________________
૪૦૬-ચરણશુદ્ધિાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [પાસત્થા આદિનું વર્ણન હોય તો આ બે પ્રકારનું કથન નિરર્થક થાય. કારણ કે ચારિત્રનો અભાવ બંને સ્થળે સમાન છે. તેથી પાર્થસ્થમાં વિકલ્પથી અતિચારસહિત ચારિત્રની સત્તા પણ જણાય છે.
અવસગ્ન- જે સાધુસામાચારીમાં સીદાય=પ્રમાદ કરે તે અવસગ્ન. અવસગ્ન પણ સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. અવબદ્ધપીઠફલક અને સ્થાપનાભોજી સર્વ અવસન્ન છે. એક કાષ્ઠથી તૈયાર થયેલ પાટ ન મળે તો ઘણા પણ કાષ્ઠખંડોને દોરા આદિથી બાંધીને કરેલી પાટ ચોમાસામાં વાપરી શકાય. તે પાટને પક્ષ સંધ્યા (અમાસપૂનમ) વગેરે દિવસોમાં છોડીને તેની પડિલેહણા કરવી એવી જિનાજ્ઞા છે. જે આ રીતે પડિલેહણા ન કરે તે અવબદ્ધપીઠફલક કહેવાય છે. અથવા ફરી ફરી (=વારંવાર)શયન આદિ માટે નિત્ય સંથારો પાથરેલો જ રાખે તે અવબદ્ધપીઠફલક. અથવા જે તદન સંથારો પાથરે જ નહિ તે અવબદ્ધપીઠફલક કહેવાય છે. જે પ્રતિક્રમણ, સ્વાધ્યાય, પડિલેહણા વગેરે પ્રત્યેક સાધુ સામાચારીને ન કરે, અથવા હીનાધિક્ય આદિ દોષથી દૂષિત કરે, થયેલી ભૂલોમાં મિચ્છા મિ દુક્કડ ન આપે, પ્રેરણા કરાયેલો ગુરુની સામે બોલે, ઇત્યાદિ દોષોથી દુષ્ટ તે દેશથી અવસન્ન છે.
કુશીલ- જેનું જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ શીલ કુત્સિત ( ખરાબ) છે તે કુશીલ. આ જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ અને ચારિત્રકુશીલ એમ ત્રણ પ્રકારે છે. તેમાં કાલ અને વિનય વગેરે આઠ પ્રકારના જ્ઞાનાચારને જે વિરાધે તે જ્ઞાનકુશીલ. જે જ્યોતિષવિદ્યા, મંત્ર, યોગ, ચૂર્ણ અને નિમિત્ત વગેરેનો પ્રયોગ કરે, અથવા આહારાદિની આસક્તિના કારણે જાતિ, કુલ, શિલ્પ, તપ, ગણ અને સૂત્ર વગેરેથી આજીવિકા ચલાવે, અથવા ચારિત્રાની મલિનતાને કરનાર વિભૂષા વગેરેને કરે, તે ચારિત્રકુશીલ છે.
સંસક્ત– ગુણોથી અને દોષોથી સંસક્ત=મિશ્ર થાય તે સંસક્ત. અહીં તાત્પર્ય આ છે- જેવી રીતે ગાય વગેરેના ખાવાના કડાયામાં વધેલું કે નહિ વધેલું ભોજન, તલનો ખોળ, કપાસિયા વગેરે બધું જ પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે મૂલગુણ-ઉત્તરગુણ સંબંધી ઘણા ગુણો અને દોષો જેમાં પ્રાપ્ત થાય, અથવા જેમ ઘેટો હળદરથી રંગાયેલો પીળો થાય, ફરી તેને ધોઈને ગળીથી લેપાયેલો નીલ થાય છે, અથવા હીંગળોક આદિથી લાલ આદિ વર્ણવાળો
૧. જાતિ=માતૃપક્ષ. કુલ=પિતૃગણ, શિલ્પ=આચાર્યના ઉપદેશથી પ્રવર્તે. તપ બાહ્ય-અત્યંતર બે પ્રકારે છે. ગણ=મલ્લનો
સમૂહ વગેરે. સૂત્રકશાસ્ત્રનું અધ્યયન. આજીવિકા મેળવવા માટે જાતિ આદિનો ઉપયોગ કરે. તે આ પ્રમાણેલોકોને પોતાની સંસારી અવસ્થાના જાતિ-કુલ કહે. જેથી જાતિપૂજય તરીકે કે કુલપૂજ્ય તરીકે પૂજતા લોકો આહાર-પાણી વગેરે સારું અને ઘણું આપે. આ જ બુદ્ધિથી મલ્લ આદિ ગણોને ગણવિદ્યામાં પોતાનું કુશળપણું શિલ્પકુશળોને પોતાનું શિલ્પકુશળપણું કહે. એ જ રીતે હું તપસ્વી છું, હું બહુશ્રુત છું, એમ કહીને આહાર વગેરે મેળવે. અહીં આદિ શબ્દથી કર્મ સમજવું. આચાર્યના ઉપદેશ વિના પ્રવર્તે તે કર્મ કહેવાય.