________________
ઉપદેશમાલા ભાગ-૧ / ગાથા-૭-૮
ગાથાર્થ ઃ
જેને રાજા આદેશ કરે છે, તેને=રાજાના વચનને, પ્રકૃતિ=લોકો, મસ્તક દ્વારા ઇચ્છે છે=ગ્રહણ કરે છે, એ પ્રમાણે ગુરુજનના મુખથી કહેવાયેલું કરાયેલા અંજલીપુટ વડે સાંભળવું જોઈએ. II9II ટીકા ઃ
यदाज्ञापयति आदिशति राजा प्रभुः, प्रकृतयः पौराद्या लोकास्तदादिष्टं शिरसा उत्तमाङ्गेनेच्छन्ति साभिलाषं गृह्णन्ति इत्यर्थः इत्यनेनैव क्रमेण, इतिशब्दस्य इयाऽऽदेशः प्राकृतलक्षणत्वात्, गृणाति शास्त्रार्थमिति गुरुः, स चासो जनश्च, तस्य मुखं तेन भणितं यद्वा तम्मुखेन तद्द्वारेणान्येन भणितमुक्तं यथा गुरुजनेनेदमादिष्टमिति तत्कृताञ्जलिपुटैर्भक्त्यतिरेकात् विहितकरमुकुलैः श्रोतव्यमाकर्णनीयमिति ॥ ७ ॥
૧૩
ટીકાર્ય ઃ
यदाज्ञापयति ર્નનીમિતિ।। જેને રાજા આજ્ઞા કરે છે=આદેશ કરે છે, તેને=તદ્ આદિષ્ટને, પ્રકૃતિ=લોકો, મસ્તક વડે ઇચ્છે છે=અભિલાષા સહિત ગ્રહણ કરે છે, આ જ ક્રમથી ગુરુમુખથી સાંભળવું જોઈએ એમ અન્વય છે, રૂતિ શબ્દનો પ્રાકૃત લક્ષણથી રૂવ આદેશ છે, શાસ્ત્રતત્ત્વને જે કહે તે ગુરુ, તે એવા આ જન તે ગુરુજન, તેમનું મુખ, તેનાથી કહેવાયેલું અથવા તેના મુખથી તેના દ્વારા અન્ય વડે કહેવાયેલું=જે પ્રમાણે ગુરુજન વડે આ પ્રમાણે આદિષ્ટ છે એ પ્રમાણે કહેવાયેલું, કરાયેલા અંજલીપુટ વડે=ભક્તિના અતિરેકથી કરાયેલા હાથમુકુલ વડે, તેને સાંભળવું જોઈએ=હાથ જોડીને તેને સાંભળવું જોઈએ. ।।૭।।
.....
ભાવાર્થ :
શાસ્ત્રના અર્થને જે કરે તે ગુરુ એ વ્યુત્પત્તિ અનુસાર સર્વજ્ઞના વચનને જે ગુરુ યથાર્થ કહેતા હોય તેવા ગુરુ પાસેથી કઈ રીતે શાસ્ત્રોના અર્થો સાંભળવા જોઈએ અથવા તેવા ગુરુથી આદિષ્ટ અર્થ બીજા વડે કહેવાયેલ કઈ રીતે સાંભળવા જોઈએ, જેથી ગુરુ પ્રત્યેનો બહુમાનનો ભાવ વૃદ્ધિ પામે તે પ્રકારની વિનયની પરિણતિ ઉલ્લસિત થાય તે બતાવવા માટે કહે છે, જેમ રાજા આજ્ઞા કરે ત્યારે લોકો મસ્તક નમાવીને તેમની આજ્ઞા ગ્રહણ કરે છે, એ પ્રમાણે ગુરુમુખથી કહેવાયેલાં શાસ્ત્રવચનોને વિનયની વૃદ્ધિ થાય તે માટે બે હાથને જોડીને સાંભળવાં જોઈએ, જેથી ગુણવાન ગુરુ પ્રત્યે અને તેમનામાં વર્તતા શ્રુત પ્રત્યે વિનયનો પરિણામ અતિશય થાય અને તે શ્રુત સમ્યક્ પરિણમન પામે. IIII
અવતરણિકા :
किमर्थमेवं गुरुवचः श्रूयते ? इति यो मन्यते तं प्रति तत्प्राधान्यमाह -