________________
૨૬૬
સૈકાલિક આત્મવિશાન (૨) આત્મા નિત્ય છે (૩) આત્મા કર્મનો કર્તા છે (૪) આત્મા કર્મનો ભોક્તા છે (૫) આત્માનો મોક્ષ અને (૬) આત્માના મોક્ષના ઉપાયો છે.
એ પડસ્થાનકમાંથી આત્મા છે અને આત્મા નિત્ય છે એ જોયું. વિશ્વમાં માત્ર જડ પદાર્થ જ નથી, જડની સામે ચેતન એવો આત્મા પણ છે. જે જડ નથી પણ ચેતક છે-વેદક છે અને જ્ઞાયક છે. વળી જેમ જડ એટલે કે પુદ્ગલ-એના પરમાણુદ્રવ્યથી નિત્ય છે એમ આત્મા પણ દ્રવ્યથી અગાઉ જણાવ્યા મુજબ નિત્ય છે, પરંતુ અવસ્થા (હાલત-પર્યાય)થી અનિત્ય છે, આત્મા ચારેય ગતિ (દેવ-મનુષ્ય-તિર્યંચ-નારક)માં ભમતો ભમતો નિતનવી અવસ્થાને પામતો રહે છે. પણ આત્મદ્રવ્ય તરીકે તો આત્મા નિત્ય જ રહે છે-અવિનાશી અને એથી જ એની માંગ અવિનાશીની છે. આપણે સહુ અમરતત્ત્વને વાંછીએ છીએ. અવિનાશીતાને માગીએ છીએ. પરંતુ આપણી અવળી દૃષ્ટિ જે મિથ્યા દૃષ્ટિ છે તેને કારણે વિનાશી પદાર્થમાં અવિનાશીને શોધીએ છીએ, માગીએ છીએ. અર્થાત અનિત્યમાં નિત્ય બુદ્ધિ સ્થાપીને વર્તીએ છીએ. આ જે દૃષ્ટિ આત્માની છે તે તેની ખોટી દૃષ્ટિ છે. વિનાશીને વિનાશીરૂપે જોઈએ અને તે પ્રતિ વૈરાગ્ય થાય ત્યારે તે દૃષ્ટિ સાચી દૃષ્ટિ-સમ્યગ્ર દૃષ્ટિ કહેવાય, સમકિત પ્રાપ્ત થયું કહેવાય. સમકિત માત્ર બૌદ્ધિક નથી પણ ભાગવત્, હાર્દિક અને આત્મિક છે.
સમ્યજ્ઞાન એ જોડાણ (Connection) છે અને સમગુ દર્શન એ સંધાણ Relation છે. ભાષાપ્રયોગથી અનિત્યને અનિત્ય કહેવું એ માત્ર સમ્યજ્ઞાન છે જે Connection છે. જ્યારે અનિત્યને અનિત્ય જાણી એનાથી છૂટતાં જવું, એ પ્રતિ વૈરાગ્યભાવના જાગવી અને જે નિત્ય છે તેને નિત્ય જાણી તેનાથી જોડાઈ જવું તે સમ્યગુદર્શન છે, જે Relation છે. અનિત્યમાં નિત્યબુદ્ધિ એ રાગ અને અજ્ઞાન છે.
અનિત્યની અનિત્યતા સહજ જ તેના વિનાશી સ્વરૂપે જાણી શકાય છે. એ સહુના અનુભવની વાત છે. મુશ્કેલી હોય તો નિત્યની નિત્યતાને પિછાનવામાં છે, જે આપણા સહુની માંગ છે. . નિત્યતાને ક્યાં શોધવી ? નિત્યતા આપણામાં જ છે. આપણી અવસ્થા ફરતી છે. ફરતી એ બાલ્યાવસ્થા-કિશોરાવસ્થા-યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થાને જાણનારા આપણે છીએ. જોનારો ને જાણનારો જે દશ્ય છે અને જે જણાય છે તેનાથી અલગ એટલે કે જુદો હોય છે. લુહારની એરણ એની એ જ રહે છે. જેના આધારે લુહાર લોઢાને જુદા જુદા આકાર આપે છે. એમ નિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org