________________
૧૦
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૫
ગાથા :
न चइज्जइ चालेलं, महइ महावद्धमाणजिणचंदो ।
उवसग्गसहस्सेहि वि, मेरू जहा वायगुंजाहिं ।।५।। ગાથાર્થ :
જે પ્રમાણે મોટા વાયુના ગુંજારવ વડે મેરુપર્વતને ચલાયમાન કરવો શક્ય નથી, તે પ્રમાણે હજારો ઉપસર્ગો વડે પણ મોક્ષમાં કૃત મતિવાળા મહાન વર્ધમાન જિનચંદ્ર ચલાયમાન કરવા માટે=ધ્યાનથી ચલાયમાન કરવા માટે, શક્ય નથી. આપણે ટીકા :
न शक्यते चालयितुं कम्पयितुं ध्यानाच्च्यावयितुं महति प्रक्रमान्मोक्षे कृतमतिरिति वाक्यशेषः, महावर्द्धमानजिनचंद्र इति पूर्ववत् केवलं महांश्चासौ वर्धमानजिनचन्द्रश्चेति समासः कैरित्याहउपसर्गसहस्ररपि उपसृज्यते सन्मार्गात्प्रेर्यते एभिरित्युपसर्गाः कदर्थनानि तेषां सहस्राणि तैरपि । किंवदित्याह-मेरुः शैलराजो यथा वायुगुञ्जाभिः सशब्दप्रबलवातोत्कलिकाभिरिति ।।५।। ટીકાર્ય :
શવને ... મિિિત્ત | ધ્યાનથી ચલાયમાન કરવા માટે કંપન કરવા માટે=ચ્યવન કરવા માટે, શક્ય નથી,
કોને ચલાયમાન કરવું શક્ય નથી ? એથી કહે છે – મહાતમાં=પ્રક્રમથી મોક્ષમાં, કરાઈ છે મતિ જેમના વડે એવા મહાન વર્ધમાન જિનચંદ્રને ચલાયમાન કરવા શક્ય નથી, મહાન વર્ધમાન જિનચંદ્રનો અર્થ ગાથા-૨ની જેમ છે, ફક્ત ગાથારમાં વર્ધમાન જિનચંદ્ર છે અને અહીં મહાન વિશેષ છે, એથી મહાન એવા વર્ધમાન જિનચંદ્ર એ પ્રમાણે સમાસ છે, કોના વડે ચલાયમાન કરવા સમર્થ નથી ? એથી કહે છે – હજારો ઉપસર્ગોથી પણ ચલાયમાન કરવા સમર્થ નથી, ઉપસર્જન કરાય છે=સન્માર્ગથી એમના વડે પાત કરાય છે, તે ઉપસર્ગો-કદર્થનાઓ તેઓના હજારો તેઓ વડે પણ ભગવાન ચલાયમાન કરવા શક્ય નથી, કોની જેમ ? એથી કહે છે – જે પ્રમાણે વાયુના ગુંજારવથી શબ્દવાળા પ્રબળ વાયુની ઉત્કલિકા વડે શૈલરાજ ચલાયમાન કરવો શક્ય નથી. hપા ભાવાર્થ :
વીર ભગવાને સંયમ ગ્રહણ કર્યા પછી મુક્ત અવસ્થામાં મતિને સ્થિર કરેલી અને સિદ્ધ અવસ્થાના ધ્યાનમાં તે પ્રકારે લીન હતા કે તે ધ્યાનમાંથી તેઓને ચલાયમાન કરવા માટે હજારો ઉપસર્ગો પણ સમર્થ ન હતા, જેમ મોટા ઉલ્કાપાતવાળા વાયુથી પણ મેરુ કંપાયમાન થતો નથી, આ પ્રકારે વિર ભગવાનનું