________________
૧૨
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૬-૭ સમાપ્ત શ્રુતજ્ઞાની શબ્દમાં શ્રુતજ્ઞાનને રૂ પ્રત્યય કેમ લાગ્યો છે ? તે સ્પષ્ટ કરે છે –
સર્વ ધનાદિનું આકૃતિ ગણપણું હોવાથી રૂ પ્રત્યયવાળો સમાસ અંત છે, આથી શ્રુતકેવલીપણું હોવાને કારણે જાણતા પણ=અવબોધવાળા પણ, શેષ લોકોને બોધ પમાડવા માટે પ્રથમ પૂછે છે=પ્રથમ ગણધર ભગવાનને પૂછે છે, પાછળથી ભગવાન વડે કહેવાતા તે=પૂર્વમાં પુછાયેલા અર્થને વિસ્મિત હૃદયવાળા સાંભળે છે એમ અવય છે,
તમ્ શબ્દનો અર્થ પૂર્વમાં પુછાયેલો પ્રશ્ન કેમ કર્યો તે સ્પષ્ટ કરે છે –
તત્ શબ્દનું પ્રક્રાંતનું પરામશિપણું હોવાથી પૂર્વની પૃચ્છા જણાય છે તમ્ શબ્દથી જણાય છે, વિસ્મિત=કૌતુકવાળું, હદયવંચિત છે જેને તે વિસ્મિત હદયવાળા સાંભળે છે=સર્વ વિશેષ તે અર્થને સાંભળે છે, વિસ્મિત હૃદય કેમ છે ? તેમાં હેતુ કહે છે – રોમાંચ-ઉદ્ભુલ્લ લોચતતા-મુખની પ્રસન્નતા આદિ બહારનાં તે કાર્યોનું દર્શન છે, તે આ ગણધરના ચેષ્ટિતનું અનુસરણ કરીને તે પ્રમાણે જ ગુરુનું વચન સાંભળવું જોઈએ, એ પ્રકારનો ભાવ છે. III ભાવાર્થ :
તીર્થકરોના પ્રથમ ગણધરો ભદ્ર હોય છે, વિનીત વિનયવાળા હોય છે અને સંપૂર્ણ દ્વાદશાંગીને જાણનારા હોય છે, તેથી તે અર્થને સ્વયં જાણતા હોવા છતાં પર્ષદામાં યોગ્ય જીવોના ઉપકાર માટે પૃચ્છા કરે છે, તે પૃચ્છા કર્યા પછી ભગવાનના વચનથી જાણે અપૂર્વ અર્થ પ્રાપ્ત ન થયો હોય એ રીતે વિસ્મિત હૃદયવાળા થઈ સર્વ સાંભળે છે, તેથી ગણધરોનું દૃષ્ટાંત ગ્રહણ કરીને વિવેકી સાધુ અને શ્રાવકે ગુરુનું વચન પણ તે રીતે સાંભળવું જોઈએ. તે ગુરુનું વચન સર્વજ્ઞના વચનનું અનુપાતિ હોય એ રીતે જ ગુણવાન ગુરુનાં વચનોને તે પ્રકારે સાંભળવાં જોઈએ, અન્યથા નામમાત્રથી જે તે ગુરુના વચનને તે રીતે સાંભળવાથી મિથ્યાવચનમાં પણ અનુમોદના દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય. IIકા અવતરણિકા:
इदमेव लौकिकदृष्टान्तेनाहઅવતરણિતાર્થ - આને જ લૌકિક દગંતથી કહે છે –
ગાથા :
जं आणवेइ राया, पगइओ तं सिरेण इच्छंति । इय गुरुजणमुहभणियं, कयंजलिउडेहि सोयव्वं ।।७।।