________________
૨
ભાવાર્થ :
ભગવાન જગતમાં હેય પદાર્થો શું છે, ઉપાદેય પદાર્થો શું છે તેનો ઉપદેશ આપે છે, તે ઉપદેશ જ સૂર્યના પ્રકાશ સમાન છે અને તે પ્રકાશ વડે ભગવાને સંસારી યોગ્ય જીવોને પ્રબોધિત કર્યા છે અર્થાત્ મોહની નિદ્રામાંથી જાગૃત કર્યા છે, તેથી જાગેલા તે જીવો આત્મહિતને સાધવા માટે સમર્થ બને.
ઉપદેશમાલા ભાગ-૧ | મંગલાચરણ
વળી ભગવાનનું વચન કુમતના અંધકારને નાશ કરનાર છે, એવા જિનેશ્વરોરૂપ સૂર્યને નમસ્કાર કરીને ટીકાકારશ્રી ઉપદેશમાલાની ટીકા રચવાની પ્રતિજ્ઞા કરે છે.
વળી ટીકાકારશ્રી કહે છે કે પોતાને વાણી દેવીનો કંઈક પ્રસાદ પ્રાપ્ત થયો છે, તેથી હું ધૃષ્ટતાથી ટીકા રચવા માટે તત્પર થયો છું. વસ્તુતઃ ગંભીર એવા ઉપદેશમાલા ગ્રંથનું વિવરણ ક૨વા પોતે સમર્થ નથી; કેમ કે જડબુદ્ધિ છે, તોપણ પોતાનાથી મંદતર જીવોના બોધ માટે પોતે આ વિવરણ કરશે.
આનાથી એ ફલિત થાય કે ઉપદેશમાલાના શબ્દોનો સામાન્ય અન્વય કરીને અર્થ કરવો એટલું જ ગ્રંથનું તાત્પર્ય નથી, પરંતુ પૂર્વ-અપરના પ્રતિસંધાનથી ગંભીર અર્થોના પરમાર્થને જાણવો એ ઉપદેશમાલાનું તાત્પર્ય છે અને ટીકાકારશ્રીને જણાય છે કે પોતે જે અર્થને જાણે છે, તેના કરતાં પણ પ્રસ્તુત ગ્રંથનો ઘણો ગંભીર અર્થ છે, ગ્રંથકારશ્રી પોતે જડબુદ્ધિ છે, તેથી પરિમિત ગ્રહણ કરી શકે છે, છતાં પોતાનાથી પણ મંદબુદ્ધિવાળા જીવોના ઉપકાર માટે પોતે વિવરણ કરવા તત્પર થયા છે.
ટીકા ઃ
अभिधेयादिशून्यत्वाद् अस्या विवरणकरणमनर्थकम् । इति चेत्, न, तत्सद्भावात्, तथाहिअस्यामुपदेशा अभिधेयाः, तदभिधानद्वारेण सत्त्वानुग्रहः कर्तुरनन्तरप्रयोजनम्, श्रोतुस्तदधिगमः, द्वयोरपि परमपदावाप्तिः परम्पराफलम्, सम्बन्धस्तूपायोपेयरूपः, तत्रोपेयं प्रकरणार्थपरिज्ञानम्, प्रकरणमुपायः, अतो युक्तमेतद् विवरणकरणमिति । तत्राऽऽद्यगाथया शिष्टसमयानुसरणार्थं
भावमङ्गलमाह
ટીકાર્ય ઃ
अभिधेयादि. भावमङ्गलमाह - અભિધેયાદિ શૂન્યપણું હોવાથી આનું=ઉપદેશમાલાનું, વિવરણ કરવું અનર્થક છે, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે તેનો સદ્ભાવ હોવાથી એમ નથી=અભિધેયાદિ નથી એમ નથી, તે આ પ્રમાણે
આમાં=ઉપદેશમાલામાં, ઉપદેશો અભિધેય છે, તેના અભિધાન દ્વારા=ઉપદેશના કથન દ્વારા, જીવોનો અનુગ્રહ કર્તાનું અનંતર પ્રયોજન છે, શ્રોતાનું પ્રયોજન તેનો અધિગમ છે, બન્નેનું પણ પરંપરાળ પરમપદની પ્રાપ્તિ છે, વળી સંબંધ ઉપાય=ઉપેયરૂપ છે, ત્યાં ઉપેય પ્રકરણઅર્થનું પરિજ્ઞાન છે, ઉપાય પ્રકરણ છે, આથી આ વિવરણનું કરણ યુક્ત છે, ત્યાં આદ્યગાથા વડે શિષ્ટ સમયના અનુસરણ માટે ભાવમંગલને કહે છે
-