________________
ઉપદેશમાલા ભાગ-૧ | મંગલાચરણ, ગાથા-૧-૨
ભાવાર્થ :પ્રસ્તુત ગ્રંથમાં અભિધેયાદિ ચારેય છે તે બતાવતાં કહે છે –
ઉપદેશમાળામાં મોક્ષને અનુકૂળ ઉચિત ઉપદેશ અભિધેય છે, તેથી તેના દ્વારા યોગ્ય જીવને ઉપદેશની પ્રાપ્તિ થાય તે કર્તાનું અનંતર પ્રયોજન છે અને કર્તાનું પરંપર પ્રયોજન મોક્ષફળ છે; કેમ કે જેમ ગ્રંથકર્તા ઉપદેશ દ્વારા શ્રોતાને ઉપકાર કરે છે તેમ ગ્રંથરચના દ્વારા તે ઉપદેશથી પોતાના આત્માને પણ ભાવિત કરીને પોતાના આત્મામાં વિશેષ-વિશેષતર યોગમાર્ગની નિષ્પત્તિ કરે છે, તેથી પરંપર પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ છે અને જો ઉપદેશક ગ્રંથરચના કરે તે વખતે તેમને ઉપદેશ સ્પર્શે નહિ, માત્ર બીજાના ઉપકાર માટે ગ્રંથરચના કરે તો પોતાને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય નહિ. વળી, શ્રોતા પણ જે તાત્પર્યથી ઉપદેશમાલાનું કથન છે તે તાત્પર્યથી યથાર્થ બોધ કરે તો તેને યથાર્થ બોધની પ્રાપ્તિરૂપ અનુગ્રહની પ્રાપ્તિ થાય અને તે બોધને સમ્યક્ પરિણમન પમાડીને આત્માને સંપન્ન કરે તો પરંપરાએ મોક્ષફળની પ્રાપ્તિ થાય, પરંતુ જે શ્રોતા પ્રસ્તુત ગ્રંથને શબ્દમાત્રથી ગ્રહણ કરીને સંતુષ્ટ છે, તે શ્રોતાને પ્રસ્તુત ગ્રંથથી યથાર્થ બોધ થાય નહિ અને પરંપરાએ મોક્ષફળની પ્રાપ્તિ થાય નહિ, માટે વિવેકીએ ગંભીરતાપૂર્વક પ્રસ્તુત ઉપદેશના અર્થને અવધારણ કરવા યત્ન કરવો જોઈએ.
વળી પ્રસ્તુત ગ્રંથ યથાર્થબોધનો ઉપાય છે અને તેનાથી ઉપેય પ્રકરણાર્થનું પરિજ્ઞાન છે, તેથી ઉપાયઉપેયરૂપ પ્રસ્તુત ગ્રંથનો સંબંધ છે, તેથી જેઓ ગંભીરતાપૂર્વક ગ્રંથનું અધ્યયન કરે તે માટે પ્રસ્તુત ગ્રંથ ઉપાય બને છે, તેના દ્વારા તેઓને પ્રસ્તુત પ્રકરણના અર્થનો સમ્યગ્બોધ થાય છે અને તેવો બોધ કરાવવા માટે ટીકાકારશ્રીએ વિવરણ કર્યું છે તે યુક્ત છે.
ગાથા :
नमिऊण जिणवरिंदे, इंदनरिंदच्चिए तिलोअगुरू ।
उवएसमालमिणमो, वुच्छामि गुरूवएसेणं ।।१।। ગાથાર્થ :
ઈન્દ્રો અને નરેન્દ્રોથી અર્ચિત, ત્રણ લોકના ગુરુ એવા જિનવરેન્દ્રોને નમસ્કાર કરીને ગુરુઉપદેશ દ્વારા ગુરુઉપદેશ અનુસાર, આ ઉપદેશમાલનેaઉપદેશમાલા ગ્રંથને, હું કહીશ. ll૧II
નોંધઃ પ્રસ્તુત ગાથાની ટીકા હેયોપાદેયા ટીકામાં કરેલ નથી, પરંતુ દોઘટ્ટી ટીકા તથા રામવિજયજી મહારાજાની ટીકામાં આપેલી છે. અભ્યાસુઓને તે તે ટીકાઓ સાથે વાંચવામાં સરળતા રહે તે હેતુથી આ ગાથા અમે આપી છે.
ગાથા -
जगचूडामणिभूओ उसभी वीरो तिलोयसिरितिलओ । एगो लोगाइच्चो, एगो चक्खू तिहुयणस्स ।।२।।