________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩
ગાથા :
संवच्छरमुसभजिणो छम्मासा वद्धमाणजिणचंदो ।
इय विहरिया निरसणा, जएज्ज एओवमाणेण ।।३।। ગાથાર્થ -
એક સંવચ્છર ઋષભજિન, છ માસ વર્ધમાન જિનચંદ્ર એ રીતે નિરાશન=આહાર વિના, વિહર્યા, એ ઉપમાન દ્વારા યત્ન કરવો જોઈએ તપકર્મમાં યત્ન કરવો જોઈએ. ll3II. ટીકા :
संवत्सरं-वर्षम् ऋषभजिनः-प्रथमतीर्थकरः, षड्मासान् वर्द्धमानजिनचन्द्रः-वर्द्धमानाभिधानप्रधानत्वात् श्रुतादिजिननक्षत्रराज इत्यर्थः इत्येवमेतौ विहतावुपसर्गपरीषहसहनार्थं पर्यटितौ निरशनौ-निर्भोजनौ उपोषितौ इति स्वरूपं निवेद्य शिष्यं प्रत्याह-'यतेत' तपःकर्मणि यत्नं कुर्याद् भवान्, 'एतदुपमानेन' ऋषभवर्द्धमानोपमयेत्यर्थः । तथाविधशक्तिविकलत्वादशक्यानुष्ठानोऽयमुपदेश ? इति चेत्, नैतदस्ति, इदं हि तात्पर्यम्-यदि तावद् भगवन्तौ चरमदेहत्वाद्यथाकथञ्चिन्मुक्तिगामिनावप्येवं विहृतौ अतोऽन्येन संदिग्धमुक्तिगमनेनैकान्तिकमुक्तिकारणे तदुक्ततपः-कर्मणि यथाशक्ति सुतरामादरो विधेयः, भगवद्भ्यां स्वयमाचरणेन दर्शितत्वादिति एतत्कथानके प्रसिद्धत्वान कथिते ।।३।। ટીકાર્ય :
સંવત્સર ... તે સંવત્સર=એક વર્ષ, ઋષભજિત, છ માસ વર્ધમાન જિનચંદ્ર શ્રી વર્ધમાન નામનું પ્રધાનપણું હોવાને કારણે શ્રેતાદિજિનરૂપ નક્ષત્રના રાજા જિતચંદ્ર છે. આ રીતે આ બન્ને વિહર્યા, ઉપસર્ગ-પરિષદને સહેવા માટે નિરસન=ભોજન રહિત, ઉપવાસવાળા બન્નેએ પર્યટન કર્યું, આ પ્રકારે સ્વરૂપનું નિવેદન કરીએ=વીર ભગવાન અને ઋષભદેવના સ્વરૂપનું નિવેદન કરીને, શિષ્ય પ્રત્યે કહે છે – આમતા ઉપમાનથી ઋષભદેવ અને વર્ધમાનસ્વામીના ઉપમાનથી, યત્ન કરવો જોઈએ તમારે તપકર્મમાં યત્ન કરવો જોઈએ, તેવા પ્રકારની શક્તિ વિકલપણું હોવાથીeતીર્થંકર તુલ્ય શક્તિનું વિકલપણું હોવાથી, અશક્ય અનુષ્ઠાનવાળો આ ઉપદેશ છે, એ પ્રમાણે કોઈ કહે તો કહે છે – આ નથી=અશક્ય અનુષ્ઠાનવાળો ઉપદેશ નથી, હિં=જે કારણથી, અહીં પ્રસ્તુત ઉપદેશમાં, આ તાત્પર્ય છે – જો બન્ને ભગવાન ચરમદેહપણું હોવાને કારણે કોઈક રીતે મુક્તિગામી હતા છતાં પણ આ પ્રમાણે વિહર્યા=બન્ને તીર્થકરો તપ કરીને વિહર્યા, આથી સંદિગ્ધ મુક્તિગમતવાળા અવ્ય વડે એકાંતિક મુક્તિનું કારણ એવા તેમનાથી કહેવાયેલા તપકર્મમાં યથાશક્તિ અત્યંત આદર કરવો જોઈએ; કેમ કે બન્ને તીર્થંકરો વડે સ્વયં આચરવાથી દર્શિતપણું છે, આમનાં કથાનકો=બન્ને તીર્થકરોનાં કથાનકો પ્રસિદ્ધ હોવાના કારણે કહેવાયાં નથી. ૩