Book Title: Traikalik Atmavigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra
Catalog link: https://jainqq.org/explore/004900/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ત્રૈકાલિક આત્મવિજ્ઞાન વિવેચક, પેનાલાલ જ. ગાંધી સંયોજક સુનંદાબહેન વાહોરા Page #2 -------------------------------------------------------------------------- ________________ મૈકાલિક આત્મવિજ્ઞાન (મૌલિક ચિંતનધારા) વિવેચક : શ્રી પનાલાલ જગજીવનદાસ ગાંધી પ્રથમ આવૃત્તિ અવતરણકાર : સ્વ.બંસીલાલ હી. કાપડીયા સંકલનકાર ઃ સૂર્યવદન. ઠા. ઝવેરી દ્વિતીય આવૃત્તિ સંયોજક : સુનંદાબહેન વોહોરા Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : જૈન શ્વે. મૂ. પૂ. તપગચ્છસંઘ ધ્રાંગધ્રા તથા ગુણાનુરાગી મિત્રો. મુંબઈ. અમદાવાદ વિવેચક : શ્રી પનાલાલ જગજીવનદાસ ગાંધી પ્રથમ આવૃત્તિ : ૧૫૦૦ - સન ૧૯૯૦ દ્વિતીય આવૃત્તિ : ૨૦૦૦ - સન ૧૯૯૪ – ૧)સુનંદા બહેન વોહોરા ૫, મહાવીર સોસાયટી એલીસબ્રીજ,અમદાવાદ-૭ ફોન.નં. ૪૩૭૯૫૪ સાંજે : ૫ થી ૭ ૨)દક્ષાબહેન મહેતા ૩૯, માણેકબાગ સોસાયટી સુરેન્દ્ર મંગળદાસ રોડ અમદાવાદ-૩૮૦૦૧૫ ફોનનં, ૪૦૭૯૧૦ સાંજ : ૬ થી ૮ મુદ્રક ઃભગવતી ઑફસેટ સી/૧૬, બંસીધર ઍસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ -: પ્રાપ્તિ સ્થાન : ૩) શ્રી જૈન શ્વેતાંબર મૂ. પૂ. તપગચ્છ સંઘ મહાલક્ષ્મી માતાજીના મંદિર પાસે ધાંગધ્રા, સૌરાષ્ટ્ર પીન : ૩૬૩૩૧૦ ૪) શ્રી સૂર્યવદન ઠાકોરદાસ ઝવેરી બીજે માળે, ક઼ીષ્ણનિવાસ ૫૮/ડી વાલકેશ્વર રોડ મુંબઈ - ૪૦૦૦૦૬ ફોન.નં.૩૬૮૦૪૬૬ લેસર ટાઈપ સેટીંગ શાઈન આર્ટ કોમ્પ્યુગ્રાફીક્સ ડી/૧ સેલર વિભાગ, ઋષભદેવએપાર્ટમેન્ટ, રાજનગર કોમ્પલેક્ષ પાસે, નારાયણનગર, અમદાવાદ-૭ ૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ યોગાનુયોગ સુનંદાબહેન વોહોરા મુંબઈ શહેરમાં અનેકવિધ વ્યક્તિઓનો પરિચય આપણને થતો હોય છે. વળી જીવનનો રાહ બદલાય તેમ પરિચય, પ્રકારો અને પ્રસંગો બદલાતા રહે છે. છેલ્લા લગભગ એક દસકાથી મુંબઈ શહેરમાં સત્સંગ પ્રવચન નિમિત્તે જવાનું થતું. તે કારણે સત્સંગી જિજ્ઞાસુ મિત્રોનું મિલન સ્વાભાવિક રીતે થતું રહ્યું. તેની સાથે સાથે પુણ્યયોગે સાધુ, સંતજનો અને પંડિતજનોના પણ દર્શન મિલનો લાભ મળતો. યોગાનુયોગ આદરણિય પૂ.શ્રી પનાભાઈનો સત્સંગના માધ્યમથી પરિચય થયો. પ્રથમવાર તેમની પ્રવચન શૈલી ગહન લાગી. તાત્વિક હોવા છતાં સૌમ્ય છે. પણ કોણ જાણે તેમની વાણી પ્રત્યે, મૌલિક ચિંતન પ્રત્યે એક આકર્ષણ જરૂર થયું. અને એમ બે ત્રણ વાર પરિચય થયા પછી એટલું સમજાયું કે તેઓની પાસે અનુભવની ચિંતનધારા છે. તે સૂક્ષ્મ અને ગંભીર હોવા છતાં અધ્યાત્મ જીવન માટે ખૂબ જ લાભપ્રદ છે. આવી જિજ્ઞાસાને કા૨ણે મુંબઈ જવાનું થતું ત્યારે ખાસ પૂ.પનાભાઈ સાથે સત્સંગ ચિંતનધારાનો લાભ લેવાનું પ્રાપ્ત થતું અને પછી તો તેમની ચિંતનધારાના સહભાગી થવાનો આનંદ પણ મળતો. ૧૯૯૨ની પરદેશ સત્સંગ યાત્રાના પ્રસંગે તેઓએ સ્વહસ્તે ત્રૈકાલિક આત્મવિજ્ઞાનનું પુસ્તક આપ્યું, તેનું ખૂબ ભાવપૂર્વક વાંચન મનન થયું. અમદાવાદ પાછા ફરી અત્રેના સત્સંગમાં તેનો વિશેષ વિવેચનયુક્ત અભ્યાસ કર્યો. સૌને આનંદ થયો. વળી હવે આ પુસ્તકની નકલો ઉપલબ્ધ ન હોવાથી તેનું પુનઃ મુદ્રણ થાય તેવું અમે વિચારતા હતા. તેમાં પનાભાઈએ સહર્ષ સંમતિ આપી તે બદલ આપણે સૌ તેમના આભારી છીએ. ન તેમાં જૈન શ્વે.મૂ.પૂ. તપગચ્છસંઘ ધાંગધ્રાના કાર્યકરોએ પોતાને આંગણે જેમ ખાણમાં હીરો પ્રગટે તેમ પોતાના ગામમાં પનાભાઈના જન્મને જાણે વધાવી લીધો, વિશેષ તો તેમનું સાધનામય જીવનનું મૂલ્ય તેમને હૈયે વસ્યું અને આવા ઉત્તમ ગ્રંથની પ્રભાવના અને પ્રકાશન કરી ઋણમુકત થવાનું સૌએ નકકી કર્યું, તે ખૂબ આવકારદાયક છે. ૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂ.શ્રી પનાભાઈનો પરિચય અત્રે આપ્યો છે. તેમાં વિશેષ કહેવાનું રહેતું નથી પણ તેમના પરિચયથી ચિંતનાત્મક દ્રષ્ટિએ ઘણો લાભ થયો.અધ્યાત્મયોગ પુષ્ટ થયો. તે વ્યક્ત કરવા થોડું કંઈક લખવા પ્રેરાઉં છું. તેઓ ઉચ્ચ પ્રકારના સાધક છે. બાળ બ્રહ્મચારી છે. સતત્ સૂક્ષ્મ ચિંતન એ તેમની આગવી પ્રણાલી છે અને એ ચિંતન ધારામાં મૌલિકતા તો એવી છે કે જવલ્લેજ એવું બળ અન્યત્ર જોવા જાણવા કે સાંભળવા મળે છે. તેમનો પરિચય થવો અને તેમની આ મૌલિક ચિંતનધારાના સહભાગી થવું તે એક અનેરો લ્હાવો છે. મારા જીવનમાં ઘણા સંતો અને પંડિતોનો ઉપકાર છે. તેમ શ્રી પનાભાઈનો પણ આ પ્રસંગે અત્યંત કૃતજ્ઞતાપૂર્વક આનંદ વ્યક્ત કરી આભાર માનું છું. કથંચિત એ ભાવના વ્યક્ત કરવા જ આ પુસ્તકનું સંયોજન કરવાનું સ્વીકાર્યું હતું. પ્રસ્તુત પુસ્તકની પ્રથમ આવૃત્તિના ક્રમને લેખન તથા શુદ્ધિને વ્યવસ્થિત કરી સંયોજન કરવાની જે તક મળી તે માટે આનંદ વ્યક્ત કરું છું. આ સિવાય આ પુસ્તકમાં મેં કંઈ વિશેષ કર્યું નથી. તેનું અવતરણ સ્વ.શ્રી બંસીલાલ કાપડીયાએ કર્યું હતું. અને સંકલન શ્રી સૂર્યવદન ઝવેરીએ કર્યું હતું. પ્રસ્તુત પુસ્તકના પુનઃમુદ્રણ માટે ઉત્તમ ભાવના સાકાર થઈ તેમાં શ્રી શે.મૂ.પૂ. તપગચ્છસંઘ ધ્રાંગધ્રાના સંઘે આ કાર્યમાં રૂ.૨૧૦૦૦ ની ઉદાર રકમનો અર્થસહયોગ કર્યો. મુંબઈના મિત્રોએ પણ અર્થસહયોગમાં ભાગીદારી કરી. તે ઉપરાંત અમદાવાદના સત્સંગી મિત્રો પણ ઉદાર હૃદયે સહભાગી થયા. આમ સૌના સહયોગથી પ્રસ્તુત પુસ્તકનું પુનઃમુદ્રણકાર્ય સાનંદ સંપન્ન થયું. પ્રસ્તુત પુસ્તક નવલકથા કે સામાન્ય લેખનવાળું નથી. ગંભિર વિચારણાને પૂરક થતું આ પુસ્તક પ્રારંભમાં વાંચન માટે કંઈક કઠણ લાગે એવું બને તો તમને સરલ પડે તે રીતે ક્રમ બદલીને વાંચજો. એક વાર તેમાં ડૂબકી મારશો પછી રણભૂમિમાં ગ્રીષ્મઋતુમાં તૃષાતુરને શીતળ જળનો યોગ જેવી શાંતિ આપે તેમ તમને આ તાપ ઉતાપથી સંતપ્ત એવા સંસારમાં જરૂર શાંતિ પ્રદાન થશે. પ્રભુ તેમના આત્માને દીર્ધાયુષ આપે અને સૌને તેમની ઉત્તમ ચિંતનધારાનો લાભ મળે તેવી શુભભાવના સાથે વિરમું છું. સંયોજક : સુનંદાબહેન વોહોરા Page #6 -------------------------------------------------------------------------- ________________ પનાભાઈ એક વિરલ વ્યક્તિત્વ (મૂળ ચિંતનકારનો પરિચય, પ્રથમ આવૃત્તિમાંથી સંક્ષિપ્તનોંધ) ચિંતનકારની શૈલીનું આંશિક હાઈ જ્ઞાન પરક્ષેત્રે પ્રકાશક છે, પરંતુ સ્વક્ષેત્રે તો આનંદ(વેદન) રૂપજ છે. જ્ઞાન અને આનંદ રસથી આત્મપ્રદેશો છલોછલ ભરેલા છે. કેવળજ્ઞાન સમજવા માટે તેના ત્રણ વિશેષણો ખૂબ જ ઉપયોગી નીવડે છે. (૧) વીતરાગ જ્ઞાન : અર્થાત્ નિષ્ઠયોજન જાણેલામાં કોઈ પ્રયોજન • ઉભું ન થાય, એટલે રાગદ્વેષની કોઈ ઉત્પત્તિન થાય. (૨) નિર્વિકલ્પક જ્ઞાન : અર્થાત્ જ્ઞાનની અખંડતા જાણવા ન જાય અને જણાય. (૩) સર્વજ્ઞ જ્ઞાન : અર્થાત્ જ્ઞાનની પૂર્ણતા સર્વ કાંઈ જણાય. (પરકાલ અને પરક્ષેત્રે વિદ્યમાન સર્વ પદાર્થો). નવકારથી દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન ક્રમથી ભણે તો જ કેવળજ્ઞાન થાય તેવો કોઈ નિયમ નથી, પણ જ્ઞાનમાંથી વિકારનો નાશ થવાથી અર્થાતુ મોહનીયતા નાશે કેવળજ્ઞાન થાય તેવો નિયમ છે. મોહનીયના નાશે જ્ઞાનાવરણીયનો નાશ છે, માત્ર ભણવાથી જ્ઞાનાવરણીયનો નાશ થતો નથી. વિતરાગતા સાધ્ય છે અને કેવળજ્ઞાન લક્ષ્ય છે. સાધના સાધ્યની હોય - સાધ્ય પ્રાપ્ત થયે લક્ષ્ય સહજ પ્રાપ્ત થાય છે. પરિણામે ભયંકર નીવડતી આ ભૂલના કારણે જ અનાદિકાળથી આ અને આવા સુખની જ લાલસા રાખી હોય છતાં મહઅંશે દુબજ ભોગવી રહ્યો છે. અનંત ઉપકારી, અકારણ વત્સલ, અપાર કરૂણાના સાગર એવા વીતરાગી, સર્વજ્ઞ, તીર્થકર ભગવંતો તેમના આપેલ દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન દ્વારા આ ભવનમાં - મોહવનમાં ભૂલા પડેલા આત્માને તે જ સમજાવે છે. ઉપરોક્ત અને આ પુસ્તકમાં પ્રસ્તુત આવા અનેકાનેક અનોખા ચિંતનોનો મધમધતો રસથાળ ધરનાર છે - શુભનામાભિધેય “શ્રી પનાભાઈ” તેમનો જન્મ થયો હતો વાંકાનેરમાં, મૂળવતની ધાંગધ્રાના. Page #7 -------------------------------------------------------------------------- ________________ બાલ્યાવયથી જ કુશાગ્ર બુદ્ધિ અને મેધાવી પ્રતિભા. તે કાળમાં સાધુઓ ગણ્યા ગાંઠયા અને તેમ પણ બહુલતાએ માત્ર આત્મકલ્યાણ સાધી શકે તેવા વળી ધાંગ્રધા જેવા નાના શહેરમાં આ સાધુઓનું ઘણું ઓછું આગમન, છતાં એકવાર પુન્ય સંયોગે પધારેલ મહાત્માની નિશ્રામાં ઉપધાનની અણમોલ આરાધના થઈ. ત્યારબાદ જાગેલી જ્ઞાનની પિપાસા અને તેને પૂર્ણ કરવા માટે ૧૦ વરસ સુધી એકાસણાનો તપ સાથેસાથે સવા ક્રોડવાર અહ મંત્રનો જાપ, અને પછી તો પૂર્વભવની કોઈ જબરજસ્ત સાધનાના પ્રતાપે ખીલેલો ક્ષયોપશમ કોઈ અજ્ઞાત પ્રેરણા અને સ્વયં સ્કૂરણાથી વેરાન વગડામાં ફૂટતી પગદંડીઓ જેવી ત્રિકાલાબાધિત દ્રવ્યાનુયોગની વિશિષ્ટ ચિંતનોની કેડીઓ. સર્વજ્ઞ કથિત આ દ્રવ્યાનુયોગનો તલસ્પર્શી અભ્યાસ, જિન પ્રતિપાદિત પંચાસ્તિકાય આદિ તત્ત્વો સાથે પદર્શનોની પણ તુલનાત્મક સમન્વયકારી જાણકારી. કેવળજ્ઞાન, મોક્ષ, કાળનું સ્વરૂપ, દ્રવ્ય, ગુણ, પર્યાય, સાત નય સપ્તભંગી ઈત્યાદિ અધ્યાત્મના પાયાના વિષયોમાં પ્રાપ્ત પ્રભુત્વ. માત્ર શબ્દાર્થ સુધી ન અટકતા ભાવાર્થ અને લક્ષ્યાર્થ સાથે રાખી પદાર્થના મૂળ સુધી પહોંચવાની પારંગતતા અને સાથોસાથ આ તત્ત્વ સુધાની વિશદ્ છણાવટ સાથે જીજ્ઞાસુઓ ઉપર અનરાધાર વૃષ્ટિ. કંઈ કેટલા સમીકરણો દ્વારા સુંદર વિશ્લેષણ અને નિઃશંક બોધ આપવાની ખૂબી સાથોસાથ એકીકરણ અને ધ્રુવીકરણની દિશા પ્રત્યેનો જ અભિગમ. પદાર્થને મૂળમાંથી ઉઠાવવાની ખૂબી, નર્યું, નીતર્યું નવનીત (cream) પીરસવાની આગવી કલા અને કોઠાસૂઝ અનન્ય છે. અને આ બધું હોવા છતા હું તો તમારામાં રહેલું જ આપું છું. મારું કથન તો નિમિત્ત-માત્ર છે. સહુનું ધ્રુવ સહુની પાસે અંદરમાં પડેલું જ છે. દીવો દીવાથી પેટાયના ન્યાયે જેમનું આ ધ્રુવ પ્રગટ થયેલું છે. અથવા તો જેમણે આ પ્રગટ કરવાની દિશા જાણી છે. તેમની નિશ્રાએ અને તેમના અનુગ્રહે જેમનું અપ્રગટ છે તેમણે પ્રગટાવવાનું છે.” સૈકાલિક આત્મવિજ્ઞાન ગ્રંથ દ્વારા ચિંતનની આવી મૌલિક પ્રતિભા આ કળિકાળમાં જોવા મળવી દુર્લભ છે. આપણા સદ્ભાગ્યે આવો અપ્રતિમ યોગ થયો છે. તેના લાભ લઈ સૌ આત્મશ્રેય સાધીએ તેવી અભ્યર્થના. લી. રાજેન્દ્ર દલીચંદ દોશી ગિરીશભાઈ તારાચંદ મહેતા મુંબઈ Page #8 -------------------------------------------------------------------------- ________________ “ઋણ સ્વીકાર” પંડીતવર્ય.. શ્રી યુત પન્નાલાલભાઈ ગાંધી જેઓ શ્રી જૈન. શ્વે.મૂ.પૂ.તપગચ્છ સંઘ.ધ્રાંગધ્રાના પનોતા પુત્ર છે અને તેમના સાહિત્યના પ્રકાશન માટે તેમજ પૂ. સાધુસાધ્વીજી ભગવંતોને જ્ઞાનના અભ્યાસાર્થે ભેટ રાખવા માટે શ્રી જૈન શ્વે.મૂ.પૂ.તપગચ્છ સંઘ ધ્રાંગધ્રા જ્ઞાન ખાતામાંથી આ પુસ્તકના પ્રકાશનમાં આર્થિક સહયોગ રૂપે રૂા.-૨ ૧૦૦૦/- નો સુંદર સહયોગ પ્રાપ્ત થયેલ છે તે બદલ શ્રી સંધના આભારી છીએ. આ પહેલા પણ પંડીતવર્યશ્રી પન્નાલાલભાઈ ગાંધીના પુસ્તક “સ્વરૂપ-મંત્ર'' નું સંપૂર્ણ પ્રકાશન શ્રી જૈન શ્વે.મુ.પૂ. તપગચ્છસંધે કરેલ છે. તેની ભૂરી ભૂરી અનુમોદના કરીએ છીએ. વળી આ શુભકાર્યમાં મુંબઈ તથા અમદાવાદના જિજ્ઞાસુમિત્રોએ પણ સહયોગ આપ્યો છે તે સૌનું અભિવાદન કરું છું. ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે પંડીતવર્ય શ્રી પનાલાલભાઈ ના સાહિત્યનું સર્જન થાય ત્યારે શ્રી જૈન,શ્વે.મૂ.પૂ.તપગચ્છ સંઘ ધ્રાંગધ્રા તથા સૌ મિત્રો અમોને સહયોગી બની રહે તેવી શુભ ભાવના સાથે... આ મા અમારા પનોતા પુત્ર પંડીતવર્ય શ્રી પન્નાલાલભાઈ ગાંધી લિખીત ત્રૈકાલિક આત્મવિજ્ઞાન' પુસ્તકના પ્રકાશન માટે-જેઓએ અમારા શ્રી જૈન શ્વે.મૂ.પૂ.તપગચ્છસંઘ ધ્રાંગધ્રા ને સહભાગી બનાવવા પ્રેરણા કરનાર સુનંદાબેન વોહોરાના અમે ખુબ-ખુબ આભારી છીએ. શ્રી જૈન.જે.મૂ.પૂ.તપગચ્છ સંઘ ધ્રાંગધ્ર વતી મહેન્દ્રભાઈ મણીલાલ શાહ પ્રમુખ ધ્રાંગધ્રા દીનાંક :- ૧૦-૪-’૯૪ વિનીત સુનંદાબહેન વોહોરા Page #9 -------------------------------------------------------------------------- ________________ (અનુક્રમણિકા ) ઘાતી-અઘાતી કર્મ અને કર્મમુક્તિ સાધના ચાર આશ્રવ : મિથ્યાત્ત્વ-અવિરતિ-કષાય-યોગ અધિકરણ-ઉપકરણ-કરણ-અંત ઃકરણ બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા યોગ-ઉપયોગ કેટલુંક ચિંતન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પાંચ કારણ ચાર કારણ પંચાચારની વિશિષ્ટતા ૧. ૨. ૩. ૪. ૫. E. છે. .. ૯. ૧૦. સ્વરૂપમંત્ર ૧૧. સ્પર્ધાદિ પરિણમન અને ભવ્યા ભવ્ય સ્વભાવ ૧૨. ઉત્પાદ – વ્યય ધ્રુવ ૧૩. ચારનિક્ષેપા ૧૪. સ્યાદ્વાદ્ દર્શન ૧૫. નય મીમાંસા ૧૬. વેદાંત અને સ્યાદ્વાદ ૧૭. ધર્મશાસન રાજ્યશાસન ૧૮. ધર્મત્રયી – તત્વત્રયી ૧૯. કાળનો નિકાલ ૨૦. મોક્ષતત્વ દર્શન ૧ ८ ? * 9 ૫૮ ૬૯ ઝ ૮૩ ૧૧૧ ૧૩૯ ૧૪૩ ૧૪૭ ૧૬૮ ૧૮૨ ૨૦૮ ૨૧૧ ૨૧૫ ૨૪૫ ૨૬૦ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧. ઘાતી અપાતી કર્મ અને કર્મમુક્તિ સાધના સંસારી જીવને બે દશા વર્તે. એક તો અઘાતીકર્મના ઉદયવાળી પાપપુણ્યના ઉદયરૂપ બાહ્યદશા, જે દેહાદિ અર્થાત્ આયુષ્યકર્મ, વેદનીયકર્મ, નામકર્મ અને ગોત્રકર્મ છે. બીજી દશા તે ઘાતી કર્મના ઉદયવાળી અઢાર પાપસ્થાનકોના ભાવયુક્ત કષાય-અજ્ઞાન, મોહભાવ, દેહભાવવાળી અત્યંતર એવી આંતરદશા. મોહનીય કર્મ એ મુખ્ય અને સૂક્ષ્મ ઘાતીકર્મ છે. એ મોહને રમવાનાં રમકડાં સ્થૂલ એવાં અઘાતીકર્મો છે. આમ અઘાતીકર્મનું મૂળ ઘાતીકર્મ છે અને ઘાતીકર્મનું મૂળ મોહ અને અજ્ઞાન છે. મોહ અને અજ્ઞાનને ખતમ કરવાથી ઘાતીકર્મોનો સર્વથા નાશ થાય છે. પછી અઘાતીકર્મો કાળક્રમે પૂરાં થતા અજન્મા બનાય છે. અઘાતીકર્મોનો પ્રધાન સંબંધ શરીર સાથે છે. અને શરીરનો સંબંધ આત્મપ્રદેશની સાથે છે, ઘાતીકર્મોનો પ્રધાન સંબંધ મન સાથે છે, અને મનનો સંબંધ ઉપયોગ સાથે છે, જે ચેતના છે. આમ અઘાતીો કાયયોગ પ્રધાન છે. જ્યારે ઘાતી કર્મો મનોયોગ પ્રધાન છે. ઘાતી કર્મો અસત્ પુરુષાર્થ પ્રમાણે હોય છ; જ્યારે અઘાતીકર્મો ભવિતવ્યતા અર્થાત્ પ્રારબ્ધ કે નિતિ પ્રમાણે છે. આત્માના ઉપયોગ ઉપર અશુધ્ધિ ઘાતીકર્મોની છે. જ્યારે આત્માના પ્રદેશ ઉપર અશુદ્ધિ અઘાતી કર્મોની છે. અઘાતી કર્મોની શુભાશુભ અશુધ્ધિ એ ઉપયોગ ઉપરની ઘાતીકર્મની અશુદ્ધિનું પરિણામ છે. આમ એ સ્પષ્ટ થાય છે કે ઘાતીકર્મો આત્માના ઉપયોગ (જ્ઞાન-દર્શનઉપયોગ)ની નિત્યતાને અર્થાત્ અવિનાશિતાને આવરે છે, જ્યારે અઘાતીકર્મો આત્માના અરૂપીપણા, અશરીરી અદેહીપણાને આવરે છે. આત્માને તન અને મનનો વળગાડ છે, જે દુઃખરૂપ છે, તન અને મનથી મુક્ત થવું તે મોક્ષ છે, દુઃખને રહેવાનું સ્થાન તન અને મન છે; જેણે તન અને મનને પોતાનાં માખ્યાં તે દુઃખી થવાનો જ છે. તનનું મૂળ મન છે, અને મનનું કાર્ય તન છે. માટે જ પ્રથમ ઘાતીકર્મનો એટલે મનનો નાશ થાય છે. અને પછી પ્રારબ્ધાનુસાર મનુષ્યકર્મ પૂરું થયે તનનો એટલે કે અઘાતીકર્મોનો અંત આવે છે કે કહો નામ થાય છે. કષાય તથા કષાયના ભાવો અર્થાત્ મોહભાવો S-1 Page #11 -------------------------------------------------------------------------- ________________ ર વૈકાલિક આત્મવિજ્ઞાન મનમાં હોય છે. એથી કષાય તથા નોકષાયના ભાવોનો નાશ થતાં મનનો અને તેની સાથે થાતીકર્મનો નાશ થાય છે. અઘાતીકર્મમાં જીવને પરાધીનતા છે, તેનું નામ જ ભતિતવ્યતા છે. અથાતીકર્મ ઉપર તો સાચીદૃષ્ટિ-ઉન્મિલન થતાં જ વિજય પ્રાપ્ત થાય છે. અઘાતીકર્મ વિષે ભેદજ્ઞાન થતાં અઘાતીકર્મનું મહત્ત્વ જ નથી રહેતું. જ્યારે ઘાતીકર્મ વિષે પુરુષાર્થ વિના વિજય નથી. ચાર પ્રકારનાં ઘાતીકર્મમાં મોહનીયકર્મ એ મળ છે. અંતરાયકર્મ એ વિક્ષેપ છે અને જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીકર્મ એ આવરણ છે. મોહનીયકર્મના મળ કર્મયોગ એટલે કે જગત પ્રતિના પ્રેમ, મૈત્રી, કરુણા, પ્રમોદ, વાત્સલ્ય, ક્ષમા, દયા, દાન, સેવા અહિંસા આદિના ભાવોથી દૂર થાય. અંતરાયકર્મના વિક્ષેપને ઉપાસ્ય તત્ત્વ એવાં દેવ-ગુરુની ઉપાસનાથી અર્થાત્ ભક્તિયોગ જે સંયમ અને તપપૂર્વકનો હોય એનાર્થી દૂર થાય. જ્યારે દર્શનાવરણીય અને જ્ઞાનાવરણીકર્મના આવરણને જ્ઞાનયોગ તથા ધ્યાનયોગ અર્થાત્ જ્ઞાન-ધ્યાનથી દૂર કરી શકાય, ઘાતીકર્મની બધી પ્રકૃતિ પાપપ્રકૃતિઓ છે. જ્યારે અઘાતીકર્મની પ્રકૃતિઓ પાપ-પુણ્ય ભય પ્રકૃતિઓ છે. અઘાતીકર્મની પુણ્યપ્રકૃતિ જેટલી જીવને રુચે છે તેટલી ઘાતીકર્મનો ક્ષય કરવાની ઇચ્છા થતી નથી, અને અઘાતીકર્મની પાપપ્રકૃતિ જેટલી જીવને કઠે છે તેટલાં ઘાતીકર્મ કઠતાં નથી. બાકી તો અઘાતીકર્મની પુણ્યપ્રકૃતિઓનો બંધ કરવો હશે તો તે પણ ઘાતીકર્મનો વિવેક કરવાથી જ થશે. જીવ જે ચારે અઘાતીકર્મના વિપાકોદયમાં પ્રતિક્ષણે પોતાના જ્ઞાનઉપયોગમાં પુણ્યપ્રકૃતિઓના ઉદયને ઇચ્છે છે તે જ જીવના મોહભાવો છે. આવાં આ ઘાતી અને અઘાતીકર્મજનિત અવસ્થાવાળા આપણે વર્તમાનમાં હોવા છતાં એ સઘળાંય કર્મને બાંધ્યાં છે, આપણાં પોતાના આત્માએ જ. એ કર્મને બળ કહો કે સત્તા, કોઈએ આપ્યાં હોય તો તે આપણા આત્માએ જ આપ્યા છે. કર્મને બાંધનારે ૫ આત્મા છે, કર્મને ભોગવનારો આત્મા છે, અને કર્મને તોડનારો ય આત્મા જ છે. બંધાનારા કર્મ કરતાં બાંધનારો અને તોડનારો આત્મા ચઢિયાતો છે. આત્મા કર્માધીન નથી પરંતુ કર્મ આત્માધીન છે. કર્મનું સ્વતંત્ર વિશેષ બલ છે જ નહિ, જેનું વિશેષ બળ છે એવા આત્માનો વિશેષ વિચાર કરવાનો Page #12 -------------------------------------------------------------------------- ________________ ઘાતી-અઘાતી કર્મ અને કર્મમુક્તિ સાધના છે. આ તો રાજા અને એના હજૂરિયા જેવી વાત છે, જેમ રાજાના નામે જ રાજાનો હજૂરિયો પોતાની સત્તા ચલાવે, કર્મ, પ્રકૃતિનો અર્થાત્ આત્માનો જ આધાર લઈને પ્રકૃતિને જ દબાવીને પોતાનું જ રાજ - પોતાની જ સત્તા ચલાવે છે. માટે હવે આ કર્મભનિત અવસ્થામાંથી મુક્ત થવું હોય તો ઘાતી કર્મનો નાશ કરવાનો પુરુષાર્થ કરવો રહ્યો. કર્માધીન અવસ્થા એ પરાધીન અવસ્થા છે. આત્માધીન અવસ્થા એ સ્વાધીન અવસ્થા છે. ભાવથી કર્મબંધ થાય છે. કર્મમાં બંધ છે. ભાવમાં બંધ નથી. ભાવ કરવામાં જીવ સ્વાધીન છે. કર્મનો ગમે એવો ઉદય હોય, આપણે આપણો ભાવ સુધારીને એટલે કે સમ્યગુ બનાવીને સુધારો કરી શકીએ છીએ. એને જ તો ધર્મપુરુષાર્થ, મોક્ષપુરુષાર્થ કહેવાય છે. “કર્મ સુધરે એટલે ભાવ સુધરે એવું નથી. સાચું વિધાન તો એ છે તે ભાવ સુધરશે તેમ તેમ કર્મનો નાશ થતો જશે. બાકી બહારનાં સત્તા, સંપત્તિ, સામર્થ્ય આદિ કર્મના ઉદયે મળવા એ પ્રારબ્ધ છે અને આત્માને મળ, વિક્ષેપ આવરણથી મુક્ત કરી આત્માને નિરાવરણ શુદ્ધાત્મા, પૂર્ણાત્મા, પરમાત્મા બનાવવો તે પુરુષાર્થ છે. પરિણામ એ આવે એ પ્રારબ્ધાનુસાર છે. પ્રારબ્ધ પરવસ્તુ સંબંધે છે અને તે પરાધીનતા છે. વસ્તુ મળે પણ ખરી અને ન ય મળે. ભાવ પ્રમાણે કર્મબંધ થાય છે એ યાદ રાખી આપણે સારા ભાવ કરતાં શીખવું જોઈએ. ભાવ પ્રમાણે કર્મ ખતમ થાય છે તેથી સારા ભાવ રાખવા જોઈએ. ભાવ આત્માનો છે. કર્મના ઉદયને જાળવવાના નથી. જાળવવાનો તો આત્માના ભાવને છે. ધર્મકથાનુયોગમાં કથાપાત્રના કર્મોદયને એટલે કે પુણ્ય-પાપના ઉદયને ન જોતાં તે તે વ્યક્તિમાં પાત્રમાં રહેલ આત્મભાવને જોતાં શીખીશું તો આત્મભાવને પામીશું. આત્મભાવ કદી પુદ્ગલદ્રવ્યથી ખરીદી શકાતો નથી. આત્મભાવ-બ્રહ્મભાવ-દિવ્યસંપત્તિ જે આપણા આત્મામાં છે તે આપણે કેળવવાની છે, વિકસાવવાની છે. અઘાતકર્મનો ઉદય જેમ ચાલે છે એમ ચાલવા દેવો. થાય છે તેમ થવા દેવું અને વચ્ચે ડખલ કરવી નહિ. તેના કર્તા યા ભોક્તા બનવું નહિ. અઘાતી કર્મના ઉદયના અકર્તા અભોક્તા બનીએ તે સમભાવ છે. એમાં કર્મના ઉદયની અસર ન લેતાં અસંગ, નિર્લેપ, સ્થિતપ્રજ્ઞ બની રહેવાનું છે. જાગ્રતાવસ્થામાં ગુણપ્રાપ્તિ વખતે દોષરહિતતા આવે તો તેના ફળરૂપે ધ્યાન અને સમાધિ મળે છે. જે ધર્મનું ફળ છે એ ફળ તત્સમય-તત્કાળ છે. એ જ સમયે તૃપ્તિની, શાંતિની, સમતાની, આનંદની અનુભૂતિ થાય છે. જ્યારે Page #13 -------------------------------------------------------------------------- ________________ સૈકાલિક આત્મવિજ્ઞાન કર્મનું ફળ રોકડું - તે જ સમયે પ્રાપ્ત નથી થતું પરંતુ કાળાંતરે, બંધાયેલ કર્મ, સત્તામાં ગયેલ હોય તે ઉદયમાં આવે ત્યારે પ્રાપ્ત થાય છે, જધન્યથી અંતર્મુહૂર્ત બાદ અને ઉત્કૃષ્ટથી ૭૦ કડાકોડી સાગરોપમની પૂર્વ કર્મફળની પ્રાપ્તિ હોય છે. ધર્મતત્ત્વ, ભાવતત્ત્વ, એકાંતે આત્મદ્રવ્ય છે. જ્યારે કર્મતત્ત્વ એકાંતે પુદ્ગલતત્ત્વ છે, પુદ્ગલદ્રવ્ય છે. કર્મના નાશથી તે જ સમયે કેવલજ્ઞાન નિરાવરણ થાય છે. અને એ જ સમયથી સ્વરૂપાનંદ-બ્રહ્માનંદ-આત્માનંદ-પૂર્ણાનંદ વેદાય છે. ધર્મતત્ત્વને નથી તો ભૂત કે નથી તો ભવિષ્ય. ભૂત અને ભવિષ્ય તો કર્મતત્ત્વ છે, કે જ્યાં પુદ્ગલના પર્યાયોના પરિવર્તનની આવશ્યકતા છે. ધર્મતત્ત્વમાં તો આત્માના અપ્રગટ અને સુષુપ્ત એવા પ્રાપ્ત ગુણોનું પ્રાદુર્ભાવ, પ્રગટીકરણ છે. ઉધાર એનું નામ કમી કર્મ ઉધાર છે. આજે રોકડું એનું નામ ધર્મ છે ! ધર્મનું ફળ ઉપર જણાવ્યું એમ રોકડું છે. કર્મનું ફળ એટલે દોષરહિતતા અને તનમનની દુઃખરહિતતા, કર્મબંધ નથી થતો અને સત્તામાં રહેલ કર્મોની સકામ નિર્જરા થાય છે. જ્ઞાનદશામાં વર્તવાથી કર્મના ઉદય માત્ર દશ્યરૂપ વર્તે છે. પરંતુ તેની લેશમાત્ર અસર થતી નથી. દર્શનાવરણીય કર્મના ઉદય ટાણે નિદ્રા સમયે આઠે કર્મના ઉદયની લેશમાત્ર અસર જીવને થતી નથી. રોગ કે શાતાઅશાતા વેદનીયની પણ અસર થતી નથી. એ જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં જ્ઞાનદશામાં રહીને તન અને મનના દુઃખની લેશમાત્ર અસર ન લેતાં કર્મનો ઉદય નિર્જરી જાય છે. અને નવીન કર્મબંધ થતો નથી. આ જ્ઞાનદશા એ જ ધર્મનું રોકડું ફળ. તીર્થકર ભગવંતો પણ દીક્ષા ગ્રહણ કરી જબરજસ્ત આત્મપુરુષાર્થ ફોરવતાં હોય છે. તેઓ ત્યારે ઉપસર્ગ વચ્ચે પણ સ્વરૂપભાવમાં રમણ કરતા હોય છે અને ત્યારે જ તેઓ સર્વ ઘાતકર્મરહિત થઈને કેવલજ્ઞાન પામે છે. તે જ પ્રમાણે આપણે પણ ભૂતકાળમાં ધર્મજનિત શુભભાવ-સમ્યગુભાવ કરેલ હોવાથી વર્તમાન અઘાતી કર્મની પુણ્યપ્રકૃતિ ઉદયમાં આવીને પુણ્યના સુખનાં સાધનો વચ્ચે બેસાડે છે. છતાં તેમાં મૂર્ણિત નહિ થઈ જતાં જાગૃત રહી સ્વયં સ્વરૂપભાવમાં રમણતા કરવાની છે. તેમ કરીશું તો જ સ્વરૂપની પૂર્ણતાની, કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકીશું. એ ન ભૂલવું કે સમ્યગુભાવના પ્રતાપે પુણ્યબંધ થાય છે. પરંતુ પુણ્યબંધના ઉદયને આધીન સમ્યગુભાવ રહે જ એવું ન સમજવું. કર્મનો ઉદય હોવા છતાં, તેમ જ કર્મો સત્તામાં બેઠાં હોવા છતાં આપણે Page #14 -------------------------------------------------------------------------- ________________ ઘાતિ-અઘાતિ કર્મ અને કર્મમુક્તિ સાધના શુદ્ધ આત્મપર્યાયની ચિંતવના વડે તત્ત્વજ્ઞ થયેલ હોવાથી કર્મના ઉદય ટાણે પણ તે કર્મની પ્રકૃતિ અને રસ નિરર્થક બનાવી શકીએ છીએ, રતિ ને અરતિથી, હર્ષ ને શોકથી પર થઈ શકીએ છીએ તે જ આત્માની મહાનતા છે. નિદ્રામાં જીવ બાહ્ય સુખને કે દુઃખને વેદતાં નથી અને છતાં શાંતિનો અનુભવ હોય છે. તે જ મુજબ જાગૃતાવસ્થામાં, અપ્રમત્તાવસ્થામાં વીતરાગતાના જે ગુણો આપણે કેળવતા હોઈએ, તે ગુણોને જો વેદતા હોઈએ, તો કર્મના ઉદયની વેળાએ કર્મના પ્રકતિ અને રસને બાળી શકીએ છીએ અર્થાત નિરર્થક બનાવી શકીએ છીએ. ઉઘાડી આંખે જાગ્રતાવસ્થામાં નિદ્રા જેવી સ્થિતિમાં રહેતા શીખવું એ ધર્મસાધના છે. વીતરાગતાના બળે એવી ધર્મ સાધના થાય છે. સંસારભાવ યુક્ત જાગ્રતાવસ્થામાં રાગ-દ્વેષ-કષાય-મોહાદિ ભાવો કરીએ છીએ. તો પછી પ્રશ્ન એ રહે છે કે જાગ્રતાવસ્થામાં નિદ્રાવસ્થા એટલે શું? જાગ્રતાવસ્થામાં સાક્ષીભાવમાં, નિર્લેપભાવમાં રહીએ અને મોહાદિ ભાવો ન કરીએ એ જ સ્થિતપ્રજ્ઞાવસ્થા અને નિઃસ્પૃહતા, તે જ તો જાગૃતાવસ્થામાં નિદ્રાવસ્થા છે. નિદ્રાવસ્થામાં તો પ્રમાદ છે જ ! અને તે દર્શનાવરણીય કર્મના ઉદયવાળી એવી કર્મભનિત અવસ્થા હોવા છતાં ત્યાં ત્યારે મોહાદિ, કષાયાદિ ભાવો તેટલા સમય પૂરતા થતા નથી, અને તોય આપણે પરમાત્મા બની શકતા નથી એનું કારણ પ્રમાદાવસ્થા છે, અને કર્મભનિત અવસ્થા છે. જ્યારે જાગ્રતાવસ્થામાં જ્યાં પ્રમાદ નથી ત્યાં પુરુષાર્થથી વીતરાગતા સેવતાં સેવતાં વીતરાગતાના બળે પરમાત્મા બની શકાય છે. પાંચે ઈન્દ્રિયો જાગ્રતવસ્થામાં ભલે જાગ્રત રહે પરંતુ તેને મહાદિભાવ સાથે ન રાખતાં મોદાદિ ભાવોને નિદ્રાવત્ બનાવવા સ્વભાવમાં તન્મય થઈ જવું. ક્રોધ-લોભાદિ સર્વ કષાય ભાવો ઇન્દ્રિયજનિત ભાવો છે, અને તે ઇન્દ્રિયો માટે છે, તેથી તેવા કષાયાદિ ભાવોને નિદ્રાવતું બનાવી અર્થાત્ સુષુપ્ત કરી દઈને નિરર્થક બનાવવા તે આંતરક્રિયા છે, જે સાચી ધર્મસાધના છે અને તે આપણે કરવી જોઈએ. દર્શનાવરણીયકર્મ (નિદ્રા)ને કારણે એમાં દેહભાન રહેતું નથી, તો જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની એવી તાકાત આપણે કેળવવી જોઈએ કે ઉત્થાન દશામાં, જાગૃતાવસ્થામાં સ્વરૂપસ્થિત થઈને દેહભાન ભૂલી શકાય. ગમે તે ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્ત હોઈએ એ ધર્માનુષ્ઠાનમાં ઉપર્યુક્ત આંતરક્રિયા કરવા વડે કરીને જ કર્મના ઉપશમ કે (શમન) ક્ષયોપશમ થાય Page #15 -------------------------------------------------------------------------- ________________ ત્રૈકાલિક આત્મવિજ્ઞાન દ છે. ક્ષાયિક ભાવો (ભગવાને કર્યા એ જ ભાવ)ની -દોષરહિત-ગુણપ્રાપ્તિ થશે. મોહાદિ ભાવોને નિદ્રાવત્ કરીશું તો જ મરશે. જાગૃત મોહાદિભાવ ભરતા નથી પણ જીવને મારે છે. સંસારી જીવોને કર્મ સત્તામાં પણ પડેલાં છે. તે નવાં કર્મનો બંધ પણ કરે છે, અને ઉદયમાં આવેલ કર્મને પણ વેદે છે. આ સઘળી કર્મજનિત અવસ્થામાં પ્રતિપળે આત્મા હાજર હોવા છતાં આત્મા, આત્માને એટલે કે પોતાને નથી વેદતો પરંતુ કર્મજનિત અવસ્થાને, અર્થાત્ કર્મના ઉદયને વેદે છે, જ્યાં સુધી જીવ આત્માને નહિ વેદે ત્યાં સુધી જીવનો ઉદ્ધાર અર્થાત્ જીવનો નિસ્તાર નહિ થાય. ગુરુ અને ગ્રંથ દ્વારા આત્માને જેમ જાણ્યો તેમ પોતાના જ આત્માને આત્મા વડે અનુભવવાનો છે, એ મહત્ત્વનું છે. મોક્ષમાર્ગે જવા માટે જે કરવાનું છે, જે થવું જોઈએ તે આત્મા દ્વારા આત્મામાં થવું જોઈએ. અઘાતીકર્મના ઉદયને ન વેદતાં કેવળ આત્માને વેદવો. નાશ કરવાનો છે ચાર અઘાતીકર્મોનો. ઘાતીકર્મના સર્વથા નાશથી આત્માના જ્ઞાનાદિ ગુણો અવિનાશી અને અરૂપી બને છે. તો હવે કર્મયુક્ત એવાં આપણે કર્મમુક્ત બનવા, વિચારવાનું છે કે.... હું એટલે કોણ ? એટલે સિદ્ધાત્મા ? અહં બ્રહ્માડસ્મિ હું એટલે શરીર કે ચાર અઘાતીકર્મો અર્થાત્ નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્યકર્મની પ્રકૃતિઓ નહિ, હું રૂપી નહિ પણ અરૂપી. હું ઊંચ-નીચ, મોટો-નાનો નહિ પણ હું અગુરુલઘુ, હું વિનાશી નહિ પણ હું અવિનાશી-અક્ષય-નિત્ય-સત્, હું સુખી-દુઃખી નહિ; હું બાધ્ય-બાધક નહિ પણ હું અવ્યાબાધ સુખી. ખૂબી તો એ છે કે ચારે અઘાતીકર્મના ક્ષયે (નાશથી) કરીને આત્મામાં પ્રગટ થતા સિદ્ધત્વના ગુણો જીવને ચોંટેલા પુદ્ગલદ્રવ્યના ગુણધર્મના નિષેધરૂપ છે. જેમ કે...... આત્માના સિદ્ધત્વના ગુણો અરૂપીપણું અવ્યાબાધપણું પુદ્ગલના ગુણધર્મો રૂપીપણું બાધ્ય-બાધકર્તા Page #16 -------------------------------------------------------------------------- ________________ ઘાતિ-અઘાતિ કર્મ અને કર્મમુક્તિ સાધના અક્ષય-અવિનાશી સ્થિતિ અગુરુલઘુ સ્થિતિ ક્ષયસ્થિતિ-વિનાશી સ્થિતિ ગુરુલઘુ સ્થિતિ એ જ સૂચવે છે કે પદ્ગલના બનેલાં કર્મને છોડીએ તો તેના એટલે કે પુદ્ગલના ગુણથી છૂટીએ અને આત્માના પોતાના જે વિધેયાત્મક સ્વગુણો પોતામાં રહેલા કેલવજ્ઞાન, કેવલદર્શન, ચારિત્ર્ય, તપ અને અનંત વીર્ય પ્રગટ થાય. ģ તાત્પર્ય એ કે કર્મયુક્ત આત્માએ આત્મશક્તિ ફોરવી કર્મમુક્ત થવાનું છે. અને તે માટે પ્રથમ એણે મોહનો નાશ કરી વીતરાગ બનવાનું છે, મોક્ષ પ્રતિના રત્નત્રયનું પ્રથમ ચરણ છે. એ બારમું ગુણસ્થાનક છે. એ માટે સુખનો અર્થાત્ સુખની મળેલી સાધનસામગ્રીનો અને સુખની ઇચ્છાનો ત્યાગ કરી દેવાનો છે. છતાંય જો સુખ ભોગવવા વારો આવે ત્યારે વૈરાગ્યભાવ રાખી અનાસક્ત,ર્મોિહી, નિઃસ્પૃહી, નિર્લેપ, સ્થિતપ્રજ્ઞ બનવાનું છે, જ્યારે દુઃખ આવે ત્યારે જ્ઞાનધ્યાનથી દુઃખનો સામનો કરી, દુ:ખને નહિ ભોગવતાં, અર્થાત્ દુઃખને નિહ ગાંઠતાં, દુઃખની અસર ન લેતાં, દુઃખમાં દુઃખી ન થતાં સુખી રહીને દુ:ખને ખતમ કરવાનું છે. કર્મના ઉદયને આધીન થનારો બહિરાત્મા છે. કર્મના ઉદયનો આત્મબલથી ક્ષયોપશમ કરી ક્રર્મને જે આધીન કરે છે તે અંતરાત્મા છે અને ઘાતીકર્મના ઉદયને જે સર્વથા ખતમ કરે છે એટલે કે ક્ષય કરે છે તે પરમાત્મા છે. આવી પ્રક્રિયાથી વીતરાગ બનેલ અંતરાત્મા વીતરાગતાની તાકાતથી અજ્ઞાનના પડળને હઠાવી સ્વ-આત્મક્ષેત્રે વિદ્યમાન કૈવલજ્ઞાનને નિરાવરણ કરી સાકાર પરમાત્મા બને છે, આ મોક્ષ પ્રતિનું દ્વિતીય ચરણ છે જે તેરમું ગુણસ્થાનક છે, અંતે આયુષ્ય પૂરું થયે સર્વ અઘાતીકર્મની સ્થિતિ પૂરી થયે સાકાર પરમાત્મા નિરંજન, નિરાકાર, પરમાત્મા બની આત્મપ્રદેશોને દેહપિંજરમાંથી મુક્ત કરી અનામી, અરૂપી, અવિનાશી, અશરીરી, અજન્મા, અક્ષય, અખંડ, અગુરુલઘુ, અવ્યાબાધ સ્થિતિને પ્રાપ્ત કરે છે, જે આત્માનું મોક્ષ પ્રતિનું તૃતીય અને ચરમ ચરણ છે. એ ચૌદમું ગુણસ્થાનક છે. આ શક્ય ત્યારે જ બને જ્યારે આત્મા, આત્માને વેદે; આત્મા એના ઉપયોગને વેદ. ૭ કર્મને વેદનારો કદી પરમાત્મા બની શકતો નથી. આત્માને સર્વથા વેદે એ જ પરમાત્મા બની શકે છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨. ચાર આશ્રવ :મિથ્યાત્વ અવિરતિ-પાયયોગ કાર્પણ વર્ગણાનું આત્મપ્રદેશ સાથે બદ્ધ સંબંધમાં આવી ક્ષીરનીર સમ એકમેક થઈ કર્મરૂપે પરિણમવાની પ્રક્રિયાને જૈન દર્શનમાં આશ્રવ તરીકે ઓળખવામાં આવે છે. આશ્રવને આવવાનાં દ્વાર ચાર છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. મિથ્યાત્વ મિથ્યાત્વ એટલે આત્માની અવળી મતિ. વિનાશી પ્રતિ સુખ અને ભોગવૃત્તિથી અવિનાશી બુદ્ધિ કરવી તેનું નામ મિથ્યાત્વ ! ઉદાહરણ તરીકે પુદ્ગલના બનેલા દેહમાં અવિનાશી બુધ્ધિથી અર્થાત્ દેહમાં આત્મબુદ્ધિથી, ભોગ અને સુખની ઇચ્છા રાખવી કે જે દેહ વિનાશી છે. ટૂંકમાં મિથ્યાત્વ એટલે દેહાત્મબુદ્ધિ. આવું આ મિથ્યાત્વ આત્માના સત્, સમ્યગ્, અવિનાશી સ્વરૂપને ક્ષતિ પહોંચાડે છે. અવિરતિ અવિરતિ એટલે કે અવિરક્ત ભાવ અર્થાત્ વિરક્ત કહેતાં વૈરાગ્ય ભાવનો અભાવ. આત્માની અભાવ દશા કે જેમાં ‘લાવ-લાવ’ અને ‘જોઈએ છે-જોઈએ છે'ની ગ્રહણવૃત્તિ છે, જે અપૂર્ણ દશા છે અને તેને અવિરતિ કહે છે. ટૂંકમાં અવિરતિ એટલે આરંભ, પરિગ્રહ અને ભોગ. આવી અવિરતિ આત્માના પૂર્ણ સ્વરૂપને ક્ષતિ પહોંચાડે છે. કાય કષાય એટલે આત્માની અશાંતતા. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે જે આત્માને અશાંત રાખે છે. વાસ્તવિક કેવલજ્ઞાનનાં ચાર વિકારી વિશેષણો છે. (૧) કૈવલજ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. (૨) કેવલજ્ઞાન સર્વોચ્ચ પ્રકાશ છે. કેવલજ્ઞાન સ્વપર-પ્રકાશ સ્વરૂપ છે. કેવલજ્ઞાન સર્વપ્રકાશ છે. (૩) (૪) Page #18 -------------------------------------------------------------------------- ________________ ચાર આશ્રવાઃ મિથ્યાત્વ-અવિરતિ-કષાય યોગ . એ વિશેષણોની વિકૃતિ જ ક્રોધ, (પ્રકાશ), માન (સર્વોચ્ચ પ્રકાશ), માયા (સ્વ-પર પ્રકાશ) અને લોભ (સર્વપ્રકાશ) છે. (પાંચ અસ્તિકામાં જીવનું સ્થાન પરમ ઉચ્ચ છે.) આવા આ કષાય આત્માના પ્રશાંત સ્વરૂપને ક્ષતિ પહોંચાડે છે. યોગ યોગ એટલે કરણ. એના ત્રણ પ્રકાર છે. મનોયોગ, વચનયોગ અને કાયયોગ, મનોવર્ગણા, ભાષાવર્ગણા, દારિક કે વૈક્રિય વર્ગણા, અને આત્મા મળી મનોયોગ, વચનયોગ અને કાયયોગ બને છે. આ યોગ આત્માના અરૂપી (નિરાકાર) સ્વરૂપ ઉપર આવરણ કરે છે. આ ચાર આશ્રવમાંના પ્રથમ ત્રણ ઉપયોગના અશુદ્ધ ચૈતન્ય ભાવો છે પરંતુ જડ નથી. એ ઉપયોગની વિકારિતા અને ક્રમિકતા સૂચવે છે. ઉપયોગના કંપનને કારણે જે કર્મબંધ (આશ્રવ) થાય છે તેમાં કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ અને કષાય છે. જ્યારે આત્મપ્રદેશના કંપનથી જે આશ્રવબંધ થાય છે, તેમાં પ્રધાનતા એ કાયયોગ કારણભૂત છે. આને યોગાશ્રવ કહે છે. મિથ્યાત્વ-અવિરતિ-કષાય એ આપણા વિકારી, અશુદ્ધ ચૈતન્યભાવો છે. આ ભાવો કાયયોગ વિના ભોગવી શકાતા નથી. તેથી તે ભાવોની ચેષ્ટા કાયયોગ દ્વારા બહાર થાય છે. મન-વચન-કાયાના યોગ એ ભાવતત્ત્વ નથી પરંતુ દ્રવ્યતત્ત્વ છે, જે પુગલના બનેલા છે. ભાવમનનો નાશ થતાં ત્રણ યોગનો સહજ નાશ થાય છે. ભાવમનનો નાશ થતાં ૧૩મા ગુણસ્થાનકે પ્રવેશ થાય છે, અને યોગના નાશે ૧૪મા ગુણસ્થાનકની અંતે નિર્વાણ થતાં સિધ્ધ થવાય છે. - તનનું કારણ મન છે. મનનું કારણ ભાવમન છે, ભાવમનનું કારણ ઘાતકર્મો છે. ઘાતકર્મના નાશે અમન થવાય છે અને વિદેહી બનાય છે. વિદેહી થયેલ પછી અહી એવા સિદ્ધિ સ્વરૂપની સહજ જ પ્રાપ્તિ કરે છે. આપણા મિથ્યાત્વ-અવિરતિ-કષાયથી થતાં આશ્રવ પ્રમાણે કર્મબંધ થાય છે, અને થયેલાં કર્મબંધ પ્રમાણે કર્મવિપાકો થાય છે. જેના અનુસારે સંસારનું નાટકચક્ર ચાલે છે. છતાં નાટક ભજવતાં આપણે મિથ્યાત્વ-અવિરતિ કષાયને નથી સમજતાં. હા ! આપણે બીજાઓના મિથ્યાત્વ-અવિરતિ-કષાયને અંગે જે બીજાના તરફથી દુઃખી થઈએ છીએ તે સમજીએ છીએ. બીજાના મિથ્યાત્વાદિ આપણને નડે છે એમ સમજીએ છીએ. તે જ અજ્ઞાનની ઊંધી ચાલ છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ વૈકાલિક આત્મવિજ્ઞાન ૧૦ સત્ય હકીકત તો એ છે કે આપણને આપણા જ મિથ્યાત્વ અવિરતિ-કષાય નડે છે. આપણે એને જોતાં નથી, એની પીડા અનુભવતા નથી અને તેનું નિવારણ કરતાં નથી. સંસારમાં દરેકને અરસપરસ એકબીજાના મિથ્યાત્વાદિ નડે છે. પરંતુ એમાં બીજાના નિમિત્તથી આપણને નડે છે. પણ વાસ્તવમાં ઉપાદાનથી તો પોતાના જ પોતાને નડે છે અને પીડે છે. તેમ અન્યના મિથ્યાત્વાદિ પણ અન્યના સંપર્કમાં આવતાં આપણી પીડામાં તે વધારો કરે છે. જ્યારે જે શુદ્ધ છે, પૂર્ણ છે, તેવાં તીર્થંકર ભગવંતોને, કેવલી ભગવંતોને તો પોતાને મિથ્યાત્વ અવિરતિ કષાય છે જ નહિ અને તેથી કરીને તેની તેઓને પીડા કે નડતરનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી, તેમ મિથ્યાત્વાદિ જેમના જાગતા છે તેમની પણ તેમને નડતર નથી કે તે તેઓને પીડારૂપ થતાં નથી. ચંડકૌશિક નાગના કષાયે તીર્થંકર પરમાત્માનું શું બગાડયું ? કાંઈ જ નહિ! ‘બળતું બળતાને બાળે અને સ્વયં પણ બળે,' અંદરમાં પોતાના મિથ્યાત્વઅવિરતિ કષાય છે એટલે જ બહારમાં બીજાના મિથ્યાત્વાદિ પોતાને નડતરરૂપ અને પીડારૂપ થાય છે. પાર્શ્વનાથ પ્રભુએ આવી કમઠ તાપસને લાકડામાંથી નાગ-નાગણનું જોડું કાઢી બતાવ્યું, કમઠ તાપસ શરમિંદો થયો પણ પાર્થપ્રભુને એનો હરખશોક ન થયો, વળી જ્યારે કમઠ તાપસે મેઘ-માળીના ભવમાં પાર્શ્વપ્રભુને ઉપસર્ગ કર્યો, ત્યારે ય પ્રભુ તો મિથ્યાત્વ ભાવમાં હતાં જ નહિ એટલે સમભાવમાં રહી શક્યા અને વિરતિવંત હોવાથી નિષ્કષાય રહ્યાં. ‘‘પિંડે સો બ્રહ્માંડે” એ ઉક્તિથી પંડમાં એટલે કે પિંડમાં (પોતામાં) તે બ્રહ્માંડમાં, પોતામાં મિથ્યાત્વ-અવિરતિ-કષાયના ભાવો પડયા છે, તો પોતે પોતાથી દુ:ખી થશે, જગતથી પણ દુઃખી થશે અને વળી જગતને પણ દુઃખી કરશે. આપ મૂએ પીછે ડૂબ ગઈ દુનિયા' એ યથાર્થ જ કહ્યું છે. આપણે સુધર્યા તો જગત સુધર્યું. આપણે જો મિથ્યાત્વ અવિરતિ કષાયમાંથી સમ્યક્ત્વ સ્વરૂપ (સત્ સ્વરૂપ) અવિનાશી પૂર્ણ અને પ્રશાંત થઈશું તો પછી આપણા માટે સમસ્ત જગત-બ્રહ્માંડ સુધરી જ ગયેલું છે, કેમકે અગાઉ તીર્થંકર પરમાત્માના દૃષ્ટાંતથી જણાવ્યું તે મુજબ અવિનાશી-પૂર્ણ-પ્રશાંત સ્વરૂપી આત્માનું, પછી જગતનો કોઈ જીવ ભલે તે મિથ્યાત્વાદિથી પીડાતો હોય તોય, કશું જ બગાડી Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ચાર આશ્રવઃ મિથ્યાત્વ-અવિરતિકષાય-યોગ શકવા સમર્થ નથી. ચંડકૌશિક નાગ, ગોવાળો કે ગોશાળા ભગવંત મહાવીરનું કશું જ બગાડી શક્યા નહિ. આપણું સ્વરૂપ : અવિનાશી-પૂર્ણ અને પ્રશાંત એ આપણું, આપણા સહુ આત્માનું સાચુંમૂળ સ્વરૂપ છે. એવું એ મૂળ સ્વરૂપ પ્રત્યેક આત્માને પ્રાપ્ત જ છે, પણ તે વર્તમાનમાં અપ્રગટ છે એટલે કે સત્તામાં પડેલ છે. એની ઉપર મિથ્યાત્વઅવિરતિ અને કષાયના કારણે પડળ ચડેલ છે અર્થાત્ આવરણ (Layers) છવાઈ ગયેલ છે. તેથી જ આ પળે અને પ્રત્યેક પળે અપૂર્ણદશામાં પણ સહુ કોઈ જીવ માત્ર એ જ સ્વરૂપની ઈચ્છા કરે છે. કોઈ ખાવા બેઠેલો અધૂરું ભોજન ઇચ્છે છે ? ચાર રોટલીની ભૂખ હશે અને એક રોટલી ખાઈ કોણ ઊઠી જશે ? કોણ પૂર્ણતાને ઝંખતો નથી ? બજારમાં ગયેલો કોણ ટકાઉ એટલે કે અવિનાશીની માંગણી કરતો નથી ? ગાઢ નિદ્રામાં મળતી શાંતિ જેવી શાંતિને કોણ ઇચ્છતો નથી ? ગાઢ નિદ્રાની શાંતિ જો પ્રિય છે, સુખરૂપ છે, તો પોતાનું પ્રશાંત સ્વરૂપ છે તે તો કેટલું સુંદર અને કેટકેટલું આનંદદાયી હશે એ શું વિચારવા જેવું નથી ? શાસ્ત્રમાં બધું જ છે, જેમ બેંકમાં બધાંનાં જ ખાતાં છે, બેંકમાં કેટલાં ખાતાં છે, બેંક કેવી છે, એની માહિતી બેંકની સધ્ધરતા અને આપણાં નાણાંની સલામતી માટે જાણવી જરૂરી છે. પરંતુ પછી બેંકમાં કોના ખાતામાં કોનાં કેટલાં કેટલાં ખાતાં છે તે જાણવું જરૂરી નથી બલ્ક નિરર્થક છે. જાણવાનું તો આપણું જ ખાતું છે કે આપણા ખાતામાં શું છે ? તેમ શાસ્ત્રો સર્વશકથિત અને સર્વશપ્રણિત હોવાથી એમાં બધાંના બધા જ ભાવો છે. એમાં સર્વ દ્રવ્યોના સર્વ ક્ષેત્ર અને સર્વ કાળના સર્વ ભાવો વર્ણવેલ છે. એનું વર્ગીકરણ ત્રણ વિભાગમાં કરેલ છે : મિથ્યાત્વ-અવિરતિ અને કષાય. પછી એ દરેક વિભાગના અસંખ્ય ભાગ હોય તે જુદા મુખ્ય વિભાગ ત્રણ શાળામાં, પહેલા ધોરણથી અગિયારમા ધોરણ સુધીના વર્ગો દરેકના બે હિસાબે બાવીસ પણ દરેકમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી એનું ધોરણ નિશ્વિત નહિ. એવું જ આ વર્ગીકરણનું છે. આ સઘળું ય શાસ્ત્રોમાં આપેલ છે. એમાં જોવાનું છે આપણે આપણું. આપણે શું છીએ ? આપણું સ્વરૂપ શું છે ? આપણે ક્યાં છીએ ? આપણે ક્યાં જવાનું છે ? અને કેટલે જવાનું છે ? અરીસામાં દશ વ્યક્તિનું મુખ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સૈકાલિક આત્મવિજ્ઞાન પ્રતિબિંબિત થતું હોય પણ આપણે જોઈએ તો આપણું જ. બેંકમાં ખાતાં બધાંનાં જ પણ આપણને નિસ્બત આપણા ખાતાથી જ. એ જ પ્રમાણે શાસ્ત્રમાં આપણે આપણા માટે જ વિચારવાનું અને વિચારીને વિકાસ સાધવાનો. જગતના વ્યવહારમાં હું-“મેં” અને “મારું જ વિચારીએ છીએ. એ પ્રમાણે અધ્યાત્મક્ષેત્રે નથી વિચારતા, અધ્યાત્મક્ષેત્રે જાણવાનું બધું પણ જાણીને ઘટાવવાનું આપણામાં, અન્યમાં નહિ. સ્વરૂપનો જે ઘાતી છે તે બ્રહ્મનો ઘાતી છે. બ્રહ્મસ્વરૂપ એવાં આપણે આપણા બ્રહ્મસ્વરૂપનો જ ઘાત કર્યો છે, અને બ્રહ્મઘાતી થયાં છીએ. જેણે જાતનો જ ઘાત ર્યો છે એ જગતનો ઘાત કરે અને ઘાતી બને એમાં આશ્ચર્ય શું ? અને એવો પછી એની સજા ભોગવે એમાં નવાઈ શું ? અને એનું દુઃખ શું ? કોર્ટમાં ન્યાયાધીશ આગળ પોતાના દીકરાનું ખૂન કરી હાજર થયેલ વ્યક્તિ એમ કહે કે મારા દીકરા ઉપર મારો હક્ક હતો, મારી માલિકી હતી, મારી નીપજ હતી અને મેં નાશ ક્યું તો એવું કહેનારાને આકરામાં આકરી સજા ન્યાયાધીશ ફટકારે. એવું જ સ્વરૂપ ઘાતીનું છે. સ્વરૂપ ઘાતી બ્રહ્મની હત્યા કરનારો છે. એને આકરી જ સજા થાય. આપણે ધર્મ સાધના એવી રીતે કરવાની છે કે આપણને આપણા મિથ્યાત્વઅવિરતિ-કષાય નડે નહિં અને અન્યના પણ આપણને નડે નહિ. અગર તો અન્યના મિથ્યાત્વાદિ ભાવો નડે તો તે પીડે નહિ, એમ સમભાવે સહન કરવાં. આ પ્રક્રિયાનું નામ જ મોક્ષમાર્ગ છે અને આવા મોક્ષમાર્ગે ચાલવાનો પ્રયત્ન એટલે કે તેવી મનોવૃત્તિની કેવળણી તે જ મોક્ષ પુરુષાર્થ છે. કોઈપણ જીવને કોઈપણ પ્રકારે ઉપદ્રવરૂપ થઈએ, એના મન-વચનકાયાના યોગને દુભવીએ તે આપણો કષાયભાવ છે. જે કષાયભાવ કરવા માટે અવિરતિમાં આવવું પડે અને મિથ્યાત્વ મોહનીયના ભાવમાં હેઠા ઊતરવું પડે, કે જેમાં સ્વ પરનું ભાન ભુલાય છે અને સારાનરસાનો વિવેક ખોઈ બેસાય છે. આપણે આપણને બગાડ્યા વિના જગતને બગાડી શક્તા નથી. આપણે આપણને સુધાર્યા વિના જગતને સુધારી શક્તા નથી. જગતને ઠીક કરવાની જરૂર નથી. ઠીક તો પોતાની જાતને કરવાની જરૂર છે. જગત તો ઠીક છે. ઠીક જાતને કરવાની અને ઠેકાણું જાતનું પાડવાનું છે. જ્યાંત્યાં ચૌદ રાજલોકમાં, ચોર્યાસી લાખ યોનિમાં ભટક્યા કરે છે, ઠેબાં ખાધાં જ કરે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૩. અધિકરણ-ઉપકરણ અંત કરણ જેના વડે ક્રિયા કરાય તેને ‘કરણ’ કહેવાય છે. કરણ એટલે સાધન. આ સાધન બહારનાં હોય તેમ અંદરનાં પણ હોય. બહારનાં સાધનોને ઉત્પાદન-વ્યય તેમજ સંયોગ હોય છે. બહારનાં સાધન બે પ્રકારનાં છે. એક પરક્ષેત્રે રહેલ છે. જ્યારે બીજા સ્વક્ષેત્રે રહેલ છે. બહારના તે બધાં ય સાધન પુદ્ગલના Matter-અર્થાત્ જેને વર્ણ-ગંધરૂપ-સ્પર્શ અને શબ્દ છે. તથા જે પરિભ્રમણશીલ અને પરિવર્તનશીલ છે એવું દ્રવ્ય તે પુદ્ગલ છે. આમાં સ્વક્ષેત્રે એટલે કે આત્માની સાથે જે યોગ રહેલ છે તે ફક્ત ‘કરણ' કહેવાય છે, જે મન, વચન અને કાયાના યોગ છે. તે મનોયોગ, વચનયોગ અને કાયયોગ પરક્ષેત્રે રહેલ સાધનોથી કાર્યાન્વિત થાય છે. આવાં બહારનાં સાધનોની સહાયથી કરણ અર્થાત યોગ વડે પરંપરાએ આત્માનો મોક્ષ કરી શકાય, તેવાં જે બહારનાં છે તેને સાધનો ‘ઉપકરણ’ કહેવાય છે એથી વિપરીત બહારનાં જે સાધનો વડે ભોગવિલાસ માણવામાં આવે છે તેવાં સાધનોને ‘અધિકરણ’ કહેવાય છે. ટૂંકમાં ઉત્થાન કરે અર્થાત્ આત્મા સમીપ લઈ જાય તે ઉપકરણને અવનતિ કરે તે અધિકરણ. કરણ પુદ્ગલમાંથી ઉત્પન્ન થયેલ હોય છે, પરંતુ તેમાંથી નવા ઉપકરણ કે અધિકરણનું ઉત્પાદન થાય નહિ. ઉપકરણ ફક્ત વાપરી શકાય જ્યારે અધિકરણમાંથી નવી નવી અધિકરણની અન્ય ચીજો ઉત્પન્ન થાય. મંદિરમૂર્તિ-ગુરૂ-ગ્રંથ-માળા-આસન-કમંડળ-ઓઘા-પાતરા જેવા ઉપકરણમાંથી નવું કોઈ ઉત્પન્ન ન થાય, પણ રસોઈનાં વાસણો, કારાખાનાંના યંત્રો આદિમાંથી નવી ચીજોની ઉત્પત્તિ થયા જ કરે. કરણ તે (યોગ) અને અંતઃકરણ (ઉપયોગ) ઉપર ઉપકાર કરનાર છે જ્યારે અધિકરણ કરણને અધોગતિમાં ધકેલનાર છે અને અંતઃકરણને બગાડનાર (પરિણામે ભવને બગાડનાર) છે. અધિકરણ એ સંસારના મોહભાવરૂપ પુદ્ગલ પદાર્થો છે. જ્યારે ઉપકરણ પણ પુદ્ગલમાંથી બનેલ હોવા છતાં ય એ આત્મભાવ પામવા માટેનું સાધન છે.. અધિકરણથી છૂટાતું નથી પણ એની પરંપરા ચાલુ રહે છે. ઉપકરણથી આત્માની સમીપે જવાય છે. ઉપકરણ એ આરંભ સમારંભના પાપબંધ કરાવનારાં સાધનો નથી. જ્યારે અધિકરણ એ આરંભ સમારંભના પાપબંધરૂપ સાધન છે. અધિકરણની સ્થાપના અર્થ અને કામ (ભોગ) માટે Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શૈકાલિક આત્મવિજ્ઞાન હોય છે. જ્યારે ઉપકરણની સ્થાપના ધર્મ અને મોક્ષ માટે હોય છે. જીવે જે પુરુષાર્થ કરવાનો છે તે વર્તમાનકાળમાં પોતાને મળેલા મનવચન-કાયાના યોગ તથા ઉપયોગ વડે કરવાનો હોય છે. જીવને ભૂતકાળ અને ભવિષ્યકાળના યોગનો વર્તમાનમાં અભાવ છે. તેથી તે નષ્ટ અને અનુત્પન્નયોગ વડે પુરુષાર્થ કરવાનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. હવે જે યોગ છે અર્થાત્ કે કરણ છે તે ઉપયોગ વડે કામ કરી શકે છે. આ જે ઉપયોગ છે તે જ અંદરનું સાધન છે જે નિત્ય આત્માની સાથે રહેનારું સાધન છે જેનો અધિકરણ કે ઉપકરણની જેમ સંયોગ કે વિયોગ હોતો નથી. આનું જ નામ “અંતઃકરણ'. અંત:કરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અને અહંકાર (‘હું મેં અને “મારું” જે પર વસ્તુ સાથે જોડીએ તે સઘળાં અસત્ આકારો એટલે કે અહંકાર છે.). - આમ આ ઉપયોગ જે અંતરંગ સાધન છે, તેના બહિરંગ સાધન તરીકે ભોગ માટેના જે જે સાધનો છે તે અધિકરણ છે, અને મોક્ષમાર્ગ માટેનાં જે જે સાધનો છે, તે ઉપકરણ છે, અને અંતઃકરણને જે અધિકરણ સાથે કે ઉપકરણ સાથે યોજે-જોડે છે તે કરણ (યોજનાર-યોગ) છે. અર્થાત્ મનવચન-કાયયોગ છે. સાધના કરવાની છે તે ઉપયોગની-અંત:કરણની છે, નહિ કે માત્ર યોગ (કરણ)ની. સાધન વડે સાધ્યની સાધના હોય એ વાત નિઃશંક છે. પરંતુ સાધન વડે સાધનની સાધના ન હોય. સાધના એ અંતરંગ તત્ત્વ છે. એ બહિરંગ તત્ત્વ નથી. બહિરંગ તત્ત્વ તો સાધનો છે, અનુભવન, શુદ્ધિકરણ ઉપયોગમાં થવું જોઈએ. જો ભાવમાં પરિવર્તન આવે, શુદ્ધિ થાય તો ઉપયોગ ઉપર અસર પડે. આમ ઉપયોગથી ઉપયોગ સુધરે તો ભાવ-સાધકપણું આવ્યું કહેવાય; નહિતર દ્રવ્ય-સાધક કહેવાય. આપણી મુક્તિની સાધનામાં ઉપકરણની સહાયથી કરણ(યોગ) વડે કરાતી ક્રિયાઓ બાહ્યક્રિયા છે, જેના પરિણામરૂપે કરણ(યોગ)થી અંત:કરણપૂર્વકની અર્થાત ઉપયોગપૂર્વકની, મુક્તિના લક્ષ્ય સાથે અંતરક્રિયા થવી જોઈએ. યોગ-કરણ સાપેક્ષ બહિરંગ સાધનો જે છે તે બધાં જીવને પરદ્રવ્ય છે, અને ભેદરૂપ છે. ધર્મની શરૂઆત ઉપકરણથી તો માત્ર દશ્યરૂપ છે, પણ ધર્મની વાસ્તવિક શરૂઆત તો મન, વચન-કાયાના યોગની શુભ પ્રવૃત્તિથી થાય છે. જેની અસર આત્માના ઉપયોગ ઉપર અર્થાત્ અંત:કરણ ઉપર ઊંચી થાય છે. દેહસંગે આપણે દુઃખી થઈએ છીએ તો-દેહાતીત થવાની સાધના જે Page #24 -------------------------------------------------------------------------- ________________ અધિકરણ-ઉપકરણ-અંતઃકરણ વ્યવહારથી કરાય છે તે વ્યવહાર-સંમત છે, અને યોગ્ય છે. મોક્ષમાર્ગમાં વ્યવહારમાર્ગે ઉપયોગ(અંતઃકરણ)ને યોગ (કરણ)થી સ્થિત કરવાનો હોય છે. જ્યારે નિશ્ચયમાર્ગ ઉપયોગને ઉપયોગ દ્વારા સ્થિર કરવાનો હોય છે. મળેલાં મન-વચન-કાયાના યોગ(કરણ)ને ધર્મમય એટલે કે સંયમ-તપમય; દાન-શીલ-તપ-ભાવથી બનાવવાં જોઈએ. ૧૫ ઉપયોગ વડે યોગને શુદ્ધ કરી, શુદ્ધ યોગથી સાવરણ અશુદ્ધ ઉપયોગને નિરાવરણ શુદ્ધ ઉપયોગ બનાવવો એટલે કે સ્વરૂપનું નિરાવરણ કરવું. અર્થાત્ ઉઘાડું કરવું. જેનું નામ જ છે ‘કેવલજ્ઞાન !' ઉપયોગ (અંતઃકરણ)માં વેદનતત્ત્વ છે, જ્ઞાન-દર્શન ઉપયોગ જ અંતે વીતરાગ થતાં કેવલજ્ઞાનમાં પરિણમે છે, દ્રવ્યમ-વચન-કાયયોગ અર્થાત્ કરણ કેવલજ્ઞાનમાં નથી પરિણમતું. દ્રવ્યયોગ સુખ દુઃખ નથી વેદતું. પરમાર્થથી તો આત્માનો ઉપયોગ જ દ્રવ્યયોગના માધ્યમથી સુખદુઃખને વેદે છે. દેહાધ્યાસ જે છોડવાનો છે, તે માત્ર બાહ્ય સંયમ અને તપની ક્રિયાથી નથી છૂટતો, પરંતુ તે ઉપયોગની શુદ્ધિકરણરૂપ ક્રિયાથી દેહાધ્યાસ છૂટે છે. ઉપયોગ વડે ઉપયોગની શુદ્ધિ થાય છે. પોતાનું મન પોતાના મનને શુદ્ધ કરી શકે છે, અગર અશુદ્ધ કરી શકે છે. આત્મા જ આત્માનો તારક છે. મુનિ પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત આપણી પાસે મોજુદ છે. ભાવમન (મતિજ્ઞાનનો ઉપયોગ) જ ત્રણે યોગને ભોગની ક્રિયા કરવા હુકમ કરે છે. તેમ ભાવ મન જ યોગની ક્રિયા કરવા રૂપ હુકમ કરી શકે છે. યોગને હુકમ કરનાર ઉપયોગ છે પણ ઉપયોગને હુકમ કરનાર ઉપયોગ સ્વયં જ છે. જો ઉપયોગ ઉપયોગને હુકમ કરે તો ઉપયોગ એટલે કે અંતઃકરણ શુદ્ધ બને, નિરાવરણ થાય અને મુક્ત બને. ‘આત્મા (ઉપયોગ) આત્મામાં (ઉપયોગમાં) લીન થાય તો પરમાત્મા બને.’ ‘બહાર નીકળેલો બહારમાંથી અંદર અર્થાત્ બર્હિમુખી એવો અંતરમુખી થાય અને અંતરલીન બને તો અરિહંત બને.’ યોગને સંયમ અને તપમાં પ્રવર્તાવવા છતાં જો ઉપયોગની અર્થાત્ અંતઃકરણની શુદ્ધિ ન થાય તો કાંઈ યોગ(મન-વચન-કાયા) પરમાત્મા નથી બની શક્તો. પરમાત્મા તો ઉપયોગ જ થઈ શકે છે. યોગ એ બહિરંગ સાધન છે. કેવલજ્ઞાન જે સત્તામાં પડેલ (અંતર્ગત રહેલ) છે તે જ નિરાવરણ થઈને બહાર આવે છે. અને તેને બહાર લાવવાનું કામ ઉપયોગ કરે છે. જે અંતરંગ સાધન છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ સૈકાલિક આત્મવિશાન ઉપકરણનું વિસર્જન થાય છે. કરણ (યોગ શરીર)ની અંતે રાખ થાય છે. અત:કરણ (ઉપયોગ) કેવલજ્ઞાન (પરમાત્મા) બને છે. અહીં ઉપકરણનું વિસર્જન એટલે કે સાધનામાં જેમ જેમ, વિકાસ થતો જાય તેમ તેમ ઉપકરણો ઓછાં થતા જાય. જેમ કે શ્રાવકના ઉપકરણ કરતાં સાધુના ઉપકરણ ઓછાં હોય છે. એથી આગળ જિનકલ્પીને એનાથી ય ઓછાં હોય છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે... ૧ ટકાની સાધના ઉપકરણ વડે છે. ૯ ટકાની સાધના કરણ વડે બાહ્ય સંયમ તપથી છે. ૯૦ ટકાની સાધના અંત:કરણ-ઉપયોગ વડે ઉપયોગને શુદ્ધ કરવાની છે. “અઢાર પાપ સ્થાનક સૂત્રમાં પણ પહેલાં ચાર કે પાંચ પાપ જે ચાર કે પાંચ મહાવ્રતને લગતા છે તે યોગ સંબંધી છે. બાકીનાં ચૌદ ક્રોધથી લઈ મિથ્યાત્વ સુધીના પાપો ઉપયોગ (અંત:કરણ) સંબંધી છે. માટે જ જ્ઞાનીઓ ફરમાવે છે કે શ્રવણ કરતાં દસગણું મનન કરવું અને મનન કરતાં દસગણું નિદિધ્યાસન કરવું જોઈએ. છતાંય ઉપકરણની કિંમત મોક્ષ-સાધનામાં મોક્ષપ્રાપ્ત અંગે ભલે માત્ર ૧ ટકાની હોય પણ અધિકરણ સામે બચાવ તો સો (૧૦૦) ટકા ઉપકરણ જ કરે છે. અંત:કરણ એ અંતરંગ સાધન છે. ત્યાં દર્શન-જ્ઞાન અર્થાત જોવા જાણવાની શક્તિ છે. આ દર્શન-જ્ઞાનનો આધાર લઈને જ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જે બુદ્ધિમાં સહુ-અસનું સંશોધન અને સારા-નરસાનો વિવેક છે. એ જ દર્શન-જ્ઞાનનો આધાર લઈને બીજી તરફ ભાવ (હૃદય-લાગણી) ઉત્પન્ન થાય છે. આમ હૃદય અને બુદ્ધિનું મૂળ દર્શન-જ્ઞાન છે. જ્ઞાનદર્શન એ લક્ષણ ગુણ છે. જે ચૈતન્યગુણ છે. પ્રદેશપિંડ (અસ્તિકાય)માં જ્ઞાન-દર્શન ગુણના અસ્તિત્વને અંગે જ તે પ્રદેશપિંડ (અસ્તિકાય)ને ચૈતન્ય આત્મા કહેલ છે. જે અસ્તિકાયોમાં જ્ઞાન-દર્શન ઉપયોગ નથી તે અસ્તિકાયરૂપ હોવા છતાં અજીવદ્રવ્ય છે-જડ છે. કરણ (શરીરાદિ)ના યોગભવ અને ભોગભાવ પણ અંતઃકરણ (ઉપયોગ)માંથી નીકળે છે. વળી ઉપકરણ તથા અધિકરણનું સર્જન કરનાર પણ ઉપયોગ છે. કરણ અને ઉપકરણ ઉભયને કામ કરાવનાર એનો ચાલાકસંચાલક અંતઃકરણ(ઉપયોગ) છે. વાસ્તવિક નિરાવરણ અવસ્થાની પ્રાપ્તિની Page #26 -------------------------------------------------------------------------- ________________ અધિકરણ-ઉપકરણ-અંતઃકરણ સાધના તો ઉપયોગથી ઉપયોગને પૂર્ણતાએ શુદ્ધ કરવા રૂપ છે. કરણથી ક્રિયા યથાશક્તિ અભ્યાસ વડે થાય છે. જેમાં જબરજસ્તી કરવાની નથી હોતી. જ્યારે ઉપયોગથી ઉપયોગની ક્રિયા કરવામાં (Compulsionફરજિયાત) અનિવાર્યતા હોવી જોઈએ. જે ક્રિયા અનિવાર્યપણે ફરજિયાત કરવી જોઈએ તે વિષે આપણું કોઈ ધ્યાન નથી એ મોટા દુર્ભાગ્યની વાત છે. મોક્ષમાર્ગના ત્રણ તબક્કા છે. જેમાં પ્રથમ નિરૂપાધિક જીવન છે. જેમાં કરણની (મન-વચન-કાયયોગની) શુદ્ધિ સંયમ અને તપથી છે, જે અષ્ટાંગયોગના યમ-નિયમ છે. એ બાહ્ય દ્રવ્યક્રિયા છે જેમાં ઉપકરણની પ્રાધાન્યતા છે. બીજા તબક્કામાં આશય અને લક્ષ્ય શુદ્ધિ હોય છે, જે યોગથી ઉપયોગની શુદ્ધિની પ્રક્રિયા છે. જેમાં આસન, પ્રાણાયમ અને પ્રત્યાહારનો સમાવેશ થાય છે. એમાં કરણની પ્રાધાન્યતા છે. જ્યારે અંતિમ ત્રીજા તબક્કામાં નિર્વિકલ્પ જીવન આવે છે. જે ઉપયોગથી ઉપયોગની શુદ્ધિ કરવાની પ્રક્રિયા છે. જેમાં ધારણા-ધ્યાન અને સમાધિનો સમાવેશ થાય છે. એ ભાવ અંતરક્રિયા છે. એમાં અંતઃકરણની પ્રાધાન્યતા છે. ઉપયોગ વડે અધિકરણનું સેવન એ ઉપાધિમય જીવન છે. જે મનવચન-કાયાના યોગ અર્થાત્ કરણ વડે જીવાતું વિલાસી ભોગ જીવન છે અને તે અપવિત્ર ઉપાધિમય જીવન છે. ૧૭ ઉપયોગ વડે ઉપકરણ સેવીને જીવાતું જીવન નિર્દોષ જીવન છે. તે અર્થ-કામ રહિત ધર્મજીવન છે. ઉપકરણ સહિતનું અને અધિકરણ રહિતનું કરણ એ વ્યવહાર મોક્ષ માર્ગ અંતઃકરણથી છે. અધિકરણ વડે કરણની સ્થાપના એટલે સંસારની સ્થાપના, અને ઉપકરણ વડે મોક્ષમાર્ગની સ્થાપના. છતાં કાયયોગ આશ્રિત બાહ્ય સંયમ અને તપને, ઉપયોગથી થતી ઉપયોગની શુદ્ધિની સાધના તુલ્ય ન અંકાય. કારણ કે તેમાં જડ-ચેતનનો ભેદ છે છતાં તેને અનુકૂળ સાધન કહેવાય, અનુરૂપ સાધન ન કહેવાય. ઉપયોગથી ઉપયોગની શુદ્ધિ કરવી એ શ્રેષ્ઠ સાધના છે, ઉપયોગનું અભેદ આધાર સ્થાન આત્મપ્રદેશો છે, નહિ કે પુદ્ગલના બનેલ કરણ-ઉપકરણ ને અધિકરણરૂપ પદાર્થો કે સાધનો, ઉપયોગ વડે ઉપયોગમાં લીન બનીએ તો નિર્વિકલ્પ બનાય. જે ઉપયોગની પરમ શુદ્ધ નિરાવરણ અવસ્થા છે તે પૂર્ણાવસ્થા છે, અને એ કેવલજ્ઞાનનું પ્રાગટ્ય છે. માત્ર ઉપકરણ અને કરણની સાધના જે અધ્યાત્મરૂપ માનીને અટકે છે તે મોક્ષને પ્રાપ્ત નથી કરતાં. S-2 Page #27 -------------------------------------------------------------------------- ________________ સૈકાલિક આત્મવિજ્ઞાન મોક્ષ વડે ઉપયોગનું સુખ વેદનાર નિરાવરણ બને છે અને મુક્ત થાય છે. તો પછી પ્રશ્ન ઉદ્ભવે કે કરણ-ઉપકરણની કિંમત શી ? અધિકરણ છોડીને નિષ્પાપ-નિરૂપાધિક બનાય કે જે સ્થિતિ ઉપયોગથી ઉપયોગની અર્થાત્ શુદ્ધિ માટે અનુકૂળ છે. એ જ ઉપકરણની કિંમત છે, જ્યારે અર્થ-કામ-ભોગની પ્રવૃત્તિ છોડીને સંયમ તપ રૂપ ધર્મ-મોક્ષ પુરુષાર્થમાં પ્રવૃત્ત થવા તે કરણની કિંમત છે. જે પણ અંતઃકરણની શુદ્ધિમાં સહાયબળ છે. ઉપયોગથી ઉપયોગની સાધના ન સમજનાર, ઉપકરણ અને કરણની સાધનામાં અટકીને સંઘર્ષ ને ઝઘડા ઊભા કરે છે. ઉપકરણની અને કરણની સાધનામાં ઘણા ભેદ છે. જ્યારે અંત:કરણથી અંત:કરણની (ઉપભોગની) સાધનામાં કોઈ ભેદ નથી. એમાં પરિણામે નિર્વિકલ્પકતારૂપ અભેદતા હોવાથી સાધના ત્રણે કાળ મોક્ષ માર્ગની એકરૂપ છે. પરદ્રવ્ય આશ્રિત જે કાંઈ સાધના થાય તે નિષેધાત્મક (Negative) સાધના કહેવાય. માટે ઉપકરણ અને કરણ દ્વારા જે જે ધર્મક્રિયા કરીએ છીએ તે નિષેધાત્મક સાધના છે. જેથી કરીને આરંભ-સમારંભ-અવિરતિ આદિથી બચાવ થાય છે. જ્યારે વિધેયાત્મક (Positive) સાધના તો આત્માનો અનુભવ કરવો, આત્મભાવમાં વર્તવું તે છે. ભોગ સાધ્ય નથી. યોગ સાધ્ય છે. અહીં યોગ એટલે જોડાણ લેવું. મોક્ષ સાથે આત્માને જોડનાર તે યોગ અને આત્માનું મોક્ષ સાથેનું જોડાણ ઉપકરણ(બહારના મંદિરમૂર્તિ-આગમશાસ્ત્રગ્રંથનું તથા ગુરુ ભગવંત આદિ આલંબન)ની સહાયથી કરણ મારફત થાય છે. તેથી જ એ કરણને મનવચન-કાયાને “યોગ” કહેલ છે. આત્માને કરણ (શરીરાદિ)ની પ્રાપ્તિ યોગ માટે થઈ છે અને નહિ કે ભોગ ભોગવવા માટે. ભોગમાર્ગે કરણનો વપરાશ એ દુરુપયોગ છે, કે જેના પરિણામે દુખ છે. ભોગ ભોગવ્યા બાદ ભોગ સામગ્રી ચાલી જાય છે. પણ યોગશરીર) ઊભો રહે છે. જે યોગ (શરીરાદિ)ને ભોગના અતિશયે રોગનું દુ:ખ ભોગવવાનો વારો આવે છે. અને આત્માને ભવાંતરમાં નરક-તિર્યંચ ગતિનું દુઃખ ભોગવવાનો સંયોગ ઊભો થાય છે. રાગવેષ અને સુખ-દુઃખથી અતીત થવું એનું નામ યોગ. એવો યોગ દેવનારકતિર્યંચ ગતિમાં નથી હોતો. એવો યોગ તો મનુષ્ય ગતિમાં હોય છે. માટે તેનું મહત્ત્વ સમજી મળેલ યોગનો સદુપયોગ કરી લેવો તે બહુ જરૂરી છે. ' અધિકરણની અપેક્ષાએ બેશક ઉપકરણ ઊંચા છે. ઉપકરણ આપણી સામે છે. ઉપકરણ, ઉપકરણની સામે નથી. એજ પ્રમાણે આપણે જ આપણી સામે છીએ અથવા તો સાથે છીએ. આત્માને ઉપયોગ (અંતકરણ) દૃષ્ટિથી જોવાનો Page #28 -------------------------------------------------------------------------- ________________ અધિકરણ-ઉપકરણ-અંતકરણ ૧૯ છે. અર્થાત્ સ્વદર્શન કરવાનું છે. આલંબનમાંથી સ્વાવલંબનમાં જવાનું છે, સ્વમાં સ્થિર થવાનું છે અને નિજાનંદની મસ્તી માણતા સહજાનંદી થવાનું છે. જેવા ભાવે ઉપયોગ પરિણમતો હોય તેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રાપ્ત થાય છે. પ્રત્યેક જીવને અંતઃકરણ હોય છે, જેમાં કર્તા-ભોક્તા-ભાવ આત્મભાવ આદિ હોય છે, અને સાધન તરીકે જીવને સ્વક્ષેત્રે ત્રણ યોગ રૂપ કરણ હોય છે. તથા પરક્ષેત્રે સંસારભાવ યુક્ત અંત:કરણવાળા જીવને અધિકરણો હોય છે જ્યારે ધર્મભાવ-મોક્ષભાવયુક્ત અંત:કરણવાળા જીવને ઉપકરણ હોય છે. એમાંય જો તીર્થકર ભગવંતનો જીવ હોય તો એમને દીક્ષા અંગીકાર કર્યા બાદ અધિકરણ તો ન જ હોય પરંતુ ઉપકરણ પણ નથી હોતા. એઓને કરણરૂપ ત્રણ મન-વચન-કાયયોગ હોય છે. ઉપકરણની અસર કરણ ઉપર પડે છે અને કરણની અસર અંત:કરણ ઉપર પડે છે. ઉપકરણનું ઉપચરિત વિલિનીકરણ અંત:કરણ છે. અને અંતઃકરણ (મન)નું વિલિનીકરણ અમન(નિરિહિ)-અવિનાશી પરમ આત્મતત્ત્વ છે. આ આખો ય સાધનાનો ક્રમ છે. ઉપકરણ અને કરણ વડે અંતઃકરણ પરમાત્મા બને છે. ઉપકરણ અને કરણ એ વિજાતીય એવાં જડ પુદ્ગલતત્ત્વના બનેલાં છે. જ્યારે અંત:કરણ સજાતીય એવું ચેતનતત્ત્વ છે. અંત:કરણ કદી-કરણ ઉપકરણમાં વિલીન ન થાય. શરીર અને ઇન્દ્રિયોને પુગલના ભોગ્ય પદાર્થો સાથે જાતિય એકતા છે. કેમકે ઉભય પુગલના બનેલાં છે. પરંતુ પુદ્ગલને પરમાત્મા સાથે જાતિ એકતા નથી. આમ કરણ ઉપકરણ સાથે આપણી જાતિ એકતા નથી. જ્યારે અંત:કરણ અને પરમાત્મા સાથે આપણી જાતિ એકતા છે. માટે જ આત્મા અર્થાત્ અંતઃકરણ પરમાત્મા બની શકે છે. ઉપકરણ અને અધિકરણ વિજાતીય છે, એટલે પરમાત્મા બની શકતા નથી. અને છતાં પણ અધિકરણ કે ઉપકરણ એ કરણ નહિ બની શકે કારણ કે કરણ એ યોગ છે જેમાં ચૈતન્ય આત્માનો વાસ છે. શરીર (કરણ) એ પુદ્ગલ વિશ્વનો એક અંશ માત્ર છે, કે જે શરીરમાં જીવ (આત્મા) પુરાયેલ છે અર્થાત્ બંધાયેલ છે, અને તેમ છતાં એ જ જીવ એ જ શરીરની ઇન્દ્રિયો દ્વારા જગતને જાણી શકે છે, ભોગવી શકે છે. પરંતુ અંદરમાં રહેલ જીવ (આત્મા) પરમાત્માનો સજાતિય હોવાથી એ જ જીવ એજ શરીર (કરણ) દ્વારા પરમાત્માને અને પરમ આત્મ તત્ત્વને જાણીને, પરમાત્માની ભક્તિ કરી પરમાત્મા સ્વયં બની શકે છે. પરમાત્મા સત્ છે Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સૈકાલિક આત્મવિજ્ઞાન અને સત્ છે તે સ્થિર છે, નિત્ય છે, અવિનાશી છે, અરૂપી છે, અક્રમિક છે. અક્રિય છે. એમાં ગતિ નથી, જે કરણમાં છે. માટે જ સદ્ગતિ અર્થાત મનુષ્ય ગતિને પામી સામાયિક, કાઉસગ્ગ, ધ્યાન આદિ સાધના દ્વારા અસ્થિર મટી જઈ સ્થિર બની જવું જોઈએ. જ્યાં સુધી શરીરમાં ઉપયોગ (ચેતન-આત્મા) છે ત્યાં સુધી શરીરને યોગ કહેવાય છે. યોગમાંથી ઉપયોગ (આત્મા) ચાલી ગયા બાદ અર્થાત્ મરી ગયા બાદ એ જ શરીરને યોગ ન કહેવાતાં શબ કહેવાય છે. જેનો શીધ્રાતિશીઘ નિકાલ-વિસર્જન કરવું પડે છે. એટલે કે અંતે શરીરની રાખ બને છે. ઉપર જણાવ્યું તેમ શરીર એ પુદ્ગલ વિશ્વનો અંશ હોવા છતાં એ શરીરમાં આત્મા (ઉપયોગ) ભળવાથી યોગ બને છે. પણ જગત તેનું અંશ બની જાય છે. આત્મા પરમાત્મા બનવા શક્તિમાન છે અને આત્મા, પરમાત્મા બનતાં આખું ય જગત બ્રહ્માંડ એના કેવલજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. શરીરઇન્દ્રિયોનું સંચાલકબળ મન છે. જે મનની ચાલક, બુદ્ધિ છે. એ બુદ્ધિ આત્માના પ્રકાશમાં જ કામ કરી શકે છે. શરીર, ઇન્દ્રિયો અને પ્રાણ આ ત્રણ આત્માનાં કરણ (સાધન) છે. છદ્મસ્થ બધાં જીવોને અંત:કરણયુક્ત કરણ સાથેનું જીવન છે. અતઃકરણ એટલે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર. એ હોય ત્યાં મતિજ્ઞાનનો ઉપયોગ હોય. આ ઉપયોગ ધ્યાનરૂપ અને જ્ઞાનરૂપ હોય છે. અરહિંત ભગવંતને અને કેવલિભગવંતને ભાવમનરૂપ અંતઃકરણ નથી હોતું. માત્ર મન-વચન, કાયાના યોગ-કરણ હોય છે. અને કેવલજ્ઞાન હોય છે. એમને ઉપયોગ મૂકવો પડતો નથી. પરંતુ તેઓ સદા સર્વત્ર ઉપયોગવંત હોય છે, એ આત્માનું સ્વરૂપ છે જે જ્ઞાન-ઉપયોગરૂપ હોય છે. જ્યારે સિદ્ધ પરમાત્માને કરણ (શરીરાદિ) પણ હોતું નથી. એઓ નિર્વિકલ્પ, નિરંજન-નિરાકાર એટલે કે અરૂપી-અશરીરી હોય છે. કરણ બાબત વિશેષ વિચાર કરીએ તો તે કરણના પણ બે ભેદ-ધૂળ અને સૂક્ષ્મ છે. ઔદારિક, વૈક્રિય અને આહારક જે શરીર છે તે સ્થૂળ શરીર છે. અર્થાત્ સ્થૂળકરણ છે. જ્યારે તેજસ અને કામણ શરીર એ સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ-કરણ છે. સ્થૂળ દેહની જ ક્રિયા અને ભોગ કરી શકાય છે, અને જગતનો વ્યવહાર ચલાવી શકાય છે. તે પ્રમાણે અંત:કરણ-મનના પણ બે ભેદ દ્રવ્યમન-ભાવમન. સંજ્ઞી એવાં મન-પર્યાપ્તિ પામેલા જીવને દ્રવ્યમનમાં મનોવર્ગણાના પુગલને પકડવાની શક્તિ છે. જ્યારે ભાવમન એ મતિજ્ઞાનનો ચૈતન્ય ઉપયોગ છે. શરીર અને Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૧ અધિકરણ-ઉપકરણ-અંતઃકરણ ઈન્દ્રિયો સ્થળ છે. પ્રાણ સૂક્ષ્મ છે. અને મન તેથી વિશેષ સૂક્ષ્મ છે. પ્રાણ એટલે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સમજવી. એથી આગળ બુદ્ધિ, મનથી પણ અધિક સૂક્ષ્મ છે અને જેના આધારે મન અને બુદ્ધિ રહેલ છે તે આત્મા એના શુદ્ધ સ્વરૂપમાં શૂન્ય છે. શૂન્ય એટલે વસ્તુ અભાવ નહિ પરંતુ અસર અભાવ. કોઈ પણ પર વસ્તુ કે વ્યક્તિની ન તો એને અસર પહોંચે છે કે ન તો તે પોતે કોઈને અસર પહોંચાડે છે. સાધનાનું કેન્દ્ર અંતઃકરણ છે. પ્રથમ જરૂર અંતઃકરણની શુદ્ધિ કરવાની છે. પછી શુદ્ધ અંત:કરણથી શૂન્ય બનાય છે. જ્યારે મનનું અમન કરી મનાતીત, વિકલ્પરહિત એટલે વિકલ્પાતીત-નિરિહિ થઈ નિર્વિકલ્પક અને બુદ્ધિથી અતીત થઈ બુદ્ધ બનાય છે. પૂર્ણમાંથી, પૂર્ણના