________________
૨૬૪
સૈકાલિક આત્મવિજ્ઞાન બાળમંદિર, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને વિદ્યાપીઠના અધ્યયનના તબક્કા પસાર કરવા પડે છે એમ સાધનામાં પણ સિદ્ધિ હાંસલ કરતાં પહેલાં સાધનાના જુદા જુદા સ્તરમાંથી પસાર થવું પડે છે.
આ વિવેક એટલે આપણા જીવનવ્યવહારનો “આવો, બેસો, પીઓ પાણી, ત્રણે વસ્તુ મફત આણી’ એવો વ્યવહાર વિવેક નહિ. અધ્યાત્મક્ષેત્રે વિવેક એટલે સતુ-અસતુ, વિનાશ-અવિનાશી, નિત્ય-અનિત્ય, વિકારી-અવિકારી, પૂર્ણ-અપૂર્ણ તત્ત્વનું સંશોધન. જૈનદર્શનમાં જણાવેલ હેય-શેય-ઉપાદેયમાં તત્ત્વની વહેંચણી.
- સંસારના સુખસાહ્યબી છોડીને ક્યાં તો આપણે ચાલી જવાનું છે, ક્યાંતો સુખસાહ્યબી આપણને છોડીને ચાલી જનાર છે. આ તો આપણા સહુના જીવન અનુભવની વાત છે. પ્રાપ્ત પદાર્થ નિત્ય છે કે અનિત્ય છે, એનો વિવેક કરવો જોઈશે. આપણે હયાત અને પદાર્થ ગાયબ. કેરી લાવ્યા અને બગડી ગઈ. ઉપભોગનાં કામમાં નહિ આવે. આમ વિયોગમાં અનિત્ય, વિકારમાં અનિત્ય અને સંગમાં અનિત્યનો આપણને પાકો અનુભવ છે. આમ જીવનવ્યવહારમાં નિત્યાનિત્યનો વિવેક કરવો તે ધર્મનું હાર્દ છે. વિવેક આવ્યા બાદ વૈરાગ્ય અને લક્ષ્ય અનાદિકાળથી અનિત્યની વચ્ચે, અનિત્યના સંગે અને અનિત્યના લક્ષ્ય અનિત્યને જ નિત્ય માની આપણે વ્યવહાર કરતા આવ્યાં છીએ. નિત્યનું જ્ઞાન જ નથી તો પછી નિત્યનું ભાન અને નિત્યનું લક્ષ્ય તો ક્યાંથી હોય ?
આપણું શરીર નિત્ય છે કે અનિત્ય ? શરીર અનિત્ય ! છતાં શરીર પરનો રાગ કેટલો બધો છે ! શરીર વિનાશી હોવાથી ચાલ્યું જાય છે અને છતાં તે શરીર ઉપરનો રાગ તો ઊભો જ રહે છે. સગાંસંબંધીનો દેહાંત થવા છતાં તેના ઉપરનો રાગ તો ઊભો જ રહે છે. જો વસ્તુના નારા સાથે વસ્તુ પ્રતિના રાગનો પણ નાશ થતો હોય તો મોક્ષ માટે કોઈ પુરુષાર્થની જરૂર ન રહેત. આ વિચારણામાં રાગની વ્યાખ્યા પણ સ્પષ્ટ થઈ ગઈ. “અનિત્યમાં નિત્યબુદ્ધિથી સુખપ્રાપ્તિનો ભાવ તે જ રાગ.” એથી વિરુદ્ધ નિત્યમાં નિત્ય બુદ્ધિથી એની પ્રાપ્તિની વૃત્તિ એ શુદ્ધ લક્ષ્ય કહેવાય. એને અનુરાગ કહેવાય. પણ રાગ ન કહેવાય. રાગની વ્યાખ્યા કરતાં ન આવડે તો ગૂંચવાડો થઈ જાય, મૂંઝવણમાં મુકાઈ જઈએ. રાગ એ જરૂર વિકલ્પ છે પરંતુ બધાય વિકલ્પ રાગ નથી.
આપણી માંગ નિત્યની છે. પરંતુ “હું નિત્ય છું કે અનિત્ય ?” એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org