________________
૧૦૦
વૈકાલિક આત્મવિજ્ઞાન શક્ય તેટલો ઓછો અનિવાર્ય હોય ત્યારે જ ઉપયોગ કરવો. સંયમધર્મ એટલે કે ચારિત્રાચારનો પ્રાણ જ ગુપ્તિ છે.
પ્રદેશ સ્થિરત્વ એ આત્માનું સ્વરૂપ છે. કાયાને આસનથી સ્થિર કરવી અને ત્યારબાદ આત્માએ પોતાના ઉપયોગને પોતાના આત્મામાં સ્થિર કરવો. કારણ કે જ્ઞાન ઉપયોગને આત્મપ્રદેશોએ સ્થાન આધાર આપેલ છે. આત્મપ્રદેશ એ ઉદ્ગમસ્થાન આધારસ્થાન અર્થાત્ અધિષ્ઠાતા છે. જેવો મનોપયોગ આત્મામાં સ્થિર થશે કે તેને અનુસરીને મન-વચન-કાયયોગમાં સ્થિરતા આવશે. ઉપયોગ સ્થિરતાથી યોગસ્થિરતા-પ્રદેશસ્થિરતાથી અથવા તો પ્રદેશસ્થિરતા-યોગથી ઉપયોગ સ્થિરતા લાવી શકાય છે, ઉભય અન્યોન્ય છે.
આમ સિદ્ધ પરમાત્માનું એટલે કે આપણા વિશુદ્ધ સ્વરૂપનું જેવું સાચું, શુદ્ધ, નિત્ય, સ્વાભાવિક સહજ સ્થિર સ્વરૂપ છે તેવું સ્થિર સ્વરૂપ અર્થાત્ સ્થિરતા આપણે આપણી સાધનામાં અષ્ટ પ્રવચન માતા એટલે કે પાંચ સમિતિ
અને ત્રણ ગુપ્તિના પાલનથી ઉતારવાનું છે. એમ કરવાથી નિર્વિકલ્પનિર્વિચારદશા પ્રાપ્ત થશે અને સ્વઆત્મા સિવાય અન્ય કશાનો વિકલ્પ રહેશે નહિ.
આ પ્રકારે ચારિત્રાચાર અને તેના પૂરક તપાચારમાં ‘હું દેહ નથી” તેની પ્રક્રિયા છે. આત્માને આત્માના ચરમ અને પરમ સ્વરૂપમાં લાવવાની સાથે દેહમાંથી સુખબુદ્ધિ ઉઠાવી લેવાની સાધના છે.
અત્રે અષ્ટપ્રવચન માતામાં પાંચ સમિતિનો જે ઉલ્લેખ કર્યો છે તે પાંચ સમિતિ નીચે પ્રમાણે છે. (સાધુનો આચાર)
(૧) ઈર્યા સમિતિ : ચાલતી વખતે ચાર હાથ પ્રમાણેં આગળની ભૂમિને જોઈને કોઈ જીવને કલેશ ન થાય, હિંસા ન થાય તેની જયણા રાખીને ચાલવું. કાયાનું સંચાલન કરવું જ પડે તેમ હોય તો પૂંજી પ્રમાર્જીને અત્યંત સાવધ રહી એવી રીતે કરવું, કે જે વડે કરીને કોઈ જીવની કિલામણા ન થાય. તેમ થવાની શક્યતા હોય તો કાયગુપ્તિનું પાલન કરવું.
(૨) ભાષા સમિતિ : શક્ય હોય ત્યાં સુધી વચનગુપ્તિ જ પાળવી. મૌન જ રહેવું અને છતાંય જો ભાષાપ્રયોગ કરવો જ પડે તેવો પ્રસંગ હોય તો સત્ય, પ્રિય, હિત અને પથ્ય વચન બોલવાં.
(૩) એષણા સમિતિ : શક્ય તો નિરાહારી રહેવું, તેમ બને એમ ન હોય તો મિતાહારી થવું અને તેમાંય જે આહાર-પાણી આદિ લેવાની આવશ્યકતા હોય ને નિરવદ્ય બેંતાલીસ (૪૨) દોષરહિત લેવા. ગાય ખેતરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org