આલંબનથી આપણે શુદ્ધ ચૈતન્યતારૂપ વીર્યશક્તિ પ્રાપ્ત કરી શકીએ. પરંતુ માત્ર બહારના નિમિત્ત કારણરૂપ પદાર્થોથી પરમાત્મા નથી બનાતું. સ્વમાં પરમાત્મા સ્વરૂપ દૃષ્ટિ કરી જ્ઞાન-ધ્યાન કરીએ તો પરમાત્મા બનાય છે. બહારના દેવ ગુરુ-ધર્મના નિમિત્તકારણને, અરિહંત-સિદ્ધ પરમાત્માના જ્ઞાન-ધ્યાન-સેવા-ભક્તિ આદિથી, ગુરુ ભગવંતની સેવા પૂજા, વૈયાવચ્ચ ભક્તિ આદિથી, અને ધર્માચરણથી તૈયાર કરવા જોઈએ. ધર્મના સાધન અને ક્ષેત્ર મળ્યા છતાં જો પરમાત્મા તત્ત્વ સંબંધી ધર્મભાવ ન આવે તો પરમાત્મા નહિ બની શકાય. ઉપકરણ અને કરણ વડે જો અંત:કરણ તૈયાર નહિ કરીએ તો આપણી ક્રિયા મોક્ષમાર્ગની હોવા છતાં આપણે મોક્ષમાર્ગી નહિ થઈએ. ક્રિયામાંથી ભાવમાં જવાનું છે. ભાવમાંથી ધ્યાનમાં જવાનું છે અને અંતે ધ્યાનમાંથી જ્ઞાન અર્થાત કેવલજ્ઞાનમાં જવાનું છે. આત્મામાં જેમ જેમ શુદ્ધ ચૈતન્ય રસ ભળે તેમ તેમ જ્ઞાન નિર્વિકારીશુદ્ધ બનતું જાય છે, ઉપકરણ પુદ્ગલનું છે. જે સંયોગ-વિયોગરૂપ છે. અંતઃકરણ એ સ્વરૂપ છે જે નિત્ય પ્રાપ્ત છે, ઉપકરણને અંતઃકરણ ન મનાય. ઉપકરણ અંતઃકરણ માટે છે. બાહ્ય અત્યંતર માટે છે. જેમ દ્રવ્ય વડે ભાવ છે તેમ તેનાથી ય વધારે કિંમતી ભાવ વડે ભાવ છે. ભાવ વિના તો ભાવ છે જ નહિ પછી ભલે દ્રવ્ય વડે ભાવ કરીએ. જે ઉપકરણ રૂપ દ્રવ્યો બનાવ્યા છે તે પણ ભાવ તત્ત્વ બનાવ્યા છે. * આત્માનું સ્વરૂપ ઉપર જણાવ્યું તે પ્રમાણે કેવલજ્ઞાન છે. જે માત્ર જ્ઞાન અને ઉપયોગ રૂપ છે. જ્યારે મતિજ્ઞાન એ ઉપયોગરૂપ-ધ્યાનરૂપ અને જ્ઞાનરૂપ છે. કેવલજ્ઞાનના ધ્યાન વડે આત્માનું મતિજ્ઞાન કેવલજ્ઞાન બને છે. ધ્યાન Page #31 -------------------------------------------------------------------------- ________________ સૈકાલિક આત્મવિજ્ઞાન એ મતિજ્ઞાન એ કેવલજ્ઞાનને જોડનારી માધ્યમિક અવસ્થા છે. જે સાધનારૂપ કડી છે. આમ ધ્યાન એ અંતિમ સ્વરૂપ નથી પણ સાધના છે. કેવલજ્ઞાનની પ્રાપ્તિ એ ધ્યાનથી સિદ્ધિ છે. ધ્યાન ચાલ્યું જાય. ધ્યાનાતીત થવાય તે ધ્યાનથી સિદ્ધિ છે. ધ્યાન છોડવું ય ન જોઈએ, અને ધ્યાન બગડવું ય ન જોઈએ પણ ચાલ્યું જવું જોઈએ. અને કેવલજ્ઞાન પ્રગટવું જોઈએ. જૈનદર્શનમાં ગુણાતીત થવાની સાધનાના ચૌદ સોપાન, ચૌદ ગુણસ્થાનક તરીકે ઓળખાય છે. એમાં ચોથું ગુણસ્થાન સમકિત દૃષ્ટિ અવિરતિ ગુણસ્થાનક છે કે જે તબક્કે અંત-કરણની શુદ્ધિનો પાયો નંખાય છે. વિકાસના એ પગથિયે સદ્ભવૃત્તિમાં આશય અને લક્ષ્ય મુક્તિનું હોય છે. એ તબક્કે સાધકને આત્મગત (સ્વગ-સત્તાગ) પરમાત્માતત્ત્વનું જ્ઞાન-ભાન અને લક્ષ્ય હોય છે. આરોહણ કરતાં કરતાં સાધકના અંત:કરણની જેમ જેમ વધુને વધુ શુદ્ધિ થતી જાય છે, તેમ તેમ નીચે નીચેના તબક્કાનાં ઉપકરણો છૂટતાં જાય છે. અને આઠમા ગુણસ્થાનકથી તો અંત:કરણથી (ઉપયોગથી) અંત:કરણની શુદ્ધિની પ્રક્રિયા શરૂ થાય છે. છેવટે બારમા ગુણસ્થાનકના અંતે અંતઃકરણ શુદ્ધ થાય છે. અને કેવલજ્ઞાનનું પ્રાગટ્ય થાય છે. સમકિતનું અભેદ આધારસ્થાન આત્મા છે. કાયયોગાદિકરણ કે ઉપકરણ નથી. જીવ માત્રની ઇચ્છા અક્ષય અનંત, અવ્યાબાધ સુખની પ્રાપ્તિની છે. અંતઃકરણ વડે અક્ષય, અનંત, અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. ઉપકરણનું મહત્વ માત્ર અધિકરણની સામે છે જે પણ શુદ્ધ અંતઃકરણની અપેક્ષા રાખીને આંકવાનું છે. કાયોત્સર્ગની ક્રિયા જ્ઞાનીએ ફરમાવેલી છે. તે દેહભાન ભૂલવા અને આત્મામાં લીન થવા માટે છે. જે અંતઃકરણની શુદ્ધિની મહત્તા દર્શાવે છે. | મુહપત્તીની પડિલdણ વેળા બોલાવવામાં આવતા પચ્ચીસ બોલમાં “સમકિતમોહનીય પરિહરું' એવો એક બોલ છે. પ્રથમ તો સમક્તિના મહત્ત્વની અને સમકિતની પ્રાપ્તિની જ વાતો હોય છે, કે જે ક્ષયોપશમ સમકિત ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકોનો સૂચક ભાવ છે. એ જ આપણને સાધના માર્ગે સૂચવે છે કે સાધનામાં જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ લક્ષ્ય સિદ્ધિનું તથા વૃત્તિ અને પ્રવૃત્તિ આગળ આગળની કક્ષાની પ્રાપ્તિની હોવી જોઈએ. સમક્તિ મોહનીય પરિહરું એટલે કે “ક્ષાયોપશમિક સમકિત’ જે આવવા જવાના સ્વભાવવાળું સમકિત છે એને ત્યજીને આગળની કક્ષાનું “ક્ષાયિક સમકિત છે, કે જે કર્મના ક્ષયથી પ્રાપ્ત થનાર છે, અને આવ્યા બાદ જનાર નથી તેની પ્રાપ્તિ થાઓ. આમ જ્યાં ક્ષાયોપથમિક સમકિત જે અંતના સમ્યગ ભાવો છે-સમ્યગ Page #32 -------------------------------------------------------------------------- ________________ અધિકરણ-ઉપકરણ-અંત:કરણ ૨૩ વૃત્તિ છે તેને પણ જો પરિહરવાની વાત અને વિધાન હોય તો બહારના ઉપકરણ અને કરણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવને કયાંથી દુરાગ્રહી બની પકડી રાખવાનાં હોય? એમાં અટકી જઈ એનો આગ્રહ કેમ રખાય? તેમાં અંતિમ સત્ય અને સિદ્ધાંત સિદ્ધ કેમ કરાય ? ક્ષપકશ્રેણિ મંડાય, આઠમા-નવમા-દશમા-બારમા ગુણસ્થાનકે આરોહણ થાય ત્યારે નામ-લિંગ વેશનો આગ્રહ નથી કે મહત્ત્વ નથી. તો પછી ઉપકરણ અર્થાત્ સાધનનું મહત્ત્વ કયાંથી રહે? એ વખતે સાધકને ચોક્કસ કયા ઉપકરણના ભેદો હોય ? ક્ષપકશ્રેણિ વખતે અસાધારણ કારણ અર્થાતું, ગુણ અને ઉપાદાન કારણ અર્થાત ગુણી અભેદ હોય છે. તે દ્રવ્યના ગુણ પર્યાયરૂપ છે. જ્યારે અપેક્ષા કારણ અને નિમિત્ત કારણ એ પરદ્રવ્ય રૂપ છે જે ભેદરૂપ છે અને જુદાં જુદાં છે એટલે કે ભિન્ન છે. ઉપકરણ અને કરણને સાધનાના નિષેધાત્મક (Negative) અને અંતઃકરણને વિધેયાત્મક (Positive) સાધન સમજી તે અનુસાર તેનું મૂલ્યાંકન કરી સાધના કરવી જોઈએ. ઉપકરણ અને કરણ સુધી તો વ્યવહાર સાધના હોય છે. નિશ્ચય સાધનાની શરૂઆત તો અંત:કરણથી જ થાય છે અને તેની શરૂઆત વીર્યશક્તિના ક્ષયોપશમથી થાય છે. મોહનો સર્વથા નાશ અને પૂર્ણ વીતરાગતાની પ્રાપ્તિ એ મોક્ષમાર્ગની નિશ્ચયરૂપ સાધના છે. જેનો પ્રધાન સંબંધ અંતઃકરણથી છે. પંદર પદે જે સિદ્ધોના ભેદો રહ્યાં છે તે નિર્વાણ પ્રાપ્તિની પૂર્વાવસ્થાના કરણ-ઉપકરણ અનુલક્ષી ભેદો છે. એ સ્વરૂપ આશ્રિત ભેદો નથી. નિર્વાણપદમાં ભેદ નથી. સાધનના બધા ભાવો દર્શન-જ્ઞાન-ચારિત્ર ઉપયોગમાં છે, કરણ-ઉપકરણમાં નથી. એકથી દશ સુધીના ગુણસ્થાનકો જેમ મોહનીય ભાવના છે તેમ ઉપયોગના પણ છે. ધર્મશાસ્ત્ર સમજવા હોય તો સ્વરૂપથી સમજવા જોઈએ. માત્ર બાહ્ય સાધનાથી ધર્મશાસ્ત્ર સમજવાં ન જોઈએ, કેમ કે સાધન તો પરિવર્તનશીલ છે, અનિત્ય છે. સામાયિક આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર્યના ઉપયોગથી થાય છે. બહારનું અનુકૂળ સાધન તો કટાસણું, ચરવળો-સ્થાપનાજી આદિ છે; જે ઉપકરણો છે. તે અંદરના આત્માના-અંતઃકરણના સામાયિક ભાવનું અર્થાત્ સમભાવનું બાહ્ય પ્રતીક છે. એ પ્રતીકના કારણે અન્ય એના સાધભાવને સમજી-સન્માનીને ખલેલ પહોંચાડતા નથી. પોતાના રૂપમાં પોતે જાય તે માટેનું અનુરૂપ જે કારણ છે તે અસાધારણ કારણ છે, અને એ પોતાનો ઉપયોગ છે. અર્થાત્ સાધક વ્યક્તિનું સ્વયંનું અંતઃકરણ છે. જ્યારે નિમિત્તકારણ એવું Page #33 -------------------------------------------------------------------------- ________________ ત્રૈકાલિક આત્મવિજ્ઞાન ૨૪ ઉપકરણ એટલે કે દેવ ગુરૂમંદિર-મૂર્તિ-આગમ-ગ્રંથાદિ સ્વરૂપમાં જવાનું અનુકૂળ સાધન છે. જ્યારે અધિકરણ એ તો સ્વરૂપથી વિમુખ બનાવનાર એવું વિભાવમાં લઈ જનારું આત્માને પ્રતિકૂળ સાધન છે. ધર્મ અંતઃકરણને સામેલ રાખીને કરણ દ્વારા કરવાનો છે. ઉપકરણ તો અધિકરણથી બચવા રૂપ સાધન માત્ર છે. અધિકરણનું ઉત્પાદન કરીને એ ઉત્પાદિત સામગ્રીનો ભોગ પણ નિદ્રામાં નથી કરી શકતા. જાગૃતાવસ્થામાં જ એ ઉત્પાદિત સામગ્રીનો ભોગ કરી શકાય છે એ આપણા સહુના અનુભવની વાત છે. જેના પરથી સાધકે વિચાર કરવાનો છે કે - ઉપકરણયુક્ત કરણ વડે અંતઃકરણની જાગૃતિ સિવાય આત્મસુખ શી રીતે પ્રાપ્ત થશે ? આત્મા તો ત્યારે જ મળે જ્યારે આત્માને સંભાળીએ. શાસ્ત્રો ભણવા છતાં જો આત્માને સંભાળવામાં ન આવે તો આત્માને નિરાવરણ નથી કરી શકાતો. એથી વિપરીત, શાસ્ત્ર નહિ ભણવા છતાં ય જો આત્મા પ્રત્યે જાગૃતિ રાખીશું, તો સકામ નિર્જરા કરી શકીશું. મારુષ, માતૃષ મુનિનું દૃષ્ટાંત આપણી પાસે મોજુદ છે. અધિકરણની અપેક્ષાએ ઉપકરણ અને કરણની ખૂબ કિંમત છે. એમાં સાધકે જાગૃત રહેવાનું છે. અધિકરણ અગર ઉપકરણ પુદ્ગલના બનેલા હોય છે જે નાશવંત હોય છે. એનાં શાસ્ત્રો પણ બદલાતાં રહે છે, નિત્ય નથી. ઉપકરણ (સાધન) સાધકને સાધનમાં આવશ્યક છે અને અનુકૂળ છે, પરંતુ ઉપકરણ અમુક જ જોઈએ અગર અમુક ઉપકરણ હોય તો જ સિદ્ધિ વરે એવો આગ્રહ ન હોવો જોઈએ. આની સામે અંતઃકરણ અર્થાત્ આત્મા અર્થાત્ ઉપયોગ એ નિત્ય છે-શાશ્વત છે-અવિનાશી છે. આત્મા-અંતઃકરણ જ સાધનાની સિદ્ધિરૂપે પરમાત્મા બને છે. સાચા સાધકો અને જ્ઞાની પુરુષો કદી બહારનાં ઉપકરણોના ઝઘડા કરે નહિ. જો કરે તો જ્ઞાની નહિ. જેનું ઉપકરણ હોય તેનું તેને સોંપી દેવું જોઈએ. આપણે આપણું ઉપકરણ સાધના માટે બનાવી લઈ તેની મદદથી સાધ્યની પ્રાપ્તિ કરી લેવી જોઈએ. મનુષ્ય ભવની કિંમત કરી છે તે એટલા જ માટે કે અપેક્ષા અને નિમિત્ત કારણને પામીને મનુષ્યનો જીવ જ મોક્ષના કારણરૂપ અંતરંગ અસધારણ કારણ (ગુણ) અને ઉપાદાન કારણ (ગુણી સ્વયં) ને પામી શકે છે. જેમ જેમ ઉપકરણો (સાધનો) ઓછાં થતાં જાય તેમ તેમ સાધકની Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૫ અધિકરણ-ઉપકરણ-અંતઃકરણ સાધના ઊંચી અને ઊંચી થતી જાય છે. આગળ આગળની સાધના થાય છે. સાધનથી સિદ્ધિ મેળવી તેનાથી પર થવું તે સાધના છે. ચોથા-પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનકની સાધનામાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને ઉપકરણો હોય છે. સાતમા ગુણસ્થાનકે અને ત્યારબાદ ક્ષપક શ્રેણિ કે ઉપશમશ્રેણિ માંડે છે એમાં જે સાધના છે તે કેવળ અંતઃકરણની સાધના છે. એ ગુણસ્થાનકોની ઉપકરણ અનુલક્ષીને વ્યવહારુ વાતો પણ નથી. (૮ થી ૧૨ ગુણસ્થાનકો) યોગ શૈર્યતા આવવી જોઈએ. સ્વાવલંબી બનવું જોઈએ. સાધનમાં ઓછામાં ઓછા સાધન કરતાં જવું જોઈએ. સાધન ખોટાં નથી પણ સાધન પ્રાપ્ત કરી સાધકે જે સાધકભાવો કરવાં જોઈએ અગર તો થવા જોઈએ તે થતાં નથી. એની ઊણપ છે. સાધન જો સાચા સાધકભાવો કરે તો સિદ્ધિ પામે. સાધક સાચો ત્યારે કે જ્યારે એની સાધનામાં એ સાધનોથી પર થતો જાય એટલે કે ઉપર ચઢતો જાય. જ્યાં કરણ અને ઉપકરણની પ્રધાનતા માટે આગ્રહ હોય ત્યાં સંપ્રદાયવાદ હોય છે. આધ્યાત્મની મૂળદષ્ટિ સ્વયંની જિજ્ઞાસા અને વિવેકદૃષ્ટિ હોય છે, જે અંતઃકરણનું તત્ત્વ છે. અધ્યાત્મમાં પુણ્ય અને પાપકર્મ ઉપર દૃષ્ટિ ન કરાતાં એથી પર પરમાત્મ ઉપર દૃષ્ટિ કરવાની હોય છે. જિજ્ઞાસામાં સતત્ત્વની શોધ માટે વિવેકનો ઉપયોગ હોય છે અને સત્ય ન સાંપડે ત્યાં સુધી અજંપો અને પીડા હોય છે. વિવેક અને જિજ્ઞાસા એ મોક્ષમાર્ગમાં અત્યંતર પ્રાપ્ત સાધન છે, જેનાથી તરાય છે, ભવપાર ઉતરાય છે. બાહ્ય પંચાચારના સાધનના સેવનથી અને પાલનથી વિવેક જિજ્ઞાસા આદિ જે અસાધારણ કારણ છે અર્થાત્ નિશ્ચય કારણ છે એને પામી શકાય છે, અને તરી શકાય છે. સામાયિક આદિની આપણી સાધકની ક્રિયા પૂરી થયેલી ત્યારે જ લેખાય જ્યારે કેવલજ્ઞાન પ્રાપ્ત થાય. કૃતકૃત્ય થઈએ ત્યારે પૂરું થયું કહેવાય. ત્યાર પછી ક્રિયા કરવાની જ ન હોય. ઉપકરણ અને કરણ વડે જીવ અંતઃકરણમાં પ્રવેશ કરે તેની જવાબદારી ગુરુની, શાસ્ત્રની, અને શાસ્ત્રના પ્રવક્તાની છે. અંતઃકરણમાં મોક્ષને યોગ્ય સાત્ત્વિક ભાવ હોય તો સમક્તિ વર્તી શકે છે. પછી કરણ-ઉપકરણ ગમે તે ભેદે હોય. સિદ્ધના પંદર ભેદનો પાઠ આ વિધાનને પુષ્ટિ આપનાર છે માટે જે સાધકે સ્વયં માટે તો સાધનાનો આગ્રહ અંતઃકરણમાં રાખવાનો છે. પ્રત્યેક સાધકે સ્વયંનું નિરીક્ષણ કરવાનું છે કે અનુકૂળ ઉપકરણ-કરણને પામીને Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સૈકાલિક આત્મવિજ્ઞાન અંત:કરણની શદ્ધિ થઈ કે નહિ ? મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ-ચાર અંત:કરણના ભેદ છે. મનમાં ઈચ્છાના તરંગો શાંત થયાં કે નહિ ? બુદ્ધિ સદ્ગદ્ધિ થઈ કે નહિ ? ચિત્તમાંથી બિનજરૂરી સ્મૃતિનો સંગ્રહ રૂપી કચરો નીકળી જઈ ચિત્ત ચોખ્ખું થયું કે નહિ ? પર પૌદ્ગલિક વસ્તુ પ્રત્યેનો મારાપણાનો ભાવ હુંકાર ભાવ તે અહંકાર. એ અહંકાર ઓછો થયો કે નહિ તેનું સાધકે આંતરદર્શન કરવું જોઈએ. અંતઃકરણમાં આશય અને લક્ષ્ય મોક્ષના હોય તો તે આત્મા સમ્યગભાવમાં વર્તતો હોય છે. પરંતુ જો આશય અને લક્ષ્ય મોક્ષના ન હોય તો તેવો આત્મા પહેલા ગુણસ્થાનકે હોય છે. પ્રથમ ઉપકરણથી ધર્મ થાય પછી આગળ કરણથી ધર્મ થાય. ઉભય બાહ્યધર્મ છે. એથી આગળ ખરો ધર્મ અંતઃકરણથી થાય છે. દાન-શીલ-તપભાવ ધર્મના ક્રમમાં પણ સહેજે આ વાત સમજાય એમ છે. ઘાતકર્મ ખપે છે અંતઃકરણથી કરેલ ધર્મ વડે. યમ, નિયમ એટલે કે ઉપકરણ-કરણમાં ન અટકતાં સાધકે અંતઃકરણમાં આગળ વધવું જોઈએ. બાહ્ય તપનો કરણ ધર્મમાં સમાવેશ થાય જ્યારે અત્યંતર ધર્મનો પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, કાઉસગ્નનો અંતઃકરણમાં સમાવેશ થાય. યમ-નિયમ એટલે પાંચ મહાવ્રત કે બાર અણુ વ્રતથી ન્યાય-નીતિપ્રમાણિકતા આદિ પૂર્વકનું જિવાતું નિર્દોષ, નિરુપદ્રવી વિવેકી જીવન. ત્યારબાદ આસન બતાડેલ છે, જે આસનનું વિધાન જૈનદર્શનમાં સંલીનતા તપથી બતાડેલ છે કે અંગોપાંગ સંકોચીને રાખવા. આસનથી શરીર રોગી ન થતાં યોગી બની રહે છે જેની અંત:કરણ ઉપર અસર થાય છે. એથી આગળ પ્રાણાયામ અને પ્રત્યાહાર બતાડેલ છે. જેનાથી મનોનિગ્રહ અને ઇન્દ્રિયનિગ્રહ અનુક્રમે કરવાનો હોય છે. એની પણ અસર અંતઃકરણ ઉપર થાય છે. માટે ઉપયોગી છે. આ કરણ (શરીર)થી થતી સંયમ અને તપની સાધના છે. ત્યાર પછીના અંતિમ તબક્કામાં શુદ્ધ ને સ્થિર થયેલ શરીર ઈન્દ્રિય પ્રાણ-મન અને બુદ્ધિને પરમાત્માના સ્વરૂપની વિચારણાના ચિંતનથી ધારણા ધ્યાન અને સમાધિમાં પ્રવેશવાનું છે જે અંતઃકરણની સાધના છે. પરક્ષેત્રી, પરસાધન એવાં ઉપકરણ અને સ્વક્ષેત્રી અભિન્ન સાધન એવાં કરણ દ્વારા સાધકે અંત:કરણ અર્થાત્ અસાધારણ ને ઉપાદાનકરણમાં પ્રવેશ કરીને ત્યાં અંતરક્રિયા કરી મોક્ષ-પુરુષાર્થ કરવાનો છે. કરણ અને ઉપકરણ Page #36 -------------------------------------------------------------------------- ________________ અધિકરણ-ઉપકરણ-અંતઃકરણ ૨૭ દ્વારા જે સાધના થાય છે તે નિષેધાત્મક (Negative) સાધના છે, જે અધિકરણ સામે બચાવ (Defence) સંરક્ષણરૂપ છે જ્યારે અંતઃકરણ ઉપાદાન, અસાધારણ કરણની શુદ્ધિ કરવારૂપ સાધના કરવી તે મોક્ષમાર્ગમાં વિધેયાત્મક (Positive) સાધના છે, જે કર્મ ઉપરનું સીધું આક્રમણ (Attack) અર્થાત્ હુમલો છે. ઉપકરણ અને કરણથી અતીત થવું જોઈએ અને ભાવ આશ્રિત ભાવ કરવા જોઈએ. અર્થાત્ અંતઃકરણ અંતરાત્માને ખીલવવા-કેળવવો (Develop) કરવો જોઈએ. તપ દરમિયાન મનને કરણ (શરીર)થી જુદું પાડવું જોઈએ. દેહાધ્યાસ છોડી દેવો જોઈએ. માત્ર કરણ-ઉપકરણ સુધીની જ સાધના કરવાને અંગે અભવિજીવો નવરૈવેયકના સ્વર્ગસુખ સુધી જ પહોંચી શકે છે. અપવર્ગના મોક્ષ સુખને તેઓ પ્રાપ્ત કરી શકતા નથી કેમકે અંતઃકરણની તથા પ્રકારની અભ્યતર સાધના થતી હોતી નથી. રસ-રુધિર-માંસ-મેદ-મજ્જા-અસ્થિ અને શુક્ર (વીર્ય) જેમ શરીરની સાત ધાતુ છે. તેમ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્ય એ પાંચ આત્માની ધાતુ છે. પાંચ જીવના સ્વરૂપ લક્ષણો છે અને તે અંતઃકરણમાં રહેલ છે. એના દ્વારા પરમાત્મા સાથે સંબંધિત થઈ સ્વરૂપને અનુરૂપ જ્ઞાનાચાર-દર્શનાચારચારિત્રાચાર-તપાચાર અને વીર્યાચાર એ પંચાચાર તરીકે ઓળખાતા પાંચ આચારનું પાલન-સેવન કરી સાધકે સ્વરૂપથી તદ્રુપ થવું જોઈએ. સામાયિક લેવાની પારવાની ક્રિયામાં માંગવામાં આવતા આદેશથી પણ સ્પષ્ટ થાય છે કે ઉપકરણ-કરણમાંથી અંતઃકરણમાં જઈ ઉપકરણ કરણની મદદથી અંતઃકરણમાં ધર્મ કરવાનો છે. “સમાયિક મુહપત્તી પડિલેહું, એ આદેશ ઉપકરણ વિષયક છે. “બેસણું સંદિસાહું” અને “બેસણે ઠાઉ” એ કરણ વિષયક આદેશ છે અને અંતે “સઝઝાય સંદિસા ને “સઝઝાય કરું' એ અંતઃકરણને લગતો આદેશ છે. એ જ પ્રમાણે સામાયિક પારવાના સામાયિક વયજુરો સૂત્રમાં “સામાયિક વયજુરો” એ ઉપકરણ વિષયક છે જ્યારે “જાવ મણે હોઈ નિયમ સંજૂરો છિન્નહિ અસુહ કમ્મ” એ અંત:કરણ સૂચક છે. ૦ ૦ ૦ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૪. બહિરામા અતરાત્મા-પરમાત્મા જીવના પ્રકાર : સમગ્ર ચૌદ રાજલોક બ્રહ્માંડ- (Universe) પાંચ દ્રવ્યો અર્થાત પાંચ અસ્તિકાય (અસ્તિ=પ્રદેશ અને કાય-સમૂહ)નું બનેલ છે. આ પાંચ અસ્તિકાય (૧) આકાશાસ્તિકાય (૨) ધર્માસ્તિકાય (૩) અધર્માસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય અને (૫) જીવાસ્તિકાય છે. એમાં ય જે કાંઈ વિશ્વનિર્માણ અર્થાત્ વિશ્વરમત છે તે તો કેવલ પગલાસ્તિકાય અને જીવાસ્તિકાયની જ છે. આખાય ચૌદરાજલોકની જીવ-અજીવ, નિત્ય-અનિત્ય, વિનાશી-અવિનાશી, રૂપી-અરૂપી, તથા દૈત-અદ્વૈતમાં જેમ વહેંચણી થઈ શકે છે તેમ સઘળાય જીવની બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ પ્રકારમાં વહેંચણી થઈ શકે છે. એક માત્ર સંસારી જીવ સિવાય ચૌદ રાજલોકમાં બધાંય દ્રવ્યો નિયમ પ્રમાણે કાર્ય કરે છે. માટે જ જીવને નિયમમાં લાવવા સંયમની આવશ્યકતા છે. તેથી જ આચારાંગસૂત્ર-નિયમસાર જેવા ગ્રંથોનું પૂર્વાચાર્યોએ નિર્માણ કર્યું છે. કસ્તુરી મૃગ પોતાની સુગંધને બહાર શોધતો ફરે છે, એ પ્રમાણે જે જીવ પોતામાંથી નીકળતા પોતાના સુખને બહાર શોધતો ફરે છે અને પુદ્ગલમાં સુખબુદ્ધિ અને ભોગવૃત્તિ સ્થાપી એમાંથી જ સુખ મળે છે, એવી ભ્રાંતિમાં જે રાચે છે તે જીવ બહિરાત્મા છે. આતમબુદ્ધ કાયાદિક ગ્રહ્યો બહિરાતમ અધરૂપ સુજ્ઞાની.... સુમતિનાથ ભગવાનની સ્તવનની આ કડી દ્વારા શ્રી આનંદ ધનજી મહારાજે આ જ વાત કહી છે. આવા બહિર્મુખી જીવો પુદ્ગલાભિનંદી એટલે કે ભૌતિકવાદી કહેવાય છે. જેઓ કેવળ દેહભાવથી જીવનારા દેહાધ્યાસમાં જ રાચનારા હોય છે તથા મનથી શરીરને જ જોનારા અને સર્વસ્વ માનનારા હોય છે. ગુણસ્થાનકની દૃષ્ટિએ વિચારીએ તો તેઓ પહેલાં ગુણસ્થાનકના મિથ્યાદષ્ટિ અજ્ઞજનો છે. તેઓ શરીર સહિત શરીરના કામમાં આવતી સઘળી બાહ્ય સામગ્રીને પોતાના સર્વસ્વરૂપે માને છે, અને રાગભાવે વર્તે છે, જેમાંથી જ બધા દોષોની ઉત્પત્તિ થાય છે, જેને અધર્મ કહેવાય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા ૨૯ બહિર્મુખી જીવો પરમાં સ્વવત્ દૃષ્ટિ કરી નૈમિત્તિક સુખને માણનારા છે, કે જે સુખની આગળ અને પાછળ દુ:ખ હોય છે. તે અસત્, વિનાશી, અનિત્ય અવસ્થા છે એમાં આસક્તિ છે, મોહ છે, વાસના છે, તૃષ્ણા છે, મૂઢતા છે, અજ્ઞાન છે અને તેથી રાગ અને દ્વેષ છે. આ મોહ અને અજ્ઞાનવશ આત્માનું દેહ પ્રત્યેનું મારાપણું એટલે કે દેહભાવ-દેહમમત્વ છે તે જ બાહિરાત્મપણું છે અથવા તો જીવ પોતાની સ્વરૂપ અભાનતાએ પર એવાં પુદ્ગલમાં સ્વરૂપ બુદ્ધિથી-સચ્ચિદાનંદ બુદ્ધિથી-સત્યમ્-શિવમ્-સુન્દરમ્ બુદ્ધિથી પુદ્ગલ (ભૌતિક પદાર્થો) દ્વારા સુખ ઇચ્છે છે તે જ તેનું બહિરાત્મપણું છે. જે સંસાર છે કેમકે એમાં સરવાપણું છે. સરિત ઇતિ સંસાર! એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર, એક વ્યક્તિ પરથી બીજી વ્યક્તિ પર, એક ઇચ્છામાંથી બીજી ઇચ્છામાં, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં અને એક ભવમાંથી બીજા ભવમાં જીવ સર્યા કરે છે. એમ વારંવાર સર્યા કરે છે તેથી તેને સંસાર કહે છે. એમાં આત્મા, મન અને શરીરનું એકક્ષેત્રી એકીકરણ છે તેમાં કર્મના ઉદયની આધીનતા છે. જે ઔયિક ભાવ છે (જે ગુણ સર્વથા-આવરાયેલો હોય અને અંશે પણ ખુલ્લો ન હોય તેને ઔદ્યિકભાવ કહેવાય છે.) એવાં જીવો પરમાત્માથી પણ વિમુખ છે અને પોતાના સ્વરૂપથી પણ વિમુખ છે. તેમ જ આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી ગ્રસ્ત છે. અહીં આધિ એટલે અધ્યાત્મિક (માનસિક) દુ:ખ, વ્યાધિ એટલે કાયિક દુઃખ (રોગ) અને ઉપાધિ એટલે બાહ્ય પ્રતિકૂળ સંયોગ છે. એઓ દૃષ્ટિને દશ્યમાં સમાવે છે અને જ્ઞેયને જાણીને શેયને ચોંટે છે. એમને નથી કોઈ સાધ્ય કે નથી કોઈ ધ્યેય એટલે સાધનાનો પ્રશ્ન છે જ નહિ. તેઓ અસાધક છે. એઓમાં ગતિ છે પણ પ્રગતિ નથી. ઘાણીના બેલની જેમ સંસારમાં ચકરાવા લીધા કરે છે. સંસારમાં ભ્રમણ ચાલુ ને ચાલુ જ રહે છે. પરિઘ ઉપર ઘૂમ્યા કરે છે પણ ધરી તરફ કેન્દ્ર તરફ તેમનું ગમન હોતું નથી. આવા પુદ્ગલાભિનંદી ભૌતિકવાદી જીવ જ્યારે સુખ દુઃખના ચકરાવાથી થાકે છે, સુખ મેળવવા જતાં દુઃખી થાય છે ત્યારે આંતરખોજ કરે છે અથવા તો કોઈ સંતના સમાગમમાં આવે છે ત્યારે કે પછી અધ્યાત્મગ્રંથના વાચનથી પોતાની ઝાંઝવાના જળ મૃગજળ પાછળની પરિણામવિહીન દોટને પિછાને છે ત્યારે અંતરમુખી થાય છે. આંતરનિરીક્ષણ કરે છે, અને આંતરદોષોને Page #39 -------------------------------------------------------------------------- ________________ હo સૈકાલિક આત્મવિજ્ઞાન જોતો થાય છે. પોતાના સ્વરૂપનું ત્યારે એને ભાન થાય છે. અને બહિરાત્મપણામાંથી અંતરાત્મપણા તરફ વળે છે. આ બહિરાત્મપણામાંથી અંતરાત્મપણામાં રૂપાંતર કરવું તે સત્યાગ્રહ છે. એ દુર્જનમાંથી જન બને છે, અને જનમાંથી સર્જન બને છે. આગળ વધે છે. સાધુ થાય છે. સંતમુનિ-મહાત્મા-ધર્માત્મા બને છે. એથીય આગળ વિકાસ સાધતો નિગ્રંથ જીતેન્દ્રિય, અણગાર થઈ અંતે પોતાના પરમ આત્મસ્વરૂપનું પ્રાગટીકરણ કરી પરમાત્મા બની કૃતકૃત્ય થાય છે. જેમ પુદ્ગલના સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ છે તેમ પુદ્ગલના સચિત એટલે કે જીવયુક્ત પુદ્ગલ અને અચિત એટલે કે જીવ રહિત પુદ્ગલ એવા બે ભેદ છે. એ જ પ્રમાણે જીવના સંસારી અને સિદ્ધ એવા બે ભેદ છે. સંસારી જીવો છે તે પુદ્ગલ સહિતના દેહધારી જીવો છે જ્યારે સિદ્ધના જીવો પુદ્ગલ રહિત, પુદ્ગલમુક્ત એવા શુદ્ધ આત્મસ્વરૂપી, સિદ્ધ સ્વરૂપી અરૂપી જીવો છે. જેઓ સહજાનંદી અને યોગાતીત છે, તેઓ દેહાતીત એવાં અદેહી, અશરીરી, અક્રિય, પોતાના પરમ સ્થિરત્વને પ્રાપ્ત કરી ચૂકેલ પરમાત્મા છે. એવા આ પરમાત્મા પોતાના અદેહીપણાને પ્રાપ્ત કરવા અગાઉ દેહધારી હોય છે અને ભૂમિતલ ઉપર, ભવ્યજીવો પર યોગાનુયોગ ઉપકાર કરતાં વિચરતાં હોય છે. એવા પરમાત્મા જેઓ તીર્થની સ્થાપના કરનારા છે તે તીર્થંકર પરમાત્મા અથવા અરિહંત પરમાત્મા તરીકે ઓળખાય છે. અને જેઓ તીર્થની સ્થાપના નથી કરતાં એઓ સામાન્ય કેવલિ ભગવંત તરીકે ઓળખાય છે. ઉભય દેહધારી હોય છે તેઓ વીતરાગ, સર્વજ્ઞ અને નિર્વિકલ્પક હોય છે. દેહ હોવાના કારણે અને યોગવ્યાપાર હોવાથી તેઓ સંયોગી કેવલિ કહેવાય છે અને યોગ સક્રિય હોય છે. જૈન દર્શનના સાધના સોપાન જે ગુણસ્થાનક કહેવાય છે, તેની દષ્ટિએ તેઓ તેરમા ગુણસ્થાનકે હોય છે. પરંતુ દેહ હોવા છતાં તેઓ દેહાતીત હોય છે અર્થાત વિદેહી હોય છે. એટલે કે દેહભાવનો સદંતર અભાવ હોય છે એ વિદેહી કેવલિ ભગવંતો જ્યારે આયુષ્ય કાળ પૂર્ણ થવા આવે છે ત્યારે સિદ્ધાત્મા બનતાં પહેલાં પોતાના આત્માની પર સ્થિરતા, પરમ અક્રિયતાને પ્રાપ્ત કરવા પૂર્વે સઘળાંય યોગવ્યાપારનો વિરોધ કરવાની શૈલેશીકરણની જે પ્રક્રિયા અલ્પકાલીન કરે છે તેને ચૌદમું ગુણસ્થાનક અર્થાત્ અયોગી કેવલિ Page #40 -------------------------------------------------------------------------- ________________ બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા ૩૧ ગુણસ્થાનક કહે છે. ત્યાં અયોગી કહેતાં યોગ અભાવ નથી હોતો પરંતુ યોગવ્યાપાર એટલે કે યોગક્રિયા અભાવ હોય છે. સદંતર અક્રિય યોગી હોય છે. એના અંતે દેહત્યાગ કરી તેઓ વિદેહી અવસ્થામાંથી અદેહી અવસ્થામાં ચાલી કૃતકૃત્ય થઈ સિદ્ધ પરમાત્મા બની જાય છે. આવી આ પરમાત્મા-સિદ્ધાત્મા થવાની સાધના જે જીવો અંતરમુખી થઈને કરે છે તે સહુ અંતરાત્મા છે. આ અંતરમુખી બનેલ સાધક આત્મ સાધનાના-ગુણસ્થાનકના ક્રમમાં ચોથા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકની અંદર હોય છે. પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાકની દશા : બહિર્મુખી જીવ, અંતરમુખી જીવ બનતા પૂર્વે પોતાના તામસભાવ અર્થાત્ દુષ્ટભાવ ત્યજી રાજસભાવમાં આવે છે. જ્યાં દુર્જનતા નથી હોતી પણ વિલાસીતા અને ભોગવૃત્તિ હોય છે. તામસભાવમાં દુર્જનતા હોય છે. લૂંટી ખાવાની વૃત્તિ હોય છે. એમાં “મારું” એ તો “મારું જ ના ભાવની સાથે “તારું એ પણ “મારું નો ભાવ હોય છે. જ્યારે રાજસભાવમાં “તારું ભલે “તારું રહ્યું-તારું' મારે ન જોઈએ પણ “મારું એ “મારું” છે. હું એનો હકદાર છું અને એનો ભોગવટો હું કરીશ. આવા આ તામસ અને રાજસભાવ દુર્ભાવ છે. એમાંથી બહાર નીકળી આત્મા બીજાનો પણ વિચાર કરતો થાય છે. અન્યના દુ:ખનો પણ ખ્યાલ કરે છે અને ત્યારે પોતાના હકનો પણ બીજાના દુઃખ દૂર કરવા અને બીજાને સુખી કરવા ત્યાગ કરે છે, જે જીવનો સાત્ત્વિક ભાવ છે. એ ભાવમાં “તારું' તો “તારું જ છે પણ “મારું જે છે એનો ખપ હોય તો જા લઈ જા એ “તારું જ છે, એવી ત્યાગવૃત્તિ હોય છે. આવો આ સાત્ત્વિક ભાવ તામસ અને રાજસને દબાવે છે અને છેવટે એનો નાશ કરે છે. છતાં એ પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક જ હોય છે. ત્યાં કષાયોની મંદતા હોય છે. જેને લઈને તેને મંદ મિથ્યાત્વ કહે છે. અહીં દોષ પ્રતિ દોષ દૃષ્ટિ હોય છે અને ગુણનો ખપ હોય છે. દયા, દાન, સેવા, પરોપકાર, ત્યાગ, અહિંસા, ક્ષમા, સંતોષ, સહિષ્ણુતાના ગુણો હોય છે. ત્યાં તેજો, પદ્મ અને શુકલ રૂ૫ શુભ લેશ્યા હોય છે. લેશ્યા એટલે આત્માના અધ્યવસાયના સારા નરસા રંગ. જેમ પુદ્ગલના સારા નરસા રંગ હોય છે એમ અધ્યવસાયના-ભાવના પણ રંગ હોય છે જે આજનું વિજ્ઞાન પણ માન્ય રાખે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩ર. સૈકાલિક આત્મવિજ્ઞાન સાત્વિકભાવ અધ્યાત્મનું સંધિસ્થાન છે છતાં ય ત્યાં આત્માના સ્વરૂપનું અજ્ઞાન હોય છે. સ્વરૂપ અભાનદશા હોય છે. પરંતુ શુભ-સાત્વિક ભાવ હોય છે. જેના સથવારે સત્સંગથી સદ્વાચનથી કે ચિંતન-મનન મંથનની ઉઘાડ થાય છે અને “જગત મિથ્થા બ્રહ્મ સત્યનું અર્થાત્ સંસારની અસારતાનું ભાન થાય છે. નિત્યાનિત્ય, ભેદભેદ, વૈતાદ્વૈતનો વિચાર આવે છે. આત્માની અવિનાશીતા અને દેહની ક્ષણભંગુરતાનું ભાન થાય છે. ચોથું અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક - દેહાત્મબુદ્ધિમાંથી દેહ અને આત્માની ભિન્નતાને સમજતો થાય છે. અવિનાશીનું લક્ષ્ય થાય છે. મોક્ષસુખની, પૂર્ણસુખની, શાશ્વત સુખની ખેવના થાય છે. નશ્વર-ક્ષણિક-આભાસી એવાં ભૌતિક સુખ પ્રતિવૈરાગ્ય જાગે છે. સાથે સાથે અવિનાશી એવી પરમાત્મ વ્યક્તિ તથા પરમાર્થ વ્યક્તિના ચાહક અને વાહક એવાં સંત-સાધુ-સંન્યાસી-મુનિ-મહાત્મા-ગુરુદેવો પ્રત્યે ભક્તિભાવ જાગે છે. વળી પરમાત્મ વ્યક્તિ એવાં અરિહંત પરમાત્મા તીર્થંકર પરમાત્મા કથિત મોક્ષમાર્ગ-અધ્યાત્મમાર્ગ કે જે ધર્મ છે તેના પ્રતિ પ્રીતિ થાય છે, આમ દેવગુરુ-ધર્મ પ્રતિ પ્રીતિ અને ભક્તિ જાગે છે. આ સાધનાનું ચોથું સોપાન એટલે કે ચોથું ગુણસ્થાનક છે. જે દૃષ્ટિ પરિવર્તન છે. સાધનાના આ ગુણસ્થાનકે અભિપ્રાય, મંતવ્ય બદલાય છે. દષ્ટિ ફરે છે. ખોટી મિથ્યા દૃષ્ટિનું સાચી સમ્યગ દૃષ્ટિમાં પરિવર્તન થાય છે. દેહાત્મબુદ્ધિ ટળે છે. ભેદદષ્ટિ ખૂલે છે. છતાં ત્યાગ હોતો નથી. તેથી તેને સમ્યગૃષ્ટિ અવિરતિ કહે છે. આ તબક્કે અનંતાનુબંધી કષાયમાં સુધારો થાય છે. અહીં ધર્મ પ્રવેશ છે; પણ ધર્મક્રિયા નથી. માંગમાં વિવેક છે પણ મર્યાદા નથી. ભોગમાં વિવેક છે પણ મર્યાદા નથી. પાંચમું દેશવિરતિ સભ્યદૃષ્ટિ ગુણસ્થાનક : અવિરતિ સભ્યદૃષ્ટિ સાધકમાં ત્યાગવૃત્તિની સાથે ત્યાગપ્રવૃત્તિની શરૂઆત થાય છે. ગૃહસ્થાવાસમાં રહેવા છતાં આંશિક પણ ત્યાગ-પચ્ચખાણ ચાલુ થાય છે. સત્સંગનું પ્રમાણ વધે છે અને ત્યારે તે સમ્યગ્દષ્ટિ દેશવિરતિ કહેવાય છે. જે પાંચમું ગુણસ્થાનક છે જે દૃષ્ટિ પરિવર્તન થયું હોય છે તેની જાળવણી રક્ષા અને વૃદ્ધિ તથા શુદ્ધિ વિરતિથી એટલે કે ત્યાગ પચ્ચખાણાદિના કારણે જ થાય છે. અહીં આરંભ પરિગ્રહ અને ભોગનો આંશિક ત્યાગ હોય છે. છતાં ય આ દેશવિરતિમાં પણ ગૃહસ્થાવાસના કારણે Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૩ બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા પતનનાં બાહ્ય નિમિત્તોનો સર્વથા ત્યાગ હોતો નથી, અને અસદ્ આરંભ સમારંભની અર્થ-કામની પ્રવૃત્તિ ચાલુ હોય છે. એટલું છે કે અહીં માંગ અને ભોગમાં મર્યાદા હોય છે. છઠ્ઠું સર્વવિરતિ ગુણસ્થાનક દેશવિરતિના અનુભવે વિકાસના આગળના તબક્કામાં આરંભ પરિગ્રહ અને ભોગના સર્વથા ત્યાગે એટલે કે ગૃહસ્થાવસ્થાના ત્યાગથી અને સંન્યાસાવસ્થાના સ્વીકારથી સર્વવિરતિ એવા છઠ્ઠા ગુણસ્થાનકે પદાર્પણ થાય છે. આ સાધુ અવસ્થા મુનિ અવસ્થા છે. અહીં પ્રાપ્તનો ત્યાગ છે અને અપ્રાપ્તની ઇચ્છાનો પણ ત્યાગ છે. દેહાવશ્યક વસ્તુની પણ માલિકી ભાવનાનો ત્યાગ છે. દેશિવરિત એવાં પાંચમા ગુણસ્થાનક સાધકને પરવશતા અને પરાધીનતા ઊભી હોય છે જ્યારે છઠ્ઠા ગુણસ્થાનકે રહેલ સર્વવિરતિધર સાધક સાધુ ભગવંતો સ્વાધીન અને સ્વાવલંબી હોય છે. પતનના બહારનાં નિમિત્તોનો અભાવ હોય છે અને સમતિની પૂર્ણ જાળવણી, રક્ષા, વૃદ્ધિ અને શુદ્ધિને અનુકૂળ પરિસ્થિતિ હોય છે. સાધકને આ કક્ષાએ પહોંચ્યા બાદ કાંઈ જોઈતું નથી સિવાય કે આત્માનુભૂતિ, આત્મસાક્ષાત્કાર, શાશ્વત નિત્ય અવિનાશી મોક્ષસુખ. ‘આત્મવશમ્ સુખમ સર્વમ્ પરવશમ્ દુઃખમ્ સર્વમ્' એ સાધના સૂત્રની અહીં પૂર્ણ પ્રાપ્તિ થાય છે. આ સાધના પરમ નિર્દોષ અને બળવાન છે. છતાંય આ સાધકનું સાધ્ય સૂત્ર તો.... યો બૈ મૂમા તત્ સુખમ્' છે. એટલે કે ખરેખર તો જે જ્ઞાનની પૂર્ણતા છે તે જ સુખ છે. જ્ઞાનની પૂર્ણતા એટલે વીતરાગ જ્ઞાન, નિર્વિકલ્પકજ્ઞાન અને સર્વજ્ઞ જ્ઞાન. આ સ્થિતિમાં સર્વથા દુઃખ મુક્તિ છે અને અનંત સુખની પ્રાપ્તિ હોય છે જે સ્થિતિને જીવ માત્ર અનાદિકાળથી પોતાની અજ્ઞાન અવસ્થામાં પણ જાણે અજાણે ય ઇચ્છી રહ્યો છે. સાતમું અપ્રમત્ત ગુણસ્થાનક ઃ આ સાધ્ય સૂત્રના લક્ષ્ય પૂર્ણતા પ્રતિની જાગૃતિમાં વૃદ્ધિ થાય છે, અને સાધક અપ્રમત્ત બને છે. સૈનિક જેમ યુદ્ધના મોરચે હરપળ સાવધ, જાગૃત અને ચકોર રહે છે, એમ અહીં આ કક્ષાએ સાધનામાં અત્યંત સાવધાન રહે છે. જે આપણને ગૌતમસ્વામીના જીવનવૃત્તાંતમાં જોવા મળે છે. પળે પળે ગૌતમસ્વામીને કેવલજ્ઞાન પ્રાપ્તિની ઝંખના હોય છે. આ ગુણસ્થાનકને સાતમું S-3 Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સૈકાલિક આત્મવિજ્ઞાન સર્વવિરતિ અપ્રમત્ત ગુણ સ્થાનક કહે છે. જ્યાં સાધકને આત્મ સાક્ષાત્કાર, આત્મસુખ, બ્રહ્મસુખ, પૂર્ણતાના સુખની ક્ષણિક પણ ઝાંખી થાય છે. ઝલક પ્રાપ્ત થાય છે. છઠ્ઠાથી સાતમે અને સાતમાથી છઠ્ઠા ગુણસ્થાનકે આવનજાવન ચાલુ રહે છે. એમ કરતાં સાતમા ગુણસ્થાનક અધ્યવસાયનો કાળ અને રસ વધતાં સાધનાનો છેલ્લો તબક્કો જેને ક્ષપકશ્રેણિ કહેવાય છે તેની શરૂઆત થાય છે. આઠ, નવ, દસ ગુણસ્થાનક : અહીં જે છેવટનો સંજવલન કષાય (કષાયની રસમંદતા) રહ્યો હોય છે તેનો તથા સર્વ ઘાતી કર્મો કે જે આત્માના જ્ઞાન સ્વરૂપ કેવલજ્ઞાનનો ઘાત-નાશ કરનારાં કર્મો ના ક્ષય ની શરૂઆત થાય છે. અને આઠમા, નવમા, દશમા ગુણસ્થાનકે આરૂઢ થાય છે. બારમું ગુણસ્થાનક : જ્યાં દશમા ગુણસ્થાનકની અંતે વીતરાગતાની પ્રાપ્તિએ મોહનીયકર્મનો સર્વથા નાશ કરે છે. અને બારમા ગુણસ્થાનકે પ્રવેશ થાય છે. અહીં મતિજ્ઞાન સંપૂર્ણ અવિકારી બને છે. આ કક્ષાએ મોહમુક્તિ છે. તેરમું ગુણસ્થાનક - પરંતુ જ્ઞાન ઉપરનું આવરણ હજુ દૂર થયું નથી. વીતરાગતા તે આવરણરૂપી દર્શનાવરણીયકર્મ, જ્ઞાનાવરણીયકર્મ અને અંતરાયકર્મ એમ ત્રણ ઘાતી કર્મોનો નાશ કરીને, હઠાવે છે પછી જે અવસ્થા પ્રાપ્ત થાય છે તેને સંયોગી કેવલિ અવસ્થા કહેવાય છે અને તે તેરમું ગુણસ્થાનક છે. અહીં આ કક્ષાએ જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે સર્વ આવરણથી રહિત, રાગદ્વેષથી રહિત, સર્વ વિકલ્પથી રહિત એવું સર્વ ક્ષેત્રના, સર્વકાળના, સર્વ દ્રવ્યના, સર્વ ગુણ અને પર્યાનું જ્ઞાન હોય છે તેથી તે જ્ઞાન, વીતરાગ જ્ઞાન, નિર્વિકલ્પ જ્ઞાન અને સર્વજ્ઞ જ્ઞાન કહેવાય છે. જેને ટૂંકમાં કેવલજ્ઞાન કહે છે. સાધનાની આ ચરમ સીમાએ જીવનો ઉપયોગ અવિકારી અને અવિનાશી બને છે. ઉપયોગ એટલે જીવનું જ્ઞાન અને દર્શન અથવા જોવા ને જાણવાની શક્તિ, જ્ઞાન ક્રમિક હતું તે અક્રમિક થાય છે, અને ઉપયોગવંત દશાની પ્રાપ્તિ થાય છે. આ અવસ્થા સયોગી-સદેહી પરમાત્મ અવસ્થા છે. સાધકની સાધનાની અહીં સમાપ્તિ થાય છે. શુદ્ધભાવ-સ્વભાવદશાની પ્રાપ્તિ થાય છે. આ દિશામાં Page #44 -------------------------------------------------------------------------- ________________ બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા ૩૫ એ પરમાત્માવસ્થામાં જ્યાં સુધી આયુષ્યકાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી યોગાનુયોગ ઉપકાર કરતાં ભૂમિતલ ઉપર વિચરે છે. ચૌદમું ગુણસ્થાનક ઃ અંતે આયુષ્યકાળની પૂર્ણાહૂતિ પૂર્વે અર્થાત્ નિર્વાણ સમયે સર્વ યોગ વ્યાપાર-યોગક્રિયાનું સ્થિરીકરણ કરે છે. જેને શૈલેશીકરણ કહે છે એ ચૌદમું ગુણસ્થાનક છે. જે અત્યંત અલ્પકાલીન છે. પરાકાષ્ઠાની આ અંતિમ અલ્પકાલીન પ્રક્રિયા દ્વારા દેહના બંધનમાંથી પણ આત્મપ્રદેશને એટલે કે આત્માને મુક્ત કરે છે અને નિરંજન, નિરાકાર સિદ્ધપરમાત્મા બની રૂપાતીત થાય છે. આને પ્રદેશમુક્તિ કહેવાય. આમ અઘાતીકર્મનો ક્ષય એટલે પ્રદેશમુક્તિ અને ઘાતીકર્મનો ક્ષય એટલે ઉપયોગ મુક્તિ. આ પ્રમાણે બે ભેદે મુક્તિ ઘટાવી શકાય કેમકે કર્મના ક્ષયનો ક્રમ જ એ પ્રમાણે છે. સાધનાની આ સોપાન શ્રેણીમાં પહેલા ગુણસ્થાનકે રહેલ સાત્ત્વિક ભાવવાળા જીવો સજ્જન છે અને ચોથાથી બારમા ગુણસ્થાનકે રહેલ જીવો અંતરાત્મા છે જ્યારે તેરમા તથા ચૌદમા ગુણસ્થાનકે જીવો સયોગી (સાકાર) પરમાત્મા છે અને સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરી ચૂકેલ સિદ્ધ પરમાત્મા યોગાતીત રૂપાતીત (નિરાકાર) પરમાત્મા છે. અંતરાત્માને આપણે આપણા જીવન વ્યવહારમાં તેમની જુદી જુદી કક્ષા પ્રમાણે જુદાં જુદાં નામે ઓળખી છીએ. એમની એ આંતરદશા ભાવાવસ્થા છે જેની ઓળખ આ સાથેની વ્યાખ્યાથી થાય છે. સંત ઃ (૧) શાંત જીવન જીવે છે તે સંત છે. (૨) સર્વ સાદિ-સાન્ત (વિનાશી) ભાવોનો અંત ભાવવામાં જે રત છે તે સંત છે. (૩) સંસારનો અંત આણવા સિવાયની વૃત્તિ કે પ્રવૃત્તિ જેને નથી તે સંત છે. (૪) જે કોઈને ડરાવતો નથી તેમ સ્વયં ડરતો ય નથી અને ડગતો ય નથી તે સંત છે. (૫) સ્વયં જે આનંદને વેદે છે અને એની પાસે આવનારને ય સત્ (અવિનાશી) સુખ જ બતાડે છે, ચખાડે છે ને મેળવવામાં સહાય કરે છે તે સંત છે. (૬) જે સ્વયં અસત્ (મિથ્યા-વિનાશી) પ્રુફ છે અને અન્યને અસત્ની Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩e સૈકાલિક આત્મવિજ્ઞાન અસરથી મુક્ત થવામાં સહાયક છે, તથા સ્વયં સત્ બનવા ઉદ્યમી છે તે સંત છે. સાધુ - (૧) સહન કરે તે સાધુ છે. (૨) સાધના કરે તે સાધુ છે. (૩) સાધનામાં સહાયક થાય તે સાધુ છે. (૪) નિર્દોષ સાદું જીવન જીવે તે સાધુ છે. (૫) સદાચારી છે તે સાધુ છે. (૬) યમ નિયમ યુક્ત સંયમી જીવન જીવે છે તે સાધુ છે. (૭) જે સાધ્ય અને સાધનથી મુક્ત થઈ સાધના કરે છે અને સાધનામાં સાધ્યની પ્રાપ્તિ માટે સાવધાન છે તે સાધુ છે. (૮) મોહ સાથે ઝઘડે છે અને મોક્ષ માટે ઝૂરે છે તે સાધુ છે. (૯) જે સ્વાવલંબી અને સ્વાધીન છે તે સાધુ છે. (૧૦) આધિ (મન સુધી દુઃખની અસર-માનસિક કલેશ) વ્યાધિ (શારીરિક રોગ) અને ઉપાધિ (બાહ્ય પ્રતિકૂળ સંયોગ) ની જેને અસર ન થાય તે સાધુ છે. (૧૧) ઉપાધિ કે વ્યાધિ જેને આધિ રૂપે ન પરિણમે અને જે સદા સમ + આધિ એટલે કે સમાધિમાં રહે છે તે સાધુ છે. (૧૨) મરણનો જેને ભય નથી, ઉચ્ચ-નીચનો જેને ભેદ નથી, નામ કર્મની પુણ્યપ્રકૃતિ, યશ-કીર્તિ આદિમાં જે મૂંઝાતો નથી, શાતાને જે શોધતો નથી અને અશાતાથી જે ડરતો નથી, એવો ચારે અધાતીકર્મ, આયુષ્યકર્મ, ગોત્રકર્મ, નામકર્મ અને વેદનીય કર્મની પુણ્યપ્રકૃતિની લાલસાનો જે ત્યાગી છે તે સાધુ છે. (૧૩) જેણે રસગારવ, રિદ્ધિગારવ અને શાતાગારવ ઉપર વિજય મેળવ્યો છે તે સાધુ છે. સંન્યાસી - જેણે પોતાના માટે કાંઈ જ ન રાખતાં પોતાનું બધું જ દુનિયાને દઈ દીધું છે તે સંન્યાસી છે. (૧) મન વચન-કાયાના ત્રણે યોગને અક્રિય બનાવવાની ધૂનમાં જે Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૭ બહિરાભા-અંતરાત્મા-પરમાત્મા મગ્ન છે તે મુનિ છે. જે માટે થઈને તે પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરે છે. (૨) મુનિ એટલે મૌન અક્રિયતાનો સાધક. (૩) પાપ-વૃત્તિ અને પાપ-પ્રવૃત્તિમાં જે મૌન છે તે મુનિ છે. (૪) મનમાં અસદ્ખોટી ઇચ્છા નથી તે મુનિ છે. જીતેન્દ્રિય : (૧) શરીરમાં રહેલ ઇન્દ્રિયોનું ભાન હોય એટલે શરીરનું ભાન હોય પણ ઈન્દ્રિયના સુખ-દુઃખનું લેશ માત્ર ભાન ન રહે તો ઈન્દ્રિયો અને દેહનું ભાન ભુલાય. જીતેન્દ્રિયતા આવે એટલે દેહાતીતતા આવી કહેવાય. માત્ર રસાસ્વાદ નહિ પરંતુ પાંચે ઈન્દ્રિયોના વિષય સુખના સ્વાદને જીતવું તે જીતેન્દ્રિયતા છે. (૨) ઇન્દ્રિયો જીતી લીધી છે એવો કે જેનું ઇન્દ્રિય કહ્યું કરે છે અને જે ઇન્દ્રિયોનું કહ્યું કરતો નથી તે ઈન્દ્રિય વિજેતા જીતેન્દ્રિય છે. (૩) ઇન્દ્રિયોને જે બહિરમુખીમાંથી અંતરમુખી બનાવે છે તે જીતેન્દ્રિય છે. નિગ્રંથ : (૧) આપણો જ્ઞાનાદિ ઉપયોગ પ્રતિ સમયે પાંચ ઇન્દ્રિયો અને એનાં સુખસાધનોમાં કે દુઃખમાં વર્તી રહ્યો છે તે જ જીવની રાગ દ્વેષ રૂપી ગ્રંથિ (ગાંઠ) છે. એ ગાંઠથી જીવ ઇન્દ્રિયો સાથે બંધાયેલ છે. આ ગ્રંથિ તડવી એટલે નિગ્રંથ થવું. (૨) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું બંધન નથી અર્થાત્ ગ્રંથિ નથી તે નિગ્રંથ છે. (૩) દ્રવ્યાતીત, ક્ષેત્રાતીત, કાળાતીત થવાના લક્ષ્ય જે સમભાવે જીવન જીવે છે તે નિગ્રંથ છે. (૪) ગ્રંથિભેદ કરી સમ્યકત્વ પ્રાપ્ત કરી લીધું છે અને જેને કોઈ ગ્રંથિ રહી નથી તે નિગ્રંથ છે. અણગાર : (૧) વ્યવહારથી અણગાર તે છે જેના દેહને આવશ્યક જીવવા માટે રહેવા અંગેનું માલિકીનું કોઈ મકાન (આગાર) કે સ્થાન નથી. ઝાડને એટલે કે ઝાડની છાયાને ય રહેવા માટેનું સ્થાન માનતા નથી તે અણગાર છે. (૨) આગળ વધતાં નિશ્ચયથી અણગાર તે છે કે જે સ્વયં પોતાના દેહને પણ આત્મા માટે રહેવાનું ઘર માનતા નથી. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સૈકાલિક આત્મવિશાન દિગમ્બરત્વ : ઉપયોગ (જ્ઞાન-દર્શન)માં રાગ-મોહના જે ભાવો છે તે ઉપયોગ ઉપરનાં વસ્ત્રો છે. જ્યારે આત્મપ્રદેશોએ દેહરૂપી વસ્ત્ર પહેરેલ છે. માટે દિગમ્બરપણાથી દેહ ઉપરનાં વસ્ત્રો કે તે ઉપરનું મમત્વ તો છોડવાનું છે, પણ આત્મપ્રદેશો ઉપરના દેહરૂપી વસ્ત્રોય છોડવાનાં છે, અને દેહરહિતતા (અદેહી અવસ્થા) પ્રાપ્ત કરવાની છે. એ શક્ય ત્યારે જ બને કે જ્યારે જ્ઞાનાદિ ઉપયોગ ઉપરના રાગ અને મોહ રૂપ વસ્ત્ર છૂટે. એ વસ્ત્રો વીતરાગતાથી અને નિર્વિકલ્પકતાથી છૂટે છે. શબ્દ બ્યુત્પત્તિથી વિચારીએ તો દિક એટલે દિશા અને અમ્બર એટલે વસ્ત્ર, દિશા જેનું અંબર (વસ્ત્રો) છે તે દિગમ્બર. આ રીતે નિશ્ચયથી દિગમ્બર સિદ્ધ ભગવંતો-સિદ્ધપરમાત્મા છે. સર્વવિરતિ : સર્વ વિરતિ એટલે જોઈએ જ નહિ, મળેલું ય નહિ અને ન મળેલું ય નહિ. મળેલાં (પ્રાપ્ત-ગ્રહિત)નો સર્વથા ત્યાગ અને ન મળેલાનો અર્થાત્ અગ્રહિત (અપ્રાપ્ત)ની લેશ માત્ર ઈચ્છા નહિ. સર્વવિરતિ એટલે સર્વથા વિરક્ત ભાવ. જ્યારે દેશવિરતિ (આંશિક વિરકતભાવ)ને જોઈતું હોય છે, પણ જે જોઈએ છે એ અમર્યાદિત નહિ પણ મર્યાદિત. મહાત્મા : (૧) મહાત્મા તેમના યોગ અને આત્માથી મહાન છે તેથી મહાત્મા કહેવાય છે. યોગથી અન્ય જીવો ઉપર ખૂબ ખૂબ ઉપકાર કર્યા હોય છે અને પોતાના જ તે મન-વચન કાયાના યોગથી પરમાત્માની ખૂબ ખૂબ ભક્તિ-સાધના કર્યા હોય છે. (૨) જે આત્મા ઉદયકાળે સમતા રાખે છે અને સ્વરૂપ ભાવમાં રહે છે, તેને બધા મહાત્મા કહે છે. (૩) જે અનંત ભૂતકાળ અને અનંતા ભવિષ્યકાળ એટલે કે દીર્ધકાળ ઉપર વિજય મેળવે છે તે મહાત્મા છે. એનું કારણ એ છે કે કાળ એ મહાના તત્ત્વ છે. એની ઉપર વિજય મેળવે તે મહાન ક્ષેત્ર વિજેતા રાજા છે. જ્યારે કાળ વિજેતા મહારાજા છે, તે મહાત્મા છે. આવા આ અણગાર, નિગ્રંથ, જીતેન્દ્રિય, સર્વ વિરતિધર સાધુ, સંત, Page #48 -------------------------------------------------------------------------- ________________ બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા - ૩૯ સંન્યાસી, મુનિ, મહાત્માઓ પરમાત્મા બનવાની ઇચ્છાવાળા છે. પરમાત્મા થવાની સાધના કરનારા સાધકો છે. પરમાત્મા કથિત અને પરમાત્મા પ્રણિત તત્ત્વોનું વહન કરનારા પરમાત્માના ચાહક છે. આમ તેઓ પરમાત્મતત્ત્વના ચાહક અને વાહક એવા પરમાત્માની ગેરહાજરીમાં પરમાત્માના પ્રતિનિધિ છે. દેવના દૂત છે. દેવના પ્રતિનિધિ છે. તેથી તેઓ ગુરુ છે. આવા આ ગુરુ કેવા હોય એનીય ઓળખ કેટલીક વ્યાખ્યાઓથી સ્પષ્ટ થાય છે તે હવે જોઈએ. ગુરુ : - (૧) સિદ્ધ પરમાત્માના સ્વરૂપને કહેનારાં બે વિશેષણો ગુણાતીત અને રૂપાતીત છે એના પ્રથમાક્ષર “ગુ” અને “૬ વડે ગુરુ શબ્દ બન્યો છે. એ પરમાત્માના ચાહક અને વાહકનું નામકરણ છે. આમ ગુરુ શબ્દના સંદર્ભમાં જે ગુણાતીત અને રૂપાતીત થવાની સ્વયં સાધના કરે છે અને અન્યને ગુણાતીત અને રૂપાતીત થવામાં સહાય કરે છે, નિમિત્ત બને છે તે ગુરુ છે. અહીં ગુણાતીત એટલે તામસ, રાજસ અને સાત્વિક ભાવથી પર અને રૂપાતીત એટલે અદેહી-અરૂપી. (૨) જે “ગુ એટલે કે અંધકારમાંથી “ એટલે પ્રકાશમાં લઈ જનાર છે તે ગુરુ છે. (૩) પરમાત્મા સાથે સંબંધ સ્થાપી, પરમાત્મા જેવું ઊંચું જીવન જીવનારા છે અને શરણે આવેલાંને ઊંચે લઈ જનાર છે તે ગુરુ છે. (૪) જે સંસારના તાપ-સંતાપ કઢાવી નાંખીને નિરૂપાધિક શાંતિ આપનારા છે તેને ગુરુ કહેવાય છે. (૫) બહિરાત્મા છું પણ હજુ અંતરાત્મા નથી એવું ભાન કરાવનારા સદ્ગુરુ ભગવંત છે. (૬) સની સમજણ અને સહુના દર્શનને પ્રાપ્ત કરીને સમતાપૂર્વક સ્વાધીન જીવન જીવતાં જીવતાં આશ્રયે આવનારને પણ નિઃસ્વાર્થભાવે, અસંગભાવે જે સતની સમજણ આપે છે એ સદ્ગુરુદેવ છે. (૭) જે પૂર્ણ છે, વીતરાગ છે, સર્વજ્ઞ છે, નિર્વિકલ્પ છે તે દેવ છે. એવાં દેવ અને ગુરુ ઉભય છે. તેઓ જગદ્ગુરુ, જગન્નાથ, જગતપિતા છે. એવાં વીતરાગ દેવગુરુ ભગવંતોને સમર્પિત થઈને રહે છે અને સતત્ત્વનું સ્વરૂપ સમજીને સતત્ત્વમાં રમણતા કરતા હોય છે, સત્તત્ત્વનું અનુભવન Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વૈકાલિક આત્મવિજ્ઞાન વેદન કરતાં હોય છે તથા જગતના લોકોને સત્તત્ત્વ આપતા હોય છે તેને સદ્ગુરુ કહેવાય છે. (૮) જે (બ્રહ્મશ્રોત્રિય) શ્રુતકેવલિ છે અને જે (બ્રહ્મનિષ્ઠ) આત્મનિષ્ઠ છે તે સદ્ગુરુ છે. (૯) જે સત્તત્ત્વને બતાડે છે અને સત્ વડે સાધના કરાવી આપે છે તે સદ્ગુરુ છે. (૧૦) જે જ્ઞાની ભગવંતોએ અહમ્ જીત્યો હોય, અહહિત હોય, અને નિરાભિમાન થયા હોય તેઓ ધર્મચલાવવાને, ધર્મ આપવાને અને ગુરુપદે સ્થાપવાને યોગ્ય છે. (૧૧) જે પોતાના અહમાં અને પોતાના વિકલ્પમાં રાચતા હોય તેઓ સાચો ધર્મ ચલાવવાને યોગ્ય ન કહેવાય. સાદિ સાન્તતત્ત્વના સિદ્ધાંતો દ્વૈત તત્ત્વના છે અને તેમાં આગ્રહ રાખનાર કયાંય ભૂલ કરતા જ હોય છે. અંતરાત્મા અને ગુરુની ઓળખ બાદ જે આપણું સાધ્ય છે, તે પરમાત્મા કેવાં હોય એની જાણ નીચેની વ્યાખ્યાઓથી કરીશું. પરમાત્મા : (૧) જેણે ધર્મ પૂર્ણ કરી લીધો છે અને હવે ધર્મ સાધના કરવાની રહેતી નથી તે સાધ્યથી અભેદ થયેલ છે એ પરમાત્મા છે. (૨) પરમાત્મા પૃથ્વી જેવા સ્થિર છે, જલ જેવા પ્રસન્ન છે. પવન (વાયુ) જેવા નિઃસંગ છે, અગ્નિ જેવા ભોગભાવને-કર્મને ભસ્મિભૂત કરનારા છે, અથવા તો જ્યોતિ જેવા પ્રકાશ સ્વરૂપ છે અને આકાશ જેવા સર્વ વ્યાપક છે. (૩) જેના જ્ઞાન અને વેદન અભેદ થઈ ગયાં છે તે પરમાત્મા છે. (૪) જે સર્વકાળે છે, સર્વત્ર છે, સર્વ સમર્થ છે અને સર્વના છે તે પરમાત્મા છે. (૫) જે પોતાના સ્વરૂપમાં તન્મય છે અથવા તો સ્વરૂપથી તરૂપ છે અને સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યાં છે તે પરમાત્મા છે. (૬) જે પોતાના સ્વરૂપને પૂરેપૂરું જાણે છે અને સંસારીઓના પણ બધાં જ સ્વરૂપને અને વિરૂપને પૂરેપૂરાં જાણે છે તે પરમાત્મા છે. (૭) જે જ્ઞાનસ્વરૂપ (ચેતનતત્ત્વ) છે, જે જ્ઞાનેશ્વર (કેવલજ્ઞાન સર્વશતાની શકિતરૂપે) છે અને જે જ્ઞાનાનંદ (આનંદવેદન ગુણથી) છે તે પરમાત્મા છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા ૪૧ (૮) જે સાદિ-અનંત ભાગે સ્થિર છે, અરૂપી છે, નિત્ય છે તે પરમાત્મા છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની ઓળખ કર્યા બાદ હવે એનો તુલનાત્મક અભ્યાસ કરીએ. (૧) બહિરાત્મા એટલે પહેલા ગુણસ્થાનકનો મિથ્યાદષ્ટિ અજ્ઞજન અંતરાત્મા એટલે ચોથાથી બારમા ગુણસ્થાનકનો મુમુક્ષુ સાધક એવો સમકિતિ વિવેકી આત્મા. - જ્યારે પરમાત્મા એટલે તેરમા અને ચૌદમા ગુણસ્થાનકે રહેલ સાકાર સયોગી અને અયોગી (યોગક્રયિા અભાવ) અરિહંત ભગવંતો, તીર્થકર ભગવંતો તથા સામાન્ય કેવલિ ભગવંતો, તેમજ સિદ્ધશીલા સ્થિત, સિદ્ધ સ્વરૂપી, શુદ્ધ સ્વરૂપી, આત્મા સ્વરૂપી, અશરીરી, અરૂપી એવાં નિરંજન, નિરાકાર સિદ્ધપરમાત્મા ! સિદ્ધ ભગવંત ! (૨) રાગ ભાવ એટલે બહિરાત્મા ! વિરાગ ભાવ એટલે અંતરાત્મા! અને વીતરાગતા એટલે પરમાત્મા ! (૩) અધર્મ આચરે છે તે બહિરાત્મા ! ધર્મ આચરે છે તે અંતરાત્મા! જ્યારે જેણે ધર્મ પૂર્ણ કરી લીધો છે અને હવે ધર્મ કરવાનો રહેતો નથી તે પરમાત્મા છે. (૪) કર્મના ઉદયને આધીન થાય છે તે બહિરાત્મા છે. કર્મના ઉદયનો આત્મબળ (પુરુષાર્થ)થી ક્ષયોપશમ (સુધારો) કરી કર્મને જે આધીન કરે છે તે અંતરાત્મા છે. જ્યારે કર્મ અને તેય ખાસ કરીને ધાતકર્મના ઉદયનો સર્વથા ખાતમો બોલાવે છે, ક્ષય (નાશ) કરે છે તે પરમાત્મા છે. (૫) બહિરાત્મા છે તે ઉપદેશ ઝીલનાર શ્રોતા છે. અંતરાત્મા છે તે પરમાત્માના પ્રતિનિધિ એવા પરમાત્માના ચાહક અને વાહક ઉપદેશ (દેશના) દેનારા ગુરુ ભગવંતો છે જે દેશતત્ત્વ છે. (અલ્પપણે) જ્યારે પરમાત્મા તો દેવ અને ગુરુ ઉભય એવાં સર્વ તત્ત્વ છે. અદ્વૈત તત્ત્વ છે. પૂર્ણ છે. જે બહિરાત્મા અને અંતરાત્માનું લક્ષ્ય (સાધ્ય) છે. (૬) જે મોહથી હણાયેલ છે તે રાગી બહિરાત્મા છે. જે મોહને હણી રહ્યો છે તે વૈરાગી અંતરાત્મા છે. જેણે મોહને સર્વથા હણી નાંખ્યો છે તે વિતરાગી પરમાત્મા છે. (૭) બહિરાત્મા અસાધક છે. અંતરાત્મા સાધક છે અને પરમાત્મા સિદ્ધ છે. (૮) પરમાત્મા પોતાના સ્વરૂપને પૂરેપૂરું જાણે છે અને સંસારીઓના ય બધાં સ્વરૂપ અને વિરૂપને પૂરેપૂરાં જાણે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ વૈકાલિક આત્મવિજ્ઞાન જ્યારે સંસારી અજ્ઞાની જીવો પરમાત્માના સ્વરૂપને ય પૂરેપૂરું જાણતાં નથી અને પોતાના ય સ્વરૂપ કે વિરૂપને જાણતા નથી. ૪૨ એ તો માતા અને એના સંતાન જેવું છે. માતા પોતાનું જીવન જીવી જાણે છે અને પોતાના સંતાનને ય જિવાડી જાણે છે. જ્યારે બાળક (સંતાન) ન તો પોતાનું જીવન જીવવા સ્વયં શક્તિમાન છે કે ન તો માતાને જિવાડવાનું જ્ઞાન કે શક્તિ તેનામાં છે. ન (૯) પરમાત્માથી વિમુખ છે અને પોતાના સ્વરૂપથી ય જે વિમુખ છે તે બહિરાત્મા છે. જે બહિરાત્માથી વિમુખ છે અને પરમાત્મા તથા પોતાની સિદ્ધિની જે સન્મુખ છે તે અંતરાત્મા છે. જે પોતાના સ્વરૂપમાં તન્મય છે અને સિદ્ધિને પ્રાપ્ત કરી ચૂક્યા છે તે સિદ્ધાત્મા પરમાત્મા છે. (૧૦) બહિરાત્મા-અંતરાત્મા એવાં આપણે વર્તમાનકાળમાં રસોદયથી રસ વેદીએ છીએ અને જ્ઞાનથી જાણીએ છીએ. પછી રસવેદન ચાલી જાય છે અને જ્ઞાતૃત્વ (સ્મૃતિ) ઊભું રહે છે. જ્યારે પરમાત્માને સ્વક્ષેત્રના જ્ઞાન અને વેદન અભેદ બની જાય છે. (૧૧) સિદ્ધ પરમાત્મા દેહાતીત એટલે કે દેહરહિત અશરીરી પરમાત્મા છે. અરિહન્ત પરમાત્મા વિદેહી છે. નવો દેહ હવે ધારણ કરનાર નથી એ અપેક્ષાએ તેઓ દેહત્યાગી છે. સાધુ ભગવંત દેહભાવ રહિત છે અને દેહને માટે માલિકીની કોઈ ચીજ રાખેલ નથી તેમ જ દેહને આવશ્યક ચીજ ભિક્ષામાં મળે તો સંયમવૃદ્ધિ અને ન મળે તો તપોવૃદ્ધિ સમજે છે તેથી દેહત્યાગી છે. સંયમલક્ષી, સમ્યગ્દષ્ટિ શ્રાવકે સમજણથી દષ્ટિમાંથી દેહભાવ-દેહમમત્વ ત્યાગેલ છે અને દેહભાન ભૂલી વિદેહી, દેહાતીત થવાની ઇચ્છાવાળો છે તથા અંશે પણ ત્યાગી છે તેથી એ અપેક્ષાએ દેહત્યાગી છે. જ્યારે સમ્યગદષ્ટિ અવિરતિ માત્ર જ્ઞાનથી, મંતવ્યથી દેહત્યાગી છે. તેની સામે સાધુ ભગવંતો જ્ઞાન અને ક્રિયા ઉભયથી દેહત્યાગી છે. દેહ અત્રમાંથી બનેલ છે અને અન્ન વડે તે પોષાય છે, ટકે છે અને વૃદ્ધિ પામે છે- (વિકસે છે.) પુદ્ગલમાં શીત-ઉષ્ણ ગુણ હોવાથી પુદ્ગલના બનેલા દેહને વસ્રોની આવશ્યકતા રહે છે અને એથી જ શીત ઉષ્ણ (ખાણી-પીણી) ખોરાકની પણ જરૂર પડે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા ૪૩ જઠરની શીત-ઉષ્ણતાની અસર આખાય શરીર ઉપર પડે છે. વળી બહારના શીત કે ઉષ્ણ એવા ઉષ્ણતામાનની અસર પણ દેહ ઉપર પડે છે. તેથી વસતિ એટલે કે રહેઠાણ અને વસ્ત્ર એટલે કે કપડાની આવશ્યકતા દેહધારીને રહે છે. એજ શીત-ઉષ્ણની વિષમતા અંદરમાંના કફ-પિત્ત વાયુની વિષમતાનું કારણ બને છે જેને સમ (સરખાં) રાખવા ઔષધિની ગરજ પડે છે. આવાં દેહ પુદ્ગલના બનેલ હોવાથી અને પુદ્ગલ વડે ટકતા હોવાના કારણે અન્ન-આચ્છાદાન (વસ્ત્ર) -આશ્રય (રહેઠાણ) અને ઔષધિની દેહ હોય છે ત્યાં સુધી ઓછેવત્તે અંશે ગરજ પડે છે. માટે જ સાધુ-સંન્યાસીને આવશ્યકતાની ભિક્ષાનો હક છે અને એનું દાન કરવું એ આપણું કર્તવ્ય છે. (૧૨) અન્ય સંયોગ જ્યાં લગી આત્મા છે, ત્યાં સુધી સંસારી કહેવાય. જીવ ત્રણ પ્રકારે છે. દેહસંસારી, મોહસંસારી, અને પરિગ્રહસંસારી. એમાંથી તીર્થંકર પરમાત્મા-અરિહન્ત પરમાત્મા-સામાન્ય કેવલિ ભગવંત પરમાત્મા દેહસંસારી છે. પણ મોહસંસારી અને પરિગ્રહ સંસારી નથી. સાધુ ભગવંતો પણ મોહનો નાશ કરવા માટે સાધના કરે છે અને જ્યાં સુધી મોહનો સર્વથા નાશ નથી કર્યો ત્યાં સુધી મોહ છે અને સિદ્ધ થયા નથી તેથી તેઓ દેહસંસારી અને મોહસંસારી . અને જેને મોહને રમવાના રમકડાં રૂપી પરિગ્રહ છે, તેથી પરિગ્રહ સંસારી. સિદ્ધ પરમાત્મા અદેહી છે તેથી એકે ભેદે સંસારી નથી. (૧૩) બહિરાત્મા સંસારી જીવ એટલે આત્મા + મન + શરીરનું એક ક્ષેત્રે એકીકરણ. ત્યારે સિદ્ધ પરમાત્મા એટલે માત્ર આત્મા અને કેવલિ ભગવંત અરિહંત પરમાત્મા એટલે માત્ર આત્મા અને શરીર. પણ દશા ગડડિયા નાળિયેર જેવી, નાળિયેરમાં ગોળો છૂટો પડી ગયો હોય તેવી. મન (ઇચ્છા) તો તેમને છે જ નહિ એટલે સંસાર નથી. માત્ર દેહ છે ત્યાં સુધી દેહનો કલ્યાણ વ્યવહાર છે. (૧૪) સંસારી જીવ-બહિરાત્મા એટલે શરીર + મન + આત્માનું બંડલ (સમૂહ) જેમાં શરીર એ પંચભૂત + પાંચ પ્રાણ + પાંચ ઇન્દ્રિયો + સાત ધાતુનું બંડલ છે. તેમાં વળી મન એ ઇચ્છા + રાગ + વિકલ્પ (વિચાર) + વાસનાનું બંડલ છે. જ્યારે આત્મા એ જ્ઞાન + દર્શન + ચારિત્ર્ય + તપ + વીર્ય + ઉપયોગનો સમૂહ છે. જેમ શરીરની સાત ધાતુ, રસ, રૂધિર, માંસ, મેદ, મજ્જા, અને શુક્ર છે એમ આત્માની આ પાંચ ધાતુ છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ કાલિક આત્મવિજ્ઞાન અરિહન્ત પરમાત્મા ... શરીર અને જેના જ્ઞાન + દર્શન + ચારિત્ર + તપ + વીર્ય ઉપયોગ પૂર્ણ છે એવા આત્માનો સમૂહ છે. (૧૫) બહિરાત્માનાં આવરણ ગાઢ છે અને તેથી અપારદર્શક છે. અંતરાત્માનું આવરણ અલ્પ છે અને તેથી અર્ધપારદર્શક છે. જ્યારે પરમાત્મા આવરણરહિત છે અને તેથી સ્વ પર પ્રકાશક છે. (૧૬) બાહ્યદૃષ્ટિ એ બાલદૃષ્ટિ છે. આંતરદષ્ટિ એ અધ્યાત્મ (પર્યાપ્ત) દૃષ્ટિ છે. જ્યારે સમદષ્ટિ એ બ્રહ્મદષ્ટિ છે. (૧૭) શેયને જાણીને શેયને ચોંટે તે બહિરાત્મા છે. શેયને જાણીને જ્ઞાન અર્થાત્ સ્વ (આત્મા)માં સમાય તે અંતરાત્મા છે. જ્યારે શેય જેના જ્ઞાનમાં જણાય છે એટલે કે પ્રતિબિંબિત થાય છે તે કેવલજ્ઞાન છે એવા કેવલજ્ઞાની પરમાત્મા છે. દષ્ટિને દશ્યમાં સમાવવી તે બહિરાત્મ ભાવ છે, જ્યારે દષ્ટિ દૃષ્ટામાં સમાવવી તે અંતરાત્મ ભાવ છે. અધ્યાત્મ દૃષ્ટિ એટલે સર્વાગી દૃષ્ટિ, આરપાર જોવું તે પરમાત્મ દૃષ્ટિ છે. એ સમગ્ર દર્શન છે. બહિરાત્મ દષ્ટિ એટલે માત્ર બહારનું જોવું અને અંદરનું જોવું જ નહિ. (૧૮) જે જીવ પોતામાં રહેલી અશુદ્ધતા (દોષ-મોહ-વિકાર)ને ન જાણે અને પોતામાં રહેલી શુદ્ધતાને ય ન જાણે તે અજ્ઞાની છે એ બહિરાત્મા છે. - જે સત્તામાં રહેલી પોતાની શુદ્ધતાને અને પોતાની વર્તમાન અશુદ્ધતાને જાણે છે એ જ્ઞાની છે અર્થાતુ અંતરાત્મા છે અને જે પોતાની શુદ્ધતાને વેદે છે અને અન્ય સર્વની શુદ્ધતા અને અશુદ્ધતાને સંપૂર્ણપણે જાણે છે તે પરમાત્મા છે. ' (૧૯)જીવ કર્મના ઉદયે કર્મનો ભોક્તા હોવા છતાં નિશ્ચયથી તો જીવ પોતાના અજ્ઞાન અને મોહાદિ અશુદ્ધ સ્વભાવને જાવેદે છે, ભોગવે છે. અશુદ્ધ આનંદ જે સુખ દુઃખ રૂપે પરિણમેલ છે, એને વેદે છે. અશુદ્ધ જ્ઞાનને વેદે છે. અંતરાત્મા એમ વિચારે છે કે હું કર્મ નૈમિત્તિક મારા અશુદ્ધ આનંદને અજ્ઞાનને-મોહાદિભાવોને વેદું છું. જ્યારે બહિરાત્મા એમ માને છે કે હું કર્મને અર્થાત ઇન્દ્રિય અનુકૂળ બાહ્ય ભોગસામગ્રીને વેદું છું. પરંતુ નિશ્ચયથી તો પોતે પોતાના અશુદ્ધ આનંદને વેદે છે એવી સમજણ એને હોતી નથી. (૨૦) કોઈનું ય બૂરું ન ઇચ્છવું, કોઈનું ય બૂરું ન કરવું એ માનવતા Page #54 -------------------------------------------------------------------------- ________________ બહિરાભા-અંતરાત્મા-પરમાત્મા છે. પોતાના સાધન અને શકિતનો સદુપયોગ કરી બીજાંઓનું ભલું કરવું એ સજ્જનતા છે. જ્યારે પોતાની સર્વ સુખસગવડનો ત્યાગ કરી બીજાં જીવોને સુખી કરવા અને પોતાને કોઈ દુઃખ આપે તો સહન કરવું તે સાધુતા છે. સાધુ દુઃખ દેનારને ક્ષમા આપે છે. જ્યારે સર્જન પોતાના સુખનો ત્યાગ નથી કરતો. આવશ્યક હોય તો દુર્જનને દંડ પણ દે છે અને વખત આવે ક્ષમાં પણ આપે છે. મરણાંત ઉપસર્ગ કરનાર પરત્વે ક્ષમાભાવ ધારણ કરી પોતાના દેહનું પણ બલિદાન દેવું પડે તો દઈ દે છે એ સાધનાની ચરમાવસ્થા, સાધનાની પરાકાષ્ઠા છે. એ મહાન સાધુતા છે. (૨૧) જે કોઈને ડરાવતો નથી તે સજજન છે. પણ જે કોઈને ડરાવતો નથી અને ડરતો પણ નથી કે ડગતો ય નથી તે સંત છે. (૨૨) સુખ જ ઈચ્છનારો અને દુઃખથી ડરનારો એ જન છે જે પાપાત્મા છે. સુખ ઇચ્છતો નથી અને દુઃખથી ડરતો નથી એ જૈન છે, ધર્માત્મા છે. જે સુખને છોડનારા અને દુઃખને આવકારનારા છે એ મુનિ(જતિ) મહાત્મા છે, સુખ અને દુઃખથી પર સહજાનંદમાં-સ્વરૂપાનંદમાં મસ્ત રહેનારા છે એ જિન છે જે પરમાત્મા છે. (૨૩) વેદાંતની પરિભાષામાં કહીએ તો બ્રહ્મવિદ્ એટલે સમ્યકત્વ ! બ્રહ્મવિદ્વર એટલે દેશવિરતિ-સર્વવિરતિ ! બ્રહ્મ વિદ્ વરિષ્ઠ એટલે ક્ષપકશ્રેણિથી લઈ (આઠમા ગુ. થી) બારમા ગુણસ્થાનકની અવસ્થા ! બ્રહ્મવિદ્ વરિયાનું એટલે કેવલજ્ઞાન અવસ્થા. બ્રહ્મવિદ્ વરિયાન પરમાત્મા છે જ્યારે બાકીના અંતરાત્મા છે. (૨૪) દયા-દાન સેવા-પરોપકાર વૃત્તિ-કરુણા અને વિષયમાં ઓછી આસક્તિ એ પ્રાથમિક ભૂમિકામાં રહેલ સાધકની અવસ્થા છે. વિષયમાં અનાસક્તિ છતાં જીવનમરણમાં લોભવૃત્તિ છે. એ સાધનામાં પ્રથમ ભૂમિકાએથી આગળ આગળ વધેલ સાધકની અવસ્થા છે. જીવન મરણમાં ભેદ નથી કે લેશ પણ તે અંગે ક્ષોભવૃત્તિ નથી તે સાધ્ય પ્રાપ્તિની સમીપ રહેલ સાધકની અવસ્થા છે. જે શ્રેણી સાધકાવસ્થા છે. (૨૫) કર્મ-મોહ અને દેહ પરમાત્માને નથી તેથી પરમાત્મા શુદ્ધ, શ્રેષ્ઠ અને ઉત્તમ છે, જ્યારે આપણે કર્મ-મોહ અને દેહ છે. તેથી આપણે અશુદ્ધકનિષ્ઠ અને અધર્મી છીએ. Page #55 -------------------------------------------------------------------------- ________________ વૈકાલિક આત્મવિજ્ઞાન (૨૬) સંસાર અવસ્થા રૂપ આત્મા છે તે બહિરાત્મા છે. તેમ મોક્ષ સાધક (મુમુક્ષુ) અવસ્થા રૂપ છે, તે પણ એજ આત્મા છે જે બહિર્મુખી મટી અંતરમુખી થવાના કારણે અંતરાત્મા કહેવાય છે. ૪૬ (૨૭) સંસારક્ષેત્રે આપણે આપણા સિવાયના સઘળાને બાદ કરીને આપણને જ સંભારીએ છીએ. આપણો જ ફાયદો સ્વાર્થ જોઈએ છીએ અને આપણા જ ગુણગાન ગાઈએ છીએ. જ્યારે ધર્મક્ષેત્રે એથી વિપરીત આપણે આપણી જાતને બાદ કરીને બીજા બધાના જ ગુણદોષને જોઈએ છીએ. આ ઉભય બહિર્ભાવ છે અને બહિરાત્મપણું છે. પોતાનામાં રહેલ મોહાદિભાવને જોઈને જે પીડા પામે છે અને તે મોહાદિભાવના નાશની પ્રવૃત્તિ કરે છે તથા સ્વરૂપનું જે સતત લક્ષ રાખે છે તે અંતરાત્મા છે. અંતમાં હવે આ વિચારણામાંથી નિષ્પન્ન થતી સાધનાનો વિચાર કરીશું. જેવું સાધ્યનું સ્વરૂપ હોય તેવાં ભાવ અને તેવી સ્થિતિ સાધનામાં જે ઉતારે એને સાચો સાધક કહેવાય. પરંતુ જે બાહ્ય ઉપકરણ આદિ સાધનના ભેદમાં જ રાચે તેને સાધક કહેવાય કે કેમ તે વિકટ પ્રશ્ન છે. (૧) મનથી શરીરને જ જોઈએ તે બહિરાત્મ ભાવ છે, મનથી મનને જોતા થઈએ તો દિશા અને દશા ઉભય બદલાઇ જાય, એ આંતરનિરીક્ષણ હોવાથી અંતરાત્મ ભાવ છે. (૨) ઉચ્ચતમ એવા પરમાત્મા સાથે સંબંધ કરી એવું ઉત્તમ નિર્દોષ જીવન જીવવાના ભાવ ઉચ્ચતમ પરમાત્માવસ્થાને પ્રાપ્ત કરી શકે છે. (૩) પ્રેમ-કરૂણા અને વાત્સલ્ય સહ સમગ્ર વિશ્વના જીવોની દ્રવ્યદયા અને ભાવદયા ચિંતવવાથી પરમાત્મા બનેલ છે. એમનું અનુસરણ કરીને વિશ્વના જીવોના યથાશક્તિ દ્રવ્યદયા કરવા વડે અને સર્વ જીવોની ભાવદયાની ચિંતવનાથી પરમાત્મા થઈ શકાય. (૪) આત્માના સ્વરૂપ ને આવરના દોષોનું દર્શન કરવું અને તેની પીડા થવી તે આત્મદશા છે. (૫) આત્મા જ્યાં છે ત્યાં જોવું, આત્મા જેવો છે તેવો જોવો અને આત્માનું સ્વરૂપ જેવું છે એવું એનું જ્ઞાન ધ્યાન ભાન કરવું એનું નામ અંતરાત્મપણું અર્થાત્ આંતરદશા. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૭ બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા (૬) આત્મા બે પ્રકારના છે, શુદ્ધ અને અશુદ્ધ અથવા નિરાવરણ અને સાવરણ, સિદ્ધ પરમાત્મા છે તે પ્રદેશથી અને ઉપયોગથી શુદ્ધ આત્મા છે. જે અજન્મા, અમર, અષ્ટકર્મમુક્ત, અદેહી, નિરંજન, નિરાકાર અને નિરાવરણ પરમાત્મા છે. કેવલિ ભગવંત ઉપયોગથી શુદ્ધ પરમાત્મા છે. પરંતુ આત્મ પ્રદેશો અઘાતી કર્મથી ઘેરાયેલાં છે. ત્યાં સુધી પ્રદેશ અશુદ્ધિ છે. એઓ ચાર ઘાતકર્મરહિત સયોગી પરમાત્મા છે. જ્યારે સાવરણ આત્મા, સત્તાગત પરમાત્મ સ્વરૂપ હોવા છતાં વર્તમાનમાં મોહનીયના વિકારી ભાવને વેદતો હોવાથી એ સંસારી આત્મા છે. દરેક જીવમાં સત્તાગત પરમાત્મ તત્વનું અસ્તિત્વ છે જેને આવરણ હઠાવીને નિરાવરણ બનાવી પ્રગટ કરી શકાય છે. તેથી જ સર્વ પ્રતિ પરમાત્મ દૃષ્ટિ કેળવવાથી દુર્ભાવ હઠે છે, સદ્ભાવ જાગે છે અને તેથી સદ્ વ્યવહાર થાય છે. જેના પરિણામે લઘુકર્મી થવાય છે. આ દષ્ટિને કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય કહે છે. (૭) પ્રતિ સમયે સ્વદોષ દર્શન કરવું અને દોષરહિત થતાં જવું એ નિષેધાત્મક (Negative) અંતરાત્મપણું છે. તેમ પ્રભુપણે પ્રભુને ઓળખી અને પરમાત્માના ગુણગાન ગાઈએ, સ્વરૂપ લક્ષ્ય કરવું તે વિધેયાત્મક (Positive) અંતરાત્મપણું છે. (૮) દેશરૂપ છબસ્થ વ્યક્તિ પાસે દેશભાવ મળે પરંતુ સર્વભાવ નહિ મળે. સર્વરૂપ તો સિદ્ધ પરમાત્મા અરિહંત પરમાત્મા છે. જે એકરૂપ છે તે પરમાત્મા છે એમાં શ્રદ્ધા રાખવાની છે. જેના અનેકરૂપ છે-જે બહુરૂપી છે (પુલ) એમાં વિશ્વાસ રાખવા જેવો નથી. કારણ કે સ્વયં નાશ પામે તો આપણો વિશ્વાસ ક્યાં ઊભો રહે! (૯) જે આત્મા કર્મના ઉદયકાળે સમતા રાખે છે, સ્વરૂપ ભાવથી વર્તે છે તેને બધા મહાત્મા કહે છે. જે ક્ષમા રાખે છે અને સમતા રાખે છે તે જીવ કર્મ બંધ તોડી શકે છે અને એની કર્મબંધની પરંપરા અટકે છે. (૧૦) જેનું ચિત્ (જ્ઞાન) સત થયેલ છે અને આનંદ સ્વરૂપ છે તે (જ્ઞાન અર્થાત્ આત્મા) સચ્ચિદાનંદ છે. પરમાત્મતત્ત્વ એટલે સચ્ચિદાનંદ. