________________
ચરણશુદ્ધિદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પાસસ્થા આદિનું વર્ણન-૪૦૫ ન પામી શકાય તેવો, અર્થાત્ જેના અંતરમાં શુભાશુભ પ્રસંગોમાં હર્ષ-શોક ન પ્રગટે તેવો. સૌમ્યલેશ્ય એટલે સૌમ્યકાંતિવાળો, અર્થાત્ સદા પ્રસન્ન હોય, રૌદ્રમૂર્તિ ન હોય. અસંક્ષોભ્ય એટલે વાદી રૂપ હાથીના સમૂહથી જેનું મન ભય ન પામે તેવો. પ્રીતિકારક અને કોમળ વચનો બોલવા વગેરેથી અતિશય શીતલ હોય. મુગ્ધવધૂની જેમ વિકારરહિત હોય, અર્થાત્ શૃંગારગર્ભ વક્રોક્તિ વગેરે વિકારોથી રહિત હોય. [૨૦૨-૨૦૩-૨૦૪]
ફરી પણ સાધુ કેવો હોય તે કહે છે–
वज्जेज्ज मच्छरं परगुणेसु, तह नियगुणेसु उक्करिसं ।
दूरेणं परिवज्जसु, सुहसीलजणस्स संसग्गिं ॥ २०५ ॥
પરગુણોમાં મત્સ૨નો અને સ્વગુણોમાં ઉત્કર્ષનો ત્યાગ કર. સુખશીલજનના સંગનો દૂરથી ત્યાગ કર.
વિશેષાર્થ સુખશીલજન એટલે સુખની લાલસાવાળો પાર્શ્વસ્થ વગેરે લોક. [૨૦૫] તે જ સુખશીલજનને બતાવે છે–
पासत्थो ओसन्नो, कुसील संसत्तनीअहाछंदो । एएहिं समाइन्नं, न आयरेज्जा न संसिज्जा ॥ २०६ ॥
પાર્શ્વસ્થ, અવસન્ન, કુશીલ, સંસક્ત, નિત્યવાસી અને યથાછંદ સુખશીલજન છે. એમણે આચરેલું ન આચરવું, અને એમનો સંગ ન કરવો.
વિશેષાર્થ— પાર્શ્વસ્થ- સમ્યગ્નાન-દર્શન-ચારિત્રથી (પાર્શ્વ=) જુદો રહે તે પાર્શ્વસ્થ. કેટલાકો આને સર્વથા જ અચારિત્રી માને છે. તે યુક્ત નથી. કારણ કે આ વિષે નિશીથચૂર્ણિ આ પ્રમાણે દેખાય છે— “સુખેથી રહે, સૂત્રપોરસી કે અર્થપોરસી ન કરે, દર્શનાચારના અતિચારોમાં વર્તે, ચારિત્રમાં ન વર્તે, અતિચારોનો ત્યાગ ન કરે, આ પ્રમાણે સુખથી રહે તે પાસસ્થો.” નિશીથચૂર્ણિના આ વર્ણનથી પાર્શ્વસ્થને સર્વથા જ ચારિત્રમાં અભાવ જ હોય એમ જણાતું નથી. કિંતુ સૂત્રમાં સર્વથી અને દેશથી એમ બે પ્રકારના પાર્શ્વસ્થનો ઉલ્લેખ કરાય છે. તેમાં જ્ઞાનાદિથી જુદો થયેલો સર્વથી પાર્શ્વસ્થ છે. અગ્રપિંડનું અને નિત્યપિંડનું ભોજન કરવું વગેરે દોષોથી દુષ્ટ દેશથી પાર્શ્વસ્થ છે. જો પાર્શ્વસ્થ સર્વથા જ અચારિત્રી
૧. ભાત વગેરે વસ્તુ ઉપર ઉપરની કે ઊંચી લેવી તે અગ્રપિંડ, હું તમને રોજ આટલું આપીશ, તમારે રોજ મારા ઘરે આવવું, એમ દાતાના નિમંત્રણથી નિત્ય તેના ઘરેથી અમુક ભિક્ષા લેવી તે નિત્યપિંડ. જેમ કેઅમુક એક જ ઘરેથી રોજ મેથીનો મોદક વગેરે લઇ આવે.