________________
૨૪૬
ત્રૈકાલિક આત્મવિજ્ઞાન વેદીએ છીએ તે આપણા લાગણીના ભાવને કાળ કહેલ છે. બાકી પુદ્ગલદ્રવ્યના ક્રમિક ભાવને જે કાળ કહેલ છે, તે તો વ્યવહારિક કાળગણના કાળની સમજ છે.
આમ સંસારી જીવ અને અજીવ કહેતાં પુદ્ગલદ્રવ્યનાં જે ક્રમિક પર્યાય છે તેનું નામ કાળ છે.
આપણા આત્માના જ્ઞાન-દર્શન ગુણનો આધાર આપણો જ આત્મા છે. તેમ આપણા જ્ઞાન-દર્શન ગુણનો માલિક પણ આપણો જ આત્મા છે. બીજો કોઈ તેનો માલિક નથી. આપણા જ્ઞાન-દર્શનનો ભોગવટો પણ આપણો જ આત્મા કરી શકે છે, બીજું કોઈ નહિ. આવા આપણા સત્તા સ્વરૂપને વર્તના કહેવાય છે.
કર્મના વિપાકોદય સમયે વેદાતી સુખ-દુઃખની લાગણી એ જ કાળ. આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અવગાહના ગતિ અને સ્થિતિ એક સરખી રીતે જેમ સંસારીજીવ અને પુદ્ગલદ્રવ્યને આપે છે, તેમ કાળ કાંઈ બધાનો એક સરખો જતો નથી. કાળ સમ નથી પણ વિષમ છે. કારણ કે તે જીવની લાગણીના ભાવો છે. જે સર્વનાં જુદાં જુદાં છે. તેમ એક જ વ્યક્તિના પણ ભાવ કાળાંતરે જુદાં જુદાં છે. આમ ભાવના ભેદ એ જ કાળ છે.
સંસારી જીવ અને પુદ્ગલદ્રવ્યમાં જે ક્રમિકતા ચાલી આવે છે એ પણ કાળ છે.
સંસારી જીવના જ્ઞાન ઉપયોગમાં પ્રતિસમયે જે ધારા વહી રહે છે, એમાં મોહાદિભાવો અને સુખદુ:ખના વેદનરૂપી જે વહેણ વહે છે તેનું નામ કાળ છે.
આપણું અપૂર્ણજ્ઞાન, અલ્પજ્ઞાન, ક્રમિકજ્ઞાન, ભ્રામિકજ્ઞાન, માયિકાન છે તે કાળ છે.
અત્રે પૂર્ણ અને અપૂર્ણનો ખુલાસો કરી લઈએ કે.......જે દ્રવ્યના જે પોતાના ભાવ (ગુણ) હોય તે કાળાંતરે પ્રાપ્ત થાય તે જ તે દ્રવ્યની અપૂર્ણતાની નિશાની છે.
જે દ્રવ્યના જે પોતાના ભાવ (ગુણ) હોય તેની સમકાળ અર્થાત્ યુગ્મદ વિદ્યમાનતા (Existance) તે જ તે દ્રવ્યની પૂર્ણતા !
નિશ્ચયથી આપણું માનસ, મનોદશા, અવસ્થા એ કાળ છે. જ્યારે પદાર્થ (દ્રવ્ય) સંબંધી તે ભૌતિકપદાર્થના પરિવર્તનો એ કાળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org