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સૈકાલિક આત્મવિજ્ઞાન સચ્ચિદાનંદને સ્વક્ષેત્રે એટલે કે આત્મક્ષેત્રે શોધે અને પામે તે અંતરાત્મા છે. જે અનુક્રમે પરમાત્મા બની શકે છે. આમ સચ્ચિદાનંદની અર્થાત્ પરમાત્મ તત્ત્વની અંતરક્રિયા સ્વક્ષેત્રે કરવી તેનું જ નામ અંતરાત્મપણું અને મોક્ષમાર્ગ. (૧૧) જે સમયથી જીવ પોતાના બહિરાત્મભાવને જોતો થશે તે સમયથી જીવ અંતરાત્મા બનશે. (૧૨) બહિરાત્મા માટે જેટલા મોક્ષના લક્ષ્યવાળા અંતરાત્મા છે તે ગુરુ છે અને જેટલાં પરમાત્મા છે તેટલા દેવ છે. (૧૩) સમજુ માણસો સુખમાં દુઃખને જુએ છે અને દુઃખનો અંત આણે છે. દુઃખમાંથી જ જન્મનાર અને દુઃખમાં જ અંત પામનાર એવાં સુખની પાછળ સજ્જનો દોડતા નથી. (૧૪) જીવ સજજન હોય કે દુર્જન, ગમે એવો હોય ભગવાને એને અનાદિથી જે આશ્રવ - બંધ - સંવર પ્રમાણે ફળ મળે એ જે પદ્ધતિ આપેલ છે તે ઘટે છે. કામ- ક્રોધ-લોભાદિ દુર્ગુણો છે તેથી દુર્જનો છે. સામે ત્યાગક્ષમા-નમ્રતા-નિર્મોહ-સંતોષ ગુણો છે તેથી સજજનો પણ છે. અશુભ ભાવ છે તેમ શુભ ભાવ પણ છે. એ શુભ ભાવ ભાવનારા ને શુભ ભાવથી શુભ વર્તન-સદ્ વર્તનથી શુભ ભાવ બને છે. (૧૫) જેની દૃષ્ટિ પૂર્ણ છે તેવા વીતરાગ પરમાત્માઓના કોઈ વિરોધી નથી જ્યારે જેની દૃષ્ટિ અપૂર્ણ છે તેના કોઈને કોઈ વિરોધી બહારથી પણ છે, અને અંદરમાં તે છદ્મસ્થ પોતે પણ પોતાનો વિરોધી છે. દૃષ્ટિ એ જ્ઞાન છે. જ્યારે ભાવ એ લાગણી અર્થાત્ સુખ દુઃખ-આનંદ છે. દશ્ય અને સાધનસામગ્રીના પરિવર્તનથી અનુકૂળયોગ કે પ્રતિકૂળયોગમાં, સંયોગમાં કે વિયોગમાં ઉત્પાદ કે વ્યયમાં, શાતા કે અશાતામાં આપણો ભાવ અને દૃષ્ટિ સમ રાખવાના છે. સમ્યગદર્શન, જૈનદર્શન, સ્યાદવાદ દર્શન, આત્મદર્શન, કેવલદર્શન એ બધાં દર્શનના વિશેષણો છે, પણ દશ્યના નથી. તેથી એમ સિદ્ધ થાય છે કે દર્શનને સુધારવાનું છે, માત્ર દશ્યને નહિ. અધિકરણ, ઉપકરણ, કરણ એ દશ્ય કોટિના છે. માટે સાધનાને તેમાં ન હોમાય. દશ્ય એ મૂળ પદાર્થ નથી. પરંતુ દષ્ટિ અને ભાવ મૂળભૂત પદાર્થ છે. જેવી દષ્ટિ કરીશું એવા ભાવે સુખ કે દુઃખને વેદીશું. માટે હવેથી એટલો નિર્ણય તો કરવો જોઈએ કે... Page #58 -------------------------------------------------------------------------- ________________ બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા ૪૯ (અ) સુખ ન અપાય તો કાંઈ નહિ પણ કોઈને દુઃખ તો ન જ પહોંચાડવું. આનાથી દુર્જનતા ટળે, અને માનવતા આવે. (બ) આગળ વધી દુઃખ તો ન પહોંચાડવું પણ મારા ભાવથી તે કંઈક કરી છૂટી સામેનાને હું સુખી કરવાનો પ્રયત્ન કરું. આનાથી માનવતા મહોરી ઊઠે છે સજજનતામાં, (ક) ઉપરોક્ત બે ગુણ કેળવવાની સાથે સ્વયં કદી હું સુખની લાલસા રાખું નહિં અને પ્રતિકૂળતામાં કદી દુઃખી થાઉં નહિં. આનાથી માર્ગમાં ટકી રહેવાશે અને સિદ્ધિ તરફ આગળ વધાશે. પરિણામે આત્મસુખ અને સિદ્ધ સ્વરૂપ સાંપડશે. (ડ) સુખ વેદવું તો આત્માનું જ સુખ વેદવું. અને નિત્ય સત્ય એવા આત્મસુખમાં સ્વરૂપમાં નિજાનંદમાં મહાન રહેવું અર્થાત્ સ્વભાવ દશામાં રહેવું. માનવમાં પહેલું માનવતાનું, બીજું સજ્જનતાનું, ત્રીજું સાધુ-સંત અંતરાત્માનું અને ચોથું સિદ્ધ સ્વરૂપ-પરમાત્માસ્વરૂપનું લક્ષણ અને સ્વભાવ છે. માનવ દુઃખી હોઈ શકે, સજ્જન પણ દુઃખી હોઈ શકે જ્યારે સાધુસંતને દુઃખ હોય પણ તે દુઃખ તેમને દુઃખ આપી ન શકે. જ્યારે અરિહન્ત પરમાત્મા કે સિદ્ધ પરમાત્મા તો ન સુખી હોય કે ન દુ:ખી હોય. તેઓ તો સદા સર્વદા સ્વભાવ દશામાં સચ્ચિદાનંદ સ્વરૂપમાં નિમગ્ન હોય. S-4 Page #59 -------------------------------------------------------------------------- ________________ યોગ ઉપયોગ કિડક ? દર ક જીવ રોગી થાય તો તેનો સ્વભાવ બગડતો જાય અને જીવ અજ્ઞાની બની રહે આવી સ્થિતિથી બચવા માટે આપણે આરોગ્ય માગવાનું છે. ઈન્દ્રિયોના વિષયોને રોગ માને તેનું નામ યોગી. - ઇન્દ્રિયોના વિષયોમાં આનંદ માને તેનું નામ ભોગી. ભોગીને જો દેહમાં રોગ આવે તો તેનો ભોગમાં વિશ્રાંતિ મળે છે તેમ સમજવું જોઈએ. જ્યારે યોગીને દેહમાં રોગ આવે તો દેહરહિત થતાં પહેલાં ભૂતકાળમાં કરેલ દોષની સજા સમજીને કર્મરાજનું દેવું-ઋણ ચૂકવે છે તેમ તે સમજે છે. - આત્મા દેહ સાથે જે સંબંધે જોડાયેલ છે તે દેહભાવથી બચવા માટે આત્માએ દેહથી ભિન્ન થવાનું છે. ભેદજ્ઞાનના આવરણથી આત્માના જ્ઞાનદર્શન ઉપયોગને હું દેહરૂપ છું' તે ભાવથી નિવારવાનો છે. હું દેહ નથી પરંતુ “આત્મા છું'. અનાત્મભાવમાં ન રહેતાં આત્માના સ્વરૂપ-ભાવમાં સચ્ચિદાનંદ ભાવમાં પ્રવર્તવાનું છે. પછી દેહભાવરહિત થવાથી દેહની અસર નહિ વર્તે. શાતા-અશાતા વેદનીય કર્મ એ અઘાતી કર્મનો ઉદય છે જે દેહાશ્રિત છે, તે આત્માના કેવલજ્ઞાનના કેવળી ભગવંતોના ઉપયોગને કાંઈ અસર કરી શકતો નથી. દેહભાવ જીવમાં વર્તતો હોય તો શાતા-અશાતા જીવને અસર કરી શકે છે. આત્માનો જ્ઞાન-દર્શનઉપયોગ આત્માના પ્રદેશોનો આધાર લઈને નીકળવા છતાં સ્વ-ક્ષેત્રે જોતો નથી. કર્મબન્ધ થવાનું કારણ શું ? આત્માનો જ્ઞાનદર્શન ઉપયોગ સ્વઆત્મ-પ્રદેશોથી નીકળે છે ત્યાં જીવ દૃષ્ટિ કરતો નથી અને ઉપયોગ પરપદાર્થોમાં સુખબુદ્ધિએ ફરે છે. અશાતા-વેદનીય જીવને થાય છે. તે આત્મપ્રદેશોએ થાય છે તે જ બતાવે છે કે સ્વક્ષેત્રે દૃષ્ટિ કરો તો કર્મનિર્જરા થશે. ઉપયોગ બે રીતે છે - (i) પરપદાર્થને જાણવું - જોવું તે જ્ઞાન - દર્શનઉપયોગનું કાર્ય છે, શાકભાવ છે. (i) સ્વક્ષેત્રે જેવો ઉપયોગ તેવું વદન થાય છે તે વેદકભાવ છે. અશુદ્ધ ઉપયોગથી આત્મપ્રદેશો ચૈતન્ય હોવા છતાં જડવત્ – પુદ્ગલભાવયુક્ત થાય Page #60 -------------------------------------------------------------------------- ________________ યોગ - ઉપયોગ - કેટલુંક ચિંતન ૫૧ છે; કારણ કે ઉપયોગ પદાર્થોમાં સુખબુદ્ધિએ રમતો હોય છે. સ્વક્ષેત્રે જો ઉપયોગ દૃષ્ટિ વર્તે તો ઉપયોગ ચૈતન્યમય-સુખમય વેદાય, અને આવરણ હઠવાથી કર્મોની નિર્જરા થાય. મોહ ઉપર વિજય મેળવશો તો અશાતા–વેદનીય ઉપર વિજય મેળવાશે. મોહની ચેષ્ટા બંધ કરવાથી મોહ જિતાશે. - મોહનો નાશ બે રીતે થાય છે : (૧) મોહની ચેષ્ટા બંધ કરવાથી, (૨) સ્વરૂપભાન રાખવાથી. આપણા જ્ઞાન-દર્શનઉપયોગને આપણા આત્માના પ્રદેશો ઉપર જ સ્થિર કરવાનો છે, જેથી સ્વરૂપ ઉપર આવરણ જેમ જેમ હઠે તેમ તેમ સ્વરૂપરમણતા થતી જશે. શાતા-અશાતા વેદનીય કર્મજનિત છે તેથી તે પરાધીન છે જ્યારે પરીષહો સ્વેચ્છાએ સ્વીકારવાના હોય છે. આત્માનો ઉપયોગ જે પાંચ ઇન્દ્રિયોના વિષય-કપાય ઉપર જીવ કરે છે તેને બદલે પોતાના આત્માના પ્રદેશો ઉપર ઉપયોગ-દષ્ટિ કરવાની હોય છે. દુઃખ સમયે તો જીવ એકાંતે આત્માના પ્રદેશો સાથે ઉપયોગવંત રહે છે. માટે સ્વેચ્છાએ પરિષહ ઊભો કરવાનો છે, જેથી આત્મપ્રદેશો ઉપર ઉપયોગ સ્થિર થાય, તેમ જ્ઞાનદશાએ રહીએ તો ઉપસર્ગ વખતે પણ આત્મપ્રદેશો ઉપર ઉપયોગ સ્થિર રહી શકે. જ્યારે સુખ વખતે વસ્તુ અને વ્યક્તિઓ ઉપર દૃષ્ટિ રહે છે. આત્મપ્રદેશો ઉપર દૃષ્ટિ નથી રહેતી. માટે પડચક્ર આદિ ધ્યાનના ભેદો શરીરની અંદર બતાવેલ છે. જેથી સ્વ-આત્મપ્રદેશોએ દૃષ્ટિ કરી સ્થિર થવાય અને બહારની વસ્તુઓ અને વ્યક્તિઓ ઉપરની દૃષ્ટિ બંધ થાય. બહાર ભગવાનની મૂર્તિ ઉપર ત્રાટક કરીને, દૃષ્ટિની સ્થિરતા પ્રાપ્ત કરવી. સ્વરૂપ પામવા માટે, નિરાવરણ થવા માટે, પોતાના આત્મપ્રદેશોએ ત્રાટક કરીને સ્વમાં સ્થિર થવાનું હોય છે. જ્યાંથી જ્ઞાન -દર્શન-ઉપયોગ નીકળે છે ત્યાં જ આપણે સ્થિર થવાનું છે જેથી આપણા વિષય-કષાય-રાગ-દ્વેષમોહ આદિ ભાવો પાતળા પડતા જાય છે, મંદતા ધારણ કરે છે. આત્મપ્રદેશો એ ઉપયોગનું ઘર છે, સ્વ છે. વસ્તુઓ અને વ્યક્તિઓ એ ઉપયોગ માટે પર છે. માટે પરમાં ન વસતાં સ્વઘરમાં વસવું જોઈએ, તે માટે ધ્યાન આદિ સાધના છે. મંદિર-મૂર્તિમાં ભગવાન સમક્ષ ધ્યાન કરીને પરિણામરૂપે પોતાના આત્મપ્રદેશોમાં ધ્યાન કરવાનું છે. આત્માના પ્રદેશો ઉપર મનને સ્થિર કરવાનું છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ત્રૈકાલિક આત્મવિજ્ઞાન જ્ઞાન-દર્શનઉપયોગને સ્થિર કરો. સ્થિર ક્યાં કરાય ? અસ્થિર-અનિત્યમાં કે સ્થિર-નિત્ય એવા આત્મતત્ત્વમાં ? આત્મપ્રદેશોમાં ઉપયોગને સ્થિર કરવાનો છે, જેથી સ્વમાં લીન થયા પછી વિષય-કષાયરૂપ કોઈ સાધન ઉપયોગને રમવા માટે નહિ મળે. જે જીવો પોતાના આત્મપ્રદેશો ઉપર દૃષ્ટિ નથી રાખતા, પોતાનામાં ઉપયોગ સ્થિર નથી કરતા, અને બહારથી વસ્તુમાં-વ્યક્તિઓમાં સુખબુદ્ધિથી, ઉપયોગથી રમણતા કરે છે, તે જીવો માટે કુદરત શિક્ષા ઊભી કરેછે, અશાતાવેદનીયના ઉદયને પામે છે. જેથી આત્મપ્રદેશોએ દુઃખ ભયંકર વેદે છે અને વિષય-કષાય ભોગવવા માટે દીન-અશક્ત-હીન બની જાય છે. પર વસ્તુઓ અને વ્યક્તિઓ બહાર છે. વિષય અને કષાયના પદાર્થો પણ બહાર છે આત્મપ્રદેશોમાં એ નથી છતાં ત્યાં આ ચિતરામણ કરે છે, અને જીવ દુઃખી થાય છે. સ્વ-આત્મપ્રદેશોમાંથી તો માત્ર જ્ઞાન અને આનંદ નીકળે છે. આત્મપ્રદેશોએ ઉપયોગ જો સ્થિર કરશું તો જ્ઞાન અને આનંદને વેદાશે, ઉપાસના તત્ત્વમાં હજી બહારનું આલંબન છે જ્યારે ધ્યાન સમાધિમાં બહારનું આલંબન પણ નથી. ધર્મ અનુષ્ઠાનોની ક્રિયા કરતા કરતા સ્વરૂપમાં ઉપયોગ-દૃષ્ટિ અંતરથી સ્થિર કરો. દેહના સુખ-ભોગના પાયે કદી પણ આત્માનું સુખ નિરાવરણ થતું નથી. જ્ઞાન એ આત્મપ્રદેશોના ઉપયોગના આધારે છે, અને અશાતાવેદનીય એ ઉપયોગ અને આત્મપ્રદેશો ઉભયના આધારે રહે છે. અશાતાવેદનીય વખતે જીવ આત્મ-પ્રદેશોએ દુઃખ વેદે છે એટલે અસહાય-હીન-અશક્ત નિર્બળ બને. વિષય-કષાય પણ નિર્બળ બને છે જેથી ભોગ-સુખ આદિ સુખેથી વેદી નથી શક્યો. ધ્યાન કરતી વખતે સ્વદોષદર્શન કરતાં શીખવું જોઈએ. પોતાના જ્ઞાનદર્શન ઉપયોગમાં વસ્તુઓ-વ્યક્તિઓ વિષય કષાયનાં ચિતરામણ થતાં નથીને તે જોવું જોઈએ. ઉપયોગ-તત્ત્વ એ આદર્શતત્ત્વ છે. વિશ્વના પદાર્થો ભલે તેમાં પ્રતિબિંબિત થાય પરંતુ ઉપયોગથી આપણે આપણા પ્રદેશોમાં વસવું જોઈએ, રમવું જોઈએ, પ્રતિબિંબત પદાર્થોમાં ન રમવું જોઈએ. ધ્યાનનું મહત્ત્વ જ્ઞાન માટે છે. ધ્યાનમાં જ્ઞાન ઉપયોગ આત્મપ્રદેશોએ સ્થિર થાય છે. અધિકરણની અપેક્ષાએ ઉપકરણ ઊંચા છે. ઉપકરણ તમારી સામે છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ યોગ - ઉપયોગ - કેટલુંક ચિંતન ૫૩ ઉપકરણ ઉપકરણની સામે નથી. તમે ઉપકરણની સામે છો, તેમ તમે સાથે અથવા સામે છો. આત્માને પોતાની ઉપયોગ - સૃષ્ટિથી જોવાનો છે. સ્વદર્શન કરવાનું છે. (આલંબનથી સ્વાવલંબનમાં જવાનું છે.) કર્તા ભોક્તાભાવ એ ભાવતત્ત્વો છે. આત્મા કર્તા ભોક્તા છે. આત્મા સિવાય બીજા કોઈ પદાર્થ કર્તા-ભોક્તા નથી. પર-પદાર્થના કર્તા-ભોક્તા ભાવમાં જેટલા રોકાયેલા રહીએ છીએ, તે વખતે ‘હું’ જે કર્તા-ભોક્તારૂપ છે તેનું દર્શન કરતાં શીખવું જોઈએ. તો સત્યદર્શન થતું જશે. પ્રતિક્ષણે જીવનો (સાધુનો પણ) કર્તા-ભોક્તાભાવ-રાગભાવ ચાલુ છે. કર્તા-ભોક્તાભાવ એ જ સંસાર છે. કર્તા-ભોકતા-ભાવના પદાર્થ સંબંધી કાંઈ પણ કરવાનું ન હોય, જો ત્યાં કરવા રહ્યા તો કર્તા-ભોક્તાભાવ ચાલુ રહેશે. કર્તા, ભોક્તાભાવ એ રાગભાવ-અજ્ઞાનભાવ-મોહભાવ છે. કોઈપણ જ્ઞાનીની ખરી પરીક્ષા ક્યારે ? અશાતા વેદનીયના ઉદય વખતે મન સુધી દુ:ખની જરા પણ અસર ન થાય તો તે સાચો શાની. કાયા અને ઇન્દ્રિયો તો તેના સ્વરૂપમાં રહે છે. આપણો મનોયોગ કાયા અને ઇન્દ્રિયોના ઉપયોગમાં રહી રહીને નિર્બળ બની ગયેલ છે. મન એટલે ચૈતન્યસ્ફૂરણ-પ્રતિક્ષણે મતિજ્ઞાનના ઉપયોગમાં સ્ફૂરે છે. આયુષ્યનો બંધ પણ મનના ભાવ ઉપર થાય છે. બીજા કર્મના બંધ પણ મનના ભાવ ઉપર થાય છે, તેથી આપણી સાધનાનું કેન્દ્ર બનાવવાનું છે આપણા મનોયોગને. જે જીવ પોતાનામાં રહેલા કર્તા-ભોક્તાભાવનાં દર્શન કરે છે-સ્વદોષદર્શન કરી શકે છે-તે જીવ પરમાત્માના દર્શનને પામી શકે છે. વિહરમાન કેવળી ભગવંતને કોઈ વસ્તુની સાધના કરવાની રહેતી નથી. તેમજ મન-વચન-કાયાના યોગ અઘાતી કર્મના ઉદય પ્રમાણસહજપણે વર્ત્યા કરે છે. તેમ આપણે, પણ સાધનાકાળમાં કાંઈ કરતા નથી; તેમ ઉપયોગથી વર્તવું, અને આપણા અઘાતી કર્મના ઉદય પ્રમાણે થયા કરશે; બન્યા કરશે તેમ સાક્ષીભાવે જોયા કરવું. જગત સક્રિય છે તે બન્યા કરે છે, ચાલ્યા કરે છે. આત્મા અક્રિય છે તેમાં કર્તા-ભોક્તાભાવ ન કરવો. આપણે મોહઅજ્ઞાનતાએ સમજીએ છીએ કે હું કરું છું, હું બનાવું છું, હું ભોગવું છું, એમ કર્તાભોકતાભાવે સમજીએ છીએ. જો આપણા કર્તા-ભોક્તાભાવ વડે જગત ચાલતું હોત તો આપણે કર્તા-ભોક્તા ભાવ બંધ કરવા છતાં પણ જો જગતની સક્રિયતા Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વૈકાલિક આત્મવિજ્ઞાન ચાલુ રહે છે, તો આપણા કર્તા-ભોક્તાભાવથી જગત ચાલે છે તેમ માનવું એ ખોટું છે. કેવળજ્ઞાની ભગવંતનું અઘાતી કર્મના ઉદયરૂપ જેવું ઉપયોગથી અક્રિય અને યોગથી સક્રિય જીવન છે તેવું જીવન આપણે સાધનાકાળમાં છાયારૂપે ઉતારવાનું છે. કર્મના ઉદય તેનું કામ કરે છે, ઉદય વખતે મોહભાવ કરવો અગર ન કરવો તે જીવના હાથમાં છે. વિપાકોદય એ ઉપયોગમાં હોય અને પ્રદેશથી ઉદય હોય, ઉપયોગમાં ન હોય, સમ્યગ્દષ્ટિ જીવને વિપાકોદયમાં અનંતાનુબંધી કષાય ઉપયોગમાં નથી આવતો અને તે પ્રદેશોદયથી નિર્જરી જાય છે. તેવી રીતે આગળ-આગળના ગુણસ્થાનકે પ્રદેશોદયથી અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, નિર્જરી જાય છે; ઉપયોગમાં આવ્યા વગર સંજવલન કષાય જાય એટલે વીતરાગતા આવે, કેવળજ્ઞાન નિરાવરણ બને છે. - મોહભાવ કરવો એ વિકૃતિ છે; પણ આપણી પ્રકૃતિ નથી. મોહભાવ ન કરવો તે આપણી પ્રકૃતિ છે. - વર્તમાનકાળમાં આત્માના સ્વભાવની તાકાતથી જ્ઞાનદશામાં વર્તવાથી, નિર્મોહતા કરવાથી અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની આદિ કષાય પ્રદેશોદયથી જ નિર્જરી જાય અને વિપાકૉદય સુધી આવવા ન દે, આ છે ધર્મ-મોક્ષ-પુરુષાર્થ. વિભાવ ઉપર સ્વભાવ વડે તાળું મારવાનું છે. મોહનીય પ્રકૃતિમાં અનંતાનુબંધી કષાયનો રસ વર્તે છે. પરંતુ જાગૃત થયેલ જ્ઞાનદશામાં વર્તતા આત્માની તાકાત છે. અનંતાનુબંધી કષાય પ્રદેશોદયથી નિર્જરી જાય છે, વિપાકોદયમાં આવતો નથી. નિર્વિકલ્પ ઉપયોગરૂપ ચારિત્ર એ આત્માના જ્ઞાનદર્શન ઉપયોગમાં છે; મનોયોગમાં-ભાવમનમાં મન અમન થયેલ હોય ત્યારે ભલે દેહ હોય અગર ન હોય. " નિર્વિકલ્પ ઉપયોગ એટલે મનનું અમન કરવું. ચારિત્ર અને તપ એ સંસારમાં સંસ્કાર બળથી શરૂ થાય છે અને તેની પૂર્ણાહૂતિ મનને અમન કરવાથી નિર્વિકલ્પ ઉપયોગ જે નિશ્ચયથી ચારિત્ર્ય છે પામ્યાથી થાય છે. પંચ મહાવ્રત-યોગાસ્થિરતા એ વચલી અવસ્થા છે. - આત્માનો ઉપયોગ આત્માના પ્રદેશોથી અજ્ઞાનમય રાગદશામાં તરૂપ છે, એકક્ષેત્રી છે. આત્માના પ્રદેશો અને દેહ બદ્ધસંબંધે એકમેક છે. ઉપયોગમાં Page #64 -------------------------------------------------------------------------- ________________ - પપ યોગ - ઉપયોગ - કેટલુંક ચિંતન જે વેદાય તે દેહમાં વેદાય. પરંતુ દેહમાં જે વેદાય (શાતા-અશાતા) તે ઉપયોગમાં વેદાય તેવું એકાંત નથી. જો તેમ હોય તો ઉપયોગ વીતરાગ-સર્વજ્ઞજ્ઞાનરૂપ બની ન શકે. ઘોર પરિષહ ઉપસર્ગ-કાળમાં અશાતા વેદનીયની અસર દેહ ઉપર હોવા છતાં તેની લેશમાત્ર પણ અસર મનોયોગમાં જ્ઞાન ઉપયોગમાં ન થાય તો ક્ષપકશ્રેણિ માંડીને ઘાતકર્મોને ખતમ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. ચારે અઘાતી કર્મના પુણ્ય પાપના વિપાકોદયની જે લેશમાત્ર અસર ન લે, તે ઘાતકર્મનો ક્ષય કરવાને શક્તિમાન બની શકે છે. અઘાતી કર્મના વિપાકોદયની અસર જેને વર્તતી હોય તે મોહભાવથી મુક્ત નથી. જ્ઞાન ઉપયોગને આ ઉપયોગ અસર કરે છે. એટલે જીવ અબદ્ધ થતો નથી. ઉપયોગમાં જે મોહભાવ છે, અજ્ઞાનભાવ છે તે નડે છે. માટે ઉપયોગથી મોહભાવ-અજ્ઞાનભાવને ખતમ કરવાનો છે. જીવ પોતાના અજ્ઞાનભાવનેમોહભાવને વેદે છે, એટલે વિકારી બનીને જીવ દુઃખ ભોગવે છે, દુઃખનું મૂળ કારણ, સંસાર જેના ઉપર ચાલે છે તે મોહનીય કર્મ છે, મોહભાવ છે; અશાનભાવ છે. જેવા આકારનું પાત્ર હોય, તે આકારમાં પાણી પરિણમશે. ઉપયોગ પણ જે પદાર્થોનો વિચાર કરે તે પ્રમાણે પરિણમે છે અને તે પ્રમાણે કર્મબંધ થાય છે. આમ વિજાતીય એવા પર - પદાર્થ સાથે ઉપયોગ બદ્ધસંબંધે ક્ષીરનીરની જેમ પરિમણે છે. તો સજાતીય સ્વરૂપ ઐક્ય એવા અરિહંતસિદ્ધ પરમાત્મામાં ઉપયોગથી પરિણમશું તો આપણો ઉપયોગ પણ વીતરાગ-નિર્વિકલ્પ-અવિનાશી એવા કેવળજ્ઞાનમાં પરિણમશે. છેવટે જો કેવળજ્ઞાન ન થાય તો દેવ મનુષ્યગતિ અપાવે અને અરિહંત-સિદ્ધપદના સ્વરૂપપદની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરાવી આપવા તક આપે છે. - ઉપયોગનો નિયમ કોઈ પણ પરપદાર્થમાં ઉપયોગ તન્મય થાય એટલે તે રૂપે ઉપયોગ પરિણમે છે. તો સજાતીય અને સ્વરૂપ-ઐક્ય અરિહંત-સિદ્ધપદમાં ઉપયોગથી પરિણમવું તે મોક્ષમાર્ગની અનન્યસાધના છે. ઉપયોગ અનાદિકાળથી લક્ષણ રૂપે છે અને ઉપયોગમાંથી અશુદ્ધિ નીકળી જાય એટલે ઉપયોગ શુદ્ધ રહે છે. અરિહંતપદની સેવા કરવી એટલે સ્વદોષદર્શન કરી કરીને દોષરહિત થવા ઉદ્યમી બનવું. અરિહંતપદની ધર્મ સાધના સાથે સાથે જરૂર કરવાની છે. હું સચિદાનંદ સ્વરૂપે છું. તે વિધેયાત્મક જ્ઞાન-ધ્યાન છે. જાતીય-ઐક્ય અને સ્વરૂપ-ઐક્ય એવા અરિહંતસિદ્ધના જ્ઞાન-ધ્યાનથી આવરણો હઠે છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ સૈકાલિક આત્મવિજ્ઞાન ગુજન પરત્વે વિનય-વૈયાવચ્ચ-નમ્રતા-દીનતાથી તેમના ગુણ સાથે અભેદ થવાય છે એટલે આપણામાં તે ગુણોનો આવિર્ભાવ થાય છે. પશ્ચાત્તાપથી દોષોનો ભેદ (ખંડન) થાય છે અને ગુણો નિરાવરણ બને છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું શ્રીમદે મુકેલ છે. કારણ જ્ઞાન એ મૌનતત્ત્વ છે. વચનયોગ એ જ્ઞાનતત્ત્વનો આધાર લઈને બહાર નીકળે છે. પરંતુ વચનયોગ એ જ્ઞાનતત્ત્વ નથી. જ્ઞાન એ બોલતત્ત્વ નથી. જો તેમ હોત તો સિદ્ધભગવંત પણ બોલતા હોત. મુનપિણું એટલે મૌન અવસ્થા. જ્ઞાનસ્વરૂપમાં સ્થિત થવું,નિર્વિકલ્પતા સેવવી. વચનયોગનો સંબંધ શરીર સાથે છે; ઉભય જડ પૌદ્ગલિક તત્વ છે. જે વસ્તુ જેની સાથે પરમાર્થિક ભાવે અભેદ હોય તેમાં કાળક્ષેપ ન હોય, સદા હોય જ. જ્ઞાન અને વચનયોગ એ ભેદ તત્વ છે, છતાં વચનયોગ જ્ઞાન વડે નીકળે છે, જ્ઞાનને આધીન વચનયોગ છે, વચનયોગને આધીન જ્ઞાન નથી. તેથી મૌન સેવવું તે ઉચિત છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પણ જ્ઞાનના આધારે છે, પણ ભેદ તત્ત્વ છે સાદિ-સાત છે. કેવળજ્ઞાન નિત્ય છે. મૌન રહીએ તો બોલવાનું બંધ થાય પણ જ્ઞાન વગરના ન થઈએ. જ્ઞાનનો સાચો અર્થ અબોલ છે. મૌન અબોલ રહીએ તો જ્ઞાન થાય. મતિ-અવધિ-મન:પર્યવકેવળજ્ઞાન એ મૂકજ્ઞાન છે. શ્રુત જ્ઞાન એ બોલતું જ્ઞાન છે. આધાર ભલે મતિ આદિ ચાર મૂકજ્ઞાનનો લે. જેમ શરીર અને આત્માનો વિવેક ભૂલી જઈએ છીએ અને શરીરને આત્મા માનીએ છીએ તેમ જ્ઞાન અને બોલનો વિવેક ભૂલી જઈને બોલને જ્ઞાન સમજી લઈએ છીએ. દ્રવ્યમૌન એ જીભથી ન બોલવું તે છે, પરંતુ અંદરથી વિચારણા-વાતો કરીએ છીએ. ભાવમૌન એટલે નિર્વિકલ્પ અવસ્થામાં રહેવું-પ્રવર્તવું તે છે. ભાવમૌન જાળવીએ તો જ્ઞાનસ્વરૂપમાં સ્થિર થવાશે. આત્મા અરૂપી છે-દેહરૂપી છે. આત્મા અશબ્દ છે. વચનયોગ શબ્દરૂપ છે. (જ્ઞાન એ અબોલ તત્ત્વ છે). વિહરમાન કેવળી ભગવંત અબોલ બનીને વચનયોગનો ઉપયોગ કરે છે, એટલે તેમનામાં લેશમાત્ર રાગદ્વેષ રતિઅરતિ આદિ મોહજનિત ભાવ નથી હોતા. તેથી તેમણે તેમના જ્ઞાનને અબોલ બનાવેલ છે, છતાં બોલે છે. જ્યારે છદ્મસ્થ જીવ બોલે છે, ત્યારે બોલ બહાર નીકળે છે, કારણ જ્ઞાનને અબોલ નથી બનાવ્યું. વીતરાગ-નિર્મોહ-નિષ્કપાય-નિર્વિકલ્પ જ્ઞાન હજી નથી બનાવ્યું. જ્ઞાનનું સ્વરૂપ મૌન-અબોલ છે એટલે જ્ઞાન વીતરાગ-નિર્વિકલ્પ છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ યોગ - ઉપયોગ - કેટલુંક ચિંતન ૫૭ નિર્વિચાર-નિર્વિકલ્પ-શૂન્યમય સ્થિતિની શકિત અનંતી છે, જે ત્રણે કાળનું જગત એક સમયમાં પ્રતિબિંબત બનાવે છે. અબોલ-મૂક જ્ઞાન (મૌન) એ આનંદરૂપ છે તે સચ્ચિદાનંદ છે, તે જ્યાં સુધી નહિ બનાવીએ ત્યાં સુધી (મનનુંમૌન) આત્માનો આનંદ સચ્ચિદાનંદનું સુખ નહિ વેદાય. મનનું મૌન એનું નામ જ્ઞાન. નિર્વિકલ્પ-જ્ઞાન જેમ શરીર હું નથી તેમ વચનયોગ-બોલ એ હું નથી. તેમ વિચાર એ પણ હું નથી. વિચાર છે એ વિકલ્પ છે-એ રાગ છે. અને વિચાર છે એટલે બોલ આવશે. જ્ઞાન સુખ વગરનું નથી. પણ જ્ઞાન જ્યાં સુધી વીતરાગ નિર્વિકલ્પઅબોલ નથી બન્યું, ત્યાં સુધી જ્ઞાનનું સુખ પરિવર્તન પામીને પુદ્ગલદ્રવ્યાશ્રિત ભોગવીએ છીએ. પરિવર્તન-સુખ એટલે રાજા રંક બને તેમ અનંત સુખ અલ્પ સુખ બનીને આવે છે, અગર દુ:ખમય બનીને આવે છે, અજ્ઞાન અને મોહવશથી આમ બને છે. કેવળી ભગવંત અંદરથી અબોલ બનીને દેશના આપે છે, અને છદ્મસ્થ એવા આપણે બોલને - સાંભળીને અબોલ અશબ્દરૂપ ભાવમૌન બનવાનું છે, એથી આત્મજ્ઞાન ત્યાં મુનિપણું એમ શ્રીમદ્ કહે છે. સાધુપણાની સાધના તો બાહ્યપંચાચાર સેવાય તો પણ ચાલતી હોય, જ્યારે મુનિપણું એ અત્યંતર તત્ત્વ છે; પરમ શાંત તત્ત્વ છે; વિશ્વની અનંત અશાંતિ ભાવમુનિને લેશમાત્ર અશાંત ન કરે તેવું પરમ શાંત તત્ત્વ એ મુનિતત્ત્વ છે. વચન અને વિચારરહિત ઉપયોગ એ જ્ઞાન તત્ત્વ છે. નિશ્ચયથી જ્ઞાન એ પરમશાંત તત્ત્વ છે. વીતરાગતા [અશબ્દ કેવળજ્ઞાન-અબોલતત્ત્વ]ના બોલ વચનામૃત છે. જિનવાણી છે. કેવળજ્ઞાન એ પરમશાંત રસ છે, કેવળી ભગવંત દેશના આપે છે તે પરમશાંતરસ અને સુખરૂપ વેદાય છે. છદ્મસ્થ જીવનો અ-વિવેક એ કાયરતારૂપ છે. વિવેક જ્ઞાન પ્રગટતા અનંતવીર્ય નિરાવરણ બને છે. અરિહંત કેવળી ભગવંત એક જ ભેદે છે એટલે ત્યાં (માત્ર કેવળ) જ્ઞાન છે. જ્યારે ગુરુમાં બે ભેદ છેઃ સદ્ગુરુ અને કુગુરુ એટલે જ્ઞાન અને અજ્ઞાનરૂપ ભેદ પડે છે. અપૂર્ણ તત્ત્વ છે તે કદી પૂરું થાય નહિ. સંસારના કામ કદી પૂર્ણ થતાં નથી, અપૂર્ણ વસ્તુ પુરાય જ નહિ. બોલમાંથી અબોલ બનીએ શબ્દમાંથી અશબ્દ બનીએ ત્યારે જ્ઞાનના પ્રદેશમાં પ્રવેશ કરશું અને સુખતત્ત્વનો, શાંત તત્ત્વોનો અનુભવ કરશું. Page #67 -------------------------------------------------------------------------- ________________ છે. વ્યાદ્રી પાર્વ What is it ?' 'Who is he ? Where is it ?' When has it happened ?'How is it ?' 'How is he ?' વસ્તુ, વ્યક્તિ કે પ્રસંગની માહિતી બાબત, આ જ મુખ્ય અને મહત્ત્વના પ્રશ્નો આપણે સહુ વિચારીએ છીએ અને પૂછીએ છીએ કે .... ‘તે શુંછે ?” ‘તે કોણ છે ?” ‘તે ક્યાં છે ?” ‘તે કેવો છે ?’ ‘તે કેવું છે ?” ‘તે ક્યારે ત્યાં હતો ?” ‘તે કેટલું છે ?” આ મૂળભૂત પ્રશ્નની વિચારણાથી સર્વ કાંઈ માહિતી મળી રહે છે. પણ તેની સાથે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવ એ ચાર સંયોગ સંકળાયેલ છે એની આપણને જાણ નથી. ‘કોણ’ અને શું નાં જવાબ દ્રવ્યમાં છે. ક્યાં અને ‘કેવડું’નો જવાબ ક્ષેત્રમાં વળી જ્યાં ત્યાં, અહીંયા, એવડું એ બધાં ક્ષેત્રવાચક શબ્દો છે. ક્યારે' નો જવાબ કાળમાં છે અને જ્યારે ત્યારે, અંતરે એ બીજા કાળવાચક શબ્દ છે. ‘કેવું’ નો જવાબ ભાવ (ગુણ-પર્યાય)માં છે. એવું, તેવું, જેવું, એ ભાવવાચક શબ્દ છે. અને ‘કેમ', ‘જેમ', ‘તેમ’, ‘એમ’એ ક્રિયાવાચક શબ્દો છે. જેનો સંબંધ ક્રિયાના પ્રકાર સાથે, વાસ્તવિકતા, સ્વાભાવકિતા સાથે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચાર સંયોગથી આપણે સહુ છદ્મસ્થ સંસારી જીવો ઘેરાયેલાં છીએ અને તેની આપણને સહુને અસર છે. તેમજ પરસ્પર એકબીજાની એકબીજાને અસર છે. અર્થાત્ દ્રવ્યની, ક્ષેત્ર-કાળ-ભાવને તેમજ ભાવની દ્રવ્ય-ક્ષેત્ર-કાળને અસર પહોંચે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની વચમાં રહી તેની અસરથી પર રહેવું, નિર્લેપ રહેવું, તે સાધના છે અને દ્રવ્યાતીત, ક્ષેત્રાતીત, કાળાતીત તથા ભાવાતીત થઈ જવું તે સિદ્ધિ છે. આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો સંબંધ દ્રવ્ય-ગુણ અને પર્યાય સાથે પણ છે. ‘શું છે ?’ નો જવાબ દ્રવ્ય છે અને કેવું છે ?” નો જવાબ ગુણ-પર્યાય Page #68 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ છે. દ્રવ્ય સામાન્ય છે અને ગુણ-પર્યાય વિશેષ છે. દ્રવ્યની વિશેષતા ક્ષેત્રકાળ અને ભાવથી સુચવાય છે જે દ્રવ્યના પર્યાય છે અથવા તો કહો કે દ્રવ્યના વિશેષ્ય છે અને ગુણ-પર્યાય વિશેષણ છે. દ્રવ્ય આધાર છે, ગુણપર્યાય આધેય છે. ગુણનું અસ્તિત્વ દ્રવ્ય વિનાનું સ્વતંત્ર નથી હોતું. ગુણ, ગુણી વગર ન હોય. જેમ કે ગળપણ સાકર વિના ન હોય. દ્રવ્ય રહિત સ્વતંત્ર ગુણધર્મ ક્યાંય પણ ક્યારેય નહિ મળે. માટે જ “ગુણપર્યાય તણું એ ભાજન” (પાત્ર) એમ કહીને દ્રવ્યને ઓળખાવ્યું છે. એ જ પ્રમાણે દ્રવ્ય પણ ક્યારેય ગુણપર્યાય વિનાનું ન હોય. કારણ કે પ્રત્યેક દ્રવ્યનું નિર્માણ વિશ્વના સમષ્ટિ કાર્યમાં નિશ્ચિત કંઈક ને કંઈક ફાળો આપવા સહેતુક છે પણ નિરર્થક નથી. આ સર્વજ્ઞ ભગવંતે જોયેલું જગત એમણે જેવું પ્રરૂપ્યું છે, તે તે પંચાસ્તિકાય પ્રમાણે નીચે મુજબ છે.' જગત એટલે મૂળ જીવ અને પુગલની રમત. રમત કદી, માત્ર ગતિશીલ કે સ્થિર ન હોય. ગતિપૂર્વક સ્થિતિ હોય કે સ્થિતિપૂર્વક ગતિ હોય, જે આપણા અનુભવથી આપણે જગતને જોઈએ છીએ. એટલે જેમ આકાશ પદાર્થોને પોતામાં રહેવા માટે અવકાશ આપે છે. તેમ ગતિસ્થિતિ પ્રદાન દ્રવ્ય જેને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય રૂપે નામકરણ કરી સર્વજ્ઞ ભગવંતે ખ્યાતિ આપી છે. તે ઉભય દ્રવ્યો પણ આ વિશ્વમાં છે. જીવનું તો સ્વયંનું ચિદાનંદ સ્વરૂપ છે. ચિથી પ્રકાશક છે અને આનંદથી વેદક છે. જ્યારે પુદ્ગલ દ્રવ્યના વર્ણ, ગંધ, રસ, સ્પર્સ મૌલિક ધર્મ હોવા છતાં તેના સ્પર્શ ધર્મમાં સ્નિગ્ધતા અને રૂક્ષતાના અંગે ગ્રહણ ગુણ છે. ગ્રહણ ગુણ એટલે શું? સજાતિય અને વિજાતિયના સંબંધમાં આવવું તે ગ્રહણ ગુણ છે. આવો ગુણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવ (જીવાસ્તિકાય)ના મૂળ શુદ્ધ સ્વરૂપમાં નથી. આ રીતે જીવ પોતાના મૂળસ્વરૂપને વિસારીને પોતાના જ્ઞાનની વીતરાગદશામાં રાગદ્વેષરૂપ વિકાર ઉત્પન્ન કરીને પુદ્ગલદ્રવ્યથી બંધાય છે, અને પુદ્ગલદ્રવ્યને બાંધે છે. આને જૈનદર્શનમાં આશ્રવ તત્ત્વ તરીકે ઓળખવામાં આવે છે. આવી બાંધવાની અને બંધાવાની ક્રિયા માત્ર જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યમાં જ છે. પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવના શુદ્ધ પરમાત્મ સ્વરૂપમાં નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયને સમસ્ત વિશ્વકાર્યમાં અનાદિ-અનંત નિર્દોષ સંબંધ છે. જ્યારે Page #69 -------------------------------------------------------------------------- ________________ to સૈકાલિક આત્મવિજ્ઞાન જીવ અને પુદ્ગલને પરસ્પર નિમિત્ત, નૈમિત્તિક સદોષ સંબંધ છે. પરંતુ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયની માફક જીવ પુગલદ્રવ્યની સાથેના નિર્દોષ સંબંધનું નિર્માણ સ્વપુરુષાર્થથી કરી પરમાત્મા બની શકે છે. તેનું જ નામ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્મ ભગવંતે પ્રરૂપેલ જૈન ધર્મ દ્રવ્ય : દ્રવ્ય અને ક્ષેત્રનો સંબંધ દ્રવ્ય સાથે છે. જ્યારે કાળ અને ભાવનો સંબંધ ગુણ-પર્યાય સાથે છે. દ્રવ્યના અવગાહનાની સીમા અર્થાત દ્રવ્યનું કદ એ દ્રવ્યનું સ્વક્ષેત્ર છે, જે કેવડું?” પ્રશ્નો ઉત્તર છે. જ્યારે દ્રવ્યનું સ્થાન (Location) એ દ્રવ્યનું પર ક્ષેત્ર છે જે “ક્યાં” ? પ્રશ્નનો ઉત્તર છે. ' આ ચાર સંયોગનો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એમ નિશ્ચિત ક્રમાંકમાં જ ઉલ્લેખ થાય છે. તેનું ય આગવું મહત્ત્વ અને રહસ્ય છે. “દ્રવ્ય” પ્રથમ કહ્યું કારણ કે દ્રવ્ય અનાદિ અનંત, અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ છે. આધારતત્ત્વ છે. આપણા વ્યવહારમાં પણ પ્રથમ “હું છે. તે “હું પણું એ દ્રવ્ય છે. તેમ સન્મુખ આવનાર વ્યક્તિ કે પદાર્થની પ્રથમ ઓળખ “કોણ? અને “શું ? પ્રશ્નથી જ કરીએ છીએ, ને પછી જ તેના કદ, સ્થાન, રૂપ, ગુણધર્મ, હાલત ઈત્યાદિની પૃચ્છા કરીએ છીએ. પ્રથમ “હું” એ જીવ દ્રવ્ય-આત્મા છે. સામેના પદાર્થ વિષેનો પહેલો પ્રશ્ન છે “તે શું છે. અને વ્યક્તિ માટેનો પ્રશ્ન છે તે કોણ છે ?” ઉભય પ્રશ્નના ઉત્તરમાં દ્રવ્ય છે. દ્રવ્ય મૂળાધાર છે. દ્રવ્ય છે તો કંઈક (Something) છે અને તે “કંઈક' ક્યાં છે ? ક્યારથી છે ? કેવું છે ? આદિ પ્રશ્નો ઉદ્ભવે છે. નહિ તો આ પ્રશ્નોને કોઈ સ્થાન જ નથી. માટે જ દ્રવ્ય પ્રથમ ક્રમાંકે છે. કન્યા નથી તો લગ્ન શા ? વહુ સાપેક્ષ વર છે અને વર સાપેક્ષ જાનૈયા છે. માટે જ પહેલ પ્રથમ દ્રવ્યની અને પછી ક્ષેત્રની વાત આવે. ક્ષેત્ર : દ્રવ્ય પછીના બીજા ક્રમે ક્ષેત્રને સ્થાન આપ્યું છે. કારણ કે “હું છું પછીનો પ્રશ્ન “હું કેવડો છું ?” અને “હું કયાં છું?” અગાઉ જણાવ્યા મુજબ કેવડો ?” પ્રશ્નના ઉત્તરમાં કદ એટલે કે પિંડાકૃતિ આવશે જે દ્રવ્યનું સ્વક્ષેત્ર એટલે કે પોતાની કાયાએ રોકેલી આકાશસીમા અથવા તો પદાર્થે રોકેલી જગા છે. જેવદ્રવ્ય અસંખ્ય આત્મપ્રદેશોનું બનેલું છે જે આત્મ પ્રદેશની અસંખ્યની સંખ્યા અનાદિ-અનંત એક જ રહે છે એ સંખ્યા અખંડત્વ છે. (સોની સંખ્યા Page #70 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-કોત્ર-કાળ-ભાવ ૬૧ હોય તો સો ના નવાણું કે એકસો એક ન થાય તેવું અસંખની સંખ્યાનું અખંડત્વ છે.) વળી આ અસંખ્ય આત્મપ્રદેશ એકમેક સાથે અનાદિ-અનંત સંલગ્ન રહે છે, એ સંલગ્ન અખંડત્વ છે, એક લાડુના બે ટૂકડા કરે તો તેનું સંલગ્નત્વ તૂટી જાય છે. અને ક્ષેત્ર ભેદ થાય છે. પરંતુ આત્મપ્રદેશ વિષે એવું ક્યારેય બનતું નથી. માટે જ આત્માને અજન્મા કહ્યો છે, અમર કહ્યો છે. જ્યારે પુદ્ગલ દ્રવ્ય પરમાણુનો અંધ બને છે અને વિખરાઈને અણુ અણુમાં પરિવર્તન પામે છે. આ રીતે આત્મ પ્રદેશપિંડ (આત્મા) અને પુદ્ગલ અણુપિંડ (દહાદિપોદ્ગલિક પદાર્થ)નો મહાન તફાવત છે. જીવના દેહપ્રમાણ અનુસાર આત્મપ્રદેશનો સંકોચ વિસ્તાર થાય છે, પણ સંખ્યા અખંડત્વ અને સંલગ્ન અખંડત્વ અનાદિ અનંત એવું ને એવું રહે છે. પરંતુ આત્મા (જીવ) જ્યારે શુદ્ધાત્મા, પરમાત્મા, સિદ્ધાત્મા બને છે ત્યારે તે આત્મપ્રદેશો સિદ્ધાત્મા બનવા પૂર્વેના ચરમ દેહપ્રમાણના ૨/૩ ભાગ જેટલાં કદ અને હદ તથા આકારમાં સંકોચાઈ જઈ દેહના ૧/૩ ભાગમાં અવકાશ હોય છે, એટલે તેટલો સંકોચ થઈ આત્મપ્રદેશો ૨/૩ ભાગ ઘન ચરમ દેહ પ્રમાણ રહે છે. મુક્તિનિલય સિદ્ધ શીલા ઉપર લોકોગ્રે સદા સર્વદા-સાદિ-અનંત કાળ સુધી કશાય સંકોચ વિસ્તાર વિના તેમ જ તસુભારના પણ લેત્રાંતર કે કંપન વિનાની પરમ સ્થિરાવસ્થામાં રહે છે. આવાં આ આત્મપ્રદેશ સંસારી જીવોને દેહાકારે દેહપ્રમાણ રહેલાં છે. તે દેહ આત્મપ્રદેશ જીવનું સ્વક્ષેત્ર કહેવાય. તે જ પ્રમાણે અગાઉ જોઈ ગયા મુજબ ક્યાં ? પ્રશ્નના ઉત્તરમાં પર ક્ષેત્ર એટલે કે આકાશક્ષેત્ર (Location) આવે. કાળ : દ્રવ્ય અને ક્ષેત્ર પછીના ત્રીજા અને ચોછા ક્રમાંકમાં કાળ અને ભાવ આવે છે. વ્યવહારમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બોલાય છે. અર્થાત ત્રીજા ક્રમે કાળ અને ચોથા ક્રમે ભાવ એમ બોલાય છે. વાસ્તવિક પ્રક્રિયા પ્રમાણે પહેલાં ભાવ અને પછી કાળ લેવાનો છે. વ્યવહારમાં કાળને ભાવ પહેલાં મૂકવાનું કારણ એ છે કે જીવને અનિત્યતા, નિત્યતાના ભ્રમ રૂપે પરિણમેલ છે. બાકી તો કોઈપણ કરાતી ક્રિયામાં કે કાર્યમાં જો રસ, રુચિ લાગણી, ભાવ હોય છે તો તે ક્રિયામાં કે કાર્યમાં કંટાળો આવતો નથી કે થાકોડો લાગતો નથી. દીર્ધ એવો કાળ પણ ચપટી વગાડતાં ક્ષણમાત્રમાં પૂરો થયેલ જણાય છે. એ આપણા સહુના સ્વાનુભવની વાત છે. સામાન્યતઃ સ્વાનુભવ એવો છે Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨. સૈકાલિક આત્મવિજ્ઞાન કે દુઃખના દહાડા લાંબા લાગે-વસમા લાગે અને સુખનો સમય ક્યાં સરકી ગયો-વીતી ગયો તેની ખબર પણ ન પડે. એટલે વાસ્તવિકતામાં તો આમ ભાવ જ કાળ રૂપે પરિણમે છે.. આપણા સંસારી જીવોનો જે ભોક્તાભાવ અર્થાત્ લાગણી ભાવ છે તે જ કાળ છે. આપણો કર્તાભાવ નથી. પ્રતિ સમયે આપણે આપણા ઉપયોગને વેદીએ છીએ, અર્થાત્ ભોગવીએ છીએ, તે આપણા લાગણીના ભાવને કાળ કહેલ છે. બાકી પુદ્ગલ દ્રવ્યના ક્રિયાત્મક ક્રમિક અનિત્ય ભાવને જે કાળ કહ્યો છે. તે વ્યવહાર કાળ છે. વળી કાળ જેવું સ્વતંત્ર દ્રવ્ય અસ્તિકાય રૂપે અસ્તિત્વમાં છે જ નહિ, કાળ એ તો પર્યાય પરિવર્તન છે. એટલે જ કાળ આખરે તો ઓળખાય છે પુદ્ગલ, પરાવર્તન, અર્ધપુદ્ગલ પરાવર્તન. શુદ્ધ એવા સિદ્ધ પરમાત્માને કાળ છે જ નહિ. તેઓ તો કાળાતીત અર્થત અકાલ એટલે કે ત્રિકાળ ઐક્ય છે. કાળ છે તે જ દુઃખ છે કારણ કે કાળ છે, તો ભાવિ છે અને ભાવિ છે તો ભવ છે. કે જે ભવ સાથે જન્મ-જરા-વ્યાધિ-મૃત્યુ અને તેના દુખ સંકળાયેલાં છે. વળી ભવ છે તેને ભાવિ છે અને તેને વર્તમાન છે. વર્તમાન જેને છે તેનો કાંઈ ઇતિહાસ છે કે જે ઈતિહાસ એનો ભૂતકાળ છે. આમ ભવભ્રમણનો અંત એટલે કાળનો અંત. કાળ એ ક્યાં સ્મૃતિ છે કે ક્યાં તો સપનું છે. સ્મૃતિ અને સપનાં મીઠાં ય હોય અને માઠાં ય હોય અર્થાત્ સારા પણ હોય અને નરસા પણ હોય, જ્યારે આનંદ સ્વરૂપ મસ્તી અકાલ છે. ભાવ : ભાવ એ મનસ્થિતિ છે. દય સ્પંદન છે--ઊર્મિ છે. લાગણી છે-વેદનછે : અનુભૂતિ છે. આત્મા એની પરમાત્મા અવસ્થામાં, શુદ્ધાવસ્થામાં, સ્વભાવદશામાં હોય જે સચ્ચિદાનંદ અવસ્થા છે - જે મસ્ત અવસ્થા છે - સહજાનંદ અવસ્થા છે. વીતરાગ અવસ્થા છે. જ્યારે વિભાવદશામાં, અશુદ્ધદશામાં રાગદ્વેષ, સુખ-દુઃખ, ગુણ-દોષ, પુણ્ય-પાપ, હર્ષ-શોક મિશ્રિત અવસ્થામાં હોય છે. કેવલજ્ઞાન એક જ એવું ને એવું જ છે. જ્યારે એક પછી બીજો ખવાતો કોળિયો એવો ને એવો ખરો પણ એ જ નહિ. નદીનો પ્રવાહ એ જ પણ પાણી એનું એ જ નહિ. જગતનું વહેણ અનાદિ-અનંત પણ જગત એનું એ જ નહિ. એ તો પ્રતિપળ પલટાતું બદલાતું સાદિ સાન્ત દૃશ્ય જગત છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૩ દ્રવ્ય-શેત્ર-કાળ-ભાવ અંદરમાં આપણી અપૂર્ણ અવસ્થાનું દશ્ય જગત અર્થાત્ ભાવ જગત પણ બદલાતું અને પલટાતું જગત છે, જેને જૈનદર્શનમાં છદ્મસ્થ અવસ્થા કહેલ છે. તે પરમાત્મ તત્ત્વ દેશ (ક્ષેત્ર) અને કાળથી અતીત છે. પણ દ્રવ્ય અને ભાવ ઉભયાત્મક છે, એક છે અને અભેદ છે. જ્યારે છદ્મસ્થ સંસારીનું જીવદ્રવ્યઆત્મદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આશ્રિત છે. જેમાં ક્ષેત્ર અને કાળ પરિવર્તનશીલ હોવાથી દ્રવ્ય અને ભાવ પણ પરિવર્તનશીલ છે જે કારણથી તે ભેદરૂપ છે. કેવલજ્ઞાની કેવલજ્ઞાનને વેદે છે એ સ્વસંવેદ્યરૂપ છે. કેવલજ્ઞાની સ્વ સ્વરૂપને વેદે છે. જ્યારે પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કેવલજ્ઞાનમાં જણાય છે. (Not going to know but come to Knowછે કેમ કે તે કેવલજ્ઞાનમાં (ચિદ્દર્શનમાં પ્રતિબિંબિત થાય છે. ચાર જ્ઞાન શેયને જાણવા જાય છે. જ્યારે કેવલજ્ઞાનમાં સર્વ જોયો જણાય છે. વળી તે સર્વ જોયો જેવડાં તેવડાં દેખાય છે, એ સિદ્ધ જ્ઞાતાદા ભાવ છે. કેવલજ્ઞાન ઉપયોગવંત હોય છે, જ્યારે બીજા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન ઉપયોગ મૂકવા રૂપ હોય છે. ઉદાહરણ તરીકે અરીસામાં પ્રતિબિંબનું પડતું દ્રશ્ય રંગરોગાન અને આકૃતિયુક્ત અદલાબદલ હૂબહૂ હોય છે. કેવલજ્ઞાનમાં ય એ પ્રમાણે પ્રતિબિંબિત થાય છે, દેખાય-જણાય છે. જ્યારે કોઈપણ પદાર્થનું ચિત્રકાર દ્વારા પ્રયત્નપૂર્વક કરાતું ચિત્રાંકન-ચિત્રામણ તેના અનેક રેખાંકનો અને રંગરોગાનની પૂર્તિથી હોય છે જે પદાર્થનું ચિત્ર હોય છે અને તે પદાર્થ જેવું હોય છે. પણ હૂબહૂ નથી હોતું કે જેવું પ્રતિબિંબ હોય છે. બાકીના ચાર જ્ઞાન આ પ્રકારના પ્રયત્ન પૂર્વકના ચિત્રામણ જેવાં હોય છે. કેવલજ્ઞાનીને અનાદિ-અનંત એક જ સમયમાં જણાય છે. એક જ સમયે ત્રણે કાળના સર્વ પદાર્થના સર્વ પર્યાયો કેવલજ્ઞાનમાં જણાય છે. કેવલજ્ઞાનીની આ વ્યાખ્યા જે કરી છે તે છબસ્થ સંસારી જીવોને સમજવા માટે છબસ્થની અપેક્ષાએ કરેલ વ્યાખ્યા છે. પર વસ્તુના ભોક્તા એવા છદ્મસ્થ સંસારી જીવનું શાન ત્રણે કાળના ભેદરૂપ છે. એણે જાણ્યું, એ જાણે છે, અને એ જાણશેએવા ક્રિયાના કાળથી ત્રણ ભેદ ત્યાં પાડવા પડે છે. જ્યારે કેવલજ્ઞાનીનું જ્ઞાન, જીવને અને વેદન (ભોગ) ત્રણ રૂપ છે અને અભેદ છે. પર વસ્તુનું ભોક્નત્વ નીકળી જતાં કેવલજ્ઞાન થાય છે. પરવસ્તુના ભોકતૃત્વના કારણે જ કાળના ત્રણ ભેદ ભૂત-વર્તમાન-ભવિષ્ય પડી જાય છે. માટે જ છવાસ્થ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ વૈકાલિક આત્મવિજ્ઞાન સંસારી જીવના જ્ઞાન અને ભોગ (વેદન) તેણે કાળરૂપ અર્થાત્ ભેદરૂપ બની જાય છે. દિશા એટલે દેશાકાશ ! દેશાકાશ; ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદગલાસ્તિકાયને હોય છે. આત્મા એના શુદ્ધ પરમાત્મ સ્વરૂપમાં દેશાતીત છે. જે પદાર્થ દેશના બંધનમાં હોય તે કાળના બંધનમાં પણ હોય છે. પરમાત્મા અને કેવલજ્ઞાનમાં એક જ સમયે સર્વક્ષેત્રના સર્વદ્રવ્યોસર્વપદાર્થો તેના સર્વ ગુણપર્યાય સહિત જણાય છે. આમ આત્મા એની ચિદશક્તિજ્ઞાનશક્તિથી ક્ષેત્ર અર્થાત દેશ તથા કાળ અપરિચ્છિન્ન છે, અખંડ છે, અનંત છે, દેશ એ ક્ષેત્રભેદ છે જ્યારે કાળ એ પર્યાયભેદ છે. આત્મા સ્વરૂપથી દ્રવ્ય અને ભાવરૂપ છે. દેશ અને કાળ રૂપ નથી. ત્રણે કાળમાં ધર્મમાં ભાવનું પ્રધાનતત્ત્વ છે. જ્યારે ત્રણે કાળમાં સંસારમાં દ્રવ્યનું પ્રધાનત્વ છે. પરમાત્મા કેવળ ભાવસ્વરૂપ છે, પરમાત્મા દ્રવ્યાતીત, ક્ષેત્રાતીત અને કાળાતીત છે. દેશ અને કાળના ભેદનો ઉપયોગ ધર્મ માટે જરૂરી છે. પરંતુ દેશ અને કાળના ભેદોનું બંધન ધર્મ કે ધર્મીને નથી હોતું. આર્યક્ષેત્ર, આર્યજાતિ, આર્યકુળ, જૈનકુળ અને પર્યુષણકાળ હોય તો ધર્મ સારી રીતે થાય. પરંતુ ધર્મ અને ધર્માં અનાર્યક્ષેત્રમાં, પર્યુષણાદિ ધર્મકાળ સિવાયના કાળમાં પણ ટકવા ધારે તો ટકી શકે એમ છે. ધર્મ તો ભાવસ્વરૂપ છે. માટે પ્રતિકૂળ દેશ અને કાળમાં પણ ભાવ ધર્માવલંબને ભાવ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે છે. દેશ અને કાળના ભેદ તથા દેશ અને કાળનાં બંધન તો અર્થ અને કામને છે. ધર્મ અને મોક્ષને નહિ, પિસ્તાલીસ લાખ યોજનની સિદ્ધશીલા ઉપર પિસ્તાલીસ લાખ યોજન પહોળાં તીર્થાલોકનાં પ્રત્યેક ક્ષેત્રથી પ્રત્યેક કાળે આવેલ સિદ્ધ પરમાત્મા ભગવંતો બીરાજમાન છે. જે સર્વે ક્ષેત્રાતીત, કાળાતીત થયેલ છે. સાધુ ભગવંતને અતિથિઅભ્યાગતનું સંબોધન કરવામાં આવેલ છે. તે જ સૂચવે છે કે તેમને ક્ષેત્ર અને કાળનાં બંધન છે નહિ. દેશકાળ તેમને બાધક છે જ નહિ. ભાવનેધર્મને દેશકાળ બાધક નથી અને બંધનરૂપ પણ નથી. ક્ષેત્ર ક્યાં તો સીમિત છે કે અસીમ છે. કાળ એક સમયરૂપ (ક્ષણરૂપ) છે કે અનંતો છે. નિત્ય અને અનિત્યની વાતો કાળ આશ્રિત છે. બાકી સુખદુઃખ, હર્ષ-શોક, રતિ-અતિનું વેદન ભાવ આશ્રિત છે. સવાલ જીવના સુખનો છે, જીવના ભાવનો છે. જીવ ક્ષેત્રાતીત અને કાળાતીત થાય તો એનો ભાવ એના સ્વભાવને પામે અર્થાત્ અક્ષય અવ્યાબાધ, અનંત શાશ્વત સુખને પ્રાપ્ત કરે. Page #74 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ૬૫ નિશ્ચયથી તો આપણે સહુ આપણા સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવને જ વેદીએ છીએ. પછી તે જ્ઞાનમૂલક હોય કે અજ્ઞાનમૂલક, શુદ્ધ હોય કે અશુદ્ધ હોય પર દ્રવ્યક્ષેત્ર કાળ ભાવના આપણે સહુ જ્ઞાયક છીએ પણ વેદક નથી. દૂધ અને પાણી એક ક્ષેત્રે રહેલા હોવા છતાં જેમ હંસ પાણીને જુદું પાડીને દૂધ પીએ છે, તેમ આત્મા અને શરીર (કર્મ) એક ક્ષેત્રે છે તેમાં ગુણ સ્થાનકે આત્માના જે આંશિક ગુણો રહ્યાં છે તે ગુણના સુખને પુદગલસ્કંધના (કર્મજનિત) સુખ દુઃખથી ભિન્ન કરીને તેનો ભેદ કરીને વેચવાનું છે. આત્માની ઉજ્વલતા હંસની જેમ પરમહંસ બનીને વેચવાની છે. જે મારા આત્માથી કદી જુદું ન પડે તે “હું. અને તે મારું, આપણે આપણામાં જોડાઈએ એટલે કર્મથી છૂટાં થતાં જઈએ. મોહજનિત માનસિક દુઃખો અને દેહજનિત અશાતા વેદનીયના દુઃખોથી મુક્ત થવા માટે સ્વ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવની જ્ઞાન-ધ્યાનરૂપી આંતરક્રિયા કરવાની રહે છે. બંધ આંખનું જીવનવેદન બહારના બધાય સબંધ અને સંપર્કને તોડી નાંખવા કરવાનું હોય છે, એ ધ્યાનાવસ્થામાં તે પ્રકારની દૃષ્ટિ કરવાથી તત્સમયે આત્માના સુખનો અનુભવ થાય છે. જેનાથી સકામ (સંકલ્પપૂર્વકની) નિર્જરા થાય છે એટલું જ નહિ પણ સર્વથા ઘાતકર્મનો ક્ષય થતાં કેવલજ્ઞાન પ્રગટે છે. આમ સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રતિજ્ઞા દૃષ્ટિપાતથી મોહજનિત ભાવો ઊભા રહેતા નથી. તથા અશાતા વેદનીય ઉપર પણ કાબુ મેળવાય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળના ઝઘડાઓ મન અને બુદ્ધિથી ચાલે છે. પરંતુ મન અને બુદ્ધિથી ભાવવાના સ્વભાવના ઝઘડા કોઈ કાળે થતા નથી અને ચાલતા નથી. આત્માના શુદ્ધ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવનું જ્ઞાન અને ધ્યાન થાય તો આ કાળમાં પણ જીવ, નિશ્ચયથી આત્મસુખની ઝલક મેળવી શકે છે-ઝાંખી કરી શકે છે. આત્મા સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ- ભાવનો ભોક્તા બને તો સુખી થાય. આત્મા પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો ભોક્તા બન્યો રહેશે તો દુઃખીનો દુઃખી રહેશે. દ્રવ્યની વિસ્તૃત વિચારણા એટલે આત્મશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર, જીવ વિજ્ઞાન અને પદાર્થ વિજ્ઞાન કે ભૌતિક શાસ્ત્ર, જૈન દર્શનમાં જીવ માટે જીવવિચાર છે અને જીવ-અજીવ માટે પંચાસ્તિકાયસાર તત્ત્વાર્થસૂત્ર આદિ છે. ક્ષેત્રની વિસ્તૃત વિચારણા એટલે ભૂગોળ અને ખગોળ શાસ્ત્ર. જૈનદર્શનમાં s-5 Page #75 -------------------------------------------------------------------------- ________________ સૈકાલિક આત્મવિજ્ઞાન ચૌદ રાજલોકથી ક્ષેત્રની વિચારણા ક્ષેત્ર સમાસ, બૃહતસંગ્રહણી, લઘુ સંગ્રહણી આદિમાં કરવામાં આવેલ છે. કાળની વિચારણા એટલે ઇતિહાસ. જૈનદર્શનમાં જીવનો સામાન્ય ઈતિહાસ નિગોદમીમાંસા, ચૌદગુણસ્થાનક આદિની વિચારણામાં પ્રાપ્ય છે. બાકી જીવ વિશેષ-વ્યક્તિ વિશેષનો ઇતિહાસ કથાઓ, ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર, ઉપદેશમાલા, વસુદેવ હિંડી આદિ ગ્રંથોમાં મળે છે. ક્ષેત્ર અને કાળ એ જીવની પુદગલને આશ્રિત કથા અને ઇતિહાસ છે. સિદ્ધ પરમાત્મા સિદ્ધ થયા પછીની કોઈ કથા નથી. પરંતુ તેમના પૂર્વભવની કથા છે જે કહેવાય છે, સંભળાય છે, લખાય છે અને વંચાય છે. સિદ્ધ પરમાત્મા સિદ્ધ થયા બાદ કથારહિત થયા છે. જ્યારે પુદ્ગલ દ્રવ્ય અને સંસારી જીવની કથા ચાલુ રહેવાની છે કેમ કે તેમાં નામનામાંતરતા, રૂપરૂપાંતરતા, પરિવર્તન અને પરિભ્રમણની ક્રિયા સતત ચાલુ છે. ક્ષેત્રથી ચૌદ રાજલોક યા તો સમગ્ર લોકાલોક (બ્રહ્માંડ આકાશ) અને કાળથી (ત્રિકાલ) અનાદિ-અનંતકાળ એ જે બે મહાન તત્ત્વો છે તે ઉપર જો આત્મા વિજય મેળવે તો જ્ઞાનશક્તિ (ચિશક્તિ)થી તે મહાનાતિમહાન (મહતો મહિયાન) બને છે. સર્વોચ્ચ, સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વ સમર્થ બને છે. અંતે ભાવની જે વિચારણા છે તે ગુણની, પરમાત્મ તત્ત્વની, કેવલ જ્ઞાનની સ્વરૂપ વિચારણા છે. જેમાં તામસ-રાજસ-સાત્વિક ભાવ, ઔદયિક ક્ષાયોપશમિક, ઉપરામિક યાયિક અને પારિણામિક એ પાંચ ભાવ, કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પદ્મ અને શુક્લ એ છ વેશ્યા આદિની વિચારણા છે. પાંચ ભાવ વિષે જૈન દર્શનમાં ચોથા કર્મગ્રંથમાં વિચારણા કરવામાં આવેલ છે. જ્યારે તામસાદિ ભાવ વિશે વિસ્તૃત વિચારણા વેદાંત દર્શનમાં કરવામાં આવેલ છે. લૌકિક વ્યવહારમાં કાવ્યશાસ્ત્ર-નિબંધલેખન એ ભાવ છે. દ્રવ્યો-ખિત્તો-કાળો-ભાવો, એ શબ્દોચ્ચારથી જૈન દર્શનના આવશ્યક ક્રિયાસૂત્રોમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો ઠેર ઠેર ઉલ્લેખ આવે છે. મહામહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજાના સમકાલિન વિનયવિજયજી મહારાજાએ દ્રવ્ય લોકપ્રકાશ, ક્ષેત્રલોપ્રકાશ, કાળલોકપ્રકાશ અને ભાવલોકપ્રકાશ નામના ચાર લોકપ્રકાશની રચના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિષય પર કરેલ છે.. વ્યવહારમાં ક્ષેત્ર અને કાળ અભેદ છે. સુરત જવું છે પણ તે જવાનો કાળ જ્યાં સુધી નિશ્ચિત ન કરાય ત્યાં સુધી જવાનો વિકલ્પ અધૂરો છે. તે જ પ્રમાણે કાળથી જવાનું નિશ્ચિત કરીએ પરંતુ જવાનું સ્થાન-ક્ષેત્ર નક્કી ન Page #76 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કરીએ ત્યાં સુધી જવાનો વિકલ્પ અધૂરો છે. અમે પાંચ વાગ્યે મળ્યા હતા ત્યારે ઝવેરીબજાર હતો અને એ વાલકેશ્વર હતો એવું વ્યવહારમાં બનતું નથી. બે વ્યક્તિના મિલનનો કાળ અને ક્ષેત્ર એક જ હોય-અભેદ હોય. આ રીતે વ્યવહારમાં ક્ષેત્ર અને કાળ જુદાં પડતાં નથી. જ્યારે નિશ્ચયમાં દ્રવ્ય અને ક્ષેત્રે અભેદ થતાં ભાવ અને કળ અભેદ બની.માત્ર દ્રવ્ય એટલે કે આત્મપ્રદેશ અને ભાવ એટલે જ્ઞાન આનંદ (સચ્ચિદાનંદ) સ્વભાવ રહે છે. આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અનંતતાની વિચારણા કરીએ તો તેમાં દ્રવ્યની અનંતતા માટે જીવદ્રવ્યનું દૃષ્ટાંત લેવાય, ક્ષેત્રની અનંતતા માટે આકાશનું દૃષ્ટાંત લેવાય, કાળની અનંતતા માટે અનાદિ-અનંત પુદ્ગલપરાવર્તનાનું દૃષ્ટાંત લેવાય; અને ભાવની અનંતતા માટે કેવલજ્ઞાનનું દૃષ્ટાંત લેવાય, કેવલજ્ઞાન એક જ સમયમાં વિશ્વના સર્વ ભાવોને પી ગયેલ છે. હૃદય છે ત્યાં મોહનીય કર્મ છે અને ધર્મ છે. જ્યારે મગજ (Brain) એ વિચાર, બુદ્ધિ અને જ્ઞાનપ્રધાન તત્ત્વ છે. આત્માના હાર્દિક-ઉદાર ભાવ જ સત્ય છે. માલ સત્ય છે. માલ (વસ્તુ-ચીજ) ઉપરનું આવરણ (packing Wrapper) સત્ય નથી. દ્રવ્ય-ક્ષેત્ર કાળ પેકીંગ છે. બાકી સત્ય તો ભાવ રૂપી માલ છે. આપણા વ્યવહારમાં લખાતા પત્રમાં પણ દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવ વણાઈ ગયેલા છે. પત્ર મેળવનાર અને પત્ર લખનાર તથા પત્ર સ્વયં દ્રવ્ય છે. પ્રતિ અને રવાના (To & From) એ ક્ષેત્ર છે. તિથિ-વાર-તારીખ એ કાળ છે. જ્યારે પત્રમાં લખાયેલ હકીકત અને વિગત (matters) એ ‘ભાવ છે. અને હવે છેવટે જોઈશું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાંથી નિષ્પન્ન થતી ધ્યાનની પ્રક્રિયા. આત્માના પ્રદેશો એ પ્રથમથી “હું અને બીજું “હું છે તે ક્ષેત્ર અર્થાત દેહપ્રમાણથી “હું છું. તે જગતના બધા પદાર્થો વિષમરૂપ હોવાથી દરેકના જડ અનુભવ ભિન્ન ભિન્ન છે. તેથી આત્માએ આત્માના વિવેક પ્રકાશમાં વિચારવું-ચકાસવું-તપાસવું કે વિકાસથી “હું કેવો છું ? પહેલાં તો વિચારવું “હું” “હુ' એટલે કોણ ? “હું” એટલે દ્રવ્ય ! આત્મા! આત્મપ્રદેશ ! પ્રદેશપિંડ ! “હું તે જીવ ! “હુ તે ચેતન ! આત્માઆત્મપ્રદેશ! પછી ચિંતવવું “હું કેવડો ? “હું ક્યાં ? કેવડો કહેતાં દેહપ્રમાણ પ્રદેશપિંડ આવશે. સ્વક્ષેત્ર આવશે અને ક્યાં કહેતાં ક્ષેત્ર આવશે આર્યક્ષેત્ર, આર્યકુળ, સંજ્ઞી પંચેન્દ્રિય શરીર. Page #77 -------------------------------------------------------------------------- ________________ ત્રૈકાલિક આત્મવિજ્ઞાન ત્યારબાદ આવશે કાળ અને ભાવની ચિંતવના. મારો સ્વકાળ શું ? અને મારો સ્વભાવ શું ? કાળ અને સ્વભાવના બે ભેદ પડશે, વ્યવહાર કાળ અને વ્યવહાર ભાવ તથા નિશ્ચયકાળ અને નિશ્ચય ભાવ. નિશ્ચય કાળ અને નિશ્ચયભાવ બે જુદાં નથી. બંને એક જ છે. વ્યવહારના કાળમાં ચિંતવવું મારો ક્યો કાળ ચાલે છે ? પુણ્યનો ઉદય છે. તો તો પુણ્યોદયનો કાળ છે જેમાં ધર્મ અને ધર્મસામગ્રી તથા ધર્મરૂચિ મળેલ છે, જેના ટેકા વડે એવી ભાવના ભાવું, એવાં સ્વરૂપ ભાવમાં રમું, સ્વરૂપ રમમાણ થઈ જાઉં કે ભાવ પણ ચાલ્યો જાય અને સ્વભાવમાં આવી જાઉં, નિજાનંદીમાંથી સહજાનંદી બનું, કાળ અને ભાવને અભેદ કરી દઉં. કાળ મારો કોળિયો કરી જાય તે પહેલાં કાળનો હું કોળિયો કરી જાઉં અને કાળને મારા ભાવમાં ભેળવી દઉં. જેથી હું સ્વયં મારા ભાવ વડે મારા સ્વભાવમાં આવી જાઉં. - ૮ Page #78 -------------------------------------------------------------------------- ________________ 3:59 ; પ્રત્યેક કારણની પાર્શ્વભૂમિકામાં કારણ રહેલ છે. અંગ્રેજીમાં જેને Factors Parameteres કહે છે. જૈનદર્શને કરેલ પૃથ્થકરણ અનુસાર કાર્યના મૂળમાં મુખ્યતાએ પાંચ કારણ રહેલ છે. એમાં ગૌણ પ્રધાનતા હોઈ શકે છે. આ પાંચ કારણ જે કાર્ય બનવામાં ભાગ ભજવે છે તે (૧) સ્વભાવ (૨) કાળ (૩) કર્મ (૪) પુરુષાર્થ (ઉદ્યમ) અને (૫) ભવિતવ્યતા (નિયતિપ્રારબ્ધ) છે. જ્યાં સુધી અંતિમ કાર્ય થાય નહિ, કૃતકૃત્ય થવાય નહિ, એટલે કે આત્મા એના સ્વભાવ (મૂળ શુદ્ધ સ્વરૂપ) માં આવે નહિ ત્યાં સુધી આ પાંચ કારણો સંસારી છદ્મસ્થ જીવ વિષે વત્તે ઓછે અંશે ભાગ ભજવે છે અને કાર્ય-કારણની પરંપરા ચાલતી રહે છે. જેમ પાંચ કારણ છે, તેમ જૈન દર્શનના તત્ત્વજ્ઞાન અનુસાર અસ્તિકાય (પ્રદેશ સમૂહ) છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય અને (૫) જીવાસ્તિકાય એમ પાંચ અસ્તિકાય છે. આમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય વિષે માત્ર એક જ કારણ “સ્વભાવ ઘટે છે. એ ત્રણ અસ્તિકાય જડ, અક્રિય અને અરૂપી છે અર્થાત તેમનામાં પરિવર્તન કે પરિભ્રમણ નથી; તેથી તે ત્રણેમાં માત્ર એક જ કારણ સ્વભાવનું અસ્તિત્વ છે. ધર્માસ્તિકાયનો ગતિસહાયક ધર્મ, અધર્માસ્તિકાયની સ્થિતિ સહાયક ધર્મ અને આકાશાસ્તિકાયનો અવગાહના દેવાનો ધર્મ, તેમના તથા પ્રકારના સ્વભાવ છે. તે સાથે પુદ્ગલાસ્તિકાય વિષે માત્ર સ્વભાવ, કાળ અને ભવિતવ્યતા એ ત્રણ કારણો જ ભાગ ભજવે છે. પુગલાસ્તિકાય, એ જડ (અજીવ-નિશ્ચેતન) હોવાથી તેમ જ વેદના અને જ્ઞાન ન હોવાના કારણે કર્મ અને પુરુષાર્થ એ બે કારણ ઘટતા નથી. પરંતુ પુદ્ગલાસ્તિકાય, પરિવર્તનશીલ, (રૂપરૂપાંતરતા પર્યાયાંતરતા) હોવાથી તેમજ પરિભ્રમણશીલ (ક્ષેત્રમંતરતા) હોવાથી સ્વભાવ ઉપરાંત કાળ અને ભવિતવ્યતા ઘટે છે. - જ્યારે જીવાસ્તિકાયમાં જે સંસારી-છસ્વસ્થ જીવો છે એમના વિષે પાંચે કારણો ઘટે છે. ત્યારે સિદ્ધ પરમાત્માના જીવો વિષે, તેઓ તેમના મૂળ શુદ્ધ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૦ સૈકાલિક આત્મવિજ્ઞાન સ્વરૂપમાં આવી કૃતકૃત્ય થયેલ હોવાથી, કર્મરહિત (નિષ્કર્મા) હોવાથી, અક્રિય, અરૂપી પરિવર્તન અને પરિભ્રમણ રહિત પરમ સ્થિરાવસ્થા, સ્થિર, અકાલ હોવાથી એમના વિષે કાળ, કર્મ, પુરુષાર્થ અને ભવિતવ્યતા નથી ઘટતાં, પરંતુ માત્ર સ્વભાવ ઘટે છે. છતાં એટલી સ્પષ્ટતા કરવાની કે જીવ જ્યારે અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં આવે, નિગોદમાંથી નીકળે છે ત્યારે ભવિતવ્યતા જ હોય છે. તો હવે આ પાંચ કારણોની વ્યાખ્યા કરીશું અને સમજીશું. (૧) સ્વભાવ : જે દ્રવ્યમાં જે લક્ષણરૂપ ભાવ હોય તે તેનો સ્વભાવ કહેવાય છે. ગતિ સહાયકતા, ધર્માસ્તિકાયનો, સ્થિતિસહાયતા અધર્માસ્તિકાયનો, અવગાહના દાયિત્વ આકાશાસ્તિકાયનો, પુરણગલન અને ગ્રહણગુણ પુદ્ગલાસ્તિકાયનો તથા દર્શન જ્ઞાન-ચરિત્ર-તપ-વીર્ય-ઉપયોગ (સચ્ચિદાનંદ સ્વરૂ૫) એ જીવાસ્તિકાયનો સ્વભાવ છે. જેનું અસ્તિત્વ ત્રિકાળ હોય, જેને બનાવી શકાય નહિ, જેને મિટાવી શકાય નહિ, જે અનાદિ, અનંત, અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ હોય તેને સ્વભાવ કહેવાય છે. વિશ્વમાં કોઈપણ પદાર્થ અસ્તિત્વરૂપે છે અને તેનો નિશ્ચિત સ્વભાવ છે. તેમ તે નિશ્ચિત સ્વભાવ અનુસારે તેનું નિશ્ચિત કાર્ય પણ છે. આપણે જે છીએ તે આપણું અસ્તિત્વ છે અને આપણે જેવાં છીએ તે આપણો સ્વભાવ છે. ૨) કાળ : વર્તના એટલે પાંચ અસ્તિકામાં થતી અર્થક્રિયા, જેને કાળ કહેવાય છે. ટૂંકમા જીવઅજીવ, (પુદ્ગલપ્રધાન)ના પર્યાયનું નામ જ કાળ. જીવઅજીવના અર્થક્રિયાકારીના અર્થમાં જે ભાવોમાં પર્યાયાંતરતા, રૂપરૂપાંતરતા, ક્ષેત્રમંતરતા છે તે જ કાળ છે. પર્યાયાંતરતા જ્યાં છે, રૂપરૂપાંતરતા ને ક્ષેત્રમંતરતા એટલે કે પરિવર્તન ને પરિભ્રમણ જ્યાં છે ત્યાં કાળ છે. પુદ્ગલદ્રવ્યમાં જે પર્યાય છે તે કાળ છે અને તે અનિત્ય છે. સંસારી છvસ્થ જીવોમાં જે કર્તા-ભોક્તાના ભાવો છે તે કાળ છે, જે અનિત્ય છે. જીવને જે કાળાધ્યાસ છે તેનું જ નામ કાળ. દ્રવ્યની અવસ્થાતરનો ગાળો તે કાળ. ક્રમિક અવસ્થા જેમાં છે તેવાં પુદ્ગલદ્રવ્ય અને સંસારી (અશુદ્ધ) જીવદ્રવ્યને કાળ હોય છે. (૩) કર્મ : ભૂતકાળમાં જીવે પોતાના આત્મપ્રદેશે જમા કરાવેલ પોતાની Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૧ પાંચ કારણ શુભાશુભ માનસિક, વાચિક અને કાયિક ક્રિયાને કર્મ કહે છે. એ જીવ અને પુલનું મિશ્રણ છે. કાશ્મણવર્ગણા (પુગલ) જ્યારે આત્મપ્રદેશ સાથે બદ્ધ સંબંધમાં આવે છે ત્યારે તે કર્મ રૂપે પરિણમે છે. (૪) પુરુષાર્થ (ઉદ્યમ) : જેમાં ફેરફાર કરી શકાતો હોય એમાં ફેરફાર કરવાની ક્રિયાને ઉદ્યમ કહે છે. મન, વચન, કાયાના યોગે કરેલી મળેલ સંજ્ઞા તથા બુદ્ધિ વાપરીને ઈષ્ટની પ્રાપ્તિ માટે કરાયેલો પરિશ્રમ તે પુરુષાર્થ અથવા તો ઉદ્યમ કહેવાય છે. ઉદ્યમ એટલે વીર્યંતરાયનો ક્ષયોપશમ, કે જે વર્તમાન કાળમાં છે અને વર્તમાન, એ ભવિષ્યકાળનું સપનું (કલ્પના) છે. વેદન તો માત્ર વર્તમાન સ્વરૂપ છે. ભવિષ્યકાળ અને ભૂતકાળ છે, એટલે સંબંધ છે. પરંતુ ઉપયોગ અર્થાત વેદનમાં તો માત્ર વર્તમાનકાળ જ છે. ભૂતકાળને ખતમ કરી, ભવિષ્યકાળને સુધારવાની તાકાત વર્તમાનકાળમાં રહેલ ઉદ્યમ-પુરુષાર્થ વીર્યશક્તિમાં છે. કર્મ અને ભવિતવ્યતા હોવા છતાં ઉદ્યમ વિના કાર્ય સિદ્ધિ નથી. જાગૃતિ એ ઉદ્યમ છે. ઉદ્યમથી ભવષ્યિનો અંત આણવાનો હોય છે. - પોતાના ભવિષ્યનો અંત આણવા માટે ઉદ્યમ કરવાનો છે. જ્યારે અન્યના ભવિષ્ય અંગે ભવિતવ્યતાથી વિચાર કરવાનો છે. તે તે જીવોના ભૂતકાળના ઈતિહાસને પણ તથા પ્રકારની ભવિતવ્યતાથી મૂલવવાનો છે. (૫) ભવિતવ્યતા (નિયતિ-પ્રારબ્ધ) : કેવલી ભગવંત (સર્વજ્ઞપ્રભુ) જે બનાવ અર્થાત ઘટના પ્રસંગ કે Event ને જે પ્રમાણે એમના જ્ઞાનમાં જોયો હોય અથવા તો જોતાં હોય તે જ પ્રમાણે તે બનાવનું નિશ્ચિત બનવું તેને ભવિતવ્યતા કહે છે. “ભગવંત જે પ્રમાણે જુએ છે તે જ પ્રમાણે થાય છે; તે ભગવંતની સર્વજ્ઞતા છે. જ્યારે “જે પ્રમાણે થાય છે તે જ પ્રમાણે ભગવંત જુએ છે. તે ભગવંતની વીતરાગતા છે. નિષ્ણયજનતા, નિર્મોહિતા, નિરપેક્ષતા માધ્યસ્થતા છે. જે ફરનાર નથી, જે ટળનાર નથી, જે નિશ્ચિત છે અને જે અવશ્યભાવિ છે તે ભવિતવ્યતા છે. સ્વભાવ અનાદિ-અનંત સિદ્ધ છે. સ્વભાવ અક્રમથી છે. ભવિતવ્યતા એ બનાવ-ઘટના Event છે. એની શરૂઆત (આદિ) છે અને તેનો અંત પણ છે. ભવિતવ્યતા ક્રમથી હોય છે. બનાવ બને ત્યારે ઉત્પાદ અને બનાવ પૂરો થાય ત્યારે વ્યય. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ વૈકાલિક આત્મવિજ્ઞાન ભવિતવ્યતા એ અબાધાકાળવાળું હોવાથી “પર” વસ્તુ છે. ભવિતવ્યતા એ વાયદાનો વેપાર છે. જ્યારે ઉદ્યમ એ રોકડાનો હાજરનો વેપાર છે. સ્ત્રીને માતૃત્વ પ્રાપ્તિના બનાવમાં આ પાંચ કારણો જે ભાગ ભજવે છે અને તેનાથી માતૃત્વ પ્રાપ્તિનું જે કાર્ય બને છે તે વિષે વિચારતાં આ પાંચ કારણો સરળતાથી સમજી શકીશું. સ્વભાવ : માતા બની શકવાનો ધર્મ સ્ત્રીમાં છે. પુરુષ માતા બની શકતો નથી. સ્ત્રીનો માતા બની શકવાનો ધર્મ તે સ્વભાવ. કાળ : સ્ત્રી અમુક નિશ્ચિત સમયે માતા બની શકે છે. સ્ત્રી ઋતુવંતી થયા બાદ જ ગર્ભ રહ્યા પછી, ગર્ભકાળ પૂર્ણ થયે જ માતા બની શકે છે. આમ અહીં માતૃત્વ પ્રાપ્તિના બનાવમાં કાળ પણ એનો ભાગ ભજવે છે. કર્મ : પૂર્વકૃત માતૃત્વ પ્રાપ્તિનું તથા પ્રકારનું કર્મ બાંધ્યું હોય અને તે કર્મ ઉદયમાં આવે ત્યારે જ તે સ્ત્રી માતા બની શકે છે, એ બતાડે છે કે કર્મ માતા બનવામાં કારણભૂત છે. - પુરુષાર્થ ઉદ્યમ : પુરુષ સાથેના ક્રિયાત્મક સંયોગે કરીને સ્ત્રી માતૃત્વ ધારણ કરી શકે છે. જે ઉદ્યમનો ફાળો માતૃત્વ પ્રાપ્તિ વિષે સૂચવે છે. ભવિતવ્યતા-નિયતિ-પ્રારબ્ધ : ઉપરોક્ત ચારે કારણો પ્રાપ્ત હોવા છતાં જો તથા પ્રકારની ભવિતવ્યતા ન હોય તો સ્ત્રી માતા થઈ શકતી નથી. એનાથી એ સાબિત થાય છે કે ભવિતવ્યતા પણ ભાગ ભજવે છે. સ્ત્રીને માતૃત્વ પ્રાપ્તિ બાબતે આ પાંચ કારણો ભાગ ભજવે છે તે આપણા સહુના અનુભવની વાત છે. તે જ પ્રમાણે અન્ય કાર્ય વિષે પણ આ પાંચે કારણો વત્તા ઓછા અંશે ભાગ ભજવે છે. હવે આપણે આ પાંચ કારણથી નિષ્પન્ન થતી સાધના વિષે વિચારીશું. ભવિતવ્યતામાં આપણે પરાધીન છીએ. ભાવમાં આપણે સ્વાધીન છીએ. બહાર બનતા બનાવો (Events) આપણા વશમાં કે આપણા કાબુમાં નથી. પરંતુ ઘટતી તે ઘટનાઓ ઉપર યા તો બનતા તે બનાવો ઉપર ભાવ (feelings) કેવા કરવા કે ભાવ કેવા રાખવા અને તે ભાવ કેમ જાળવવા તે આપણા હાથની વાત છે. એ જ આપણા વશમાં છે અને તે જ આપણો પુરુષાર્થ છે. એ જ પ્રમાણે બહારની સંપત્તિ તથા પ્રકારના કર્મના વિપાકોદયે મળવી તે પ્રારબ્ધ છે. જ્યારે આપણા આત્માને નિરાવરણ (કર્મરહિત) કરવો તે આપણો પુરુષાર્થ છે. પ્રાપ્ત સમય-સંપત્તિ-શક્તિ-સાધનાદિનો આત્મનિસ્તાર કાજે સદુપયોગ કરવો તે જીવનો-આત્માનો પુરુષાર્થ છે. પરિણામ જે આવે તે પ્રારબ્ધ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૩ પાંચ કારણ છે. તે પ્રારબ્ધ અર્થાત્ ભવિતવ્યતા પ્રમાણે છે. આપણી ઇચ્છા, બુદ્ધિ, ક્રિયા, ભાવ એ પુરુષાર્થ છે.આવી મળવું, જે અક્રિયતા છે. જ્યારે પ્રયત્નપૂર્વક ઈચ્છા પ્રમાણેનું મેળવવું તે પુરુષાર્થ છે, જે સક્રિયતા છે. પ્રારબ્ધ “પર” વસ્તુના સંબંધે છે અને તેથી તે પરાધીન છે. “પર” વસ્તુ મળે પણ ખરી અને ન પણ મળે. કર્મનો ઉદય છે તે પ્રારબ્ધ છે. ભાવમાં પરિવર્તન કરવું તે પુરુષાર્થ છે. ક્રોધ નીપજવાના સંયોગો નિર્માણ થવા તે પ્રારબ્ધ છે. જ્યારે ક્રોધના સંયોગોમાં શાંત રહી ક્ષમાભાવ ધારણ કરવો તે પુરુષાર્થ છે. કારણ કે કર્મનો ઉદય છે પણ ભાવનો ઉદય નથી, ભાવ તો કરવાના છે, ભાવવાના છે. ભગવાને સર્વજ્ઞ પ્રભુએ જોયું છે તેવું થવાનું છે તે પ્રારબ્ધ છે. પરંતુ તે છતાં ય એ સર્વજ્ઞ પ્રભુ-વીતરાગ જિનેશ્વર ભગવંત એમની જિનવાણીનું શ્રવણ કરાવે છે એટલે કે ઉપદેશ અથાત દેશના આપે છે, કારણ કે આપણા સહુમાં પુરુષાર્થની શક્તિ છે-ઉદ્યમ છે, વીર્ય ફોરવવાની આંતરિક શક્તિ છે, તાકાત છે. એ વીર્યશક્તિ (પુરુષાર્થ) વડે જ ભગવાનનો ઉપદેશ ઝીલી (ગ્રહ)ને આપણામાંના સંસારભાવ, મિથ્યાત્વભાવ, દેહભાવ, કષાયભાવ આદિ કાઢી નાંખીને યાને કે એને વૈરાગભાવ, સમ્યગભાવ, આત્મભાવ, અધ્યાત્મભાવ, પ્રશાંતભાવમાં પરિણમાવવાનો-પલટાવવાનો પુરુષાર્થ ખેડી શકીએ છીએ. આજે ભાવપલટો, ભાવપરિવર્તન, હૃદયપરિવર્તન છે તે જ છદ્મસ્થ જીવને પહેલાં મિથ્યાત્વ ગુણસ્થાનકેથી ચોથા સમ્યકત્વ ગુણસ્થાનકે આરોહણ કરવાની મનોયોગની દૃષ્ટિ, પરિવર્તનની પ્રક્રિયા છે. (It is a turning point). પાંચ કારણને સાધન બનાવી, સાધના કરી સાધ્ય અર્થાત સિદ્ધિની પ્રાપ્તિ કરવાની છે. કાળ જે વર્તમાન છે, તે ભૂત બને છે અને ભવિષ્ય, વર્તમાન બનીને અવતરે છે. વર્તમાનકાળનો ઉપયોગ કરી, ભૂત અને ભવિષ્યને ખતમ કરી કાળાતીત એટલે કે અકાલ થવાનું છે. ભવિષ્ય-વર્તમાન-ભૂતકાળની જે હારમાળા (Line-Chain) ચાલે છે, કાળનું જે વહેણ વહે છે, તે વિનાશી છે. એમાં વિનાશીપણું છે. જીવે એટલે કે આપણે સહુએ વિચારવાનું છે કે.