________________
ચરણશુદ્ધિદાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાસત્થા આદિને વંદન-૪૧૧ જિનોએ સાધુઓને રાગ, ભય, પ્રષ, પશૂન્ય, મત્સર, રતિ, હાસ્ય, અરતિ, કલહ અને શોકનો નિષેધ કર્યો છે. [૨૦૭]
તથાवंदितो हरिसं, निंदिजंतो करिज न विसायं । न हि नमियनिन्दियाणं, सुगई कुणइं च बिंति जिणा ॥ २०८॥
વંદન કરાતો સાધુ હર્ષ ન પામે, નિંદા કરાતો વિષાદને ન પામે. વંદાયેલાઓને સુગતિ અને નિંદાયેલાઓને કુગતિ થાય એમ જિનો કહેતા નથી.
વિશેષાર્થ– શ્રીમંત વગેરેથી વંદન કરાતો સાધુ હર્ષ ન પામે, અને ગોવાળો વગેરેથી નિંદા કરાતો વિષાદ ન કરે. કારણ કે લોકોથી વંદાયેલા સાધુઓની સુગતિ થાય અને નિંદાયેલાઓની કુગતિ થાય એમ જિનો કહેતા નથી. કિંતુ આત્મામાં રહેલા ગુણદોષોથી સુગતિ-મુગતિની પ્રાપ્તિ થાય એમ જિનોએ કહ્યું છે. પણ જો (વંદનથી સુગતિ અને નિંદાથી કુગતિ થાય) એમ કહ્યું હોત તો પ્રાર્થના કરીને પણ બીજાઓથી વંદન કરાવાય, અને નિંદા કરનારને બળાત્કારથી રોકાવાય. એ પ્રમાણે નથી, માટે તે પ્રમાણે ન કરવું જોઇએ. [૨૦૮]
તો પછી કેવી રીતે સુગતિ-દુર્ગતિ સાધી શકાય તેને કહે છેअप्पा सुगई साहइ, सुपउत्तो दुग्गइं च दुपउत्तो । तुट्ठो रुट्ठो य परो, न साहओ सुगइकुगईण ॥ २०९॥
સુપ્રયુક્ત આત્મા સુગતિને સાધે છે, દુષ્મયુક્ત આત્મા દુર્ગતિને સાધે છે. તુષ્ટ થયેલો અને રાષ્ટ થયેલો બીજો કોઈ સુગતિનો અને કુગતિનો સાધક નથી.
વિશેષાર્થ- સુપ્રયુક્ત એટલે સમ્યજ્ઞાનાદિરૂપ (મોક્ષ)માર્ગમાં લાગેલો. દુષ્યયુક્ત એટલે જીવવધ વગેરે ઉન્માર્ગમાં ચાલેલો. [૨૦૯]
હવે શ્રી મહાવીરના શરદઋતુના ચંદ્ર જેવા નિર્મલચારિત્રથી સુંદર એવા જીવનચરિત્રને વિચારતા સાધુએ પરીષહો અને ઉપસર્ગો સહન કરવા જોઈએ એમ ત્રણ ગાથાઓથી બતાવે છે
लहुकम्मो चरमतणू, अणंतविरिओ सुरिंदपणओऽवि । सव्वोवायविहिण्णू, तियलोयगुरू महावीरो ॥२१०॥