________________
૧૪
અવતરણિકાર્ય :
કયા પ્રયોજનથી આ પ્રકારે ગુરુવચન સંભળાય છે. એ પ્રમાણે જે માને છે=વિચારે છે, તેના પ્રત્યે તેના પ્રાધાન્યનેગુરુના પ્રાધાન્યને, કહે છે
ગાથા :
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮
-
जह सुरगणाण इंदो, गहगणतारागणाण जह चंदो ।
जह य पयाण नरिंदो, गणस्स वि गुरू तहाणंदो ।।८।।
ગાથાર્થ ઃ
જે પ્રમાણે સુરગણોને ઇન્દ્ર, જે પ્રમાણે ગ્રહને, ગણને અને તારાગણને ચંદ્ર અને જે પ્રમાણે પ્રજાને નરેન્દ્ર તે પ્રમાણે ગણના પણ=સાધુ સમુદાયરૂપ ગણના પણ, ગુરુ આનંદ છે=આહ્લાદક છે. IIII
ટીકા ઃ
यथेति दृष्टान्तोपन्यासार्थः, सुरगणानाममरसङ्घातानामिन्द्रः शक्रः, यथा ग्रहा मङ्गलादयो, गण्यन्ते अष्टाविंशतिसङ्ख्ययेति गणान्यभीच्यादीनि नक्षत्राणि, बहुलवचनादल् ग्रहाश्च गणानि च ताराश्चेति द्वन्द्वः, तासां गणाः समूहास्तेषां चंद्रः प्रधानः, यथा च प्रजानां नरेन्द्रो, गणस्यापि साधुसंहतिरूपस्य गुरुः= आचार्यः, तथा किमित्याह - आनन्दयतीत्यानन्दः सन्नायकत्वादाह्लादकः, यदि वाऽऽज्ञां ददातीत्याज्ञादः, अनुस्वारस्यागमिकत्वात्, लब्धप्रतिष्ठत्वादादेशदाने शक्रादिवदमरादिभिरलङ्घनीयवाक्य इत्यर्थः ।।८।।
ટીકાર્થ ઃ
.....
કૃત્યર્થ: ।। યથા એ દૃષ્ટાંત ઉપન્યાસ અર્થવાળો છે, સુરગણોને દેવતાઓના સમૂહને ઇન્દ્ર=શક્ર, આહ્લાદ કરે છે અને ગ્રહો મંગલ આદિ છે, અઠ્યાવીશ સંખ્યાથી ગણાય છે, ગણો અભીચિ આદિ નક્ષત્રો છે, બહુવચન હોવાથી અભ્ પ્રત્યય છે, ગ્રહો-ગણો અને તારા એ પ્રમાણે દ્વન્દ્વ સમાસ છે, તેઓના ગણો=સમૂહો, તેઓમાં જે પ્રમાણે ચંદ્ર, જે પ્રમાણે પ્રજાને નરેન્દ્ર આહ્લાદ કરે છે, સાધુ સમુદાયરૂપ ગણના પણ ગુરુ=આચાર્ય, તે પ્રકારે શું ? એથી કહે છે આનંદ આપે છે એથી આનંદ છે; સદ્નાયકપણું હોવાથી આહ્લાદક છેયોગ્ય શિષ્યોને મોક્ષપથમાં ચલાવવાનું સાયકપણું હોવાથી ગુરુ સાધુના સમુદાયને આહ્લાદક છે અથવા આજ્ઞાને આપે છે એથી આજ્ઞા દેનારા છે, આજ્ઞાદ અર્થ કરવામાં અનુનાસિક વધારે થાય તેથી કહે છે કેમ કે અનુસ્વારનું આગમિકપણું છે, આદેશદાનમાં લબ્ધપ્રતિષ્ઠપણું હોવાથી અમરાદિ વડે શક્રાદિની જેમ અલંઘનીય વાક્યપણું છે=ગુણવાન ગુરુ શિષ્યને મોક્ષને અનુકૂળ હિતકારી આજ્ઞાને દેનારા
-