વિનાશી રહેવું છે? કાળના પ્રવાહમાં તણાતા રહેવું છે? કે પછી અવિનાશી થવું છે ? અવિનાશી થવું હોય, કાળના વમળમાંથી કિનારે આવવું હોય, તો ભવિષ્ય, વર્તમાન, ભૂત એમ કાળની જે શૃંખલા ચાલે છે તેને તોડવી રહી. Page #83 -------------------------------------------------------------------------- ________________ સૈકાલિક આત્મવિજ્ઞાન કાળ પછી સ્વભાવની વાત કરીએ તો સ્વભાવ, જગતનો શું છે ? અને જીવનો પોતાનો શું છે ? એ જીવે એટલે કે આપણે સહુએ વિચારવું જોઈએ અને તે ઉપર ચિંતન, મનન, મંથન, સંશોધન કરી જીવે એના પોતાના (સ્વ) ભાવમાં એટલે કે સ્વભાવમાં આવવું જોઈએ. કર્મ વિષે વિચારતાં એમાંથી સાધના એ નીકળી શકે છે કે કર્મ સારા અને નરસા ઉભય પ્રકારના હોય છે. સત્કર્મનું ફળ સારું અને કુકર્મ (દુષ્કર્મ) નું ફળ ખરાબ હોય છે. તો કર્મ કરતી વખતે અર્થાત કર્મબંધના સમયે જીવે વિવેકી બની સત્કર્મ-સુકર્મ-સુકૃત તરફ વળવું જોઈએ.' ઉદ્યમની વાત લઈએ તો તે પાંચે કારણમાં જીવને સ્વાધીન એવું કારણ છે. માટે જીવે શુભમાં પ્રવૃત્તિશીલ થવું જોઈએ અને પ્રમાદ છોડી અપ્રમત (જાગૃત સાવધ) બની શુભમાં જોડાઈ શુદ્ધ (કર્મમલરહિત) થવું જોઈએ. અંતે ભવિતવ્યતામાંથી સાધના એ નીકળે છે કે જીવ ઇચ્છે છે કાંઈ અને થાય છે કાંઈ. તો જે પરિણામ આવે તેને નિયતિ, નિશ્ચિત ભાવિ સમજી લઈ રતિ-અરતિ, હર્ષ શોકથી દૂર રહી સમભાવ ટકાવી શકાય અને સમતામાં રહી શકાય. પાંચે કારણ મળી કાર્ય બને છે તો એ પાંચ કારણથી જીવે સાધના કરવી જોઈએ. કાળ-કર્મ ઉદ્યમ-નિયતિ આદિ આત્માનું સ્વરૂપ નથી. પરંતુ પરમાત્મપદ પ્રાપ્તિના સાધન છે. ઉદ્યમ આદિ કરવા છતાં ય પરિણામ ન આવે તો હતાશ નહિ થતાં સ્વરૂપમાં સાધનમાં સ્થિર રહેવું. સાધનથી પરિણામ ન આવે તો કાળધર્મ-ઉદ્યમ આદિથી પર થવું અર્થાત ઉપર ઊઠવું, સાધનથી રહિત નથી થવાનું પણ સાધનથી સમર્થ થવાનું છે. કાર્યના મૂળમાં રહેલ આ પાંચે મૂળ કારણથી આત્માના મૂળ શુદ્ધ, સ્વરૂપને સમજી જીવે પાંચ કારણથી સાધના કરી સ્વયંના શુદ્ધ આત્મ-સ્વરૂપપરમાત્મ સ્વરૂપનું પ્રાગટ્ય કરવાનું છે. મોક્ષની પ્રાપ્તિ થવાની છે, એ આપણી ભવિતવ્યતા છે. તો ચાલો આપણા સ્વભાવને ઓળખી, કાળના ભ્રમમાંથી બહાર નીકળી, કર્મરહિત થવામાં આપણે સહુ કોઈ ઉદ્યમી બનીએ તેવી અભ્યર્થના ! : Page #84 -------------------------------------------------------------------------- ________________ #જ . જો કે કારણે સાધના-કારણ : અગાઉના લેખમાં સ્વભાવ-કાળ-કર્મ -ઉદ્યમ અને નિયતિ એ પાંચ સમવાયી કારણ વિષે વિગતે વિચાર્યું. એ પાંચ સમવાયી કારણની જેમ મુક્તિ પ્રાપ્તિ માટે ચાર સાધના કારણની આવશ્યકતા છે જે પ્રાપ્ત કરી તે વડે મુક્તિ પ્રાપ્તિનું કાર્ય સિદ્ધ થઈ શકે છે. એ ચાર સાધના કારણો નીચે પ્રમાણે છે: (૧) અપેક્ષા કારણ (૨) નિમિત્ત કારણ (૩) અસાધારણ કારણ અને (૪) ઉપાદાન કારણ. (૧) અપેક્ષા કારણ : અપેક્ષા કારણ પૂર્વકૃત કર્મથી પ્રાપ્ત થાય છે. જે જન્મથી લઈ મરણ યા તો નિર્વાણ સુધી આત્મા ની સાથે હોય છે. અપેક્ષાકારણનો વ્યાપાર માફક ક્રય-વિક્રય હોતો નથી. એ પાયો (Foundation) છે. કર્મભૂમિ, (જ્યાં અસિ-મસિ અને કૃષિનો વ્યવહાર હોય છે તે પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહના ક્ષેત્રને કર્મભૂમિ કહેવાય છે) મુક્તિ પ્રાપ્તિને અનુકૂળ કાળ કે જેને કાળચક્રની ગણતરીમાં ચોથો દુઃખમસુખમનો આરો કહે છે તે કાળ, આર્યક્ષેત્ર, આર્યજાતિ, ઉચ્ચગોત્ર સંજ્ઞિ પંચેન્દ્રિય મનુષ્યયોનિ તથા વજઋષભ નારાચ સંઘયણ તે અપેક્ષા કારણ છે. સંધયણના જૈન દર્શનમાં છ પ્રકાર વર્ણવેલ છે કે વજઋષભનારાચસંઘયણ, ઋષભનારાચસંઘયણ, નારાચસંઘયણ, અર્ધનારા સંઘયણ, કિલિકા અને સેવાર્ત અથવા છેવટનું સંઘયણ, વજ ઋષભનારાચસંઘયણ, એ શારીરિક બળની પરાકાષ્ઠા છે. શરીરના હાડકાની દઢતા અને બળ, મનના વિકાસ તથા મનોબળ માટે સહાયક છે. જેમ આપણે વ્યવહારમાં પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ કે, આપણા નિર્બળ સંઘયણને અંગે ભલભલા કહેવાતા ખેરખા શરીરની નિર્બળતાએ મનથી દીન હીન બની જાય છે. વજઋષભનારાચસંઘયણની પ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્તિમાં અપેક્ષા એ જેને કહે છે તેને આવશ્યક છે. કર્મભૂમિ, દુઃખમસુખમ નામનો ચોથો આરો અથવા મહાવિદેહ ક્ષેત્ર કે જ્યાં સદા મોક્ષપ્રાપ્તિ છે, અને તેથી જ તે સર્વેને અપેક્ષા કારણમાં ગણાવેલ છે. મોક્ષની પ્રાપ્તિને અનુકૂળ મનુષ્યભવ મળવો એ જૈન દર્શનમાં જણાવેલ દશ દષ્ટાંતે દુર્લભ અર્થાત્ અત્યંત દુર્લભ છે. મહાપુણ્યોદયે કરીને એની જીવને પ્રાપ્તિ થાય છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૨ - સૈકાલિક આત્મવિજ્ઞાન (૨) નિમિત્તકારણ : નિમિત્તકારણનો વ્યાપાર હોય છે, અને તેને બહારથી મેળવવા પડે છે. યા તો તથા પ્રકારનો યોગ હોય તો યોગાનુયોગ એવાં નિમિત્ત આવી મળે છે. નિમિત્તકારણમાં આત્માનું કર્તાપણું છે. વળી નિમિત્ત બે પ્રકારનાં છે. એક તો જડ નિમિત્ત એટલે કે ચરવળો-ઓઘો-મુહપતી-કટાસણું આસન-મંદિર-ગ્રંથ આદિ ઉપકરણો જેને કરણનિમિત્ત કહેવાય છે. બીજાં ચેતન નિમિત્ત છે જે દેવ ગુરુ-સાધર્મિક આદિ છે જેને કર્તા નિમિત્ત કહેવાય છે, અને તે આપણાથી ભિન્નક્ષેત્રે હોય છે. (૩) અસાધારણ કરણ : અપેક્ષા અને નિમિત્ત કારણને પ્રાપ્ત કરી, અંત:કરણની, મોક્ષપ્રાપ્તિને યોગ્ય તથા પ્રકારની (Development) શુદ્ધિ થવી, તે મોક્ષપ્રાપ્તિ અંગેનું અસાધારણ કારણ કહેવાય. ટૂંકમાં બહારના મંદિર-મૂર્તિ-આગમગ્રંથ-ધર્મ તથા દેવ અને ગુરુના નિમિત્ત કારણને પ્રાપ્ત કરીને અત્યંતરમાં ક્રોધ-માન-માયા-લોભ આદિ કષાયોનું ઉપશમન થવું અને રાગ-દ્વેષ રહિત થતાં જઈ નિસ્પૃહી બનવું તેને અસાધારણ કારણ કહે છે. કાર્ય એક તત્વ છે. જેનું અનંતરકારણ એક હોય છે. પરંતુ પરંપરકારણ અનેક હોય છે. કાર્યની સિદ્ધિ પૂર્વેનું અંતિમકારણ તે અનંત કારણ અને તેની પાર્શ્વભૂમિમાં રહેલા અન્ય કારણો તે પરંપરકારણ. સર્વજ્ઞતા અર્થાત કેવલજ્ઞાનની પ્રાપ્તિનું અનંતરકારણ તે વીતરાગતા, ક્ષપકશ્રેણિ છે. જ્યારે એની પૂર્વેના પરંપરકારણમાં ગુણસ્થાનક આરોહણ સમ્યકત્વ પ્રાપ્તિ આદિ છે. (૪) ઉપાદાન કારણ : ઉપાદાન કારણ એટલે આત્મા સ્વય. આત્માને મોક્ષ કરી શકે છે અને થાય છે. જેમ કે માટીનો ઘડો બને છે, કપડાનો ઘડે બનતો નથી. ઘડાકારે પરિણમનનો સ્વભાવ માટીનો છે. તેમ પરમાત્મ સ્વરૂપે પરિણમનનો સ્વભાવ આત્માનો છે માટે આત્માને ઉપાદાન કારણ કહેલ છે. ટૂંકમાં ઉપાદાન કારણ એ ગુણી દ્રવ્ય સ્વયં છે. જ્યારે અસાધારણ કારણ એ ગુણનો ગુણ છે. અથવા તો કહો કે મોક્ષનો ઇચ્છુક એ ઉપાદાનકારણ છે, જ્યારે મોક્ષની ઈચ્છા એ અસાધારણ કારણ છે. ઉપાદાન કારણ દ્રવ્ય પ્રધાન છે. જ્યારે અસાધારણ કારણ ગુણપર્યાય પ્રધાન છે. આમાં એક વિભાગમાં અપેક્ષા અને નિમિત્ત કારણ છે જેની ક્રમથી પ્રાપ્તિ છે, જ્યારે બીજા વિભાગમાં અસાધારણ અને ઉપાદાન કારણ છે જે યુગપદ્ પ્રાપ્ત થાય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ચાર કારણ ૭૭ કર્મભૂમિ, આર્યક્ષેત્ર, આર્યજાતિ, ઉચ્ચગોત્ર, સાત્ત્વિક ભાવ યુક્ત સંસ્કારી જીવનની અપેક્ષાએ જ્યાં અપેક્ષાકારણ છે ત્યાં જ નિમિત્તકારણો મળી શકે છે. અપેક્ષાકારણ મળ્યા પછી નિમિત્તકારણના સબંધમાં આવવું પડતું હોય છે. માટે જ તેની અપેક્ષાકારણ અને નિમિત્તકારણ એવા બે ક્રમમાં વહેંચણી કરી. અપેક્ષા અને નિમિત્તકારણને પામીને, અસાધારણ કારણ અને ઉપાદાનકારણને પામવાની શક્યતા ઊભી થાય છે. જે પ્રાપ્ત થયેથી અસાધારણ અને ઉપાદાન કારણ યુગપ ્ પ્રાપ્ત થાય છે. કારણ કે દ્રવ્યથી તેના ગુણ પર્યાય અભિન્ન ફોટા છે. અર્થાત દ્રવ્ય એ ઉપાદાન કારણ છે અને ગુણપર્યાયનો વિકાસ અસાધારણ કારણ છે. ઉદાહરણ તરીકે મોક્ષનો ઇચ્છુક ઉપાદાન દ્રવ્ય છે અને મોક્ષની ઇચ્છા તથા તેને અનુકૂળ વૃત્તિ ને પ્રવૃત્તિ એ અસાધારણ કારણ છે. ગુણસ્થાનક ક્રમારોહની પરિપાટીથી ચોથા ગુણસ્થાનકથી શરૂ કરી જે સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ આદિ સાધક અવસ્થાઓ છે, તે અને તેમાં રહેલા સાધનાના ગુણો યાવત્ કેવલજ્ઞાન સુધી સર્વ અસાધારણ કારણ રૂપે છે, અંતે કેવલજ્ઞાન પ્રાપ્ત થયેથી અસાધારણ અને ઉપાદાનકારણ એક થઈ જાય છે. કેવલજ્ઞાની દ્રવ્ય છે, જેમાં જ્ઞાન ગુણ છે અને કેવલજ્ઞાન એ જ્ઞાનનો પર્યાય છે. એટલે અસાધારણ કારણ રૂપ ગુણપર્યાય અને કેવલજ્ઞાની દ્રવ્ય અભેદ થઈ જાય છે. સાધક અવસ્થામાં, વિકાસક્રમમાં ઉપાદાનનો વિકાસ જે ભેદરૂપ દેખાય છે, તે સાધ્ય અવસ્થામાં અભેદ થઈ જાય છે. અંતિમ કાર્યની કૃતિ અને કારણની સમાપ્તિથી જે કૃતકૃત્યાવસ્થાની અર્થાત્ પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે ત્યારે ગુણ અને ગુણી અભેદ થાય છે. પછી અપેક્ષાકારણ અને નિમિત્તકારણ મોક્ષ પ્રાપ્ત થયે રહેતા નથી. કેમ કે તે ઊભય ‘પર’ દ્રવ્ય હોવાથી ભેદરૂપ છે જેથી છૂટાં પડી જાય છે. સમસ્ત વિશ્વમાં તેમ જ મોક્ષમાર્ગની સાધનામાં આ ચાર સાધના કારણોનું સંચાલન છે, જે માટીને અપાતા ઘડાકાર અને ઘઉંમાથી બનાવાતી રોટલીના દૃષ્ટાંતથી સ્પષ્ટ સમજી શકાય છે. માટીને અપાતા ઘડાકારમાં ખુલ્લું આકાશ અને ભૂમિ અપેક્ષા કારણ છે. દંડ, ચક્રાદિ કરણ નિમિત્તકારણ છે. જ્યારે કુંભાર કર્તા નિમિત્તકારણ છે અને માટી ઉપાદાનકારણ છે, તે જ પ્રમાણે માટીનો પિંડ ઘડાકારને પ્રાપ્ત કરે ત્યાં સુધીના વચલા આકારો જેને શાસ્ત્રીયભાષામાં સ્થાન, કોષ કપાલ, કુશળ વિગેરે પર્યાયોથી ઓળખવામાં આવે છે તે અસાધારણકારણો છે. તેમ ઘઉંની રોટલીમાં લોટ, કર્ણક અને Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સૈકાલિક આત્મવિજ્ઞાન કણેકના ભૂવા વગેરે અવસ્થાઓ તૈયાર થયેલી રોટલી, તે રોટલીની પૂર્વ અવસ્થાઓ અસાધારણકારણ કહેવાય છે. જ્યારે ઘઉં ઉપાદાનકારણ છે. અપેક્ષાકારણમાં અગાઉ જણાવ્યા મુજબ પૂર્વકૃત કર્મ છે. જ્યારે નિમિત્ત કારણમાં જીવનું સમ્યક કર્તાપણું છે. કેમકે દેવને ઈષ્ટરૂપે સ્વીકારવા-સ્થાપવામાં, ગુરૂજનને ગુરુ પદે સ્થાપવામાં તથા સાધાર્મિક, સુજન, સંતનો સમાગમ સત્સંગ કરવા આદિમાં તેમજ અર્ચના ઉપાસનાદિ કરવામાં કર્તાપણું છે. અપેક્ષા અને નિમિત્તકારણને પ્રાપ્ત કરી અસાધારણકારણ તથા ઉપાદાનકારણમાં પ્રવેશ કરવાનો છે, કે જ્યાંથી અત્યંતર મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. જેના અંતે પરમાત્મપદની પ્રાપ્તિ સાથે જ અસાધારણ અને ઉપાદાનકારણ ઉભય અભેદ થઈ જાય છે. જ્યારે નિમિત્તસાધન નિમિત્ત જ રહે છે, ભેદરૂપે જ રહે છે. પણ અભેદ થતું નથી. જ્યારે અપેક્ષાકારણ દેહના અંત સાથે નિર્વાણ થતાં અંત પામે છે. અપેક્ષાકરણ અને નિમિત્તકારણ સુધી પહોંચવામાં તો આપણને આપણાં શુભકર્મો સહાયભૂત થાય છે. પરંતુ નિમિત્ત કારણરૂપ દેવ-ગુરુ ભગવંત આપણને અપેક્ષા અને નિમિત્તમાં જ ગોંધી ન રાખતાં આપણને અસાધારણ અને ઉપાદાન કારણમાં જવા પ્રેરે છે. કર્મ કાંઈ આપણને અસાધારણ અને ઉપાદાન કારણમાં લઈ જતાં નથી. સ્થૂલ ઉદાહરણથી સમજવું હોય તો સમજી શકાય કે અમુક સંયોગમાં વેદ્ય-દાક્તર નળી દ્વારા અન્ન જઠરમાં પહોંચાડી દેશે પણ તે અન્નમાંથી રસ-લોહી-વીર્ય શક્તિ તો શરીરે સ્વયં જ બનાવવી પડશે. પૂર્વ પુણ્યકર્મના ઉદયે શ્રીમંત કુટુંબમાં જન્મ એ પૂર્વકૃત કર્મને કારણે મળે અને ટળી જઈ શકે છે. પણ શ્રીમંત-સમૃદ્ધ સંસ્કાર વારસો તો શ્રીમંત સંસ્કારી સ્વજન, મિત્ર, સત્સંગ, વાચન આદિન નિમિત્તથી જ મળી શકે છે. બાહ્ય સાધન (ઉપકરણ)થી સાધના કરવાની છે અને અત્યંતર અસાધારણકારણ દ્વારા ભાવમાં આરોહણ કરવાનું છે. અથાત્ત પરંપરાએ ક્ષપકશ્રેણિ માંડવાની છે જે ઉપાદાનકારણની ખિલવણી છે. અર્થ અને કામ એવું તત્ત્વ છે કે બીજાં આપણા માટે કરી આપે જ્યારે મોક્ષ એવું તત્ત્વ છે કે કોઈ આપણું નહિ કરી આપે. આત્મા સ્વયં ઉપાદાનકારણ છે તે અસાધારણ કારણ તૈયાર કરે તો મુક્તાત્મા-પરમાત્મા બને. બીજા આપણા માટે રાંધી શકે, ખવડાવી પણ શકે પરંતુ બીજા ખાય અને આપણું પેટ ભરાય એ તો કદી નહિ બને. જે ખાય તેનું જ પેટ ભરાય. અને તે જ તૃપ્ત થાય, બીજો નહિ. એ તો આપણા સહુના અનુભવની વાત છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ચાર કારણ ૭૯ જે કારણથી નિશ્ચિત કાર્ય થાય છે તે કારણ અંશરૂપ હોવા છતાં તેમાં પૂર્ણતાનો આરોપ કરીને તેને પ્રધાનત્વ આપવું એ કૃતજ્ઞતા ગુણ છે. રસોઈ માટે સર્વ સાધન સામગ્રી હાજર હોવા છતાં અગ્નિ પેટાવવા એકાદી કાંડી દીવાસળી ન હોય તો તેના માટે છેલ્લી ઘડીએ દોડાદોડ થઈ પડે છે એ આપણો જીવન વ્યવહારના અનુભવની વાત છે. એવે સમયે દીવાસળી જેવી મામૂલી વસ્તુની પ્રધાનતા થઈ પડે છે. એટલે જ તો આપણે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવા ઉપકરણોના ઉજમણાનું આયોજન કરી તે પ્રત્યેનો અહોભાવઉપકારભાવ વ્યક્ત કરીએ છીએ. ઊજમણા દ્વારા ઉપકરણોના દર્શન વંદન કરીએ છીએ અને તેમની ઉપકારકતા ઉપર સ્વીકૃતિની મહોર-છાપ મારીએ છીએ. બાહ્ય પંચાચારના પાલનમાં દેવગુરુ જેઓ કર્તા નિમિત્ત છે એમનું આલંબન લઈને બાહ્ય ઉપકરણાદિ જે કરણનિમિત્ત છે તેના દ્વારા સાધના કરી અત્યંતરમાં પંચાચારના પાલનમાં અંતરયાત્રા રૂપે કષાયનું ઉપશમન કે જે અસાધારણકારણ છે તે કરતાં કરતાં કષાયનો સર્વથા ક્ષય કરવાનો હોય છે. ૬૭ બોલની સજ્ઝાયમાં તથા આઠ યોગ દૃષ્ટિની સઝાયમાં મહામહોપાધ્યાય યશોવિજયજીએ દેવ અને ગુરુનું માહાત્મય ગાયું છે કે.... ‘સમકિત દાયક ગુરુ તણો પચ્ચવયાર (પ્રતિ ઉપકાર) ન થાય ભવ કોડાકોડે કરી કરતાં સર્વ ઉપાય.' -૬૭ બોલ. ‘પશુ ટાલી સુરરૂપ કરે, જે સમકિતને અવદાત રે; એ ગુણ વીર તણો ન વિસારું.... -સ્થિરાદષ્ટિ ઉપર સઝાય. જ્યાં કાર્ય-કારણની પરંપરા ચાલે છે તેમાં કારણ કાર્ય માટે છે, અને તે થયેલ કાર્ય આગળના કાર્ય માટે કારણ બને છે. પરંતુ પૂર્ણ યાને કે અંતિમકાર્ય થયા પછી આગળનું કાર્ય હોતું નથી. તેમજ કૃતકૃત્ય થયેથી પહેલાના કારણને જોવાની અને હોવાની જરૂર નથી. કારણ-કાર્યની પરંપરાનો ત્યાં અંત આવે છે. કારણ-કાર્યના ભાવમાં ત્રિકાલાબાધિત નિયમ છે કે...‘અંતિમ કાર્યનું કાર્ય ન હોય અને મૂળ કારણનું કારણ ન હોય.' આ જ વિધાનમાં પેલી કાળજૂની સમસ્યા ‘મુરઘી પહેલી કે ઇંડું પહેલું ?” નો ઉકેલ મળી જાય છે, કે મુરઘી ઇંડા સાપેક્ષ છે અને ઇંડું મુરઘી સાપેક્ષ છે. યાદ રહે કે કર્યું તેને કહેવાય કે જે કર્યા બાદ કોઈ કરવાપણું જ રહે નહિ, અને થયું તેને કહેવાય કે જે થયા બાદ ટળે નહિ, વિનાશ પામે નહિ, ઓછુંવત્તું થાય નહિ, ફેરફાર Page #89 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ૮૦ સૈકાલિક આત્મવિશાના થાય નહિ. ન બગડવાપણું હોય કે ન સુધરવાપણું હોય, કે તો તેનાથી ક્યાંક, કશું અધિક હોય, તેમ તેના રક્ષણ કે જાળવણીની આવશ્યકતા નહિ હોય. એ ત્રિકાળ એકરૂપ હોય, થયું તે છે કે જે થયા પછી સ્થિર થઈ જાય, સ્થાયી બની જાય, જેમાં આગળ થવાનું હોય અથવા કરવાનું બાકી હોય તેને અંતિમ કાર્ય ન કહેવાય. કાર્ય-કારણની રૂપરેખા એ છે કે ક્યાં તો.... (અ) સંસારમાંથી સંસાર બનાવવો અને કાર્ય-કારણની પરંપરા ચાલુ ને ચાલુ જ રાખવી. સ્ટેશન પછી સ્ટેશન અને એક મુકામ પછી બીજા મુકામના ફેરા-ચક્કર ચાલુ જ રાખવા, કે જ્યાં મંઝિલ હોય જ નહિ. અથવા તો..... (૧) સંસારમાંથી મોક્ષમાર્ગ કોરી કાઢવો અને સંસારરહિત અંતિમકાર્ય કરી સિદ્ધિ મેળવવી-મુક્તિ મેળવવી અને આત્મામાંથી પરમાત્મા બની જવું, જેથી કાર્ય કારણની પરંપરા-વૃંખલાનો અંત આણી ચકકરમાંથી છૂટી જઈ સાદિ-અનંત સ્થિર થઈ જવાય. જ્યાં કાર્ય કારણ હોય છે ત્યાં કર્તા-ભોક્તા ભાવ હોય છે. પ્રયોજન હોવાથી સુખ માટેનો ભોક્તાભાવ અને કાર્ય હોવાથી ત્યાં કર્તાભાવ આવે છે. પુરુષાર્થ એ કર્તાભાવ છે. જ્યારે મોક્ષમાર્ગમાં મોહભાવને હણવારૂપ કર્તાભાવ હોય છે. જે બની શકે એમ હોય તે કર્તવ્ય છે અને તે જ કાર્યરૂપ હોય છે. જે કાર્ય પછી નિત્યતાની પ્રાપ્તિ થાય તેને કાર્ય કહેવાય. પુદ્ગલદ્રવ્ય વિનાશી હોવાથી પારમાર્થિકતાએ તે કાર્યક્ષેત્ર નથી. આત્મક્ષેત્ર એવું છે કે જ્યાં અંતિમકાર્યની સિદ્ધિ થઈ શકે છે. માટે જ મોક્ષ એ કાર્ય છે અને તે અવશ્ય ભવ્યજીવોએ કરવા જેવું કર્તવ્ય છે, એ કર્તવ્યરૂપ છે. મોક્ષ પ્રાપ્ત થયા પછી કાંઈ કરવાપણું રહેતું નથી. તેથી તે કાર્ય થયું કહેવાય. અજ્ઞાની ફળને ચોટે છે. પરંતુ તે ફળના મૂળકારણને જોતો નથી. એ પ્પાનવૃત્તિ છે. જ્યારે જ્ઞાની કાર્ય (ફળ)માં કારણને એટલે કે મૂળને જુએ છે. અને કારણ અર્થાત કર્મસંબંધના સમયે તેના કાર્ય એટલે કે ફળનો વિચાર કરે છે. એ સિંહવૃત્તિ છે. શ્વાન લાકડી વાગે ત્યારે લાકડીને પકડે છે. સિંહ લાકડી મારનારને પકડે છે. અજ્ઞાની પુણ્યોદયમાં ફળને ચોંટે છે અને પુણ્ય કર્મબંધ વેળાના શુભભાવને Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૧ ચાર કારણ ભૂલે છે. જ્યારે પાપકર્મબંધ વેળા અજ્ઞાની તેના ફળ સ્વરૂપે આવી પડનાર દુઃખનો વિચાર કરતો જ નથી. અપેક્ષાકારણ મોક્ષ પ્રાપ્તિ માટે જ્યાં સુધી ન મળેલ હોય ત્યાં સુધી પ્રધાન સમજવા. અપેક્ષાકારણ મળ્યા પછી દેવ-ગુરુધર્મ નિમિત્તકારણ બળવાન લેખવા કે જેની પ્રાપ્તિથી જીવના પોતાના અસાધારણકારણ (ગુણ) અને ઉપાદાનકારણ (ગુણી) ઘાતકર્મના ક્ષય અર્થાત મોક્ષપ્રાપ્તિ માટે મહત્વના બની નિમિત્તકારણને પ્રાપ્ત કરીને તેને સફળ કરવા માટે અસાધારણ અને ઉપાદાન કારણને આત્મપુરુષાર્થ કરીને તેજવંતું બનાવવું જોઈએ. તો જ પરિણામે સ્વસ્વરૂપને પમાય અને આત્માને નિરાવરણ બનાવાય. • નિમિત્તકારણ એ “પર” છે જ્યારે ઉપાદાનકારણ “સ્વ” છે. એટલે કે નિમિત્ત અને ઉપાદાનકારણમાં ભેદ છે. જ્યારે ઉપાદાન અને અસાધારણ કારણ ઉભય “સ્વ” છે અને તેથી ભેદરૂપ નથી. તેમ જ વિધેયાત્મક (Positive) છે. તેથી વિપરીત અપેક્ષા અને નિમિત્તકારણ ઉભય પર હોવાથી નિષેધાત્મક (Negative) છે. મૂળ આધાર કારણ એટલે ઉપાદાનકારણ અને તેની વચલી વિકાસ અવસ્થાઓ તે અસાધારણકારણ. અપેક્ષા-નિમિત્ત-અસાધારણ અને ઉપાદાન કારણથી જે કાર્ય થાય તે વડે આકારો આત્માના ઉપયોગને અર્થાત ઉપાદાનને આપવાના છે અને નહિ કે પુગલને જેમ દંડ, ચક્ર, પાણી અને હસ્તદ્વય એ ચાર વડે જે આકાર આપવાના છે તે માટીને અને નહિ કે હસ્તદ્વયના માલિક કુંભારને. સ્વક્ષેત્ર, સ્વગુણ પર્યાયરૂપ જે હોય તે નિશ્ચય કહેવાય તેથી અસાધારણ અને ઉપાદાન કારણ સ્વક્ષેત્રે હોવાથી તે નિશ્ચયરૂપ છે. અપેક્ષાકારણ અને નિમિત્તકારણ પરદ્રવ્ય છે અને પરક્ષેત્રે છે તેથી તે વ્યવહારરૂપ છે. અપેક્ષાકારણ મળ્યા બાદ નિમિત્ત કારણને મેળવવા અને તેનાથી અસાધારણ અને ઉપાદાન કારણને કેળવવાના હોય છે. તેમ કરશું તો જ પાર ઉતરશું. અન્યથા મળેલાં અપેક્ષા અને નિમિત્તકારણ પણ ચાલ્યા જશે અને સ્થિતિ ઘાંચીની ઘાણીના બળદ જેવી થશે. જેટલી નિમિત્ત ઉપર આપણી દષ્ટિ છે તેટલી આપણા ઉપાદાન ઉપર આપણી દૃષ્ટિ નથી. નિમિત્ત ઉપરની દૃષ્ટિ નિમિત્ત ન મળે ત્યાં સુધી રાખવાની હોય છે જ્યારે ઉપાદાન ઉપરની દૃષ્ટિ તો કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી રાખવાની હોય છે. S-6 Page #91 -------------------------------------------------------------------------- ________________ ત્રૈકાલિક આત્મવિજ્ઞાન દર્દ અને દરિદ્રતા ન હોય તો જીવન જીવવા જેવું લાગે છે અને કાંઈક સુખને અનુભવીએ છીએ. એ જ પ્રમાણે સમ્યગદૃષ્ટિપણું આવે તો આપણે ધર્મમાં કાંઈક સ્થાન પામીએ. ર નિશ્ચયથી અસાધારણ કારણ (ગુણ) તૈયાર થાય તો ‘આત્મકૃપા’ થઈ કહેવાય. બાકી વ્યવહારથી દેવ-ગુરુના વંદન-પૂજન-સેવા-વૈયાવચ્ચથી નિમિત્તકૃપા અર્થાત ગુરુકૃપા તો મળી શકે છે. આત્માના મોહાદિ, રાગ દ્વેષાદિ દેહભાવો, સંસારભાવો એ ખાડાટેકરાવાળી ખરબચડી ભૂમિ છે. જે ઉપર આત્મા ભાવરૂપી નિસરણી ઊંચે ચઢવા માટે મૂકી શકતો નથી. જ્યારે દેવગુરુ નિષ્પરિગ્રહી, નિરારંભી, નિરવધ, નિર્દોષ, નિષ્પાપ લીસી સપાટ ભૂમિ છે, જે ઉપર આત્મા પોતાની ભાવરૂપી નિસરણી મૂકી ઉપર ચઢી શકે છે. ભાવારોહણ કરી શકે છે અને શ્રેણિએ આરૂઢ થઈ શકે છે. દેવગુરુ નિસરણી માંડવા માટે નિમિત્ત છે. જે નિસરણીના સહારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી આગળ વધવાનું છે. આત્માએ પોતે પોતાના અસાધારણ કારણ વડે અને ઉપાદાન કારણ વડે ચોર્યાસી લાખ યોનિમાંથી મનુષ્યયોનિ અને સદ્ગુરુનો યોગ મેળવ્યો એ એની ઉપર થયેલ “પરમાત્મ કૃપા' છે. હવે સદ્ગુરુનો સત્સંગ સેવી પોતાના અસાધારણ અને ઉપાદાન કારણને તૈયાર કરી સ્વયં પરમાત્મા બનવું તે ‘આત્મકૃપા’ છે. ‘પરમાત્મકૃપા મળેલ છે એવાં આપણે સહુ ‘આત્મકૃપા’ કરી સ્વયં પરમાત્મા બનીએ તેવં અભ્યર્થના ! Page #92 -------------------------------------------------------------------------- ________________ ને ૯, પંચાચારની વિશિષ્ટતા સમગ્ર વિશ્વ છ દ્રવ્યો - (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય (૫) જીવાસ્તિકાય અને (૬) કાળનું બનેલું છે. આ દ્રવ્યોના સામાન્ય અને વિશેષ ગુણધર્મ છે. સામાન્ય ગુણધર્મ દશ છે. (૧) અસ્તિત્વ (૨) વસ્તુત્વ (૩) દ્રવ્યત્વ (૪) પ્રદેશ– (૫) અગુરુલઘુત્વ (૬) પ્રમેયત્વ (૭) ચેતનત્વ (૮) અચેતનત્વ (૯) મૂર્તત્વ અને (૧૦) અમૂર્તત્વ. ***જીવંદ્રવ્ય સંખ્યામાં એકથી અધિક હોવાને કારણે ચેતનત્વને સામાન્ય ગુણધર્મ કહેલ છે, તે જ પ્રમાણે પુગલાસ્તિકાય પણ એકથી અધિક હોવાને કારણે મૂર્તિને પણ સામાન્ય ગુણધર્મ જણાવેલ છે. આમ ચેતનત્વ-અચેતનત્વ અને અમૂર્તત્વ (અરૂપી)-મૂર્તત્વ (રૂપી) એ સજાતિયની અપેક્ષાએ સામાન્ય ગુણધર્મ છે અને વિજાતિયની અપેક્ષાએ વિશેષ ગુણધર્મ છે. અત્રે અરૂપીઅમૂર્ત એટલે કે મૂર્તમૂતાંતર અભાવ-હવે દ્રવ્યોના પોતાપણાને ઓળખાવનારા જે વિશેષ ગુણધર્મ છે તે નીચે પ્રમાણે છે. જીવદ્રવ્ય : (૧) જ્ઞાન (૨) દર્શન (૩) સુખ (ચારિત્રતા) અને (૪) વીર્ય. પુદ્ગલદ્રવ્ય : (૧) વર્ણ (૨) ગંધ (૩) રસ અને (૪) સ્પર્શ. આકાશદ્રવ્ય : અવગાહના હેતુત્વ. અધર્માસ્તિકાય : સ્થિતિ હેતુત્વ. ધર્માસ્તિકાય : ગતિ હેતુત્વ. કાળદ્રવ્ય : વર્તના હેતુત્વ. વિશ્વમાં એકમાત્ર સંસારી જીવ સિવાયના બધાય દ્રવ્યો તથા સિદ્ધના જીવો પોતાના ગુણધર્મ પ્રમાણે વર્તે છે. અર્થાત તે તે દ્રવ્યો નિયમ પ્રમાણે વર્તે છે. સંસારી છદ્મસ્થ જીવો જ એવા છે જે નિયમ પ્રમાણે વર્તતા નથી. માટે તેમણે નિયમમાં આવવાનું છે, જે માટે સંયમની જરૂર છે કે જે સંયમની સહાયે જીવ પોતાના નિયમમાં એટલે કે સ્વરૂપમાં આવી શકે. જીવને સ્વરૂપમાં લાવી આપનાર અર્થાત્ જીવના સ્વગુણ સ્વરૂપની પ્રાપ્તિ કરાવી આપનાર Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૪ - - સૈકાલિક આત્મવિજ્ઞાન જે ધર્મ સર્વજ્ઞ વીતરાગ તીર્થકર ભગવંતોએ આપણને આપ્યો છે તે પંચાચાર પાલન ધર્મ છે. આ પંચાચારને સમજવા માટે પહેલાં તો જીવના જીવત્વ વિષયક લક્ષણો જાણવા જોઈશે, જીવના સાચા શુદ્ધ સ્વરૂપના ગુણો જાણવા જોઈશે અને સાથે લક્ષણને ગુણમાં પરિણમાવનાર આચારનેય જાણવા જોઈશે. તો પ્રથમ લક્ષણ અને તેના ગુણનો અભ્યાસ કરીશું. લક્ષણ : જીવના લક્ષણો એ માત્ર જડ અને ચેતન. અજીવ અને જીવનો ભેદ પાડવા માટે જ છે. તેથી એ લક્ષણો એવાં હોવાં જોઈએ કે તે એકેન્દ્રિય જીવથી લઈ સંક્ષિપંચેન્દ્રિ જીવો યાવત્ સિદ્ધ પરમાત્મા સુધીના જીવમાં તે ઘટી શકે, અર્થાત લાગુ પડી શકે. તેથી જ તે લક્ષણોના અર્થ પણ એવા કરવા જોઈએ કે તે સર્વ જીવોને લાગુ પડી શકે અને તો જ તે લક્ષણો પ્રમાણ કરે કે જેના વડે અજીવથી જીવ જુદો તારવી શકાય. ટૂંકમાં, લક્ષણ એ જીવના જીવતત્ત્વનું ચૈતન્ય ચિહ્ન છે અથવા તો કહો કે જીવનામાં જીવ હોવાપણાની નિશાની યા ઓળખ છે. શાસ્ત્રમાં જીવના લક્ષણો છ જણાવેલ છે. (૧) દર્શન (૨) જ્ઞાન (૩) ચારિત્ર (૪) તપ (૫) વીર્ય અને (૬) ઉપયોગ. આ છ યે લક્ષણના નિશ્ચયથી અર્થ કરવા જોઈએ. જે જીવમાત્રને એકેન્દ્રિયથી લઈ સંજ્ઞિ પંચેન્દ્રિય યાવત્ સિદ્ધ પરમાત્મા સુધી લાગુ પડવા જોઈએ. વળી એમાં જીવના વિકાસ અનુસાર જે પ્રમાણેનો શબ્દનો અર્થ થાય તે પ્રમાણે ઘટાવવું જોઈએ. પાંચે અસ્તિકાયમાં જીવ જ એવો છે કે જેના સ્વરૂપ લક્ષણો અનાદિકાળથી જેમ સોનાની ખાણમાં સોનાના કણો માટીથી મળી મલિન થયા છે, તેમ પુગલની સાથે ભળી પુદ્ગલ સાથેના બદ્ધ સંબંધથી જીવના સ્વરૂપ લક્ષણો મલિન થયેલ છે. જેથી કરીને જ સ્વરૂપથી આનંદ સ્વરૂપ એવો જીવ દુઃખી જેમ વ્યવહારમાં એક ગમે તેવું કિંમતી કપડું ફાટેલું અથવા તો મસોતા જેવું ગંદુ હોય તો તે આપણને અપ્રિય થઈ પડે છે, તેમ સ્વરૂપ લક્ષણોની મલિનતા જીવને દુઃખરૂપ છે, કારણ કે આ મલિનતાને અંગે જીવના લક્ષણ સ્વરૂપનું મૂળ અવિનાશી સ્વયંભૂ સ્વાધીન, અવિકારી, પૂર્ણ, અવ્યાબાધ, અનંત રસરૂપ, અને અનંત શક્તિરૂપ છે તે મલિનતાને કારણે વિનાશી, નિમિત્તભૂ, પરાધીન, વિકારી, અપૂર્ણ, બાધ્યબાધિત (બાધા પામનારું ને બાધા પહોંચાડનારું) Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૫ પંચાચારની વિશિષ્ટતા રસહીન અને શક્તિહીન થઈ ગયેલ છે, આવી સ્વરૂપલક્ષણની દશા તે જ દુઃખ ! આવા સ્વરૂપલક્ષણની દશા સુધારવા માટે પરમકૃપાળુ પરમ ઉપકારી તીર્થંકર પરમાત્મા ભગવંતોએ આપણા ઉપર કરૂણાઓ કરીને છ સ્વરૂપ લક્ષણોને તેના મૂળ શુદ્ધ સ્વરૂપમાં લાવવા માટે જે ધર્મ પ્રરૂપ્યો-જે ધર્મ સ્થાપ્યો તે આચાર ધર્મ છે અને તે આચારધર્મને પણ જીવના લક્ષણ સાથે જ જોડીને જીવ માત્રને સર્વ વ્યાપક એક સામાન્ય ધર્મ આપ્યો તેનું નામ પંચાચાર પાલના ધર્મ આચાર : એ પાંચ આચાર ધર્મના નામ છે (૧) ચરિત્રચાર (૨) જ્ઞાનાચાર (૩) ચારિત્રચાર (૪) તપાચાર (૫) વીર્યાચાર આ પાંચ આચારમાંના દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ-વીર્ય એ જીવની પાંચ શક્તિ છે. આ પાંચે જીવશક્તિનું અયોગ્ય વર્તન છોડી યોગ્ય વર્તનનું પાલન કરવું તેનું જ નામ “આચાર'. બીજી તરફ લક્ષણમાં વપરાયેલા આવા જ શબ્દો ત્રણેય કાળમાં મહાન મંત્ર અને મંત્ર રૂપ છે. એને નવપદ અથવા તો સિદ્ધચક્ર યંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એ સિદ્ધચક્ર યંત્રના નવપદમાં પાંચ ગુણી અથવા પાંચ ધર્મી છે જ્યારે ચાર ગુણ એટલે કે ચાર ધર્મ અર્થાત્ ચાર ગુણ તે દર્શન-શાન-ચારિત્ર અને તપ છે. પંચાચારના પાલન વડે પાંચે લક્ષણરૂપ ગુણો શુદ્ધ થાય છે અને પૂર્ણ શુદ્ધિની પૂર્વાવસ્થા આવે છે ત્યારે તેને નિશ્ચયથી ગુણ અને ધર્મ કહેવાય આવી રીતે લક્ષણ છ છે અને ગુણ અથવા ધર્મ ચાર છે. પ્રશ્ન અહીં એ ઉદ્દભવે છે કે લક્ષણ છે તો પછી આચાર પાંચ કેમ ? ઉપયોગ નામનું જે છઠું લક્ષણ છે તે દર્શનજ્ઞાન રૂપ જ છે. તેથી આચારમાં ઉપયોગ આચાર એવા શબ્દ વ્યવહારનું પ્રયોજન રહેતું નથી. વળી બીજો એક પ્રશ્ન એ પણ અહીં ઉપસ્થિત થાય છે કે, આચાર પાંચ ગણાવ્યા, સિદ્ધચક્ર યંત્રમાં ચાર ગુણ મૂક્યા અને ગુણધર્મમાં પણ ચાર ગુણધર્મ-સ્વરૂપગુણ જણાવ્યા. તો ત્યાં વીર્ય શબ્દને કેમ પડતો મૂકયો ? એનો વ્યવહાર કેમ ન કર્યો ? એનું સમાધાન એ છે કે આચારનું આચરણ એ જ વીર્ય માટે જ ત્યાં વીર્ય શબ્દનું પ્રયોજન રહેતું નથી. બીજી રીતે પણ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સૈકાલિક આત્મવિજ્ઞાન શાસ્ત્રમાં વીચાર શબ્દ સ્વતંત્ર મૂકીને દર્શન, જ્ઞાન, ચરિત્ર, તપની સાથે વીર્યનો સંબંધ કર્યો છે. જેમકે દર્શનવીર્ય, જ્ઞાનવીર્ય, ચારિત્રવીર્ય તપવીર્ય પરંતુ વીર્ય વીર્ય એમ નહિ. નવપદજી-સિદ્ધચક્ર યંત્રમાં ચાર શબ્દો પ્રયોજ્યા છે તે આ અપેક્ષાએ પ્રમાણ છે. આમ જોઈ શકાય છે કે આચાર એ લક્ષણ અને ગુણધર્મ વચ્ચેનો સેતુ-માધ્યમ છે. જેના વડે લક્ષણમાં રહેલ મિથ્યાત્વ-અવિરતિ-ક્યાયરૂપ મલિનતા કાઢી નાખી એ જ લક્ષણને ગુણ અને ધર્મરૂપ બનાવે છે અને દોષ તથા અધર્મને દૂર કરે છે. અર્થાત તેનો નાશ કરે છે. માટે જ દ્વાદશાંગીના પ્રથમ અંગનું નામ “આચારાંગ સૂત્ર” છે. આ પ્રમાણે લક્ષણ આચાર-અને ગુણધર્મમાં શબ્દો એના એ જ છે. પણ સાધનાની અવસ્થા માટે અરસપરસ સુંદર બુદ્ધિમ્ય સંબંધ કરી બતાડેલ છે. અનુપમ અદ્વિતીય ગૂંથણી છે. દ્વાદશાંગીમાંથી જે કાંઈ ધર્મઆચરણ કરીએ તે આનો જ વિસ્તાર છે. એટલું જ નહિ પરંતુ પરમોપકારી તીર્થંકર પરમાત્મ ભગવંતોએ પ્રરૂપેલ આ ધર્મનું નામ જે પંચાચાર ધર્મ આપેલ છે તે તેમની સર્વશતાનું બેનમૂન સૂચક છે. કારણ કે તે જીવ માત્રના લક્ષણનાં જે નામ છે તેમજ જીવ માત્રના મૂળ શુદ્ધ સ્વરૂપના જે ગુણ છે તેના અનુસંધાનમાં જ ખૂબ યથાયોગ્ય બંધબેસતું એવું “પંચાચાર પાલના ધર્મ' નામ પ્રયોજ્યું છે. આ પંચાચારના પાલનમાં લૌકિક ધર્મથી લઈ લોકોત્તર ધર્મ સુધીના બધાય ધર્મોનો એમાં સમાવેશ થઈ જાય છે. માનવતાથી માંડી વીતરાગતા પ્રાપ્ત થાય ત્યાં સુધીના બધાય ભેદ-પ્રભેદ અને વર્ગો તેમાં સમન્વિત થયેલ છે. તેનો ક્રમ માનવતા-સજ્જનતા-સાધુતા અને વીતરાગતા છે. - માનવતા એટલે એવી વૃત્તિ અને કૃતિ કે જે સમન્વિત છે. કોઈને ભલે સુખી કરી શકાય કે ન કરી શકાય પણ કોઈને પોતા વડે દુઃખી તો ન જ કરાય. આ બાબત અઢાર પુરાણના સારભૂત તત્ત્વરૂપે મહર્ષિ વ્યાસમુનિએ પણ પુરાણમાં જણાવ્યું છે કે અષ્ટાદસ પુરાણેસુ વ્યાસસ્ય વચનદ્વયં | પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ્ | સજજનતા એ માનવતાનો વિકાસ છે. દુઃખીઓને પોતાનું સુખ વહેંચી આપી જીવવું તેનું જ નામ સજ્જનતા ! આગળ સજજનતાનો વિકાસ એટલે વિનાશી-પરાધીન અને અંતે દુઃખના ....... Page #96 -------------------------------------------------------------------------- ________________ પંચાચારની વિશિષ્ટતા કારણરૂપ ખોટા આભાસી સુખનો સ્વેચ્છાએ ત્યાગ કરી, પોતે સ્વયં કષ્ટ વેઠીને પણ દુઃખીઓના દુઃખ દૂર કરવા, અને અભયદાન તથા જ્ઞાનદાન દઈને જગતના જીવોને દુઃખમુક્તિના રાહે ચઢાવવા. આવી સાધુતાનું સદંતર પ્રમાદ રહિતતાએ પાલન કરનાર અંતે વીતરાગતાને પ્રાપ્ત કરે છે. આ વીતરાગતા એટલે અનંતકાળના અનંત દુઃખો જે લક્ષણમાં રહેલ મલિનતાને અંગે જીવને સહન કરવાં પડયાં છે તેનો સર્વથા, સર્વદા અંત! ઉપર આપણે જોયું કે પાંચ અસ્તિકામાં ધર્મ, અધર્મ અને આકાશ એ પ્રત્યેકમાં પરમભાવરૂપ એક જ ગુણ અનુક્રમે ગતિસેતુત્વ, સ્થિતિ હેતુત્વ અને અવગાહના હેતુત્વ છે. તે જ પ્રમાણે જીવના સ્વરૂપગુણ ભલે દર્શન, જ્ઞાન, સુખ અને વીર્ય હોય પરંતુ પ્રધાન સ્વરૂપગુણ તો જ્ઞાન જ છે. એટલે જ તો શાસ્ત્રસૂત્ર છે કે - ઉપયોગ લક્ષણો જીવ ” “ ચેતના લક્ષણો જીવા ' એક માત્ર પુદ્ગલાસ્તિકાય જ એવું દ્રવ્ય છે કે એના લક્ષણરૂપ ચાર ગુણધર્મો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સ્વતંત્ર છે. અને અરસપરસ અંતર્ગત થઈ એક ભેદ નથી પરંતુ એમાં સંખ્યાભેદ છે. જ્યારે જીવના લક્ષણ કે સ્વરૂપગુણમાં રહેલ જ્ઞાન પ્રધાનગુણ છે, જેમાં દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અંતર્ગત છે, કારણ કે દર્શન એ જ્ઞાનનો અંશ છે અથવા તો જ્ઞાન એ દર્શનનો વિસ્તાર છે. અર્થાત દર્શન એ સામાન્ય છે અને જ્ઞાન વિશેષ છે અને એ તો સર્વમાન્ય સિદ્ધાંત છે કે સામાન્ય વિશેષમાં સમાય. નિશ્ચય “ચારિત્ર' એ જ્ઞાનનું સતત વહેણ છે જેને અંગ્રેજીમાં “Continuity' અર્થાત્ સાતત્ય કહે છે. ઉદાહરણ તરીકે સાકરના ગળપણ ગુણમાં એવું નથી હોતું કે વચ્ચેના અમુક સમયકાળમાં ગળપણ આવે, જાય. સાકરનો ગળપણ (મીઠાશ) ગુણ સાકરમાં સતત રહે છે. એમ જીવમાં જ્ઞાન ગુણનું સતત વહેણ છે. તે જ પ્રમાણે “તપ” શબ્દનો લક્ષ્યાર્થ તલપ છે. આ તલપ જીવને શેની છે ? જીવ માત્રને સતત અનુકૂળતા વેદનની (સુખ-આનંદવેદનની) તલપ છે કારણ કે જીવનું લક્ષણ જેમ એક બાજુથી જ્ઞાયકભાવ છે તેમ બીજી બાજુથી વેદકભાવ પણ જીવનું લક્ષણ છે. જીવને દૂધપાક યા શ્રીખંડની ઇચ્છા કે અનિચ્છા થઈ શકે છે. જ્યારે દૂધપાક, શ્રીખંડ, બાસુદી ઈત્યાદિ મિષ્ટ પદાર્થના ઉપયોગ દ્વારા અનુકૂળતા વેદનની ઇચ્છા અવશ્ય છે. જે કાંઈ જોઈએ છે તે સઘળામાં સુખની અનુકૂળ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સૈકાલિક આત્મવિજ્ઞાન વેદનની ઇચ્છાનો તંતુ સતત ચાલુ છે. માળામાં મણકા ૧૦૮ જુદા જુદા છે. પરંતુ તે સઘળા મણકાને બાંધનારું સૂત્ર માળાનો દોરો એક જ છે. હવે જે સુખની ઇચ્છા છે તે શબ્દાર્થની પૂર્તિ માટે નીચે જણાવ્યા મુજબની પદ્ધતિ વિધિ છે. (ક) ઇચ્છા-પ્રવૃત્તિ-પ્રાપ્તિ-તૃપ્તિ (ખ) ઇચ્છા-રાગ-લોભ (ગ) ઇચ્છા-મમત્વ-આસક્તિ (ક) ઇચ્છા-પ્રવૃત્તિ-પ્રાપ્તિ-તૃપ્તિ ઃ આ શબ્દોની ખૂબી અને ભંગજાળ એવી છે કે જે વસ્તુની આપણને ઈચ્છા હોય તેનો પ્રથમ તો અભાવ સિદ્ધ થાય અને એ અભાવની પૂર્તિ કરવાનો પણ ઈચ્છામાં સમાવેશ થાય. તેથી પૂર્તિ કરવા માટે પ્રવૃત્તિ આવશ્યક છે. વળી પ્રાપ્તિ કર્યા બાદ જ ભોગ કરી શકાય અને સંતોષ માણી શકાય. એનું જ નામ તૃપ્તિ ! આ રીતે ઇચ્છા-પ્રવૃત્તિ-પ્રાપ્તિને તૃપ્તિને ક્રમ એ જીવ માત્રનું અનુભૂત જીવન છે. એ સ્વાનુભવની વાત છે. સાંસારિક-ભૌતિક પદાર્થોની ઈચ્છા-પ્રવૃત્તિપ્રાપ્તિના અતે થતી તૃપ્તિ ક્ષણિક હોય છે. એમાંથી નવી નવી ઈચ્છાની ઉત્પત્તિ થાય છે. એક માત્ર સ્વ સ્વરૂપ-પરમાત્મ સ્વરૂપમોક્ષ મુક્તિની પ્રાપ્તિમાંથી નીપજતી તૃપ્તિ જ શાશ્વત હોય છે જે પૂર્ણ કામ અવસ્થા છે. (ખ) ઈચ્છા-રાગ-લોભ - ઈચ્છા-રાગ અને લોભ કદી જુદા પડતા નથી. (૧) ઈચ્છા એટલે જોઈએ છે. (૨) રાગ એટલે ગમે છે અને (૩) લોભ એટલે મેળવવું છે. હવે જરા વિચાર કરી જુઓ કે કોઈ એમ કહી શકે કે (૧) જે જોઈએ છે તે ગમતી નથી અને મેળવવી નથી. (૨) જે ગમે છે તે જોઈતી નથી અને મેળવવી નથી. (૩) અને મેળવવી છે તે ગમતી નથી અને જોઈતી નથી, એમ નહિ કહે. (ગ) ઇચ્છા-મમત્વ-આસક્તિ ઇચ્છા-મમત્વ અને આસક્તિની ખૂબી એ છે કે જેમ ઇચ્છા એ ભાવને સિદ્ધ કરે છે તેમ અભાવની પૂર્તિ થયા પછી જ મમત્વની સિદ્ધિ થાય. અપ્રાપ્તની ઇચ્છા હોય જ્યારે પ્રાપ્તનું મહત્વ હોય. અપ્રાપ્તનું મમત્વ ન કહેવાય. જે ભાવથી ઇચ્છા ને મમત્વ છે તે ભોગભાવ છે. એના અનુભવન અને વેદનમાં જે રસ વેદીએ છીએ, યા તો જે રસ રેડીએ છીએ તેનું જ નામ આસક્તિ! Page #98 -------------------------------------------------------------------------- ________________ પંચાચારની વિશિષ્ટતા આવી રીતે ઈચ્છા-મમત્વ-આસક્તિનો પણ ચક્રાવો ચાલ્યા કરે છે. તે જીવ માત્રને અંતરમાં નિરીક્ષણ કરી શોધન કરવા જેવું છે. આમ વેદક્તાની અપેક્ષાએ તપ જ્ઞાનગુણ અંતર્ગત છે. એ જ પ્રમાણે વીર્ય એ પણ જ્ઞાન અંતર્ગત જ છે. કેમકે ઉપર જણાવેલ દર્શન જ્ઞાન ચારિત્ર-તપમાં રહેલ તીવ્રતા અને મંદતા તેનું જ નામ વીર્ય! દરેક જીવનો એ સ્વાનુભવ છે કે ઇચ્છા આદિમાં તીવ્રતા-મંદતા હોય છે અને તેની પ્રાપ્તિની પ્રવૃત્તિમાં તથા ઉપભોગમાં પણ તીવ્રતા-મંદતા હોય છે. અહીં કોઈને પ્રશ્ન એ પણ ઉદ્ભવે કે ચારિત્ર અને વીર્યમાં શું તફાવત ? ચારિત્ર એ ક્રિયારૂપ છે. તે પ્રવૃત્તિ છે. દૃષ્ટાંતમાં ચાલવાની ક્રિયામાં ચાલવું તે ક્રિયા છે, જ્યારે ચાલમાં જે ગતિ છે તેનો વેગ-ઝડપ તે વીર્ય છે. મન-વચન-કાયાની ક્રિયા એ આચાર છે. આચાર સ અને અસદ્ ઉભય ભેદે હોય. અસદ્ આચાર અનાચાર કે દુરાચાર હોઈ શકે છે. સદ્ આચાર સદાચાર તરીકે ઓળખાય છે. એમાંય જીવની પોતાની પાંચ શક્તિની સાથે સંકળાયેલ આચાર પંચાચાર તરીકે જૈન દર્શનમાં ઓળખાય છે. જીવની જે પાંચ શક્તિ છે, તે તેના જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્ય છે. જીવની બુદ્ધિશક્તિ કે વિચારશક્તિ છે તે જીવની જ્ઞાનશક્તિ છે. જીવની ભાવના, લાગણી અને શ્રદ્ધા-વિશ્વાસના મૂળમાં જીવન દર્શનશક્તિ છે.જીવની વર્તનકાર્યશીલતાના મૂળમાં જીવની ચારિત્ર્યશક્તિ છે. જ્યારે જીવની ઇચ્છાશક્તિતલપના મૂળમાં જીવની તપશક્તિ છે. અને જીવની એકાગ્રતા, દ્રઢતા, તમન્ના, ઉલ્લાસ, ઉત્સાહ, ઉમંગવૃત્તિ એ જીવની વીર્યશક્તિના ફળસ્વરૂપે છે. જીવને પ્રાપ્ત મનોયોગ-વચનયોગ-કાયયોગ વડે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય તથા ઉપયોગને દેવ અને ગુરુ સાથે જોડીને જે આચાર સેવાય તેને જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર કહેવાય. એ પાંચે આચારના સેવનને પંચાચાર પાલન કહેવાય છે. જીવની વર્તમાનશક્તિનો સ્રોત જીવની પાંચ અભંકર શક્તિઓમાંથી ઉદ્ભવે છે. એ અત્યંતર પાંચ શક્તિઓને મન-વચન કાયાના બાહ્ય ત્રણ યોગો વળગેલાં છે. ધર્મ આરાધના કરવાની અર્થાત્ બાહ્ય પંચાચારની પાલનામાં યોગોને જોડવાથી પાંચેય અત્યંતર શક્તિઓનો ક્ષયોપશમ થાય છે એટલે કે આવરણરહિત થતી જાય છે અર્થાત વિકસે છે. અને અંતે સર્વથા આવરણરહિત થઈ, નિરાવરણ થઈ સ્વરૂપ શક્તિ રૂપે એટલે કે કેવલદર્શન સ્વરૂપે અનંત વીર્યશક્તિનું પ્રાગટીકરણ થાય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સૈકાલિક આત્મવિજ્ઞાન પાંચે આચાર પાળવાથી ઘણું બળ મળે છે. પાંચે આચાર એ જીવની પોતાની શક્તિ-સ્વશક્તિ હોવાથી તે સજાતિય છે. તેથી તે પાંચે શક્તિ એકબીજાની તરફ અને સાધક છે. જ્ઞાન દર્શન, ચારિત્ર, તપ, વીર્ય એ પાંચે સહોદર છે. આત્માથી અભેદ એકક્ષેત્રી છે. સ્વયંભૂ અનુત્પન્ન, અવિનાશી છે, એ પાંચેય શક્તિ આવરાયેલી છે તેને આવરણ રહિત કરવાની ક્રિયા તે જ પંચાચાર સેવના. આ પાંચેય શક્તિ સ્વશક્તિ છે, એટલે કે પર એવા પુદ્ગલની જેમ આવવા જવાના ઉત્પાદત્રયના, સંયોગ-વિયોગના કે સંકોચ વિસ્તારના ધર્મવાળી નથી. આ પાંચ આચારમાં જ્ઞાનાચાર અને દર્શનાચાર એ બે વિધેયાત્મક (Positive) સાધના છે. જ્યારે ચારિત્રાચાર અને તપાચાર એ બે નિષેધાત્મક (Negative) સાધના છે. જ્યારે વર્યાચાર એ પ્રત્યેક આચારનું બળ છે. વળી આમાં જ્ઞાનાચાર અને દર્શનાચાર એ શિક્ષણપ્રધાન અને ફરિજયાત છે જ્યારે ચારિત્રાચાર અને તપાચાર એ મરજિયાત છે જે અભ્યાસ-ટેવ-આદતપ્રધાન છે. ચારિત્રાચાર અને તપાચાર લાદી શકાતા નથી. ફરજિયાત આપી શકાતા નથી, તે સંદર્ભમાં મરજિયાત છે. જ્યારે જ્ઞાનાચાર દર્શનાચારની ફરજ પાડી શકાય છે. ધર્મ અને મોક્ષ પુરુષાર્થનું જ્ઞાન બાળકને પહેલેથી જ ગળથુથીમાં આપી શકાય છે. તેમ કરવાથી બાળકમાં સારાસાર, હેય-ઉપાદેયનો વિવેક જાગૃત કરી શકાય છે. એ જ્ઞાનસિંચનથી બાળકો વડીલો-પૂજ્યો પ્રતિ વિનયી બને છે. ધર્મક્રિયા શરૂઆતમાં આપવાની હોતી નથી. શરૂઆતમાં તો દેવ-ગુરુવડીલ આદિ પૂજ્યો પ્રતિનો આદર, બહુમાન, સત્કાર, વિનય, નમ્રતા રાખવાનું અને આ કરાય, આ ન કરાય. આ થાય, આ ન થાય, આ સારું કહેવાય, આ નઠારું કહેવાય એવો વિવેક બાળકોમાં જાગૃત કરાય છે. આ મનુષ્યયોનિ જ એવી યોનિ છે જેમાં વિનય, વિવેક, આદર, દયા, દાન, સેવા, અહિંસા, પરોપકાર, ક્ષમા, પ્રેમ આદિ ગુણોની કેળવણી અને ખિલવણીની સંભાવના ને શક્યતા છે. ગુણોનું ઘડતર થાય છે અને એ ઘડતર પર જ પછી સાધનાની ઈમારતનું ચણતર થાય છે. જીવ જે સ્થાન પર-હોદા પર છે તે હોદાથી તે પદ (Post) પરથી તેનું કર્તવ્ય-ફરજ, ન્યાય, નીતિ, પ્રામાણિકતાપૂર્વક, બજાવે વિનય અને વિવેકથી પ્રાપ્ત અધિકાર (સત્તા)નો સદુપયોગ કરે તો તે જીવ મહાન બની જાય છે. આમ કરવાથી અનંતાનુબંધીનો કષાય ટળે છે અને સમ્યભાવ પ્રગટે છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ પંચાચારની વિશિષ્ટતા જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આપણને મળ્યાં હોય તેને સમ્યભાવથી સાધન બનાવી સાધના કરી શકાય છે. જ્યાં સુધી આ દેહ છે અને કર્મનો વિપાક છે, ત્યાં સુધી ગમે તેવી રિદ્ધિ-સિદ્ધિ-વૈભવ-સંપત્તિ-સાધનસામગ્રી હોય તોય જીવ જગતનો દેણદાર છે. પણ લેણદાર નથી. લેણદાર તો કેવલી ભગવંતો, અરિહંત ભગવંતો, સિદ્ધ ભગવંતો જ છે. સર્વેની સ્થિતિ એવી છે કે લેણાની જરૂર નથી અને દેણું ઊભું નથી. એક કીડાની જેમ જગતની લાતો-પાટુ સહન કરી આધ્યાત્મમાર્ગ ઉપસર્ગો અને પરિષદો સહન કરીને, સમભાવે સહન કરીને પરમેશ્વર થવાય છે. કોઈ પણ દેહધારી જીવ દેણદાર છે. ઘાતકર્મો ચૂકવીએ અર્થાત ખતમ કરીએ તો જ દેણદાર મટી શકાય એમ છે. - કેવળ વર્તમાનકાળ સમજીને ધર્મ સમજવાનો નથી. ધર્મનો સંબંધ ત્રણે કાળ સાથે છે. આપણી વર્તમાન દશા તો બકરી જેવી છે. કર્મસત્તાએ વાઘ જેવી છે. તે આત્મસત્તાને - આપણને ખાય તેવી થઈ છે. બાકી વાસ્તવિક તો કર્મસત્તાના ભૂક્કા બોલાવી દે એવી આત્મશક્તિ-આત્મસત્તા બળવાન છે. જ્ઞાનાચાર એ વિવેક છે. સારાસારનું ભાન છે-સ્વરૂપ વિચારણા છે, જ્યારે દર્શનાચાર એ વિનય છે, એમાં હૃદયમાં નમ્રતા છે, વંદન છે. જ્ઞાનાચાર : તીર્થંકર પરમાત્મા ભગવંતની વાણીની કિંમત દ્વાદશાંગી પ્રમાણ જ્ઞાનનું તન-મન-ધનથી અને મળેલ આયુષ્યની ક્ષણોનું વિવેકી બની સેવન કરવું તે છે, જે જ્ઞાનાચાર છે. દેવો પણ દૈવી સંપત્તિ અને શક્તિ હોવા છતાં શ્રુતકેવલી થઈ શકતા નથી તેવી અવસ્થા આપણને માનવીને થયેલ છે. તો તેવાં શ્રુતકેવલી બનાવનાર શ્રુતજ્ઞાનનો આદર કરવા પૂર્વક જ્ઞાનાચાર દ્વારા તે શ્રુતજ્ઞાનધન પ્રાપ્ત કરવામાં આપણું જીવન કેમ ન વિતાવવું ? દ્વાદશાંગી પ્રમાણ જ્ઞાનનું શ્રવણ-ધ્યાન મનન-મંથન ચિંતન-પરિશીલન કરવું તે જ્ઞાનાચારની સેવના-પાલના છે. દર્શનાચાર : એ તીર્થંકર પરમાત્મ ભગવંતની પૂજા અર્ચના કરવી. એમની વાણી, એમના જ્ઞાનનો આદર સત્કાર-બહુમાન કરવું અને તે જિનવાણી પ્રમાણેનું જીવન જીવનારાને જિનવાણીનું રસપાન કરાવનારા ગુરુભગવંતોનો પણ Page #101 -------------------------------------------------------------------------- ________________ સૈકાલિક આત્મવિજ્ઞાન વિનયપૂર્વક આદર-સત્કાર-બહુમાન કરવું ને સેવા-વૈયાવચ્ચ કરવી તે દર્શનાચાર છે. ચારિત્રાચાર-તપાચાર : એ જ્ઞાનમાં જાણેલા પ્રમાણે જીવી જાણવાની ક્રિયા ચારિત્રાચાર ને તપાચાર છે. એ જાણેલમાં શ્રદ્ધા થવી-વિશ્વાસ હોવો, તે જ્ઞાનનું જ્ઞાનની સાધનસામગ્રીનું ઉપકરણાદિનું, એ જ્ઞાન આપનારા દેવ-ગુરુનું, અને તે જ્ઞાન ઝીલનારા, તે જ્ઞાનનો આદર કરનારા, તે જ્ઞાન પ્રમાણે જીવન જીવનારા સાધર્મિક બંધુઓનું બહુમાન-આદર-સત્કાર અને વિનય, સહાય કરવા તે દર્શનાચાર છે. દેવ ગુરુ ધર્મ તત્ત્વોને સમજીને હૃદયમાં સ્થાન આપવાનું છે. આ સઘળો બાહ્ય દર્શનાચાર છે. તેનાથી અત્યંતર અસર થાય છે અને દર્શન મોહનીયનો ક્ષયોપશમ થાય છે. મિથ્યાત્વનો નાશ થાય છે. અનંતાનુબંધીના રસપૂર્વકનો જે કષાય છે તે ખતમ થાય છે ને સમ્યકત્વનો આવિષ્કાર થાય છે. દેવ-ગુરુ-ધર્મના સંબંધથી-સત્સંગ-સંતસમાગમથી તેમના સંપર્કથી અને તેમને હૃદયમાં સ્થાન આપવાની સમક્તિની સ્પર્શના થાય છે દેહભાવ ટળે છે અને આત્મ ભાવ આવે છે. સાધુ ભગવંતનું જીવન દિવ્ય છે. ગૃહસ્થીનું જીવન દિવ્ય નથી. બીજા જીવોને દુઃખ ન પહોંચે અને સુખ ઉપજે તે પ્રમાણેની પ્રવૃત્તિ કરવી જોઈએ. દુર્જનતા એ મહાન કુપથ્ય છે. એ કુપથ્યનું સેવન ચાલુ હોય ત્યાં સુધી અર્થાત્ દુર્જનતા પ્રવર્તતી હોય ત્યાં સુધી આગળના ગુણો આવતા નથી. મનને મનાવવું જ જ્યાં મુશ્કેલ છે ત્યાં મનના મંતવ્ય-અભિપ્રાયને બદલવા, મનને ફેરવવાનું તો કેટલું મુશ્કેલ હોય ! જ્ઞાનાચાર-દર્શનાચારમાં દેવ-ગુરુ-ધર્મ-સાથે આપણે એક લોહિયા થઈશું તો ચારિત્રાચાર ને તપાચારના ભેદથી કેવલજ્ઞાન કેવલદર્શન પ્રાપ્ત કરી શકીશું. વીર્ય એટલે શક્તિ, વીયતરાયના ક્ષયોપશમથી જ્ઞાનદશર્ન, ચારિત્ર અને તપમાં શક્તિથી બળવાન થવા વડે કરીને પાંચે શક્તિથી અભેદ થઈ, સર્વશક્તિમાન પરમાત્મારૂપે આત્માને પરમાત્મા રૂપે પરિણાવવાનો-સિદ્ધ બનાવવાનો છે. સ્વાનુભાવમાં અને સર્વાનુભવમાં જવાનું છે. સ્વાનુભવ એટલે સ્વાનુભૂતિમાં આત્મ સ્વક્ષેત્રે સ્વગુણો-સ્વભાવનો વેદક છે. જ્યારે સર્વાનુભવ એટલે કે સર્વાનુભૂતિમાં આત્મા પરક્ષેત્રી પરદ્રવ્યોનો માત્ર જ્ઞાતા-દૃષ્ટા છે. પરમાત્માએ આપેલ દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાનનો અધ્યાત્મ-વિષયનો Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૩ પંચાચારની વિશિષ્ટતા આશ્રય લઈ આપણે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરી ક્ષાયિકભાવના સ્વરૂપને મેળવવું-સમજવું તે જ્ઞાનાચાર છે. પછી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ બળથી જ્ઞાનાચારની પાલનાથી મોહનીયકર્મનો ક્ષયોપશમ કરવાનો છે. જ્ઞાનાચાર આ પ્રમાણે મોહનીયકર્મના ક્ષયોપશમ કરવાનો છે. જ્ઞાનાચાર આ પ્રમાણે મોહનીયકર્મના ક્ષયોપશમ અર્થાત્ સમક્તિ પ્રાપ્તિનું સાધન બને છે. એટલે કે બાહ્ય-અત્યંતર ઉભય દર્શનાચારની પ્રાપ્તિ થાય છે. બાકી અન્ય દુન્યવીભૌતિક જ્ઞાન-વિજ્ઞાનના વિષયો લઈને જ્ઞાનાવરણીકર્મનો ક્ષયોપશમ કરવા છતાંય તેનાથી મોહનીયકર્મનો ક્ષયોપશમ થઇ શકતો નથી. મોહનીયકર્મના ક્ષયોપશમ કે ક્ષયનું સાધન ભૌતિક જ્ઞાન-વિજ્ઞાન બની શકતું નથી. શ્રુતકેવલી : અહીં શ્રુતકેવલી એટલે શું તે સમજી લઈએ. શ્રુતકેવલી ભગવંત ભણી ભણીને કેવલીભગવંત જાણે એટલું બધુંય જાણે. પરંતુ તેઓના આત્મપ્રદેશ નિરાવરણ ન થવાના કારણે તેઓ જાણે ખરાં પરંતુ કેવલી ભગવંતની જેમ સાક્ષાત જુએ નહિ. બધું જુએ અને જાણે તે કેવલદર્શન-કેવલજ્ઞાન, અને તેવી શક્તિના સ્વામીને કેવલી ભગવંત છે. ગણધર પણ શ્રુતકેવલી હોય પરંતુ ત્રિપદીની પ્રાપ્તિ સહિત કેવલીતીર્થકર ભગવંતના પ્રભાવથી એમણે બધુંય લાગીશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન સહજમાં પ્રાપ્ત થઈ જાય. એમણે સામાન્ય શ્રુતકેવલી ભગવંતની જેમ ભણવાનો શ્રમ ન કરવો પડે. - સાધુ ભગવંતોએ એમની ચારિત્રાચાર–તપાચારની દૈનિક ક્રિયાઓ પૂરી કર્યા બાદ તથા ગૃહસ્થી શ્રાવકે એની અર્થ અને કામની પ્રવૃત્તિથી પરવાર્યા બાદ બાકીનો બધો સમય સ્વાધ્યાય-જ્ઞાન-અધ્યયન-ધ્યાનના સેવનમાં અર્થાત જ્ઞાનાચારની પાલનામાં વિતાવવાનો હોય છે અને તેમ કરતાં ધ્યેય શ્રુતકેવલી થવાનું અને લક્ષ્ય કેવલજ્ઞાની થવાનું રાખવાનું હોય છે. ઉપયોગમાં મતિજ્ઞાનના સર્વ પર્યાયો ભેદોથી એટલે કે બુદ્ધિ-વિચારશ્રદ્ધા-ભાવના-લાગણી-સ્મરણ-ધ્યાન-લક્ષ્ય આદિથી પરમાત્મા સાથે જોડાવું જોઈએ. ઉપયોગ(અંતઃકરણ) જ યોગ (મન-વચન-કાયા)નો સંચાલક હોવાથી વિવેકથી યોગનું સંચાલન કરવું, જે પંચાચાર પાલનાથી જ શક્ય છે. યોગમાં (મન-વચન-કાયામાં) કેવલજ્ઞાન નથી. પરંતુ હા ! એ યોગ વડે જ ઉપયોગ (અંતઃકરણ) કેવલજ્ઞાન બની શકે છે. અર્થાત્ પરમાત્મા થઈ શકે છે. માટે ઉપયોગ ને યોગ વડે કેવલજ્ઞાન સ્વરૂપ બનાવવાનો છે જે માટે પંચાચાર પાલના છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સૈકાલિક આત્મવિજ્ઞાન - આ ચારે આચારની પ્રતિજ્ઞા છે, સંકલ્પ છે તેમજ તેની શરૂઆત અને પૂર્ણાહુતિ છે. જ્ઞાનાચાર : પ્રથમ જ્ઞાનાચારની પ્રતિજ્ઞા છે કે હું બ્રહ્મ સ્વરૂપસિદ્ધ સ્વરૂપ છું !” અહં બ્રહ્માસ્મિ ! આ જ્ઞાનાચારની શરૂઆત નમસ્કાર મહામંત્ર (નવકાર)ના અધ્યયનથી થાય છે અને પૂર્ણાહૂતિ દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન-શ્રુતકેવલીપણાની પ્રાપ્તિથી છે. અને તેનું શિખર-પરાકાષ્ઠા કેવલજ્ઞાનની પ્રાપ્તિ છે. માટે જ્ઞાનાચારમાં જીવે સંકલ્પ શ્રુતકેવલી થવાનો રાખવો અને લક્ષ્ય કેવલજ્ઞાનની પ્રાપ્તિ રાખવું જોઈએ. પોતાના આત્માને પરમાત્માસ્વરૂપ માનવ-જાણવો અને પોતાના આત્માને પરમાત્મા બનાવવાનો નિર્ણય કરવો તે જ્ઞાનાચાર છે. એની પરાકાષ્ઠામાં ફળસ્વરૂપે શિખરે કેવલજ્ઞાન પ્રાપ્તિ થવી તે છે. મનુષ્યયોનિમાં બારાખડી ભણવાથી જ્ઞાનાચારની શરૂઆત થાય છે. એ પ્રાપ્ત કરેલું અક્ષરજ્ઞાન અર્થ અને કામ પ્રવૃત્તિ માટેનું જ હોય તો તે અજ્ઞાનાચાર છે. પરંતુ જો તે ધર્મ અને મોક્ષ પ્રાપ્તિ માટે હોય તો તે જ્ઞાનાચાર છે. અધ્યાત્મમાર્ગ માટે શરૂ કરેલું જ્ઞાન તેમજ સર્વજ્ઞ તીર્થકર ભગવંત પ્રરૂપિત સર્વ જ્ઞાન દ્વાદશાંગી પ્રમાણ વિસ્તરે-વિક્સે અને શ્રુતકેવલી બનીએ ત્યારે તે પરાકાષ્ઠાને પામે છે. સર્વ જ્ઞાનાચારનો સાર આત્મામા ત્રિમાલિક શુદ્ધ સ્વરૂપનો નિર્ણય થવો તે છે. સમ્યગુજ્ઞાનના વિષયમાં શ્રુતકેવલી થવાનું ધ્યેય હોવું જોઈએ બાકી ભવિતવ્યતા અનુસાર ઓછું ભણ્યાં હોઈએ અને કેવલજ્ઞાન થઈ જાય તે વાત જુદી છે. દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન ભણવાનો નિર્ણય કરવાથી ચારિત્ર અંગીકાર કરવું પડે. નિશ્ચયથી સમતિ આવે તો દશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાની થવાથી શક્યતા રહે છે. મૂળમાં (બીજ)માં જ્ઞાન છે અને ફળમાં પણ જ્ઞાન છે. એક ક્ષણ પણ જીવ જ્ઞાનવિહોણો હોતો નથી. ચારિત્રને સમજાવનાર પણ જ્ઞાન છે. મૂળમાં રહેલું જ્ઞાન, આંશિક, અપૂર્ણ, વિકારી સાવરણ હોય છે. એ વિકારી જ્ઞાનને નિર્વિકારી બનાવી નિરાવરણ અને પૂર્ણ બનાવવાની જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયા તે જ્ઞાનાચરણ છે. જેના ફળ સ્વરૂપ નિર્વિકારી, નિરાવરણ, પૂર્ણ એવી સર્વજ્ઞતાની કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે જ્ઞાનની ચરમસીમા છે. એ પરમજ્ઞાન Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૫ પંચાચારની વિશિષ્ટતા છે. ચારિત્ર અંગીકાર કરવાનું અને તપ તપવાનું પ્રયોજન પણ કેવલજ્ઞાની પ્રાપ્તિ માટે છે. જ્ઞાન વિના સંયમ-ચારિત્ર-તપની ભૂલો સુધરશે નહિ. શ્રુતજ્ઞાન એ સાધન છે. મોહનીયકર્મનો ક્ષય કરવો તે સાધ્ય છે. અને મોહનીયકર્મનો ક્ષય (વીતરાગ)ના લક્ષ્ય મોહનીયકર્મના ક્ષયોપશમની ક્રિયાની સાધના છે. અલ્પ એવાં પણ જ્ઞાનના વિકારની અલ્પ એવા પણ મોહનીય ભાવમાં એવી તાકાત છે, કે આપણને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવા ન દે. એટલે જ દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન ભણી ભણીને જ્ઞાનમાં રહેલાં મોહનીયના વિકારનો નાશ કરવા પ્રવૃત્ત થવાનું છે, અને તેમાં સતત સાવધ-જાગરૂક-અપ્રમત્ત રહેવાનું છે. અહીં આ ક્ષેત્રે તો પૂરેપૂરું ચૂકવો તો પૂરેપૂરું પામો એવો ન્યાય છે. વાંદશાંગી પ્રમાણ શ્રતજ્ઞાનને મોહનીયકર્મનો ક્ષય કરવા માટેનું સાધન ન માનનારા અને ન બનાવનારા શ્રુતજ્ઞાનનો અહંકાર કરનારા બને છે, અને પછી જ્ઞાનના મદદથી અધઃપતનને પામનારા થાય છે. જ્ઞાન અજ્ઞાન કેમ ? જ્ઞાન અને તે વળી પાછું અજ્ઞાન ? જ્યાં સુધી જ્ઞાનમાંથી મોહના વિકારો જાય નહિ ત્યાં સુધી જ્ઞાન અજ્ઞાન છે. કારણ કે ત્યાં મોહનાં પડળ છે-આવરણ છે. મોહનાં પડળો-આવરણ હઠે નહિ ત્યાં સુધી કેવલજ્ઞાન પ્રગટે નહિ પછી તે સ્વયં શ્રુતકેવલી પણ કેમ ન હોય! શ્રુતકેવલી થવાના લક્ષ્યથી જ્ઞાનાભ્યાસ-અધ્યયન કરવામાં આવે તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ સારો અને ઝડપી થાય છે અને શ્રુતકેવલી બનવાની દઢ ભાવનાને કારણે તેવા સંસ્કાર આત્મામાં દ્રઢ થતાં આત્મા શ્રુતકેવલી બની શકે તેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની પ્રાપ્તિ થાય છે. ગૌતમ ગણધર ભગવંતને હું સર્વજ્ઞ છું, અને હું અજીત વાદી છું, એ જ્ઞાનના રસ, ભાવ અને જ્ઞાનપિપાસાએ એમને સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર ભગવંત મહાવીરસ્વામીના સંપર્કમાં લાવી દીધાં. મહાવીર ભગવંત પાસે સર્વશતા બતાડવા આવેલ ગૌતમને એની અસર્વજ્ઞતા મહાવીર ભગવંતે બતાડી દઈ, એનો અહં ઓગાળી દઈ, શ્રુતકેવલી ગણધર ગૌતમસ્વામી બનાવી, અંતે પોતા જેવાં કેવલજ્ઞાની સર્વજ્ઞ બનાવ્યા. તેથી જ જીત-હાર સાપેક્ષ હોવા છતાં ભગવાનને જીતનાર અને જીતાડનાર “જિણાણે જાવયાણ વિશેષણથી નવાજેલા છે. એ ભગવંત એવાં છે કે કોઈને હરાવીને જીતનારા નથી. એ તો સામાને જીતાડીને જીતનારા છે. ભણવાની જિજ્ઞાસાથી ભણતાં ભણતાં થતી શંકાઓના સમાધાન-ખુલાસા કરવા અંગે થઈને અન્ય જ્ઞાની ગુરુ ભગવંતોના સમાગમ થશે, તથા ઉત્તમોત્તમ Page #105 -------------------------------------------------------------------------- ________________ સૈકાલિક આત્મવિજ્ઞાન પ્રકારના ગ્રંથોનું વાચન વધશે જેથી કરીને ઉત્તરોત્તર શ્રતજ્ઞાનમાં વૃદ્ધિ થતી જશે. વાવે તેવું લણે' એ ન્યાયે હૃદયમાં જેવી આકાંક્ષા હશે, હૃદયમાં જેનું સ્થાન હશે, તે તત્ત્વ-તે વસ્તુ-તે વ્યક્તિ સાધના માર્ગે અવશ્ય આવી મળશે. પરમાત્માના વિરહની વેદના હશે, શ્રુતકેવલી થવાની અભિલાષા-આકાંક્ષાઝંખના હશે તો અચૂક તીર્થંકર પરમાત્મા મળશે, શ્રુતકેવલી થવાશે અને અંતે કેવલજ્ઞાની બની પરમપદની પ્રાપ્તિ કરી પરમાત્માની હરોળમાં બેસવા મળશે. મેળવવાનું પછી કાંઈ રહેશે નહિ, કૃતકૃત્યતા-આત્યંતિક અવસ્થાની પ્રાપ્તિ થશે. કેવલજ્ઞાન એ તો આત્માની ઘરની ચીજ છે અને એ આ આત્મસ્વરૂપ હોવાના કારણે જ સઘળાં જીવોને પૂરેપૂરી મળી શકે છે. જરૂર છે માત્ર મોહનાં પડળો હઠાવી નિરાવરણ થવાની. વીતરાગ નિરાવરણ નિર્મોહી થયેથી જ્ઞાનદર્શન-ચારિત્ર-તપ-વીર્ય પૂર્ણતાએ પ્રગટે છે. આથી વિપરીત દુન્યવી ભૌતિક પૌલિક વસ્તુઓ સહુ કોઈને સરખી નથી મળતી. તેમ એક જ સમયે એક જ વ્યક્તિને સઘળી વસ્તુઓ મળતી નથી, અને મળેલી બધી વસ્તુઓ એક સાથે એક સમયે ભોગવી શકાતી નથી. કારણ કે પુગલ અપૂર્ણ છે, પરિચ્છિન્ન છે અને ક્રમિક છે, તેમજ વિજાતિય-પર છે અને વિનાશી છે. જ્ઞાનાચારના ભેદ શ્રવણ-મનન નિદિધ્યાસન અને અનુપ્રેક્ષા છે. જ્ઞાનાચારના સેવનથી સમ્યજ્ઞાનના વિકલ્પો સાધન લાગે છે. તેનાથી મોહનીય આદિ કર્મનો ક્ષયોપશમ ક્ષય કરવાનો છે. જ્ઞાનાચારના સેવનથી મોક્ષની ઇચ્છા, લક્ષ્ય અને રુચિ થાય છે. બાકી પહેલેથી જ મોક્ષના લસ્સે ભણવામાં આવે તો એનાથી ઉત્તમ બીજું કાંઈ નથી. એથી તો એકાંતે લાભ છે, મોક્ષ એકાંત છે, અદ્વૈત છે. પણ મોક્ષમાર્ગની સાધના સ્યાદવાદ દૃષ્ટિએ અનેકાન્ત માર્ગ છે. સ્વરૂપજ્ઞાન એટલે કે કેવલજ્ઞાન એક ભેદે છે પણ અનંત શક્તિવાળું છે. જ્યારે કેવલજ્ઞાન સિવાયના બીજાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ ચાર જ્ઞાનના પાછા ભેદ છે અને શક્તિ અલ્પ છે. જ્ઞાન એ તત્ત્વવિચાર છે અર્થાત પદાર્થ શોધન છે. જેટલું પુદ્ગલ પદાર્થનું સંશોધન કરીએ છીએ તેટલો આત્મતત્ત્વનો વિચાર કરીએ છીએ ? પૌદ્ગલિક પદાર્થને ભૌતિક તત્ત્વોના સંશોધન કેન્દ્રો (Research Centres) છે. પરંતુ અધ્યાત્મના-આત્મત્વના સંશોધન કેન્દ્રો ક્યાં છે ? Page #106 -------------------------------------------------------------------------- ________________ પંચાચારની વિશિષ્ટતા જીવ માત્ર શ્રમ-શ્રદ્ધા અને બુદ્ધિપૂર્વક જીવે છે. જીવ માત્ર ક્ષણ પછીના આયુષ્યના જીવનનો વિશ્વાસ રાખી આશા-શ્રદ્ધા રાખી જીવે છે અને જીવંત રહેવાની ચેષ્ટા કરે છે. શ્રમ કરે છે. એટલું જ નહિ, તે માટે થઈને વિચાર પૂર્વક વર્તન કરે છે. આ ત્રણ શક્તિ કેવળ જીવવામાં ખર્ચાય છે, તે સંસારમાર્ગ છે. આ જ શ્રમ-શ્રદ્ધા-અને બુદ્ધિ જ્યારે મોક્ષના લક્ષ્ય કાર્યરત થાય છે ત્યારે શ્રદ્ધા સમ્યગ્દર્શન બને છે, બુદ્ધિ સમ્યજ્ઞાન બને છે અને શ્રમ વર્તન એ સમ્યગુ ચરિત્ર બને છે. તેથી જ “સમ્ય જ્ઞાન દર્શન ચારિત્રાણિ મોક્ષમાર્ગ કહેવાય છે જ્યારે પૂર્ણજ્ઞાન દર્શન ચારિત્રાણિ મોક્ષ છે. દર્શનાચાર - બીજા દર્શનાચારની પ્રતિજ્ઞા એ છે કે પરમાત્મ ભગવંત-તીર્થકર ભગવંતઅવિનાશી તત્ત્વ સિવાય મારું કાંઈ નથી અને સર્વ જીવો બ્રહ્મસ્વરૂપી સિદ્ધસ્વરૂપી છે. “ અયમ આત્મા બ્રહ્મ ” આ દર્શનાચારની શરૂઆત દેવગુરુના દર્શન-વંદન-પૂજનથી થાય છે, અને પૂર્ણાહૂતિ જીવમાત્રને સચરાચર સૃષ્ટિ સમગ્રને પરમાત્મ સ્વરૂપ લેખવામાં થાય છે, અને પરાકાષ્ટામાં ફલસ્વરૂપ કેવલદર્શનની પ્રાપ્તિ તે તેનું શિખર છે-લક્ષ્ય છે. | દર્શન એટલે જોવું બધું પરંતું હૃદયમાં સ્થાન તો માત્ર અવિનાશી એવા પરમાત્મ તત્ત્વનું જ હોય. દર્શનાચારમાં સંકલ્પ એ છે કે જિનેશ્વરે ભગવંતે સ્થાપેલ ચતુર્વિધ સંઘમાં ભળીને એની સેવા કરવી તથા જિનમંદિર-જિનમૂર્તિને જિનાગમનો સાધનરૂપે પ્રચાર-પ્રસાર ને વિસ્તાર કરવો. અનુકંપાના પાલનમાં દીનહીન દુઃખી જીવો પર દયા રાખી દાન-સેવા દ્વારા પરોપકાર કરવો. મનુષ્યો અને તિર્યંચ પંચેન્દ્રિય જીવોનું પાલન-પોષણ અને રક્ષણ કરવું. એકેન્દ્રિયથી લઈ ચૌરેન્દ્રિય જીવોની રક્ષા કરવી-જયણા કરવી. અન્ય સહુ કોઈ જીવોને સ્વરૂપથી પરમાત્મા માનવા તે દર્શનાચાર છે. જીવ માત્રને બ્રહ્મસ્વરૂપે જોવા અને સર્વકાળનાં, સમૂહરૂપ જગતના સર્વપર્યાયો એ સર્વજ્ઞ દૃષ્ટિ છે માટે પુગલના પરમાણુઓ પણ તે સર્વશની ઉપચરિત મૂર્તિરૂપ છે એમ જવું. કેમકે જગત શેયમૂર્તિ છે અને સિદ્ધાત્મા-પરમાત્મા જ્ઞાનમૂર્તિ છે આવું માનવું ને સમજવું તે દર્શનાચાર છે. જગતમાં જીવ માત્રને બ્રહ્મદષ્ટિથી બ્રહ્મસ્વરૂપ અર્થાત્ પરમાત્મ સ્વરૂપે સિદ્ધ સ્વરૂપે જોવા તે ઊંચામાં ઊંચો આદર છે. દર્શનાચાર છે. તીર્થંકર પરમાત્માના Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સૈકાલિક આત્મવિજ્ઞાન જીવો તેમની છઘાવસ્થા-સાધનાકાળમાં આવો બ્રહ્મભાવ રાખે છે અને જીવ માત્ર પ્રતિ બ્રહ્મદષ્ટિથી જુએ છે. “સવિ જીવ કરું (સ્વરૂ૫) શાસન રસી” ની ભાવના ભાવે છે. આ જ દૃષ્ટિ સ્વપ્રતિ આવરણ હઠાવી પરમાત્મ સ્વરૂપનું પ્રાગટ્ય કરવામાં સહાયક બને છે. આ દ્રષ્ટિ કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ અધ્યાત્મ દૃષ્ટિ છે. એ સાચી મૈત્રીભાવના છે. મૈત્રીભાવનાનો નિશ્ચયથી પારમાર્થિક અર્થ એ છે, બ્રહ્મદષ્ટિથી, આત્મવત દૃષ્ટિથી સરખાપણું-સામ્ય તે મૈત્રી. પરમાત્મા પ્રત્યેનો દઢભાવ સર્વ સાનુકૂળ કે પ્રતિકૂળ સંયોગોમાં ટકાવી રાખવો તે સ્વક્ષેત્રે ઉચ્ચ દર્શનાચાર છે, અને પરપ્રતિ બ્રહ્મદષ્ટિ-આત્મવષ્ટિમૈત્રી દષ્ટિ કેળવવી તે પરક્ષેત્રે ઉચ્ચ દર્શનાચાર છે. મતિજ્ઞાનના ઉપયોગમાં વારંવાર પરમાત્મા નામ પડે ધ્યાયવન થાય એટલે આત્મા પરમાત્મા બને છે. એ નિયમ છે તે માટે તેવાં વિકલ્પો કરવાં પડે છે. કેવલી ભગવંત વિશ્વમૂર્તિ છે અને આખું વિશ્વ તેમનું અંગોપાંગ છે. કેમકે એમના કેવલજ્ઞાનમાં અનાદિ અનંત આખુંય વિશ્વ પ્રતિબિંબિત થાય છે. - (૧) ભગવાનની મૂર્તિમાં ભગવાનને જોવા તે પ્રથમ સાધન. (૨) જીવ માત્રમાં પરરાત્માને જોવાં તે બીજું સાધન. (૩) પુદ્ગલ પરમાણુ માત્રમાં તે પુગલ પરમાત્મામાં પ્રતિબિંબિત થાય છે તે સંદર્ભે પરમાત્મા જોવા તે ત્રીજું સાધન. આવું દર્શન તે જ દર્શનાચાર. એવાં દર્શનાચારનું સેવન, પાલન પરમાત્મા બનવા માટે કેવલદર્શનની પ્રાપ્તિ માટે કરવાનું છે, એવી દૃષ્ટિથી આવા દર્શનથી જે કાંઈ ચોમેર જોઈએ, તેમાં પરમાત્માનાં દર્શન થાય અને પરમાત્માનું ધ્યાન થાય. પરમાત્માના લઢણથી અને રટણથી આત્મગુણની વૃદ્ધિ થાય. પરમાત્માના લઢણથી-રટણથી આત્મગુણ ખીલે છે, એ નિયમ છે. મતિજ્ઞાનમાં સંસારનું જે લઢણ છે અને રટણ છે તેથી સંસાર ચાલે છે. તે જ પ્રમાણે મતિજ્ઞાનમા જો પરમાત્માનું લઢણ અને રટણ થાય તો આત્મા સ્વયં પરમાત્મા બને. જીવ જાતિ માત્રને પરમાત્મ સ્વરૂપ જોવાને બદલે જડ પુદ્ગલ ભાવથી જોઈએ છીએ તેથી કરીને તો સંસાર ચાલે છે. પુદ્ગલમાં જ પરમાત્મભાવ આવી જાય તો પરમાત્મા કેમ ન બનાય ? અને પરમાત્મા ન બનાય ત્યાં સુધી પછી એવાં ભાવુકથી ઉચિત વર્તન-વ્યવહાર કેમ ન થાય ? જગતના જીવો પ્રતિ સંસાર ભાવે જોશું તો આપણામાં બ્રહ્મભાવ ન રહેતાં સંસારભાવ દૃઢ થશે. જગતના જીવો પ્રતિ બ્રહ્મદષ્ટિ કરવાથી આપણામાં Page #108 -------------------------------------------------------------------------- ________________ પંચાચારની વિશિષ્ટતા રહેલો સંસાર ભાવ ચાલ્યો જશે અને બ્રહ્મભાવ પુષ્ટ બનશે. ચડતા પરિણામની જેટલી કિંમત છે તેટલી ચઢેલાનાં પડતાં પરિણામની કિંમત નથી. - સંયોગને વિયોગરૂપે જોવા અને “છે તેને “નથી” ગણવાં અર્થાતુ ભાવમાં અભાવ જોવો તે અનિત્યભાવના છે. | સ્વરૂપનું અભાન છે, તે અજ્ઞાન છે. અવિદ્યા છે. મિથ્યાત્વ છે. દેહ છે ત્યાં સુધી જીવ માત્ર પરત્વે દ્રવ્યાનુકપ્પા અને ભાવાતુકમ્મા કરવાની છે. આત્મવત્ સર્વે ભૂતેષુ, શ્યપસ્યતિ સઃ પશ્યતિ” એ બહુ ઊંચો વિકલ્પ છે. આ ભાવ બરોબર આવે તો મોહનીયના ભાવો રહે નહિ અને ટકે નહિ.” પુગલ સ્વરૂપે જીવવું અને સ્વસ્વરૂપને ભૂલવું તે અપરાધ છે પરંતું સ્વસ્વરૂપની પ્રાપ્તિ માટે પુદ્ગલને સાધન બનાવી જીવવું તે કળા છે. પુદ્ગલદ્રવ્ય એ મમતાનું કારણ છે, તેમ પુદ્ગલદ્રવ્ય એ સાધકને સાધનાનું સાધન પણ છે. જે ખાડાખબાડામાં પડ્યા હોઈએ તે જ ખાડાખબાડાનો ટેકો લઈ એમાંથી બહાર નીકળવું પડે છે, પુદ્ગલની મમતાને પણ પુગલના જ બનેલાં સાધનોનું આલંબન લઈ ખતમ કરી શકાય છે. પરમાત્મા સર્વના છે એટલે પરમાત્મા મારા પણ છે ! પરમાત્મા સર્વરૂપ છે એટલે મારે બીજું કાંઈ નહિ સિવાય કે પરમાત્મા ! પરમાત્મા સર્વત્ર છે એટલે બધે જ બધામાં જ પરમાત્મા જોવા, અને પરમાત્મા સર્વકાલીન છે એટલે હરસમયે પરમાત્મા જોવા એ આપણો દર્શનાચાર છે. ચારિત્રાચાર - ત્રીજા ચારિત્રાચારની પ્રતિજ્ઞા એ છે કે દેહ નથી” અને તેના સંકલ્પમાં આરંભ-પરિગ્રહનો ત્યાગ છે. એની શરૂઆત સામાયિકવ્રતથી થાય છે. પૂર્ણાહૂતિ જિનકલ્પવ્રતમાં થાય છે. ફળસ્વરૂપ યોગાતીત સિદ્ધાવસ્થા કે જે પરમ સ્થિર અવસ્થા છે તેની પ્રાપ્તિ થવી તે શિખર છે. આ આચારના પાલનથી અસદુ આરંભ અને પરિગ્રહના પાપમાંથી મુક્તિ મળે છે. શરીરને ટકાવવા માટે, માત્ર દેહ-ધર્મ પૂરતાં જ ખાવાપીવાપહેરવા તથા રહેવા જગા મેળવવી તે સંયમ. તેથી વિશેષ હોય તો અસંયમ. મનને જરૂર પૂરતાં સદવિચારો હોય તો સંયમ. કોઈના અહિતને કરનારા તથા શરીર વિષેથી વિચારો આર્ત-રૌદ્ર ધ્યાન અને નિરર્થક-નકામા જેનું પરિણામ નથી– વિચારો કરવા તે અસંયમ. મન-વચન-કાયાના યોગનો ખપ પૂરતો જ ઉપયોગ કરવો તે સંયમ, વિશેષ થી અસંયમ. આને જ ત્રણ ગુપ્તિ કહી, કે જે મનોગુપ્તિ, વચનગુપ્તિ કે કાયગુપ્તિ છે. મન-વચન-કાયાના યોગને ગોપવવા-ગુપ્ત રાખવા અર્થાત્ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ વૈકાલિક આત્મવિજ્ઞાન શક્ય તેટલો ઓછો અનિવાર્ય હોય ત્યારે જ ઉપયોગ કરવો. સંયમધર્મ એટલે કે ચારિત્રાચારનો પ્રાણ જ ગુપ્તિ છે. પ્રદેશ સ્થિરત્વ એ આત્માનું સ્વરૂપ છે. કાયાને આસનથી સ્થિર કરવી અને ત્યારબાદ આત્માએ પોતાના ઉપયોગને પોતાના આત્મામાં સ્થિર કરવો. કારણ કે જ્ઞાન ઉપયોગને આત્મપ્રદેશોએ સ્થાન આધાર આપેલ છે. આત્મપ્રદેશ એ ઉદ્ગમસ્થાન આધારસ્થાન અર્થાત્ અધિષ્ઠાતા છે. જેવો મનોપયોગ આત્મામાં સ્થિર થશે કે તેને અનુસરીને મન-વચન-કાયયોગમાં સ્થિરતા આવશે. ઉપયોગ સ્થિરતાથી યોગસ્થિરતા-પ્રદેશસ્થિરતાથી અથવા તો પ્રદેશસ્થિરતા-યોગથી ઉપયોગ સ્થિરતા લાવી શકાય છે, ઉભય અન્યોન્ય છે. આમ સિદ્ધ પરમાત્માનું એટલે કે આપણા વિશુદ્ધ સ્વરૂપનું જેવું સાચું, શુદ્ધ, નિત્ય, સ્વાભાવિક સહજ સ્થિર સ્વરૂપ છે તેવું સ્થિર સ્વરૂપ અર્થાત્ સ્થિરતા આપણે આપણી સાધનામાં અષ્ટ પ્રવચન માતા એટલે કે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલનથી ઉતારવાનું છે. એમ કરવાથી નિર્વિકલ્પનિર્વિચારદશા પ્રાપ્ત થશે અને સ્વઆત્મા સિવાય અન્ય કશાનો વિકલ્પ રહેશે નહિ. આ પ્રકારે ચારિત્રાચાર અને તેના પૂરક તપાચારમાં ‘હું દેહ નથી” તેની પ્રક્રિયા છે. આત્માને આત્માના ચરમ અને પરમ સ્વરૂપમાં લાવવાની સાથે દેહમાંથી સુખબુદ્ધિ ઉઠાવી લેવાની સાધના છે. અત્રે અષ્ટપ્રવચન માતામાં પાંચ સમિતિનો જે ઉલ્લેખ કર્યો છે તે પાંચ સમિતિ નીચે પ્રમાણે છે. (સાધુનો આચાર) (૧) ઈર્યા સમિતિ : ચાલતી વખતે ચાર હાથ પ્રમાણેં આગળની ભૂમિને જોઈને કોઈ જીવને કલેશ ન થાય, હિંસા ન થાય તેની જયણા રાખીને ચાલવું. કાયાનું સંચાલન કરવું જ પડે તેમ હોય તો પૂંજી પ્રમાર્જીને અત્યંત સાવધ રહી એવી રીતે કરવું, કે જે વડે કરીને કોઈ જીવની કિલામણા ન થાય. તેમ થવાની શક્યતા હોય તો કાયગુપ્તિનું પાલન કરવું. (૨) ભાષા સમિતિ : શક્ય હોય ત્યાં સુધી વચનગુપ્તિ જ પાળવી. મૌન જ રહેવું અને છતાંય જો ભાષાપ્રયોગ કરવો જ પડે તેવો પ્રસંગ હોય તો સત્ય, પ્રિય, હિત અને પથ્ય વચન બોલવાં. (૩) એષણા સમિતિ : શક્ય તો નિરાહારી રહેવું, તેમ બને એમ ન હોય તો મિતાહારી થવું અને તેમાંય જે આહાર-પાણી આદિ લેવાની આવશ્યકતા હોય ને નિરવદ્ય બેંતાલીસ (૪૨) દોષરહિત લેવા. ગાય ખેતરને Page #110 -------------------------------------------------------------------------- ________________ પંચાચારની વિશિષ્ટતા ૧૦૧ ઉજાડ્યા વિના ચરે, ભ્રમર જેમ પુષ્પરસ લે તે પ્રમાણે ગોચરી કરવી, માધુકરી કરવી. () આદાન ભંડ મત નિક્ષેપણા સમિતિ કોઈપણ વસ્તુ લેતાં, મૂકતાં કે ફેરવતાં પૂંજી પ્રમાર્જિને વ્યવહાર કરવો અર્થાત પ્રમાર્જન કરવા પૂર્વેયતના (જયણા) પૂર્વક વસ્તુ લેવી-મૂકવી કે ફેરવવી. (૫) પારિષ્ઠાપનિકા સમિતિ : વસ્તુનો નિકાલ કરતાં નાખી દેતાં, ભવિષ્યમાં જીવોત્પત્તિ નહિ થાય તેવી તેની સ્થિતિ કરી જીવરહિત ભૂમિએ કાળજીપૂર્વક તેનો નિક્ષેપ કરવો તેને પારિષ્ઠાપનિકા સમિતિ કહે છે, જેનો જૈન પારિભાષિક સુંદર શબ્દપ્રયોગ “પરઠવવું' છે. | ગુપ્તિ એટલે મન-વચન-કાયા ઉપરનો મજબૂત અંકુશ. ગુપ્તિ એટલે પ્રવૃત્તિ કરવી જ નહિ. અર્થાત્ ગોપવવી. યોગ છે એટલે અનિવાર્ય સંયોગોમાં પ્રવૃત્તિ કરવી પડે તો તે સમિતિપૂર્વક, સંયમિતતા સહિત કરવી. નિયંત્રણયુક્ત પ્રવૃત્તિ. લક્ષ્ય ગુપ્તિનું રાખવાનું છે, અને પાલન સમિતિનું કરવાનું છે. જે જીવ સમિતિનું પાલન કરી શકે છે તે ગુપ્તિ પ્રાપ્ત કરી શકે છે. પાંચ સમિતિમાં માત્ર ભાષા સમિતિમાં વચનયોગ છે. બાકીની ચાર સમિતિ કાયયોગ આશ્રિત છે, એમાં મનોયોગ નથી. જ્યારે ગુપ્તિમાં વચનયોગ ને કાયયોગ સહિત મનોયોગની પણ ગુપ્તિ છે. મનોનિગ્રહ છે. મનથી શુભપ્રવૃત્તિ સહજ થાય અને અશુભ પ્રવૃત્તિ વગર બળાત્કારે જાય તો તે ઊંચી આત્મદશા છે. મન સૂક્ષ્મ હોવા છતાં કાર્ય આશ્રિત સ્થૂલતા પ્રાપ્ત કરે છે. કાયા જ્યારે નિર્બળ બને છે, ત્યારે મન નિર્બળ બને છે. મનને મન-વચન-કાયયોગ આશ્રિત શુભ વૃત્તિ-પ્રવૃત્તિમાં પ્રવર્તાવવું જોઈએ. કાયા સ્વયંસંચાલિત નથી પણ મન તેનું સંચાલક છે. કાયાના લક્ષ્ય મન સ્કૂલ અને નિર્બળ બને છે. મનને આત્મ આશ્રિત કરીશું તો આત્માની અનંતશક્તિનો સ્ત્રોત મનને શક્તિ આપશે, અને નિર્બળ કાયયોગમાં પણ મન સાબૂત રહેશે-બળવાન રહેશે અને કાયા પાસે ધાર્યું કામ લઈ શકશે, અને વચન પણ પછી એની શક્તિ બની જશે. - આત્મ આશ્રિત, આત્મસ્થિત આત્માના-મનના શબ્દોગાર-વચનોચ્ચાર સામાં શ્રોતાએ સ્વીકારવા જ પડતા હોય છે. એમને વચનસિદ્ધિ પણ વરે છે. મન માત્ર શરીર માટે અને શરીરના લક્ષ્ય કામ કરી રહ્યું છે તે સંસાર છે. મન શરીર સાપેક્ષ સુખ દુઃખ ભોગવે છે. પરંતુ એણે શરીર નિરપેક્ષ અને આત્મ સાપેક્ષ સુખ અનુભવવું જોઈએ. અધ્યાત્મ માર્ગમાં મનની વિચારણા આત્મલક્ષે હોય તો તે ધર્મમાર્ગ-મોક્ષ માર્ગ છે. મન-મોહ અને દેહથી ધર્મ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ વૈકાલિક આત્મવિજ્ઞાન અધર્મ સમજવાના છે. મનને છોડીને માત્ર કાયિક ક્રિયાઓ માત્રથી અધ્યાત્મ પ્રાપ્ત થવાનું નથી. એ માત્ર બાહ્ય દૃશ્ય રૂપ ધર્મક્રિયા બની રહેશે. એનાથી ધર્મની પ્રાપ્તિ નહિ થશે. સમિતિ-ગુપ્તિમાં સમિતિનાં પાલનમાં મન-વચન-કાયાના જે સક્રિય યોગો છે, તેની ક્રિયામાં શુભાશુભનો વિવેક રાખવાનો છે. સાવદ્ય ક્રિયા છોડી નિરવદ્ય ક્રિયા કરવાની છે. જ્યાં સુધી ભેદ સ્વરૂપમાં છીએ ત્યાં સુધી સાધકે હેય ઉપાદેયનો વિવેક કરી આચરણા કરવાની છે. હેય-ઉપાદેય કદી સમાન નથી. સિદ્ધ થયાં પછી હેય ઉપાદેય અવસ્થાનું વિસર્જન છે. મનને અશુભ પ્રવૃત્તિથી નિવૃત્ત કરવું. મનથી શુભપ્રવૃત્તિ સહજ બની જવી જોઈએ. એમ થાય તો સાધકે તેટલી સાધના કરી ગણાય. અભય-અખેદ-દ્વેષ ગુણ જે છે તે મને પ્રાપ્ત કરવાના છે. ભય-ખેદ-દ્વેષ જ્યાં સુધી હોય ત્યાં સુધી અજ્ઞાનતાનું સામ્રાજ્ય સમજવું. ભય-ખેદ-દ્વેષ એ ભ્રમ અને ભૂલવાળી દશા છે. ‘હું દેહ છું’એ ભ્રમ અને ભૂલ છે. તે અજ્ઞાન ભયરૂપ છે. ભય-ખેદ-દ્વેષ સંસારમાં સહજ છે. અધ્યાત્મમાં તે અસહજ છે, મહાન ભૂલરૂપ છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ ચારિત્રાચાર છે જેને બળ આપનાર પાંચ મહાવ્રત છે : (૧) કોઈ પણ જીવની હિંસા કરવી નહિ. (૨) અસત્ય બોલવું નહિ. (૩) ચોરી કરવી નહિ. આપ્યા વગર-આજ્ઞા વગર-મંજૂરી વગર કોઈનું કશું લેવું નહિ. (૪) બ્રહ્મચર્યનું પાલન અને (૫) પરિગ્રહનો ત્યાગ. સંયમી સાધુ ભગવંતને પરિગ્રહ હોતો જ નથી. એ અપરિગ્રહી હોવાથી ચોરી, જૂઠ કે હિંસાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી અને કામના કાંઈ છે નહિ તેથી બ્રહ્મચર્ય સહજ જ બને છે. આમ ચારિત્રાચારની પાલનાથી અસદ્ આરંભ અને પરિગ્રહના પાપમાંથી મુક્તિ મળે છે તેનું જિનકલ્પના લક્ષે સામાયિકવ્રતના પાલનથી સેવન કરવું જોઈએ. અત્રે એક સ્પષ્ટતા એ કરવાની કે જૈન ધર્મ એટલે અહિંસાધર્મ' એવી જે માન્યતા છે તે બરોબર નથી. વાસ્તવિક તો જૈન ધર્મ એ પંચાચાર ધર્મ છે અને અહિંસા એ તો પંચાચાર ધર્મના ભેદ ચારિત્રાચારનો એક પેટાભેદ છે. તપાચાર ઃ ચોથા તપાચારની પ્રતિજ્ઞા એ છે કે.....