________________
ધર્મત્રથી-તત્ત્વત્રયી
૨૩૧ કષાય મુક્તિ કિલરેવ મુક્તિ જે કહેલ છે તે આ જ સંદર્ભમાં કહેલ છે.
જીવ કર્મયોગ પણ ત્યારે જ કરી શકે જ્યારે જીવને જીવની સાચી સગાઈ સમજાય અને તે સમજીને જીવ, જીવ માટે જીવે જે માટે આગળ જણાવેલ ૧૩ સાત્ત્વિક ભાવો તેને કેળવવા પડે અને જેની સાથે સાચી સગાઈ નથી તેનો યેન કેન પ્રકારે ત્યાગ કરવો જ પડે. આ બંને યુગપદ છે.
જો જીવ આવો વિવેકી બને તો અન્ય જીવો પ્રત્યે તે ક્રોધ ને માનના ભાવો ન કરી શકે અને પુગલ પ્રત્યેના માયા ને લોભના ભાવમાં પણ વિવેકી બનશે.
આ રીતે વિપરીત ભાવથી આ ચાર કષાયમાં જે તીવ્ર રસ છે, તે મંદ થશે અને આ જ મંદતા તેને આત્માની ઉન્નતિરૂપે એટલે કે સાચા સુખની પ્રાપ્તિ રૂપ સોપાન તરફ વાળશે, અને પરંપરાએ પરમપદ સુધી અર્થાત્ સચ્ચિદાનંદ સ્વરૂપ સુધી પહોંચાડશે.
આ કર્મયોગ સાથે અદૃષ્ટ તત્ત્વની ઉપાસના વડે કર્મયોગની સફળતા માટે ગુપ્ત સહાય મળી રહે છે. કારણકે ઉપાસ્ય તત્ત્વ પણ જે પદ પ્રાપ્ત કર્યું છે, તે પણ આવા સાત્ત્વિક ભાવના પરિણામ-ફળરૂપે પ્રાપ્ત કર્યું હોય છે. તેથી તે ઉપાસ્ય તત્ત્વને પણ આવા સાત્વિક ભાવ વાળા ભક્તો ગમે છે અને તેમને તે સહાય પણ કરે છે.
ઉપાસ્ય તત્ત્વનો રાગી-સંગી જીવ ઉપાસ્ય તત્ત્વ પાસેથી શું માંગે ? ઉપાસક, ઉપાસ્ય તત્ત્વ પાસે પોતાના જીવનમાં જોઈતી આવશ્યકતાઓ અને એની કૃપા વડે કર્મયોગ જ માંગે. જીવ માત્રને જીવવા માટે દેહધર્મ અને ઇન્દ્રિયધર્મની અપેક્ષાએ જ આવશ્યક વસ્તુની આવશ્યકતા હોય. તેની પૂર્તિ વડે હરેક જીવ શાંતિ ચાહે છે. આ આવશ્યકતાની વિકૃતિ ક્યાં ઉત્પન્ન થાય છે ? આવશ્યકતાની વિકૃતિ આસક્તિ છે.
કર્મયોગ અને ઉપાસના વડે ઊંચો ઊઠેલો જીવ જો આસક્તિઓની પૂર્તિની માંગ કરે તો તે પતન પામી અધમદશામાં આવી જાય એટલું જ નહિ પણ કર્મયોગ ને ઉપાસનાના ક્ષેત્રમાંથી ય ફેંકાઈ જાય.
આવશ્યકતા દરેક જીવને જુદી જુદી અપેક્ષાએ હોય છે. એટલું જ નહિ પરંતુ નીચે નીચેની દશાની આવશ્યકતા ત્યજાતી જાય છે અને ઉપર ઉપરની દશાની આવશ્યકતાનો અવકાશ ઊભો થતો જાય છે. જેમ કે કોઈ એક વ્યક્તિ પાસે દશ લાખ રૂપિયા હોય અને તે ઉપાસ્ય તત્ત્વ પાસે વીસ લાખની માગણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org