________________
ધર્મગ્રી-તત્ત્વ ત્રયી
૨૨૯ કે ઉપાસકને મળેલ શક્તિ તે ઉપાસ્ય તત્ત્વને માનનારા માટે જ વાપરવી. તો પછી આવા ઉપાસ્ય તત્ત્વને “કુ કેમ કહી શકાય ?
કર્મયોગ વર્તમાનમાં દૃષ્ટ તત્ત્વ સાથે છે. જ્યારે ઉપાસના યોગ અદૃષ્ટ તત્ત્વ સાથેનો છે. કર્મયોગ દૃષ્ટ તત્ત્વ સાથે હોઈ આપણી સાથે જીવનારાની સાથેનો છે.
જ્યારે ઉપાસના, ઉપાસ્ય એવી પ્રખર પુણ્યના ઉદય વાળી અને દિવ્ય શક્તિ ધારણ : કરનારી અદૃષ્ટ તત્ત્વની હોય છે.
આ ઉભય પ્રકારની સાત્ત્વિક ક્રિયાઓ અને ભાવો જીવની મૂઢતામાં પણ રહેલા વિવેકને સૂચવે છે. પ્રથમ કર્મયોગમાં દયા-દાન-સેવા-પરોપકાર-ઇત્યાદિની ઊંચી વૃત્તિ ને પ્રવૃત્તિ છે. જ્યારે ઉપાસનામાં નમ્ર ભાવ છે. સમર્પણ ભાવ છે. જે સ્તુતિસ્તવન-પ્રાર્થના-અર્ચના-નમનાદિથી વ્યક્ત થાય છે.
આ આખોય આપણો સંસાર આપણા કલ્પિત મિથ્યા અહંભાવ ઉપર જ નિર્ભર છે. કર્મયોગમાં બીજાનું ભલું કરવામાં આપણને પુણ્યના ઉદયથી પ્રાપ્ત ધનાદિ, તેના ભોગની સામગ્રીનું દાન ને ત્યાગ છે. તે પણ તેના ઉપરનું મહત્વ છૂટે અને અન્ય પ્રતિ કાંઈક કરી છુટવાના કરુણાના ફરજના ભાવ જાગે તો જ બની શકે છે. જેટલાં અંશે એ ક્ષેત્રમાં મમત્વ છૂટે તેટલા અંશે અહંભાવ પણ નિર્બળ બને છે. જેના પરિણામે આત્મલાભ તરફ વળી શકાય છે. જ્યારે ઉપાસનાકે ઉપાસ્ય તત્ત્વ પ્રત્યે બહુમાન કરવાના ભાવે કંઈક ને કંઈક દ્રવ્યનો પણ ત્યાગ કરવો પડે છે, તો જ તેની પૂજા ભક્તિ થઈ શકે છે. અને અંદરથી આપણા નમ્રભાવ વડે શરણાગતિના સ્વીકાર વડે અથવા સર્વસ્વની અર્પણતા વડે નમ્રતાના ભાવમાં નિર્મળતા આવે છે. આવા સાત્ત્વિક ભાવો જીવને જીવની અનાદિકાળથી અહં ગ્રંથિ જે તીવ્ર છે તેને મંદ કરે છે. અનાદિકાળથી મિથ્યા અહં ગ્રંથિના કારણે જીવ વિશ્વમાં રહેલ જડ ને ચેતન સાથેનો વહેવાર કરે છે, તેમાં સ્વાર્થની નિષ્ફળતાએ જે ચાર પ્રકારના ભાવ જીવ કરે છે, તે ભાવ ક્રોધમાન-માયા ને લોભના નામે જાણીતા છે. તેની વહેંચણી નીચે મુજબ છે.
મૂળ મિથ્યા મોહ મૂઢતાના બે ભેદ છે. જે રાગ અને દ્વેષ તરીકે ઓળખાય છે. રાગ એટલે ઈષ્ટ વસ્તુ ને વ્યક્તિની ચાહના અને પ્રાપ્તિ. દ્વેષ એટલે પ્રતિકૂળ વસ્તુને વ્યક્તિનો સંયોગ.
રાગનું ક્ષેત્ર છે દેહને ઇન્દ્રિયો સંબંધી અનુકૂળ ભોગ સામગ્રી જે જડ પદાર્થો છે. તેના પ્રત્યે માયા ને લાભ થાય છે, અને તે સંબંધમાં જે બાધક વ્યક્તિઓ કે જીવો છે તેના પ્રતિ દ્વેષ થાય છે, અને તે ક્રોધ અને માનમાં પરિણમે છે.
આ રીતે રાગના બે ભેદ છે. જડ પ્રત્યે માયા ને લોભ છે અને તેની નિષ્ફળતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org