‘જો શરીર હું નથી તો ઇન્દ્રિયોનું Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ પંચાચારની વિશિષ્ટતા સુખ સાચું ન હોય અને તો તે મારું ક્યાંથી હોય? આહાર ત્યાગ એ તપાચારનો સંકલ્પ છે. તપાચારની શરૂઆત નવકારશીથી છે અને પૂર્ણાહૂતિ અનશનથી છે અને તેના ફળસ્વરૂપે પરાકાષ્ઠામાં અણાહારી પદ અર્થાત્ પૂર્ણકામ અવસ્થા, પૂર્ણ તૃપ્તાવસ્થાની પ્રાપ્તિ થવી તે શિખર છે. તપાચાર એટલે ઇચ્છા નિરોધ, નહિ કે તપ એટલે નિરોધ તપ એ જીવનું લક્ષણ છે. એટલે કે જીવની શક્તિ છે અને તેથી તપનો અર્થ ઇચ્છા નિરોધ નહિ ઘટી શકે. હા ! તપાચાર એટલે ઇચ્છા નિરોધ કહી શકાય. વર્તમાનકાળની પ્રવૃત્તિ એવી ન હોવી જોઈએ જેનું પરિણામ દુઃખ હોય, પરંતુ ભૂતકાળમાં કરેલ દુષ્કતના પરિણામ રૂપે આવનારાં દુઃખોને સ્વેચ્છાએ આવકારવા તે પરિષહ છે, અને ઉપસર્ગ છે. પરિષહ સ્વયં ઊભાં કરેલાં કષ્ટ હોય છે. જ્યારે ઉપસર્ગ એ પર નૈમિત્તિક આવનારાં કષ્ટ હોય છે. દુઃખ શરીરથી શરીરને વેચવાનું છે. અશરીરી દુઃખ વેદતાં નથી. સુખ દેહજન્ય અને આત્મજન્ય એમ ઉભય છે. - દુઃખને આમંત્રણ આપવું પણ દેહ-આત્માની ભિન્નતાના ભેદજ્ઞાનથી આવેલા દુઃખનો સ્વીકાર નહિ કરવો. અર્થાત્ દેહ ભલે દુઃખ વેદે પણ મન તો તેવે સમયે સુખ જ વેદતું હોય. આવું ત્યારે જ બને જ્યારે દેહભાવ અને દેહભાન જતાં રહ્યાં હોય. દેહાભિમાન હશે, દેહાધ્યાસ હશે તો દુઃખનું વેદન પણ મન કરશે અને ત્યારે તે દુઃખનો સ્વીકાર થયેલો ગણાશે. દેહ ભલે દુઃખી હોય, આત્મા તો સુખમાં જ રહેવો જોઈએ. આમ દુઃખને સુખમાં પરિણમાવતાં થઈશું, દુઃખથી પર થઈશું ત્યારે જ કેવલજ્ઞાન થશે. આવી દશા, બાહ્ય પંચાચારના પાલનના અભ્યાસથી અને અત્યંતર દશા આવેથી થાય છે. શરીરને જોઈએ-જરૂર હોય તેથી ઓછું આપવું તેનું નામ તપાચાર, ઈન્દ્રિયોનું દમન કરવું તેનું નામ પણ તપાચાર. આમ કરવાથી અવ્યવસ્થા થાય ત્યારે મન અસ્વસ્થ ન થતાં સ્વરૂપ રમણતા કરે અને સંયમ જળવાય તો તે તપ. કાયા દ્વારા તપ, ઉપવાસ આદિ આદર્યા બાદ મનથી ખાસવિશેષ સંયમ કરી સ્વરૂપ વિચારણા કરવી, તે મનનો તપ કર્યો કહેવાય. આમાં શરીરનું ભેદ જ્ઞાન અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન જોઈએ. માત્ર શરીરથી સાધના નથી થતી, વિશેષે તો મનનો સંયમ કેળવવાનો છે. એમ કરીશું તો જ કેવલજ્ઞાન પ્રાપ્ત થશે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સૈકાલિક આત્મવિજ્ઞાન જો શરીરની સાથે ભોગ્ય પદાર્થ જોડાય અને ઇન્દ્રિય વિકાર થાય તો તે સંયમ નહિ. પ્રમાદ એ પણ વિકાર, અને ભોગેચ્છા તે પણ વિકાર. પાંચ ઇન્દ્રિયોના સુખની પ્રાપ્તિની ઇચ્છા તે પણ વિકાર-અસંયમ. શરીરને ખપ પૂરતું આપ્યા પછી તે શરીર, ધર્મ કરવાના ઉપયોગમાં આવે તે સંયમનો ધ્યેય છે. તપનું ફળ આહારસંજ્ઞા ટાળવી તે છે. લેશમાત્ર આહારની ઇચ્છા રસ ગારવ-રસવૃત્તિ ન થાય અને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય તે તપનું ફળ છે. અનશન એ સર્વોત્કૃષ્ટ-પરાકાષ્ઠાનું તપ છે. પણ ફળ નથી. એ તો બાહ્ય તપનો પરાકાષ્ઠાનો પ્રકાર છે. આહાર-ભય-મૈથુન-પરિગ્રહ એ ચારેય સંજ્ઞા જ સંસારભાવ છે- દેહભાવ છે. એ ચારેયને ટાળવાના છે. પંચાચારના પાલનમાં મનને જોડીએ ત્યારે જ એ ચારે ટળે કાયયોગની ક્રિયા કરતાં મનોયોગની ક્રિયા મહાન છે. ઉચ્ચ વિચાર, ઉચ્ચ આશય, ઉચ્ચ લક્ષ્ય અને શુદ્ધિ હોય તો જ કાયયોગની ક્રિયાની કિંમત છે. એનું પરિણામ છે. એક જ અનશન એવું થવું જોઈએ કે એમાં અંતરક્રિયા કરતાં કરતાં અંતરાત્મા પરમાત્મા બની જાય-કેવલજ્ઞાનનું પ્રાગટ્ય થઈ જાય. | ત્રણેય યોગના સંયમ-ચારિત્ર-તપને પામવાં જોઈએ. માત્ર કાયયોગના ચારિત્ર-તપથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ શક્ય નથી. અધ્યાત્મમાં મનોયોગની પ્રધાનતા છે. વ્યવહારમાં કાયયોગની પ્રધાનતા છે. વ્યવહારથી નિશ્ચયમાં જવાનું છે અને નિશ્ચયથી વ્યવહારમાં આવવાનું છે. એટલે કે નિશ્ચયને વ્યવહારમાં આચરણમાં ઉતારવાનો છે. માત્ર વ્યવહારવાદીઓ તત્ત્વને પામતા નથી અને માત્ર નિશ્ચયવાદીઓ વ્યવહારનો જ લોપ કરે છે, તે ય નિશ્ચયની વાતોથી નિશ્ચિતતાની પ્રાપ્તિ કરી શકતાં નથી. એટલે જ તો તપાચારના બાહ્ય અને અત્યંતર એમ બે ભેદ પાડ્યા છે. બાકીના ત્રણ આચારમાં એવા ભેદ પામ્યા નથી. અણસણમૂણોઅરિઆ, વિત્તિ સંખેવણ રસચ્ચાઓ, કાય-કિલેસો સલી-ણયા ય બજઝો તવો હોઈ. પાયચ્છિત વિણઓ વેયાવચ્ચે તહેવ સઝાઓ, ઝાણે ઉસગ્ગો વિ અ, અભિંતરઓ તઓ હોઈ. અતિચારની આ ૬ઠ્ઠી ને ૭મી ગાથામાં તપના છ બાહ્ય ભેદ (૧) અનશન (૨) ઉણોદરી (૩) વૃત્તિ સંક્ષેપ (૪) રસ ત્યાગ (૫) કાયકલેશ (તિતિક્ષા) (૬) અને સંલીનતા છે. છ અત્યંતર ભેદમાં (૧) પ્રાયશ્ચિત્ત (૨) Page #114 -------------------------------------------------------------------------- ________________ પંચાચારની વિશિષ્ટતા ૧૦૫ વિનય (૩) વૈયાવચ્ચ (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) ઉત્સર્ગ (ત્યાગ) કાયોત્સર્ગ જણાવેલ છે. વીર્યાચારને બાદ કરી બાકીના ચારમાંના સાડાત્રણ આચાર બાહ્ય છે. જ્યારે તપાચારનો અડધો આચાર એટલે કે અત્યંતર તપ આવે ત્યારે જ ધર્મની સાચી શરૂઆત થાય છે. જ્યાં સુધી સ્વદોષ દર્શન નથી અને સ્વદોષ પીડા નથી ત્યાં સુધી પારમાર્થિક ધર્મની શરૂઆત નથી. દોષ દેખાશે અને દોષની પીડા થશે તો દોષ નિવારણ રૂપ આગળનો ધર્મ સેવાશે, ગુણ કેળવાશે. એક મહાત્માએ આ સંદર્ભમાં જણાવેલ છે કે આપ ગુણી ને વળી ગુણરાગી તેહની કીર્તિ જગમાંગાજી. આપ દોષી ને વળી પરગુણદ્વેષી તેહની ગતિ નરક ગામી બાહ્ય તપની શરૂઆત નવકારશીથી થઈ, પૂર્ણાહૂતિ અનશને થાય છે. તેમ અત્યંતર તપની શરૂઆત પ્રાયશ્ચિત્તથી થાય છે અને પૂર્ણાહૂતિ કાર્યોત્સર્ગથી થાય છે. અધ્યાત્મમાં મનોયોગની પ્રધાનતા છે. વ્યવહારમાં કાયયોગની પ્રધાનતા છે. કાયયોગની ચેષ્ટા સીમિત છે, તપાચારમાં સંખ્યાતા ભેદ છે. જ્યારે મનોયોગમાં ચોથા ગુણ સ્થાનકથી કેવલજ્ઞાનની પ્રાપ્તિરૂપ એવા તેરમાં ગુણસ્થાનક સુધી અસંખ્યાતા અધ્યવસાય સ્થાનકો રહેલાં છે. મનનો સંયમ વિશેષ કેળવવાનો છે, જેને માટે કાયાને સંયમમાં પહેલ પ્રથમ લાવવાની છે. કાયા સંયમમાં આવી એટલે કાર્ય પૂર્ણ થયું સમજવાનું નથી, પરંતુ સંયમમાં આવેલ કાયાના બળે મનોબળ દૃઢ કરી આંતરગુણોની ઠેઠ કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી ખીલવણી કરવાની છે. મનથી શુભભાવ અને શુદ્ધભાવ કરવાના છે. તેમ કરીને અશુભકર્મોનો નાશ કરવાનો છે. વીર્યાચાર ઃ પાંચમો વીર્યાચાર છે જે ઉપર્યુક્ત ચારેય આચારમાં સમન્વિત છે. વીર્યાચાર દ્વારા વર્તમાનકાળમાં જેટલી શક્તિ પ્રાપ્ત હોય તે સર્વ શક્તિ ગોપવ્યા વિના ટેક, ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ અને દૃઢતાથી ચારેય આચારનું પાલન કરવાનું છે, અને તે આધાર દ્વારા લક્ષ્ય સુધીનો વિકાસ સાધવાનો છે. ળિયા બળદ જેવી વેઠ ઉતારવા જેવું નથી કરવાનું અથવા તો લાલસા, લોકેષણા કે મનોરંજનનો હેતુ નથી રાખવાનો. આ સંદર્ભમાં જ એક સંતે કહ્યું છે કે જનમનરંજન ધર્મનું મૂલ ન એક બદામ.’ Page #115 -------------------------------------------------------------------------- ________________ વૈકાલિક આત્મવિજ્ઞાન ચારેય આચારની પાલનામાં રસ રેડવાપૂર્વક પ્રતિદિન વધુ ને વધુ આગળ વધવું, વૃદ્ધિ કરવી-વિકાસ સાધવો અર્થાત્ વીર્ય ફોરવવું તે વીર્યાચાર ની પાલના છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર ને તપાચારમાં જે ભિન્ન ભિન્ન શક્તિની તરતમતા છે તે જ વીર્યાચાર છે. સાધકાવસ્થામા વીર્યશક્તિમાં તરતમતા-ભેદ હોય છે. પરંતુ સિદ્ધાવસ્થામાં જે અનંત શક્તિ છે, તે અનંતવીર્ય છે જે સર્વ સિદ્ધભગવંતોને સર્વકાળમાં સાદિ અનંતુ એક સરખા ભેદે છે. વીર્યંતરાયકર્મનો ક્ષયોપશમ એ જીવનો વિકાસ છે. વીર્યંતરાય કર્મના ક્ષયથી અનંતવીર્ય પ્રગટે છે. વીર્ય ફોરવવાનું છે અને વીર્યની તાકાતથી મોહનીયકર્મનો ક્ષય કરવાનો છે. જિજ્ઞાસા-પિપાસા એ જ્ઞાનતત્ત્વ છે, એ ગ્રાહકતા છે. જ્યારે તીવ્રતા-એકાગ્રતા-દઢતા તરવરાટ-થનગનાટ-તમન્ના; મરી ફીટવાની ભાવના એ વીર્યંતરાયના ક્ષયોપશમનાં લક્ષણો છે. આ વીર્યાચારની શરૂઆત જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર ને તપાચારમાં જોડવાથી છે, અને તેની પૂર્ણાહૂતિ શ્રુતકેવલપણાની પ્રાપ્તિથી અભેદદૃષ્ટિસમદ્રષ્ટિ, જિનકલ્પાવસ્થા અને અનશન તપથી છે. ફળસ્વરૂપ પરાકાષ્ઠામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર-અનંત સુખ અને અનંતવીર્યની પ્રાપ્તિ થવી તે શિખર છે. ૧૦૬ વીર્યંતરાયનો ક્ષયોપશમ ક્યાં ફોરવવાનો છે ? એક તો પરિષહ-ઉપસર્ગ સમયે અશાતા વેદનીયની અસર સમભાવ પૂર્વક સહન કરવામાં વીËતરાયકર્મનો ક્ષયોપશમ કરવાનો છે. તે જ પ્રમાણે સ્વયંના અજ્ઞાન અને મોહદશાને પણ જોઈજોઈને ખતમ કરવામાં વીર્યંતરાયકર્મનો ક્ષયોપશમ કરવાનો છે. અજ્ઞાન અને મોહને ટકાવવામાં કાંઈ મહેનત કરવી પડતી નથી. પરંતુ અજ્ઞાન અને મોહને કાઢવા મહેનત કરવી પડે છે, અને તેવી મહેનત કરવા પ્રયત્ન કરવો તેનું જ નામ શક્તિને ફોરવવી, એટલે કે વીર્યંતરાયનો ક્ષયોપશમ કરવો. અશાતા વેદનીયમાં આત્મા પીડાતો હોય ત્યારે સમભાવ ટકાવી રાખવા, આર્તધ્યાનથી બચવા અને ધર્મધ્યાન ટકાવી રાખવા, તેમજ આગળ વધી શુકલધ્યાનમાં ચઢવાને માટે પણ આત્મશક્તિ-આત્મબળ વિકસાવવું પડે છે. જે પણ વીર્યંતરાયનો ક્ષયોપશમ છે. આવો વીર્માંતરાયનો ક્ષયોપશમ કરવો તેનું જ નામ વીર્યાચાર. પાંચ અસ્તિકાયમાં સ્વ-સ્વરૂપ સ્વભાવ તે તે અસ્તિકાયની સ્વશક્તિ Page #116 -------------------------------------------------------------------------- ________________ પંચાચારની વિશિષ્ટતા ૧૦૭ છે. જીવાસ્તિકાય (આત્મા)ની શક્તિને વીર્ય કહેવાય છે કારણ કે તેમાં ચૈતન્ય શક્તિ છે. આત્માના પાંચે ગુણો વીર્ય વિનાના નથી. જ્ઞાનવીર્ય, દર્શનવીર્ય, ચારિત્રવીર્ય, તપવીર્ય આદિ, વીર્ય એટલે તેજ, જોમ-જોશ-ઉત્સાહ-ઉમંગ-ઉલ્લાસ-બળ, ધગશ, ખંત, ટેક, દૃઢતા, થનગનાટ, તરવરાટ શબ્દો વીર્યને સૂચવનારા છે. આવું વીર્ય જ્ઞાનમાં ભળે તો જ્ઞાન નિરાવરણ અને તેજસ્વી બને. દર્શનમાં મળે તો દર્શન પણ નિર્મળ અને પૂર્ણ યથાસ્વરૂપ બને. ચારિત્રમાં ભળે તો ચારિત્ર અણીશુદ્ધ બને. જેમ મીઠાઈમાં ગળપણ (મીઠાશ) અને રસવતી (રસોઈ)માં સબરસ (નમક-મીઠું) તેમ સર્વ ચારેય આચારમાં પાંચમો વીર્યાચાર ભણવો જોઈએ. મીઠાશ વિનાની મીઠાઈ નહિ. સબરસ વિનાની રસોઈ નહિ તેમ વીર્યાચાર વિનાનો આચાર નહિ. જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ એ વીર્યશક્તિ ફોરવવાને માટેનાં ચાર આંતર સાધનો છે. વીર્ય-રસ એ સ્વસંવેદ્ય ચીજ છે. સ્વસંવેદ્ય તત્ત્વથી આત્માને અનામીઅરૂપી કહેલ છે. સ્વસંવેદ્ય તત્ત્વના કોઈ નામનિક્ષેપો કે સ્થાપના નિક્ષેપો નથી. ધ્યાન પણ વીર્યશક્તિ છે. આત્મા તેજ (અગ્નિ) સ્વરૂપ છે અને વીર્ય સ્વરૂપ છે તેજસ, શરીરથી જઠરમાં પચાવેલ શક્તિથી વીર્ય બને છે અને વીર્યથી જ્ઞાન-દર્શન-ચારિત્રતપ તેજસ્વી બને છે. સૂર્યના તાપથી અનાજ ઊગે છે અને ચૂલાના અગ્નિથી અનાજ પરિપકવ બને છે, જે ખોરાકરૂપે પરિણમે છે, તેને દાંતથી ચાવીને, તેમાં મુખરસ-અમીરસ ભેળવીને પચાવેલ તે ખોરાક જઠરમાં તેજસ શરીરથી વીર્યરૂપે પરિણમે છે. પંચાચારમાં જેટલું વીર્ય ભળે તેટલું ઊંચું પુણ્ય બંધાય છે. કર્મનો ક્ષયોપશમ થાય છે-કર્મનો ક્ષય થાય છે અને અંતે આત્મા કર્મમુક્ત બને છે. આત્મા જેવો કોઈ સૌંદર્યવાન, તેજસ્વી, વીર્યવાન પદાર્થ નથી. સૂર્ય, ચન્દ્ર, આદિ અન્ય તેજસ્વી પુદ્ગલપદાર્થો આત્માના તેજમાં પ્રકાશે છે. વીર્ય જો જીવમાં હોત નહિ તો તે શુષ્ક અને નિસ્તેજ હોત. કેવલજ્ઞાનીને અંધાંરુ ય દેખાય અને અંધારામાં રહેલ પદાર્થો પણ દેખાય. છદ્મસ્થ જીવોને અંધારામાં રહેલ પદાર્થો નહિ દેખાય. કેવલજ્ઞાન એ પરમાત્માનું તેજ છે, જે સર્વ કાંઈ જોઈ શકે છે અને જીવ પરમાત્મા ન થાય ત્યાં સુધી આત્માના તેજમાં અંધારું કે અજવાળું દેખી શકે છે. અંધારું કે અજવાળું ન દેખાય તે આંધળો છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સૈકાલિક આત્મવિજ્ઞાન વૈરાગ્યની પરાકાષ્ઠા વીતરાગતા-નિર્મોહતા છે, માટે જ અનશનના લક્ષ્ય નવકારશી થાય તો તમાચાર સારો થાય-નવકારશી સારી થાય, જિનકલ્પના લક્ષ્ય સામાયિક થાય તો સામાયિક સારું પળાય, શ્રુતકેવલીના લક્ષ્ય નવકારમંત્રાદિ સૂત્રનું અધ્યયન શરૂ થાય તો જ્ઞાનાચારમાં દ્વાદશાંગી સુધી પહોંચી શકાયચૌદપૂર્વી બની શકાય. બીજ પૂરું ક્યારે થાય ? તો કે ફળ આવે-ફળ બેસે ત્યારે. એ જ પ્રમાણે ઉપરનું સર્વ સમજવાની જરૂર છે. સાધનામાં સાધકે સાવધ- અપ્રમત્ત રહેવાનું છે, બચતા રહેવાનું છે અને આગળ ધપતા રહેવાનું છે. ફળ-પરિણામ આવે નહિ ત્યાં સુધી ઝઝૂમતા રહેવાનું છે. યુદ્ધમાં જેમ સૈનિકનું લક્ષ્ય મરી જવાનું નહિ પણ મારી નાખવાનું હોય છે. તેમ અહીં મોહરણમાં મોહની સામેની લડાઈમાં મોહથી મૂર્ણિત થવામાંથી બચતા રહેવા મોહને હણવાનો છે. નિર્મોહી બનીએ નહિ, વીતરાગ થઈએ નહિ ત્યાં સુધી પંચમગતિ(મુક્તિ)ની પ્રાપ્તિના લક્ષ્ય પાંચે ઈન્દ્રિયોથી, પંચ પરમેષ્ટિના સાન્નિધ્યમાં-પંચમહાવ્રતની પાલન કરવા પૂર્વક પંચાચારનું સેવન જીવે-સાધકે પાંચે સ્વરૂપ શક્તિથી કરવાનું હોય છે. જ્ઞાન-દર્શન-તપ અને વીર્ય એ પાંચે સાધન પણ છે, અને સાધકનાં તે પાંચ સાધ્યો પણ છે. આ પાંચે ગુણો પરાકાષ્ઠાના કેળવવાથી સિદ્ધ થવાય છે. જ્યારે પાંચે સ્વરૂપ શક્તિનું પાંચ સ્વરૂપ ગુણોમાં પરિણમન થાય છે, પ્રાગટ્ય થાય છે. આ પાંચે આચાર મનુષ્ય સર્વથી પ્રાપ્ત કરી શકવા શક્તિમાન છે. સંગ્નિ પંચેન્દ્રિય તિર્યંચના જીવોને દેશથી પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે દેવ અને નારકીના જીવોને માત્ર બે જ આચાર. જ્ઞાનાચારને દર્શનાચાર પ્રાપ્ત થઈ શકે છે. અસંશિ જીવોને તેમજ એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય સુધીના જીવોને એકેય આચાર પ્રાપ્ત થઈ શકતો નથી. પુનર્જન્મ નથી જોઈતો-દેહ નથી જોઈતો, તો દેહભાવ છોડવો જોઈએ. દેહભાવ છોડવો તે સમ્યકત્વ છે. જે જ્ઞાનાચાર, દર્શનાચાર છે. કારણ કે દેહ એ હું નથી એવું જાણ્ય-આત્મા અને દેહ જુદા છે એવી જાણ થઈ તે જ્ઞાનાચાર છે. જયારે “દેહ એ હું નથી” ની ભાવના, અંતર્ગત “હું આત્મા છું' અને વળી આત્મા નિત્ય છે” અને “હું પરમાત્મ સ્વરૂપ છું' એવી દૃષ્ટિ થઈ. સ્વરૂપનું લક્ષ્ય થયું. અર્થાત્ મોક્ષની દષ્ટિ થઈ તે દર્શનાચાર થયો. “દેહ એ હું નથી પણ “હું આત્મા, પરમાત્મા સ્વરૂપ છું એવી દૃષ્ટિ થઈ, દેહભાવ ગયો અને આત્મભાવ આવ્યો, અર્થાત્ દષ્ટિ અવળી મટી સવળી Page #118 -------------------------------------------------------------------------- ________________ પંચાચારની વિશિષ્ટતા ૧૦૯ થઈ, મિથ્યા(વિનાશી) મટી સમ્યગ થઈ તેના બળે પછી આત્મભાવથી આત્માને એના સાચા સમ્યગ્ આત્મસ્વરૂપમાં અર્થાત્ પરમાત્મ સ્વરૂપમાં લાવવા માટે દેહધર્મ ઉપર પરિષહ અને ઉપસર્ગોના કષ્ટ વેઠી વિજય મેળવવો એટલે કે સંયમ અને તપમાં પ્રવૃત્ત થવું તે ચારિત્રાચાર અને તપાચાર છે. સ્વરૂપ રમણતા અને નીજગુણ સ્થિરતા તે સાધુપણું-ચારિત્ર છે. દર્શનાચારથી જ્ઞાનાચાર આવે છે. દેવ-ગુરુના દર્શને જતાં જતાં દેવ થકી ગુરુ થકી જ્ઞાન પમાય છે. જે જ્ઞાનાચાર છે. ચારિત્રાચાર તથા તપાચાર (સામાયિક, પૌષધ, યમ નિયમ, વ્રત, પચ્ચખ્ખાણ, પ્રતિજ્ઞા આદિ) પણ ગુરુ પાસેથી મળે છે. મહાપુરુષ થવાની ક્રિયા કર્મયોગની છે જે ક્રિયારૂપ છે, જ્યારે પુરુષોત્તમ થવાની ક્રિયા જ્ઞાન ધ્યાન યોગથી અને પંચાચારની પાલનાથી છે, જે ક્રિયા અને ભાવ ઉભય સ્વરૂપ છે. જ્ઞાનમાં સ્વયંને પરમાત્મ સ્વરૂપે છું તેવો નિર્ણય કર્યા બાદ ઉપયોગને યોગથી ભિન્ન કરવારૂપ, દેહથી આત્માને ભિન્ન કરવારૂપ, પરમાત્મા બનવાની જે પ્રવૃત્તિ છે તે ચારિત્રાચાર અને તપાચાર છે. ચારિત્રાચાર અને તપાચારની સેવનાથી ‘હું સિદ્ધ સ્વરૂપી છું' એવો જે નિર્ણય કર્યો તે સિદ્ધ સ્વરૂપનું સ્વ આત્મક્ષેત્રે વેદન અનુભવન કરવાનું હોય છે. પ્રજ્ઞાનમ્ આનન્દમ્ બ્રહ્મ ને અનુભવ કરવાનો હોય છે. જ્ઞાનાચાર ને દર્શનાચારથી નિર્ણિત થયેલ પરમાત્મ સ્વરૂપ ઉપયોગની ધારાથી ચારિત્રાચાર-તપાચારમાં દેહથી આત્માને ભિન્ન કરવાની યોગક્રિયા કરવાની હોય છે. આમ જો જ્ઞાનાચાર-દર્શનાચાર એ ઉપયોગપ્રધાન છે તો ચારિત્રાચારતપાચાર યોગપ્રધાન છે. જીવનું સર્વસ્વ જે કાંઈ છે તે જ્ઞાન-દર્શન છે. એ જ્ઞાનદર્શનનો ભોગ ઉપયોગ વેદન-અનુભવન-રસાસ્વાદ ચારિત્ર અને તપથી છે. જ્ઞાન-દર્શન જીવના સ્વગુણ છે. સ્વગુણનું લક્ષણ એ છે કે તે ગુણ લક્ષણરૂપે અંશે પણ જીવની સર્વ નિકૃષ્ટ કે ઉત્કૃષ્ટ અવસ્થામાં કાર્યાન્વિત હોય. અર્થાત્ લક્ષણ, ચિહન રૂપે વ્યવહારમાં તે ગુણ સક્રિય હોય. લક્ષણ જાતિમૂલક છે, આચારસંજ્ઞામૂલક છે અને ગુણ વિકાસમૂલક છે. જાણવાનું ચાલુ રહેવું તે આત્માનો જ્ઞાનગુણ છે. જાણવાનું સદંતર બંધ થઈ જાય તો આત્મા, આત્મા મટી જાય, અનાત્મા Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સૈકાલિક આત્મવિજ્ઞાન બની જાય. જીવ મટી જડ થઈ જાય. પ્રત્યેક ગુણ સ્વક્રિયાવંત હોય, સ્વક્રિયા અભેદ હોય. - પંચાચારની પાલના જેટલી ઓછી થાય તેટલો વાસ્તવિક લાભાંતરાય સમજવો. આપણે ભૌતિક સુખસામગ્રી નહિ મળે તેને લાભાંતરાય સમજીએ છીએ જે સાંસારિક ક્ષેત્રે છે. આધ્યાત્મિક ક્ષેત્રે તો આત્માની જે અનંતશક્તિ છે, આત્માનું જે અવ્યાબાધ સુખ છે તે ભોગવી શકાતું નથી, તે જ વાસ્તવિક લાભાંતરાય છે. પંચાચારની પાલના કરનારા સાધુ ભગવંતો સ્વયં પંચાચારમાં આગળ વધે નહિ તે તેમનો લાભાંતરાય, અને તેઓ અન્ય પોતાના સંપર્કમાં આવનારા જીવોને જ્ઞાન-ઉપદેશ આપે નહિ તો તે તેમનો દાનાંતરાય છે. રત્નત્રયીની આરાધનામાં પંચાચારની પાલનામાં શક્તિ ન ફોરવવી તે તેમનો વીઆંતરાય છે અને આત્મગુણોની અનુભૂતિ ન થવી, પંચાચાર પાલનાનો રસાસ્વાદ ન થવો તે ભોગપભોગાંતરાય છે. જ્ઞાનથી ધ્યાનમાં જવાનું છે અને ધ્યાનથી સમાધિમાં જવાનું છે. અંતે સમાધિમાંથી સમત્વમાં-સ્વભાવમાં-સ્વરૂપમાં જવાનું છે. જ્ઞાનથી હેય-શેય અને ઉપાદેયની સમજ આવે છે. તપ અને ચારિત્રથી હેય છૂટે છે. શેયના જ્ઞાતા બનાય છે અને ઉપાદેય સાથે સંધાણ-જોડાણ થાય છે. ધ્યાનમાં ઉપાદેય અને ઉપાદાન એક બને છે. વિકલ્પોના સાક્ષી બનાય છે અને દેહાધ્યાસ છૂટે છે. ધ્યાનમાંથી સમાધિ લાગતાં કેવલ ઉપાદાન રહે છે. વિકલ્પ છૂટી જાય છે અને નિર્વિકલ્પ દશા આવે છે. આત્માનંદની અનુભૂતિ થાય છે. સહુ કોઈ પંચાચારધર્મની પાલના વડે આત્માનુભૂતિના આનંદ મેળવતાં મેળવતાં પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરો એવી અભિલાષા. Page #120 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં અહંકાર અને આસક્તિ એ બે મોટા દોષ છે. અન્યના ગુણ જોવાથી અને પોતાના દોષ તપાસવાથી અહંકાર અને આસક્તિ દૂર થાય છે. નમસ્કાર એ બીજાના ગુણો ગ્રહણ કરવાની અને પોતામાં રહેલાં દોષો દૂર કરવાની ક્રિયા છે. નમસ્કારથી સબુદ્ધિનો વિકાસ થાય છે અને બુદ્ધિના વિકાસથી સદ્ગતિ હસ્તકમલવત બને છે. જેટલો અહંકાર એટલું સત્યનું પાલન ઓછું અને જેટલું સત્યનું પાલન ઓછું એટલી અનેક દોષમાં દઢતા વધુ અર્થાત્ કામ, ક્રોધ, લોભનું બળ વધારે. નમસ્કારથી વાણીની કઠોરતા અને બુદ્ધિની દુષ્ટતા નાશ પામે છે એટલું જ નહિ પણ મનની કોમળતા-નમ્રતા, ઉદારતા અને સજ્જનતાના ગુણ વિકસિત થાય છે. મનનું બળ મંત્રથી વિકસે છે. “મન” એટલે વિચારવું અને “ત્ર એટલે રક્ષણ કરવું. મનસ્ત્રમંત્ર આમ મંત્ર શબ્દનો અર્થ વિચારનું રક્ષણ થાય છે. વિચારનું રક્ષણ કરવું એટલે વિચારને-વિકલ્પને શિવસંકલ્પરૂપ બનાવવા અથવા શુભ સાત્વિક ભાવ સ્વરૂપ બનાવવા. મંત્રોમાં સૌથી શ્રેષ્ઠ મંત્ર “નમસ્કાર મહામંત્ર છે. કેમ કે તે જીવ માત્રના સત્ય, સાધ્ય અને સાધક સ્વરૂપને કહેનારો, સમજાવનારો, જાગૃત કરનારો તેમજ સત્ય સ્વરૂપમાં લાવનારો મનને તે મય, બનાવનારો મંત્ર છે, માટે જ તેને “પરમ ઈષ્ટ મંત્ર' યા તો “સ્વરૂપમંત્ર કહ્યો છે. નમસ્કારરૂપી વજ અંતાકરરૂપી પર્વતનો નાશ કરે છે. નમસ્કાર માનવીના મનોમય કોષને શુદ્ધ કરે છે. અહંકારનું સ્થાન મસ્તક છે. મનોમય કોષ શુદ્ધ થવાથી અહંકાર આપોઆપ વિલય પામે છે. નમસ્કારમાં શુભકર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો સુભગ સુમેળ છે. કહો કે ત્રિવેણી સંગમ છે. શુભકર્મનું ફળ પુણ્યોદય (સુખ-અનુકૂળતા) ઉપાસનાનું ફળ શાંતિ અને જ્ઞાનનું ફળ પ્રભુત્વ-પરમપદની પ્રાપ્તિ છે. કર્મફળમાં વિશ્વાસાત્મક બુધ્ધિ (શ્રદ્ધા) તે સદ્ગદ્ધિ છે, જે શાંતિદાયક છે અને એ નમસ્કારથી વિકસે છે. એટલું જ નહિ પરંતુ તેના પ્રભાવથી હૃદયમાં પ્રકાશ પ્રગટે છે, જ્ઞાન-વિજ્ઞાનનું સ્થાન બુદ્ધિ છે, જ્યારે શાંતિ અને આનંદનો વાસ હૃદયમાં છે, બુદ્ધિનો વિકાસ અને હૃદયમાં Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ વૈકાલિક આત્મવિજ્ઞાન પ્રકાશ એ નમસ્કારનું અસાધારણ ફળ છે. નમસ્કારની ક્રિયામાં શ્રદ્ધા, વિશ્વાસ અને એકાગ્રતા વધારે છે. શ્રદ્ધાથી એકલક્ષ્યતા, વિશ્વાસથી સર્વાર્પણતા અને અભેદતાથી ચિત્ત (બુદ્ધિ)ની સ્થિરતા-એકાગ્રતા વધે છે. નમસ્કારમાં અહંકાર વિરુદ્ધ નમ્રતા છે. પ્રમાદ વિરુદ્ધ પુરુષાર્થ છે. હૃદયની કઠોરતા વિરુદ્ધ કોમળતા છે. ઉપકારીના પ્રતિ કૃતજ્ઞતા છે. નમસ્કારના કારણે એક બાજુ મનની વાસના અને બીજી બાજુ ચિત્તની ચંચળતા દૂર થવાની સાથે જ્ઞાન ઉપરનું ઘોર આવરણ (અજ્ઞાન) ટળી જાય છે અર્થાત્ દૂર થાય છે. અઘાતીકર્મની પાપપ્રકૃતિના ઉદયને પુણ્યપ્રકૃતિમાં ફેરવી આપે છે એ નમસ્કાર મહામંત્રનો પ્રભાવ છે. જ્યારે પરંપરાએ ઘાતીકર્મના ક્ષય પૂર્વક પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિ રહિત થવાય છે, તે નમસ્કાર મહામંત્રનો સ્વભાવ છે. નમસ્કાર મહામંત્રના પ્રભાવથી વિઘ્નો દૂર થાય છે. જ્યારે નમસ્કાર મહામંત્રના સ્વભાવથી વ્યક્તિ સ્વયં કેવલજ્ઞાની, અરિહંત પરમાત્મા બની જાય છે. પ્રભાવ એ ચમત્કાર છે, મહિમા છે, અતિશય છે. જ્યારે સ્વભાવ એ સ્વરૂપ પરિણમન છે. પ્રભાવ સ્થૂલ કારણ-કાર્ય ભાવની બુદ્ધિને કુંઠિત કરી નાંખે છે. શંખેશ્વર પાર્શ્વનાથ અંતરિક્ષ પાર્શ્વનાથ શબ્દમાં ‘શંખેશ્વર’ અને ‘અંતરિક્ષ’ એ બનાવરૂપ પ્રભાવ છે જ્યારે લોકાગ્ર શિખરારૂઢ પાર્શ્વનાથ પરમાત્મ તત્વ એ સ્વભાવ છે. તીર્થંકર ભગવંતના પ્રાતિહાર્યો અને અતિશય એ એમનો પ્રભાવ છે, જ્યારે કેવલજ્ઞાન એ સ્વભાવ છે. એના નવ પદ હોવાથી તે ‘નવકારમંત્ર’ તરીકે પણ પ્રસિદ્ધ છે. એની વિશિષ્ટતા એ છે કે એમાં જે નમસ્કાર કરવામાં આવેલ છે, તે કોઈ વ્યક્તિ વિશેષને નહિ, પરંતુ ગુણ-પર્યાયને નમસ્કાર કરવામાં આવેલ છે. પદને-ગુણને નમસ્કાર કરવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિ વિશેષને નમસ્કાર નથી અને તેથી જ આ મહામંત્રને ‘સ્વરૂપમંત્ર’ કહેલ છે. માટે જ તે મંત્ર સાંપ્રદાયિક નથી. જીવમાત્રના મૂળ સત્ય સ્વરૂપને કહેનાર શબ્દરૂપ કલ્પવૃક્ષ છે, જે સહુ કોઈને લક્ષ્ય કરવા યોગ્ય છે. એટલું જ નહિ પણ તે જીવ માત્રની માંગ છે-ચાહ છે. પછી તે જીવ ચાહે તે શાબ્દિક ધર્મનો હોય, જાતિનો હોય કે ચાહે તે દેશનો હોય. નમસ્કાર મહામંત્રને જાણતો હોય કે ન જાણતો હોય પણ પ્રત્યેક માનવ જાણે કે અજાણે નમસ્કાર મહામંત્રના ભાવને જ ચાહી રહ્યો છે, માંગી રહ્યો છે, પ્રાર્થી રહ્યો છે. ન એવો કોણ છે જે વિશ્વની અંદર પોતાથી વિરુદ્ધ યા પ્રતિકૂળ પદાર્થને Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ સ્વરૂપમંત્ર ચાહતો હોય યા તો સહન કરી શકતો હોય ? જીવ માત્ર અંદરથી પોતાથી વિરુદ્ધ પદાર્થનો વિરોધી છે અને અસહિષ્ણુ છે. વિશ્વમાં જ્યાં સુધી પોતાથી વિરોધી તત્ત્વ અથવા પ્રતિકૂળ તત્ત્વ હોય ત્યાં સુધી પોતાની અસિધ્ધિને જ અનુભવતો હોય છે. આ રીતે જીવ માત્ર અભાવમાં જ જીવતો હોય છે. બહારથી પ્રાપ્ત વસ્તુ તો માત્ર ભાસરૂપ જ હોય છે. એવો કોણ છે કે જે પોતાની દૃષ્ટિની સિદ્ધિને ઇચ્છતો ન હોય અને અસિદ્ધ રહેવા માંગતો હોય ? આનો આંતરિક લક્ષ્ય અર્થ તો એ થયો કે જીવ માત્ર અંદરમાં સિદ્ધત્વનું જ વણાટ કરી રહ્યો છે. સર્વ કોઈ સર્વ પ્રકારની સર્વ સિદ્ધિને ઇચ્છે છે-સર્વસિદ્ધિ સિદ્ધ થયા વગર પ્રાપ્ત થવી શક્ય નથી. વળી સિદ્ધ તે જ હોઈ શકે કે જેનો કોઈ શત્રુ અર્થાતુ અરિ નથી. “અરિ થી હણાયેલો અરિહત છે, જ્યારે “અરિ ને જેણે હણી નાખ્યો છે તે “અરિહંત છે. પ્રશ્ન એ થાય કે શત્રુ કોણ ? પુદ્ગલ દ્રવ્ય આત્મદ્રવ્યથી વિરુદ્ધ ગુણધર્મવાળું છે. જે વિરુદ્ધ છે તે દુશ્મન અર્થમાં છે, તે શત્રુ છે માટે પુદગલ એ શત્રુ છે, અરિ એવાં પુદ્ગલ દ્રવ્યના સંયોગ સંબંધનો અભાવ કરવાનો છે, એટલે કે દેહાતીત (અશરીરી) અને કર્માતીત (કર્મરહિત નિરંજન) થવાનું છે. તે જ મુજબ પુદ્ગલસંગે પોતામાં રહેલ રાગ દ્વેષ આદિ પોતાના જ હોવા છતાં તે વડે પોતાને મલિન વિકૃત કરી રહ્યો છે તે પણ અરિ રૂપ છે, અને તેને પણ હણી નાંખવાના છે. આવા આ ઉભય પ્રકારના બહિરંગ (પુદ્ગલદ્રવ્ય) અને અંતરંગ (રાગ-દ્વેષ) અરિઓને જેણે હણી નાખ્યા છે તે “અરિહંત' છે. - રાગને કારણે મોહ, માયા, મમતા, લોભની ઉત્પત્તિ છે અને રોગીને જ્યાં રાગ નથી ત્યાં વૈષ છે જેના કારણે માન અને ક્રોધની ઉત્પત્તિ છે. કોઈપણ એક સામાન્ય દોષમાંથી પણ સર્વદોષની ઉત્પત્તિની શક્યતા છે. આજ અંદરના રાગ-દ્વેષ, ક્રોધ, માન, માયા, મમતા, લોભને કારણે બહારના બીજા જીવો સાથે અર્થાત પરસ્પર શત્રુતા છે, તો બહારના શત્રુઓને હણ્યા વગર તેમને મિત્ર બનાવવા હોય અને અજાતશત્રુ અર્થાત્ સર્વમિત્ર થવું હોય તો અંતરમાં અંતરના શત્રુઓને હણવા પડે અને “અરિહંત' બનવું પડે, એ બનવાની ઇચ્છા એવો કોણ છે જે ન રાખતો હોય ? સહુને સહુ કોઈ પોતાના મિત્ર બની શકે તે પસંદ છે અને નહિ કે શત્રુ. જગતનું એવું સ્વરૂપ નથી કે જીવ સંખ્યા માત્ર એક છે. જીવની જાતના બે વિભાગ સંસારી અને સિદ્ધ. ઉભયમાં જીવો અનંત છે. સંસારી જીવને Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ વૈકાલિક આત્મવિજ્ઞાન બીજા સંસારી જીવોની સાથે અને જીવોની વચ્ચે રહેવું પડે અને જીવન જીવવું પડે. તેથી જ પરસ્પર એકબીજાના જીવનનો આધાર થઈને અને આધાર લઈને જીવવું પડે એવો અટલ નિયમ છે. આ નિયમથી જીવનું જીવ પ્રત્યેનું આચરણ અને વર્તન સિદ્ધ થાય છે. પરસ્પર ઉપગ્રહો જીવનામ્ આચરણ અને વર્તન બે પ્રકારના હોઈ શકે છે. સર્તન-સદાચાર અને અસર્તન- દુરાચાર. પરસ્પર સદવર્તન વડે જ જીવ, જીવની સાથે સત્ય અને પ્રમાણિક જીવન જીવી શકે છે, કે જે તેને પોતાના પરમ સ્વરૂપ સુધી લઈ જાય છે, પરમ સ્વરૂપ સુધી પહોંચાડે છે. એજ ‘અરિહંત' અને ‘સિદ્ધ’ શબ્દનો વાસ્તવિક અર્થ છે. એક વ્યકિતને સો મિત્ર હશે અને એક શત્રુ હશે તો તે એક શત્રુ ચોવીસે કલાક યાદ આવશે, પણ મિત્ર યાદ નહિ આવે. અને એક વ્યકિતને ઘણા સંયોગ અનુકૂળ હશે અને એક સંયોગ પ્રતિકૂળ હશે તો તે પ્રતિકૂળ સંયોગ નિત્ય સ્મરણરૂપ બની રહેશે. અંદર ઊંડાણમાં સૂક્ષ્મ રીતે અવગાહન કરીશું તો આપણને ખાતરી થશે કે ‘અરિહંત' અને ‘સિદ્ધ' શબ્દના અર્થની જ માંગ આપણા સહુ કોઈની છે. આમ જેણે સિદ્ધ બનવું હશે એણે અરિહંત થવું પડશે અને તે માટે જીવ માત્ર પ્રત્યે સર્તન કરવા રૂપ સદાચારી બનવું પડશે. દયા, દાન, સેવા, પ્રેમ, કરુણા, મૈત્રી, માધ્યસ્થતા, ક્ષમા, ઉપેક્ષા, પ્રમોદ (ગુણાનુરાગ) આદિ ગુણો કેળવવા પડશે. અનાચાર, દુરાચારથી દૂર થવું જોઈશે. એ માટે આચાર-અનાચાર, સદાચાર-દુરાચારનો વિવેક કરવો પડશે. એ વિવેક કરવા માટે અજ્ઞાન હઠાવવું પડશે.અને જ્ઞાન મેળવવું જોઈશે, તે માટે કરીને વિનયી બની નમ્રતાપૂર્વક ઉપાધ્યાય-અધ્યાય [વિદ્યાગુરુ-શિક્ષક] પાસે જઈને અધ્યયન કરવું પડશે. અધ્યયન માટે સાધના કરવી પડશે. બાધક મટી સાધક થવું પડશે. દુર્જન-દુષ્ટ મટી સજન-સાધુ થવું પડશે અને અન્ય સાધકની સંગતમાં, સત્સંગમાં સહન કરતાં શીખીને તેમજ સહાયક બનીને અને સહાય લઈને સાધનાપંથે આગળ વધવુ પડશે. એ માટે જ ‘ણમો લોએ સવ્વસાહુણં’ પદથી સાધુ માત્રને અર્થાત્ સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર કરેલ છે અને તેથી જ પોતાના જીવનમાં સાધુરૂપ સાધક અવસ્થાની આવશ્યકતા એકાંતે ઊભી થાય છે. પરમાત્માની દ્રવ્યપૂજા ઔચિત્ય સહિત, નમ્રતાથી, વિનયપૂર્વક કરવાની છે. ત્યારબાદ શાન અને પ્રકાશ વડે ભાવપૂજા કરતાં મન અને બુદ્ધિ ભાવપૂજામાં Page #124 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૫ સ્વરૂપમંત્ર પરમાત્માના ચરણે ધરી દેવાનાં છે. જે મન અને બુદ્ધિ પરમાત્માને અર્થાત્ અરૂપી તત્ત્વને ધર્યો તેને પાછા રૂપી એવા પર પદાર્થ, વિરુદ્ધ ધર્મો એવાં પુદ્ગલદ્રવ્ય એટલે કે શરીર, ઇન્દ્રિય આદિને ન ધરાય. સાધુ ભગવંતો તો સદા સર્વદા સતત ભાવપૂજામાં રત હોય છે. સાધુ ભગવંતો પોતાના મન અને બુદ્ધિ પરમાત્માને ધરી ચૂક્યા હોય છે. જેથી તેમના શરીર ઈન્દ્રિયાદિ પણ મન બુદ્ધિને આધીન રહી સતત ભાવ પરમાત્મપૂજામાં રત રહે છે અને દુન્યવી તત્ત્વોથી અલિપ્ત રહે છે. આમ સાધુ ભગવંતો સમગ્રપણે પરમાત્મમય હોય તેઓને પંચ પરમેષ્ઠિ નવકારમંત્રમાં ણમો લોએ સવ્વસાહૂણ' પદથી નમસ્કાર કરવામાં આવેલ છે. સાધુ ભગવંતનું સ્થાન પંચ પરમેષ્ઠિના પાંચમા પદમાં છે તે જ પ્રમાણે આગળ ઉપર.' “ણમો ઉવજઝાયાણં” પદથી સર્વ ઉપાધ્યાય ભગવંતોને, ણમો આયરિયાણં, પદથી સર્વ આચાર્ય ભગવંતોને, ણમો સિદ્ધાણં' પદથી સર્વ સિદ્ધ પરમાત્મ ભગવંતોને અને ણમો અરિહંતાણં' પદથી સર્વ અરિહંત પરમાત્મ ભગવંતોને “નમસ્કાર કરવામાં આવેલ છે. - આ પાંચ પદો અંતઃકરણમાં ભાવરૂપ છે. અંદરમાં આપણા મતિજ્ઞાનના ઉપયોગરૂપ સાધન (કરણ) જે આપણાથી અભેદ છે તે અંતઃકરણ છે. અંતઃકરણ એટલે કરણના ભેદોમાં અંતિમ કરણ, અંતિમ સાધન જેનાથી આગળ સાધન અર્થમાં કોઈ કારણ નથી. તેની પૂર્વમાં અને સાથે ઉપકરણ અંતે કરણ છે, જે અંત:કરણની શુદ્ધિ માટે સહાયક અને પૂરક સાધન છે. જીવનું પરમાર્થ સ્વરૂપ સિદ્ધ થયેથી સર્વ સાધનોથી પર થઈ જાય છે. એ અપેક્ષાએ સર્વ સાધનનો અંત કરનાર જે કરણ છે તે અંતઃકરણ છે. અરિહંત અને સિદ્ધ પરમાત્મામાં પરમાત્મ તત્ત્વની પૂર્ણતા વડે તેઓ સાધનાથી પર છે. એ અર્થમાં અંત:કરણનો આ રહસ્યમય અર્થ છે. આ પાંચ સહુ કોઈને પરમ ઈષ્ટ છે તેથી તે પાંચને પંચ પરમેષ્ઠિ તરીકે ઓળખાવેલ છે. સ્વરૂપમંત્ર-નમસ્કારમંત્ર નવકારમંત્ર દ્વારા તે પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરતાં કરતાં “અરિહંત'માંથી “અરિહંત' બનવાનું છે; અસિદ્ધમાંથી સિદ્ધ થવાનું છે. જે માટે દુર્જન મટી સર્જન અને દુષ્ટ મટી સાધુ બનવાનું છે. અભણ-અબુઝ-ગમા-અજ્ઞાની-અભાન મટી જઈને સભાનસચેત-જ્ઞાની-પઠક-ઉપાધ્યાય થવાનું છે. અને આગળ ઉપર પંચાચાર પાલન કરનાર આચાર યુક્ત આચાર્ય એવાં સર્વોચ્ચ સાધક બનવાનું છે. જ્ઞાનાચાર, Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧: સૈકાલિક આત્મવિશાન દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારના પાલનને પંચાચાર પાલન કહે છે. અજ્ઞાની છીએ એટલે જ દુરાચારી-અનાચારી છીએ, અને તેથી જ દુષ્ટ દુર્જન છીએ. દુર્જન છીએ તેથી દુશ્મનો છે, માટે અરિહત છીએ અને અગાઉ જણાવ્યા મુજબ અરિહત હોય તે અસિદ્ધ જ હોય ! “અરિહંત' એ સત્ય સ્વરૂપનામ છે. “અરિહત” એ અસત્ય અને વિરૂપ નામ છે. જીવના આંતરિક સાચા નામ પાંચ છે : (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય અને (૫) સાધુ. પ્રથમ બે નામ સાધ્ય અવસ્થાના છે, અને પછીના ત્રણ નામ સાધક અવસ્થાના છે. આ નામથી તેઓને નમસ્કાર કરવાથી અને તે મુજબ બનવાથી ને જીવન જીવવાથી અરિહંત અને સિદ્ધ સ્વયં બની શકાય છે. જગતમાં અધ્યાત્મ શાસ્ત્ર સમજાવનારા મહાન છે. એટલે પંચપરમેષ્ઠિમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને સ્થાન મળેલ છે. તેઓ ઉચ્ચતમ એવા પરમાત્મા સાથે સંબંધ કરી સાચું ચારિત્રયુક્ત જીવન જીવનારા છે. ઉચ્ચતમ એવા પરમાત્મા સાથે સંબંધ કરી તેનું જીવન જીવે તેનું પરમાત્મા કે પરમાત્મતત્ત્વ સાથે સંબંધ કર્યા વિના સુવિચાર, સદવર્તન સત્યજ્ઞાન આવતું નથી. પરમાત્મતત્ત્વ સાથે સંબંધ રાખીને જગત સમક્ષ આવનાર જ લોકોનો પરમાત્મા સાથે સંબંધ કરાવડાવી જગત સુધારવા શક્તિમાન બને છે. પરમાત્મતત્ત્વ, નિર્મોહી વીતરાગ દેહાતીત તત્ત્વ છે અને તેથી જો આત્મા એવા વીતરાગ પરમાત્મતત્ત્વ સાથે પોતાનામતિજ્ઞાનના ઉપયોગથી ભળે તો આત્મા સ્વયં પરમાત્મા-સિદ્ધાત્મા બની શકે છે. પરમાત્મતત્ત્વ એ સર્વ ગુણની ખાણ છે, એ તત્ત્વને જેટલું રટીએ તેટલા તેટલાં આત્માના ગુણ ખીલતા જાય. સર્વ સત્યનું સત્ય, સર્વ સુખના સુખરૂપ, સર્વ સમાં સસ્વરૂપમાં બ્રહ્માંડમાં કોઈ હોય તો તે અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા છે. આમ સમગ્ર વિશ્વમાં સર્વેસર્વા કોઈ હોય તો તે સર્વેશ્વરા એવાં અરિહંતેશ્વરા, સિદ્ધેશ્વર જ છે. પરમાત્મા કેવલજ્ઞાનના ઉપયોગથી વિશ્વમૂર્તિ છે કેમકે કેવલજ્ઞાનમાં સમગ્ર વિશ્વ પ્રતિબિંબિત થાય છે. તો આખા વિશ્વને પરમાત્માની મૂર્તિમાં જોતાં શીખવું જોઈએ. પરમાત્મા બનવા અહં ટાળવું જોઈએ, જે પરમાત્મા પ્રત્યે દાસત્વભાવના સ્વીકારવાથી ટળે છે. અહં ટાળવાથી અહ એટલે કે ત્રિલોકપૂજ્ય બનાય છે. નવકારમંત્રમાં રહેલ પંચપરમેષ્ઠિ ભગવંત વિશ્વના સર્વ સાત્ત્વિક ભાવના Page #126 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપમંત્ર ૧૧૭. સમૂહરૂપ છે. અરિહંત સિદ્ધ પરમાત્માનું કેવલજ્ઞાન મહાસાગરરૂપ છે. જ્યારે આચાર્યો, ઉપાધ્યાયો, સાધુ ભગવંતો અધ્વવસાય સ્થાનકરૂપી શ્રતનદીઓ છે. શ્રુતજ્ઞાન સરિતા છે જે મહાસાગરમાંથી નીકળે છે અને મહાસાગરમાં ભળે છે. સુંદર સુંદર ભાવો અધ્યવસાયરૂપ નદીઓ છે. અરિહંત સિદ્ધ પદ એ નિર્વિકલ્પ દશા, નિર્વિકલ્પ બોધ છે, જે નિરપેક્ષ શુદ્ધ સ્વરૂપ સમજાવસ્થા છે. સંકલ્પ-વિકલ્પ રહિત એવી નિર્વિકલ્પ સહજાત્મ સ્વરૂપ આનંદાવસ્થા એટલે અરિહંત અને સિદ્ધની અવસ્થા. એ સાધકનું સાધ્ય છે, ધ્યેય છે, સાધ્યની અવસ્થા છે, સાધ્યનું સ્વરૂપ છે. જ્યારે આચાર્ય-ઉપાધ્યાયસાધુપદ એ સાધ્યના લક્ષ્ય સાધકની સાધકાવસ્થા છે. સાધ્યના સ્વરૂપને સાધનામાં ઉતારી તે મુજબ જીવવું તે જ સાધકની સાધના છે. માટે જ જેટલું નિર્વિકલ્પદશામાં અર્થાત્ સ્વભાવ દશામાં જીવી શકાય તેટલું તેટલું નિશ્ચયથી સાધુપણું છે. બાહ્ય ચારિત્ર પાલનનો આ જ મહત્ત્વનો ભેદ ભવિ અને અભવિ વચ્ચે છે. પંચપરમેષ્ઠિનું સ્વરૂપ એ પ્રત્યેક જીવનું સ્વ સ્વરૂપ છે. એટલે કે સ્વ ગુણપર્યાય છે. જ્યારે પંચપરમેષ્ઠિ વ્યક્તિએ સજાતિય પર દ્રવ્ય છે. પંચપરમેષ્ઠિનો શબ્દાર્થ એ જ જગતમાં સત્યજીવન છે. વિરોધી પદાર્થના સંયોગનો નાશ કરવો અથવા પુદ્ગલથી સર્વથા જુદાં પડવું તેનું જ નામ “અરિહંત” અને ફરી પાછા મુગલસંગી (દેહરૂપી પુદગલાવરણને ન ધારણ કરવા), ન બનવું તેનું નામ “સિદ્ધ'. સિદ્ધ જ સાચા દિગંબર છે કેમ કે એમને દેહાંબર પણ નથી. અંતિમ સિદ્ધને કાર્યસિદ્ધ કહેવાય. સિદ્ધ પરમાત્માને સિદ્ધ એટલા માટે કહેલ છે કે ત્યાં આત્યંતિક એવી અંતિમ સિદ્ધિ છે. જે થયા પછી કાંઈ થવાપણું, કરવાપણું, કે બનવાપણું આગળ રહેતું જ નથી. સિદ્ધાવસ્થામાં જતન, પતન, વિકૃતિ-અવનતિ; કે ઉત્થાન (સંસ્કૃતિ-ઉત્કર્ષ-ઉન્નતિ) હોતા નથી. જતનમાં પરાધીનતા છે; વિકૃતિમાં પતનમાં મલિનતા છે અને સંસ્કૃતિ ઉત્થાનમાં ઊણપઅભાવ-અપૂર્ણતા છે. આમાંનું સિદ્ધને કશું ય હોતું નથી. “અરિહંત” અને “સિદ્ધ પદ સાથે આપણું સ્વરૂપ ઐક્ય છે. તેમજ જાતિ ઐક્ય છે. જાતિથી અરિહંત, સિદ્ધ અને આપણે સહુ જીવ જાતિનાચૈતન્ય જાતિના છીએ. પુદ્ગલ જડ જાતિનું છે. તેમ આપણે ચૈતન્ય જાતિના છીએ. અરિહંત અને સિદ્ધ અવસ્થાને પામેલ વ્યકિતનું પરમાત્મસ્વરૂપ પ્રગટ છે. જ્યારે આપણું પરમાત્મ સ્વરૂપ સત્તામાં છે પણ વેદનમાં નથી જે આપણે આવરણ હઠાવી, કર્મના પડળો દૂર કરી પ્રગટાવવાનું છે. અનુભવને વેદનમાં લાવવાનું છે તે માટે અરિહંત અને સિદ્ધ પદને, નમસ્કાર કરીને આપણે પણ તે સ્વરૂપે પરિણમવાનું છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ત્રિકાલિક આત્મવિજ્ઞાન - પંચપરમેષ્ઠિ ભગવંતોને આનંદ સ્વયંના આત્મામાં છે. તેઓ સ્વરૂપ નિષ્ઠાવંત છે. તેથી તેઓનો પ્રેમ સમસ્ત વિશ્વ ઉપર, જીવ-અજીવ, સચરાચર સમગ્ર બ્રહ્માંડ ઉપર છે. તેઓનો પ્રેમ અસીમ છે. તેઓ જ્ઞાની છે અને તેથી સ્વરૂપને વેદે છે. જ્યારે આપણા વેદનનો આધાર અજ્ઞાનવશ આપણે પર પદાર્થને બનાવ્યો છે. તેથી પરપદાર્થમાંથી વેદન મળે છે એવું માનીએ છીએ અને તેમ સમજીએ છીએ, જેથી પર પદાર્થને આપણે સર્વરૂપ સમજીએ છીએ. પરિણામે તે પરપદાર્થ પૂરતો જ આપણા પ્રેમને સીમિત, સાંકડો અને રાંકડો બનાવીએ છીએ. એટલે જ આનંદસ્વરૂપી એવાં આપણે દુઃખી થઈએ છીએ. આનું કારણ આત્માનું અર્થાત્ સ્વ સ્વરૂપનું અજ્ઞાન છે. પોતાના આત્માના સાચા સ્વરૂપથી આત્મા અભાન છે. તેથી બેભાન બની, બેફામ બની ભમે છે. ચારે ગતિમાં ફંગોળાયા કરે છે. આ અજ્ઞાનને કારણે આત્મા દોષનું સેવન કરે છે. તેથી પાપ બંધાય છે અને પરિણામે દુઃખી થાય છે. ભૌતિક ભોગના સાધનો કરતાં ભોક્તા એવા જીવની કિંમત વધારે છે. જીવ કરતાં સાપેક્ષ સત્યની કિંમત વધારે છે અને સાપેક્ષ સત્ય કરતાં નિરપેક્ષ પરમ સત્ય એવાં પરમાત્મ તત્ત્વની કિંમત વધારે છે. પરમાત્મ તત્ત્વની એના નામ સ્થાપનાદિ રક્ષા કરતાં ભૌતિક દુન્યવી સાધનોનો જીવ સ્વયંનો અને સાપેક્ષ સત્યનો ભોગ આપવાની તૈયારી રાખવી જોઈએ. “પરમ પંચ પરમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવંત; ચાર નિક્ષેપ, ધ્યાઈએ નમો નમો શ્રી જિનભા.” ચારે નિક્ષેપોથી ભગવાનને ભજવાં એટલે મતિજ્ઞાનમાં તેની વિસ્મૃતિ ન થાય અને સ્મૃતિ કાયમ બની રહે. એ ચાર ભેદ નીચે પ્રમાણે છે. નામ નિક્ષેપોથી નામસ્મરણ, સ્થાપના નિક્ષેપોથી દર્શનસ્મરણ, દ્રવ્ય નિક્ષેપોથી પરમાત્મા જીવન, કથાશ્રવણ સ્મરણ અને ભાવ નિક્ષેપોથી કર્મક્ષય (આઠ કર્મના નાશ)થી પ્રગટ થયેલ શુદ્ધ સ્વરૂપ સ્મરણ. પરમાત્મ તત્ત્વ નિરાલંબન, સ્વાધીન અને અનૈમિત્તિક અને નિરપેક્ષ એવું પૂર્ણ તત્ત્વ છે. જેમ સો (૧૦૦) ની સંખ્યામાં નવ્વાણું (૯૯)ની સંખ્યા સમાય પણ ૯૯માં ૧૦૦ નહિ સમાય તેમ અપૂર્ણતત્ત્વ પૂર્ણતત્ત્વમાં સમાય પણ અપૂર્ણ તત્ત્વમાં પૂર્ણ તત્ત્વ નહિ સમાય. બાહ્યદશ્યની જે જે સુંદરતા છે તેના ઉપાદાન અને નિમિત્ત કારણમાં જીવ ભાવ છે. જે જીવ ભાવમાં શ્રેષ્ઠ ભાવ પંચપરમેષ્ઠિ પાસે છે. માટે એમના Page #128 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપમંત્ર ૧૧૯ સિવાય પ્રધાન શ્રેષ્ઠતા અન્યમાં નથી. પૂર્ણ સ્વભાવમાંથી કયા પ્રભાવો નહિ નીકળે ? આપણે અગાઉ જોયું તે મુજબ પંચપરમેષ્ઠિમાં અરિહંત અને સિદ્ધ એ બે વીતરાગ સ્વરૂપ સાધ્ય પદ . જ્યારે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ વૈરાગી સાધકપદ છે. અરિહંત અને સિદ્ધને સાધ્યપદ કહ્યા પરંતુ વાસ્તવિક તે ઉભય ધ્યેયપદ, લક્ષ્યપદ છે. સૂક્ષ્મ રીતે વિચારીએ તો સમભિરૂઢનય પ્રમાણે શબ્દ ફરતાં અર્થ ફરે તે મુજબ સાધ્ય અને લક્ષ્ય શબ્દમાં ભેદ છે. લક્ષ્ય અરિહંત અને સિદ્ધ બનવાનું છે અને સાધ્ય વીતરાગતાની પ્રાપ્તિ છે. વીતરાગની સાધના છે અને વીતરાગતાની ફળ પ્રાપ્તિ રૂપ અરિહંત-સિદ્ધ પદની પ્રાપ્તિ છે. તેથી જ જ્ઞાનવિમલસૂરિશ્વરજીએ ગાયું છે કે, વીતરાગ' ભાવ ન આવી જ્યાં લગી મુજને દેવ; ત્યાં લગે તુમ પદ કમલની સેવના સહેજો ટેવ; અરિહંતને નવકારમંત્રમાં પ્રથમ સ્થાન આપેલ છે. કારણ કે અરિહંત એ સદેહી-સયોગી-સાકાર અને અષ્ટપ્રાતિહાર્યો તથા અતિશયોના પ્રભાવયુક્ત પરમાત્મ સ્વરૂપ છે. જેથી કરીને અરિહંત સાથે વ્યવહાર શક્ય છે. વળી પ્રભાવયુક્ત પ્રભાવશાળી હોવાથી સહુ કોઈ સહજ જ આકર્ષાય છે. આપણે સહુ દેહધારી છીએ. દેહધારીને દેહના માધ્યમથી વ્યવહાર છે. સિદ્ધ પરમાત્મા અશરીરી-અદેહી હોઈ, દેહનું માધ્યમ નથી. તેથી તેઓની સાથે વ્યવહાર શક્ય નથી એટલે અરિહંત ભગવંતની જેમ તેઓ વ્યવહાર ઉપકાર નિમિત્ત બની શકતા નથી. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ તેથી જ ગાયું છે કે, સત્તા શુદ્ધ અરૂપી તેરી નહિ જગકો વ્યવહાર; કા કહીએ કછુ કહ્યો ન જાએ તું પ્રભુ અલખ અપાર.” અરિહંત ભગવંતો, અરિહંત પરમાત્મા બન્યા બાદ દેહ હોવાના કારણે દેહ હોય ત્યાં સુધી દેહના માધ્યમથી નિર્વાણ થતાં સુધીના શેષ આયુષ્યકાળ દરમિયાન લોકસંપર્કમાં હોવાથી લોકો ઉપર દેશના આદિ દ્વારા ખૂબ ખૂબ ઉપકાર કરે છે. જ્યારે અરિહંત ભગવંતનું નિર્વાણ થતાં તેઓ સિદ્ધ બને છે. અદેહી થાય છે. પછી તેમની સાથે વ્યવહાર શક્ય નથી. છતાંય તેઓ સિદ્ધપદેથી ધ્રુવતારક બની આપણને સિદ્ધ બનવામાં પ્રેરણારૂપ રહે છે. આ નમસ્કાર મહામંત્ર સંબંધી વળી એક શાસ્ત્રીય પાઠ છે કે... નવકાર ઈક અખ્ખર પાવ ફેડેઈ સત્ત નરકાઈ...” સાત સાગરોપમ સુધી નર્કની અશાતા વેદનીય વેદીને જે કર્મનિર્જરા Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સૈકાલિક આત્મવિજ્ઞાન થાય તેટલી કર્મનિર્જરા નવકારમંત્રના એક અક્ષરના ઉચ્ચાર માત્રથી થાય છે. તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે અરિહંત-સિદ્ધ અને આચાર્ય - ઉપાધ્યાય-સાધુમાં ભેદ હોવા છતાં પાંચે પદનું ફળ એકસરખું કેવી રીતે હોઈ શકે? પદ ભેદ જે છે તે અવસ્થા અને વ્યવસ્થાના ભેદો છે. અરિહંત સયોગીસદેહી વીતરાગ પરમાત્મા છે. સિદ્ધ અશરીરી અદેહી વીતરાગ પરમાત્મા છે. જ્યારે આચાર્ય શાસનધૂરા ધારક સર્વોચ્ચ વૈરાગી સાધક છે, ઉપાધ્યાય પઠન પાઠન કરાવનાર વૈરાગી સાધક છે અને સાધુ સ્વયં સાધના કરનારા, સાધના કરનાર અન્યને સહાયક થનારા તેમજ સાધનાનો આદર્શ આપનારા વૈરાગી સાધક છે. આ બધા અવસ્થા અને વ્યવસ્થાના ભેદ છે. પરંતુ ફળપ્રાપ્તિની દૃષ્ટિએ પાંચે પદથી સરખું ફળ મળી શકે છે. અરિહંત અને સિદ્ધના શરણથી અને હાજરી નિસામાં જ કેવલજ્ઞાન થાય અને આચાર્ય-ઉપાધ્યાય-સાધુના શરણથી અને તેમની નિશ્રામાં કેવલજ્ઞાન-મોક્ષપ્રાપ્તિ ન થાય એવું નથી. પાંચેય પદના શરણથી અને અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય, સાધુની નિશ્રામાં અથવા તો માત્ર શરણથી કેવલજ્ઞાન, મોક્ષપ્રાપ્તિનું કે પછી તેની પૂર્વભૂમિકામાં પુણ્યાનુબંધી પુણ્ય, સમકિત દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિનું ફળ મળી શકે છે. ફળપ્રાપ્તિ અંગે મૃગાવતી સાધ્વી અને ચંદનબાળા સાધ્વીજી, અર્ણિકાપુત્ર આચાર્ય અને પુખ્તચુલા સાધ્વીજી, ચંડરુદ્રાચાર્ય અને તેમના વિનયી શિષ્ય, ગૌતમસ્વામીજી અને પંદરસો તાપસના શાસ્ત્રીય દાંત આપણી પાસે મોજુદ છે. તેથી જ તો ગાયું છે કે “ગુરુ રહ્યાં છબસ્થ પણ વિનય કરે ભગવાન...” હવે આપણે “અરિહન્ત” શબ્દ વિષે થોડી વિસ્તૃત છણાવટ કરીશું. અરિહન્તપણું એટલે અરિરૂપી દોષ જે જીવના ખરા શત્રુ છે. તેને હણવાનીદૂર કરવાની ક્રિયા, એ જીવની સાધના છે. જ્યારે “અરિહંત' ને “અરહનું (અરહન) તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાદેવ વીતરાગ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંતે અરહ – શબ્દની વિસ્તૃત સમજ તેના ચાર અક્ષર અ ર હ અને ન્ ઉપર એક એક શ્લોક રચના કરીને આપી છે. અરહનું શબ્દ પ્રથમ અ અક્ષર ઉપર નીચે પ્રમાણેનો શ્લોક છે. અકાર આદિ ધર્મસ્ય આદિ મોક્ષ પ્રદેશક : | સ્વરૂપે પરમમ્ જ્ઞાનમ્ અકારસ્તન ઉચ્યતે || “અ” નો લક્ષ્ય અર્થ અક્ષર. અક્ષર, એટલે કે જેનો ક્ષાર અર્થાત્ વિનાશ નથી તે અવિનાશી અથવા તે અક્ષર એટલે શ્રુતજ્ઞાનનું મૂળ. Page #130 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપમંત્ર ૧૨૧ ભગવાને આપેલ દ્વાદશાંગીનું મૂળ શું ? સ્વર અને વ્યંજનરૂપ વર્ણ એ દ્વાદશાંગીનું મૂળ છે એટલે કે ... અક્ષરનો સમૂહ શબ્દ બને છે. કર્તા અને ક્રિયાપદ પૂર્વક શબ્દના સમૂહથી સૂત્ર બને છે. સૂત્રનો સમૂહ અધ્યયન બને છે. અધ્યયનનો સમૂહ આગમ બને છે, અને આગમનો સમૂહ તે દ્વાદશાંગી. આમ દ્વાદશાંગીનુ મૂળ અક્ષર છે. જેમ કેવલજ્ઞાની સ્વયં અક્ષર છે, તેમ કેવલજ્ઞાનીના વદન-કમલમાંથી મળેલ દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાનનું મૂળ સ્વર અને વ્યંજન રૂપ જે વર્ણ છે, તેને પણ અક્ષર કહેવાય છે. એટલે કે અક્ષર એવાં કેવલજ્ઞાનનાં મૂળ રૂપ પણ અક્ષર અને અક્ષરનું ફળ પણ અક્ષર એવું કેવલજ્ઞાન. જેમ કેવલજ્ઞાન નિર્વિકલ્પક છે તેમ કોઈ પણ સ્વર અને વ્યંજન રૂપ એક વર્ણાક્ષરના ચિંતવન કે ઉચ્ચારથી કોઈપણ વિકલ્પ સિદ્ધ થતો નથી. એથી કરી અક્ષર માત્રના ઉચ્ચારથી પદાર્થ સંબંધી કોઈ પણ ભાવ થઈ શકતા ન હોવાથી માત્ર ઉપરનું ચિંતવન નિર્વિકલ્પકતા છે. આમ ‘અ’ એ આદિ છે, મૂળ છે. કેવલજ્ઞાનનું બીજ છે માટે ‘કેવલજ્ઞાન' છે. બીજો શ્લોક ‘ર' અક્ષર ઉપર નીચે પ્રમાણે છે. રૂપિ દ્રવ્યમ્ સ્વરૂપમ્ યા દ્રષ્ટવા જ્ઞાનેન ચક્ષુષા દષ્ટ લોકર્યા કારસ્તેન ઉચ્યતે ‘૨’ નો લક્ષ્ય અર્થ રૂપીથી રૂપીનું અને અરૂપીથી રૂપી ને અરૂપી ઉભયનું દર્શન છે અથવા તો લોકાલોક જોનારું ‘કેવલદર્શન' છે. ત્રીજા શ્લોકમાં ‘હ’ અક્ષર ઉપરની સમજૂતી આ પ્રમાણે આપી છે.. હતા રાગાદેષા હતાઃ મોહ પરિષહાઃ । હતાની યેન કર્માણિ હકારસ્તેન ઉચ્યતે ॥ ‘હ' નો લક્ષ્ય અર્થ રાગદ્વેષાદિ દોષરૂપી શત્રુને હણવાની ક્રિયા જે ચારિત્ર છે. અથવા તો અબ્રહ્મભાવ, સંસારભાવ, દૈતભાવ કાઢી નાખવાથી પ્રગટ થયેલ ચારિત્ર છે. છેવટનો ચોથો ‘ન’ અક્ષર ઉપરનો શ્લોક નીચે મુજબ છે. સંતોષણામિ સંપૂર્ણો પ્રતિહાર્યાષ્ટકેન । જ્ઞાત્વા પુણ્યમ્ ચ પાપમ્ ચ નકારસ્તેન ઉચ્યતે ન્, નો લક્ષ્ય અર્થ નિષેધ છે, પરનો નિષેધ અને સ્વનો અનુરોધ. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ વૈકાલિક આત્મવિજ્ઞાન એટલે કે ઇચ્છાનિરોધ અર્થાત્ તલપ (ઇચ્છા-તલસાટ) ઉપર તપ ક્રિયા દ્વારા વિજય અને અંતે પૂર્ણકામ તૃપ્તદશા જે તપ છે. સંસારમાં રાગી આત્માને કામી કહેવાય છે જે બાધક ભાવ છે. વૈરાગી આત્માને નિષ્કામ કહેવાય છે જે સાધક ભાવ છે, અને વીતરાગીને પૂર્ણકામ કહેવાય છે જે સિદ્ધિ છે. નકારાત્મકવૃત્તિ જે શુભાશુભ પુણ્યપાપના ઉદયને અસ(નાશવંત) ગણવારૂપ વૃત્તિ છે તે તપ છે અને તેમાંથી ઉદ્ભવતી તૃપ્તિ છે તે નિરિહિભાવ છે. જે નિર્વિકલ્પ ભાવ છે. એટલે કે પોતાના આત્માના પ્રદેશથી અભેદ એવાં ચાર અઘાતીકર્મ, ઔદારિક શરીર અને બાકીના ક્ષેત્રભેદથી સર્વ બાહ્ય પદાર્થોના એકસરખા જ્ઞાતા દૃષ્ટા છે. અર્થાત્ તેમાં કોઈ રાગ-દ્વેષ, હેતુ કે પ્રયોજન છે નહિ તે તેમનો પૂર્ણ જ્ઞાતા દૃષ્ટા ભાવ છે. આ પ્રમાણે ‘અરહ’ શબ્દનું અદ્ભુત આયોજન રહસ્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંતે મહાદેવ વીતરાગ સ્તોત્ર દ્વારા સમજાવ્યું છે કે ‘અરહન્’ શબ્દમાં ‘જ્ઞાન’, ‘દર્શન’, ‘ચારિત્ર’ અને ‘તપ’ સંકલિત થયેલ છે કે જે પાછા આત્માના સ્વરૂપગુણ છે. અરિહંત અર્થાત્ અરહન ત્રૈલોક્ય પૂજ્ય હોવાથી ‘અર્હ’ તરીકે પણ ઓળખાય `છે. સંસ્કૃત ભાષામાં ‘અરહ’ ધાતુનો અર્થ પૂજવાને યોગ્ય છે. આ ‘અર્હ’ શબ્દનું આયોજન પણ ખૂબ સુંદર અને રહસ્યમય છે. ‘અર્હ' શબ્દમાં ‘રામ (આત્મા) શબ્દનો સમાવેશ થઈ જવા ઉપરાંત વધારામાં ‘હ’ અક્ષર જોડાયેલ છે જે મહાપ્રમાણ (Aspirate) છે જે હૃદયમાંથી ઊઠે છે (ઉચ્ચારાય છે). વળી તે સ્વર અને વ્યંજનનો સત્તાધીશ છે. ઉપરાંત ‘અ' જેમ બારાખડી વર્ણમાળાનો આદ્યાક્ષર છે તેમ ‘હ’ એ અંત્યાક્ષર છે. આમ આઘાંતાભ્યામ્ ન્યાયે આદિ અને અંતે આવી ગયા હોય એટલે સર્વ મધ્યના અક્ષરો એમાં સમન્વિત થઈ ગયા છે એમ કહેવાય એટલે જ ઋષિમંડલ-સ્તોત્રનો શ્લોક છે કે... ‘આËતાક્ષર સંલક્ષ્ય-મક્ષરવ્યાપ્ય યતસ્થિતમ્; અગ્નિ જ્વાલાસમં નાદ, બિંદુ રેખા સમન્વિતમ્' એટલું જ નહિ પણ ‘ય’ જેમ વાયુતત્ત્વ છે. ‘વ' જેમ જલતત્ત્વ છે, ‘લ' જેમ પૃથ્વીતત્ત્વ છે, તેમ ‘હ’ એ આકાશતત્ત્વ છે અને ‘ર’ એ અગ્નિ તત્ત્વ છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપમંત્ર ૧૨૩ “અ” અને “હ' ની વચ્ચે “ર' અક્ષર જે અગ્નિ તત્ત્વ છે તેને ગોઠવવાથી; “અ” અને “હ” અક્ષરના માથે “મ” ચઢી જે “અહ” શબ્દ બન્યો છે તે “અહં'ને ભસ્મીભૂત (બાળી નાખવાના) કરવાના સૂચનરૂપ છે. આવી રહસ્યમય “અહં' શબ્દની પણ શબ્દ વ્યુત્પત્તિ છે. જગતમાં કોઈ ન હણાતું હોય તો તે અહન છે, અહમ્ સતત્ત્વ છે. અસત્ તત્ત્વ હોય તે જ હણાય, સત્ તત્ત્વ ક્યારેય હણાતું નથી. અહંમનો આશરો લેનારો અર્થાત્ સતતત્ત્વને આધાર લેનારો હણાતો નથી. જન્મ-મરણ જીવન હણે છે. જન્મ-મરણનો અંત અર્થાત્ ભવાંત કરનારા પરમાત્મા છે જે અહંમ છે. પ્રથમ પાપપ્રવૃત્તિથી અટકી પાપવૃતિથી વિરમવાનું છે. જેના અંતે પાપપ્રકૃતિનો નાશ કરવાનો છે. પાંચ મહાવ્રતના અંગીકારથી પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિના નાશની શરૂઆત થાય છે. પરંતુ પાપપ્રકૃત્તિ-ઘાતી કર્મનો નાશ તો નિર્વિકલ્પ ઉપયોગમાં રહેવાથી થાય છે માટે જ “સવ્વપાવપ્પણાસણો” એમ નવકારમંત્રમાં કહેલ છે. વળી પાપથી મુક્ત થવામાં મુક્તિ છે. પાપબંધ એ અધર્મ છે, તેથી જ અઢારે પ્રકારનાં પાપથી પાપસ્થાનકોથી વિરમવાનું છે. પુણ્યબંધથી થતા પુણ્યોદયમાં સુખની ઇચ્છા, સુખની લાલસા, આસક્તિ અને મોહ હોય છે. માટે જ પુણ્યબંધનું લક્ષ્ય રાખવાનું નથી. દુઃખનો મોહ કોઈને નથી. માટે જ ખોટા સુખનો (પરાધીન સુખ) મોહ છોડી નિર્મોહી થવું તે ધર્મ છે. પુણ્યના બંધ અને પુણ્યના ઉદયનો ઉપયોગ પાપનાશ માટે કરવાનો છે, નહિ કે નવા પાપબંધ માટે પાપનાશથી મોક્ષ છે. માત્ર પુણ્યપ્રાપ્તિથી મોક્ષ નથી. હા ! પુણ્યપ્રાપ્તિથી દર્દ, દરિદ્રતા અને નર્ક તિર્યંચ ગતિ ટળે છે તેટલા પૂરતી પુણ્યની આવશ્યકતા. પાપનાશ અને મુક્તિપ્રાપ્તિના લક્ષ્ય જરૂરી ખરી. જીવ પાપબંધથી અટકે એટલે પુણ્યના આગમનનો સવાલ જ રહેતો નથી. શુભભાવથી બંધાતું પુણ્ય તે સમયે અમૃતરૂપ છે. અને દશ્યરૂપે ઉદયમાં આવે ત્યારે જીવ તેનો કેવો ઉપયોગ કરે છે તે પ્રમાણે તે વિષ કે અમૃત બને છે. આથી જ ચૂલિકામાં “સવ્વપાવપ્પણાસણો” કહ્યું પણ પુણ્યનો કોઈ સંકેત ન કર્યો. અરિહન્ત શબ્દનો લક્ષ્યાર્થ છે. “અભેદજ્ઞાન એટલે કે આત્માના ક્ષાયિક સ્વરૂપની પ્રાપ્તિ. જ્યારે શબ્દાર્થ છે ભેદજ્ઞાન અર્થાત્ આત્મા અને દેહ બે ભિન્ન છે. તે ક્ષીરનીર રૂપ થઈ ગયા છે. એને જુદા પાડવાનું જ્ઞાન તે ભેદજ્ઞાન. