Book Title: Traikalik Atmavigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 280
________________ મો ૨૭૧ મોક્ષપ્રાપ્તિની સાધનાના પાયા છે. ત્રણમાંથી એક હોય તો તે બીજા બે ને ખેંચી લાવે છે. અગર તો ત્રણમાંથી એક હોય અને બીજા બે ન હોય તો જે એક હોય તો તેય ટકે નહિ. ત્રણમાં કોઈ એકબીજાની અપેક્ષાએ ગૌણપ્રધાન હોય, પણ ત્રણેય હોય ત્યારે જ વિનાશીથી છૂટેલો, અવિનાશીથી જોડાયેલોઅવિનાશીના લક્ષ્ય સ્વયં અવિનાશી બની સર્વથા બંધનમુક્ત થઈ શકે. સાંભળવું, જોવું અને અનુભવવું એ જીવ માત્રનો વ્યવહાર અને ચાલ છે. છેવટે અનુભવમાં અર્થાત વેદનમાં સહુ સરખા છે માટે અનુભવતત્ત્વને લઈને મોક્ષની સિદ્ધિ સહજ છે, કારણ કે બંધન અને દુઃખ સર્વને પ્રત્યક્ષ છે. એની સામે મુક્તિ અને અનંતસુખ સહજ સિદ્ધ છે. જીવ માત્રની માંગ સાચી છે પણ માર્ગ ખોટો છે. જીવ માત્રની માંગ સાચી છે પણ મથામણ ખોટી છે. ચાલો ત્યારે અવળી ચાલથી સને અસત્ સાથે અને ચિને અચિત્ સાથે જોડી આનંદને સુખદુઃખ રૂપે પરિણમાવ્યો છે તેને સવળી ચાલે ચાલી ચિને સત્ સાથે જોડી સુખદુઃખના ચક્રવાને ભેદીને સચ્ચિદાનંદ સ્વરૂપને આપણે સહુ પ્રાપ્ત કરીએ ! E Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282