________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪-૫
गम्यते । इतिशब्देनोपसर्गकालभाविनं प्राणप्रहाणकरणदक्षं सङ्गमकचक्रमोक्षादिकं प्रकारं द्योतयति, विनेयमधिकृत्याह-एषाऽनन्तरोदितैवंरूपा प्राणच्यावनप्रवृत्तेऽपि परे माध्यस्थ्यकरणलक्षणा क्षमा क्षांतिः सर्वसाधूनां समस्तयतीनां भगवदनुष्ठानं हृदि० निधाय सर्वसाधुभिरेवं प्राकृतजनविहितमपि तर्जनताडनादिकं क्षन्तव्यमिति भावः ।।४।।
ટીકાર્ય ઃ
तत्र ભાવઃ ।। ત્યાં=વીર અને ઋષભદેવ ભગવાનમાં, ભગવાન ઋષભદેવ ઉપસર્ગ વગર વિચર્યા, આથી તેમના દ્વારા ઉપદેશ નથી, વળી વિહરતા એવા વીર ભગવાન વડે જન્માંતરમાં બાંધેલા કર્મશેષથી પ્રગટ થયેલી અમર-મનુષ્ય અને પશુઓ વડે કરાયેલી સામાન્ય લોકથી સહન ન થઈ શકે એવી જીવિતના અંતને કરનારી કદર્થનાઓને સહન કરાઈ અને તેથી વ અણુપગમમાં છે, તાવત્ એ ક્રમ અર્થવાળો છે, એથી અભ્યુપગત આ ક્રમવાળા ત્રિલોકનાથ અસદ્દેશ જનની નાના પ્રકારની કદર્થનાને સહન કરે છે, નીચપણાને કારણે પોતાનાથી અતુલ્ય લોકની સંબંધી નાના રૂપવાળી કદર્થનાઓને સહન કરે છે, સર્વ સાધુઓએ ક્ષમા કરવી જોઈએ, એમ આગળ અન્વય છે, અસદૅશનું ગ્રહણ નીચજનથી કરાયેલી કદર્થનાના દુઃસહપણાને જણાવવા માટે છે, જીવન જીવ છે=પ્રાણધારણ છે, તેનો અંત=વિનાશ, તેને કરવાના સ્વભાવવાળા એવા જીવિતના અંતને કરનારાં દુષ્ટ ચેષ્ટિતો ભગવાને સહન કર્યાં એમ અન્વય છે, રૂતિ શબ્દથી ઉપસર્ગકાલભાવિ પ્રાણનો નાશ કરવામાં દક્ષ સંગમના ચક્રને મૂકવા આદિ પ્રકારને ઘોતન કરે છે, વિનેયને આશ્રયીને કહે છે આ=અનંતરમાં કહેવાયેલી, આવા સ્વરૂપવાળી પ્રાણનો નાશ કરવામાં પ્રવૃત્ત એવા પણ પરમાં માધ્યસ્થ્ય કરવારૂપ ક્ષમા=ક્ષાન્તિ, સર્વ સાધુઓને=સમસ્ત યતિઓને, ભગવાનના અનુષ્ઠાનને હૃદયમાં સ્થાપન કરીને સર્વ સાધુઓએ આ રીતે પ્રાકૃત જનથી કરાયેલું પણ તર્જન-તાડનાદિક સહન કરવું જોઈએ, એ પ્રકારે ભાવ છે. ।।૪।।
.....
G
અવતરણિકાર્ય :
શિષ્યોને બોધ કરાવવા માટે ઉપસર્ગની પ્રાપ્તિમાં ભગવાનની નિપ્રકંપતાને કહે છે
-
ભાવાર્થ:
જો ત્રણ લોકના નાથ એવા વીર ભગવાન તુચ્છ લોકોના પરિષહોને સહન કરે છે, તો તેમનું અવલંબન લઈને સુસાધુએ પણ મધ્યસ્થ ભાવના પ્રગટ કરવા માટે પોતાની શક્તિ અનુસાર ક્ષમાનું અવલંબન લેવું જોઈએ, પરંતુ પ્રતિકૂળ ભાવોને કે ગૃહસ્થોનું અનુચિત વર્તન જોઈને કુપિત થવું જોઈએ નહિ. II૪॥
અવતરણિકા :
उपसर्गोपस्थाने भगवन्निष्प्रकम्पतां विनेयशिक्षणार्थमाह