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સૈકાલિક આત્મવિશાન અરિહન્ત શબ્દનો નિશ્ચય અર્થ એ છે કે જેણે રાગ દ્વેષ રૂપી અંતરંગ શત્રને હણ્યા છે તે અરિહન્ત ! જ્યારે એનો વ્યાવહારિક અર્થ એ છે કે જેણે ઘાતકર્મોનો નાશ કર્યો છે તે અરિહન્ત છે. તેમ “અરિ એટલે દ્રવ્યાનુયોગ અને “હન્ત” એટલે ચરણકરણાનુયોગ પણ કહી શકાય. અરિહન્ત શબ્દની વિચારણા બાદ હવે નવકારમંત્રની ચૂલિકામાના “સવ પાવપ્પણાસણો'ના સાતમા પદ વિષે વિચારીશું. ચાર ધાતકર્મની બધી પ્રકૃતિ પાપપ્રકૃતિરૂપ છે જ્યારે ચાર અધાતકર્મમાં પુણ્ય-પાપ ઉભય પ્રકૃતિ છે. પાપવૃત્તિ અને પાપ પ્રવૃત્તિ અટકે એટલે પાપપ્રકૃતિ નહિં બંધાય. ધાતકર્મ પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિથી બંધાય છે. સ્વરૂપની અપેક્ષાએ ચારે ઘાતકર્મ આત્માને પરમાત્મા બનવા દેતા નથી. તેથી જ તેને પાપપ્રકૃતિ કહેલ છે. અહીં એક પ્રશ્ન એ ઉદભવે છે કે નિદ્રા એ ઘાતકર્મમાંના દર્શનાવરણીય કર્મનો એક ભેદ છે, તે નિદ્રા તો જીવને આવશ્યક છે, કેમ કે નિદ્રા વિના જીવ જીવી શકતો નથી. નિદ્રાનાશના રોગી આપઘાત કરી જીવનનો અંત આણવા સુધી જાય છે. તો એને પાપપ્રકૃતિ કેમ કહેવાય ? એનો જવાબ એ છે કે નિંદ્રા એ જડવતદશા છે, અને પ્રમાદરૂપ હોવાથી કદી ય નિદ્રાવસ્થામાં કેવલજ્ઞાન થતું નથી. અર્થાત્ પરમાત્મા બની શકાતું નથી માટે તેને પાપપ્રકૃતિ કહેલ છે. મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ' સર્વ મંગલમાં પ્રથમ મંગલ એટલે કે ઉત્કૃષ્ટ મંગલ નમસ્કાર મહામંત્રમાના પંચ પરમેષ્ઠિ પદોને કરવામાં આવતો નમસ્કાર છે. અહીં હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આનંદ અથવા સુખનો સંકેત કેમ ન કર્યો? પાપને ગાળે તે મંગલ એ “મંગલ' શબ્દનો અર્થ છે. વ્યાકરણશાસ્ત્રની પદ્ધતિએ “મંગલ’ શબ્દના એવા ઘણા અર્થ થાય છે. જ્યાં આનંદ યા સુખ હોય ત્યાં મંગલ હોય પણ ખરું અને ન પણ હોય. પરંતુ જ્યાં મંગલ હોય ત્યાં આનંદ અને સુખ નિયમા હોય જ. “મંગલ થાઓ ! એ આશીર્વચન કલ્યાણ અને હિતને સૂચવે છે. હિત અને સુખ એ બેમાં મોટો ભેદ છે. હિત અને કલ્યાણ નિત્ય તત્ત્વ છે. જ્યારે હિત અને કલ્યાણ નિરપેક્ષ સુખ અનિત્ય છે. માટે જ નમસ્કાર મહામંત્રની ચૂલિકામા “સર્વ પાપનો પ્રણાશ થાઓ !” અને “સર્વનું મંગલ થાઓ !” એવી જે રચના છે તે જીવને પરમાર્થ તત્ત્વની મહા મૂલ્યવાન બક્ષિસરૂપ છે. આ રીતે નમસ્કાર મહામંત્રમાં એકેક શબ્દની રચના અને યોજના વિસ્મયકારક, અને અદ્ભુત અલૌકિક અર્થાત્ લોકોત્તર છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપમંત્ર ૧૨૫ અગાઉ જોઈ ગયા તે મુજબ “હ” એ મહાપ્રાણ છે. જે હૃદયમાંથી ઉચ્ચારાય છે. તેમ મંત્રાક્ષર “હૂ” (અથવા હીં) હૃદયમાં શ્રદ્ધા અને લાગણી શુદ્ધ કરે છે-માયા બીજ છે જ્યારે ૐ બુદ્ધિ શુદ્ધ કરે છે જે મસ્તકમાંથી ઉચ્ચારાય છે અને તે મંત્રાલર પ્રણવબીજ છે. વળી આ ૐ માં પંચ પરમેષ્ઠિનો સમન્વય થયેલો છે જે નીચે પ્રમાણે છે. સંસ્કૃત ભાષાના અક્ષર સંધિના નિયમ મુજબ અરિહંતનો “અ” અને અશરીરી કે સિદ્ધ ભગવંતનું મુખ્ય વિશેષણ છે તેનો “અ” મળી અ + આ = આ થાય છે. એમાં આચાર્ય શબ્દનો પહેલો અક્ષર “આ ભળવાથી આ + આ = આ એમાં ઉપાધ્યાય શબ્દનો પહેલો અક્ષર “ઉ” મળવાથી આ + ઉ = ઓ થાય છે. અને મુનિનો પહેલો અક્ષર “મ” જોડાવાથી ઓ + મ = ઓમ શબ્દ બને છે. હવે પ્રશ્ન એ થાય કે પાંચમા સાધુ પદના સાધુ શબ્દનો “સા' અક્ષર ન લેતાં મુનિ શબ્દનો “મ” અક્ષર કેમ લેવામાં આવ્યો ? તેનું કારણ એ છે કે પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપી અષ્ટપ્રવચન માતાની આરાધનાનું અંતિમફળ જો કોઈ હોય તો તે મનનું મૌન છે અને મૌન એ અબોલ તત્ત્વ છે. એટલે આત્મા મૌનથી પણ પર છે તેથી “મુનિ' શબ્દ લક્ષ્ય અર્થથી બહુ મહત્ત્વનો હોઈ સાધુના સ્થાને અત્રે પ્રયોજ્યો છે અને સાધુને મુનિ તરીકે પણ ઓળખવામાં આવે જ છે. લિપિભેદે “ઓમ બે પ્રકારે લખાય છે. “ૐ” આ “ઉ” નું બીજું રહસ્ય એ છે કે સચરાચર વિશ્વ-બ્રહ્માંડ અસીમ ગોળાકાર છે અને તેનું મૂળ એક બિંદુરૂપ આકાશપ્રદેશ પણ જે અવિભાજ્ય છે તે ગોળાકારે છે. આમ અંત્યસીમાંત અને અસીમ ઉભય ગોળાકારે રૂપનું ૐ લિપિમાં આલેખન થયેલ છે. * સ્વરૂપમંત્રથી સ્વરૂપપદે પહોંચેલ પરમાત્માને નમસ્કાર થાય છે જે નમસ્કારના ત્રણ ભેદ છે. (૧) કાયયોગથી ચરણ, ઘૂંટણ, હસ્ત, નાસિકા અને મસ્તક એમ પાંચ અંગ ધરતી સરસા અડાડી થતો પંચાંગ પ્રણામ-નમસ્કાર. (૨) વચનયોગથી પરમાત્મ ભગવંતની સ્તુતિ કરવા દ્વારા થતો નમસ્કાર. (૩) અને મનોયોગથી પરમાત્માના શુદ્ધ સ્વરૂપના જ્ઞાન ધ્યાનમાં લીન થવા દ્વારા અતિ સૂક્ષ્મતાએ શૂન્ય બનવા દ્વારા થતો પ્રણિધાનરૂપ સર્વોત્કૃષ્ટ નમસ્કાર કે જે નમસ્કાર વિષે જ કહેવાયું છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ વૈકાલિક આત્મવિજ્ઞાન ઇક્કો વિ. નમુક્કારો જિનવર વ સહસ્સ વદ્ધ માણસ્સ, સંસાર સાગરાઓ તારે ઈ નવા નારી વા. પંચપરમેષ્ઠિના ભાવપદને ત્રણે યોગથી નમસ્કાર કરવા દ્વારા સર્વ પાપનો પ્રણાશ એટલે કે મૂળથી નાશ અર્થાત્ ક્ષય થાય છે. તેથી જ “સબૂ પાવપણાસણો કહેલ છે. નમસ્કાર કરવા દ્વારા સર્વ પાપના ડુંગરોને ઓળંગવાના છે. ખતમ કરવાના છે. પંચપરમેષ્ઠિની આરાધના એટલે પુણ્યના ડુંગરો ખડકવા એમ નથી સમજવાનું, પરંતુ પંચપરમેષ્ઠિને નમસ્કાર એટલે પાપોના ડુંગરોનો નાશ. નમસ્કાર એટલે કે નમન અને નમન એટલે નમવું, અર્થાત્ ઊલટવું. મનને ઊલટાવવું એટલે નમ, તેમ મનને ઉલટાવવું એટલે કે મનને અમન કરવું. આમ નમવું એટલે પરિણમવું-તદરૂપ થવું. અર્થાત અમન થવું. અમન થવું એટલે ઇચ્છા રહિત થવું-નિરિહિં થવું. વ્યાકરણશાસ્ત્રના નિયમ પ્રમાણે મન” શબ્દનો અર્થ વિચારવું “To Think' એટલે કે બુદ્ધિ તત્વ છે. તે જ પ્રમાણે મનની ચંચળતાના અર્થમાં મન એ વિકલ્પ અને ઇચ્છાનું પોટલું છે. આમ નમસ્કાર એટલે કે નમન. એ અમન-ઇચ્છારહિત-નિરિહિ-પૂર્ણકામ બની પરમાત્મ સ્વરૂપનું પ્રાગટ્ય કરવાની ક્રિયા છે એથી જ તો શ્રીમદ્જીએ ગાયું શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહિ એ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લો.” શાસ્ત્રીય પરિપાટીથી પંચપરમેષ્ઠિમાં અરિહંત ભગવંત એ છે કે જેઓ અષ્ટ પ્રતિહાર્યો અને ચાર અતિશય મળી બાર ગુણોથી યુક્ત છે. જ્યારે આઠ કર્મોના ક્ષયથી પ્રગટેલા આઠ ગુણોથી યુક્ત છે તે સિદ્ધ ભગવંત છત્રીસ ગુણો ધરાવે છે તે આચાર્ય છે, પચીસ ગુણોને જે ધારણ કરે છે, તે ઉપાધ્યાય છે અને સત્તાવીશ ગુણોથી જે ગુણવાન છે, તે સાધુ છે. બધાં મળીને ૧૨ + ૮ + ૩૬ + ૨૫ + ૨૭ = ૧૦૮ ગુણો થતા હોવાથી નવકારમંત્ર ગણવાની માળા જેને નવકારવાળી કહેવાય છે તે માળાના કુલ મણકા અથવા પારા એકસો આઠ છે. નવકારના પદ નવ છે અને પંચ પરમેષ્ઠિના ગુણોનો સરવાળો ૧૦૮ છે. તેના અંકોનો સરવાળો નવ છે કે જે નવનો આંક અખંડ અને અભંગ ગણાય છે. એ એક ગણિત ચમત્કાર છે કે નવના આંકને ગમે તે અંકથી ગુણીએ તો ગુણાકારની રકમનો આંકનો સરવાળો નવ જ આવશે. વળી નવના કોઠા પલાખા વિષે વિચારીશું તો ય જણાશે કે નવ નવે નેવું માં ૯૦ના Page #136 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ મંત્ર ૧૨૭ શૂન્ય સુધી પહોંચે છે. તેમ કોઈ પણ ગમે તેટલા આંકડાની રકમના અંકોના સરવાળાને તે મૂળ રકમમાંથી બાદ કરતા આવતી રકમના અંકોનો સરવાળો હંમેશ નવ આવશે. જેમ ૩૩૨ ત્રણ આંકડાનો સરવાળો આઠ ૩૩૨માંથી આઠ જાય એટલે ૩૨૪ એ ત્રણનો સરવાળો નવ રહેશે. પાંચ અસ્તિકાયરૂપ વિશ્વનું મૂળ એક પ્રદેશત્વ જે અવિભાજ્ય છે તે ગોળાકાર શૂન્ય રૂપ છે અને તેનો વિસ્તાર પણ અસીમ એવું આકાશ દ્રવ્ય ગોળાકાર રૂપ છે. શૂન્ય એ મૂળ (બીજ) છે અને શૂન્ય એ ફળ છે. અહીં શૂન્ય એટલે શૂન્યત્વ. અર્થાત્ પરમાત્મ તત્ત્વ. મૂળમાં સત્તા ગત આપણામાં જ રહેલા આપણા પરમાત્મતત્ત્વનું આપણે પ્રાગટીકરણ કરવાનું છે, સ્કૂલમાંથી સૂક્ષ્મમાં થઈ શૂન્યમાં જવાનું છે, અહીં શૂન્ય એટલે પદાર્થ-દ્રવ્યનો અભાવ નહિ પરંતુ પરસ્પર વિરુદ્ધ પદાર્થની અસરનો અભાવ. કોઈને બાધા પહોંચાડે નહિ, અને કોઈની બાધા પામે નહિ, તેવી અવ્યાબાધ અવસ્થા તે શૂન્યાવસ્થા. એ અવસ્થાનો સંકેત ઉપરોક્ત ગણિત ચમત્કારમાં છે. એટલું જ નહિ પણ ગણિતમાં શૂન્યની અવસ્થા એવી જ છે. શૂન્યને કોઈ રકમમાં ઉમેરો કે કોઈ રકમમાંથી બાદ કરો યા તો કોઈ રકમ વડે તેને ગુણો કે ભાગો તો તે રકમ અકબંધ રહેશે, કોઈ અસર તે રકમને થશે નહિ તેમ શૂન્ય પણ શુન્ય જ રહેશે. આમ ગણિત ચમત્કાર પણ અધ્યાત્મ તરફ દોરી જાય છે. ઉપરાંત અરિહંત ભગવંતનો રંગ શ્વેત છે, સિદ્ધ ભગવંતનો રંગ રક્ત (લાલ) છે, આચાર્ય ભગવંતનો રંગ પીત્ત (પીળો) છે, ઉપાધ્યાય ભગવંતનો રંગ હરિત (લીલો) છે, અને સાધુ ભગવંતનો રંગ શ્યામ (કાળો) છે. પંચપરમેષ્ઠિ જેમ જપનો વિષય છે તેમ પરમાર્થથી ધ્યાનનો વિષય છે. ધ્યાન સાધનાના અનેક ભેદો છે. તેમાં આપણા શરીરની રચનામાં મુખ્ય જે તાળવું છે કે જે જ્યારે બાળક જન્મે છે ત્યારે હાડકાનો ભાગ પુરાયેલો હોતો નથી, અને તે કોમળ હોય છે, એ જ સહસ્ત્રદલ કમલનું કેન્દ્ર છે, કે જેમાં પરમાત્મપદની સ્થાપના છે. ત્યાંથી નીચે ઊતરતાં છ ચક્રમાનું છઠ્ઠું ચક્ર કે જેને “આજ્ઞાચક્ર' કહેવામાં આવે છે. તેનું સ્થાન બે નેણ વચ્ચે રહેલ ભૃકુટિ છે તે ગુરુનું સ્થાન છે, અને ગુરુપદને સાધીએ તો જ તેમના દ્વારા પરમાત્મદેવનું મિલન થાય છે. એટલે સુખાસને બેસીને ચિત્તને સ્થિર કરીને, ચક્ષુ બંધ કરીને તે ભૂકુટિ સ્થાનમાં ઈચ્છા અને વિચારને સ્થગિત કરી દઈને ત્યાં શું બંધ આંખે દેખાય છે તે દષ્ટા બની જોયા કરવું, ધ્યાન કરવું, તે અનેક પ્રકારના Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ વૈકાલિક આત્મવિજ્ઞાન ધ્યાનના ભેદોમાં મહત્ત્વનો ઊંચો ભેદ છે. કારણ કે પરમાત્મ તત્ત્વ પૂર્ણ જ્ઞાતા અને દૃષ્ય છે, માટે સાધક પણ કર્તા-ભોક્તા મટીને એટલે કે ઇચ્છા અને વિચારને છોડીને દૃશ્યથી જુદાં પડવા માટે દૃશ્યને સાથે ભળવું ન જોઈએ. આ રીતે આજ્ઞાચક્રમાં માનસિક ત્રાટક કરી ધ્યાન કરવાનું શરૂ કરીશું, એટલે પહેલાં કાળું ધબ દેખાશે ને એ પ્રમાણે સતત દર્શન કરવાથી તે કૃષ્ણવર્ણમાં તૂટફૂટ થશે, અને ક્રમિક વિકાસપ્રમાણે નીલવર્ણ જેવું દેખાશે, આગળ તે દર્શનને દૃઢ કરતાં કરતાં વર્ષાંતર થયા જ કરશે અને પરિણામે ૫૨મ ઉજ્જવલ, પરમ તેજસ્વી શ્વેત વર્ણ દેખાશે. આવો આ સાધનાનો પ્રયોગ છે. હવે કયા સાધકે પૂર્વભવમાં કેવી સાધના કરી હોય અને ક્યાં સુધી પહોંચ્યો હોય તે કહેવું અશક્ય છે. તેથી તેની સાધના જ્યાં અધૂરી રહી હોય ત્યાંથી શરૂ થાય, એટલે ગમે તે વર્ણ દેખાય. વળી સાધનામાં જો ચઢઊતર થાય તો તે પ્રમાણે પણ વર્માંતર થાય. પરંતુ વર્ણદર્શનનો સાર એ છે કે સાધકે એ નિર્ણય કરવો કે જ્યારે જે વર્ણ દેખાય ત્યારે તે પૂરતું અજપાજાપરૂપે ધ્યાન થઈ રહ્યું છે. એ રીતે સતત અભ્યાસ કરી સાધકે આગળ વધવું અને અનુભવ કરવો. આ હકીકતની વાતો કરવાથી કાંઈ ન વળે પણ પ્રયોગ કરવાથી મળે. અહીં પ્રશ્ન એ ઉદ્ભવે કે પંચપરમેષ્ઠિના વર્ણમાં, સિદ્ધ પરમાત્મા, અશરીરી હોવાથી તેમના બીજી અપેક્ષાએ જે ૩૧ ગુણો વર્ણવ્યા છે એમાં અવર્ણ, અગંધ, અરસ આદિ ગુણો રહેલ છે, તો સિદ્ધ ભગવંતમાં લાલ વર્ણ કેમ આરોપાય ? સાધકને ઉપર જણાવેલ પ્રયોગની અપેક્ષાએ વર્ણન કરવામાં આવેલ છે, જેમ સૂર્યોદય વેળાએ જેને ઉષા કહેવામાં આવે છે તે વખતે સૂર્યનો વર્ણ રક્ત હોય છે, જે પછી શ્વેત બને છે, તે પ્રમાણે સાધકને ધ્યાનની પ્રક્રિયામાં વર્ણ દેખાય છે. જેવી રીતે પંચપરમેષ્ઠિના પાંચ વર્ણો છે તેવી જ રીતે ચોવીસે તીર્થંકર ભગવંતો પણ પંચ વર્ણમાં વહેંચાયેલાં છે. જ દોય રાતા જિનવર અતિ ભલા, દોય ધોળા જિનવર ગુણનીલા,, દોય નીલા, દોય શામળ કહ્યાં, સોળે જિન કંચન વર્ણ લહ્યાં. સાધુ સાધનાની પ્રાથમિક ભૂમિકામાં હોવાથી એમનો રંગ કાળો સૂચવ્યો છે. વળી ધ્યાનની પ્રક્રિયામાં પણ સાધકને શરૂઆતમાં પ્રથમ કાળું ધબ દેખાય છે. ત્યારબાદ સાધનામાં વિકાસ થાય છે તેના નિર્દેશરૂપ ઉપાધ્યાયનો રંગ Page #138 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ મંત્ર ૧૨૯ લીલો કહ્યો છે. જે શુદ્ધિકરણ સૂચવે છે અને એ જ પ્રમાણે ધ્યાનમાં પણ કાળા રંગ બાદ જાંબલી, નીલો, લીલો રંગ દેખાય છે. તેથી આગળ સાધનામાં વિકાસની ઉપલી ભૂમિકામાં કર્મમલને ભસ્મીભૂત કરવાના સામર્થ્યરૂપ જે તેજ પ્રગટ થયું છે એના સંકેત રૂપે આચાર્યનો રંગ પીળો બતાડયો છે, જે પ્રમાણે ધ્યાનમાં પણ બને છે. એ જ પીળો રંગ પછી લાલચોળ રક્ત વર્ણ થઈ અંતે શ્વેત રંગમાં પરિણમે છે. કોલસો પણ પહેલાં કાળો હોય છે જેને અગ્નિથી સળગાવતાં એમાં પ્રથમ લીલી પીળી ઝાંય ઊઠે છે, અંતે શ્વેત રાખ બને છે. તેવી જ રીતે ગાઢ તિમિરમાંથી પ્હો ફાટે છે, જે ઉષા ટાણે રક્ત, પિત્ત રંગ ધારણ કરે છે અને પૂર્ણ સૂર્યોદય થયા બાદ શ્વેતવર્ણી પ્રકાશરૂપે પરિણમે છે. અનેક મંત્રો અનેક ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. જેવી જેની વાંછના, એ મંત્રોના બે મુખ્ય ભેદ છે. કેટલાંક ક્રૂર મંત્રના આરાદ્ય દેવ છે. જે અધિષ્ઠાયક દેવ કહેવાય છે. તે પણ ક્રૂર હોય છે જ્યારે સૌમ્યમંત્રના અધિષ્ઠાતા દેવ સૌમ્ય હોય છે. ક્રૂર મંત્રની સાથે દાન કે તપનો કોઈ સંબંધ હોતો નથી. જ્યારે સૌમ્યમંત્રના જાપ સાથે જો દાન અને તપ ભળે છે તો તે મંત્રને બળ મળે છે, જેથી તે શીઘ્ર ફળે છે અને ફળ પણ શ્રેષ્ઠ હોય છે. નમસ્કાર મહામંત્ર એ સૌમ્ય પ્રકારનો મંત્ર છે, જેનો જાપ શીઘ્ર અને શ્રેષ્ઠ ફળ પ્રાપ્તિ અંગે દાન અને તપ સહિત કરવા યોગ્ય છે, કારણ કે બીજા મંત્રોના અષ્ઠિાયક દેવોની અવસ્થા તપ, ત્યાગ અને દાન સ્વરૂપ નથી હોતી, જ્યારે પંચ પરમેષ્ઠિના પાંચ પદો સ્વયં તપ, ત્યાગ, દાનાદિ અનેક ગુણોની પરાકાષ્ઠારૂપ છે. માટે જ આનાથી ચઢિયાતો મહાન મંત્ર કયો હોઈ શકે? વળી અન્ય મંત્રોની આરાધનામાં ધ્યેય, ધ્યાન, ધ્યાતા ત્રણે ભિન્ન હોય છે. અને કદી અભેદ થતાં નથી. કારણ કે ધ્યાન કરનાર ધ્યાતાની જે દશા હોય છે, તે જ રહે છે, અને એના માર્ગ દ્વારા પ્રાપ્ત થયેલ વાંછિત પદાર્થ કાયમ રહેતો નથી, તેને યાચકપણું પણ ટળતું નથી. એટલું જ નહિ પણ આપનાર અધિષ્ઠાયક દેવ દેવીની અવસ્થા સ્થિતિ પણ સાદિ સાન્ત હોય છે. જ્યારે પંચ પરમેષ્ટિ મંત્રના પદો અવિનાશી છે અને ધ્યાતાને અવિનાશી બનાવી ધ્યાનથી પર કરી અભેદ થાય છે. સાધનાકાળે ત્રણે ભિન્ન હોવા છતાં સાધ્ય પ્રાપ્તિ થયે ત્રણે અભેદ થાય છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ વૈકાલિક આત્મવિજ્ઞાન ઉદાહરણ તરીકે કોઈ દેવદેવીના મંત્રની આરાધના સાધના કરનાર જો સ્વયં તે દેવ કે દેવીના પદની વાંછના રાખે, તો કાંઈ એવું ન બને કે તે દેવ-દેવી પદગ્રુત થઈ એમની ગાદી, એમનું પદ સાધકને આપી દે, ઊલટા તેવી માગણી કરનાર ઉપર તે કોપાયમાન થાય. જ્યારે અરિહંત અને સિદ્ધ પદનો આરાધક અરિહંત અને સિદ્ધ પદની માંગણી કરી શકે, અને તે પદ સાધકને પ્રાપ્ત પણ થાય. નવપદજીની ઓળીમાં પ્રત્યેક પદના દુહામાં આ જ પ્રકારની માંગ આવે છે. અરિહંત પદ ધ્યાતો થકી, દબૃહ ગુણ પક્ઝાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજો, ચિત્ત લાઈ રે; આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે. રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હોવે સિદ્ધ ગુણખાણી રે. વીર. ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે- વીર. તપ સજજાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે, ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગદ્યાતા રે- વીર. અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે નવિ શોચે રે; સાધુ સુધા તે આત્મા, શું મુંડે શું લોચે રે. - વીર. શમ સંવેગાદિક ગુણો, ક્ષય ઉપશમ તસ થાય રે; દર્શન તેથી જ આત્મા, શું હોય નામ ધરાવે રે; -વીર. જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે. તો હૂએ એહીજ આતમાં, જ્ઞાને અબોધતા જાય રે- વીર. જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે, લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહવને નવી ભમતો રે. - વીર. ઇચ્છારોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે; તપ તે એહીજ આતમા, વર્ત નિજ ગુણ ભોગે રે, - વીર. Page #140 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ મંત્ર ૧૩૧ આમ છતાંય સમિતિ દેવ દેવીનું મહાત્મ્ય છે જેને માટે ચૌદપૂર્વમાંના એક પૂર્વમાં નીચે પ્રમાણેની ગાથા છે. ‘મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુઅં ચ ધમ્મો અ, સમ્મ-ીિ-દેવા દિ તું સમાäિ ચ બોહિંચ.’ આ ગાથા એમ સૂચવે છે કે જીવને સમાધિ અને બોધિની પ્રાપ્તિ માટે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય સાધુ અને શ્રૃતધર્મ જેટલાં સહાયક છે તેટલાં જ સમક્તિ દૃષ્ટિએ દેવદેવીઓ સહાયક છે. એ સમક્તિ દૃષ્ટિ દેવોનું વિશ્વમાં શું સ્થાન છે તે હકીકત એટલા માટે મહત્ત્વની છે, કે આ વિશ્વમાં સર્વ જીવોમાં સર્વશ્રેષ્ઠ એવાં તીર્થંકર પરમાત્મા તીર્થંકર નામકર્મનો ભોગવટો પ્રધાનપણે દેવ નૈમિત્તિક કરે છે. આ રીતે શાસનરક્ષા અને શાસન પ્રભાવના માટે દેવોનું સ્થાન પણ એટલું જ મહત્ત્વનું છે. જેમ આપણી લઘુતા નમ્રતા માટે દાસાનુદાસપણું સ્વીકારીએ છીએ, તેમ દેવો પણ દાસાનુદાસપણું સ્વીકારે છે, નમસ્કાર મંત્રના આરાધકની યથાયોગ્ય અવસરે દૃષ્ટ અને અદૃષ્ટરૂપે સહાયતા કરે છે. દેવોના જીવનમાં તેમની સાધનામાં આ એ વિકાસ વિભાગ છે. કારણ કે તેમના નિકાચિત પુણ્યના ઉદયમાં અને ભોગ સુખમાં આપણી જેમ વિરતિધર્મનું તેઓ પાલન કરી શક્તા નથી તેથી જ તે ‘સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદપૂર્વના સાર...’ દેવો સમરે, દાનવ સમરે, સમરે રાજા રંક... એટલું જ નહિ, પણ ૧૫૦ ગાથાના સ્તવનમાં મહામહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ પણ સમક્તિદૃષ્ટિ દેવોનું મહાત્મ્ય વર્ણવ્યું છે કે ‘સમક્તિ દૃષ્ટિ સુર તણી આશાતના કરશે જેહ લાલ રે, બોધિ દુર્લભતે થશે થાણાંગે ભખ્ખું એહ લાલ રે...' નમસ્કાર મહામંત્રમાં નામસ્મરણ છે. અરિહંત અને સિદ્ધ એ જીવ માત્રના સ્વરૂપનામ છે, એ સ્વરૂપમાનનું સ્મરણે નમસ્કાર મહામંત્રના જાપ કરવાથી થાય છે, તે નામસ્મરણની મહત્તા મહામહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ આ રીતે બતાડી છે. નકો મંત્ર, નવિ યંત્ર નવિ તંત્ર મોટો જિસ્ટો નામ તાહરો સમામૃત લોટો પ્રભુ નામ મુજ તુજ અક્ષય નિધાન, ધરું ચિત્ત સંસાર તારક પ્રધાન ... Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર. શૈકાલિક આત્મવિજ્ઞાન આ પંક્તિનું પરમ રહસ્ય શું છે ? મનુષ્ય યોનિમાં જન્મેલો જીવ ચાહે તે જાતિ, જ્ઞાતિ કે ક્ષેત્રનો હોય પરંતુ તે વિશ્વના કોઈપણ પદાર્થ, અર્થ કે ભાવને જન્મતાની સાથે જાણતો કે સમજતો નથી, પરંતુ બીજાના શબ્દોચ્ચાર વડે સાંભળીને પહેલાં તો તે ઉચ્ચારાયેલ શબ્દને જ પકડે છે. ગ્રહણ કરે છે. ત્યારબાદ અવસ્થાની પરિપકવતાએ ધારણામાં રાખેલ તે શબ્દના અર્થ અને ભાવને પામે છે. તે પ્રમાણે આપણે પણ આપણા સ્વરૂપમંત્ર આ પાંચ પદોનાં નામોની ખૂબ રટણપૂર્વક જપ ક્રિયા કરવી જોઈએ જેથી આપણે તેના અર્થ અને ભાવને પામી શકીએ. આમ પંચપરમેષ્ઠિના શબ્દોચ્ચાર રૂપ નામ સ્વરૂપ અને તેના જપનું કેટલું મહત્ત્વ છે, તે જીવનના અનુભવથી સહુ કોઈ સહજ સમજી શકે છે. આથી જ ચાર નિપામાં નામ નિપાને પ્રથમ ક્રમાંક સ્થાન આપ્યું છે. વિશ્વમાં ગમે તે ધર્મમાં ગમે તે ભાષામાં ગમે તેટલા મંત્રો હોય પરંતુ બધાંય મંત્રોનું મૂળ આ પાંચ શબ્દો હોવાથી આ પાંચ પદોનું સ્મરણ કરીને જો બીજા મંત્રોની સાધના કરે તો જ તે મંત્રોને બળ મળે અને તેનું ફળ મળે. કારણ કે તેના પંચપરમોષ્ટિ શબ્દ રૂપમંત્ર સ્વરૂપ છે, જ્યારે બીજા બધાં મંત્રો તેના અંશરૂપ-દેશરૂપ છે. જેમ જ્ઞાન સ્વરૂપ કહેવાય અને ક્રિયા દેશરૂપ કહેવાય એવું આ મંત્રનું છે. જ્ઞાન પરમાર્થથી અવિનાશી છે, જ્યારે ક્રિયા વિનાશી છે. અવિનાશી સ્વયંભૂ હોય જ્યારે વિનાશી એ અવિનાશીનો આધાર લઈને જ ઉત્પન્ન થાય અને વ્યય થાય ત્યારે તેમાં જ લય પામે. પંચપરમેષ્ઠિ મંત્રની સ્તુતિ નીચેના શ્લોકથી કરવામાં આવે છે. અહિંન્તો ભગવન ઈન્દ્ર મહિતાઃ સિધ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા; આચાર્યા જિનશાસનોન્નતિ કરાઃ પૂજયા ઉપાધ્યાયકાઃ શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરાઃ રત્નત્રયારાધકાઃ પંચતે પરમેષ્ઠિનઃ પ્રતિદિન પૂર્વન્ત વો મંગલમ્ આ શ્લોકમાં અરિહંત ભગવંતો ઇન્દ્રોને પૂજ્ય છે, એમ ઈન્દ્ર મહિતા શબ્દોથી કહેવાયું છે. તો પછી પ્રશ્ન થાય કે નરેન્દ્ર-નરદેવ એવાં ચક્રવર્તી Page #142 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ મંત્ર ૧૩૩ વાસુદેવ-પ્રતિવાસુદેવ મહિતા એમ કેમ ન કહેવાયું ? એનું કારણ એ છે કે. તીર્થંકરને બાદ કરતાં સર્વાધિક પુણ્યના સ્વામિ ઇન્દ્ર જેવા ઇન્દ્ર જો અરિહંત ભગવંતની પૂજા અભિષેક વૃષભનું રૂપ લઈને ય કરતાં હોય તો પછી બીજાં એનાથી ઊતરતાં પુણ્યશાળીઓ તેમ કરે એમાં નવાઈ શી ? આખું વિશ્વ દ્રવ્ય ભાવાત્મક છે. દ્રવ્ય એટલે પાંચ અસ્તિકાય અને ભાવ એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય, અનાદિકાળથી જીવ માત્ર પોતાના સ્વયંભૂપણાથી સ્વ અસ્તિત્વથી સ્વ સત્તાથી વ્યક્તિ રૂપે પોતે પોતાને પ્રાપ્ત છે. પરંતુ સ્વ શુદ્ધ ગુણયપર્યાયથી અપ્રાપ્ત છે. એટલે જૈન દર્શનમાં પહેલા જીવના શુદ્ધ ગુણપર્યાયનું લક્ષ કરીને નમસ્કાર મહામંત્ર સામાન્ય પદ રૂપે સ્થાપિત કરેલ છે. આવાં શુદ્ધ ગુણપર્યાયને જે પ્રાપ્ત કરે તે વ્યક્તિ પ્રગટ પરમાત્મ સ્વરૂપ વ્યક્તિ છે એટલે હવે એવી વ્યક્તિના સંશોધનનો પ્રશ્ન ઉપસ્થિત થયો. એ પ્રશ્નનો જવાબ લોગસ્સ-ચતુર્વિશંતિસ્વ-નામસ્તવ સૂત્ર છે જેમાં વર્તમાન ચોવિસિના ચોવિસેય તીર્થંકર દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણે ય નો સમાવેશ થાય છે. માટે કાઉસગ્ગમાં લોગસ્સનો કાઉસગ્ગ એ મુખ્ય ધ્યાન સાધના છે જ્યારે નમસ્કાર મહામંત્ર એ મુખ્યત્વે જપ સાધના છે. પ્રાયઃ પ્રત્યેક મંત્રનો યંત્ર હોય છે તે પ્રમાણે નમસ્કાર મહામંત્રનો યંત્ર છે જે સિદ્ધચક્રયંત્ર યા નવપદજી યંત્ર તરીકે પ્રસિદ્ધ છે, જેનું પૂજન, નમન, વંદન અને આરાધના થાય છે. એ યંત્ર કમલાકારે હોય છે. કમલના મધ્યભાગ કેન્દ્રમાં અરિહંત ભગવંત બિરાજમાન કરવામાં આવે છે અને તેની આસપાસ આઠે દિશામાં કમળની આઠ પાંખડીમાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપની સ્થાપના અનુક્રમે ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઈશાન, નૈઋત્ય, અગ્નિ અને વાયવ્ય દિશામાં કરવામાં આવે છે. આ યંત્રમાં રત્નત્રયી અને તત્ત્વત્રયી સમાવિષ્ઠ છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ દેવ રત્નત્રયી છે. જ્યારે અરિહંત ને સિદ્ધ એ દેવ આચાર્ય ઉપાધ્યાય, સાધુએ ગુરુ અને દર્શન, જ્ઞાન, ચારિત્રને તપ ધર્મ છે એમ દેવ-ગુરુ અને ધર્મ તત્ત્વત્રયી છે. વળી આમાં પાંચ ગુણી અથવા ધર્મી છે. જે પાંચ અરિહંત અને સિદ્ધ પરમાત્માને ‘વથ્થુ સહાઓ ધમ્મો’એ અર્થમાં ધર્માં કહેલ છે જ્યારે બાકીના ચાર દર્શન, જ્ઞાન, ચરિત્રને તપ એ ગુણ છે અથવા ધર્મ છે. એટલું જ નહિ પણ એમાં અરિહંત અને સિદ્ધ પરમાત્મા સાધ્ય સ્વરૂપ છે. જ્યારે આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ સાધક સ્વરૂપ છે. તથા દર્શન, જ્ઞાન, ચારિત્ર Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ત્રૈકાલિક આત્મવિજ્ઞાન ને તપએ ચાર સ્વરૂપ ગુણ છે. એ ચાર જીવના શુદ્ધ સ્વરૂપ ગુણ છે તે અંશ રૂપે અથવા લક્ષણચિહ્નરૂપે જીવમાત્રમાં શ્રદ્ધા (વિશ્વાસ), બુદ્ધિ (જ્ઞાન), શ્રમ (વર્તન) અને તલપ (ઇચ્છાતપ) રૂપે અસ્તિત્વ ધરાવે છે. પર ક્યારે ય સ્વ થાય નહિ. સ્વ જ પૂર્ણરૂપે પ્રગટ થાય. સત્તામાં રહેલ આ શ્રદ્ધા બુદ્ધિ, શ્રમ (વર્તન) અને ઇચ્છા ને સુધારવાના છે, અસદ્ થયેલ છે. વિનાશી (સાદિ સાન્ત) બનેલ છે. તેને સદ્ અવિનાશી બનાવવાના છે. સદ્ ઇચ્છા રાખી સદ્ગુદ્ધિ વાપરી સર્તન આચરી સત્ એવા અવિનાશી પરમાત્મામાં શ્રદ્ધા-વિશ્વાસ રાખી તેમના આદર, બહુમાન, સન્માન, વંદન, પૂજન કરવા સહ સ્વયં પરમાત્મા બનવાનું છે અને આત્માના ચાર શુદ્ધ સ્વરૂપ ગુણ દર્શન (કેવલદર્શન), જ્ઞાન (કેવલજ્ઞાન), ચારિત્ર (યથાખ્યાત ચારિત્ર સહજાનંદ સ્વરૂપ) તપ (પૂર્ણકામ) છે, તેનું પ્રાગટય અશુદ્ધિ કર્મપડળ હઠાવીને કરવાનું છે. તે માટે શ્રદ્ધા-બુદ્ધિ શ્રમ અને ઇચ્છાને પરમાત્મતત્ત્વ સાથે જોડવાના છે અને મોક્ષ લક્ષ્ય સમ્યગ્ બનાવવાના છે. ત્યારબાદ દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર એ પંચ આચાર-પંચાચારનું પાલન કરવાનું છે. માટે જ પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રના જાપ કરવાના છે અને સિદ્ધચક્ર મંત્રની નવપદજીની આરાધના કરવાની છે. નવપદજીની ઓળી જે ચૈત્ર સુદી સાતમથી ચૈત્ર સુધી પૂનમ અને આસો સુદી સાતમથી આસો સુદી પૂનમ દરમ્યાન વર્ષમાં બે વાર આવે છે, ત્યારે આયંબિલનો તપ કરવા સહ વિશિષ્ટ રીતે એકેક પદની એકેક દિવસ આરાધના કરવા દ્વારા નવપદજીની આરાધના થાય છે. આ આરાધના પર્વને શાશ્વતી ઓળી શાશ્વતી અઠ્ઠાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ નવેપદની આરાધના પૂજન દરમિયાન નીચે મુજબની ભાવના લાવી શકાય... અરિહત એવા સૌએ અરિહંત બનવા માટે અરિહંત ભગવંતો કે જેઓએ પોતાના અત્યંત વિશુદ્ધ એવા સાકાર પરમાત્મ તત્ત્વનું પ્રાગટીકરણ કર્યું છે, અને વર્તમાને ર્તીથકર સ્વરૂપે વિહરમાન છે, તે સર્વ અરિહંત ભગવંતો તથા પૂર્વે થયેલા અને હવે થનાર સર્વ અરિહંત ભગવંતોના દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક્ર યંત્ર દ્વારા કરવાના છે, તેના ફળ સ્વરૂપ અરિહંતપણાનો નાશ અને અરિહંતપદની પ્રાપ્તિને હું ઇચ્છું છું. મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! ૐ ણમો અરિહંતાણું || અસિદ્ધ એવો હું સિદ્ધ બનવા માટે અનંત સિદ્ધ ભગવંતો કે જેઓ પોતાના Page #144 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ મંત્ર ૧૩૫ અત્યંત વિશુદ્ધ એવાં નિરંજન, નિરાવરણ પરમાત્મ સ્વરૂપનું પ્રાગટીકરણ કરી સિદ્ધશિલા ઉપર લોકાગ્ર શિખરે સ્થિત થયાં છે, વર્તમાને ચોદમા ગુણસ્થાનકે રહી સિદ્ધ થઈ રહ્યાં છે, અને જેઓ હવે સિદ્ધ થનાર છે તે સર્વે સિદ્ધ ભગવંતોના દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક્ર યંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ અસિદ્ધપણાનો નાશ અને સિદ્ધપદની પ્રાપ્તિને હું ઇચ્છું છું, મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! ॥ ૐ ણમો સિદ્ધાણં ॥ અસદાચારી એવો હું સદાચારી બનવા માટે આચાર્ય ભગવંત જેઓ અરિહંતને સિદ્ધ બનવાના લક્ષ્ય, અરિહંત અને સિદ્ધની નિશ્રામાં પંચાચાર પાળી રહ્યાં છે, પંચાચારની પાલના કરાવી રહ્યાં છે, અરિહંત અને સિદ્ધ બનવામાં નિમિત્તભૂત, સહાયભૂત થઈ રહ્યાં છે, એવા સર્વોચ્ચ સાધક સર્વ આચાર્ય ભગવંતોના દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક્ર યંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ અસદાચારનો નાશ અને સદાચારરૂપ પંચાચારની સર્વોચ્ચ સાધકપદની પ્રાપ્તિને હું ઇચ્છું છું. મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! ॥ ૐ ણમો આયરિયાણં ॥ અજ્ઞાની એવો જ્ઞાની બનવા માટે, અવિનયી એવો વિનયી થવા માટે ઉપાધ્યાય ભગવંતો કે જેઓ અરિહંત અને સિદ્ધ બનવાના લક્ષ્ય, અરિહંત અને સિદ્ધની નિશ્રામાં આચાર્યના માર્ગદર્શન હેઠળ જ્ઞાન મેળવી રહ્યાં છે, અને જ્ઞાન આપી રહ્યાં છે, તેવાં વિનય ગુણથી ઓપતાં, ઉત્તમ સાધક સર્વ ઉપાધ્યાય ભગવંતના દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન સિદ્ધચક્રયંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ અજ્ઞાનનો નાશ, જ્ઞાનની પ્રાપ્તિ, વિનય ગુણની પ્રાપ્તિ, ઉત્તમ, સાધકપદની પ્રાપ્તિને હું ઇચ્છું છું. મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! ॥ ૐ ણમો ઉવજ્ઝાયાણં || દુર્જન એવો સજ્જન બનવા, શઠ એવો સાધુ બનવા, બાધક મટી સાધક થવા માટે આપ સાધુ ભગવંતો કે જેઓ અરિહન્ત અને સિદ્ધ બનવાના લક્ષ્ય, અરિહંતના ને સિદ્ધની નિશ્રામાં, આચાર્ય અને ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સાધના કરી રહ્યાં છો, સાધના કરનારાને સહાયક થઈ રહ્યાં છો, અને સાધનાનો આદર્શ આપી રહ્યાં છો, એવાં સર્વ સાધુ ભગવંતોનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક્રયંત્ર દ્વારા કરતો થકો તેના Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સૈકાલિક આત્મવિજ્ઞાન ફળ સ્વરૂપ દુર્જનતાનો નાશ, સજજનતા-સાધુતાની પ્રાપ્તિ, બાધકતાનો નાશ, સાધકતાની પ્રાપ્તિ હું ઈચ્છું છું ! મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! || % ણમો લોએ સવ્વસાહૂણં છે. કેવલદર્શન કે જે મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે તે, કેવલદર્શનની પ્રાપ્તિ માટે હું દર્શનપદનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધિચક્ર યંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ કેવલદર્શનની પ્રાપ્તિને ઇચ્છું છું મને તે પ્રાપ્ત થાઓ! પ્રાપ્ત થાઓ ! જ્યાં સુધી કેવલદર્શન પ્રાપ્ત ન થાઓ ત્યાં સુધી કેવલદર્શનને આપનાર સમ્યગુદર્શન અને તેને આપનાર સુદેવ, સુગર, સુધર્મના સંયોગ ભક્તિ અને શ્રદ્ધામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાઓ. || ઠ ણમો દંસણસ્સ || કેવલજ્ઞાન કે જે મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ, સહજ શુદ્ધ સ્વરૂપગુણ છે તે કેવલજ્ઞાનની પ્રાપ્તિ માટે હું જ્ઞાનપદના દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક્રના યંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ કેવલજ્ઞાનની પ્રાપ્તિને હું ઇચ્છું ! મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! જ્યાં સુધી કેવલજ્ઞાન પ્રાપ્ત ન થાઓ ત્યાં સુધી કેવલજ્ઞાનને આપનાર સમ્યજ્ઞાને નમસ્કાર મહામંત્રથી લઈ દ્વાદશાંગી સુધીનું ઉત્તરોત્તર પ્રાપ્ત થાઓ ! | | ઉઠ ણમો નાણસ્સ છે. વીતરાગ સ્વરૂપ યથાખ્યાત ચારિત્ર એ મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ, સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે, તે યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ માટે હું ચારિત્રપદના દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક્ર યંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ ન થાઓ ત્યાં સુધી સર્વ વિરતિ ચારિત્ર, દેશવિરતિ સદ્વર્તન, સદાચારની મને પ્રાપ્તિ થાઓ ! ચારિત્રને સ્વરૂપ વેદનના અર્થમાં ઘટાવીએ તો તે અપેક્ષાએ નીચે મુજબની ભાવના પણ લાવી શકાય. આત્મસ્થિત, આત્મલીનતા, સ્વરૂપરમણતા, સહજાનંદાવસ્થા એ માત્ર આત્માનો પરમવિશુદ્ધ આત્મગુણ સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે, તે સહજાનંદીતાની પ્રાપ્તિ માટે હું ચારિત્રપદના દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, Page #146 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ મંત્ર ૧૩૭ બહુમાન આ સિદ્ધચક્રતંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ આત્મસ્થિરતા, આત્મલીનતા, સ્વરૂપ રમણતા, સહજાનંદાવસ્થાની પ્રાપ્તિને ઇચ્છું તે મને પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! જ્યાં સુધી સ્વરૂપાવસ્થા, સહજાનંદાવસ્થાની પ્રાપ્તિ ન થાઓ ત્યાં સુધી સુખ અને દુઃખથી અલિપ્ત રહી શાતા અને અશાતાથી પર થઈ, સ્વમાં સ્થિર થઈ, સ્વરૂપમાં લીન રહી નિજાનંદની મસ્તી માણસો માણતો સહજાનંદી થાઉં ! || ૐ ણમો ચારિતસ્સ છે નિરિહિતા, આત્મતૃપ્તતા, અણાહરિતા, વીતરાગતા, પૂર્ણકર્મ એ મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ છે, સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે તે નિરિહિતા, તૃપ્તા, વીતરાગતા, પૂર્ણકામ અવસ્થાની પ્રાપ્તિ માટે તપપદનાં દર્શન વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક્રમંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ અણાતારિપદ વીતરાગતા, પૂર્ણકામને હું ઇચ્છું છું ! મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ!જ્યાં સુધી વીતરાગતા, અણહારિતા, પૂર્ણકામની પ્રાપ્તિ ન થાઓ ત્યાં સુધી સર્વ સંયોગો, પ્રસંગો અને પરિસ્થિતિમિાં હું સદા સર્વદા સંતુષ્ઠ રહું, સમભાવમાં વતું. | ૐ ણમો તવસ્સ || નમસ્કાર મહામંત્રમાંના પંચ પરમેષ્ઠિ પદો તેઓના તથા પ્રકારના ગુણોને અંગે, સ્વરૂ૫૫દ, ધ્યાનપદ, સમાધિપદ, સમતાપદ, શાંત-પ્રશાંતપદ, યોગપદ, પવિત્રપદ, આનંદપદ આદિ છે. માટે પંચપરમેષ્ઠિ પદને તથા પ્રકારના ભાવથી ભાવવાથી તે પ્રકારના ભાવને પામી શકાય છે. માટે હે જીવ! જો તું તારા વિરૂપથી, વિભાવવાથી પીડાય છે તો તું પંચપરમેષ્ઠિને સ્વરૂપપદે ભાવશે તો તું સ્વરૂપ સ્વભાવ દશાને પામીશ. હે જીવ ! તું અશાંત છો ? તો પંચપરમેષ્ઠિપદને શાંત પ્રશાંત પદે ભાવીશ તો શાંત ઉપશાંત-પ્રશાંત ભાવને પામીશ. હે જીવ ! તું મમતાથી મૂંઝાણો છો ? તો આ પંચપરમેષ્ઠિ પદોને સમતાપદે ભાવીશ તો સમતા મેળવીશ. હે જીવ ! તું ભોગની ભૂતાવળથી છૂટવા ઇચ્છે છે? તો યોગની પ્રાપ્તિ થશે. હે જીવ ! તું ઉપાધિગ્રસ્ત છો ? તો સમાધિ પદે આ પંચપરમેષ્ઠિને જપીશ તો ઉપાધિ વચ્ચે પણ સમાધિમાં રહી શકીશ. આમ આ પંચપરમેષ્ઠિપદ, - નમસ્કાર મહામંત્ર-સ્વરૂપમંત્ર-નવકારમંત્રનું Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ વૈકાલિક આત્મવિજ્ઞાન દઢ ઇચ્છાક્તિની પૂર્ણ વિશ્વાસપૂર્વક સ્મરણ કરવામાં આવે તો તે તથા પ્રકારના ફળને આપનારા કલ્પતરુ એવો ચિંતામણિ મંત્ર છે. સ્વરૂપનામ અને સ્વરૂપપદના જાપમંત્રને મેળવવા પુણ્યશાળી એવાં આપણે તે સ્વરૂપનામ-જાપ સ્મરણથી સ્વરૂપપદને પામવા ભાગ્યશાળી થઈએ એવી અભ્યર્થના ! અનાદિકાળથી સંસારી જીવ માત્ર મોહ અને અજ્ઞાનવશ મિથ્યાત્વ અવિરતિ અને કષાયની વૃત્તિ, પ્રવૃત્તિ કરે છે અને તેને અંગે ચાર ગતિમાં રખડે છે. તેમાં નામકર્મના ઉદયને અંગે જે ગતિના અને ઇન્દ્રિયના ભેદે નામ ઘડે છે, તથા પુત્ર વ્યવહારના અંગે નામકરણ કરવામાં આવે છે તે તો દશ્ય જગતના વ્યવહાર છે અને તે ફરતાં જ રહે છે. પંચપરમેષ્ઠિના યથાનામ તથાગુણ અનાદિ અનંત છે તે વિપરીત ભાવને પામતા નથી તેમ આપણા સંસાર ભાવે-મોહ ભાવ અને ચેષ્ટાએ અંદરની દશાએ પંચપરમેષ્ઠિનાં નામોથી વિરુદ્ધ નામો સર્વ જીવને સરખાં લાગુ પડે છે. એ જ જીવ માત્રના પાંચ નામ “અરિદત', અસિદ્ધ, આચારભ્રષ્ટ, અભણ, અજ્ઞાની, અબુઝ ગમાર. અને “શઠ છે. આ જીવના સંસારભાવે કલંકિત નામો છે તેની જ સામે પંચપરમેષ્ઠિના નામો આપણને આપણી સાચી દશાનું ભાન કરાવનારા છે અને સાચી દિશામાં લાવનારા છે. માટે વાચકો વિચારે કે આ પંચપરમેષ્ઠિ સ્વરૂપ મંત્રના નામો કયા સંપ્રદાયના? કોના ધર્મના ? કયા વર્ણના ? કઈ જાતિના ? કયા દેશના ? સ્વરૂપમંત્રને કહેનારા પાંચ શબ્દોના સ્મરણ અને રટણ વિના ત્રણે કાળમાં કયા ધર્મનો ? કયા સંપ્રદાયનો? કયા વર્ણનો ? કઈ જાતિનો ? કયા દેશનો? કોના સંસારનો ઉદ્ધાર થઈ શકે ? Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ધર્માદિ પરિણમન અને ભયાભય સ્વભાવ દ્રવ્યમાં, ગુણ જાતિભેદ કરેછે અને ગુણ પ્રમાણે કાર્ય થાય છે. પ્રદેશત્ત્વ ગુણને જાળવી રાખે છે અને ગુણ, દ્રવ્ય (પ્રદેશ પિંડ)ની જાતિ જાળવી રાખે છે, પ્રદેશનો આધાર લઈને ગુણ કાર્ય કરી આપેછે. પ્રદેશ એ ગુણની ભૂમિ છે. ભૂમિ એ આધાર છે. આત્મ પ્રદેશ અને ગુણનું જે તદૃરૂપપણું છે, તેનું નામ ભવ્યત્વ, યોગ્યતા છે. પાંચે અસ્તિકાયને આ અપેક્ષાએ ભવ્ય સ્વભાવ છે. ગુણકાર્ય કરવારૂપ પરિણમન તે ભવ્યત્વ. એ પરિણમન અવસ્થાંતરપણાનું હોઈ શકે છે, અથવા તો સમસ્થિતિમાં રહેવા પૂર્વક પણ પરિણમન હોઈ શકે છે. ધર્મ-અધર્મ-આકાશ અને સિદ્ધપરમાત્મા, એ ચારે અસ્તિકાયમાં, પોતપોતાના સામાન્ય ગુણમાં કોઇ ભેદ પડતો નથી. માટે તે પ્રદેશોનું ગુણ સાથે જે પરિણમન છે, તે તદૃરૂપ પરિણમન છે, જેમાં કોઈ પરિવર્તનતા નથી, આ ભવ્ય સ્વભાવ અનુપચરિત છે (વાસ્તવિક છે). સંસારી જીવ અને પુદ્ગલનો સંબંધ તથા પુદ્ગલનો અને પુદ્ગલનો સંબંધ જ્યારે એકક્ષેત્રી થાય ત્યારે તેને પણ ભવ્યત્વ, યોગ્ય રહેવું પડે. સંસારીજીવ અને પુદ્ગલનો જે એકક્ષેત્રી સંબંધ થાય તેને ‘ઉપચરિત ભવ્યત્વ’ કહેવાય છે. જ્યારે જીવ અને જ્ઞાનનું પરિણમનએ ‘અનુપચરિત ભવ્યત્વ’ છે. (અવાસ્તવિક) ઉપચરિત ભવ્યત્વ ધર્મ-અધર્મ-આકાશ અને સિદ્ધપરમાત્મામાં નથી. ઉપચરિત ભવ્યત્વ માત્ર સંસારી જીવ અને પુદ્ગલના બદ્ધ સંબંધ વિષે જ ઘટે છે, તે બધ્ધ પરિણમન છે. પાંચે અસ્તિકાયનું, જે સ્પર્શ પરિણમન છે તે ‘સ્પર્શ ભવ્યત્વ’ છે. એ એકક્ષેત્રી અવગાહના છે. આકાશમાં આકાશ પ્રદેશ સહિતના બધાંય પાંચે અસ્તિકાયનું ચૌદ રાજલોક પૂરતું એકક્ષેત્રી અસ્તિત્વ છે. જે ‘સ્પર્શ પરણિમન ભવ્યત્વ' છે. ગુણની અંદર ગુણભેદથી જે પરિણમન છે તેને પણ ભવ્યત્વ કહેવાય. આવું ભવ્યત્વ ધર્મ, અધર્મ, આકાશ અને સિદ્ધ પરમાત્મામાં નથી. આ ચારેયમાં તેમના ગુણમાં સમરસમાત્રા છે. જ્યારે સંસારીજીવ અને પુદ્ગલ દ્રવ્યમાં વિષમરસમાત્રા છે. પોતાના પ્રદેશોનો આધાર લઈને ગુણ, ભેદરૂપ કાર્યરૂપે Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪o સૈકાલિક આત્મવિજ્ઞાન પરિણમે છે એટલે તેને ઉપચરિત ભવ્યત્વ કહેવાય છે. આમ ત્રણ પ્રકારના ભવ્યત્વ આપણે જોયાં કે – (૧) સ્પર્શ પરિણમન ભવ્યત્વ (૨) બદ્ધ પરિણમન ભવ્યત્વ અને (૩) તદ્રુપ પરિણમન ભવ્યત્વ. બદ્ધ પરિણમન માત્ર સંસારી જીવ અને પુદ્ગલના સબંધમાં ઘટે છે. જે અનિત્ય છે અને તેમાં ગુણનું પરિણમન રૂપાંતરતાએ છે જેથી ભિન્ન ભિન્ન છે. પુદ્ગલ દ્રવ્યમાં (૧) પોતાના પ્રદેશનું એકત્રી અવકાશમાં રહેલ અવગાહન સ્પર્શ પરણિમન ભવ્યત્વ. (૨) પોતાના ગુણમાં પડતા ગુણભેદને કારણે રૂપાંતર બદ્ધ પરિણમન ભવ્યત્વ છે. (૩) પોતાના ગુણનું તરૂપ પરિણમન ભવ્યત્વ. ચારેય અરૂપી અસ્તિકામાં ગુણભેદ, રૂપાંતરતા અને અનિત્યતા નથી પરંતુ કેવલ ‘તદરૂપ પરિણમન' છે. અચિત પુદ્ગલદ્રવ્યનું જે ભવ્યત્વ છે તે ક્રમિક અને વિનાશી ધર્મવાળું છે. કાળાંતરે રૂપરૂપાંતરને પામનારું છે. પથ્થરનો ધર્મ અદ્રાવ્યત્વ છે. એ કઠોર અને કઠિન છે. સાકરનો ધર્મ દ્રાવ્યત્વ છે. એ મૃદુ છે, દ્રવી જાય છે, ઓગળી જાય છે. પુગલદ્રવ્ય અનંત રૂપે પરિણમે છે અને સંસાર ચાલે છે. કેમ કે પગલદ્રવ્ય અનંત રૂપે પણ પાછુ ભિન્ન-ભિન્ન ગુણધર્મો અને ભિન્ન-ભિન્ન રૂપે પરિણમે દરેક દ્રવ્ય, પોતપોતાના ગુણધર્મોને સાથે ભવ્ય પરિણમનવાળા છે અને અન્યના ગુણધર્મોને ન પામવારૂપ અભવ્ય સ્વભાવવાળા છે. આ અસ્તિ-નાસ્તિ જેવું છે. સંસારી જીવોને ભવિ અને અભવિ એમ બે પ્રકારના જણાવેલ છે. જ્યારે સિદ્ધ પરમાત્મામાં એ રીતે ભવિ અભવિ ઘટતું નથી. સંસારી જીવના બે પ્રકારના ભવ્યત્વ લેવાના.. (૧) સંસારી જીવનું પુદ્ગલદ્રવ્ય સાથે બદ્ધ સંબંધરૂપ ભવ્યત્વ.” (૨) સંસારી જીવમાં અત્યંતર “અધ્યવસાય રૂપ ભવ્યત્વ.” અધ્યવસાયના ભેદ એટલે શાસ્ત્રકારોએ બતાવેલ ગુણ સ્થાનકોના ભેદ. તામસ-રાજસ-અને સાત્ત્વિક એવા શુભાશુભ અધ્યવસાયોના અસંખ્ય ભેદ છે. તામસભાવ એટલે “મારું તો મારું જ પણ તારું ય મારું'. હિંસા, Page #150 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શાદિ પરિણમન અને ભવ્યાભવ્ય સ્વભાવ ૧૪૧ ચોરી, જૂઠ, આદિ યુક્ત, અન્યને પરેશાન કરવા પૂર્વકનું અવિવેકી, ઉપદ્રવી જીવન જે સંપૂર્ણ મિથ્યા મોહનીયના ઉદયવાળુ અર્થાત અનંતાનુબંધી કષાયના ઉદયવાળું જીવન હોય છે. રાજસભાવ એટલે ‘મારું એ મારું અને તારું એ તારું ! મારું હું ભોગવું તારું તું ભોગવ.' એવાં ભાવવાળું અન્યને પરેશાન કર્યા વિનાનું, એશ-આરામ વૈભવ-વિલાસવાળું ભોગી જીવન હોય છે, જે નિરૂપદ્રવી જીવન છે, પણ પરોપકારી નિર્દોષ જીવન નથી. જ્યારે સાત્ત્વિક ભાવમાં તો ‘તારું તો મારે ન જોઈએ પણ મારું પણ મને ન જોઈએ' એવા ભાવપૂર્વકનું ત્યાગ વૈરાગ્યયુક્ત પરોપકારી નિર્દોષ એવું કર્મયોગથી ઉત્તરોઉત્તર લઇને ક્ષપકશ્રેણિ મંડાય ત્યાં સુધીનું તે ઠેઠ દશમા ગુણસ્થાનકે લોભ મોહનીય જાય ત્યાં સુધીનું સાધક-યોગી જીવન હોય છે. સંસારીજીવ આ સર્વ તામસ-રાજસ્ સાત્ત્વિક ભાવો અર્થાત્ અધ્યવસાય સ્થાનકોને પરિણમવાને અધિકારી છે. અવિ જીવ તામસ-રાજસ ભાવોના બધાંય અધ્યવસાયોને પામી શકે છે. પરંતુ સાત્ત્વિક ભાવોના બધા ય અધ્યવસાય સ્થાનકોને પામી શકવા તે સમર્થ નથી. અભિવ જીવો લૌકિક સાત્ત્વિક ભાવોને સ્પર્શી અટકી જાય છે, એથી આગળ લોકોત્તર સાત્ત્વિક ભાવોમાં એમનો પ્રવેશ શક્ય નથી, અને તેથી જ તેમનો મોક્ષ થતો નથી. માટે તેમને અભિવ કહેલ છે છતાં ય, અભિવ જીવ પણ પોતાના જ્ઞાન-દર્શન ગુણ સાથે, તદરૂપ પરિણમનરૂપ ભવિ તો હોય જ છે. અવિ જીવ, સાધના પથ ઉપર, ક્યારેય પહેલાં ગુણ સ્થાનકથી આગળ વધી શક્તો નથી. અને મિથ્યાત્વમાંથી સમ્યકત્વને પામતો નથી. અવિરતિમાંથી દ્રવ્ય વિરતિમાં આવવા છતાં ભાવ વિરતિને પામી શક્તો નથી. કષાયમાંથી વીતરાગતાને પામતો નથી. અને તેથી તેનો ક્યારેય મોક્ષ થતો નથી. માટે તે અપેક્ષાએ એવા જીવોને અભિવ કહેલ છે. જે જીવો મોક્ષના લક્ષ્ય બધાં ય સાત્ત્વિક ભાવોને પામવાના છે તે સહુ જીવોને ‘ભવિ’ જીવ કહેલ છે. આમ પુદ્ગલના જેમ બે ભેદ, ‘સચિત અને અચિત’ છે. તેમ જીવોના મુખ્ય બે ભેદ છે, ‘સંસારી’ જીવો અને ‘સિદ્ધ’ના જીવો. વળી આગળ સંસારી જીવોના પાછા બે ભેદ પડે છે ‘વિ અને અવિ' જે ઉપર જણાવ્યા મુજબ છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ - સૈકાલિક આત્મવિજ્ઞાન ભાવ છે તે જીવ અને જીવ છે તેને ભાવ છે. આ ભાવો પહેલાં તો બે પ્રકારના છે “શુદ્ધ” અને “અશુદ્ધ'. શુદ્ધ ભાવ પુદ્ગલ નિરપેક્ષ છે. જે આત્મભાવ' - અર્થાત્ સ્વભાવ છે. જ્યારે અશુદ્ધ ભાવ પુદ્ગલ આશ્રિત ભાવ છે. આ અશુદ્ધ ભાવના પાછાં બે ભેદ પડે છે, જે “શુભ ભાવ” અને “અશુભ ભાવ” કહેવાય છે. અશુભ ભાવો “તામસ” અને “રાજસ' પ્રકારના ભાવો છે જ્યારે શુભ ભાવો “સાત્ત્વિક અને “સમ્યગુ” પ્રકારના ભાવો છે. મોક્ષના લક્ષ્ય પૂર્વકના જે સાત્ત્વિક ભાવો છે, તે લોકોત્તર સાત્ત્વિક ભાવ એટલે કે સમ્યગુ ભાવ છે. વૈરાગ્ય ભાવ, એટલે અશુદ્ધભાવ, કારણ કે પુદ્ગલ સાપેક્ષ છે, હજી વીતરાગતા આવી નથી. પરંતુ તે અશુદ્ધ છતાંય વૈરાગ્ય ભાવ છે. માટે તે, સાત્વિક ભાવ કહેવાય. એ વૈરાગ્યભાવ આલોકમાં પરલોક યાને સ્વર્ગના સુખને લયે નહિ પણ અપવર્ગ અર્થાત્ મોક્ષ સુખના લક્ષ્ય હોય તો તે લોકોત્તર સાત્ત્વિક ભાવ અર્થાત્ સમ્યગુભાવ કહેવાય છે, વૈરાગ્યની પરાકાષ્ઠા વીતરાગતા છે. જે વીતરાગતા શુદ્ધભાવ છે. ભવ્ય અને અભિવ્યના ભેદ સંસારી જીવમાં પડે છે. જ્યારે ધર્મ-અધર્મ - “આકાશ” અને “સિદ્ધ પરમાત્માના જીવો પોતપોતાના ભાવમાં અર્થાત્ “સ્વ” ભાવમાં હોવાથી ત્યાં ભવ્ય, અભવ્યનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. તેમ પુદ્ગલદ્રવ્યમાં પણ પુદ્ગલદ્રવ્યનો એક પરમાણુ, પુદ્ગલદ્રવ્યના બધાય ભાવોને અર્થાત્ પર્યાયોને પામી શકાતો હોવાના કારણે, ત્યાં બધા જ પરમાણુ ભવ્ય છે એથી પુદ્ગલ વિષે ય ભવ્ય કે અભવ્યનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. પુગલદ્રવ્યમાં બંધ-મોક્ષ તત્ત્વ નથી. બંધમોક્ષ તત્ત્વ સાંસારી જીવને જ હોય છે કારણ કે “ઉપચરિત” અને “અનુપચરિત” માત્ર જીવદ્રવ્યને જ લાગુ પડે છે. બદ્ધ સંબંધ કેવલ સંસારી જીવને છે અને તેથી બંધ તત્ત્વ છે જે ઉપચરિત ભવ્ય સંબંધ છે. પરંતુ ભવિ જીવો અનુપચરિત ભવ્યતાને પામી શકે છે તેથી જ બંધની સામે “મોક્ષ તત્ત્વ છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં દ્રવ્ય એ મુલાધાર છે. ગુણ અને પર્યાય આધેય છે. ગુણ પર્યાયમાં ગુણનો પર્યાય (અવસ્થા) છે. ટૂંકમાં દ્રવ્યના આધારે ગુણપર્યાય છે. જે પણ કાંઈ ઉત્પાદ-વ્યય થાય છે તે દ્રવ્ય અર્થાતુ પ્રદેશપિંડના આધારે થાય છે. તેમાંય દ્રવ્યના જે સહભાગી ગુણો છે એનો-ઉત્પાદ-વ્યય થતો નથી. પરંતુ દ્રવ્યની જે અવસ્થા છે અર્થાત પર્યાય છે એમાં ઉત્પાદ-વ્યય થાય છે. આધેય બે પ્રકારના છે (૧) સહભાવી ગુણ આધેય અને બીજો (૨) પર્યાય આધેય. કર્તા-ભોક્તા ભાવની અપેક્ષાએ અનુભવ-વેદન કે ભોગ પર્યાયનો છે, આધાર ભલે દ્રવ્ય એટલે કે પ્રદેશપિંડનો હોય. પાંચેય અસ્તિકામાં “ઉત્પાદ-વ્યય-ધ્રુવ-યુક્ત સત્’ એ સૂત્રને લાગુ પાડવું જોઈએ, અર્થાત્ ઘટાવવું જોઈએ. જડ ચેતન વિષે જેમ એ સૂત્રને લાગુ પાડીએ છીએ એમ રૂપી, અરૂપીને વિષે પણ લાગુ પાડવું જોઈએ. દ્રવ્યસ્વયંભૂ અનુત્પન્ન, અવિનાશી, અનાદિ, અનંત હોય છે અને સાથે સહભાવી ગુણ યુક્ત (ગુણ સંપન્ન) હોય છે. ઉત્પાદ-વ્યય છે. એટલે સર્જન-વિસર્જન, અને સંયોગ-વિયોગ છે. ઉત્પાદવ્યય એ સાદિ-સાત્ત અને ઉપચરિત સત્ છે, જે વ્યવહારિક સત્ છે. ઉપર્યુક્ત “ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સત્રમાં જે ધ્રુવ કહેલ છે, તે ધ્રુવ તત્ત્વ પ્રદેશપિંડ (દ્રવ્ય) છે. એ આધાર છે કે જે આધારના આધારે રહેલ (પર્યાય) આધેયમાં ઉત્પાદ-વ્યય થયા કરે છે. આધેય એવો પર્યાય વિનાશી કે ઉત્પાદ-વ્યય-વાળો છે જ્યારે આધાર એવું દ્રવ્ય ધ્રુવ છે અર્થાતુ સ્થિર છે અને અવિનાશી-નિત્ય છે. આ ઉત્પાદ-વ્યયને રૂપી અને અરૂપી એવા ઉભય પ્રકારના દ્રવ્યમાં ઘટાવવું જોઈએ. રૂપી પદાર્થ પુદગલ છે. જ્યારે ધર્મ-અધર્મ-આકાશ અને સિદ્ધ પરમાત્માઓ અરૂપી છે. આ જે ચારેય અરૂપી દ્રવ્યો છે તેના અગુરુલઘુગુણમાં ઉત્પાદ-વ્યય હોવા છતાં ય તેમના સ્વભાવગુણમાં લેશ માત્ર વિકાર નથી અને તે સર્વ અરૂપી દ્રવ્યો અન્યોન્ય તેમજ બીજા રૂપી દ્રવ્યો પરત્વે અવ્યાબાધ રૂપ છે. જયારે રૂપી એવાં પુદગલદ્રવ્યમાં અનંતા ઉત્પાદ-વ્યય તેના પ્રત્યેક ગુણ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ વૈકાલિક આત્મવિજ્ઞાન વર્ણ-રૂપ-સંઘ-સ્પર્શમાં થયા કરે છે. જે વિભાવ પર્યાયને પામે છે પરંતુ એમાં વેદન તત્ત્વ ન હોવાને લઈને એને પોતાને અર્થાતુ પુગલને એની કોઈ બાધા (અસર) નથી. પરંતુ તે પુદ્ગલ તત્ત્વના જે ભોગ્ય પર્યાયો છે તે સંસારી જીવોને સુખ-દુઃખમાં નિમિત્તરૂપ બને છે. સંસારી જીવ પોતાના રૂપીપણાને મુગલસંગે પામે છે અને પોતાના અસંખ્ય અધ્યવસાયરૂપ ઉત્પાદવ્યયને પામીને વિભાવદશાને પામે છે. પોતાના સ્વભાવગુણ અર્થાત્ સ્વરૂપગુણમાં વિકારીતાને પામીને દુઃખને પામે છે અને તેથી જ તો જીવે દુઃખરહિત થવા માટે અવિકારી અર્થાત્ વીતરાગ બનવું જરૂરી છે. જ્યાં દ્રવ્ય વૈત (જુદું) છે અને પર્યાય દ્વત છે ત્યાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સતની વ્યાખ્યા બંધબેસતી છે. જ્યાં ઉત્પાદ અને વ્યય હોય ત્યાં તે દ્રવ્ય સત્ નહિ પણ અસત્ અર્થાત્ વિનાશી કરે છે. આ માત્ર સંસારી જીવને અને પુદ્ગલદ્રવ્યને લાગુ પડે છે. - જ્યારે જ્યાં દ્રવ્ય અદ્વૈત (ઐક્યો છે અને પર્યાય પણ અઢત છે તેવાં ધર્મ-અધર્મ-આકાશ અને સિદ્ધ પરમાત્મા કે જ્યાં ઉત્પાદ-વ્યય નથી ત્યાં તે ઘટાડવું હોય તો તે અગુરુ લઘુગુણના બાર બાર ગુણના બાર ભાવોમાં જ ઘટાવી શકાય. “અર્થ ક્રિયાકારી સત' એ સૂત્ર, ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સત, એ સૂત્રમાં ઉમેરી પછી પાંચે અસ્તિકામાં તે ઘટાવવું જોઈએ. જે જે દ્રવ્યમાં જે જે ગુણો છે તે તે ગુણો પ્રમાણેનું તેનું કાર્ય હોય છે. ગુણકાર્યને અર્થક્રિયાકારી સત્ કહેવાય. પુદ્ગલદ્રવ્યમાં ઉત્પાદ-વ્યયનો અર્થ ક્રમિકતા કે ક્રમિક કાળ કરીએ છીએ તેવો અર્થ “અર્થ ક્રિયાકારી સ” સૂત્રમાં ન લેવો. અહીં તો જે પદાર્થ દ્રવ્ય એનું સ્વગુણ કાર્ય કરે છે તે કાર્યને કે તેવા પ્રકારની કાર્યશીલતાને ઉત્પાદવ્યય તરીકે ગણવું જોઈએ. યાદ રહે કે આ ક્રિયાશીલતામાં વિનાશીપણું અગર ક્રમિક અર્થ ન કરવો. તો જ “અર્થ ક્રિયાકારી સત્' એ સૂત્રથી “ઉત્પાદવ્યય-ધ્રુવ યુક્ત સત’ પાંચે ય અસ્તિકામાં ઘટાવી શકાશે. (૧) રૂપી પુદગલ દ્રવ્યમાં ક્રમિક ઉત્પાદ્વ્યય લેવું. (૨) અરૂપી દ્રવ્યમાં ક્રિયાત્મક ઉત્પાદ-વ્યયનો અર્થ લેવો, “અર્થ ક્રિયાકારી સત્' અર્થ અહીં લેવો. અરૂપી દ્રવ્યમાં ક્રમિક ઉત્પાદ-વ્યય નથી હોતો. (૩) રૂપી-પુદ્ગલ દ્રવ્યમાં પણ “અર્થ ક્રિયાકારી સત અર્થ ક્રિયાત્મક ઉત્પાદવ્યયના સંદર્ભમાં તેમજ ક્રમિક ઉત્પાદ-વ્યય સંદર્ભમાં એમ ઉભય પ્રકારે ઘટે છે Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ઉત્પાદ-વ્યય-ધ્રુવ આમ પાંચેય અસ્તિકામાં અર્થક્રિયાકારી સત્ (Potential Power)ના અર્થથી ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સત્ સૂત્ર ઘટાવી શકાય છે. શેય પદાર્થોમાં તેમજ સંસારી જીવન કર્તા ભોક્તા ભાવે ભલે ઉત્પાદવ્યય સિદ્ધ કરવામાં આવે પરંતુ આત્માના સિદ્ધપણામાં અર્થાત્ સિદ્ધ પરમાત્માઓમાં ઉત્પાદવ્ય ઘટાવી શકાતા નથી, સિવાય કે અગુરુલઘુ ગુણમાં કર્મક્ષયથી પ્રગટ થયેલાં બાકીના બીજા ક્ષાયિક ગુણોમાં ઉત્પાદ-વ્યય સિદ્ધ પરમાત્મામાં ઘટાવી શકાય નહિ. પદાર્થ પરત્વે દૃષ્ટિ ભાવ વર્તે તો પદાર્થ પરત્વે રાગ થાય છે. જે સંયોગો પ્રમાણે, અવસ્થા પ્રમાણે અને ભાવ પ્રમાણે થાય છે. વળી તે પદાર્થ પરત્વેના સંયોગો અવસ્થા કે ભાવ બદલાય તો અનિષ્ટ દૃષ્ટિ પણ થાય તો દૈષ થાય છે. માટે જેમ પદાર્થ પરત્વે ઉત્પાદ-વ્યય-ધ્રુવ ઘટાવીએ છીએ તેમ તેના છબસ્થ સંસારી દ્રષ્ટામાં પણ ઉત્પાદ-વ્યય ધ્રુવપણું સાથે સાથે ઘટાવવું જોઈએ. દૃષ્ટાની દૃષ્ટિ એટલે કે એનું દર્શન પદાર્થ પ્રત્યે કર્તાભોક્તા ભાવે કેવા પ્રકારનું છે તે ખાસ જોવું જોઈએ. દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિ સમજવાની છે. અધ્યાત્મ તત્ત્વનું પ્રયોજન તો સાધકને સાધન દ્વારા સાધ્ય તત્ત્વ સાથે એકમેક બનાવવાનું છે. દશ્ય પદાર્થો સાથે તો એકમેક બનાવવાનું છે જ નહિ. આમ ઉત્પાદવ્યય-ધ્રુવને સાધનામાં તો ઉત્પાદ-વ્યય જેમાં છે તેને વિનાશી અસત સમજીને જે સતુ છે તે ધ્રુવ તત્ત્વને આધારે ઉત્પાદ કે વ્યય થાય છે એ પ્રતિ દૃષ્ટિ રાખી ઉત્પાદ વ્યય પરત્વે વૈરાગ્ય કેળવતા જવાનું છે અને સત-અવિનાશી ધ્રુવ-નિત્ય એવા આત્મતત્ત્વનું લક્ષ્ય કરવાનું છે એથી જ પર્યાયદષ્ટિ ત્યજી દ્રવ્ય દૃષ્ટિ કેળવવા ફરમાવેલ છે. જૈન દર્શનના મતે ઉત્પાદ-વ્યય અને ધ્રુવ એ ત્રણે Al at a time એક સમયે સાથે જ પ્રતિ સમયે દ્રવ્યમાં ચાલુ હોય છે. ઉત્પાદ કાળે પણ ધ્રુવ તો હોય જ છે અને વ્યયકાળે પણ ધ્રુવ તો હોય જ રૂપી એવાં પુદ્ગલનું લક્ષણ ઉત્પાદ-વ્યયરૂપ છે. ઉત્પાદ જે નો થાય છે તે વ્યયને પામે જ છે. ઉત્પાદ અને વ્યય પદાર્થનું એકદેશીયપણું જ છે અને તે અપૂર્ણરૂપ છે. પરંતુ અરૂપી એવાં ધર્મ-અધર્મ-આકાશ અને સિદ્ધ પરમાત્મ માં ઉત્પાદવય માત્ર અગુરુલઘુગુણમાં લાગુ પડે છે. બીજા પર્યાયોમાં લાડ પડતું નથી. ઉત્પાદ-વ્યય જે પ્રતિ સમયે થાય છે. એને જ એક સ છે કહેલ છે. સમય જેવી વસ્તુ નથી. કાળ તો ઉપચરિત દ્રવ્ય છે. S-10 Page #155 -------------------------------------------------------------------------- ________________ વૈકાલિક આત્મવિજ્ઞાન એક પ્રદેશ એ મૂળ છે. એક ઉત્પાદ-વ્યય સમકાળ છે, એ મૂળ છે, આ વિષય કેવલજ્ઞાની ભગવંતોનો છે. છદ્મસ્થ જ્ઞાનનો એ વિષય નથી. છદ્મસ્થજ્ઞાનીની એવી તાકાત નથી કે એક પ્રદેશ અને એક સમય કે પરમાણુને જાણી શકે. ઉત્પાદ અને વ્યય તથાં વ્યય અને ઉત્પાદ એ અભેદ છે, કાળાંતરે નથી, એ સમકાલીન ઘટના છે. વ્યવહાર ચલાવવા કાળનો ઉપચાર કરેલ છે. કાળ એ આપણે ઊભી કરેલી કાલ્પનિક વસ્તુ છે. જે વસ્તુ કાલ્પનિક ઊભી કરેલ હોય એ ભિન્ન કાળે ભિન્ન હોય અને ભિન્ન ક્ષેત્રે પણ ભિન્ન હોય. એ વ્યવહાર ચલાવવા પૂરતું હોય જેમ કે ચલણી નાણું. સમયકાળ પણ દેશ દેશના (દરેક ખંડના-ક્ષેત્રનાં) જુદા જુદા હોય છે. એક કાર્ય થવામાં કેટલાંય પર્યાયોની પરંપરા યાને કે હારમાળા, (Chain of events) ચાલે છે. જે ગણિતથી અસંખ્ય પ્રમાણ હોય છે. એમાં પ્રત્યેક પર્યાયમાં પ્રતિ સમયે ઉત્પાદ-વ્યય હોય છે. ૧૪૬ આઠેય કર્મો પ્રતિ સમયે ઉદયમાં આવે છે અને બંધ પણ પ્રતિ સમયે એક માત્ર આયુષ્ય કર્મ સિવાય સાતેય કર્મોનો થાય છે. આયુષ્યકર્મનો બંધ પડે તે સમય પૂરતો જ આઠેય કર્મોનો બંધ હોય છે. આયુષ્યકર્મનો સત્તાકાળ અંતર્મુહૂર્તથી લઈને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમનો કાળ હોય છે. ઉદયકાળે આઠેય કર્મના એક જ સમયે પ્રકૃતિ અને રસ ચુસાય છે અને બીજા સમયે બીજા દળિયાના પ્રકૃતિ અને રસ ચુસાય છે. જેમ કે ઘીના દીવામાં પ્રત્યેક સમયે નવા અને નવા ઘીના બૂંદનું તેજ હોય છે. પ્રતિ સમયે જે આ પ્રમાણે ઉત્પાદ-વ્યયની હારમાળા ચાલે છે-(Chain of events) તે અતિસૂક્ષ્મ છે, કાળથી તે અતિ સૂક્ષ્મ એવી ઘટનાને કેવલ એક માત્ર કેવલજ્ઞાનીઓ જ જોઈ શકે છે. છદ્મસ્થજ્ઞાનીની તાકાત બહારનો એ વિષય છે. પાંચેય અસ્તિકાયોમાં જો ધ્રુવ-નિત્ય તત્ત્વ હોય તો પ્રત્યેક અસ્તિકાયનું પ્રદેશપિંડત્વ છે અને બીજું પ્રત્યેક અસ્તિકાયનું જાતિત્વ છે. ઉત્પાદ બે પ્રકારના હોય છે. પ્રયોગશા અને વિશ્રશા, પ્રયોગશા ઉત્પાદ એટલે જેમાં સંસારી જીવો કર્તા ભોક્તા ભાવે પુદ્ગલ સ્કંધોમાં આકાર આપે છે તે પ્રક્રિયા. આવા ઉત્પાદને પ્રયોગશા ઉત્પાદ કહે છે. જ્યારે વિશ્રશા ઉત્પાદ એટલે સ્વાભાવિક સહજ જ ઉત્પાદ કે જેમાં જીવનો કર્તાભોક્તા ભાવ હોતો નથી. ઉદાહરણ તરીકે મેઘધનુષ્ય, વાવાઝોડા-સંધ્યાના રંગો આદિ. અરૂપી દ્રવ્યોમાં આ ઉભયમાંનો એકેય ઉત્પાદ હોતો નથી. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ચાર વિશે આખું ય જગત નામ રૂપાત્મક અને દ્રવ્ય-ભાવાત્મક છે. અર્થાત્ જગત આખું ય શબ્દાનુરક્ત અને દશ્યાનુરક્ત છે. ' નામનો સંબંધ શબ્દ સાથે છે અને રૂપ-દેશ્યનો સંબંધ વર્ણ (રંગ) અને સંસ્થાન (પિંડાકૃતિ-આકાર) સાથે છે. વળી શબ્દનો સંબંધ શ્રવણેન્દ્રિય સાથે છે. જ્યારે રૂપ દૃશ્યનો સંબંધ ચન્દ્રિય સાથે છે. આ બે ઇન્દ્રિયોની પ્રાપ્તિથી જ સંગ્નિ પંચેન્દ્રિય મનુષ્યપણાની પૂર્ણતા છે. આ બે ઈન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે અને ઈન્દ્રિય પ્રાપ્તિના ક્રમમાં શ્રવણેન્દ્રિયની પ્રાપ્તિથી જ પૂર્ણ પંચેન્દ્રિયપણાની પ્રાપ્તિ છે. દૃશ્ય જગત આંખથી દેખાય છે અને એના નામ આદિ સાંભળવા દ્વારા તેની વિશેષ ઓળખ થાય છે, અથવા તો પ્રથમ નામથી જાણ્યા બાદ આગળ વસ્તુ અગર વ્યક્તિનો સંબંધ સ્થપાય છે. વર્તમાન સમયના યાંત્રિક યુગમાં તો દશ્ય-શ્રાવ્ય (Audio-Vision) નું વિશેષ મહત્ત્વ છે. - દૃષ્ટિ, દૃશ્ય વિનાની નથી પછી તે બંધ હોય કે ઉઘાડી, તેમ વસ્તુ કે વ્યક્તિ નામવિહોણી નથી. જગત આખાનો પ્રત્યેક જીવનવ્યવહાર જ એ પ્રમાણે છે. જે જીવનનો વ્યવહાર છે તેમાંથી જ સાધ્ય પ્રાપ્તિ માટેના સાધનનું નિર્માણ થાય છે. સાધ્યની પ્રાપ્તિ માટે સિદ્ધિ પ્રાપ્ત કરીશું. વ્યક્તિની ભક્તિ થતી હોય છે. એ ભક્તિયોગ અર્થાત ઉપાસનાયોગ માટેના સાધનોની વહેંચણી ચાર વિભાગમાં કરવામાં આવેલ છે. સંસ્કૃત ભાષામાં ક્ષીપ ધાતુ વહેંચણી માટે છે, જેને “ની” ઉપસર્ગ લાગતાં નિક્ષેપ શબ્દની વ્યુત્પત્તિ થાય છે. ઉપાસનાનાં એ ચાર સાધનોને જૈન દર્શને “નિક્ષેપા' તરીકે ખ્યાતિ આપેલ છે. જે સર્વનો જીવન વ્યવહાર હોઈ સહુ કોઈને સરખા લાગુ પડે છે. એ ચાર નિક્ષેપો નીચે મુજબ છે. (૧) નામ નિક્ષેપો (૨) સ્થાપના નિક્ષેપો (૩) દ્રવ્ય નિક્ષેપો (૪) ભાવ નિક્ષેપો જેનું નામ છે એનું રૂપ છે અને રૂ૫ છે તેનું નામ છે, અને તેનો આગલો પાછલો ઇતિહાસ છે, જે તેની કથા છે અર્થાત્ દ્રવ્ય નિક્ષેપો છે. વળી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સૈકાલિક આત્મવિજ્ઞાન દ્રવ્ય, ભાવાત્મક છે એટલે કે દ્રવ્યના પોતાના ગુણધર્મ છે, અને તે ગુણ પ્રમાણે કાર્ય છે જેને ભાવનિક્ષેપો કહેવાય છે. અથવા તો જેનું નામ છે, જેનું રૂપ છે, જેનો ઇતિહાસ-કથા છે તેનું અસ્તિત્વ કોઈ કાળે કોઈ ક્ષેત્રે છે અને તેનો પ્રત્યક્ષ સંયોગ થવો તે ભાવ-નિક્ષેપો છે. નામનિક્ષેપો એ નામસ્મરણ છે. સ્થાપના-નિક્ષેપો એ દર્શન-સ્મરણ છે. દ્રવ્ય-નિક્ષેપો એ કથાશ્રવણ-સ્મરણ છે. ભાવ-નિક્ષેપો એ સ્વરૂપસ્મરણ છે યા તો પ્રત્યક્ષ યોગ છે. પરમ પંચ પરમેષ્ઠિમાં પરમેશ્વર ભગવાનને ધ્યાવન માટે ચાર નિક્ષેપો નામ :- નામજિણા, જિણનામા (જિનેશ્વર ભગવંતનું નામ) સ્થાપના :- શ્રવણજિણા, જિણિંદ ડિમાઓ (જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓ) દ્રવ્ય :- દ્રવ્રુજિણા, જિણ જીવા (તીર્થંકર નામકર્મ ઉપાર્જિત કરેલ છે એવાં જિનેશ્વર થનારા જીવો) ભાવ :- ભાવજિણ, સમવસરણજિણા (સમવસરણમાં બિરાજમાન સાક્ષાત પ્રત્યક્ષ જિનેશ્વર ભગવંત) આવા ચાર નિક્ષેપોની વિશિષ્ટતા અને વૈજ્ઞાનિકતાનો તાર્કિક અભ્યાસ કરીશું. જ્ઞાનનું વાહન ભાષા છે. અમૂર્ત જ્ઞાન ભાષામાં ઊતરી મૂર્તરૂપ બની વ્યવહાર્ય બને છે. ભાષા શબ્દાત્મક છે અને શબ્દને સામાન્ય અર્થપ્રયોગ ઉપર જણાવ્યા મુજબ ચાર પ્રકારનો છે. એ ચાર નિપાને પ્રથમ આપણે “રાજા”ના ઉદાહરણથી સમજીશું. રાજા' કોઈનું નામ હોય ત્યારે તે એ નામથી વ્યવહત થાય છે. એ નામ માત્રથી “રાજા' હોઈ, નામ રાજા છે. રાજા શબ્દનો આ અર્થ નામનિક્ષેપો કહેવાય. - રાજાની મૂર્તિ, છબી કે ચિત્રને પણ “રાજા' કહેવામાં આવે છે, જેમ ભગવાનની મૂર્તિને ભગવાન કહેવામાં આવે છે તેમ એ સ્થાપના અર્થાત્ ચિત્ર-છબી-મૂર્તિના રૂપે રાજા હોઈ સ્થાપના રાજા છે. “રાજા' શબ્દનો આ અર્થ સ્થાપના નિક્ષેપો કહેવાય. રાજાની પ્રતિકૃતિ એવી પ્રતિમાની જેમ રાજપ્રતીક રાજમુદ્રા અને રાજદૂત Page #158 -------------------------------------------------------------------------- ________________ ચાર નિક્ષેપો ૧૪૯ એટલે કે રાજાના પ્રતિનિધિને પણ રાજા તુલ્ય માનવામાં આવે છે. તે જે પણ સર્વ સ્થાપના નિક્ષેપાના જ ભેદ છે. મૂળ વસ્તુ યા વ્યક્તિનો એની મૂર્તિ, છબી, ચિત્ર કે પ્રતિકૃતિમાં આરોપ કરવો યા ઉપચાર કરવો તેને સ્થાપનાનિક્ષેપો કહેવાય છે. જે ભૂતકાળમાં રાજા હતો, અથવા ભવિષ્યમાં રાજા બનનાર છે તેને પણ “રાજા' કહેવામાં આવે છે. એ દ્રવ્યથી એટલે કે પાત્રપણાની અપેક્ષાએ રાજા' હોઈ દ્રવ્યરાજા છે. રાજા શબ્દનો આ અર્થ દ્રવ્યનિક્ષેપો કહેવાય. જે ગાય, બ્રાહ્મણોનો પાલનહાર, રક્ષણહાર છે, દુષ્ટોને દંડ દેનાર અને સજ્જનોનું રક્ષણ કરનાર, પ્રજાનું પાલન તથા રક્ષણ કરનાા છે તેને ગૌ-બ્રાહ્મણપ્રતિપાલક, નૃપ, પ્રજારક્ષકના અર્થમાં અને જે રાજપણાથી રાજમાન (શોભિત) હોય તેને “રાજા' કહેવામાં આવે છે તે જાણીતું છે. માત્ર પુણ્યના ઉદયથી ભૂપતિ, નૃપતિ બનીને ભોગસામગ્રીનો ભોગવટો કરતો, ભોગવિલાસમાં રાણીવાસમાં પડી રહેનારો, સુરા અને સુંદરીમાં ચકચૂર રહેનારો વાસ્તવિક, ગુણથી તેમજ કાર્યથી રાજા નથી. આમ જે ભાવથી એટલે કે યથાર્થપણે ગુણ અને કાર્યથી રાજા હોઈ ભાવરાજા છે. “રાજા” શબ્દનો આ અર્થ ભાવનિક્ષેપો કહેવાય. હવે આ ચારે નિપાના એક એક વિભાગનું વિશ્લેષણ કરી તેને અવલોકીશું. નામનિક્ષેપો : જીવ જે શિવ સ્વરૂપ છે, તે જેમ અરૂપી છે એમ અનામી છે. નામ અને રૂપ પુદ્ગલના કે પંચભૂતના છે. ઉપર જણાવ્યા મુજબ આખું ય જગત નામ-રૂપાત્મક છે અથવા તો શબ્દાનુરક્ત ને દશ્યાનુરક્ત છે. વર્ણ અને સંસ્થાન દશ્ય જગતમાં આંખથી દેખાય છે. તેના નામ આદિ સાંભળવા દ્વારા વિશેષ ઓળખ થાય છે. અથવા એથી વિપરીત પહેલાં નામ શબ્દવર્ણન સાંભળ્યા બાદ તે વસ્તુ યા વ્યક્તિના દર્શનથી એનો વિશેષે પરિચય થાય છે. જેવું સતી રાણકદેવીના કિસ્સામાં બન્યું કે ચારણે આવી સિદ્ધરાજ જયસિંહ આગળ નીચેના શબ્દોમાં વર્ણન કરતાં રાજા સિદ્ધરાજ માત્ર શબ્દવર્ણનથી, વગર જોયે રાણકદેવીના રૂપનો પાગલ બની ગયો. " મૃગનયની કટિ કેશરી નાગણ જેવા વાળ બ્રહ્માએ એક જ ઘડી સાચું કહું ભૂપાળ." Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫o સૈકાલિક આત્મવિજ્ઞાન નામ શબ્દ શું કામ કરે છે તે આ દુહો બતાવે છે. ટૂંકમાં ભગવાનનો નામોચ્ચાર સ્વરૂપની ઓળખ કરવા જબરજસ્ત સમર્થન છે. ' ઉપશમ-સંવર-વિવેક માત્ર એ ત્રણ શબ્દોએ જ સાધક ચિલાતીપુત્રને કેવલજ્ઞાનની પ્રાપ્તિના શિખરે પહોંચાડ્યા તે વાત પ્રસિદ્ધ છે. ' નામનું નામાંતરપણું અને રૂપનું રૂપાંતરપણું એ અનિત્યતા છે. નામરૂપ નાશવંત છે. તે પણ વાસ્તવિકતા છે. પરંતુ અવિનાશી પરમાત્મા જે અનામી ને અરૂપી છે તેના નામનું રટણ-નામસ્મરણ અને એનું દર્શન સાધકને અનામી-અરૂપી બનાવવા સમર્થ છે. કારણ કે પરમાત્માના જેટલાં નામ છે તે સર્વ સ્વરૂપથી અવિરુદ્ધ છે, અને પરસ્પર પૂરક છે. અરૂપી પૂર્ણ કહીએ એટલે અવિનાશી અવિકારી હોય અને અવિનાશી-અવિકારી કહીએ એટલે પૂર્ણ શુદ્ધ અને અરૂપી હોય જ. જ્યારે પુદ્ગલદ્રવ્યના નામો એકબીજા પર્યાયથી વિરુદ્ધ છે. ઘઉં રોટલી નથી તેમ રોટલી ઘઉં નથી. ચોખા બાજરી નથી તેમ જુવાર મકાઈ નથી.પુદ્ગલદ્રવ્યનું નામ ફરે એટલે રૂપ ફરે અને તેમ તેનું કાર્ય પણ ફરે. ઘઉં, લોટ, કણક, રોટલી, પૂરી, શીરો, લાપશી આદિ એક જ પુદ્ગલદ્રવ્ય (ઘઉં)ના રૂપ ફરતાં નામ અને કાર્ય ફરી જાય છે. આત્મ સ્વરૂપ અર્થાત્ શીવ સ્વરૂપ એવું નથી. પરમાત્માનાં જે અનેક સ્વરૂપ વિશેષણો રૂપ નામો છે, તે સર્વના પારમાર્થિક અર્થ એકસરખો થાય છે. અખંડ, અરૂપી, અવિનાશી, અનંત, અક્ષય, અવ્યાબાધ, અકલ, અનધ, તેમ નિરંજન, નિરાકાર, નિષ્કર્મા, નિષ્કલંક, આદિ સઘળાંય સ્વરૂપવિશેષણો ભાવ તત્ત્વથી પરમાર્થરૂપ એકસરખા અર્થને અને સ્વરૂપને કહેનારા તેમજ ઓળખાવનારા છે, માટે જ પરમાત્માને અનામી-અરૂપી કહેલ છે. આમ નામનો નાશ છે પણ અનામીનો નાશ નથી. રૂપનો નાશ છે પણ અરૂપીનો નાશ નથી. સંસારી જીવોનાં જે નામો છે તેમજ પુલ સ્કંધોના જે નામો છે એના અર્થ પરમાત્મ તત્ત્વમાં ઘટતા નથી. એજ રીતે રૂપમાં રૂપાંતરતા નહિ, પરિવર્તનતા નહિ અને સાદિ અનંત જે એકરૂપ છે, અર્થાત એક જ સ્વરૂપે છે તે અરૂપી છે. જ્યારે પુદ્ગલ અર્થાત્ કર્મભનિત ઘાતીઅઘાતીના કર્મોદય સ્વરૂપ અવસ્થાવાળા એવાં સંસારી જીવોના નામ રૂપ કે સ્વભાવકાર્ય તથા વેદનઅનુભવન એકસરખા અર્થથી, ભાવથી કે પરમાર્થથી હોતા નથી, તેમ તે સહુનું વેદન પણ એકસરખું હોતું નથી. તે સર્વ ભિન્ન ભિન્ન હોય છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ચાર નિક્ષેપો ૧૫૧ કોઈ પણ ભાવ-અર્થ માટે શબ્દ પકડવો પડે. પહેલાં નામ શબ્દ, પછી તેનો અર્થ અને ભાવ આવે, જે ભાવ અરૂપી છે. કોઈ પણ ગુણ પકડવો હોય તો પહેલાં તો ગુણ જેમાં છે તે દ્રવ્યને પકડવું પડે. ગળપણ જોઈતું હોય તો ગળપણયુક્ત ગળ્યા દ્રવ્યો ગોળ, સાકર આદિ લેવાં પડે. જગત નામમય છે. સ્થાપના, દ્રવ્ય અને ભાવના પણ નામ હોય છે. પ્રવેશઓળખ નામથી થાય છે. ભેદ નામ વડે કરીને પાડી શકાય છે. ભાવ પકડવા પહેલા દ્રવ્ય લેવું પડશે. દ્રવ્ય તરીકે, વ્યક્તિ તરીકે ઋષભદેવ, શાંતિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામી આદિ તીર્થકર અરિહન્ત ભગવંતોના નામ આવશે. ઋષભદેવ ભગવંત કેવાં ? તે વીતરાગ ક્ષાયિકભાવવાળા છે. આમ ભાવનું પણ નામકરણ કરવું પડે છે. આ જિનમંદિરમાં મૂળનાયક ભગવંતની પ્રતિમા કયા ભગવાનની ? તો તેના પ્રત્યુત્તરમાં પણ નામ દેવું પડશે કે સુપાર્શ્વનાથ પ્રભુની છે. આમ નામ એ બાકીના બધાંય ત્રણ નિક્ષેપ સ્થાપના દ્રવ્ય અને ભાવનો આધાર છે. માટે જ નિપાના ક્રમમાં નામનિક્ષેપાને પ્રથમ ક્રમાંકે મૂકેલ છે. આખું જગત નામપ્રધાન છે. નામ લીધા પછી તેના અર્થ અને ભાવમાં જવાનું હોય છે. પાંચ અસ્તિકામાં જીવાસ્તિકાય (જીવ) પ્રધાનપણે સ્વપરપ્રકાશક હોવાથી જાણવા માટે નામનિર્દેશની જરૂર રહે છે. નામનિક્ષેપાથી જ જગત આખાનો વ્યવહાર ચાલે છે. પછી જ સ્થાપનાથી મૂર્તિ-રૂપથી જેનું નામ લીધું છે તેના સંબંધમાં કર્તા ભોક્તા બની સક્રિય બનીએ છીએ. જગત નામ-રૂપાત્મક છે. રૂપ પણ નામથી જાહેર થાય છે. આંખમાં રૂપ ગોઠવાયું છે જ્યારે કાન અને જીવ્રાગ્રે નામ ગોઠવાયેલ છે. મનુષ્યયોનિમાં જન્મેલો જીવ ચાહે તે જાતિ, જ્ઞાતિ, ધર્મ, દેશ કે ક્ષેત્રનો હોય પરંતુ તે વિશ્વના કોઈ પણ પદાર્થના અર્થ કે ભાવને જન્મતાંની સાથે જાણતો કે સમજતો નથી. પરંતુ બીજાના શબ્દોચ્ચાર વડે સાંભળીને પહેલાં તો તે ઉચ્ચારાયેલ શબ્દને જ પકડે છે અને શબ્દને જ અનુસરે છે, ને ગ્રહણ કરે છે. ત્યારબાદ અવસ્થાની પરિપકવતાએ ધારણામાં (ચિત્ત-સ્મૃતિમાં) રાખેલ શબ્દના અર્થ અને ભાવને પામે છે. વળી જે સાંભળી શકે છે તે જ બોલી શકે છે, જે નામ-શબ્દનું મહાત્મ દર્શાવે છે. માટે જ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ ગાયું છે કે... " નકો મંત્ર, નવિ યંત્ર નવિ તંત્ર મોટો, દિશ્યો નામ તાહરી, સમાગ્રીત લોટો. