________________
૨૫૮
સૈકાલિક આત્મવિજ્ઞાન આપણને " દેહ એ હું છું " અને કાળ ત્રણ ભૂત-ભવિષ્ય ને વર્તમાન છે એવાં દઢ સંસ્કાર છે.
અધ્યાત્મમાર્ગમાં “દેહ એ હું નથી પણ "હું છું તે આત્મા છું તેમ જ કાળ ત્રણ નથી. અરે ! કાળ છે જ નહિ. " હું આત્મા કાલાતીત છું". એમ વિચારવાનું ને આચરવાનું છે.
ધ્યેય-સાધ્યને લક્ષ્યમાં રાખી વર્તમાનમાં જે જેવું કરવા જેવું હોય તે તેવું કરવા વિષેનો ઉદ્યમ કરવો જોઈએ. ભૂત જે નષ્ટ છે ને ભવિષ્ય જે અનુત્પન્ન છે તેનો વિચાર સેવવો તે સંસારભાવ છે.
ભૂત - ભવિષ્યકાળને વર્તમાનકાળમાં આપણે ઘાલીએ છીએ. એટલે વર્તમાનકાળ વ્યવહારિકકાળ બને છે. આપણે વર્તમાનકાળને પારમાર્થિક બનાવવાનો છે. જેથી ભૂત-ભવિષ્ય કાળ જ ન રહે. સિદ્ધ પરમાત્મા, કેવલિ ભગવંત માત્ર વર્તમાનરૂપ છે. જ્યારે વર્તમાનકાળ પારમાર્થિક બને ત્યારે કાળાતીત થવાય છે.
વર્તમાન-ભૂત-ભવિષ્યરૂપ ન હોય. અને ભૂત-ભવિષ્ય વર્તમાનરૂપ ન હોય.
ભૂત-ભવિષ્યને વર્તમાનમાં સ્થાપીને આપણે વર્તમાનને દબાવીએ છીએ. જેથી વર્તમાનકાળ આપણે વિભાવથી વિતાવીએ છીએ. જે મોહભાવ છે એ અજ્ઞાન છે અને તે સંસાર છે.
વર્તમાનકાળ એ ભૂત-ભવિષ્ય નિરપેક્ષ નથી, ભવિષ્ય વર્તમાનરૂપ બનીને ભૂતરૂપ બને છે. જે પદાર્થ કાર્ય-કારણરૂપ પરિણમતો હોય તેને નિરપેક્ષ નહી કહેવાય. સિદ્ધ પરમાત્મા જે અદેહી છે તે અને અરિહંત ભગવંતો નિરપેક્ષ છે. બાકી કોઈ નિરપેક્ષ તત્ત્વ નથી.
ભૂત-ભવિષ્યવત્ નિરપેક્ષ વર્તમાનને જોનારો આંધળો છે. ભૂત-ભવિષ્ય નિરપેક્ષ વર્તમાનમાં રહેનારો સાક્ષી છે. જ્ઞાતા-દષ્ટા છે. પરંતુ જો પર દ્રવ્યક્ષેત્ર-કાળ- ભાવ વર્તમાન ઉપયોગમાં આવી જાય તો તે સાક્ષીભાવ કે જ્ઞાતાદણ ભાવ નહિ કહેવાય.
જે પદાર્થને વર્તમાનમાં જોઈએ તેને ભૂત-ભવિષ્યવત્ જોવાથી તે પદાર્થ પ્રત્યેના રાગ-દ્વેષ દૂર કરી શકાય છે. - વર્તમાનકાળમાં મોહભાવે થતાં પુરુષાર્થથી કાળ (ભાવિ-પ્રારબ્ધ) ઊભો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org