. [૧૪] વિષયસુખની ઇચ્છાથી પણ વ્રતત્યાગ યુક્ત નથી. શાથી યુક્ત નથી તે કહે છે
जललवतरलं जीयं, अथिरा लच्छीवि भंगुरो देहो । तुच्छा य कामभोगा, निबंधणं दुक्खलक्खाणं ॥ २१५॥
જીવન જલબિંદુની જેમ ચંચળ (=અનિત્ય) છે, લક્ષ્મી પણ અસ્થિર છે, શરીર નાશવંત છે, કામભોગો તુચ્છ (=અસાર) છે, અને લાખો દુઃખોનું કારણ છે.
વિશેષાર્થ– વિષયોનું મૂળ (=મુખ્ય સાધન) જીવન-લક્ષ્મી-શરીર એ ત્રણ છે. એ ત્રણેય અનિત્ય છે, શબ્દ-રૂપ-ગંધ-રસ-સ્પર્શ એ પાંચ વિષયરૂપ કામ-ભોગો અસાર છે, અને આ લોકનાં અને પરલોકનાં લાખો દુઃખોનું કારણ છે. આથી કોના માટે વ્રતનો ત્યાગ કરવો? [૨૧૫].
અને વળી– को चक्कवट्टिरिद्धिं, चइडं दासत्तणं समहिलसइ? । को व रयणाई मोत्तुं, परिगिण्हइ उवलखंडाइं? ॥ २१६॥
ચક્રવર્તીની ઋદ્ધિને છોડીને દાસપણાને કોણ ઇચ્છે? રત્નોને છોડીને પથ્થરના ટુકડાઓને કોણ લે?
વિશેષાર્થ- ચક્રવર્તીની સમૃદ્ધિ અને રત્નસમાન વ્રતને છોડીને દાસપણા સમાન અને પથ્થરના ટુકડા સમાન ગૃહસ્થપણાને કોણ સ્વીકારે? અર્થાત્ કોઈ પણ ન સ્વીકારે. [૨૧૬]
વળી–
नेरइयाणवि दुक्खं, झिज्जइ कालेण किं पुण नराणं?। ता न चिरं तुह होही, दुक्खमिणं मा समुव्वियसु ॥ २१७॥