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પ્રભુ ! નામ મુજ તુજ, અક્ષય નિધાન, ધરું ચિત્ત સંસાર તારક પ્રધાન." રામ નામે પથ્થર પણ તર્યા છે, તરે છે અને તરશે એમ જે કહેવાય છે તે નામસ્મરણ, નામનિક્ષેપોનું માહાત્મ્ય જણાવે છે. શબ્દ એ તો મતિજ્ઞાનનો દ્રવ્ય પર્યાય છે અને શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાનની અક્ષરમૂર્તિ છે. સ્થાપના-નિક્ષેપો : વૈકાલિક આત્મવિજ્ઞાન પરક્ષેત્રે અને પરકાળે રહેલ કોઈપણ દ્રવ્ય વિષે વર્તમાનમાં ભાવવાહી તે દ્રવ્યની પ્રતિકૃતિ ઊભી કરીને બનાવી શકાય છે. જેને પ્રતિમામૂર્તિ અર્થાત્ સ્થાપના નિક્ષેપો કહેવાય છે. અથવા તો પરક્ષેત્રે પરકાળે રહેલ પદાર્થના સ્મરણ માટે બનાવેલ પ્રતીક તેજ પ્રતિમા સ્થાપના. જગત આખાનો વ્યવહાર પ્રતીક, પ્રતિકૃતિ અને પ્રતિનિધિથી ચાલે છે કારણ કે કોઈપણ પદાર્થની સ્થાપનાના તે ત્રણ પ્રકાર છે. (અ) ધ્વજાદિ પ્રતીક, સ્થાપનાચાર્ય વિગેરે અસદ્ભૂત અને પુદ્ગલના હોય છે. (બ) ચિત્ર ફોટોગ્રાફ, પ્રતિમા, પ્રતિકૃતિ આદિ પણ પુદ્ગલના હોય છે, પરંતુ સદ્ભૂત હોય છે એટલે કે અસલ-મૂળ દ્રવ્ય જે આપણા લક્ષમાં છે તેની હૂબહૂ પ્રતિકૃતિ હોય છે. (ક) જ્યારે સંદેશવાહક, દૂત પ્રતિનિધિ આદિ જીવંત ચેતન હોય છે. રાજાના સિપાઈનું અપમાન રાજાના અપમાન બરોબર હોય છે, કેમ કે એમાં રાજાના પ્રતિનિધિની સ્થાપના છે. કોઈ એક શેઠનો નોકર ઉઘરાણીના પૈસાં લેવા ગયો હોય અને તેનું અપમાન થાય તે શેઠના અપમાન બરોબર છે. સર્વજ્ઞેય પદાર્થની હુબહુ પ્રતિકૃતિ-પ્રતિબિંબ કેવલી ભગવંતના કેવલજ્ઞાનમાં સ્થાપના નિક્ષેપે રહેલ છે. એ કેવલી ભગવંતો, જ્ઞાની ગુરુ ભગવંતો, તીર્થંકર ભગવંતોની પ્રતિકૃતિ સમ પ્રતિમા બનાવી તેની પૂજા અર્ચના સેવા ભક્તિ દ્વારા, આપણે તેમની પ્રતિમાના આલંબને તેમનાં જેવાં કેવલી ભગવંત બનવાની સાધના કરવાની હોય છે, ગુરુ દ્રોણાચાર્ય પાસેથી જ વિદ્યા મળવાના દ્વાર બંધ થયાં, તે દ્વાર ગુરુ દ્રોણાચાર્યની પ્રતિમાથી ઊઘડી ગયા, અને પ્રત્યક્ષ જે આપી શકે તે પરોક્ષથી પ્રતિમા દ્વારા એકલવ્યે સાધ્ય કરી આપણી સામે પ્રતિમાના મહાત્મ્ય અને અગત્યતાનો એક બેનમૂન આદર્શ મૂક્યો છે. ་ધ Page #162 -------------------------------------------------------------------------- ________________ ચાર નિક્ષેપો ૧૫૩ ગુરુ અને ગ્રંથ શું છે ? ગ્રંથ, શાસ્ત્ર, આગમ આદિ શ્રુતજ્ઞાન એ તો મતિજ્ઞાનની મૂર્તિ છે, કારણ કે શ્રુત એ મતિજ્ઞાનનું મૂર્તિ અર્થાત્ દૃશ્યશ્રાવ્ય સ્વરૂપ છે. જ્યારે ગુરુ જ્ઞાની પુરુષો, સંતો એ પ્રભુના ચાહક એવાં સંદેશવાહક, પ્રભુના પ્રતિનિધિ છે. ગુરુ અને ગ્રંથ ઉભય પરમાત્મતત્ત્વના વાહક છે. ગુરુ ચાહક અને વાહક ઉભય છે. ગ્રંથ એ ગુરુ ભગવંતના જ્ઞાન ઉપયોગની મૂર્તિ છે. જે દેવગુરુ નિર્મિત છે. જ્યારે દેવગુરુની પાષાણમૂર્તિએ દેવગુરુના યોગ(દેહ)ની મૂર્તિ છે જે ભક્ત નિર્મિત છે, શેયને જ્ઞાન દ્વારા પ્રતિકૃતિ, પ્રતીક કે પ્રતિનિધિના સ્થાપના નિક્ષેપાથી જાણી શકાય છે. દૃશ્ય અને દૃષ્ટિનો સંબંધ છે અને તે સંબંધ પ્રમાણે કર્મબંધ થાય છે. જે સર્વ કોઈને સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી, એ વૈજ્ઞાનિક હકીકત છે જે સર્વના રોજબરોજના અનુભવમાં આવતી નક્કર હકીકત છે. એને કોઈ કાળેય જગતના કોઈ પણ ક્ષેત્ર અને કોઈ પણ ધર્મની વ્યક્તિ નકારી શકે એમ છે જ નહિ. કામોત્તેજક સાહિત્યના વાચનની, કામોદ્દીપક સંગીતના શ્રવણની અને બિભત્સ તથા નગ્ન ચિત્રોની તેમજ ભયંકર હિંસા, મારફાડને બળાત્કાર આદિના બોલપટ (ફિલ્મ)ની અવળી ખરાબ અસર જો વાંચનારા, સાંભળનારા અને જોનારા ઉપર થાય છે, તો તેવાં સંબંધથી તથા પ્રકારનો કર્મબંધ પણ પડે છે. વર્તમાનમાંય જીવ તેવા પ્રકારના સંબંધથી ભ્રષ્ટ થાય છે, તો એ જ પ્રમાણે સારા તાત્ત્વિક ને સાત્ત્વિક ગ્રંથાદિના વાચનની, સંગીતની ભજન- કીર્તન - પ્રભુ નામસ્મરણાદિના ઉચ્ચારણ, શ્રવણની તથા સારા ચિત્ર, પ્રતિમા આદિના દર્શનની પણ જોનારા ઉપર અસર વર્તે જ, એ માનવું રહે. જો ‘નકારાત્મક અસરને સ્વીકારીએ તો પછી હકારાત્મક અર્થાત્ વિધેયાત્મક અસરને પણ સ્વીકારવી જ પડે. કેમ કે એ પ્રત્યક્ષ અનુભૂત અને જીવંત છે. એ કાંઈ માત્ર શાસ્ત્ર વિધાન નથી. ‘રાજા ભરથરી’ ચિત્રનું ઉદાહરણ આપણી પાસે મોજુદ છે. આ સત્યને આધારે એ સ્વીકારવું જ પડશે કે પરમાત્માની મૂર્તિ સાથે સંબંધમાં આવવાથી દૃષ્ટામાં જે પ્રશાંતભાવ ભગવદ્ભાવ લઘુતા-નમ્રતાભાવ ઉત્પન્ન થાય છે તે પ્રમાણે કર્મ નિર્જરા પણ થતી હોય છે. તેથી જ ઉપાસકના ઉપાસ્ય પ્રતિના ઉપાસના ભાવનું ફળ પ્રાપ્ત થાય છે. ચેક, હુંડી, કરન્સી નોટ, નાણાં ઇત્યાદિ દ્વારા થતો આપણો લેણ દેણનો વ્યવહાર એ ધનનો સ્થાપના નિક્ષેપો જ છે. શબ્દ અવાજ સાંભળીને આપણે મનથી માનસપટ ઉપર પોતાની રીતે Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ વૈકાલિક આત્મવિજ્ઞાન કલ્પના ચિત્રણ કરીને ચિત્ર ઉપસાવવા મથીએ છીએ. પરંતુ ફરી ફરી એક સરખું એવું જ ચિત્ર ઉપસતું નથી અને તેથી એકાગ્રતા સ્થિરતા આવતી નથી. જ્યારે ત્રાટક ક૨વા પૂર્વક મૂર્તિના દર્શન કરવા વડે માનસ પટ ઉપર જે ચિત્ર ઉપસે છે તે ચિત્ર માનસપટ-મનમાં-ચિત્તમાં સ્મૃતિમાં કંડારાઈ જાય . છે. એ સ્થિરતા અને એકાગ્રતા લાવવામાં અદભૂત સહાયક છે. મૂર્તિ એ સાધન-આલંબન ઉપચાર છે. એ સ્થાપના નિક્ષેપો છે. નિરાલંબનઅનુપચરિત અમૂર્ત તત્ત્વ તો પરમાત્મતત્ત્વ છે. જેનું શોધન પરમાત્માની પ્રતિમા દ્વારા થવું જોઈએ. મૂર્તિનું મૂલ્ય એટલાં માટે છે કે જીવને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ આશ્રિત ભાવ આવે છે, ભગવાનની પરમાત્માની મૂર્તિ દ્વારા જે પુણ્યબંધ થાય છે, તેનાથી પરમાત્મા બીરાજમાન હોય તેવાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ જીવને પ્રાપ્ત થાય છે. અરૂપીમાં વાસ કરી શકાય છે. આકાશમાં અવગાહના લેવારૂપ-અરૂપી એવાં આકાશમાં વાસ કરીએ છીએ. અરૂપી એવા પરમાત્માતત્ત્વનું જ્ઞાન કરી શકાય છે. પરંતુ અરૂપી એવાં પરમાત્મતત્ત્વનું વેદન સ્વયં પરમાત્મા બન્યા સિવાય થઈ શકતું નથી. ઇન્દ્રિયો દ્વારા ભોગ પુદ્ગલદ્રવ્ય જે રૂપી છે તેનો જ થાય છે. કારણ ઇન્દ્રિયો રૂપી એવાં પુદ્ગલની બનેલી છે, રૂપીનું બધું જ રૂપી હોય. ભગવંતની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરીને એમાં પ્રદેશોની સ્થિરતાના ભાવ સમજવાના છે. અને તે પ્રતિમાનો આકાર તેવો ને તેવો જ રહે છે. તેમાં અવિનાશી પર્યાયના ભાવ સમજવાના છે. આમ સિદ્ધ પરમાત્માના અરૂપીપણાની જે વ્યાખ્યા છે કે " પ્રદેશ સ્થિરત્વ અને પર્યાય અવિનાશી" એની સ્થાપના પ્રભુ પ્રતિમામાં ભાવવાની છે. જિન પ્રતિમા જિન સારીખીની ભાવના આ સંદર્ભમાં ભાવવાની છે. ભગવાનની મૂર્તિ (જડ) ને ચૈતન્ય માનીશું તો તરી જઈશું જ્યારે દેહ (ચેતન) ને ચૈતન્ય માનીશું તો ડૂબી જઈશું. દ્રવ્ય નિક્ષેપો : જે અનામીનું નામ લઈ નામ નિક્ષેપાથી પૂજા કરવાનું ઠરાવ્યું અને જે અરૂપીનું રૂપ મૂર્તિમાં નિહાળી સ્થાપના નિક્ષેપાથી પૂજા કરવાનો નિશ્ચય કર્યો તે દ્રવ્ય શું છે? તેનું નામ શા માટે લેવાનું ? અને તેના દર્શન શા માટે કરવાના ? એના જવાબમાં તે દ્રવ્યનું અર્થાત્ તે વ્યક્તિનું જીવન અને કવન આવે છે. પૂજ્યના જીવનની જીવનકથા-ચરિત્રકથા તે જ તે પૂજ્યનો Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ચાર નિક્ષેપો દ્રવ્યનિક્ષેપો અને તે ચરિત્રનાયકની ચરિત્રકથાનું શ્રવણ, વાંચન, મનન તે તેમની દ્રવ્યનિપાથી થતી પૂજા છે. પર્યુષણ પર્વ દરમિયાન કલ્પસૂત્રનું થતું વાંચન એ દ્રવ્યનિક્ષેપથી થતું પ્રભુપૂજન છે. દ્રવ્યનિક્ષેપો જેનો છે તે કેન્દ્ર છે અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ એ શાખા (Branches) છે. નામ-સ્થાપના-દ્રવ્ય અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ એ ત્રિક સાધન છે, જ્યારે સાધ્ય ભાવ છે. પૂજ્ય પ્રતિના પૂજ્યભાવ લાવવામાં, જાળવવામાં અને વૃદ્ધિ કરવામાં તે પૂજ્યની ચરિત્રકથા મહત્ત્વનો અને અગત્યનો ભાગ ભજવે છે. કથા શ્રવણથી ચરિત્ર નાયક પ્રતિ અહોભાવ, પૂજ્યભાવ સહજ થઈ જાય છે. નિત્ય એમના ગુણગાન ગાતાં થઈએ છીએ અને તેવાં ગુણ પંડમાં સ્વમાં વિકસાવતા જઈએ છીએ. ચક્ષુનું દર્શન બુદ્ધિ માટે છે અને બુદ્ધિથી કરેલું દર્શન હૃદય માટે છે. આંખ જે જડ એવા રૂપી પુદ્ગલની બનેલ છે, તેનાથી જડ અને રૂપી એવાં પુગલદ્રવ્યના જ દર્શન કરી શકાય છે. જ્યારે બુદ્ધિના ઉહાપોહથી ચૈતન્ય દર્શન અર્થાત્ પરમ ચૈતન્ય એવાં સર્વજ્ઞ વીતરાગ પરમાત્મ ભગવંતના દર્શન થાય છે. આ રીતે કથા વાચન દ્વારા મૂળ સર્વસ્વ હૃદયમાં વસી જાય એટલે પરમાત્મા હૃદયમાં બિરાજમાન થઈ જાય છે. આ પ્રકારે હૃદયમાં પરમાત્માની સ્થાપના કરીએ તો પરમાત્મા હૃદયમાંથી જાય નહિ. એ પૂજ્યનો અજપાજાપ થયા કરે. કાન્તાનું મન કાન્ત-કંથને જ કેન્દ્રમાં રાખી પ્રત્યેક કાર્ય કર્યા કરે એવી મનઃ સ્થિતિનું નિર્માણ થાય છે ! બુદ્ધિનું કામ તર્ક અને હેતુથી જોવું તે છે. ચક્ષુથી કરેલું દર્શન, બુદ્ધિથી ચકાસી વિવેક કરી હૃદય સુધી પહોંચાડવાનું છે. અધ્યાત્મમાં જે કોઈ વાતો આવે, સૂત્રો આવે, તે સઘળાં ભગવાનના ખાતે જમા કરવા જોઈએ. પરમાત્મ તત્ત્વમાં પરમાત્મતત્ત્વનું મૂલ્યાંકન છે. પરમાત્મતત્વને બાદ રાખી કથા-સૂત્રાદિ યથાર્થ સમજી શકાશે નહિ. એ યાદ રાખવું જરૂરી છે કે પૂજ્યનું મહાભ્ય હોય અને નહિ કે પૂજકનું ! અધિષ્ઠાનનું મહાભ્ય હોય અને નહિ કે અધ્યસ્થનું ! પાર્શ્વનાથ પ્રભુનું મહાત્મ હોય, અને નહિ કે ધરણેન્દ્ર પદમાવતીનું, ધરણેન્દ્ર-પદમાવતી જે કાંઈ છે તે સ્વભાવ તત્વ એવાં પાર્શ્વનાથ પ્રભુ પરમાત્મતત્વનો પ્રભાવ છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સૈકાલિક આત્મવિજ્ઞાન ભાવનિક્ષેપો - જે નામથી, સ્થાપનાથી અને દ્રવ્યથી પ્રાપ્ત છે તેની પ્રત્યક્ષ ભાવ સ્વરૂપ પ્રાપ્તિ તે ભાવનિક્ષેપો છે. વર્તમાન ચોવિસીના ચરમ તીર્થપતિ મહાવીર સ્વામી ભગવંતનો અથવા તો વર્તમાને વિહરમાન મહાવિદેહ ક્ષેત્ર સ્થિત શ્રી સીમંધર સ્વામી પ્રભુનો, તેમના કાળમાં અને તેમના ક્ષેત્રમાં જે જે વ્યક્તિને સંયોગ થયો તે તે વ્યક્તિને મહાવીર પ્રભુના કાળમાં મહાવીર પ્રભુનો સાક્ષાત યોગ હતો, અને વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રની વ્યક્તિને સીમંધર સ્વામીનો સાક્ષાત યોગ છે, તેવાં પ્રત્યક્ષ પ્રાપ્ત પ્રભુની સન્મુખ રહી તેમનું જે કાંઈ અભિવાદન, નમન, વંદન, સત્કાર, સન્માન, બહુમાન, દર્શન, પૂજન, સેવા, વૈયાવચ્ચ ઇત્યાદિથી જે કાંઈ ભક્તિ કરાય તે પ્રભુની વાસ્તવિક ભાવનિક્ષેપોથી પૂજા છે. પ્રભુના પ્રત્યક્ષ સંયોગના અભાવમાં એમનું નામ સ્મરણ કરીએ છીએ. એમની પ્રતિમાના દર્શન, વંદન, પૂજન કરીએ છીએ, એમની ચરિત્રકથાનું શ્રવણ કરી એમની ગુણગંગામાં સ્નાન કરીએ છીએ તે નામ સ્થાપના અને દ્રવ્ય નિપાનું પૂજન છે. જ્યારે કર્મક્ષયે પ્રગટ થતાં પ્રભુના ક્ષાયિકગુણો તથા તે ગુણ પ્રમાણેના કાર્યનું સ્તવન, ચિંતન, શોધન, મનન, મંથન, ભાવન કરવું અને તેવા ગુણોનું ઉત્તરોત્તર સ્વમાં પ્રાગટીકરણ કરવું તે તેમનું ભાવનિપાથી થતું સર્વોત્કૃષ્ટ પૂજન છે, કે જે પૂજન માટે જ નામનિપા સ્થાપનાનિપા અને દ્રવ્યનિપાથી પૂજન કરવાનું હોય છે. ભાવનિક્ષેપો એ મનઃ ચક્ષુ દર્શન અર્થાત્ અચક્ષુ દર્શન છે. ચર્મચક્ષુ શું જુએ છે એનું મહત્વ નથી પરંતુ મનચક્ષુ શું જુએ છે તેનું મહત્ત્વ છે, અને તેની સાથે જ પ્રધાન સંબંધ છે. મન ચક્ષના હૃદયચક્ષુના દર્શન પ્રમાણે જીવને રાગ-દ્વેષ થાય છે. આપણું જ્ઞાન અરૂપી છે અને પરમાત્મતત્ત્વ પણ અરૂપી છે. અરૂપી એવાં આપણા જ્ઞાનથી, અરૂપી એવાં પરમાત્મ તત્ત્વની પરમપૂજા અત્યંતર અંત:કરણ અર્થાત્ મનોયોગથી કરી કૃતકૃતાર્થ થવાનું છે. તેમ ન કરી શકીએ ત્યાં સુધી તેવું કરી શકવા શક્તિમાન થવા માટે બાહ્યમાં ભગવાનની મૂર્તિ પ્રભુજીની પ્રતિમાની પૂજા વિનયથી, ઉપચારથી, સત્કાર સન્માન સહ સદ્ભાવપૂર્વક અવિરત ગતિએ ચાલુ રાખવાની છે. પોતાના આત્માથી પરમાત્માનું સ્મરણ રટણ કરવું જોઈએ. જિદ્વાથી, વચનથી, હાથથી, માળાથી, મંત્રથી, મનથી, ધારણાથી, બહારના સાધન દ્વારા પરમાત્મ નામ સ્મરણ રટણ કરતાં કરતાં ઉપર ઊઠી, ઉપલી ભૂમિકાએ આત્મા જો આત્માથી અંત:કરણથી પરમાત્માનું સ્મરણ-રટણ કરવા લાગે તો તે Page #166 -------------------------------------------------------------------------- ________________ ચાર નિક્ષેપો ૧૫૭ પરમાત્મામાં લીન થઈ જઈ શકે છે. પરમાત્મમય બની જઈ પરમાત્મામાં લય પામી શકે છે. જેને લયયોગ કહેવાય છે જે ભાવ આશ્રિતભાવ છે. ભગવાનને માનું છું એટલે ભાવનિક્ષેપાથી કેવળજ્ઞાન માંગું છું. ભાવથી ભગવાનને ભાવીએ તે ભાવનિક્ષેપો છે, એટલે જ તો ગાયું છે કે.... ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવલજ્ઞાન" " મૂર્તિ-પ્રતિમાને ભગવાન માનું છું - એ પાછો સ્થાપનાથી ભાવ નિક્ષેપો છે. મૂર્તમાં અમૂર્તનાં દર્શન કરવાના છે અને તે જ સાચા દર્શન છે, સાચી મૂર્તિપૂજા છે. સ્થાપના નિક્ષેપા માટે સ્થાપના નિક્ષેપો નથી. પરંતુ સ્થાપના નિક્ષેપો ભાવનિક્ષેપો માટે છે. મૂર્તિમાં ભગવાનના દર્શન કરી પોતાના આવરણ (અજ્ઞાન વિકારના પડળ)નો ભંગ કરી નિરાવરણ (શુદ્ધ) બનીએ. સ્વયં ભગવાન થઈએ તો નિશ્ચયથી ભગવાનના દર્શન કર્યા કહેવાય. કેમકે તે કેવલજ્ઞાનની પ્રાપ્તિ છે કે જે કેવલજ્ઞાનમાં સર્વ અરિહંત પરમાત્મા, સર્વ સિદ્ધ પરમાત્મા સહિત સકલ વિશ્વના સર્વ કાળનાં, સર્વ ક્ષેત્રનાં, સર્વ પદાર્થોનું તેમના સર્વપર્યાય સહજ દર્શન થાય છે. || મૂર્તિમાં ભગવાનના અર્થાત્ અમૂર્તનાં દર્શન કરી લક્ષ્ય આપણે આપણામાં અંદરમાં રહેલાં અમૂર્ત અરૂપી-અવિકારી-અજરામર-અવિનાશીઅખંડ-એવાં આત્માના પરમ આત્મતત્ત્વનું દર્શન કરવાનું છે. અનામી-અમૂર્તઅરૂપી-અકલ-અજરામર-અશરીરી-અવિકારી-અખંડ-અવિનાશી એવો મારો આત્મા આ દેહમંદિરમાં રહેલ છે, તે દેહથી ભિન્ન છે, એ ભેદજ્ઞાન કરી પ્રભુમંદિરમાં રહેલ પરમાત્મ પ્રતિમાનું દર્શન કરતાં કરતાં તે પરમાત્માનું આલંબન લઈ પરમાત્માના સાન્નિધ્યમાં પરમાત્માને સન્મુખ રાખી આપણા આત્માના પરમાત્મ સ્વરૂપની ચિંતવના કરતાં કરતાં આપણા આત્માને એવા જ પરમાત્મ સ્વરૂપે પ્રગટાવવાનો પુરુષાર્થ કરવાનો છે. એમ કરીશું તો તેવી ચૈતન્ય મૂર્તિપૂજા ફળવતી બનશે. આવા ઊંચા ભાવ ઊંચી ક્રિયાથી આવે છે. ક્રિયા જેટલી ઊંચી તેટલા ભાવ ઊંચા અને ભાવ જેટલા ઊંચા તેટલી ક્રિયા પણ ઊંચી. ભાવનો ક્રિયામાં આવિષ્કાર કરવાનો છે અને ક્રિયામાં ભાવ ભેળવવાનો છે. ક્રિયા કરતાં ક્રિયામાં ન રહેતાં ભાવમાં ચઢવાનું છે. ભાવારૂઢ થઈ, ભાવવિભોર બની ધ્યાનમાં લીન થવાનું છે અને આત્મામાં લય પામવાનું છે. ક્રિયા કદી પૂર્ણ કરી શકાશે નહિ, પરંતુ ભાવ પરિપૂર્ણ ભાવી શકાશે, માટે જ ક્રિયા ઉપર ભાવનું આધિપત્ય Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ વૈકાલિક આત્મવિજ્ઞાન છે. છતાં ઉભય અન્યોન્યના પૂરક છે. ક્રિયા દેશતત્ત્વ છે. ભાવ સર્વતત્ત્વ છે. ક્રિયા ત્રિકાલ એક સરખી હોતી નથી. ભાવ ત્રિકાલ એક સરખાં હોય શકે છે. આત્માનો ભંડાર ખોલવા માટે ધર્મ કરવાનો છે. ક્રિયા ગણવા માટે ધર્મ કરવાનો નથી. આંખથી ચર્મચક્ષુથી દૃશ્ય પ્રભુપ્રતિમાના દર્શનની સાધના ત્રાટક કરીને આંખ બંધ કરીને દૃષ્ટાએ સ્વયં પોતાના ભાવમાં અભેદ થવાનું હોય છે. મૂર્તની પૂજા કરી પોતાના અમૂર્ત સ્વરૂપથી પોતે અભેદ થવાનું છે. અરૂપીના રૂપને મૂર્તિમાં નિહાળી- પૂજી સ્વયં અમૂર્ત - અરૂપી થવાનું છે. જેનું જ્ઞાન તેનો આત્મા ! અને જેવું ધ્યાન તેવો આત્મા ! માટે જ પ્રભુદર્શન-પ્રભુપૂજા અને પ્રભુભક્તિનું મહાત્મ્ય છે. તે જ પ્રમાણે વાચ્ય-જાપ્ય-ભાષ્ય એવાં પરમાત્માના નામ-જાપથી સ્વયં સ્વરૂપના ભાવમાં લીન થવાનું છે. અનામી બનવાનું છે. દ્રવ્ય નિક્ષેપાથી પરમાત્માના ચરિત્ર કથન સાંભળીને પોતાના દ્રવ્યને વિશુદ્ધ કરવા રૂપ પોતાના ભાવોને નિર્મળ કરવાના છે. નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એ ચારેય નિક્ષેપા અંતે જમા તો થાય છે ભાવમાં જ, કેમ કે ભાવનિક્ષેપો એ કાર્ય છે અને નામ-સ્થાપના-દ્રવ્ય નિક્ષેપા કારણ છે.. ભાવ નિરપેક્ષ બાકીના નામ-સ્થાપના-દ્રવ્ય નિક્ષેપા આદરીશું તો સંઘર્ષ રહેશે અને તે ત્રણ સાધન હોતે છતે સાધ્ય સાધન બની રહેશે, જેથી સાધનમાં જ અટવાતા રહીશું. નામ સ્થાપના-દ્રવ્ય નિક્ષેપા દ્વારા ભાવને સાધીશું તો તે ત્રણેય નિક્ષેપા પ્રમાણ ઠરશે. વીતરાગતા આવે તો અને આવે ત્યારે જ પરમાત્મા બનાય. માટે જે જે સાધન સાધનામાં અપનાવીએ તે દ્વારા વીતરાગતા આવવી જોઈએ. તો જ તે અપનાવેલ સાધન સાચા અને સાધના સાચી. પુણ્ય-પાપ કર્મનો બંધ કે ઉભય પુણ્ય-પાપકર્મની નિર્જરા જીવના પોતાના આશય-લક્ષ્ય-ઉદેશ અને ભાવ ઉપર અવલંબે છે. એ બંધ યા નિર્જરાને સામી પ્રતિપક્ષી વ્યક્તિના ભાવ સાથે કોઈ સંબંધ કે લેવા-દેવા નથી. સાધનાના બે પ્રકાર છે. (અ) પરમાત્માની ભક્તિ (બ) ત્યાગ પરમાત્માની સાધના, ભક્તિ-ઉપાસના-જેની આપણે ચર્ચા કરી રહ્યાં છીએ તે ચાર નિક્ષેપાથી બતાડેલ છે. જ્યારે સાધનાનો બીજો પ્રકાર દાન Page #168 -------------------------------------------------------------------------- ________________ ચાર નિક્ષેપો ૧૫૯ શીલ-તપ અને ભાવ છે, જે ત્યાગધર્મથી સ્વરૂપ અર્થાત્ સ્વભાવને પ્રાપ્ત કરી શકાય છે. સાધકે દાન-શીલ-તપ ભાવની ત્યાગરૂપ સાધના કરવાની છે અને પવિત્ર સંયમી જીવન જીવવાનું છે. એમાં ભાવ એટલે મન-ઇચ્છાનો ત્યાગ અને પરમભાવરૂપ પરમાતત્ત્વની પ્રાપ્તિની સાધના, નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એ ચાર નિક્ષેપાથી કરવાની છે, અને સ્વયંના પૂર્ણભાવને-પરમભાવ અર્થાત્ સ્વભાવને પ્રાપ્ત કરવાનો છે. વાસ્તવિક તો તે પ્રાપ્તની પ્રાપ્તિ છે. માટે તેને સ્વભાવનું પ્રાગટીકરણ કહેવું યથાર્થ ઠરશે. સાધકે પોતે પોતાના નામ-સ્થાપનાન્દ્રવ્ય અને ભાવ નિક્ષેપાને છોડી દઈ એના બદલામાં પરમાત્માના નામ-સ્થાપના દ્રવ્ય અને ભાવ નિક્ષેપામાં રત (નિમગ્ન) રહેવાથી સંસારભાવ-મોહભાવ ઘટતો જાય છે. એના પરિણામે શુભભાવમાં વૃદ્ધિ થાય છે. નિર્મળતા આવે છે અને તે સ્વભાવમાં સ્થિરતા લાવે છે. કર્મના ગમે એવાં કપરાં વિપાકોદયમાં પરમાત્માના નામ-સ્થાપના-દ્રવ્યભાવ નિક્ષેપા ભાવવાથી દુઃખ, દુઃખરૂપ લાગતું નથી અને પરમભાવમાંઆનંદમાં-સમાધિમાં રહેવાય છે. એનાથી દુર્ભાવ, દુર્ધ્યાન, મોહભાવ દૂર થાય છે અને સમતા-સમાધિ તથા શાંતિ અનુભવાય છે. ભાવતત્ત્વ દ્રવ્ય ક્ષેત્ર કાળથી સંકળાયેલ, લેપાયેલ અને ઘેરાયેલ જરૂર છે, પરંતુ તે કાંઈ દ્રવ્ય ક્ષેત્ર-કાળથી બંધાયેલ કે જકડાયેલ તો નથી જ. પરિષહ અને ઉપસર્ગ જેવાં દુઃખદ કાળમાં ય ભાવથી પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય છે. જેનાં દૃષ્ટાંતો તીર્થંકર ભગવંતોના ચરિત્રકથનમાં તથા અન્ય દૃઢપ્રહારી, ઢંઢણમુનિ, બંધકમુનિ, મેતારજમુનિ, અર્ણિકમુનિ, ગજસુકુમાર આદિ મહાત્માઓના સંબંધમાં જોવામાં આવે છે. વિશ્વના ભાવોમાં જે પરિવર્તન થાય છે તેવું પોતાના ભાવમાં જીવે સાધકે પરિવર્તન નથી કરવાનું. આત્મા સ્વરૂપથી અપરિવર્તનશીલ છે. પરિવર્તિત ભાવોની સામે સાક્ષી બની રહેવાનું છે પણ એમાં ભળવાનું નથી. ભાવ નિક્ષેપાથી સમજવું તે ધર્મનો મર્મ છે. નામ સ્થાપના-દ્રવ્ય-નિક્ષેપા પણ ભાવનિક્ષેપાને અર્થાત્ ભાવને પામવા માટે જ કરવાના છે. ધર્મની સ્થાપના અને સંચાલન, ક્રિયા તેમજ અનુષ્ઠાન વિના થાય નહિ એ હકીકત છે. પરંતુ ધર્મની પ્રાપ્તિ ભાવ વિના થતી નથી એ પણ સત્ય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧eo સૈકાલિક આત્મવિજ્ઞાન દાન-શીલ-તપ-ભાવ • ધર્મ-અર્થ-કામ-મોક્ષ-(ભાવ) • જાગૃત-સ્વપ્ન-નિંદ્રા-તુર્યાવસ્થા (ભાવ) આ પાંચે ચતુષ્કોમાં ભાવ આવે છે. સર્વ કાંઈ સાધના ભાવપૂર્વક કરી અંતે સ્વરૂપમાં અર્થાત્ સ્વભાવમાં સ્થિર થવાનું છે. નામ ભગવાનનું લઈએ તો ભાવપૂર્વક લઈએ. સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા અંજનશલાકા ભગવંતની કરીએ તો ભાવપૂર્વક કરીએ. અગર આરાધના ભગવંતના સ્થાપના નિક્ષેપાની કરીએ તો તેમાં ભાવવિભોર થઈ જઈએ, દ્રવ્ય તીર્થકરને ભજીયે તોય ભાવભીના થઈ ભજીએ અને જો સદ્ભાગી હોઈએ ને ભાવતીર્થકર અર્થાત્ સાક્ષાત તીર્થકર અરિહન્ત પરમાત્મ ભગવંતનો યોગ થાય તો તે પ્રત્યક્ષ ભાવ ભગવંતમાં જો આપણા ભાવ ભેળવી દઈએ, પૂર્ણ સમર્પણ કરી દઈએ તો સ્વરૂપનું સ્વભાવનું પ્રાગટીકરણ સહજ જ થઈ જાય. દાન દઈએ તો લેનારો આપનારો થઈ જાય એવા ભાવ સહિત દાન દઈએ. શીલ સંયમ પાળીએ, તપ તપીએ તે ભાવપૂર્વક યથાખ્યાત ચારિત્ર્ય સહજાનંદી પૂર્ણકામ અવસ્થાને લક્ષમાં રાખી કરીએ. ભાવ ભાવીએ એમાં ભાવ ભેળવીએ તો ભાવના શુદ્ધિની વૃદ્ધિ કરી પરાકાષ્ટાના ભાવોથી સ્વભાવનું પ્રાગટીકરણ કરી શકીએ. ધર્મભાવથી, અર્થના (ધનના) અનર્થથી દૂર રહી, કામમાં અનાસક્ત રહી ધર્મપુરુષાર્થથી નિષ્કામ બની રહી પૂર્ણકામ થઈ મોક્ષને અર્થાત્ સ્વભાવને હાંસલ કરી શકાય છે. જાગૃતાવસ્થામાં નિંદ્રાવત (નિર્લેપ) રહી. સ્વપ્ન અને નિદ્રાવસ્થાની પેલે પારની તૂર્યાવસ્થા (કેવલજ્ઞાની અવસ્થા) સ્વભાવ દશાને પ્રાપ્ત કરી શકાય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની ચોકડી તોડી નાંખી, ચક્રાવાને ભેદી, દ્રવ્યમાં ક્ષેત્ર ભેળવીને, કાળનો ભાવથી કોળિયો કરી જઈ કેવળ દ્રવ્ય (આત્મપ્રદેશ) અને સ્વરૂપભાવ-સ્વભાવ (જ્ઞાન અને આનંદ)રૂપ અર્થાત્ સચ્ચિદાનંદ બની શકાય છે અને યથાર્થપણે કાળ અને ક્ષેત્ર વિજેતા થઈ શકાય છે. આમ સ્વરૂપ સ્વભાવના પ્રગટીકરણ માટે સર્વમાં ભાવ ભેળવવાનો હોય છે. ભાવ ભેળવ્યા વિનાનું સર્વ કાંઈ મોળું ફિક્યું રહેવાનું. જેમ કે મીઠા (સબરસ-નમક) વિનાની રસોઈ. આમ ભાવ એ સબરસ છે. સબરસ એકલું Page #170 -------------------------------------------------------------------------- ________________ ચાર નિક્ષેપો ય મમળાવવું (ગમે) ભાવે અને અન્ય પદાર્થમાં ભળતા તે પદાર્થને મીઠાશ બક્ષે છે. અથવા તો કહો કે ભાવ સાકર જેવો મિષ્ટ લાગે છે જે અન્ય પદાર્થ સાથે ભળીને તેનેય મીઠો બનાવે છે. દ્રવ્ય ભાવાત્મક છે. એટલે કે આત્મા પોતે ભાવપ્રધાન છે. માટે આત્મા પોતાપણું અર્થાત્ ભાવ આત્માની ક્રિયામાં અધ્યાત્મ ક્રિયામાં ભેળવે તો પોતાપણાને પામે અર્થાત્ પરમાત્માતત્ત્વ જે પોતામાં જ સત્તાગત પડેલ છે તેનું પ્રાગટીકરણ આવિષ્કાર કરી શકે છે. જગતમાં જે સૌંદર્ય છે તે આત્માનું છે. આત્માની દૃષ્ટિ (ભાવ)નું છે. દશ્યનું નથી. માટે જ તો કહ્યું છે કે " પિંડે સો બ્રહ્માંડે !" જે કોઈ ભણે એ જાણે. પરંતુ ભણે એટલે જીવ આગળ વધ્યો એમ ન મનાય. જીવની જેટલી ભાવશુદ્ધિ વધે તેટલો જીવ સુધરે અને જીવ સુધર્યો તેટલો આગળ વધ્યો. વિકસિત થયો લેખાય. બુદ્ધિનો વધારો શક્તિ છે. બુદ્ધિમાં સુધારો એસબુદ્ધિ છે. આધ્યાત્મિક ક્ષેત્રે સબુદ્ધિની કિંમત છે. ધર્મજીવની ભાવશુદ્ધિ વધારી આપે છે. પુણ્યવૃદ્ધિ કરી આપનાર ધર્મ કરતાં ભાવશુદ્ધિ કરી આપનાર ધર્મ ચઢિયાતો છે. "ભણ્યો પણ ગણ્યો નહિ એ કહેણી આ સંદર્ભમાં જ છે. માત્ર કાયયોગની ક્રિયાથી મોહનો નાશ કદી થતો નથી. ક્રિયા મોહને દબાવી દઈ શકે છે એટલું જ. મોહનો સર્વથા નાશ તો આત્માના જ્ઞાનદર્શન ઉપયોગથી સતના પરમાત્માના બળથી અને ભાવથી થઈ શકે છે. કાયા સ્કૂલ છે અને તેનું ક્ષેત્ર મર્યાદિત છે. મન સૂક્ષ્મ છે અને તેનું ક્ષેત્ર વિશાળ વ્યાપક અને અમર્યાદિત છે. ક્રિયાની મર્યાદા છે. જ્યારે ભાવ વ્યાપક છે. ભાવ આશ્રિત ભાવ આવે તે શ્રેષ્ઠ સાધના છે. દ્રવ્ય આશ્રિત, ક્ષેત્ર આશ્રિત, કાળ આશ્રિત ભાવ તો જ સફળ બને જો ભાવ આશ્રિત ભાવ આવે. તેમ ન થાય તો તે માત્ર યોગ (કાયિક) ક્રિયા બની રહેશે. ઉપયોગક્રિયા (આંતરક્રિયા) નહિ બને. ક્રિયા ભાવ લાવી આપે પણ ક્રિયા ભાવનું કામ નહિ કરી આપે. ભાવ જ ભાવનું કામ કરી આપે. જાગવાનું શેમાં છે? ચેતને ચેતનામાં જાગવાનું છે. ચેતને કાંઈ જડમાં જાગવાનું નથી. પુદ્ગલ (ભૌતિકપદાર્થ)માં રમણભમણ કરવાનું નથી. ચેતને તો ચેતનને જોવાનો અને જાણવાનો છે. એટલું જ નહિ પણ ચેતને તો ચેતનમાં ભળી જવાનું-વિલિન થઈ જવાનું છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ એ તો પરિચ્છિન્ન (પરિવર્તનશીલ) વસ્તુ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ Page #171 -------------------------------------------------------------------------- ________________ ત્રૈકાલિક આત્મવિશાન આશ્રિતભાવમાં હોય ત્યાં સુધી આત્મા દ્રવ્યાત્મા કહેવાય. જે ક્યાં તો અંતરાત્મા હોય કે ક્યાં તો બહિરાત્મા હોય. જ્યારે આત્મા એના શુદ્ધ ભાવ સ્વરૂપે અપરિચ્છિન્ન છે. આત્મા પૂર્ણભાવમાં આવે તો ભાવાત્મા એટલે કે પરમાત્મા કહેવાય. આત્માના શુદ્ધ ભાવમાં સાપેક્ષપણે પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ નથી. તેથી આત્મા એના શુદ્ધ સ્વરૂપે નિરપેક્ષ કહેવાય છે. ભાવ આશ્રિત ભાવમાં આવીએ અને રહીએ તો તે સમયે દેહભાન ભુલાઈ જાય અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ પણ ભુલાઈ જાય. ભાવ આશ્રિત ભાવ જીવે સ્વતંત્ર એટલે કે પૂર્વસાધન અને સાધનાના ફળ રૂપે કરવાના છે જેનાથી ઘાતીકર્મનો સર્વથા નાશ થઈ શકે છે. દર આત્મા ચૈતન્ય સ્વરૂપ હોઈ ભાવસ્વરૂપ પ્રધાન છે. બાકીના દ્રવ્યો અજીવજડ હોવાથી તે સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ પ્રધાન છે કેમ કે ત્યાં ભાવ-રસ-લાગણીનો પ્રશ્ન, તે પદાર્થો જડ હોઈ, ઉદ્ભવતો નથી. આત્મા જ કેવળ ચૈતન્ય સ્વરૂપ હોઈ ભાવસ્વરૂપ પ્રધાન છે. આત્માનો શાનગુણ-આત્માની જ્ઞાનશક્તિ દેશપ્રધાન નથી. કારણ કે આત્મા એના પૂર્ણજ્ઞાન કેવલજ્ઞાનમાં એક સમયે સર્વકાળના સર્વક્ષેત્રના સર્વદ્રવ્યો તેના સર્વપર્યાય સાથે જુએ છે, જાણે છે બલકે જોવાય છે દેખાય છે અને જણાય છે. જોવાય જવું પડતું નથી. (Not going to see or know but come to see-come to know) એનું જ નામ દ્રવ્યાતીત-ક્ષેત્રાતીત-કાળાતીત! કોઈ વસ્તુમાં કાંઈક જોવું અને કાંઈક હોવું તેનું નામ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-પરિચ્છિન્ન ભાવ કારણ કે તે દેશવિભાગ છે-દેશ તત્ત્વ છે. પરમાત્માનું ભાવ સ્વરૂપ પૂર્ણ છે. એવાં એ પૂર્ણ સર્વજ્ઞ ભગવંતનું પૂજન તે તેમનું ભાવનિક્ષેપાથી પૂજન છે. ખાદ્ય પદાર્થને આરોગવા એ ક્રિયા છે. આરોગેલા ખાદ્ય પદાર્થો જો અંદરમાં ભૂખ હશે એટલે કે જઠરાગ્નિ પ્રદિપ્ત હશે, અને જીભમાં અમી હશે તો સાત ધાતુમાં પરિણમશે. એટલે અન્ન શરીર સાથે એકરૂપ થશે. તે જ પ્રમાણે ધર્મક્રિયા કરતાં કરતાં પરમાત્મપૂજા કરતાં કરતાં આત્મા પરમાત્માથી અભેદ થઈ શકશે. એ ભલવા જેવું નથી, કે સંસાર અને મોક્ષ આપણા ભાવ અને રસ ઉપર આધારિત છે. નામ સ્થાપના-દ્રવ્યથી પરમાત્માને પૂજવા તે પ્રેમલક્ષણા ભક્તિ છે, જ્યારે ભાવ સ્વરૂપે પરમાત્માને ભાવવાભજવા તે જ્ઞાનલક્ષણા ભક્તિ છે. ઈન્દ્રિયો (ચક્ષુ-કાન-જીહવા) દ્વારા પરમાત્માના ત્રણ નિક્ષેપા ગ્રહણ Page #172 -------------------------------------------------------------------------- ________________ ચાર નિપા ૧૯૩ કરવાના છે. જ્યારે મન દ્વારા પરમાત્માનો ભાવનિક્ષેપો ગ્રહણ કરવાનો છે. નયનચક્ષુથી પરમાત્માને જોનારા કરતાં હૃદયચક્ષુથી જોનારા એટલે કે સ્વરૂપના જ્ઞાન ધ્યાનાદિ દ્વારા વિકાસ માર્ગે પરમાત્માના દર્શન કરનારા વિરલ છે. નયનચક્ષુથી જોનારાઓ જોવાના છે પરમાત્માને, પ્રતિમાના માધ્યમ દ્વારા હૃદયચક્ષુથી પરમાત્માનું દર્શન એટલે કે પરમાત્માતત્વ-કેવલજ્ઞાનનું સચ્ચિદાનંદ સ્વરૂપનું દર્શન. આમ પરમાત્માના ભાવનિપાનો વિચાર ભાવવાનો છે. ભાવ નિપાને કરવા માટે જ નામ-સ્થાપના-દ્રવ્ય એ ત્રણ સાધન નિક્ષેપ છે. પૂર્ણ વીતરાગ એ પરિપૂર્ણ છે, તે ધ્યેયરૂપ છે. પરમાત્માની પ્રતિમા પ્રતિ અનિમેષ (સ્થિર-અપલક) નજર સ્થાપવી જોઈએ. તેવો અનુષ્ઠાનનો નિયમ છે. ઉપયોગ અને ધ્યાન વિનાની બેધ્યાનપણે કરવાની કોઈ ક્રિયા, કોઈ અનુષ્ઠાન સર્વજ્ઞ ભગવંતોએ બતાડેલ નથી. - સંગીતના અવાજની મધુરતામાં અર્થાત્ કર્મેન્દ્રિયના રસમાં અટકીએ તો, ધ્યેયરૂપ સાધ્યરૂપ પરમાત્માભાવમાં લીન થવું જોઈએ તે, અને પરમાત્માનું લક્ષ્ય થવું જોઇએ તે, થશે નહિ. તે જ પ્રમાણે પરમાત્માની પ્રતિમાની આંગી અર્થાત્ અંગરચનાના દર્શન કરતાં કરતાં આંગીમાં જ નહિ અટકતાં, જેની અંગરચના રચવામાં-સજાવવામાં આવી છે તે પરમાત્માની સમગ્રાકૃતિ અને મુખાકૃતિના દર્શન કરવા જોઈએ. સમગ્રાકૃતિ જાલંધરબંધ અને સહસાર સહિત પદ્માસનમુદ્રા નામની યોગમુદ્રામાં સ્થિત એવાં પરમાત્માની સ્થિરતા-સમતા-પ્રશાંતતા મુદિતા સહજતા-સચ્ચિદાનંદ સ્વરૂપના દર્શન કરી સ્વંય તે સ્વરૂપમાં આવવાની તે સ્વરૂપને પામવાની ભાવના જોઈએ. આવા મુર્તિના દર્શન જે કોઈ ભક્ત કરે છે તે વાસ્તવિક પ્રભુદર્શન અર્થાત્ પરમાર્થથી અમૂર્તના જ દર્શન કરે છે. આવી ભાવના ભાવવાવાળો દર્શનાર્થી ભક્ત ભાવે ભાવના ભાવીએ ભાવે કેવલજ્ઞાન ગાતા ગાતા -ભાવના, ભાવતા ભાવતા દર્શન કરવા દ્વારા કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આપણે નામમાં અનામીનો રસ રેડવાનો છે, રૂપમાં અરૂપનો રસ રેડવાનો છે, દ્રવ્યમાં ભાવનો રસ રેડવાનો છે અને ભવાંત લાવવાનો છે. જેમ પરમાત્માનું દ્રવ્ય સ્વરૂપ પરમાત્માની પ્રતિમા છે, તેમ અનામી-અરૂપી ભાવ એ પરમાત્માનું ભાવ સ્વરૂપ છે. તીર્થંકર નામ કર્મનો વિપાકોદય અને સરજાતું અષ્ટ પ્રતિહાર્યો સહિતનું સમવસરણ સ્થિત પરમાત્માનું બાહ્ય દશ્ય સ્વરૂપ દ્રવ્ય સ્વરૂપ છે. જ્યારે અંતરમાં રહેલ કેવલજ્ઞાન-જ્ઞાનાનંદાવસ્થા-સચ્ચિદાનંદ અવસ્થા એ એમનું Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સૈકાલિક આત્મવિજ્ઞાન ભાવ સ્વરૂપ છે. તુરીય ભેદ પડિવત્તી પૂજા, ઉપશમ ખીણ સયોગી રે, - ચહા પૂજા ઈમ ઉત્તરાધ્યયણે, ભાખી કેવલ ભોગી રે. | સુવિધિનાથ જિન સ્તવન, આનંદધનજીકૃત. આપણા ઉપયોગમાં કેવલી ભગવંતને સ્થાપી, આપણા ઉપયોગથી કેવલજ્ઞાનની પૂજા કરવી જોઈએ. આપણા મતિજ્ઞાનના ઉપયોગને કેવલજ્ઞાનરૂપ ઉપયોગ બનાવવો જોઈએ. આપણા ઉપયોગમાં કેવલજ્ઞાનનો અભેદવાર છે. એ પરમાત્માની સાચી મૂર્તિ છે, જે આપણા મનમંદિરમાં બીરાજે છે-આપણા ઉપયોગમાં બીરાજે છે. જીવનો ઉપયોગ કેવલજ્ઞાનરૂપ બને અર્થાત જીવ શીવ બને તે આત્યંતિક પરમાત્માની પૂજા છે. સ્વયંનો ઉપયોગ (અંતઃકરણ) કેવલજ્ઞાન બની શકે છે. પરમાત્મા બની શકે છે. પોતાના મનમાં, હૃદયમાં, પરમાત્માની સ્થાપના કરીને પોતાના મનને પૂજાની સામગ્રી બનાવીને પરમાત્માની પૂજા કરવી તે ભાવપૂજા છે. બહારના મંદિર-મૂર્તિ-આગમ એ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને નિર્વિકલ્પ-વીતરાગ-સર્વજ્ઞ (કેવલજ્ઞાનરૂ૫) બનાવવા માટેના પ્રતીક છે. દ્રવ્ય સાધનથી આમ ભાવ સાધન દ્વારા ઉપયોગને વીતરાગ-નિર્વિકલ્પ બનાવવાનો છે. અમૂર્ત-અરૂપી પરમાત્માને ઉપયોગથી મનોયોગ દ્વારા ચિંતવવાથી સ્વરૂપની, સ્વરૂપથી ભાવપૂજા કરવાની છે અને તેમ કરવા દ્વારા પરમાત્મતત્ત્વની સાથે અભેદ થવાનું છે. પરમાત્માનું નિર્વિકલ્પ સ્વરૂપ છે. તેની સાથે આપણે મનથી અને ઉપયોગથી એકાકાર એકાગ્ર થવાનું છે, અને અંતે તદાકાર અર્થાત તદ્દરૂપ થવાનું છે જે ભાવપૂજા છે. પોતાની શક્તિ હોવાથી શક્તિ અનુસાર અને ગૃહસ્થ ધર્માનુસાર જે પરિગ્રહી હોય તેમણે હંમેશા દાન આપવું જોઈએ અને દ્રવ્યપૂજા વિનય ઉપચારરૂપ કરવાની હોય છે અને પછી એનાથી આગળ વધીને ભાવપૂજા કરવાની છે. અમૂર્ત પરમાત્મતત્ત્વની સ્થાપના મૂર્ત એવી મૂર્તિ કરીને આપણા ચહ્યુ જે મૂર્ત છે તેના ત્રાટક દ્વારા પરમાત્માની મૂર્તિમાં તેને સ્થિર કરીને તે ધ્યાન ઉપર મનથી આપણો તે ઉપયોગને જોવા માંડવું. જેથી મૂર્ત (ચ), મૂર્ત (પરમાત્મમૂર્તિ) દ્વારા વિલય થશે અને અમૂર્ત આપણો ઉપયોગ અમૂર્ત આત્મામાં મળી જશે, ભળી જશે, લીન થઈ જશે, સ્થિર થઈ જશે, ઇન્દ્રિયો દ્વારા મનમાં Page #174 -------------------------------------------------------------------------- ________________ ચાર નિપા જવું અને મનથી મનને અમન કરવું તે ધ્યાનની સાધના છે. જિન પડિમા જિન સારીખીની સાધનાથી મૂર્તિ દ્વારા આત્મા જે અમૂર્ત છે તેની મૂર્તિના માધ્યમ દ્વારા આપણે અનુભવ કરવાનો છે. શબ્દ દ્વારા અશબ્દ (આત્મા)નો સ્વાદ લેવાનો છે, મૂર્તિ દ્વારા અમૂર્ત (આત્મા)નો સ્વાદ લેવાનો છે. મૂર્તિ એ અમૂર્ત તત્ત્વની ખ્યાતિ માટે છે. શબ્દ એ અશબ્દ તત્ત્વ-પ્રશાંતત્ત્વની ખ્યાતિ માટે છે. આત્મા એ અશબ્દ દેશ છે. નીરવ દેશ છે - એ જ્ઞાનીનો દેશ છે. અરૂપી-અમૂર્ત-અશબ્દ દેશ છે. કે જ્યાં પરમશાંતિ છે. અરૂપી એ જ અશબ્દ, અરૂપી એ જ પરમ શાંત તત્ત્વ છે. જ્યાં અશબ્દ તત્ત્વ (મૌનાવસ્થા) છે, ત્યાં અમૂર્ત તત્ત્વમાં પ્રશાંતતત્ત્વમાંપ્રશાંતાવસ્થામાં પ્રવેશે છે. આપણે જ્યારે અશબ્દ-અમૂર્ત-અરૂપી દેશમાં પ્રવેશ કરીશું ત્યારે જગતનો બાહ્ય કોલાહલ આપણને બાધક નહિ રહેશે. નિંદ્રામાં અશબ્દતા હોવાથી શાંતિ છે, જે અનુભવ ગમ્ય છે. જ્યાં વિનાશ નથી, ત્યાં હાનિવૃદ્ધિને અવકાશ નથી, ત્યાં આત્માનું સમત્વ છે. જે એકાંત-મૌન-અસંગરૂપ છે. જિન-આગમ ભગવાનનો અક્ષરદેહ છે. જે અશબ્દને ખ્યાતિ આપે છે. જ્યારે જિન-મૂર્તિ એ ભગવાનનો પાર્થિવ દેહ છે જે અમૂર્તને ખ્યાતિ આપે છે. જિનાગમ દ્વારા આત્માએ અશબ્દ બનવાનું છે અને જિનમૂર્તિ દ્વારા આત્માએ અમૂર્તતા પ્રાપ્ત કરવાની છે. આ છે મોક્ષમાર્ગની સાધના ! તીર્થંકર ભગવંતના શબ્દદેહ દ્વારા તીર્થંકર પરમાત્મા જે સ્વયં નિર્વિકલ્પનિર્વિચાર-અશબ્દ છે તેમને સંભારવાના છે અને તીર્થકર ભગવંતની મૂર્તિ દ્વારા સિદ્ધ થયેલ, અરૂપી-અમૂર્ત એવાં તીર્થકર ભગવંતના સિદ્ધ સ્વરૂપને સંભારવાનું છે. ઉભય જિનાગમ-જિનમૂર્તિની સાધના દ્વારા જીવે નિર્વિકલ્પ-કેવલજ્ઞાનસર્વજ્ઞતા-અશબ્દ-અમૂર્ત-સિદ્ધત્વની પ્રાપ્તિ કરવાની છે. જેમ પાષાણમાંથી ભગવાનની મૂર્તિ બનાવી શકાય છે, તેમ પરમાત્માભગવાન બનવાની સાચી કાચી ધાતુ તો તે સંસારી જીવ છે, જે સ્વયં પરમાત્મા બનવાથી અરૂપી-અમૂર્ત બની જશે. જ્યારે પાષાણની મૂર્તિ તો મૂર્ત જ રહે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સૈકાલિક આત્મવિશાન છે. પરંતુ તેના દર્શકના ભાવાનુસાર તે જ મૂર્તિ દર્શકને અમૂર્ત બનાવામાં સહાયરૂપ-આલંબનરૂપ થાય છે. દેહ પણ જડ પુદ્ગલનો બનેલ છે અને મૂર્ત છે. જેમાં રહેલ જીવને અમૂર્ત-અરૂપી-શવસ્વરૂપ-સિદ્ધસ્વરૂપ- આત્મ સ્વરૂપી બનાવવાનો છે, જેથી કરીને જીવે નવો દેહ ધારણ કરવો નહિ પડે એટલે કે અજરામર-અવિનાશી બની જાય. મૂર્તમાં મૂર્તિમાં) અમૂર્ત ભાવ સ્થાપીને, મૂર્ત(દ)માં રહેલ આત્માને અમૂર્ત-નિરંજન-નિરાકાર-અરૂપી બનાવવો તે પ્રયોજન છે. મૂર્તિને અંગે જૅમ મંદિરની રચના છે તેમ આત્માને અંગે શરીર છે. મહત્ત્વ આત્માનું છે. શરીરનું નથી. તેમ છતાં આપણે દેહ મોહ ભાવે અજ્ઞાની બનીને આત્માને ભૂલીને રાગ યુક્ત જીવન જીવીએ છીએ અને દુઃખી થઈએ છીએ. તીર્થકર ભગવંતને તેમના તીર્થંકર નામકર્મના વિપાકોદયના પરિણામે સમવસરણ, અષ્ટ પ્રાતિહાર્ય આદિ જે છે તે પુલના બનેલા સ્કંધોના તેજ છે. તીર્થકર ભગવંતના કેવલજ્ઞાનનું તેજ આપણે જોઈ શકતા નથી. આપણે પરમાત્મા તીર્થંકર ભગવંતના દેહના દર્શન કરીએ છીએ. તેમના કેવલજ્ઞાનનું દર્શન કરી શકતા નથી. બહારથી આપણને એમ લાગે છે કે કેવલિ ભગવંત તેમના દેહમાં રહેલ છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે તેમનો સ્વયંનો દેહ પણ સમસ્ત વિશ્વના પદાર્થોની જેમ તેમના કેવલજ્ઞાનમાં પ્રતિબિંબિત થઈ રહેલ હોય છે. પરમાત્માની મૂર્તિ તો પરમાત્માની પૂલ-ઔદારિક આકૃતિ છે. એનાથી સૂક્ષ્મ આકૃતિ પરમાત્માનો અક્ષર દેહ અર્થાત્ જિનવાણી-જિનાગમ છે અને તેથીય સૂક્ષ્મ અર્થાત્ સૂક્ષ્માતિ સૂક્ષ્મમૂર્તિ જો પરમાત્માની હોય તો તે પરમાત્મા દ્વારા વિસર્જિત કરાયેલા શુક્લ લેગ્યાના મનોવર્ગણાના પુદ્ગલો છે જેનું ગ્રહણ કરવું તે અર્થાત શુભભાવમાં અને શુક્લલેશ્યામાં રહેવું, એ પરમાત્માની સર્વોત્કૃષ્ટ અર્ચના છે. પરમાત્માની પ્રતિમાના દર્શન એ આંખનો વિષય છે. જે સ્થૂલ છે. પરમાત્માના વચન અર્થાત્ જિનવાણીનું શ્રવણ એ કાનનો વિષય છે જે સૂક્ષ્મ છે. જ્યારે પરમાત્મા ભાવિત ભાવોથી મનનું અંતઃકરણનું શુદ્ધિકરણ તે મનનોઅંત:કરણનો વિષય છે જે સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. આમ દર્શન-પૂજન એ સ્થૂલ દૈહિક-કાયિક પૂજા છે. જે સ્થાપના નિક્ષેપાની Page #176 -------------------------------------------------------------------------- ________________ ચાર નિપા પૂજા છે. પરમાત્મા નામ સ્મરણ અર્થાત્ જાપ તથા પરમાત્મ ચરિત્ર કથા શ્રવણ એ વાચિક છે. જે નામનિક્ષેપા ને દ્રવ્યનિક્ષેપથી કરાતી પૂજા છે. જ્યારે પરમાત્મભાવથી ભાવિત થવું તે પરમાત્માની માનસ પૂજા (મનથી થતી પૂજા) છે જે ભાવનિપાથી થતી પૂજા છે. ભગવાનને તેમના નામ નિક્ષેપ-સ્થાપના નિક્ષેપા (મૂર્તિ)ના આલંબનથી એમના દ્રવ્યનિપા (ચરિત્ર) અને ભાવનિપા (ભગવાનના સાયિક ગુણો)ને અજપાજાપરૂપે આપણામાં સ્થિર કરવા જોઈએ તો ભગવાનની ચાર નિક્ષેપે સાચી પૂજા કરી કહેવાય. નિક્ષેપા એ આલંબન છે. આલંબન ખરાબ નથી, પણ સ્વાવલંબન માટે તો આલંબનને સર્વસ્વ સમજીને અટકવું નહિ જોઈએ. પરમાત્માને પામવા માટે અર્થાત્ સ્વયં પરમાત્મા બનવા માટે અખંડ અને સરળ માર્ગ માણવો જોઈએ. ચૌદે ગુણસ્થાનક બરોબર જાણવા અને સમજવા તે અખંડ અને સરળ માર્ગ જાણવા બરોબર છે. તે જ પ્રમાણે સિદ્ધ પરમાત્માને તેમના સિદ્ધસ્વરૂપ અને સિદ્ધાવસ્થાને પૂરેપૂરા જાણવા-સમજવા તે સાધ્યને અર્થાત્ સ્વયંના પરમ વિશુદ્ધ સ્વરૂપને એટલે કે અખંડ તત્ત્વને જાણવા-સમજવા રૂપ છે. મુકામ(મંઝિલ)ને જાણીએ, માર્ગને જાણીએ અને દઢતાથી જાણેલા માર્ગે આગળ વધીએ તો મુકામે પહોંચીએ, અન્યથા તે હવામાં બાચકા ભરવા જેવું કે આંધળુકિયાં કરવા જેવું થાય. છતાંયે વિનય અને વિવેકયુક્ત ક્રિયા હોય, દેવ ગુરુધર્મ પ્રત્યે બહુમાન અને રૂચિ હોય તો વિશેષજ્ઞાન ન હોવા છતાંયે માર્ગ કે મુકામની ગતાગમ ન હોવા છતાંયે, માર્ગદર્શક ભોમિયા એવા જ્ઞાની દેવગુરુની આજ્ઞા અને આદેશાનુસાર આગળ શુક્લ પાક્ષિક જીવ છેવટમાં છેવટ એક પુદ્ગલ પરાવર્તકાળ સુધીમાં તો મોક્ષને પામે છે. એટલે કે મુકામે પહોંચે છે. જે જીવ તીવ્ર વૈરાગી કે મોક્ષની ઇચ્છાવાળો ન હોય પરંતુ ધર્મ તત્ત્વ એ જ સત્ય અને ઉપકારક છે અને તેનાથી જ આપણું ભલું થાય છે, એવા ભાવપૂર્વક જે કાંઈ પણ ઉપાસના, સાધના, અનુષ્ઠાન કરે છે તથા પોતાનામાં દુર્જનતા હોતી નથી એવા જીવો શુક્લ પાક્ષિક જીવો કહેવાય છે જે એક પુદ્ગલ પરાવર્તકાળમાં ભવસંસાર તરી જનારા હોય છે.) a Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સ્યાદવાદ દર્શન પૂર્ણદર્શનની પ્રાપ્તિ અંગે સમ્યગ્દર્શન હોવું જરૂરી છે. એ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે અસ્યાદ્ એવા પૂર્ણ પરમાત્મા સર્વજ્ઞ તીર્થંકર ભગવંતોએ મુમુક્ષુ સાધકોને સ્યાદ્વાદદર્શનની અત્યંત મૂલ્યવાન બક્ષિસ આપી છે. સ્યાદ્વાદદર્શન એટલે એકાંગી દર્શન નહિ પણ સર્વાંગી દર્શન, અથવા તો સ્યાદવાદદર્શન એટલે સર્વાંગ સંપૂર્ણ એવાં સર્વ તત્ત્વને અનુલક્ષીને અંશતત્ત્વ અર્થાત્ દેશતત્ત્વનું દર્શન. એક હાથી અને સાત સુરદાસની હાથીદર્શન અંગેની વાત વિશ્વવિખ્યાત છે. એ વાત સ્યાદ્વાદદર્શનના સંદર્ભમાં જ કહેવાયેલ છે. સમગ્ર હાથીનું સર્વાંગ સંપૂર્ણ દર્શન કરવાને સક્ષમ નયનો જેને મળ્યાં છે, તેવી સમર્થ વ્યક્તિએ નયનહીન એવા સાત સુરદાસને સમગ્ર હાથી કેવો હોય તેનું શબ્દદર્શન કરાવ્યું. કે જે સાત સુરદાસોએ માત્ર સ્પર્શેન્દ્રિયના જ્ઞાનથી હાથીના જે જે અંગને સ્પર્શ કર્યો, તેવો હાથી પોતપોતાની દૃષ્ટિએ કલ્પી લીધો હતો. એ જ પ્રમાણે સમગ્ર સંસાર અર્થાત્ બ્રહ્માંડના સર્વક્ષેત્રના, સર્વદ્રવ્યને તેમના સર્વ ભાવ એટલે કે ગુણપર્યાય સહિત દર્શન કરવા સમર્થ એવાં કેવલદર્શનકેવલજ્ઞાનના સ્વામી સર્વજ્ઞ તીર્થંકર પરમાત્મા ભગવંતોએ આપણા સહુ છદ્મસ્થ (અપૂર્ણ)નું દર્શન સમ્યગ્ બની રહે, તે માટે તથા રાગ-દ્વેષ ક્લેશ કલહથી દૂર સમભાવમાં-શાંત ભાવમાં પ્રવર્તીએ તે માટે થઈને જગતમાં અનુપમ અને અદ્વિતીય કહી શકાય એવાં મૌલિક સ્યાદ્વાદ દર્શનની ભેટ આપી કે જેના વડે અપૂર્ણ એવાં પણ આપણે તત્ત્વનું સમગ્રતયા દર્શન કરી શકીએ, અને કોઈ એક જ .બાજુનું અધૂરું-અધકચરું દર્શન કરી રાગ-દ્વેષ-ક્લેશ-કલહમાં ન સરકી પડીએ. ત્રણે કાળમાં સ્યાદ્વાદ દર્શનની આવશ્યકતા છે. પરંતુ સાંપ્રત સમયમાં જ્યારે અનેક મતમતાંતરો અને વાદ પ્રવર્તે છે, અને જ્યારે સ્વમતનો આગ્રહ એટલે કે કદાગ્રહ વધારે છે, દૃષ્ટિ સંકુચિત થઈ ગઈ છે ને મન આળાં થઈ ગયાં છે, ત્યારે સ્યાદ્વાદ દર્શનની વિશેષ આવશ્યકતા અને અગત્યતા રહે છે. સ્યાદ્ શબ્દનું પ્રયોજન કરવા દ્વારા આપણા સહુની અપૂર્ણતાનું ભાન કરાવેલ છે. આપણને સ્યાદ્ કહેવા દ્વારા ચોંકાવેલ છે કે આપણે છદ્મસ્થ, Page #178 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાર દર્શન ૧૬૯ અપૂર્ણ અને અજ્ઞાની છીએ. અહીં અજ્ઞાનનો અર્થ જ્ઞાનનો અભાવ નથી. પરંતુ કેવલજ્ઞાની પરમાત્મા ભગવંત જે જાણે છે તેથી અનંતમાં ભાગનું પણ આપણે જાણતા નથી, તે અર્થમાં અજ્ઞાની કહેલ છે. સ્યાદ્વાર દર્શન આપવા દ્વારા પરમાત્માએ પૂર્ણનું લક્ષ્ય કરાવવા સહતત્ત્વને સમ્યગૂ પ્રકારે સમજવાની ચાવી આપી છે. આ સ્યાદ્વાદને અનેકાન્તવાદ અને સાપેક્ષવાદ તરીકે ઓળખાવવાની સામાન્ય ભૂલ ચાલી આવે છે, પરંતુ આ ત્રણે શબ્દો એકબીજાના પર્યાયી શબ્દો નથી. એ ત્રણેમાં સૂક્ષ્મ તાત્વિક ભેદ છે. એ ભેદ સમજવા માટે પંચાસ્તિકાય અને તેના સામાન્ય તથા વિશેષ ગુણધર્મના અભ્યાસની સવિશેષ આવશ્યકતા છે. આ વિશ્વમાં દ્રવ્ય છે. એ દ્રવ્ય એકથી અધિક છે. અર્થાત્ પાંચ અસ્તિકાય દ્રવ્યો જે જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને આકાશાસ્તિકાય છે તે તથા છઠ્ઠ ઉપચરિત દ્રવ્ય કાળ છે. કાળ એ ઉપચરિત દ્રવ્ય છે તે અસ્તિકાય નથી. વળી, આ દ્રવ્ય સજાતિ અને વિજાતિ એમ ઊભય પ્રકારનાં છે. ઉપરાંત તે દરેક દ્રવ્યના પોતાના ગુણ અને તે પોતાના ગુણના પાછા પર્યાય છે. દ્રવ્યના ગુણ જેમ પાછા એકથી અધિક છે તેમ તેમના પર્યાય પણ એકથી અધિક છે. ઉપર જણાવ્યા મુજબ દ્રવ્યના સામાન્ય અને વિશેષ ગુણ છે. તે ગુણ પ્રમાણેનું પ્રત્યેક અસ્તિકાયનું કાર્ય છે. આમ ગુણ દ્રવ્ય ભેદક છે, અને પર્યાય ગુણ ભેદક છે. પરંતુ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરી શકતું નથી. માટે ત્યાં સ્યાદ્ લાગુ પડે છે. એક દ્રવ્ય સર્વ દ્રવ્યનું કાર્ય નહિ કરી શકે માટે ત્યાં સ્યાદ્ લાગુ પડે છે. એક દ્રવ્ય, સર્વ દ્રવ્યનું કાર્ય નહિ કરી શકે માટે જ કેવલજ્ઞાનને પણ આ સંદર્ભમાં સ્યાદ્ કહ્યું છે. કેમ કે કેવલજ્ઞાનની સામે મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યવ જ્ઞાનનું પણ અસ્તિત્વ છે. બાકી કેવલજ્ઞાનનું કાર્ય અક્રમથી છે એટલે કાર્યથી તો કેવલજ્ઞાન અસ્યાદ્ છે. આમ વિશ્વમાં એકથી અધિક દ્રવ્યનું અસ્તિત્વ હોવાને કારણે અને સમગ્ર વિશ્વકાર્ય સર્વ દ્રવ્યના સામૂહિક ગુણકાર્યને લીધે સંભવિત હોવાથી સ્યાદ્વાદ દર્શન છે. માત્ર એક જ દ્રવ્યથી સમગ્ર વિશ્વકાર્ય શક્ય નથી. તેથી પ્રત્યેક દ્રવ્ય પોતામાં પોતાના સ્વભાવથી પરિપૂર્ણ હોવા છતાંય તે સમગ્ર વિશ્વકાર્યના સંદર્ભમાં સ્યાદ્ છે. જીવાસ્તિકાય, એ ધર્મ, અધર્મ, આકાશ કે પુદ્ગલાસ્તિકાયનું કાર્ય કરી શકતું નથી અને આકાશાસ્તિકાય, એ જીવાસ્તિકાય કે પુદ્ગલાસ્તિકાયનું કાર્ય કરી શકતું નથી તે સંદર્ભમાં સ્યાદ્ છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ સૈકાલિક આત્મવિજ્ઞાન આમ સ્યાદ્વાર દર્શન એક સમયે એકથી અધિક દ્રવ્યના અસ્તિત્વનો અને એક જ દ્રવ્યમાં એકથી અધિક ગુણધર્મોનો સ્વીકાર કરે છે. ટૂંકમાં વિશ્વમાં એકથી અધિક દ્રવ્યોનું અસ્તિત્વ છે માટે સ્વાદું છે અને સ્યાદ્વાદ છે. એકથી અધિક દ્રવ્ય છે, માટે દ્રવ્યની જાતિ છે અને પ્રત્યેક દ્રવ્યમાં ગુણ-દોષ છે. વળી ગુણમાં તરતમતા છે અને ગુણ સામે દોષ છે. એટલે કે સાપેક્ષતા છે જે સાપેક્ષવાદ છે. સાપેક્ષવાદ એ વેદાંતનો વિવર્તવાદ છે, જે જોવા-જાણવામાં આવે છે તે પૂર્ણ નથી કે પૂર્ણ સત્ય નથી, એ ભાસ રૂપ છે. સાપેક્ષવાદ એ વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને સમજાવેલ Theory of Relativity છે. પરંતુ એ થિયરી ઓફ રીલેટીવીટી તો અપૂર્ણની, અપૂર્ણ સાથેની સરખામણી કે તુલના છે. ત્યાં પૂર્ણનું લક્ષ્ય કે પૂર્ણનું જ્ઞાન યા ભાન નથી. જ્યારે જૈનદર્શને સમજાવેલ સાપેક્ષવાદ એ અપૂર્ણની અપૂર્ણ સાથેની તુલના તો છે જ. પણ અપૂર્ણની અપૂર્ણતા સાપેક્ષતાનો તુલનાત્મક અભ્યાસપૂર્ણ એવાં નિરપેક્ષ તત્ત્વને અનુલક્ષીને કરવામાં આવેલ છે. એટલું જ નહિ પણ દ્રવ્યમાં એકથી અધિક ગુણોનું અસ્તિત્વ હોવાને કારણે અનેકાન્તવાદ છે; જેમાં દ્રવ્યના સર્વ ગુણોને લક્ષ્યમાં રાખી તે દ્રવ્યનું સર્વાગી અવલોકન કરવામાં આવે છે. There is existance of more than one substance in the cosmos, and the cosmos does not function by one substance alone Hence there is a theory of ‘syadvad.' 'Sapexvad' is more comparision of imperfect substance with perfect or imperfect substance. *Anekantvad' is competent inspection in to of a complete perfect substance or incomplete imperfect substance taking into consideration all the qualities (virtues & vices) it possesses. જૈનદર્શન એના સ્યાદ્વાદ દર્શનથી સમસ્ત વિશ્વને ઉભયરૂપ કહેવાનું અને જોવાનું જણાવે છે. ઉભયરૂપ એટલે, અસ્તિનાસ્તિ, એક-અનેક, રૂપીઅરૂપી, જીવ-અજીવ, ક્રમિક-અક્રમિક, સત્-અસતુ, નિત્ય-અનિત્ય, સાવરણનિરાવરણ, ભેદ-અભેદ, ઉપચરિત-અનુપચરિત, સાપેક્ષ-નિરપેક્ષ, સવિકલ્પકનિર્વિકલ્પક, સગુણ-નિર્ગુણ, સાકાર-નિરાકાર, વૈત-અદ્વૈત ઇત્યાદિ. Page #180 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાર દર્શન ૧૭૧ સ્યાદ્ એટલે “કંઈક-કચિત”. “કંઈક' એટલે સર્વરૂપ નહિ જે “કંઈક હોય તે “કંઈક જ કામ કરી શકે. સર્વ કામ નહિ કરી શકે. સ્યાદ્ એટલે “સર્વથા નથી' એમ પણ નહિ અને હોવા છતાં તે પદાર્થ “સર્વ અર્થાતુ “બધું જ છે એમ પણ નહિ. A Sentence in which there are words such as....If, But, perhaps, Yet, Only, Or, Also, Little, Less, Few,.....s 'SYAD' પૂર્ણને સાથે રાખીને અપૂર્ણ તત્ત્વને સમજીશું તો બરાબર સમજાશે. નહિતર અપૂર્ણ તત્ત્વ પણ બરોબર સમજાશે નહિ અને એની અપૂર્ણતાનો પૂરો ખ્યાલ આવશે નહિ. પૂર્ણને સાથે અને સાથે રાખી અર્થાતુ પૂર્ણને નજર સમક્ષ રાખી તત્ત્વને સમજવું તેનું જ નામ સ્યાદ્વાદ. પૂર્ણ તત્ત્વ એટલે કે પરમાત્મ તત્ત્વ. અર્થાત સિદ્ધ પરમાત્મા-સર્વજ્ઞ કેવલી ભગવંતો. એમને સન્મુખ રાખી સર્વ તત્ત્વો પૂર્ણ સાપેક્ષ સમજાવાય તો અનુપ્રેક્ષા બરોબર આવે. સ્યાદ્ એટલે ક્રમ. અર્થાત્ ક્રમિક દર્શન, અપૂર્ણ દર્શન, અપૂર્ણ જ્ઞાન છે.અસ્યા એટલે અક્રમ. અર્થાત પૂર્ણદર્શન, પૂર્ણ જ્ઞાન, અક્રમિક દર્શન, એટલે કે કેવલદર્શન-કેવલજ્ઞાન જે સિદ્ધત્વ છે. સમગ્ર વિશ્વના સર્વક્ષેત્રના, સર્વ કાળના, સર્વ પદાર્થોનું તેના સર્વ ભાવ અર્થાત્ સર્વ ગુણ-પર્યાય સહિતનું સમયમાત્રમાં થતું દર્શન-જ્ઞાન તે કેવલદર્શન-કેવલજ્ઞાન છે. ચિતારા દારા ચિત્રિત થતા ચિત્ર અને અરીસા દ્વારા પ્રતિબિંબિત થતા ચિત્રમાં જેવો ફરક છે તેવો ફરક ક્રમિક દર્શન અર્થાત્ છાઘસ્થિક દર્શન અને અક્રમિકદર્શન-કેવલદર્શનમાં છે. જ્યાં કંઈક, કથંચિત, કોઈક અપેક્ષા આવે ત્યાં સ્યાદ્ આવે. સ્યાદ્ એટલે કંઈક, કોઈક અપેક્ષાએ અને સર્વ નહિ, તેમજ સર્વ અપેક્ષાએ સર્વ નહિ એટલું જ નહિ પણ જે પૂર્ણ નથી, પરંતુ અપૂર્ણ અને અંશ છે તે સ્યાદ્ છે. કેવલી તીર્થકર ભગવંત સ્વયં તો પૂર્ણ છે છતાં એમણે જે ધર્મ પ્રકાશ્યોપ્રરૂપ્યો અને સ્થાપ્યો છે, તે આપણે છદ્મસ્થસ્યાઅંશરૂપ હોવાથી આપણી અપેક્ષાએ સ્યાદ્વાદ ધર્મ સ્થાપ્યો છે. સ્યાદ્વાદ એટલે કેવલી-પૂર્ણજ્ઞાની પરમેશ્વરની નિશ્રાએ વિધાન કરવાવાતો કરવી અને સ્વયંનો અહં ઓગાળવો. કેવલી ભગવંતની નિશ્રા રાખ્યા વિના વાતો કરવી તે એકાન્તવાદ છે. કેવલી ભગવંતની નિશ્રા રાખીને વાતો કરવી તે સ્યાદ્વાદ છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ત્રૈકાલિક આત્મવિજ્ઞાન સ્યાદ્શી અસ્યાદ્ એવા પરમાત્મ તત્ત્વ સાથે સંબંધ કરવાનો છે પણ સ્યાદ્ નથી બની રહેવાનું. સત્ય કેવલી ભગવંત ઉપર છોડી દેવું અને છદ્મસ્થ શાંત ભાવમાં પ્રવર્તવું તેનું જ નામ સ્યાદ્વાદ. સ્યાદ્ એટલે મૌન ધારણ કરવું. ચૂપ રહેવું, સંઘર્ષ નહિ કરવો. સ્યાદ્ એટલે કેવલી ભગવંત ઉપર છોડી દેવું. ભગવાનને શરણે જવું, ભગવાનને જોવા અને ભગવાન ઉપર સઘળું છોડી દેવું. વિરુદ્ધ તત્ત્વને સમન્વય કરીને સમજવું તે સ્યાદ્વાદ છે. અવળાને સવળા કરી આપે તે સ્યાદ્વાદ ! ૧૭૨ સામેની વ્યક્તિ પાસે અંશે પણ જે સત્ય તત્ત્વ હોય તેને સ્વીકારવું એનું નામ સ્યાદ્વાદ શૈલી છે, જે પ્રમાણિકતા છે. આ બાબત કૃષ્ણ વાસુદેવનું દૃષ્ટાંત જોવામાં આવે છે. તેઓ દરેક વસ્તુ-બનાવની સારી-ઊજળી બાજુ જ જોતા એમની પરીક્ષા કરવા મરી ગયેલ કૂતરાના શબ પ્રતિ અંગુલિનિર્દેશ કરી એમને પૂછવામાં આવ્યું કે એ દૃશ્યમાં તેમને શું જોવા જેવું લાગ્યું ? ત્યારે તે ગુણદૃષ્ટિના સ્વામી જવાબ આપે છે કે તે મૃતશ્વાનની દંતપંક્તિ કેવી શ્વેત અને સુરેખ છે ! સ્વયંની દૃષ્ટિનો દૃષ્ટા બનનાર વ્યક્તિ જ્વાલા બનીને દૃષ્ટિને ભસ્મ કરે છે, અને તેવા પ્રકારની સાધના દ્વારા તે સાધક સ્વયંના સર્વ વિકારોને અર્થાત્ ઘાતીકર્મોને ખતમ કરે છે. દૃષ્ટના દૃષ્ટા બનાવનારું દર્શન સ્યાદ્વાદ દર્શન છે. ધ્યાનમાં કે વિપશ્યની સાધનામાં સ્વયંનું દર્શન એટલે કે સ્વયંની દૃષ્ટિનું અર્થાત્ પોતામાં ઊઠતા વિચારોનું જ દર્શન હોય છે. જે પ્રક્રિયા દ્વારા અશુભમાંથી શુભમાં જઈ શાંત, પ્રશાંત અને પછી શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થવાનું હોય છે. વાતને સ્યાદ્વાદ શૈલીથી મર્યાદા અને અપેક્ષા સાથે સમજવામાં આવે તો વિરુદ્ધ જણાતી વાતો પણ અવિરુદ્ધ જણાશે. સ્યાદ્વાદ એટલે ગુણગ્રાહકતા અને સ્યાદ્વાદી એટલે ગુણગ્રાહી. જીવને સત્ય દૃષ્ટિ સમ્યગ્દષ્ટ આપવા માટે અને સત્ય પૂર્ણ જ્ઞાતાદૃષ્ટા બનવા માટે સ્યાદ્વાદ દર્શન છે. જે જેવું છે, તે તેવું બતાવવું એનું નામ સ્યાદ્વાદ. સ્યાદ્વાદમાં મૃભાવ છે-મુલાયમ ભાવ છે. એમાં કઠોર ભાવ નથી એ માધ્યસ્થ ભાવ માટે છે. સ્યાદ્વાદ એ ગ્રાહક ભાવ છે. સ્યાદ્વાદ એટલે પ્રેમ. સ્યાદ્વાદ એટલે સર્વતોમુખી દર્શન. Page #182 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાર દર્શન ૧૭૩ વિશ્વમાં રહેલ ભિન્ન-ભિન્ન પદાર્થોના અસ્તિત્વ, ગુણ અને શક્તિનો તિરસ્કાર નહિ કરતાં સ્વીકાર કરવો તેનું જ નામ સ્યાદ્વાદ, સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષા ન હોય ત્યાં સ્યાદ્વાદ હોવાનો. જ્યાં અત તત્ત્વ હોય છે, એટલે કે અંત ભાવ હોય છે, ત્યાં સ્યાદ્ નથી હોતું. જ્યાં દૈત તત્ત્વ દૈત ભાવ હોય છે ત્યાં સ્યાદ્વાદ હોય છે. બહુલતાએ જીવ અને પુદ્ગલમિશ્રિત કર્મજનિત અવસ્થામાં સ્યાદ્ રહેવાનું અને વિરુદ્ધ તત્ત્વ આવવાનું. સ્યાદ્વાદ એટલે પૂર્ણ તત્ત્વની સાથે લઈને વિશ્વની બધી વ્યવસ્થા અને અવસ્થા તપાસવી. શબ્દ ઝઘડા નહિ કરતા એના ભાવ-આશય-લક્ષ્યાર્થને વિચારી આત્મભાવ જાળવવા માટે જ સર્વજ્ઞ ભગવંતે સ્યાદવાદ દર્શન પ્રરૂપેલ છે. મોક્ષ એકાત્ત છે, અંત સ્વરૂપ છે. જ્યારે મોક્ષમાર્ગની સાધના સ્યાદ્વાદ દષ્ટિએ અનેકાન્ત માર્ગ છે. તેથી જ મોક્ષલક્ષી સર્વધર્મને આર્ય ધર્મ કહ્યા છે, અને તેથી પૂર્વાવસ્થાની અપેક્ષાએ જૈનદર્શનમાં સિદ્ધના જે પંદર ભેદ ગણાવેલ છે એમાંનો એક ભેદ અન્ય લિગે (જૈન દર્શન સિવાયની દર્શન પદ્ધતિઓ) સિદ્ધ કહેલ છે. છદ્મસ્થ જીવો જે જાણે છે તે ભેદ પાડીને ક્રમથી જાણે છે માટે સ્યાદવાદ અને સપ્તભંગિ છે. પૂર્ણ તત્ત્વ બધે બધા વ્યવહારમાં હાજર રહે તે માટે થઈને સર્વજ્ઞ ભગવંતે સ્યાદ્વાર દર્શન પ્રરૂપેલ છે. સ્યાદ્વાદ એટલે “તત્ત્વ કેવલિગમ્ય” સ્યાદ્વાદ એટલે સળંગ દૃષ્ટિ રાખીને જોવું, ખંડિત ન જોવું. સ્યાથી ખોટા અહમ્ કાઢવાના છે. ન્યાયાધીશ નથી બનવાનું. અસ્યા એવા પરમાત્મ તત્ત્વને માથે અને સાથે રાખવાના છે, પરમાત્મ તત્ત્વનું શરણ સ્વીકારવાનું છે. અરૂપી તત્ત્વમાં ગૂંચો (ગ્રંથિ) ન હોય. રૂપી પદાર્થમાં અને આપણા વિકલ્પોમાં ગૂંચો હોય છે-જે ગૂંચો સ્યાદ્વાદ શૈલીથી કાઢી નાખવાની છે અને વિકલ્પમાં ઊંચા સ્વરૂપરસ રેડવાના છે. સ્વાદૃષ્ટિથી દશ્ય પદાર્થ પ્રતિ શુભ વિકલ્પોનાં બંધન પણ તોડવાનાં છે. અશુભ વિકલ્પો તો બંધનયુક્ત રહેવાના જ છે, કે જેનાથી તો સાધકે પહેલેથી જ પર થવાનું હોય છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ વૈકાલિક આત્મવિજ્ઞાન જ્ઞાની ભગવંતે આપણને સ્યાદ્વાદશૈલી આપી છે તે આપણા વિકલ્પોને સમતોલ રાખવા અને વિકલ્પોમાં ઊંચો સ્વરૂપરસ પાડવા માટે આપેલ છે. સ્યાદ્ એ આંધળાની અર્થાત્ છદ્મસ્થની લાકડી છે અથવા તો કહો કે દેખતા થવાનાં ચશ્માં છે. ૧૭૪ દર્શન, દર્શનને જુએ તે દર્શન છે જે સ્યાદ્વાદદર્શન છે. માત્ર બહારના દૃશ્યને જુએ તે દર્શન નથી. ગાયને બધા ગાય તરીકે જુએ અને ઘોડાને ઘોડા તરીકે જુએ તે સૃષ્ટિ એવી દૃષ્ટિ છે એ દર્શન છે. પરંતુ ભરવાડ, ખેડૂત, બ્રાહ્મણ, ચમાર, કસાઈ, એ ગાયને પોતપોતાની દૃષ્ટિ અનુસાર જુએ છે તે દૃષ્ટિ એવી સૃષ્ટિ છે, જે દર્શનનું દર્શન છે. સુખ યા દુઃખ કાલ્પનિક કે માનસિક છે. એ અધ્યસ્થ છે. જ્યારે સુખ-દુઃખનો ભોક્તા એનો અધિષ્ઠાતા છે. એટલે કે સત્તાધીશ છે. માટે જ દુઃખ પણ સુખરૂપ બનાવી શકાય છે એ જ સ્યાદ્વાદ દર્શન છે. સ્યાદ્વાદ કલા છે. રાગ હોય ત્યાં અપેક્ષા હોય, રાગ હોય ત્યાં પરાધીનતા હોય. વીતરાગ કોઈના વિરોધી નથી. તેઓને કોઈની, કશાની, કશી અપેક્ષા નથી. મતિજ્ઞાનમાં મોહનીયના ભેદ ભળે એટલે જ્ઞાન વિકારી બને છે, સાવરણ બને છે, જેથી તે સીમિત રહે છે અને અપૂર્ણ હોય છે. મતિજ્ઞાન ઉપર જે આવરણ છે તે બંધન છે. એમાં પાછો આગ્રહ રાખવો અને સત્યબુદ્ધિ કરવી તે બોજો છે. મતિજ્ઞાનના વિકલ્પોમાં આપણે સ્યાદ્ લગાડીએ તો બંધન અને બોજા ઓછાં થતા જશે. સ્યાદ્ એટલે કંઈક જે અપૂર્ણ છે, સીમિત છે, અધૂરું છે તે ખોટું પણ હોઈ શકે, એમ સમજવું. માટે જ મતિજ્ઞાનમાં ‘તત્ત્વ કેવલીગમ્યમ્' કહીને મતિજ્ઞાનના ઉપયોગમાં કેવલી ભગવંતની અર્થાત્ પૂર્ણજ્ઞાનની અપેક્ષા રાખવી જોઈએ. જ પંચાસ્તિકાય એટલે કે પાંચે દ્રવ્યોનો સમૂહ જે વિશ્વ છે તે એક જ સમયે સર્વત્ર લોકાકાશમાં વિદ્યમાન છે. પાંચે અસ્તિકાય જેમ બધાં પ્રતિ સમય છે તેમ તે બધાં એકક્ષેત્રી છે. સપ્તભંગિથી એટલે કે અસ્તિ-નાસ્તિ ધર્મથી અને સ્યાદ્ કહીને પાંચે અસ્તિકાયની સમકાલીન વિદ્યમાનતાના સ્વીકાર સહિત તે પાંચેય અસ્તિકાયના પોતપોતાના ગુણ અને કાર્યની ભિન્નતાની પણ સ્વીકૃતિ છે. સ્યાદ્વાદ અર્થાત્ સપ્તભંગિથી આપણે જેમ જગતને એટલે કે પાંચે Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ સ્યાદ્વાર દર્શન અસ્તિકાયને વિશેષ સમજીએ છીએ તેમ સ્યાદ્વાદથી અસ્યા એવા કેવલજ્ઞાનને પણ સિદ્ધ કરવાનું છે. પદાર્થને તેના સકલ સ્વરૂપમાં અખંડિત જોવો તે સ્યાદ્વાદ છે. એક પદાર્થને અનેક દૃષ્ટિથી જોવા, તપાસવા અને નકકી કરવા, જે સર્વાગદષ્ટિ જોઈએ તેયાદ્વાદ છે. સ્યાદ્વાદશૈલીથી પદાર્થનું સર્વાગી દર્શન કરવા તેનું સાત પ્રકારે અવલોકન કરવું પડે. જે સાત પ્રકારને સાત ભાંગા અર્થાત્ સપ્તભંગિ કહેવાય છે. એ સાત નીચે મુજબ છે. (૧) સ્માત અતિ (છે). (૨) સ્યાત્ નાસ્તિ (નથી) (૩) સ્યાત અસ્તિ-નાસ્તિ (છે, નથી) (૪) સ્યાહુ અવક્તવ્ય (કહી શકાતું નથી) (૫) સાત અતિ અવક્તવ્ય છે પણ કહી શકાતું નથી) : (૬) સ્વાતિ નાસ્તિ અવક્તવ્ય (નથી પણ કહી શકાતું નથી) (૭) સ્થાતિ અતિ નાસ્તિ અવક્તવ્ય (છે-નથી પણ કહી શકાતું નથી) સારુંય વિશ્વ જીવ-અજીવ, રૂપી-અરૂપીમાં જેમ સમાઈ જાય છે તેમ શેય-જ્ઞાનમાં સારુંય વિશ્વ આવી જાય. જીવ-અજીવ, રૂપી-અરૂપી, શેય-જ્ઞાનના ત્રણ ભાગમાં વિશેષતા એ છે કે શેય અને જ્ઞાનમાં જેમ શેયનું સ્વરૂપ જાણવાનું હોય છે તેમ જ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે તેમાં ફલિત થાય છે તે જીવનું સ્વરૂપ જ્ઞાન છે. પરંતુ જ્ઞાનનું સાચું સ્વરૂપ શું? તે સ્વતંત્ર રીતે સમજીએ તો ખ્યાલ આવે. માટે સપ્તભંગિમાં પ્રથમ ત્રણ ભાંગા શેયના છે; તે બતાવી બીજા ચાર ભાંગા જ્ઞાનના બતાવ્યા. એનું રહસ્ય આ પ્રમાણે છે કે.. શેયના પ્રથમ ત્રણ ભાંગામાં સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ અતિરૂપ છે અને પાંચે અસ્તિકાય અનાદિ અનંત યુપદ અતિ ધરાવે છે. તેથી યુગુપદ અસ્તિનાસ્તિ ધર્મો ઘટી શકે છે. હવે ચોથો ભાગો જે અવકતવ્ય (અનિર્વચનીય)નો છે તેમાં વકતવ્ય એટલે વચનયોગ. વચનયોગ ભાષાવર્ગણાના પુદ્ગલોનો બને. પરંતુ જીવના ઉપયોગ વડે કરીને જ ભાષા વર્ગણાના પુદ્ગલો વચનયોગરૂપે પરિણમે છે. આમ વચનયોગના મૂળમાં જીવનો ઉપયોગ મુખ્ય છે. મન-વચન-કાયાના યોગ પુદ્ગલના પણ હોય. જીવને એટલા માટે તત્ત્વાર્થના પાંચમા અધ્યાયમાં “યોગ ઉપયોગી જીવેષ” જણાવેલ છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સૈકાલિક આત્મવિજ્ઞાન આ રીતે જ્ઞાનના મુખ્ય ત્રણ ભેદ છેઃ સાવરણ-નિરાવરણ, ક્રમિક અક્રમિક અને પૂર્ણ-અપૂર્ણ. તેમાં પૂર્ણ અક્રમિક, નિરાવરણ જ્ઞાન કેવલજ્ઞાન છે. સયોગી કેવલી ભગવંતનો વચનયોગ પણ ક્રમિક છે, અને છબસ્થનો વચન યોગ પણ ક્રમિક છે. કારણ કે પુદ્ગલ દ્રવ્યનું પર્યાય સ્વરૂપ ક્રમિક જ હોય, સર્વજ્ઞા કે અસર્વજ્ઞ વ્યક્તિ પુદ્ગલ સાથે ભળીને ક્રિયા કરે અગર ક્રિયા થાય તો તે ક્રમિક જ હોય. પરંતુ જ્ઞાનમાં એ ભેદ છે, કે સર્વજ્ઞનો ઉપયોગ અક્રમિક હોય અને વચનયોગ ક્રમિક હોય. જ્યારે અસર્વજ્ઞ છદ્મસ્થનો ઉપયોગ પણ ક્રમિક હોય અને વચનયોગ તો ક્રમિક હોય જ. તેથી ચોથા ભાંગા “સ્યાદ્ અવકતવ્યનો લક્ષ્ય અર્થ એ કરાવવાનો છે કે વકતવ્યનું મૂળ જે ઉપયોગ છે, તે ક્રમિક અને અક્રમિક એમ બે પ્રકારે છે. આમ પછીના ચાર ભાંગા લક્ષ્ય અર્થથી જ્ઞાનની દશાનું સ્વરૂપ સમજાવે છે, અને તેમાં પણ કેવલજ્ઞાનનું સ્વરૂપ કેવું અક્રમિક છે તે લક્ષમાં લેવું એ ઉદેશ છે. તેથી છાબસ્થિક જ્ઞાનને સ્યાદ્ અવકતવ્યાદિ ચાર ભાંગા લાગુ પડે. પરંતુ કેવલજ્ઞાનને લાગુ નહિ પડે. જે શેય પદાર્થો છે તે ક્રમિક છે કે અક્રમિક તે વિચારવાનું છે. ઉત્પાદવ્યય, હાનિ-વૃદ્ધિવાળું છે તે ક્રમિક છે. પુદ્ગલદ્રવ્ય અને સંસારી જીવોની અવસ્થા ક્રમિક છે. જીવની માંગ અવિનાશી આનંદની છે, જે કેવલજ્ઞાન આપી શકે છે અર્થાત્ અક્રમિક જ્ઞાન આપી શકે છે. જ્ઞાનની પૂર્ણતામાં પૂર્ણ સુખ મળે, અક્રમિક જ્ઞાન એ જ્ઞાનની પૂર્ણતા છે. અક્રમિક એવા પૂર્ણ જ્ઞાનનું લક્ષ્ય કરવા માટે ભગવંતે સ્યાદ્વાદ સપ્તભંગિ આપેલ છે. જો આ જગતમાં એક જ દ્રવ્ય સર્વ કાર્ય (બધાં દ્રવ્યોનું બધું કાર્ય) - કરી શકતું હોત તો સ્યાદ્ તત્ત્વ ન હોત. જો આ જગતમાં એકથી અધિક દ્રવ્ય ન હોત તો અપેક્ષા ન હોત અને તેથી સાપેક્ષવાદ ન હોત. જો આ જગતમાં એક જ દ્રવ્યમાં એકથી અધિક ગુણધર્મ ન હોત તો અનેકાન્તવાદ ન હોત. છતાંય પાછું સ્યાદ્દનું મૂળ તો અસ્યાદ્ છે, સાપેક્ષનું મૂળ નિરપેક્ષ છે. અને અનેકાન્તનું મૂળ એકાન્ત છે. પૂર્ણની હાજરીમાં અપૂર્ણ કદી ન રહે, અને અપૂર્ણની હાજરીમાં પૂર્ણ કદી ન રહે. પૂર્ણ અને અપૂર્ણ બંને સાથે કદી ન રહે. Page #186 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાર દર્શન ૧૭૭. સાપેક્ષવાદ (Theory of Relativity) માં આપણે અપૂર્ણની સામે અપૂર્ણ ઘટાવીએ છીએ તે અધ્યાત્મ માર્ગ નથી, પરંતુ પૂર્ણની ધરી પકડીને અપૂર્ણને સમજવું તે અધ્યાત્મવાદ છે. અધ્યાત્મ માર્ગ છે. અપૂર્ણમાંથી પૂર્ણ બનવા માટે મોક્ષસાધના માર્ગ છે અને સ્યાદ્વાદ છે. સપ્તભંગિ કેવલજ્ઞાનનું લક્ષ્ય કરાવે છે અને કેવલજ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે. છદ્મસ્થજ્ઞાનમાં જેવું અને જેટલું જાણીએ, તેવું અને તેટલું જગત કે જગતના ભાવો નથી. વળી જેટલું જાણીએ છીએ તે બધું ક્રમિકતાએ જાણીએ છીએ, જે જાણીએ છીએ તેનાથી અનંતગુણ ભાવોમાં જે જગતમાં રહેલ છે તે જાણતા નથી. આવું લક્ષ્ય સપ્તભંગિ અને સ્યાદ્વાદ કરાવે છે. આનાથી લાભ એ થાય છે કે જાણીએ તેટલા જ્ઞાનમાં બંધાઈએ નહિ. જો બંધાઈ જઈએ તો રાગ અગર દ્વેષ થયા કરશે. રાગ અને દ્વેષ ઘટતા જાય, ઓછા થતાં જાય, દૂર થઈ જાય, મતિજ્ઞાન મોકળું રહે અને મુક્ત થઈ કેવલજ્ઞાનમાં પરિણમે એ સપ્તભંગિ ને યાદૂવાદનો ઉદેશ છે, રહસ્ય છે, મર્મ છે-લક્ષ્યાર્થ છે. સપ્તભંગિથી જ્ઞાન અને કાળનો વિચાર કરવાનો છે. જ્ઞાનમાં કાળ કેમ ઘૂસી ગયો છે ? એ વિચારવાનું છે. જેમ ચશ્મા વડે કરીને આંખ જુએ છે તેમ આંખ વડે કરીને પોતાના જ્ઞાને કરીને આત્મા જુએ છે. જેથી નાની પુદ્ગલની બનેલી આંખો વડે વિશાળ જગતના નાના-મોટા સર્વ પદાર્થો દેખાય છે, જણાય છે. સ્યાદ્ શબ્દ પૂર્ણતાનું લક્ષ્ય કરાવવાની સાથે સાથે નિર્મોહી પણ બતાવે છે, જેમ અજીવ શબ્દ જીવનું નિષેધાત્મક સ્વરૂપ સમજાવે છે એ જ પ્રમાણે સ્યાદ્ શબ્દ અસ્યાદ્ અર્થાત્ પૂર્ણનું સ્વરૂપ સમજાવે છે-લક્ષ્ય કરાવે છે. કેવલજ્ઞાનમાં સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયનું અસ્તિત્વ એક જ સમયે અર્થાત્ સમકાળ વિદ્યમાન છે. તેના અસ્તિત્વથી “સ્વાદ અસ્તિ” સમજવાનું છે. તે જ પ્રમાણે છદ્મસ્થાનમાં સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાય એક જ સમયે સમકાલીન વિદ્યમાન નથી, તેના નાસ્તિપણાથી “સ્વાદ નાસ્તિ” સમજવાનું છે. સપ્તભંગિમાં પૂર્ણ અને સાચી દષ્ટિ કરવાની છે. જ્યારે સાત નયમાં તે પ્રમાણે સાધના કરવાની છે. સપ્તભંગિથી આત્માનો ઉપયોગ નિર્મોહી બનાવવાનો છે. સપ્તભંગિથી આત્માએ દૃષ્ટિમાં સાક્ષીભાવ અકર્તાભાવ લાવવાનો છે અને જ્ઞાનમાં ભોક્તાભાવ-કર્તાભાવ હોય તો તેને કાઢવાનો છે. જ્યારે સાત નય એ સાધના છે એનાથી આત્માને પૂર્ણતાએ પહોંચવાની રૂઢિ કેળવવાની છે. S-12 Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સૈકાલિક આત્મવિજ્ઞાન કોઈ પણ તત્ત્વના નક્કી કરેલા ગુણધર્મો વ્યક્તિની દૃષ્ટિ પ્રમાણે સાપેક્ષ છે. તે ગુણધર્મો સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આશ્રિત નથી. તેથી તે પરિવર્તનને પામનારાં છે. આ જ સાપેક્ષવાદ છે અને તે સ્યાદ્વાદ છે. કેવલજ્ઞાન એક ભેદે