________________
પદેશમાલા ભાગ-૧ | ગાથા-૨-૩
છે, અદ્વિતીય લોક આદિત્ય છે અને ત્રણ ભુવનના એક અસહાય, ચહ્યું છે. એથી આ સર્વ વિશેષણ ઋષભદેવ અને વીર ભગવાનમાં યોજન કરેલ છે, તેના દ્વારા તીર્થકરોનું વાસ્તવિક સ્વરૂપ બતાવેલ છે; કેમ કે જગતચૂડામણિ કહેવાથી ભગવાન લોકોત્તમ પુરુષ છે, તેવો બોધ થાય છે, ત્રણ લોકની લક્ષ્મીના તિલક છે તેમ કહેવાથી ત્રણ ભુવનના ભૂષણ જેવા છે; કેમ કે ભગવાનથી આ ત્રણ લોક શોભાયમાન છે.
વળી બન્ને તીર્થંકરો લોકના અદ્વિતીય આદિત્ય છે તેમ કહેવાથી ભગવાન પંચાસ્તિકાયાત્મક પૂર્ણ લોકનું પ્રકાશન કરે છે, તેથી દ્રવ્ય સૂર્ય કરતાં અદ્વિતીય સૂર્ય છે અને તેના દ્વારા ભગવાન કેવલજ્ઞાનરૂપી પોતાની સંપદાવાળા છે, તેનો બોધ થાય છે.
વળી ભગવાન ત્રણ ભુવનના અસહાય ચક્ષુ છે તેમ કહેવાથી ત્રણ લોકમાં વર્તતા યોગ્ય જીવોને દ્રવ્યચક્ષુની સહાય વગર પદાર્થનું યથાર્થ સ્વરૂપ બતાવનારા છે એવો બોધ થાય છે, તેથી ભગવાન જગતના યોગ્ય જીવો માટે મહાન ઉપકારક છે તેવો બોધ થાય છે. વળી બીજા પ્રકારે અર્થ કરતાં કહે છે –
ઋષભદેવ ભગવાન જગતના ચૂડામણિ છે અને વિર ભગવાન ત્રણ લોકની શ્રીના તિલક છે; કેમ કે ઋષભદેવ ભગવાન મોક્ષમાં રહેલા છે. તેથી જગતચૂડામણિ છે અને વીર ભગવાન ગ્રંથરચના કરનારને પ્રત્યક્ષ દેખાતા હોવાને કારણે ત્રણ લોકની લક્ષ્મીના તિલક જેવા દેખાય છે; કેમ કે વર્તમાનકાળમાં ત્રણ લોકમાં ભગવાન જ લોકોત્તમ પુરુષ છે.
વળી ગાથાના ઉત્તરાર્ધ પ્રમાણે ઋષભદેવ લોકના આદિત્ય છે, જેમ સૂર્ય પ્રભાત કરે છે ત્યારે લોકો જાગે છે, તેમ ઋષભદેવ ભગવાને મોક્ષમાર્ગ બતાવીને યોગ્ય જીવોને જાગૃત કર્યા અને જેમ સૂર્યનો ઉદય થાય ત્યારે પદાર્થો ચક્ષુથી દેખાય છે, તેમ ઋષભદેવ ભગવાને રાજ્યવ્યવસ્થાદિ નિખિલ વ્યવહાર બતાવ્યા, તેથી એક ઋષભદેવ લોકના આદિત્ય છે.
વળી વિર ભગવાન એક ત્રણ ભુવનના ચક્ષુ છે; કેમ કે ગ્રંથકારશ્રીના કાળમાં વીર ભગવાન વિદ્યમાન હતા અને તે વખતે વર્તતા જીવોના ચભૂત આગમાર્થનું કથન વીર ભગવાને કર્યું, તેથી ભગવાન ત્રણ ભુવનના ચહ્યું છે. શા અવતરણિકા -
अधुनैतदुद्देशेनैव तपः कर्मोपदेशमाहઅવતરણિકાર્ય - હવે આમના ઉદેશથી જ ઋષભદેવ અને વીર ભગવાનના ઉદેશથી, તપકર્મના ઉપદેશને કહે