________________
સૈકાલિક આત્મવિજ્ઞાન ચૌદ રાજલોકથી ક્ષેત્રની વિચારણા ક્ષેત્ર સમાસ, બૃહતસંગ્રહણી, લઘુ સંગ્રહણી આદિમાં કરવામાં આવેલ છે.
કાળની વિચારણા એટલે ઇતિહાસ. જૈનદર્શનમાં જીવનો સામાન્ય ઈતિહાસ નિગોદમીમાંસા, ચૌદગુણસ્થાનક આદિની વિચારણામાં પ્રાપ્ય છે. બાકી જીવ વિશેષ-વ્યક્તિ વિશેષનો ઇતિહાસ કથાઓ, ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર, ઉપદેશમાલા, વસુદેવ હિંડી આદિ ગ્રંથોમાં મળે છે.
ક્ષેત્ર અને કાળ એ જીવની પુદગલને આશ્રિત કથા અને ઇતિહાસ છે. સિદ્ધ પરમાત્મા સિદ્ધ થયા પછીની કોઈ કથા નથી. પરંતુ તેમના પૂર્વભવની કથા છે જે કહેવાય છે, સંભળાય છે, લખાય છે અને વંચાય છે. સિદ્ધ પરમાત્મા સિદ્ધ થયા બાદ કથારહિત થયા છે. જ્યારે પુદ્ગલ દ્રવ્ય અને સંસારી જીવની કથા ચાલુ રહેવાની છે કેમ કે તેમાં નામનામાંતરતા, રૂપરૂપાંતરતા, પરિવર્તન અને પરિભ્રમણની ક્રિયા સતત ચાલુ છે.
ક્ષેત્રથી ચૌદ રાજલોક યા તો સમગ્ર લોકાલોક (બ્રહ્માંડ આકાશ) અને કાળથી (ત્રિકાલ) અનાદિ-અનંતકાળ એ જે બે મહાન તત્ત્વો છે તે ઉપર જો આત્મા વિજય મેળવે તો જ્ઞાનશક્તિ (ચિશક્તિ)થી તે મહાનાતિમહાન (મહતો મહિયાન) બને છે. સર્વોચ્ચ, સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વ સમર્થ બને છે.
અંતે ભાવની જે વિચારણા છે તે ગુણની, પરમાત્મ તત્ત્વની, કેવલ જ્ઞાનની સ્વરૂપ વિચારણા છે. જેમાં તામસ-રાજસ-સાત્વિક ભાવ, ઔદયિક ક્ષાયોપશમિક, ઉપરામિક યાયિક અને પારિણામિક એ પાંચ ભાવ, કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પદ્મ અને શુક્લ એ છ વેશ્યા આદિની વિચારણા છે. પાંચ ભાવ વિષે જૈન દર્શનમાં ચોથા કર્મગ્રંથમાં વિચારણા કરવામાં આવેલ છે. જ્યારે તામસાદિ ભાવ વિશે વિસ્તૃત વિચારણા વેદાંત દર્શનમાં કરવામાં આવેલ છે. લૌકિક વ્યવહારમાં કાવ્યશાસ્ત્ર-નિબંધલેખન એ ભાવ છે.
દ્રવ્યો-ખિત્તો-કાળો-ભાવો, એ શબ્દોચ્ચારથી જૈન દર્શનના આવશ્યક ક્રિયાસૂત્રોમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો ઠેર ઠેર ઉલ્લેખ આવે છે. મહામહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજાના સમકાલિન વિનયવિજયજી મહારાજાએ દ્રવ્ય લોકપ્રકાશ, ક્ષેત્રલોપ્રકાશ, કાળલોકપ્રકાશ અને ભાવલોકપ્રકાશ નામના ચાર લોકપ્રકાશની રચના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિષય પર કરેલ છે..
વ્યવહારમાં ક્ષેત્ર અને કાળ અભેદ છે. સુરત જવું છે પણ તે જવાનો કાળ જ્યાં સુધી નિશ્ચિત ન કરાય ત્યાં સુધી જવાનો વિકલ્પ અધૂરો છે. તે જ પ્રમાણે કાળથી જવાનું નિશ્ચિત કરીએ પરંતુ જવાનું સ્થાન-ક્ષેત્ર નક્કી ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org