________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨
પ્રકાશ કરાય છે એ લોક પંચાસ્તિકાયાત્મક ગ્રહણ કરાય છે, સૂર્યની જેમ આદિત્ય ભગવાન છે; કેમ કે તેનું=પંચાસ્તિકાયાત્મક લોકનું કેવલાલોક વડે પ્રકાશકપણું છે, એક=અદ્વિતીય=લોક આદિત્ય અદ્વિતીય છે એમ અન્વય છે; કેમ કે દ્રવ્ય આદિત્યથી તેના પ્રકાશનનો અયોગ છે=વીર ભગવાન અને ઋષભદેવ અદ્વિતીય લોક આદિત્ય છે; કેમ કે દ્રવ્ય એવા સૂર્ય વડે પંચાસ્તિકાયાત્મક લોકના પ્રકાશકત્વનો અયોગ છે, આના દ્વારા=લોક આદિત્ય એ વિશેષણ દ્વારા, વળી સ્વાર્થ સંપદાને બતાવે છે=ભગવાન ઋષભદેવ વીર ભગવાન પોતાના પ્રયોજનને કરવાની સંપદાવાળા છે તેને બતાવે છે, ત્રિભુવનના=ત્રણ લોકમાં વસનારા વિશિષ્ટ અમર-તર-તિર્યંચરૂપ ત્રણ ભુવનના, ચક્ષુની જેમ ચક્ષુ છે; કેમ કે યથાવસ્થિત પદાર્થના વિલોકનનું હેતુપણું છે=ત્રણ લોકવર્તી જીવો ભગવાનરૂપ વસ્તુથી યથાવસ્થિત પદાર્થનું વિલોકન કરી શકે છે. માટે ભગવાન ત્રણ ભુવનના ચક્ષુ જેવા ચક્ષુ છે, વનો પ્રયોગ ગાથામાં નથી, છતાં કેમ કર્યો ? એમાં હેતુ કહે છે ૫૨ અર્થમાં પ્રયુક્ત ધ્વનિઓનું= બીજાના અર્થને કહેનારા શબ્દોનું ‘માણવક સિંહ છે' એ ન્યાયથી વ આદિ પ્રયોગના અભાવમાં પણ તદ્ અર્થનો અવગમ થાય અર્થાત્ વ આદિના અર્થનો બોધ થાય છે, એક=અસહાય ચક્ષુ છે=ભગવાન ત્રણ ભુવનના અસહાય ચક્ષુ છે; કેમ કે દ્રવ્યલોચનથી નિરીક્ષિત પદાર્થમાં બાધાનું દર્શન છે અર્થાત્ છદ્મસ્થ દ્રવ્ય ચક્ષુથી જુએ તો વિપરીત બોધ થાય, પરંતુ ભગવાનરૂપી ચક્ષુથી જુએ તો યથાર્થ બોધ થાય, તેથી ભગવાન દ્રવ્ય ચક્ષુની સહાય વગર સ્વાભાવિક ત્રણ ભુવનના લોકના ચક્ષુ છે; કેમ કે ભગવાનરૂપી ચક્ષુથી દરેક જીવોને યથાર્થ બોધ થાય છે, વળી પુલ્લિંગ નિર્દેશ પ્રાકૃતપણાને કારણે અદુષ્ટ છે=ટીકામાં ત્રિભુવનના ચક્ષુ એક છે એમ બતાવવા નપુંસકલિંગમાં એકનો પ્રયોગ કર્યો છે, જ્યારે ગાથામાં ત્તે કરેલ છે, એ પુલ્લિંગનો નિર્દેશ પ્રાકૃતપણાને કારણે છે માટે દોષ નથી=ઋષભદેવ અને વીર ભગવાન ત્રણ ભુવનના ચક્ષુ છે એના દ્વારા, પરાર્થ સંપત્તિને કહે છે=ત્રણ ભુવનના યોગ્ય જીવોનો ઉપકાર કરવાની સંપત્તિને કહે છે.
-
પ
અથવા વીર ભગવાન જીવિત હોતે છતે આ ગુણસ્તુતિ પ્રકરણકારથી કાક્વા કરાઈ છે, ઋષભદેવ જગતચૂડામણિ છે; કેમ કે હમણાં મુક્તિપદસ્થાયીપણાને કારણે ચૌદ રજ્વાત્મક લોકના ઉપરવર્તી છે, વળી વીર પ્રત્યક્ષ ઉપલક્ષ્યમાણપણું હોવાને કારણે ત્રણલોકની લક્ષ્મીના તિલક છે=ભુવનલક્ષ્મીના મંડન છે, એ પ્રકારનો ભાવ છે અને આ બેમાં એક ઋષભ લોકના આદિત્ય છે; કેમ કે યુગની આદિમાં પ્રભાતની જેમ વિવેકના પ્રતિબોધ દ્વારા અને પદાર્થના ઉદ્યોતકપણાથી નિખિલ વ્યવહારનું કારણપણું છે, વળી એક વીર ત્રણ ભુવનના ચક્ષુ છે; કેમ કે હમણાંના લોકોને ચક્ષુભૂત આગમાર્થનું ભાષકપણું છે. ૨ા
ભાવાર્થ :
પ્રસ્તુત ગાથાનો અર્થ ટીકાકારશ્રી બે પ્રકારે કરે છે
વીર ભગવાન અને ઋષભદેવ ભગવાન જગતના ચૂડામણિભૂત છે, ત્રણ લોકની લક્ષ્મીના તિલકભૂત