________________
અધિકરણ-ઉપકરણ-અંતકરણ
૧૯ છે. અર્થાત્ સ્વદર્શન કરવાનું છે. આલંબનમાંથી સ્વાવલંબનમાં જવાનું છે, સ્વમાં સ્થિર થવાનું છે અને નિજાનંદની મસ્તી માણતા સહજાનંદી થવાનું છે. જેવા ભાવે ઉપયોગ પરિણમતો હોય તેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રાપ્ત થાય છે.
પ્રત્યેક જીવને અંતઃકરણ હોય છે, જેમાં કર્તા-ભોક્તા-ભાવ આત્મભાવ આદિ હોય છે, અને સાધન તરીકે જીવને સ્વક્ષેત્રે ત્રણ યોગ રૂપ કરણ હોય છે. તથા પરક્ષેત્રે સંસારભાવ યુક્ત અંત:કરણવાળા જીવને અધિકરણો હોય છે જ્યારે ધર્મભાવ-મોક્ષભાવયુક્ત અંત:કરણવાળા જીવને ઉપકરણ હોય છે. એમાંય જો તીર્થકર ભગવંતનો જીવ હોય તો એમને દીક્ષા અંગીકાર કર્યા બાદ અધિકરણ તો ન જ હોય પરંતુ ઉપકરણ પણ નથી હોતા. એઓને કરણરૂપ ત્રણ મન-વચન-કાયયોગ હોય છે.
ઉપકરણની અસર કરણ ઉપર પડે છે અને કરણની અસર અંત:કરણ ઉપર પડે છે. ઉપકરણનું ઉપચરિત વિલિનીકરણ અંત:કરણ છે. અને અંતઃકરણ (મન)નું વિલિનીકરણ અમન(નિરિહિ)-અવિનાશી પરમ આત્મતત્ત્વ છે. આ આખો ય સાધનાનો ક્રમ છે. ઉપકરણ અને કરણ વડે અંતઃકરણ પરમાત્મા બને છે. ઉપકરણ અને કરણ એ વિજાતીય એવાં જડ પુદ્ગલતત્ત્વના બનેલાં છે. જ્યારે અંત:કરણ સજાતીય એવું ચેતનતત્ત્વ છે. અંત:કરણ કદી-કરણ ઉપકરણમાં વિલીન ન થાય.
શરીર અને ઇન્દ્રિયોને પુગલના ભોગ્ય પદાર્થો સાથે જાતિય એકતા છે. કેમકે ઉભય પુગલના બનેલાં છે. પરંતુ પુદ્ગલને પરમાત્મા સાથે જાતિ એકતા નથી. આમ કરણ ઉપકરણ સાથે આપણી જાતિ એકતા નથી. જ્યારે અંત:કરણ અને પરમાત્મા સાથે આપણી જાતિ એકતા છે. માટે જ આત્મા અર્થાત્ અંતઃકરણ પરમાત્મા બની શકે છે.
ઉપકરણ અને અધિકરણ વિજાતીય છે, એટલે પરમાત્મા બની શકતા નથી. અને છતાં પણ અધિકરણ કે ઉપકરણ એ કરણ નહિ બની શકે કારણ કે કરણ એ યોગ છે જેમાં ચૈતન્ય આત્માનો વાસ છે.
શરીર (કરણ) એ પુદ્ગલ વિશ્વનો એક અંશ માત્ર છે, કે જે શરીરમાં જીવ (આત્મા) પુરાયેલ છે અર્થાત્ બંધાયેલ છે, અને તેમ છતાં એ જ જીવ એ જ શરીરની ઇન્દ્રિયો દ્વારા જગતને જાણી શકે છે, ભોગવી શકે છે. પરંતુ અંદરમાં રહેલ જીવ (આત્મા) પરમાત્માનો સજાતિય હોવાથી એ જ જીવ એજ શરીર (કરણ) દ્વારા પરમાત્માને અને પરમ આત્મ તત્ત્વને જાણીને, પરમાત્માની ભક્તિ કરી પરમાત્મા સ્વયં બની શકે છે. પરમાત્મા સત્ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org