છે. તેથી તે એકાંત છે-અદ્વૈત છે, પણ શક્તિ અનંત છે. - કેવલજ્ઞાન સિવાયના બાકી સર્વમતિ શ્રુત, અવધિ અને મન:પર્યવ જ્ઞાન ઘણાં ઘણાં ભેદે છે અને શક્તિ અલ્પ છે. અનંત એટલે વ્યાવહારિક વાસ્તવિક અંતો ગયા અને નિશ્ચય પારમાર્થિક અંત આવ્યો કે જે અંતનો પછી અંત જ નથી, એવો અન + અંત = અનંતનો અર્થ છે. અનંતમાં નિત્યતા અને સમગ્રતા નિહાળવાની છે ત્યાં અક્રમિકતા જેના અનેક અંત છે તે અનેક + અંત = અનેકાન્ત છે. સાદિ-સાન્ત ભાવસ્થાના એક કરતાં અધિકા અંતો છે, અને તેથી તે અનિત્યાવસ્થા છેઅલ્પાવસ્થા-છદ્મસ્થતા છે. ત્યાં ક્રમિકતા છે. છદ્મસ્થ જ્ઞાનીઓની અનેકાન્ત ક્રમિક અને ભેદરૂપ દૃષ્ટિ છે. કેવલી ભગવંતની એકાન્ત અને અનંત શક્તિરૂપ અક્રમિક દૃષ્ટિ છે. આત્મા, પરમાત્મા બન્યા બાદ, સિદ્ધ થયા બાદ પણ જ્ઞાતા દૃષ્ટા હોવાથી “એકો અનંત એટલે કે એક એવો પણ અનંતરૂપ છે અને પાછો અનંતમાં એક છે. સર્વ જ્ઞેય પદાર્થો સર્વજ્ઞ સિદ્ધ પરમાત્મ ભગવંતના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. એ અપેક્ષાએ પરમાત્મા “એકો અનંત' છે. જ્યારે એ અનંતાશેય પ્રતિબિંબો સાથે સર્વજ્ઞ-સિદ્ધ પરમાત્મ ભગવંતના સંબંધમાં આવવા છતાંય પરમાત્મ ભગવંતની વીતરાગતામાં કે તેમના સ્વરૂપમાં લેશમાત્ર પણ ફેર પડતો નથી. તે અપેક્ષાએ પરમાત્મ ભગવંત અનંતમાં એક છે. જે અસત પદાર્થ છે એમાં રસપૂર્વક નિત્યતા કરીએ છીએ તે જ રાગ છે અને દેહભાવ છે. વૈરાગ્યથી અનેકાન્ત દૃષ્ટિથી અનેકાન્તધર્મવાળા પદાર્થને જોવાથી અબદ્ધ અર્થાત્ રાગરહિત થવાય છે અને જગત મિથ્યા, બ્રહ્મસત્યની અનુભૂતિ થાય છે. સ્યાદ્વાદ દ્વારા આત્માની સિદ્ધિ કરવાની છે કે જે આત્મા અસ્યા છે અનેકાન્ત દ્વારા એક અને સમરૂપ એકાન્ત એવા આત્માની સિદ્ધિ કરવાની છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ દર્શન ૧૭૯ તીર્થંકર પરમાત્મ ભગવંતે આપેલ સ્યાદ્વાદદર્શન જ સત્ય સામ્યવાદ દર્શન છે કે જે દર્શન કર્મનિરપેક્ષ જીવની સિદ્ધ અવસ્થા સત્તાથી સર્વ જીવોમાં જોવાની દૃષ્ટિ આપે છે અને એટલું જ નહિ પણ એવી સર્વસમાન અવસ્થા જ્યાં છે તે સિદ્ધાવસ્થાના સ્થાન મોક્ષને બતાડે છે અને ત્યાં પહોંચવાના માર્ગને પણ દેખાડે છે. જે વસ્તુ સાપેક્ષ છે તેની વિરુદ્ધ વસ્તુની તત્ત્વની અસ્તિ અર્થાત્ હસ્તિ વિશ્વમાં હોય જ. ઉદાહરણ તરીકે.... જીવ સામે અજીવ; જ્ઞાન સામે અજ્ઞાન; રૂપી સામે અરૂપી; પ્રકાશ સામે અંધકાર; ઠંડી સામે ગરમી તેમ ક્રમ સામે અક્રમ ઇત્યાદિ સાપેક્ષ મારું માનેલું ટળી શકે છે અને નિરપેક્ષ મારું કદી ટળતું નથી. સપ્તભંગિથી કેવલજ્ઞાનનું સ્વરૂપ કેવું છે તેનું જાણપણું પ્રાપ્ત થાય છે, અને એ જાણપણા ઉપ૨ સાત નયોની દૃષ્ટિ અને સાધના છે. જે વડે કાર્યસિદ્ધિરૂપ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે, માટે કેવલજ્ઞાનને કાર્યસિદ્ધિનો વિષય બનાવવો જોઈએ. કેમ કે સાત નયયુક્ત આપણું જીવન છે, સપ્તભંગિયુક્ત આપણી દૃષ્ટિ છે અને ચા૨ નિક્ષેપા એ આપણો વ્યવહાર છે. સપ્તભંગિ અને સાત નયો દૃષ્ટાએ સ્વયં પોતા ઉપર અને પોતાની દૃષ્ટિ ઉપર લાગુ પાડીને સ્યાદ્ અપૂર્ણ અવસ્થામાંથી જીવે પોતાની પૂર્ણ અસ્યાદ્ આત્યંતિક એવી પરમ શુદ્ધાવસ્થા પ્રાપ્ત કરવાની છે. આ જ તો અધ્યાત્મવાદ છે. સપ્તભંગિ અને સાત દૃશ્યને લાગુ નથી પાડવના. એ કામ દર્શનવાદીના છે. દૃષ્ટાના કે સાધકના નહિ. ખંડનાત્મક પદ્ધતિને ખતમ કરવા માટે જ્ઞાની ભગવંતે સ્યાદ્વાદ આપેલ છે. કોઈ પણ વિકલ્પમાં ન બંધાઈએ અને અહર્નિશ નિર્વિકલ્પકતા એટલે કે અક્રમિકતાનું લક્ષ્ય રહ્યા કરે અને થયા કરે તે માટે જ્ઞાની ભગવંતોએ સ્યાદ્વાદદર્શન પ્રરૂપેલ છે. સાપેક્ષવાદની સમજણ જીવે દરેક પરિસ્થિતિમાં સમાધાન કરી સમભાવપૂર્વક જીવવા માટે પ્રાપ્ત કરવાની છે. સાપેક્ષવાદ કાંઈ વાદવિવાદ માટે નથી ભણવાનો. સ્યાદ્વાદથી આપણે જ્ઞાનપ્રકાશ વિવેકમાં રહીને જીવવાનું છે. કોઈને દુઃખી નથી કરવાના. પરમાત્મા પાસેથી સ્વરૂપ સત્ય મળે છે, જ્યારે દીન, દુઃખી, દરિદ્રી, પીડિત વ્યક્તિઓને જોઈને સ્વરૂપ તત્ત્વ કેમ આવરાયેલું છે તે સમજાય છે. સપ્તભંગિ પૂર્ણતત્ત્વનું લક્ષ્ય કરાવે છે. જ્યારે સાત નયો પૂર્ણ તત્ત્વની Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સૈકાલિક આત્મવિજ્ઞાન પ્રાપ્તિ અંગે વિકાસ કરાવીને પૂર્ણતાએ પહોંચાડે છે. સાત નયોથી સાધકે ઉત્તરોત્તર સાધના કરવાની છે. એકબીજા નયમાં એકબીજાને જોવાના છે. સપ્તભંગિ અને સાત નયોની સાધના દ્વારા જીવે અહમ્-રહિત થવાનું છે, અને નહિ કે અહમ્ વધારવા, વાદવિવાદ કરવા યા પંડિતાઈ બતાડવા સાધના કરવાની છે. જ્યાં સુધી હું કેવલજ્ઞાની નથી થયો ત્યાં સુધી હું હારેલો છું. મોહરાજાથી હારેલો એવો હું દોષોથી ભરેલો છું માટે મારી હારને જીતમાં પલટાવવા માટે સાત નો અને સપ્તભંગિની સાધના કરવાની છે. સાત નય વગરનું કોઈ જીવનું જીવન નથી. નિગમ સંગ્રહ અને વ્યવહાર નય જણાવે છે કે... હે જીવ ! તું તારા પ્રત્યે અને જગત પ્રત્યે દૃષ્ટિ કર ! ત્યારે આપણે અનાદિકાળથી જગતને આપણા પ્રત્યે દૃષ્ટિ કરાવવા ઇચ્છીએ છીએ અને પોતે સ્વયં પ્રતિ પણ દૃષ્ટિ કરતા નથી. આપણા મોહભાવો રસવાળા છે, કઠિન છે કારણ કે આપણા જ્ઞાનને સ્યાદ્ લગાડતા નથી. જો આપણા જ્ઞાન ઉપયોગમાં ચા લગાડીએ તો આપણા મોહભાવો મૃદુ થાય, અલ્પ થાય. આપણું જ્ઞાન સાવરણ જ્ઞાન છે. અપૂર્ણ અને ક્રમિક એવું આંધળું જ્ઞાન છે, માટે આંધળાને દોરવાને માટે લાકડીની જરૂર હોય છે. એમ છદ્મસ્થના આવરણ-અલ્પ-અપૂર્ણ-ક્રમિક-આંશિક જ્ઞાનને અલ્પ મોહભાવ રહે તે માટે થઈને સ્યાદ્વાદ લગાડવાનો છે. સ્યાદ્વાદ, જ્ઞાની ભગવંતોએ આપણને નિર્મોહી બનવા માટે તથા નિર્મોહીપણે જીવન જીવવા માટે આપેલ છે, જેથી કરી જ્ઞાનમાં અહમ્ ન રહે અને મોહવિકારો અલ્પ અને અલ્પ થતા જાય. જ્યાં સુધી આપણા જ્ઞાનમાં મોહવિકારો છે ત્યાં સુધી આપણે આંધળા એટલે કે અજ્ઞાની અર્થાત્ અપૂર્ણ જ્ઞાની છીએ. દેખતા તો તે છે કે જેઓ પ્રત્યક્ષ જ્ઞાની અર્થાત પૂર્ણજ્ઞાની-કેવલજ્ઞાની એવા સર્વજ્ઞ છે. જેમના જ્ઞાનમાં મતિજ્ઞાનમાં કોઈ ધર્મો, કોઈ વિચારો, કોઈ સંકલ્પો કે કોઈ વિકલ્પો નથી, જ્યાં જોવા-જાણવાની કોઈ જરૂર નથી, જ્યાં સ્મૃતિ કે વિસ્મૃતિના કોઈ પ્રશ્નો નથી. સ્યાદ્વાદ આપણા જ્ઞાન ઉપયોગમાં નિરંતર ચાલુ રાખવાથી આપણું કાર્ય ચાલ્યા કરે છે અને અંતે આપણે સ્વયં દેખતા થઈએ છીએ. માટે જ સર્વજ્ઞ ભગવંતના જ્ઞાનની કિંમત છે. સ્યાદ્વાદ દ્વારા “તત્ત્વ કેવલિગમ Page #190 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ દર્શન કહી તે સર્વજ્ઞ ભગવંતના સંપૂર્ણ જ્ઞાનનું શરણ લઈ આપણે નમ્ર-અહહિત બનીએ છીએ, નમીએ છીએ, ઢળીએ છીએ. જ્યાં મોહ હોય ત્યાં વિષયના ચડ-ઊતરના ઢાળ હોય, નિર્મોહતાવીતરાગમાં ઢાળ ન હોય. ચાર ધર્મ, ચાર નિક્ષેપા, ચાર કારણ, પાંચ કારણ, ષડ, સ્થાનક, સાત નય, સપ્તભંગિ, આઠ કર્મ, નવ તત્ત્વ, ચૌદ ગુણસ્થાનક, અઢાર પાપસ્થાનક, વ્યવહાર-નિશ્ચય, દ્રવ્યાર્થિક નય-પર્યાયાર્થિક નય, ઉત્પાદ-વ્યય-ધ્રુવની ત્રિપદી, દ્રવ્યગુણપર્યાય પાંચ અસ્તિકાય, ષડ દ્રવ્ય આદિ ત્રૈકાલિક તત્ત્વો સર્વજ્ઞ જ્ઞાની ભગવંતોએ આપેલ છે તે સર્વનો સમૂહ એ જ આપણું જીવન છે. વ્યવહાર પણ હું છું અને સાત નય પણ હું છું. સ્યાદ્ છું ત્યાં સુધી આ સઘળું હું છું. સર્વશ થાઉં, એટલે સર્વથી અતીત થાઉં, જે સર્વાતીત અવસ્થા શુદ્ધાત્મદશાસિદ્ધાવસ્થા છે અને તે પરમાત્મતત્ત્વ છે. ૧૮૧ કોઈ પણ જીવ જાણે કે અજાણે પુણ્ય બાંધે છે તેના કારણમાં મૂળમાં સર્વજ્ઞ ભગવંતે શુભ ભાવ કેમ કરવા એ બતાડેલ છે તે કારણભૂત છે. કોઈને પૂછવા જઈએ એટલે આપણે જ્ઞાનમાં આંધળાં છીએ,- અપૂર્ણ છીએ. કેવલી ભગવંત બીજા કેવલી ભગવંતનેય પૂછતા નથી, તેમ પ્રશ્ન કર્તાને પ્રશ્ન દોહરાવવાય જણાવતા નથી. માટે તેઓ પૂર્ણજ્ઞાની છે; સર્વજ્ઞ છે. કેવલજ્ઞાની જાણે બધું પણ એમને જરૂર કાંઈ નહિ. જ્યારે છદ્મસ્થજ્ઞાનીઓ જાણે ઓછું અને જરૂર ઘણી બધી. આપણે આવશ્યકતા બધી. મટાડી દઈએ એવી સાધના કરીએ તો આપણું જ્ઞાન પૂર્ણ બને. જેને કશાની કાંઈ જરૂર નથી, એને કોઈ પદાર્થને જાણવાનીય જરૂર નથી. ઇચ્છાતત્ત્વ, કામનાતત્ત્વ જ્ઞાનનો આધાર લઈને નીકળે છે અને તે જ્યાં સુધી હોય છે ત્યાં સુધી જ્ઞાન અજ્ઞાન બની રહે છે. આમ કેવલજ્ઞાનની અપેક્ષાએ ન જોઈએ તો આંધળા છીએ. પરંતુ કેવલજ્ઞાનની અપેક્ષાને રાખીને જોઈએ તો આંધળાં ખરાં પણ કાર્ય થઈ રહેલ છે. આંધળાપણું ટળશે અને દેખતા થવાશે, પરમાત્મા બનાશે. દરેક જીવનું મતિજ્ઞાન અમુક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી આંધળું હોય છે માટે સ્યાદ્વાદથી કેવલજ્ઞાનીની અપેક્ષાએ એટલે કે સર્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ વિચારવા ફરમાવેલ છે કે જેથી પ્રત્યેક જીવ અને પ્રત્યેક પદાર્થ પ્રતિ સાધકની દૃષ્ટિ વિશાળ ઉદાર અને ઉમદા બને. Page #191 -------------------------------------------------------------------------- ________________ 1 ૫. નય મીમાંસા સ્યાદ્વાદશૈલીથી તત્ત્વ નિરીક્ષણ માટે જેમ સપ્તભંગિનું પ્રદાન કરેલ છે. તેમ સાધકને સાધનામાં વિકાસ માટે સાત નય બતાડેલ છે. દશ્ય પદાર્થ ઉપરના આપણા મતિજ્ઞાનના ઉપયોગનું નામ જ નય છે. આમ નય એ દૃષ્ટિ છે. પણ સાથે સાથે કર્તા માટે કાર્ય સુધી પહોંચવાનો વિકાસક્રમ છે. જેટલા પ્રકારનાં વચન છે તેટલા પ્રકારના નય છે, જાવઇઆ વયણવતા તાવઆ ચેવ હોંતિ ણયાવાયા જાવઇઆ ણયવાયા તાવUઆ ચેવ પરસમયા અર્થાત્ જેટલા વચનમાર્ગો છે તેટલા નયવાદ છે અને જેટલા નયવાદ છે તેટલા પરસમય (મતમતાન્તર) છે. -સન્મતિતર્ક = સિધ્ધસેન દિવાકર એક પદાર્થને અનેક ધર્મો હોય છે. તેના એક ધર્મને જોવો અને તે સિવાયના બીજા ધર્મોનો અપલાપ ન કરવો તેને “નય' કહેવાય છે. પરંતુ જો પદાર્થના અન્ય ધર્મોનો અપલાપ કરવામાં આવે તો તે નયાભાસ છે. આપણે છબસ્થ એકી સાથે બધું જાણી શકતા નથી અને એકસાથે બધાથી બધું બોલી શકાતું નથી. એવા છદ્મસ્થના ક્રમિક ઉપયોગના વિકલ્પનું નામ નય છે. નય એ આપણું બુદ્ધિતત્ત્વ છે. નય એ આપણી દૃષ્ટિ છે. ક્રમથી જ્યાં જાણવાનું હોય તેનું નામ નય. જેટલા વિચારો વિકલ્પના પ્રકારો છે તે બધાં નયો છે, નયને વિચાર દૃષ્ટિ વિકલ્પ કહી શકાય. અભિપ્રાય બતાવનાર શબ્દ, વાક્ય કે શ્રુતશાસ્ત્ર કે સિદ્ધાંત એ સર્વને નય કહી શકાય. પોત પોતાની મર્યાદામાં રહેતાં એ નય માનનીય છે અને બીજાને ખોટાં ઠરાવવા જતાં અમાન્ય ઠરે છે. ઈન્દ્રિયોની મદદથી કે મદદ સિવાય ઉત્પન્ન થયેલ જ્ઞાન જ્યારે કોઈ વસ્તુને યથાર્થપણે પ્રકાશિત કરે છે ત્યારે તે પ્રમાણકહેવાય છે અને પ્રમાણ દ્વારા પ્રકાશિત થયેલી વસ્તુને શબ્દ દ્વારા બીજાને જણાવવા માટે તે વસ્તુના વિષયમાં જે અંશને સ્પર્શતી માનસિક વિચારક્રિયા થાય છે તે “નય”. અર્થાત શબ્દમાં ઉતારાતી કે ઉતારવાલાયક જે જ્ઞાનક્રિયા તે “નય', અને તેનો પુરોગામી ચેતના વ્યાપાર તે પ્રમાણ.” નય” પ્રમાણભૂત જ્ઞાનનું અંશભૂત જ્ઞાન છે. પ્રમાણ વ્યાપારમાંથી જ નય વ્યાપારની ધારાઓ પ્રગટે છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ નય મીમાંસા ૧૮૩ ઉપર જણાવ્યું તેમ, પ્રમાણ દૃષ્ટિ વસ્તુને અખંડ રૂપે ગ્રહણ કરે છે, અને વસ્તુના જુદા જુદા ધર્મ પરતત્વની મુખ્ય દૃષ્ટિ એ નય દૃષ્ટિ છે. એક વસ્તુને કોઈ, કોઈ રૂપે જુએ કે સમજે, એથી એક વસ્તુ પરત્વે જુદા જુદા માણસોનો જુદો જુદો અભિપ્રાય બંધાય છે. “ક” એક વસ્તુને જે રીતે-જે પ્રકારે સમજ્યો હોય, તેની એ જ વસ્તુને જુદી રીતે-જુદા પ્રકારે સમજનાર “ખ” ને ખબર પણ ન હોય અને એજ પ્રમાણે “ખ” ની સમજની “ક” ને ખબર ન હોય. પણ એ બન્નેને એકબીજાની ભિન્ન ભિન્ન પ્રકારની સમજ માલૂમ પડે તો એમની અધૂરી સમજ પૂરી થાય, જો એ બન્ને જિજ્ઞાસુ હોય તો જ્ઞાન અને ક્રિયા એ બેમાંથી એકની જ ઉપયોગિતાની જેને સમજ હોય, અથવા દ્વત અને અદ્વૈત જેવા સામસામા દેખાતા સિદ્ધાંતોમાંથી જ એક સિદ્ધાંતની જેને સમજ હોય, તે જો બીજી બાબત તરફ પણ પોતાની વિચારદૃષ્ટિ લગાવે, એના દૃષ્ટિ-બિંદુને પણ યોગ્ય રીતે સમજે, તો બીજી બાબતને પણ સ્વીકારે જ. જેમ “પ્રમાણ એટલે શુદ્ધ જ્ઞાન, તેમ “નય' એટલે પણ શુદ્ધ જ્ઞાન. ફરક એટલો જ કે એક શુદ્ધ જ્ઞાન અખંડ વસ્તુને સ્પર્શે છે, જ્યારે બીજું વસ્તુના અંશને સ્પર્શે છે. પણ મર્યાદાનું તારતમ્ય છતાં એ બંને જ્ઞાન શુદ્ધ છે. પ્રમાણ રૂપ શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ “નયની વાટે થાય છે. કેમ કે પ્રમાણરૂપ શુદ્ધ જ્ઞાન જ્યારે બીજાની આગળ પ્રકટ કરવામાં આવે છે ત્યારે તે ખાસ મર્યાદામાં આવી જવાથી “નય બની જાય છે, વસ્તુની એક બાબત (અંશ) ને સ્પર્શનારી એક નયદષ્ટિને એ જ વસ્તુની બીજી બાબત (અંશ)ની ખબર હોય પણ ખરી અને ન પણ હોય. જો હોય તો પણ પોતાના જ વિષયને સ્પર્શવાની એની મર્યાદા છે. કેમ કે વ્યવહારમાર્ગ એવો જ હોય છે. જેમ કે, જ્ઞાનની મહત્તા અને ઉપયોગિતા બતાવવી હોય ત્યારે જ્ઞાનનું મહત્ત્વ કે ઉપયોગિત જે વર્ણવાય તે જ્ઞાનદષ્ટિરૂપ જ્ઞાનનયને આભારી છે. તે વખતે, ક્રિયાને પણ સ્થાન છે. એની ખબર હોવા છતાંય જ્ઞાનનય (પ્રસંગાનુરૂપ) જ્ઞાનની જ મહત્તા વર્ણવે, અને એમ કરવામાં એ કશું ખોટું કરતો નથી. હા, ખોટું કરતો તે ત્યારે કહેવાય કે જ્યારે પોતાની વાતને ગાવાની ધૂનમાં ક્રિયાની ઉપયોગિતાના સ્થાનને નષ્ટ કરી નાખે. એક જ વસ્તુ પરત્વે જુદી જુદી દૃષ્ટિએ ઉત્પન્ન થતી જુદા જુદા યથાર્થ અભિપ્રાયો, વિચારો, ‘નય' કહેવામાં આવે છે. એક જ મનુષ્યને જુદી જુદી અપેક્ષાએ કાકા-ભત્રીજો, મામા-ભાણેજ, પુત્ર-પિતા, સસરો-જમાઈ વગેરે જે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ત્રૈકાલિક આત્મવિજ્ઞાન માનવામાં આવે છે તે સાદા વ્યવહારુ દાખલાથી ‘નય’ નો ખ્યાલ આવી શકે છે. વસ્તુમાં એક ધર્મ નથી; અનેક ધર્મો છે. અતએવ વસ્તુગત ભિન્ન ભિન્ન ધર્મોને લગતા જેટલા અભિપ્રાયો તેટલા ‘નયો’ છે. જગતના વિચારોના આદાન-પ્રદાનનો બધો વ્યવહાર ‘નય’ છે.* અનેકાન્તદૃષ્ટિથી વસ્તુ એના વ્યાપક સ્વરૂપમાં એ કેવા ધર્મોનો ભંડાર છે તે સમજાય છે, અને વ્યવહારના વખતે એમાંની સમયોચિત બાબત (ધર્મ)નો ઉપયોગ કરવામાં આવે છે, જે નયનો પ્રદેશ છે. એક જ ઘટ વસ્તુ; મૂળ દ્રવ્ય-માટીની અપેક્ષાએ વિનાશી નથી અર્થાત્ નિત્ય છે. પરંતુ તેના આકારાદિરૂપ પર્યાય (પરિણામ)ની દૃષ્ટિએ વિનાશી છે. આમ એક દૃષ્ટિએ ઘટને નિત્ય માનવો અને બીજી દૃષ્ટિએ અનિત્ય માનવો એ બન્ને નયો છે. અત્રે સમજી લેવું જરૂરી છે કે કોઈ પદાર્થ નાશ પામતો નથી. જે પદાર્થ નાશ પામતા આપણને દેખાય છે તે પણ વસ્તુતઃ કેવળ બદલાતા (પરિવર્તન પામતા) હોય છે. આત્મા નિત્ય છે એ નિઃશંક છે. કેમકે આત્માનો નાશ થતો નથી. આત્મા અનાદિ-અનંત, અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ છે. પરંતુ તેના સંસારી જીવનમાં હંમેશા પરિવર્તન થતું રહે છે. આત્મા કોઈ વખતે પશુજીવનને પ્રાપ્ત કરે છે, તો ક્યારેક મનુષ્યાવસ્થામાં આવે છે. વળી ક્યારેક દેવભૂમિનો ભોક્તા બને છે, તો ક્યારેક નરકાદિ દુર્ગતિમાં જઈ પડે છે. એ એક જ આત્માની પરિવર્તનશીલતા સૂચવે છે. અરે! એક જ ભવ એક જ શરીરમાં પણ આત્માની યાત્રા કાંઈ ઓછી પરિવર્તનશીલ નથી. અવસ્થા, વિચાર, વેદના, ભાવના, હર્ષ, વિષાદ આદિના બાહ્ય તથા આંતરિક કેટકેટલાં પરિવર્તન થાય છે ! દેહધારી આત્મા સતત પરિવર્તનની ઘટમાળમાં ફરતો રહે છે. આ કારણને લીધે નિત્ય દ્રવ્ય રૂપ આત્માને કથંચિત અનિત્ય પણ માની શકાય. છતાં આત્માને એકાંત નિત્ય કે એકાન્ત અનિત્ય નહિ પરંતુ નિત્યાનિત્ય માની શકાય. * જેમ સમુદ્રનું બિંદુ સમુદ્ર ન કહેવાય, તેમ અસમુદ્ર એટલે કે સમુદ્ર બહારનું પણ ન કહેવાય. કિંતુ સમુદ્રનો અંશ કહેવાય. જો સમુદ્રના એક બિન્દુને સમુદ્ર માનવામાં આવે તો એ બિન્દુ સિવાયનો સમુદ્રનો શેષભાગ અસમુદ્ર બની જાય ! અથવા જો સમુદ્રના દરેક બિન્દુને એક એક સમુદ્ર ગણવામાં આવે તો એક જ સમુદ્રમાં કરોડો સમુદ્રોનો વ્યવહાર થવા લાગે ! હકીકતમાં એવો વ્યવહાર નથી, એ જ પ્રમાણે આંગળીનું ટેરવું આંગળી ન કહેવાય. તેમ આંગળી નથી એમ પણ ન કહેવાય. છતાંય ટેરવું આંગળીનો અંશ તો છે જ. આમ ‘નય’ પણ પ્રમાણનો અંશ છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ નય મીમાંસા ૧૮૫ બૌદ્ધદર્શનનું મંડાણ-“જગત ક્ષણિક છે “અનિત્ય છે' એવા અનિત્યના મત ઉપર થયેલ છે. જ્યારે વૈદિક દર્શનનું મંડાણ “બ્રહ્મ સત્ય જગત મિથ્યા' એ નિત્યતાના મત ઉપર નકી થયેલ છે. વાસ્તવિક તો જગત જૈનદર્શને જણાવ્યા મુજબ નિત્યા નિત્ય ઉભય છે. પ્રવાહથી અનાદિ અનંત હોઈ તે નિત્ય છે. ઘટના બનાવથી સાદિ સાત્ત હોઈ તે અનિત્ય છે, પરંતુ વીતરાગતાની પ્રાપ્તિ સાધ્ય કરવા ધારે તો બૌદ્ધદર્શનના નિત્યવાદથી પણ કરી શકે છે. સાધકને મતલબ વીતરાગતા પ્રાપ્ત કરવાથી છે. વીતરાગતા પ્રાપ્ત થાય તો સર્વજ્ઞતા અને નિર્વિકલ્પતાની પ્રાપ્તિ થાય અને પરમાત્મા બનાય. વસ્તુના વિનાશી અર્થાત અનિત્ય-સ્વરૂપને લક્ષમાં લઈ વિનાશને જ દુઃખરૂપ સમજીએ અને તે પ્રત્યે વૈરાગ્ય કેળવી તે વિનાશી પદાર્થથી છૂટવાની, પર થવાની સાધના સાધક કરી શકે અને વીતરાગ બની શકે. તે જ પ્રમાણે સાધક વસ્તુના નિત્ય સ્વરૂપને લક્ષમાં લઈ નિત્યતાઅવિનાશિતામાં જ સુખ છે, એમ સમજીને નિત્ય સ્વરૂપની પ્રાપ્તિની સાધના કરી સાધક નિત્યથી અભેદ થઈ શકે, અર્થાત્ વીતરાગ બની શકે. આમાં પ્રથમ વિકલ્પ નિષેધાત્મક છે. જ્યારે બીજો વિકલ્પ વિધેયાત્મક છે. જૈનદર્શનમાં ઉભય વિકલ્પથી સાધના બતાવી છે. નિત્ય છે તેને નિત્ય સ્વરૂપે બતાડેલ છે અને અનિત્ય છે તેને અનિત્ય સ્વરૂપે બતાડેલ છે. અનિત્યથી છૂટવા અને નિત્યથી જોડાવા જણાવેલ છે. “સ્વમાં વશ અને પરથી ખસ' અને “સ્વને ભજ ને પરને તજ', એ આ સંદર્ભમાં જ ફરમાવેલ છે. સ્વભાવ સ્વ છે તે અવિનાશી છે. આવવા જવાના સ્વભાવવાળું નથી. જ્યારે પર છે તે વિનાશી છે. એનો સંયોગ પણ છે અને વિયોગ પણ છે. પર આવવા જવાના સ્વભાવવાળું છે. પર એ અપ્રાપ્ત છે. જ્યારે સ્વ તો પ્રાપ્ત જ છે. માત્ર એ આવૃત્ત છે. જેને અનાવૃત્ત કરવાનું છે. અર્થાત પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે. આમ જૈનદર્શને વીતરાગતા તરફનું બે પાંખે ઉડયન બતાવેલ છે કે જેનાથી લક્ષને શીધ્ર આંબી શકાય છે. જૈનદર્શને સ્વનિત્યનું લક્ષ્ય કરવા અને પુદ્ગલદ્રવ્યની અનિત્યતા પ્રતિ વૈરાગ્ય કેળવવા ફરમાવેલ છે. દૂધ જેને અપેક્ષિત છે તેને દૂધ સાથે સંબંધ છે. ગાયના રંગ સાથે સંબંધ નથી. ગાય ધોળી, લાલ, કે કાબરચીતરી હોય તોય દૂધ સહુ ગાયનું શ્વેત જ હોય છે. તે જ પ્રમાણે વીતરાગતાના ઇચ્છુક સાધકને વીતરાગતાની પ્રાપ્તિથી મતલબ છે, પછી તે વિનાશી પ્રત્યેના વૈરાગથી આવે અથવા સ્વયંની અવિનાશિતાના લક્ષ્મપૂર્વક વિતરાગી પરમાત્મા પ્રત્યેના અનુરાગ ભક્તિથી Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સૈકાલિક આત્મવિજ્ઞાન આવે. ટૂંકમાં સાધકને મમથી મતલબ છે, ટપ ટપથી નહિ. જે દૃષ્ટિએ (દ્રવ્ય દૃષ્ટિએ) આત્મા નિત્ય છે તે દૃષ્ટિ અને જે દૃષ્ટિએ (પર્યાય દૃષ્ટિએ) આત્મા અનિત્ય છે તે ઉભય દૃષ્ટિ “નયો' કહેવાય છે. વૈદિક દર્શને પણ આત્માને નિત્ય કુટસ્થ કહેલ છે, એટલે કે જેમ હથોડા ટીપાવા છતાં એરણ તો એની એ જ અને એવી ને એવી જ એક આકારની રહે છે, તેમ આત્મા તો એનો એ જ રહે છે. આકાર એરણ ઉપર જે બદલાય છે તે તો લોઢાના બદલાય છે. તેમ ભવચક્રમાં પીસાતો અને ટીપાતો આત્મા એ જ રહે છે પણ જે બદલાય છે તે આત્માનાં કલેવરો છે જે પુદ્ગલના બનેલાં હોય છે. ટીપાવા પીસાવા છતાં આત્મા અજરામર, અવિનાશી, નિત્ય જ રહે છે. નય જેમ દૃષ્ટિ અને વિકલ્પ છે તેમ સાધકને માટે તે દૃષ્ટિ-વિકલ્પનય એ અસાધારણ અત્યંતર પોતીકું સાધન પણ છે. દષ્ટિ-વિચાર-વિકલ્પ આત્માના પોતાના આધારે ઉત્પન્ન થાય છે અને પોતામાં જ સમાય છે. જ્યારે શરીર એ સંયોગી પદાર્થ છે. જે સંયોગ બાદ વિયોગને પામે છે. શરીર એ પર દ્રવ્ય એવા પુદ્ગલ દ્રવ્યના સ્કંધોનું બનેલ હોય છે. શરીર કાંઈ આત્મામાંથી બનતું નથી કે આત્મામાંથી ઉત્પન્ન થતું નથી. આવા આ નિયોનું નિરૂપણ એટલે વિચારોનું વર્ગીકરણ. નયવાદ એટલે વિચારમીમાંસા. આમ વિકલ્પ દૃષ્ટિ કે જેને નય કહેવાય છે તે નયના અનંતા ભેદ છે. એ અનંત નયોનો સમાવેશ મુખ્ય સાતસો નયોમાં થાય છે અને એ સાતસો નયોનો સમાવેશ મુખ્ય સાત નયોમાં કરવામાં આવે છે જે શાસ્ત્રીય પરિપાટી છે. બાકી એ સાત નયોનો સંકોચ માત્ર બે નયોમાં પણ થાય છે જે બે નયો ‘દ્રવ્યાર્થિક નય’ અને ‘પર્યાયાર્થિક નય' તરીકે પ્રસિદ્ધ છે. વળી એક બીજી વિચારસરણી અનુસાર એ સાત નયોનું વર્ગીકરણ વ્યવહાર નય” અને “નિશ્ચય નય” પણ થાય છે. What is it ?' અર્થાત્ “તે શું છે ?” પ્રશ્નથી દ્રવ્યને જાણી શકાય છે અને “How is it ?' “તે કેવું છે ?” પ્રશ્નથી દ્રવ્યના પર્યાયને જાણી શકાય છે. આપણા સહુ સંસારીનું વાસ્તવિક જીવન “શું ?” અને “કેવું ?” એ જ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયયુક્ત છે : સાત નય નીચે મુજબ છે : (૧) નૈગમ નય (૨) સંગ્રહ નય (૩) વ્યવહાર નય (૪) ઋજુત્ર નય જેના બે વિભાગ સ્કૂલ અને સૂક્ષ્મ છે. (૫) શબ્દ નય (૬) સમભિરૂઢ Page #196 -------------------------------------------------------------------------- ________________ નય મીમાંસા ૧૮૭ નય અને (૭) એવંભૂત નય. આમાંના પ્રથમ ચાર નો ‘દ્રવ્યાર્થિક નય” છે. જ્યારે પછીના ત્રણ નયો “પર્યાયાર્થિક નય” છે. આ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના ભેદ ભૂલ અને સૂક્ષ્મની અપેક્ષાએ છે. દ્રવ્યાર્થિક નવો અભોગ્ય છે. જ્યારે પર્યાયાર્થિક નો ભોગ્ય છે. કાર્યની શરૂઆત (આદિ) એ નૈગમ નય છે. જ્યારે કાર્યની પૂર્ણતા (સમાપ્તિ) જે એવંભૂત નય છે અને કાર્યના વચલા તબક્કા જે છે તે ઉપર જણાવ્યા મુજબના બીજાથી લઈ છ8ા સુધીના પાંચ નયો છે. વળી જે ઉત્તરોત્તર વિકાસના કાર્યકારણના તબક્કા છે. (અ) નૈગમનય એટલે બધાં કારણ-કાર્યની પરંપરા છે, પાયો છે. (બ) વચલાં બધાં નયો એ ફારણ-કાર્યનું બીજ છે. (ક) જ્યારે એવંભૂત નય એ અંતિમ કાર્ય છે. સંસારમાં પારમાર્થિક એવંભૂત નય છે જ નહિ. કેમ કે ત્યાં કાર્યકારણ પરંપરા ચાલુ રહે છે અને આત્યંતિક એવી અંતિમ સિદ્ધિ ત્યાં છે જ નહિ. પારમાર્થિક એવંભૂત નય માત્ર મોક્ષમાર્ગમાં સિદ્ધત્વ અર્થાત પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ થવી તે છે. આ નયોમાં મોહનીયના ૧૬ કષાયો અને ૯ કષાયોને હણવા માટે જે નય સાધનામાં કામમાં આવે તે સુનય છે. સુનયને સાધન બનાવીને આપણે અવિકારી, અવિનાશી, વીતરાગી બની પારમાર્થિક એવંભૂત નયમાં જવાનું છે? પદાર્થના ગુણધર્મને અનુલક્ષીને સુનય-કુનયમાં ભેદ નથી.શું જોઈએ છે ?” એના સંદર્ભમાં સંસાર નથી. પરંતુ દશ્ય પદાર્થ જોઈને એના સ્વ પરત્વે કેવા ભાવ કરીએ છીએ એ ઉપર સંસારભાવ કે મોક્ષભાવ સમજવાનો છે. માટે જ દેહભાવ એ કુનય છે અને આત્મભાવ એ સુનય છે. કોઈ પણ પદાર્થને રાગપૂર્વક જોવો જાણવો નહિ, અને જોયા જાણ્યા પછી રાગ કરવો નહિ એ “સુનય દૃષ્ટિ' છે, જ્ઞાતા દૃષ્ટા ભાવ એ “સુનય દૃષ્ટિ' રાગભાવ હઠાવવા તે “સુનય' છે. સંસારમાં જેટલા જેટલા આપણા દેહભાવ-મોહભાવ છે, તે સઘળા કુનય' છે, જે મિથ્યા દર્શન' છે આત્મભાવ, આધ્યાત્મિક ભાવ “સુનય' છે. અગાઉ જણાવ્યા મુજબ આ નયોની વહેંચણી બીજા બે ભેદ નિશ્ચયનયમાં અને વ્યવહારનયમાં પણ કરવામાં આવ્યા છે. નિશ્ચય એટલે અત્યંતરદશા. અર્થાત અત્યંતર એવું અંતઃકરણ કે મનોયોગ જ્યારે વ્યવહાર એટલે દેહ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ અને દેહ થકી થતી ક્રિયા. નિશ્ચયનય એટલે દ્રવ્યની સાથે ગુણ-પર્યાયનો વિચાર. અર્થાત્ આત્માની સાથે જ્ઞાન-દર્શન-ચારિત્રનો વિચાર કરવો તે નિશ્ચયનય. એ ગુણ અને ગુણીની અભેદતા પ્રતિ નિર્દેશ કરે છે. જ્યારે વ્યવહારનય ગુણ અને ગુણી અર્થાત્ ગુણ પર્યાય અને દ્રવ્ય વિષેના ભેદ પ્રતિ નિર્દેશ કરે છે. નિશ્ચયનયનું કાર્ય કરવા માટે વ્યવહાર નયનો આશ્રય લેવો પડે છે. પૂર્ણ નિશ્ચય પામ્યા પછી વ્યવહાર નયના ટેકાની આવશ્યકતા રહેતી નથી. કાંઈ કરવાનું જ્યાં હોય ત્યાં ટેકો જોઈએ. સક્રિયતા છે ત્યાં વ્યવહાર છે. શુદ્ધ નિશ્ચય સ્વરૂપ અક્રિય સ્વરૂપ છે. (૧) નૈગમ નય :- ન એક ગમ ઇતિ નૈગમ નૈગમ એટલે કે નિગમ અર્થાત્ ક્લ્પના. નૈગમનયને નથી ભૂતકાળની મર્યાદા કે નથી ભવિષ્યકાળની મર્યાદા. નૈગમનય ઉપચરિત સત્ય માને છે. નૈગમનય અંશ, આરોપ (ઉપચાર) સંકલ્પને જે માને છે તેમ જડ દ્રવ્યને ચૈતન્ય માને છે, અને ચેતન દ્રવ્યને જડ માને છે. નૈગમનય ઉપરચરિત સત્યને માને છે, તે અનુપરિત સત્યની અપેક્ષાએ ખોટું ઠરે છે. બાકી વ્યવહારની અપેક્ષાએ સાપેક્ષપણે ઉપચરિત સત્ય પ્રમાણે જ્ઞાનનો વિષય અને વેદનનો વિષય બને છે. વૈકાલિક આત્મવિજ્ઞાન આત્મા અને પુદ્ગલ સ્કંધ (દેહ-શરીર)નું જે મિશ્રણ થયેલું છે, એમાં જડ અને ચૈતન્યનો ભેદ સમજવો સહેલો છે, પરંતુ રૂપી (પુદ્ગલ સ્કંધ) અને અરૂપી (આત્મા) નો ભેદ સમજવો ઘણો કઠિન છે. છતાં જડને ચેતન કહેવું અને ચેતનને જડ કહેવું તે ધર્માંતર નૈગમનય અથવા આરોપ નૈગમનય છે. અત્રે ઉપચરિત શબ્દનો ખુલાસો કરી લઈએ તે જે નીકળી જાય, ટળી જાય તે ઉપરત કહેવાય છે. સાધ્ય પ્રાપ્ત થતાં સાધન નીકળી જાય-ટળી કે છૂટી જાય છે. એટલે સાધના ઉપચરિત કહેવાય. સાત નયોમાં જો નૈગમનય નહિ સ્વીકારીએ તો જગત વ્યવહાર ચાલી શકે નહિ. ‘હું શરીર છું’. એ જડમાં ચેતનનો આરોપ-ઉપચાર છે અને ‘હું સિદ્ધ સ્વરૂપ છું’. ‘અહં ‘અહં બ્રહ્માસ્મિ !’ એ સંકલ્પ છે. જડ-ચેતન, ચેતન-જડ એ બધું નૈગમનય આશ્રિત ઘટે છે. ન એટલે એક નહિ, એકથી અધિક દૃષ્ટિએ એટલે નૈગમનય. એક ષ્ટિ બતાવે તેને નય કહેવાય, પણ બીજી સૃષ્ટિનો જો અપલાપ કરે તો તે નયાભાસ કહેવાય. નૈગમનયના મુખ્ય ત્રણ પેટા ભેદ છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ નય મીમાંસા ૧૮૯ (અ) સંકલ્પ નૈગમ (બ) અંશ નૈગમ (ક) આરોપ (ઉપચાર) નૈગમ. (અ) સંકલ્પ નૈગમ : એક વ્યક્તિ સુરત જવાની તૈયારીમાં છે તે સમયે તેનો કોઈ સંબંધી આવી પૃચ્છા કરે કે શું કરો છો ? ત્યારે તે જવાબ દેશે કે ‘હું સુરત જાઉં છું !' અથવા એક વ્યક્તિએ ચોરી કરવાનો સંકલ્પ કર્યો, તો તેને ધર્મશાસ્ત્ર ચોરી ન કરી હોવા છતાંય ચોરી કર્યા જેવો દોષ લાગ્યો એમ ફરમાવશે. આ નય અનુસાર ‘ક્રિયમાણું કૃતમ્' કરાતું હોય તે કર્યું કહેવાય છે. "સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપી !' અહં બ્રહ્માડસ્મિ!" હું સિદ્ધ સ્વરૂપ છું" એ સંકલ્પ નૈગમનય છે. " (બ) અંશ નૈગમ :- એક પુરુષના ધોતિયાના કે એક સ્ત્રીની સાડીને સહેજ અગ્નિનો તણખો લાગતાં કે જરા બળતાં તે પુરુષ કે તે સ્ત્રી એકદમ ચોકી જઈ બોલે છે ‘મારું ધોતિયું બળી ગયું” કે ‘મારી સાડી બળી ગઈ' એ જ પ્રમાણે ખુરશીનો એક પાયો ભાંગી જતાં ખુરશી ભાંગી ગયાનું કહેવાય છે. (ક) આરોપ નૈગમ ઉપચાર નૈગમઃ આજે દિવાળીના દિવસે તીર્થંકર ભગવંત મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા, અથવા આજે ચૈત્ર સુદી તેરસે ભગવાન મહાવીર જન્મ્યા, એ કથનમાં વર્તમાન ઉપર ભૂતકાળનો આરોપ ઉપચાર કરવામાં આવે છે. પ્રતિમાની અંજનશલાકા અર્થાત્ પ્રાણપ્રતિષ્ઠાએ પ્રતિમામાં પરમાત્મ ભગવંતનો આરોપ-ઉપચાર છે. પ્રતિદિન પ્રભુ જન્મોત્સવની ઉજવણી તે સ્નાત્રમહોત્સવ એ પણ ઉપચાર નૈગમનય છે. જડ એવા શરીરને ‘હું' માનવું તે જડમાં ચેતનનો આરોપ છે, આને દેહાત્મક બુદ્ધિ અર્થાત્ શરીરમાં આત્મબુદ્ધિ સચ્ચિદાનંદભાવ કર્યો કહેવાય. જેમ શરીરમાં આત્મબુદ્ધિ જીવ કરે છે તેમ ભોગ-સામગ્રી-ધનાદિમાં પણ જીવ આત્મબુદ્ધિ કરે છે. આ જ કારણથી એટલે કે આ નયને અનુસરીને જ શરીરમાં આત્મબુદ્ધિ હોવાથી શરીરની હાનિ ને જીવહિંસા ગણાવેલ છે, અને ભોગસામગ્રીમા આત્મબુદ્ધિને કારણે ભોગસામગ્રી-ધનાદિના અપહરણને ચોરી ગણાવેલ છે. (૧) હિંસા કરવી નહિ (૨) ચોરી કરવી નહિ (૩) જૂઠું બોલવું નહિ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯o કાલિક આત્મવિજ્ઞાન (૪) પરિગ્રહ (સંઘરો) રાખવો નહિ (૫) ભોગ ભોગવવાની ઇચ્છા અર્થાત્ કામના રાખવી નહિ. એ પાંચ વ્રત (પ્રતિજ્ઞા પચ્ચખાણ)ની પાલના તે પાંચ બાહ્યવ્રત છે એ નૈગમનયને અનુસરીને છે. બાકી આત્મા મરતો નથી, હણાતો નથી તો આત્માને હણ્યો-હિંસા કરી કેમ કહેવાય ? બધું પર છે, કોઈનું કોઈ નથી તો ચોરી કરી કેમ કહેવાય ? એ સ્થિતિ તો નિશ્ચય સ્વરૂપની છે. આત્માના પરમ આત્મ સ્વરૂપની એ સ્થિતિ છે, જ્યાં સાધના નથી પણ સિદ્ધ અવસ્થા છે. વર્તમાનમાં તો જીવ સાધક છે અને સાધકને સાધનામાં નયાશ્રિત વ્યવહાર હોય જેને અનુસરીને એ પાંચ વ્રત છે. નયાતીત દેહાતીત થઈ અદેહી સિદ્ધ થયે નય વ્યવહાર ન રહે. “કવિ કાલીદાસ હિન્દનો સેક્સપિયર છે.” સુખદુઃખના સાથીને કહેવું કે તે મારો જમણો હાથ છે, વહાલી પુત્રીને આંખની કીકી કહી સંબોધવી, સુંદર સ્ત્રીને મૂર્તિમાન સૌંદર્ય તરીકે લેખવી કે, ‘વં જીનિત, ત્વમસિ મે હૃદયં દ્વિતિય – કૌમુદી નયનયોરમૃત ત્વમ ' તું મારું જીવિત છે, મારું બીજું હૃદય છે, મારા નેત્રોની ચન્દ્રિકા છે, મારા અંગને અમૃતરૂપ છે એવા ઉદ્ધોધન કરવા તે સર્વ ઉપચાર નૈગમનયનાં ઉદાહરણ છે. “પુરુષસિંહાણ”, “પુરુષવર પુંડરિયાણ”, “પુરુષવર ગંધહક્ષિણ એ ભગવાનનાં વિશેષણો ઉપચાર નૈગમનાય છે. રિઝર્વ બેંકના કાગળિયાં કે ચેકથી થતો નાણાવ્યવહાર એ પણ ઉપચાર નૈગમનાય છે. આમ વિવિધ લોકરૂઢિ અને લૌકિક સંસ્કારના અનુસરણમાંથી જન્મનારા વિચારો-વાવ્યાપારો નૈગમનયની કોટિમાં મુકાય છે. નૈગમનય ધર્મ અને ધર્મો પૈકી કોઈ એકને ગોણરૂપે અને બીજાને મુખ્યરૂપે ગ્રહણ કરે છે. જેમકે જીવના ભેદપ્રભેદના નિરૂપણમાં એના જ્ઞાનાદિ ગુણોના વર્ણનમાં જીવ ગૌણરૂપ હોય છે. ગુણ-ગુણી, ક્રિયા-ક્રિયાવાન, અવયવ-અવયવી તથા જાતિ-જાતિમાન એમની વચ્ચેના તાદાભ્ય (અભેદ-તરૂપતા)ને આનય સ્પર્શતો નથી. એ બધાં વચ્ચે (જેમ કે ગુણ અને ગુણી વચ્ચે) એ ભેદને જુએ છે. એમનામાંના (ગુણગુણી વગેરેમાંના) કોઈ એકને મુખ્યપણે તો બીજાનેગોણપણે કલ્પવાની આ નય નીસરણી છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ નય મીમાંસા ૧૯૧ આ નૈગમનય દ્વારા સાધકે સાધનામાં આત્માને પરમાત્મા માની તેનું લક્ષ્ય કરવાનું છે અને નૈગમયનથી સંસારમાં સંસારભાવે દેહને આત્મા માની જીવીએ છીએ તેવા જીવનથી છૂટવાનું છે. સંસારી જીવ ભલે સ્વરૂપ અભાનમાં વર્તતો હોય તો પણ જેમ એનામાં દેહભાવ પ્રવર્તે છે તેમ સાથે સાથે એનામાં સત્તામાં સિદ્ધ સ્વરૂપ પણ પ્રવર્તે છે એવું નૈગમનય જણાવે છે. પ્રતિક્ષણે કાંઈ જીવ સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં નથી વિચરતો. પરંતુ જીવ બીજાં એટલે કે પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં જ બહુધા વિરહતો હોય છે. આથી નૈગમન અજીવને જીવ પણ કહે છે અને જીવને અજીવ પણ કહે છે. એટલે કે નૈગમનય ઉપચારથી બધું બધામાં ગટાવી આપે છે. ઉપચરિત તત્ત્વથી અનુપચરિત તત્ત્વનો ખ્યાલ આવી શકે; જે સાધકને સાધનાનું સાધન છે. ત્રણે કાળના એટલે કે સર્વકાળનાં સર્વ દશ્યો, સર્વક્ષેત્રે અને સર્વભાવોનું સમસ્તીકરણ અર્થાત એકીકરણ (ખીચડો) નૈગમનય કરે છે. “શું, શું નથી?” “બધું, બધું છે !” એમ નૈગમયનય કહે છે. જ્ઞાતા-દષ્ટાભાવને સમસ્ત વિશ્વ સાથે એક જ સમયે સંબંધ છે. તેમ કર્તાભોક્તાભાવે સમસ્ત વિશ્વ સાથે કર્મ-ક્રિયા-અને ક્રમથી સંબંધ છે. નૈગમનય મૂળથી ઉઠાવે છે અને કાર્ય સુધી પહોંચાડે છે. પૂર્ણ જ્ઞાતા-દૃષ્ટા ભાવ કે જેમાં સમગ્ર વિશ્વનું જ્ઞાન અક્રમથી એક સમયે છે તેમજ પોતાના સ્વરૂપનું સ્વયંનું વેદના એક જ સમયે અક્રમથી એકસરખું છે. જ્યારે કર્તા-ભોક્તાભાવ કે જેમાં બધું છે પરંતુ ક્રમથી છે, એક પછી એક છે અને કર્મસંયોગથી છે. (૨) સંગ્રહનય : “સામાન્ય, તત્ત્વને આશ્રીને અનેક વસ્તુઓને સમેટીને એકરૂપે ગ્રહણ કરવું એ સંગ્રહનય છે. જડ અને ચેતનરૂપ અનેક વ્યક્તિઓમાં જે સરૂપ સામાન્ય’ તત્વ રહેલું છે, તે તત્ત્વ ઉપર નજર રાખી બીજા વિશેષોને લક્ષમાં ન લેતા એ બધી વિવિધ વ્યક્તિઓને એકરૂપ સમજી એમ વિચારવું કે સતરૂપ વિશ્વ એક છે (કારણ કે સત્તા વિનાની કોઈ વસ્તુ નથી), તે સંગ્રહાયની દૃષ્ટિ છે. “એક આત્મા છે” એ કથનથી વસ્તુતઃ બધાનો એક આત્મા સિદ્ધ થતો નથી. પ્રત્યેક શરીરમાં આત્મા જુદો જુદો છે. છતાં બધા આત્માઓમાં રહેલ સામાન્ય ચૈતન્યત્વને આશ્રીને “એક આત્મા છે' એવું કથન થાય છે, જે સંગ્રહનયની દૃષ્ટિ છે. સર્વ આત્માનું પરમાત્મ સ્વરૂપ એકસરખું છે, એ દૃષ્ટિ એ પણ “એક આત્મા છે' એ કથન સંગ્રહનય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ વૈકાલિક આત્મવિજ્ઞાન અથવા તો સમાનતાનું-એકાત્માનું જે દર્શન છે તે સંગ્રહનય છે, એ અભેદદૃષ્ટિ છે અને તે દિવ્યદૃષ્ટિ છે. જ્યારે વિષમતાનું દર્શન એ વિશેષતાવિશિષ્ટતાનું દર્શન છે, એ વ્યવહાર નય છે, અને તે ભેદદૃષ્ટિ છે યા પર્યાય દૃષ્ટિ છે. ૧૯૨ જીવ માત્રને જીવ તરીકે જોવા એ દ્રવ્યદૃષ્ટિ-અભેદદૃષ્ટિ છે. જે સંગ્રહનય છે, પણ તેમાં પ્રાણી-પશુપંખી, માનવદેવ; એશિયાવાસી, યુરોપવાસી; અમેરિકાવાસી, ગોરો-કાળો, ઊંચો-નીચો, જાત-કુળ, ભારતી, ચીની, રૂસી, યુરોપી, અમેરિકી, હિંદુ-મુસ્લિમ-જૈન-બૌદ્ધ-ઈસાઈ, સ્ત્રી-પુરુષ, સંન્યાસી-સંસારી, રમણલાલ, પન્નાલાલ, ઇદિરા-કમલા આદિના ભેદ પાડી જોવું તે પર્યાયદૃષ્ટિ છે જે વ્યવહાર નય છે. સંગ્રહનય સામાન્ય તત્ત્વને આશ્રિત હોઈ, સામાન્ય જેટલું વિશાળ તેટલો તે સંગ્રહનય વિશાળ અને સામાન્ય જેટલું નાનું તેટલો તે સંગ્રહનય ટૂંકો. પણ જે જે વિચારો સામાન્ય તત્ત્વને લઈને વિવિધ જૂથોનું એકીકરણ કરવા તરફ પ્રવર્તતા હોય તે બધાજ સંગ્રહનયની શ્રેણીમાં મૂકી શકાય. સંગ્રહનય દ્વારા જેમ સંસારમાં બધાને સંસારી જીવો માનીએ છીએ એમ સાધનામાં સાધકે સર્વે જીવોને સિદ્ધ સ્વરૂપે જોવા જઈએ. સર્વ ખલુ ઇદં બ્રહ્મ આત્મવત્ સર્વ ભૂતેષુ પશ્યતિ સપતિ બધે બ્રહ્મદૃષ્ટિ કેળવવી જોઈએ. આ સંગ્રહનયની સાધના છે. (૩) વ્યવહાર નય : સામાન્યરૂપે નિર્દિષ્ટ કરાયેલી વસ્તુ વિગતવાર ન સમજી શકાય માટે તેની વિશેષ સમજ આપવા માટે વિશેષ પ્રકારે તેના ભેદ પાડી તેનું પૃથક્કરણવિભાગીકરણ કરી બતાવનાર વિચાર ‘વ્યવહારનય' છે. ટૂંકમાં, એકીકરણરૂપ બુદ્ધિવ્યાપાર એ સંગ્રહનય છે. પૃથક્કરણરૂપે બુદ્ધિવ્યાપાર એ વ્યવહારનય છે. ઉપરાંત લોકરૂઢિ અનુસારનું કથન પણ વ્યવહારનય છે એટલું જ નિહ પણ જે પ્રમાણેનું મંતવ્ય અભિપ્રાય જ્ઞાન છે તે પ્રમાણેનું વર્તન તે વ્યવહારનય છે. ‘ઘઉં વીણ !' એ કથન લોકરૂઢિ અનુસારના વ્યવહારનયનું ઉદાહરણ છે. ક્રિયા કાંકરા વીણી છૂટા પાડવાની થાય છે પણ વ્યવહાર ‘ઘઉં વીણ!' એમ કહેવાનો છે. માને બા, ભાભી કે કાકી યા બેન કહેવાનો રિવાજ છે. મા એ બાપની પત્ની છે તે સાચી વાત છે પણ એ રીતે માની ઓળખ આપવાનો વ્યવહાર નથી. Page #202 -------------------------------------------------------------------------- ________________ નય મીમાંસા ૧૯૩ સંસારમાં સરખે સરખાના સહવાસમાં રહીએ છીએ. જે કાંઈ કલા આદિ મેળવવા, કેળવવા હોય તે કલાકાર કલાપીપાસુના સાંન્નિધ્યમાં-સંયોગમાં આવીએ છીએ તેમ સાધકે સાધનામાર્ગે સત્સંગ કરવો જોઈએ. જેઓએ બ્રહ્મદષ્ટિ કેળવી છે, જેઓ બ્રહ્મશ્રોત્રી (પંડિત), બ્રહ્મવિદ્ (જ્ઞાની), બ્રહ્મનિષ્ઠ (સર્વજ્ઞ) છે તેઓના સંપર્કમાં આવવું, તેઓના સાનિધ્યમાં રહેવું, એમના પડખાં સેવવાં જોઈએ. એ માટે થઈને જ દર્શનાચારનું પાલન છે. એમ કરવાથી લક્ષ્યાંતર થતું નથી અને લક્ષ પ્રતિ આગેકૂચ જારી રહે છે. અધઃપતન ન થતાં મેળવેલા ગુણનું રક્ષણ-પાલન થાય છે, અને ગુણમાં વિકાસ થાય છે-ઉત્થાન થાય છે. મંદિર-મૂર્તિ-આગમનું સેવન-પૂજન કરવું, દેવ-ગુરુ ધર્મનાં આદર, સત્કાર, બહુમાન કરવાં, આત્માના સાચા પરમ આત્મસ્વરૂપને જાણવું ને એનો નિર્ણય કરવો, તથા તેનું લક્ષ્ય રાખીને લક્ષ પ્રાપ્ત કરવા પ્રવૃત્ત થવું-તત્પર થવું તેમજ લક્ષ્યાંતર ન થઈ જાય, તે માટે થઈને જ દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પાંચ પંચાચારનું સેવન અને પાલન કરવારૂપ વ્યવહાર છે. જેને મોક્ષની ઇચ્છા છે અને જેને મોક્ષનું લક્ષ્ય થયું છે તે જ સાચો, ખરો ધર્મ છે-સાધક છે. ચતુર્વિધ (સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા) સંઘની સેવામાં રહેવાથી લક્ષ્યાંતર થતું અટકે છે, અને લક્ષ પ્રતિ પ્રગતિ થાય છે. અસતનો સંગ છૂટી જાય તો સત્સંગ થયો કહેવાય. આ છે સાધકનો સાધનામાર્ગનો વ્યવહાર. (૪) જુસૂત્ર નય : વસ્તુના માત્ર વર્તમાન પર્યાય તરફ આ નય લક્ષ ખેંચે છે. જે વિચાર ભૂત અને ભવિષ્યકાળને બાજુએ મૂકી માત્ર વર્તમાનકાળને સ્પર્શે તે “ઋજુસૂત્ર નય છે. આ નય કેવળ વર્તમાનકાળને માન્ય રાખે છે. ભૂતકાળ અને ભવિષ્યકાળનો તે અપલાપ કરે છે. આ નયની દષ્ટિએ વર્તમાન સમૃદ્ધિ સુખનું સાધન થતી હોવાથી તેને સમૃદ્ધિ કહી શકાય. પરંતુ ભૂત સમૃદ્ધિની સ્મૃતિ કે ભાવિ સમૃદ્ધિનાં સપનાં વર્તમાન સમયે સુખ સગવડ પૂરી પાડનાર ન હોવાથી તેને સમૃદ્ધિ ન કહી શકાય. એ તો નવાબી ગઈ અને નવાબ રહી ગયા કે ભેંસ ભાગોળે ને છાશ છાગોળે જેવી વાત કહેવાય. કોઈ ગૃહસ્થી સાધુધર્મની શુભ મનોદશાવાળો હોય ત્યારે તેને આ નય સાધુ કહે અને કોઈ સાધુના વેષમાં રહેવા છતાં અસંયમી વૃત્તિવાળો હોય ત્યારે તેને આ નય સાધુ ન કહેતાં અવતી જ કહે. S-13 Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સૈકાલિક આત્મવિજ્ઞાન આ ઋજુસૂત્ર નયના પાછા બે ભેદ સ્થૂલ જુસૂત્ર નય અને સૂક્ષ્મ ઋજુસૂત્ર નય છે. એક સમય માત્રના વર્તમાન પર્યાયને ગ્રહણ કરનાર સૂસ ઋજુસૂત્ર નય છે, જે તત્સમયને જ સ્વીકારે છે. અર્થાત્ વર્તમાન પળના પર્યાયને જ ગ્રહણ કરે છે. જ્યારે સ્કૂલ જુસૂત્ર નય અનેક સમયના વર્તમાન પર્યાયને ગ્રહણ કરે છે; ઉદાહરણ તરીકે મને ૪૯ વર્ષ થયાં એ સ્થૂલ ઋજુસૂત્ર નય અનુસારનું કથન છે જ્યારે મને ૫૦ મું વર્ષ ચાલે છે એમ કહેવું તે સૂક્ષ્મ ઋજુસૂત્ર નય અનુસારે કથન છે. યુધિષ્ઠિરે જ્યારે યાચકને થોડા સમય બાદ આવવા કહ્યું અને તે સાંભળી ભીમે ઘંટનાદ કર્યો, જેનું કારણ યુધિષ્ઠિરે પૂછતાં ભીમે ખુલાસો કર્યો, કે આપે કાળ ઉપર વિજય મેળવ્યો તેની ખુશાલીનો ઘંટનાદ છે, તે આ ઋજુસૂત્ર નયનું ઉદાહરણ છે. સાધુ ભગવંતો વર્તમાન જોગ' શબ્દનો પ્રયોગ કરે છે, તે પણ આ ઋજુસૂત્ર નયનું ઉદાહરણ છે. સ્થૂલ જુસૂત્ર નય રાજગાદીએ રહેલ રાજાને જ રાજા કહે છે અને સૂક્ષ્મ ઋજુસૂત્ર નય રાજચિહ્નયુક્ત ગાદીનશીન રાજસત્તા સહિતના રાજાને જ રાજા કહે છે. આમ નિશ્ચિત વર્તમાન સ્વરૂપ વર્તમાનકાળને જ આવશ્યક સાધન ગણવા તરફ નિર્દેશ કરે છે. સૂક્ષ્મ જુસૂત્ર નય અને એવંભૂતમાં નયના વર્તમાનકાળનો ભેદ એ છે કે સૂક્ષ્મ ઋજુસૂત્ર નય માનસિક છે જ્યારે એવંભૂત નયનો વર્તમાન અંતિમ બાહ્ય દશ્ય સહિત કાર્યરૂપ છે. (૫) શબ્દનય : શબ્દનયમાં શબ્દ એટલે આખું વ્યાકરણશાસ્ત્ર આવે. શબ્દનયમાં લિંગભેદ એટલે કે પુરુષ (પુલ્લિંગ), સ્ત્રી (સ્ત્રી લિંગ), નપુંસક, કાળભેદ અર્થાત્ ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ, વચનભેદ એટલે કે એકવચન, બહુવચન તથા કારકભેદ એટલે કે સાત વિભક્તિ આવે છે. આ નય પર્યાય (એકાર્થ) વાચી શબ્દોને એકાર્ણવાચી માને છે. પણ કાળ, લિંગ વિગેરેનો ભેદ જો પડતો હોય તો તે ભેદને લીધે એકાર્યવાચી શબ્દોને પણ અર્થભેદ માને છે. પોતાના સમયમાં મુંબઈ નગરી મોજૂદ હોવા છતાં પૂર્વકાળની મુંબઈ નગરી જુદા પ્રકારની હોવાથી તે સમયની મુંબઈ નગરીનું વર્ણન કરવું લેખકને પ્રસ્તુત હોવાથી તેને “હતી” લખે છે તે કાળભેદે અર્થભેદનો વ્યવહાર આ નયને આભારી છે. જે શબ્દ જે અર્થનો (વસ્તુનો) વાચક કે સૂચક હોય તે અર્થને તે વસ્તુને દર્શાવવા તે જ શબ્દ વાપરવાની “શબ્દન” કાળજી રાખે છે. એ વસ્તુ ગમે Page #204 -------------------------------------------------------------------------- ________________ નય મીમાંસા ૧૯૫ તે વ્યક્તિ (પાણી અથવા પદાર્થ) હોય, ગુણ હોય, ક્રિયા હોય કે સંબંધ હોય. પ્રાણીઓ વ્યક્તિઓમાં નર અથવા નારી કે નાન્યતરનો (લિંગનો) ભેદ હશે, તો તે દર્શાવવા પ્રસ્તુત નય જુદા જુદા શબ્દનો પ્રયોગ કરશે. જેમ કે પુરુષ-સ્ત્રી; પોપટ-મેના, મોર-ઢેલ, પુત્ર-પુત્રી આદિ. એકબીજાની સરખામણીમાં મોટા-નાના પરિમાણભેદ દર્શાવવા આ નય જુદા જુદા શબ્દોનો પ્રયોગ કરશે. જેમ કે ટેકરો, ટીંબો, ડુંગર, પહાડ, પ્યાલો-પ્યાલી ઈત્યાદિ. એક જ વ્યક્તિ જુદી જુદી વ્યક્તિના સંબંધે જુદું જુદું સગપણ ધરાવતો હશે તો તે વ્યક્તિના સંબંધમાં બોલાતા પ્રત્યેક સગપણા સંબંધ જુદા જુદા જણાવવા જુદા જુદા શબ્દો જેવા કે કાકા-ભત્રીજો, મામા-ભાણેજ, પતિ-પત્ની, પિતા-પુત્ર, સસરા-જમાઈ આદિનો ઉપયોગ કરશે. કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ હોય તો ભૂતકાળ, વર્તમાનકાળમાં થતી હોય તો વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં થવાની હોય તો ભવિષ્યકાળ વાપરવાની કાળજી શબ્દનય લેશે. વસ્તુ કે વ્યક્તિ એક હશે તો એકવચન અને એકથી અધિક હશે તો બહુવચન યા તો માનાર્થે બહુવચની શબ્દનો પ્રયોગ કરશે, કારક સંબંધ હશે તો તે દર્શાવવા તેને અનુરૂપ વિભક્તિ “શબ્દનય” વાપરશે. અહીં પ્રસંગતઃ જણાવવું ઉપયોગી છે કે જે પ્રસંગે જે નય ઉપયોગી હોય તે પ્રસંગે તે નયનું પ્રાધાન્ય સ્વીકાર્યા સિવાય ઇલાજ નથી. વ્યવહારનયના પ્રસંગે સંગ્રહનયનો ઉપયોગ કરીએ તો પત્ની, માતા, બહેન, પુત્રી, શેઠ, નોકર આદિનો ભેદ રહેશે નહિ અને અનેક ગોટાળા થશે. સંગ્રહનયના સ્થળે કેવળ વ્યવહારનો ઉપયોગ કરવામાં આવે તો ઠામ ઠામ જુદાઈ જ જુદાઈ જણાશે અને પ્રેમભાવનાનો લાસ થશે. જ્યાં શબ્દનયની ઉપયોગીતા છે ત્યાં નૈગમનને લાગુ પાડતાં જેનામાં સાધુત્વતા કાંઈ નહિ હોય એવા કેવળ સાધુવેશધારીને નૈગમનયવાળો સાધુ કહેશે, જ્યારે વેશ ઉપરાંત બાહ્ય સાધ્વાચાર-બાહ્યક્રિયાનું પાલન કરનારને વ્યવહારનયવાળો સાધુ કહેશે; પરંતુ શબ્દનયવાળો તો તે ઉભય દંભી ગણી અસાધુ જ કહેશે અને જેમાં ખરી સાધુતા હશે તેને જ સાધુ કહેશે. આવા પ્રસંગે મુખ્યતા શબ્દનયની છે. એટલે કયા પ્રસંગે કયા નયનો ઉપયોગ સાધ્ય ઠરશે તેનો વિવેકપૂર્વક વિચાર કરવાની પ્રત્યેક પ્રસંગે આવશ્યકતા રહેશે. શબ્દનય એક અર્થને કહેનાર અનેક જુદા જુદા પર્યાય વાચી શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દને તે અર્થ દર્શાવવા વાપરવાનું અયોગ્ય લેખતો નથી, Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સૈકાલિક આત્મવિજ્ઞાન પરંતુ ઉપર જણાવ્યા મુજબ તે કાળ, લિંગ, સંખ્યા આદિના ભેદે અર્થભેદ માને છે. જેમ જ્ઞાન માટે શબ્દની જરૂર છે તેમ ભોગ માટે પણ શબ્દની જરૂર છે. વ્યવહાર શબ્દનયથી કરાય છે. જે પદાર્થ, જેની પૂર્તિ કરે છે તે પદાર્થ તેનાથી વિશેષ અને આગળ કહેવાય. જુસૂત્ર નય વર્તમાનકાળના ભોગ વેદનની અપેક્ષાએ છે. એમાં શબ્દનય વધારે ચોક્કસ-નિશ્ચિત અને સૂક્ષ્મ (Accurate) છે. ઉદાહરણ તરીકે ચીપિયો લાવવા કહેવું તે ઋજુસૂત્રનાય છે પરંતુ “કોલસા પકડવાનો ચીપિયો લાવ; કે “હીરા છાંટવાનો ચીપિયો લાવ” એમ કહેવું તે શબ્દનાય છે. (૬) સમભિરૂઢનય : આ નયની દૃષ્ટિમાં પ્રત્યેક શબ્દનો અર્થ જુદો જુદો છે. “શબ્દનયે” કાળ, લિંગ આદિના ભેદથી અર્થભેદ માન્યો પણ કાળ આદિનો ભેદ ન હોવા છતાં ઉપર જણાવ્યા મુજબ પર્યાયવાચી શબ્દોમાં અર્થભેદ નથી માન્યો. જ્યારે સમભિરૂઢનય તો શબ્દભેદે અર્થભેદ માને છે. શબ્દ ફરે એટલે અર્થ ફરે. જેમ કે રાજા, નૃપ, ભૂપતિ, સમ્રાટ, ચક્રવર્તી આદિ રાજા, એવા એકાર્યવાચી મનાતા પર્યાય શબ્દોનો પણ એમની શબ્દ ભૂત્પત્તિ પ્રમાણે જુદો જુદો અર્થ કહ્યું છે. સમભિરૂઢનય જણાવે છે કે રાજચિહ્નોથી રાજે (શોભે) તે “રાજા' અથવા રાજી રાખે તે “રાજા.” માણસોનું રક્ષણ કરે તે “નૃપ. પૃથ્વીનું પાલન, પોષણ, રક્ષણ કરે તે “ભૂપતિ.” સામ્રાજ્યનો ધણી તે સમ્રાટ, છ ખંડનો માલિક અને ચક્ર ધારણ કરેલ છે તે ચક્રવર્તી અથવા તો છ યે ખંડ ઉપર જેનું શાસનચક્ર ચાલે છે તે ચક્રવર્તી. એ જ પ્રમાણે ઈન્દ્રિયોને કૃષ કરનાર ઋષિ, આત્માની યત્ના કરનાર યતિ, મૌન ધારણ કરનાર મુનિ અને સંસાર ત્યાગી તે સંન્યાસી એવા જુદા જુદા શબ્દના જુદા જુદા અર્થ સમભિરૂઢ કરે છે. શાસ્ત્રના વાદવિવાદ અને કોર્ટ-કચેરીના કજિયા આ શબ્દનય અને સમભિરૂઢનયના છે. પ્રત્યેક શબ્દ મૂળ તો પૃથક અર્થ બતાડનાર હોય છે. પછી કાલાન્તરે અને સમૂહમાં પ્રયુક્ત થતાં થતાં પર્યાયવાચી બની જાય છે. સમભિરૂઢનય એમના પર્યાય વાચિત્વને નહિ ગણકારતાં એ પ્રત્યેક શબ્દના મૂળ અર્થને પકડે છે. સમભિરૂઢનય એક જ પર્યાયવાચી શબ્દોના ભેદને માને છે તે આપણા જીવનવ્યવહારમાં કેવી રીતે ઉપયોગી અને સત્ય છે તે દષ્ટાંતથી સમજીએ. Page #206 -------------------------------------------------------------------------- ________________ નય મીમાંસા ૧૯૭ પ્રભુદાસભાઈ નામની એક વ્યક્તિ છે. એ વ્યક્તિ પાસે બેલિફ વોરન્ટ લઈને આવે છે અને પૂછે છે કે ભગવાનદાસભાઈ આપ છો ? ત્યારે તે વ્યક્તિ જણાવે છે કે, ના ! મારું નામ તો પ્રભુદાસ છે. ત્યારે બેલિફ એમ ના કહી શકે કે ભગવાનદાસ એટલે પ્રભુદાસ કેમ કે ભગવાન અને પ્રભુનો અર્થ એક જ છે માટે ભગવાનદાસભાઈનું વોરન્ટ આપ ઉપર બજાવું છું. આ રીતે પણ સમભિરૂઢનય સત્ય છે અને શબ્દનય કરતાં વધુ સૂક્ષ્મ છે. એ અનુભવ ગમ્ય છે. એ જ પ્રમાણે મફતલાલ, ફોગટલાલ અને અમથાલાલ એવાં ત્રણ ખાતાં આપણી ખાતાવહીમાં છે. ત્રણે નામનો અર્થ એક થતો હોવા છતાં કાંઈ મફતલાલની રકમ અમથાલાલના ખાતે નહિ ખતવી શકાય. (૭) એવંભૂતનય - આ નય કહે છે કે જો વ્યુત્પત્તિ ભેદથી અર્થભેદ માનવામાં આવે તો એમ પણ માનવું જોઈએ કે જ્યારે વ્યુત્પત્તિ સિદ્ધ અર્થ ઘટતો હોય ત્યારે જ તે શબ્દનો અર્થ સ્વીકારવો અને તે શબ્દ વડે એ અર્થનું કથન કરવું, અન્ય નહિ. આ કલ્પના પ્રમાણે રાજચિહ્નોથી શોભવાની યોગ્યતા ધરાવવી, અને મનુષ્યરક્ષણની જવાબદારી રાખવી એટલું જ “રાજા” કે “નૃપ કહેવડાવવા માટે પર્યાપ્ત નથી. પરંતુ તેથી આગળ વધી જ્યારે ખરેખર રાજચિહ્નોથી શોભિતપણે વિદ્યમાન હોય ત્યારે જ અને ત્યાં સુધી જ રાજા કહેવડાવી શકાય અને એ જ પ્રમાણે પ્રજાનું-મનુષ્યનું રક્ષણ કરાતું હોય ત્યારે જ અને તેટલી જ વાર નૃપ કહેવડાવી શકાય. સેવાકાર્ય ચાલુ હોય ત્યારે જ અને તેટલી જ વાર પૂરતું સેવા કરનારને સેવક કહેવાય, અન્યથા નહિ. આ પ્રમાણે જ્યારે વાસ્તવિક કામ થતું હોય ત્યારે જ અને તેટલી જ વાર તેને લગતું વિશેષ્ય નામ કે વિશેષણ વાપરી શકાય એવું એવંભૂતનયા માને છે. ક્રિયાના અભાવમાં તે શબ્દને એવંભૂત અપ્રોજ્ય લેખે છે. એવભૂતનયનું સચોટ ઉદાહરણ રાજ્ય વ્યવહારમાં સરકારી વ્યવહારમાં જોવામાં આવે છે કે રાજ કર્મચારી સરકારી કર્મચારી જ્યાં સુધી પોતાની ફરજ ઉપર (on duty) હોય છે ત્યાં સુધી તે સમય પૂરતું જ તેને સરકારી સંરક્ષણ મળે છે, અન્યથા નહિ. . આમ એવંભૂતનય અંતિમ પરિણામ, આત્યંતિક અવસ્થાનો નિર્દેશ કરે છે. વ્યવહારમાં જે એવંભૂતનય છે તે પારમાર્થિક નથી; કેમ કે વ્યવહારમાં Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સૈકાલિક આત્મવિજ્ઞાન વ્યવહારિક કાર્ય પૂર્ણ થયેલ દેખાતા કાર્યની પારમાર્થિક પૂર્ણતા નથી. એ કાર્ય વળી તેના પછીના કાર્યનું કારણ બની રહે છે. કાર્યકારણની પરંપરા વ્યવહારમાં સતત ચાલુ રહે છે, જ્યાં કાર્યની પરંપરા છે ત્યાં કાર્યસિદ્ધિ નથી, એ અંતિમકાર્ય નથી. ત્યાં કૃતકૃત્યતા નથી. અંતિમકાર્ય તો તે કાર્યને કહેવાય કે જે કર્યા બાદ કાંઈ કરવાપણું ન હોય, કે થવા પણું યા હોવાપણું ન હોય. એવી આત્યંતિક-અંતિમ ફલશ્રુતિ કૃતકૃતયા અર્થાત પારમાર્થિક કાર્યસિદ્ધિ કેવલ મોક્ષમાર્ગમાં જ શક્ય છે કે જ્યાં મુક્ત થઈ, સિદ્ધ થયા બાદ પછી કાંઈ સિદ્ધ કરવાનું રહેતું નથી. એને આગળ કાંઈ કરવાપણું, થવાપણું કે હોવાપણું બાકી બચતું નથી. માટે જ પારમાર્થિક એવંભૂતનય માત્ર મોક્ષમાર્ગમાં જ ઘટે છે. જીવનવ્યવહારમાં તો એક વ્યકિતનો એવંભૂતનય બીજી વ્યકિતનો નૈગમન પણ હોઈ શકે છે. જેમ કે એક વ્યક્તિ બીજી ખેડૂત વ્યક્તિને કપાસિયા વેચે છે. કપાસિયા વેચનાર વ્યક્તિને તો એના કપાસિયાના પૈસા અંતિમ કાર્યરૂપ મળી ગયા એટલે એના સંબંધે એને એ એવંભૂતનય થયો. જ્યારે કપાસિયા ખરીદનાર ખેડૂતને માટે તો કપાસિયાની ખરીદી એ નૈગમન થયો. કેમકે ખરીદેલા કપાસિયાનું બીજ રૂપે વાવેતર આદિ આગળનાં કાર્યો બાકી રહ્યાં. એ જ પ્રમાણે ચાંદીના સટ્ટામાં સટોડિયાને ચાંદીની ખરીદી અને વેચાણ કરતાં નફાનો આંકડો નિશ્ચિત થઈ ગયો; પણ એવંભૂતનય અનુસાર વલણ પતે અને નફાની રકમ હાથમાં આવે નહિ ત્યાં સુધી નફો કર્યો કહેવાય નહિ, કેમ કે કંઈક વલણ અદ્ધર થઈ ગયાના દાખલા આપણા જીવનવ્યવહારમાં જોઈએ છીએ. ' અરે ! મંડપે આવેલી જાન કન્યાને લઈને વિદાય થાય નહિ ત્યાં સુધી એવંભૂતનય અનુસાર લગ્નપ્રસંગ રંગચંગે પાર પડી ગયો કહેવાય નહિ; કેમકે વિરકન્યા ઉભય પક્ષે વ્યવહારવાંધા ઊભા થતાં તોરણે આવેલી જાન પાછી ગયાનાં કેટલાંય દૃષ્ટાંતો મોજૂદ છે. આ બધાં ઉદાહરણો આપણા જીવન વ્યવહારમાં પણ એવંભૂતનયને જાણતા ન હોવા છતાંય તે એવંભૂતનય કેવો મહત્ત્વનો ભાગ ભજવે છે તેનું સૂચન કરે છે. સાત નયોમાંના પ્રથમ ત્રણ નગમ-સંગ્રહ-વ્યવહાર નો ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળની અપેક્ષાએ તથા શક્યતાઓ અને સંભાવનાની Page #208 -------------------------------------------------------------------------- ________________ નય મીમાંસા ૧૯૯ અપેક્ષાએ આરોપ કરે છે. તે આરોપ જીવો અને પુદ્ગલ સ્કંધોના બધા પર્યાયોમાં કરે છે. જ્યારે જુસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય વર્તમાનકાળના પર્યાયોને જ સ્વીકારે છે. કાર્યરૂપ અને ક્રિયારૂપ પર્યાયોનો જ સ્વીકાર કરે છે. આ ચાર નો ભોગપ્રધાન અને વેદનપ્રધાન નયો છે. નૈગમનયથી આપણે જે આપણા શરીરમાં તથા ભોગસામગ્રીમાં આત્માબુદ્ધિ કરી સચ્ચિદાનંદભાવ સ્થાપેલ છે; જવાનું છે. તેને મુમુક્ષુ સાધકે પલટાવીને સાધનામાર્ગ નું મોક્ષપ્રાપ્તિ માટે અન્ય જીવોએ પણ આપણી જેમ શરીરમાં અને ભોગસામગ્રીમાં આત્મબુદ્ધિ કરેલ છે, તે જીવો એ પોતાના શરીરનો અર્થાતુ પોતાની સુખશીલતાનો અને પોતાની ભોગસામગ્રીનો ત્યાગ કરવાનો છે. યાવત્ ઉપદ્રવ કાળે સાધકે પોતાના દેહનું મમત્વ ઉતારીને સ્વમાં લીન થવાનું છે. - સાધકે સાધનામાર્ગ વિધેયાત્મક નૈગમનય એ સ્વીકારવાનો છે કે “હું સિદ્ધ સ્વરૂપી છું અને હું શરીર નથી, તથા “ભોગસામગ્રી મારી નથી', એ નિષેધાત્મક સંસારક્ષેત્રના નૈગમનયનો સ્વીકાર કરવાનો છે. જે સ્વરૂપ, જે વેદના વર્તમાનકાળે હોય નહિ, છતાં તેની શક્યતા છે, સંભાવના છે તેથી તે શક્ય સ્વરૂપ યા વેદનનો કે સંભવિત સ્થિતિનો ઉપર જણાવ્યા મુજબ નૈગમન તથા વ્યવહારનય સ્વીકાર કરે છે. જ્યારે ઋજુસૂત્રનય સંભાવના અને શક્યતાનો સ્વીકાર કરતો નથી. " એવંભૂતનય તો તત્કણે પ્રવર્તતા વર્તમાન પર્યાયોનો જ કાર્યરૂપે સ્વીકાર કરે છે. જ્યારે જુસૂત્રનય વર્તમાનકાળના બધાય પ્રગટ પર્યાયનો સ્વીકાર કરે છે અને નગમનય; શક્યતા તથા સંભાવનાની અપેક્ષાએ અપ્રગટ પર્યાયનો પણ સ્વીકાર કરે છે. દૈત પદાર્થ ક્રમથી ક્રિયાત્મક હોય છે. એવંભૂતનય વર્તમાનકાળે જે પર્યાય ક્રિયાત્મક હોય તેને જ માને છે અને સ્વીકાર કરે છે. ઋજુસૂત્રનય વર્તમાનના બધાય પ્રગટ પર્યાયોને ભલે માને પણ પ્રગટ પર્યાયો એકી સાથે ક્રિયાત્મક નથી હોતા. નૈગમ, સંગ્રહ અને વ્યવહારનય એ જ્ઞાનપ્રધાન નયો છે. જ્યારે ઋજુસૂત્રનયથી વર્તમાનની શરૂઆત થાય છે. જે ભોગપ્રધાન અને વેદનપ્રધાન છે. ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ એટલે એવંભૂત એ ચાર વેદનપ્રધાન નયો. છે. આમ આ સાત નય એટલે જ્ઞાન તથા ભોગ-વેદનનું સ્પષ્ટીકરણ-પૃથક્કરણ કે વિભાગીકરણ છે. " ' Page #209 -------------------------------------------------------------------------- ________________ 200 સૈકાલિક આત્મવિજ્ઞાન નિગમનય અને વ્યવહારનયમાં ઉપચાર આવે છે. જ્યારે જૂસૂત્રનયથી એવંભૂતનયમાં ઉપચાર નહિ ચાલે. ' નૈગમ-સંગ્રહ-વ્યવહાર એ ત્રણ સ્થલ નાયો છે. જ્યારે જુસુત્ર-શબ્દસમભિરૂઢ-એવંભૂત એ ચાર નવો સૂક્ષ્મ ગયો છે. સ્થૂલનય દ્રવ્યાર્થિકનયો કે વ્યવહારનયો કહેવાય છે. જ્યારે સૂક્ષ્મનો પર્યાયાર્થિક કે નિશ્ચય નયો કહેવાય છે. સ્કૂલનો સામાન્યગામી . જ્યારે સૂક્ષ્મનો વર્તમાનના ગ્રાહક હોવાથી વિશેષગામી છે. | મુખ્યત્વે બે પ્રકારની જ દૃષ્ટિ કામ કરે છે, અભેદ દૃષ્ટિ અને ભેદ દૃષ્ટિ. દ્રવ્યાર્થિક નય અભેદ દૃષ્ટિ પર અને પર્યાયાર્થિક નય ભેદદષ્ટિ પર છે. સાતે નો એ સીડીના-વિકાસક્રમનાં પગથિયાં પ્રગતિ પથ સોપાન છે. સાતે નયો કારણ-કાર્ય-ભાવ રૂપ છે. પરમાત્મતત્ત્વમાત્ર કાર્યરૂપ છે, કૃતકૃત્ય છે. સંસારમાં સાત નો સાપેક્ષ ઘટે છે. જ્યારે મોક્ષમાર્ગમાં છ નો સાપેક્ષ ઘટે છે અને સાતમો એવંભૂતનય નિરપેક્ષ ઘટે છે. કેમ કે મુક્તિ-મોક્ષ બાદ કાર્ય-કારણની પરંપરાનો અંત આવી જાય છે. નગમ-સંગ્રહ-વ્યવહાર નો પૂલ ક્રિયાત્મક છે અને બાહ્ય સાધનપ્રધાન છે. જ્યારે ઋજુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત એ ચાર નવો મનોયોગ પ્રધાન છે. આ સાત નો એ કર્તા-ભોક્તાભાવવાળા જીવોના જીવનમાં સાત પગથિયાંરૂપ સીડી છે, સાધના છે-જીવન છે. જેને દૃષ્ટિ મળેલ છે, તે દૃષ્ટિ, કરે છે, એવા સંસારી જીવ માટેની આ સાત નયની વાત છે, કેવલી ભગવંતો તે તો પોતે પૂર્ણ જ્ઞાતી-દેષ્ટા છે-વીતરાગ છે, અને તેથી તેઓ નયાતીત છે. સર્વવિરતિરૂપ ચારિત્રધર્મ મોક્ષમાર્ગ-સાધનામાર્ગ સર્વ નયાશ્રિત છે. આ બધા ગુણો આત્મભાવ રૂપ છે. જ્યારે શુદ્ધ સ્વરૂપ આત્મધર્મ એ સર્વ નયાતીત છે, અને સર્વ પ્રમાણરૂપ છે. નય એ દૃષ્ટિ છે. દૃષ્ટિ તો જીવની એક જ છે. પરંતુ દૃષ્ટા એવા જીવના ભાવને અનુલક્ષીને તેની સાત નયમાં વહેંચણી કરી છે. એ જ પ્રમાણે જીવની દૃષ્ટિનું એક બીજી અપેક્ષાએ સાધનામાર્ગે આઠ દૃષ્ટિમાં વિભાજન કરી તે દૃષ્ટિના વિકાસક્રમનાં આઠ સોપાન બતાડેલ છે જે નીચે મુજબ છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ નય મીમાંસા ૨૦૧ (૧) મિત્રા (૨) તારા (૩) બલા (૪) દિપ્તા (૫) સ્થિરા (૬) કાન્તા (૭) પ્રભા અને (૮) પરા. હરિભદ્રસૂરી મહારાજાશ્રીએ એમના યોગદષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથમાં વિગતે વિચારણા આ આઠ દૃષ્ટિ વિશે કરેલ છે. એ આઠ દૃષ્ટિ જે બતાડેલ છે તે દૃષ્ટિ તો એક જ છે. પરંતુ ચિત્તના આઠ દોષો જે છે તે આઠ દોષો એકેક કરીને જતાં દૃષ્ટિમાં જે સુધારો થાય તે અનુસાર તે દૃષ્ટિનાં આઠ નામ જણાવેલ છે. જ્યાં નૈગમનયનું કાર્ય પૂરું થાય છે ત્યાંથી સંગ્રહનાની શરૂઆત થાય છે. જ્યાં સંગ્રહનાનું કાર્ય પૂરું થાય છે ત્યાંથી વ્યવહારનયની શરૂઆત થાય છે. જ્યાં વ્યવહારનયનું કાર્ય પૂરું થાય છે ત્યાંથી જુસૂત્ર શબ્દનયની શરૂઆત થાય છે. જ્યાં ઋજુસૂત્રનયનું કાર્ય પૂરું થાય છે ત્યાંથી શબ્દયની શરૂઆત થાય છે. જ્યાં શબ્દનયનું કાર્ય પૂરું થાય છે ત્યાંથી સમભિરૂઢની શરૂઆત થાય છે. જ્યાં સમભિરૂઢિનયનું કાર્ય પૂરું થાય છે ત્યાંથી એવંભૂતનયની શરૂઆત થાય છે. સાતે સાત નયને કર્તા-ભોક્તા ભાવમાં ઘટાડવવાના છે. જે દૃષ્ટિ છે તે દૃષ્ટિના ચાર ભાવ છે. (૧) કર્તાભાવ (૨) ભોક્તાભાવ (૩) જ્ઞાતાભાવ (૪) દષ્ટાભાવ જો દશ્યને જોઈને દૃષ્ટિમાં દશ્યની યા તો ઘટનાની અસર દષ્ટાને પહોંચે તો ત્યાં કર્તાભોક્તાભાવ ઘટાવવો પરંતુ જો દૃષ્ટિ પર દૃશ્યની કશી અસર દૃષ્ટાને થતી નથી તો ત્યાં માત્ર જ્ઞાતા-દષ્ટ ભાવ લેવો. જ્ઞાતા શેયને જાણે છે. શેય તત્ત્વો ફરતાં રહે છે. પરંતુ જ્ઞાતા તો ઊભો રહે છે. જ્ઞાતા એ દ્રવ્ય છે. માટે જ્ઞાતાને અર્થાત જોનારાને જાણવો તે સ્વપ્રતિ સ્વયંની સત્ય દ્રવ્યદૃષ્ટિ છે અને તે દિવ્ય દૃષ્ટિ છે. દષ્ટિ અને દૃષ્ટા એક થઈ અવિનાશીપણાને પ્રાપ્ત કરે તે સાધના છે. આ દ્રવ્યદૃષ્ટિ છે. દ્રવ્ય નથી તો ઉત્પન્ન થતું નથી તો નાશ પામતું. જે ઉત્પન્ન થતું અને નાશ પામતું દેખાય છે-જ ઉત્પાદ અને વ્યય દેખાય છે તે તો દ્રવ્યના આધારે જ દ્રવ્યમાંથી ઉત્પન્ન થતા અને પાછા દ્રવ્યમાં જ લય પામતા તે તે દ્રવ્યના પર્યાયો છે. આથી તો વીતરાગ સર્વજ્ઞ તીર્થકર ભગવંતોએ ત્રિપદી ફરમાવતા કહ્યું કે “ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત્” દ્વવ્ય તો અનાદિ, અનંત, અનુત્પન્ન, અવિનાશી સ્વયંભૂ છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સૈકાલિક આત્મવિજ્ઞાન વ્યવહારમાં આપણે છાસને, દૂધ-દહીં-માખણ-ઘી આદિને ગોરસ પદાર્થોની ઓળખીએ છીએ; પરંતુ છાસને અગર તો દૂધ-દહીં-માખણ-ઘીને મૂળ પુદ્ગલ પરમાણું તરીકે નથી નિહાળતા. છાસને છાસ તરીકે, દહીંને દહી તરીકે અને માખણ-ઘીને માખણ-ઘી તરીકે જ જોવાની જે આપણી દૃષ્ટિ છે તે પર્યાયદષ્ટિ છે. એ આપણી ભેદદષ્ટિ છે. જ્યારે સર્વજ્ઞ-કેવલી ભગવંતો તે સર્વને પુદ્ગલદ્રવ્ય તરીકે પણ જુએ છે. કર્તા ભોક્તાભાવયુક્ત જીવો પદાર્થને તેના મૂળ અસ્તિકાય રૂપે જોતા નથી. માટે જ અજ્ઞાન અને મોહવશ તેઓ કર્તાભાવ, ભોક્તાભાવ રાખે છે. કેમ કે દ્રવ્યદૃષ્ટિ (મૂળ દૃષ્ટિ અભેદદષ્ટિ) ન રાખતાં પર્યાય દષ્ટિ (ભેદદષ્ટિ) રાખે છે. આપણે આપણા આત્માને તેમજ અન્ય જીવોને સિદ્ધ સ્વરૂપે (પરમાત્માના સ્વરૂપે) કે જીવાસ્તિકાય તરીકે નિહાળતા નથી. તેમ અચિત (જડ) પુદ્ગલને પરમાણુ રૂપે જોતાં નથી. આપણામાં આ મૂળદૃષ્ટિ-દ્રવ્યદષ્ટિ વર્તતી નથી તે જ કર્તા ભોક્તાભાવનું કારણ છે. આપણામાં દ્રવ્યદૃષ્ટિ નથી. આપણો બધો. વ્યવહાર અને સમજ પર્યાયથી છે. તેથી જ તો તીર્થકર ભગવંતોની દેશના પર્યાયાર્થિક નયથી છે. સંસારમાર્ગે તેમજ મોક્ષમાર્ગે સંસારી જીવોનું જે જીવન છે એમાં પ્રયોજન છે અને તેથી જ કાર્ય-કારણ ભાવો છે. તે માટે જ સાત ગયો છે. મોક્ષ માર્ગ, સાધનામાર્ગે સાત નો એ આત્મભાવ માટેનું સાધન છે. જ્યારે સંસારમાર્ગે સાત નો કર્તા ભોક્તાભાવે વિચાર માટેનું સાધન છે. આપણી ઇચ્છાઓ, સંકલ્પ, વિકલ્પો, અનુભવો, કાર્યો આપણે સાત નયોમાંથી તારવવાના છે. સાત નયો આપણું કાર્ય છે. સાત નયો આપણી શક્યતાઓ, સંભાવનાઓ અને સંવેદનાઓ છે. જ્યાં નૈગમનય આદિ ઉપયોગમાં અર્થાત દૃષ્ટિમાં વર્તે છે ત્યાં મતિજ્ઞાન છે. નૈગમાદિ નયો આપણા જીવનના વિભાગરૂપ છે. સાત નય, સપ્તભંગી, ચાર કારણ, પાંચ કારણ, ચાર નિક્ષેપ આદિ સર્વેને શાસ્ત્રથી જાણી સ્વક્ષેત્રે જોવાના તપાસવાના છે. સાત નય યુક્ત આપણું જીવન છે. સપ્તભંગી યુક્ત આપણી દૃષ્ટિ છે અને ચાર નિક્ષેપા આપણો વ્યવહાર છે. આપણે નયોને સિદ્ધ નથી કરવાના; પરંતુ નયો દ્વારા આપણા સ્વરૂપકાર્યને સિદ્ધ કરવાનું છે. નયોને સાધન બનાવવાના છે. નય એ સાધ્ય નથી પરંતુ ક્રિયા અને વિકલ્પરૂપ સાધન છે. સાધ્ય તો નિર્વિકલ્પકતા છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ સાત નો માત્ર દ્રવ્યરૂપ વિશ્વના પદાર્થોમાં નથી ઘટાવવાના પરંતુ સાત નય જીવનું જીવન છે અને તેથી સત્ બનવા માટેના માર્ગરૂપે એને સમજીને સ્વદર્શન દૃષ્ટિ અને ભાવ માટે પોતામાં સાતે નયોને ઘટાવવાના છે. સાત નયો દ્વારા, સપ્તભંગી દ્વારા આપણે આત્માને સમજવાનો છે. આધ્યાત્મિક પુરુષો હંમેશાં આત્માર્થ કરે છે. જ્યારે પંડિતો શાસ્ત્રાર્થ અને વાદવિવાદ કરે છે. જ્યાં સુધી પરમાત્મા ન બનીએ ત્યાં સુધી આપણે બધાય ખોટા છીએ એમ આધ્યાત્મિક સાધક પુરુષો જણાવે છે. જ્યારે પંડિતો પોતાને સાચા કહે છે અને બીજાને ખોટા કહે છે. સાત નયોની સમજણ મેળવી સાધનાક્ષેત્રે જીવે નૈગમનયથી એવંભૂતનય સુધી પ્રગતિ કરવાની છે. જ્યારે સંઘર્ષો ટાળવા, વિકલ્પોના આગ્રહ છોડવા માટે એવંભૂત નયથી ઊતરતાં ઊતરતાં નૈગમનમાં આવી જવાનું છે. એમ કરવાથી આગ્રહ રહે નહિ, સંઘર્ષ ટળી જાય અને વીતરાગતા પ્રતિ આગળ વધાય. સંસાર ક્ષેત્રે સાત નો શાના માટે છે? જીવોના જે કર્તાભાવ ભોક્તાભાવ છે તે સમજવા માટે છે અને પુદ્ગલ દ્રવ્યની સામગ્રી ભોગયોગ્ય બને એવા પર્યાયોને પામે તે માટે છે. સાતે નયો આપણા જીવનમાં જે કારણકાર્યની પરંપરાઓ ચાલે છે તે દર્શાવતી અવસ્થાઓ છે. સાતે નયો, સાત દૃષ્ટિ છે. સાતે નયો એ સાધના પણ છે તેમ સાતે નયો સાધન પણ છે. સાતે નવો કારણ-કાર્યની સ્થૂલ-સૂક્ષ્મ પરંપરારૂપ છે. સિદ્ધ અવસ્થામાં કારણ-કાર્યની પરંપરાનો અભાવ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને સિદ્ધ પરમાત્માઓ જેઓ નિત્ય પર્યાયને પામ્યા છે. તે લઘાને સાત નવો કે ચાર નિક્ષેપા અનુપચરિત રીતે લાગુ નથી પડતા. ઉપયોગ સ્વરૂપમાં વીતરાગતાની પ્રાપ્તિ એ એવંભૂત નય છે. જો કેવલજ્ઞાનની પ્રાપ્તિનું લક્ષ્ય રાખી તેને સાધ્ય તરીકે સ્વીકારી સાધક સાધના કરે તો તે નૈગમનય વ્યવહારનય છે. સાતે નયોના આપણે કર્તા છીએ અને તેના ભોક્તા છીએ. સાતે નયના આપણે ઉપયોગ કરીએ ત્યારે તે આપણને કાર્યરૂપ બને છે. વ્યક્તિ પોતાની વૃત્તિ પ્રમાણે, કર્તા-ભોક્તા ભાવ પ્રમાણે અને પોતાના સ્વાર્થ પ્રમાણે જુદા જુદા નયોનો ઉપયોગ કરે છે. જીવના આ સાત દષ્ટ ભાવો તેમજ જીવના કર્તા-ભોક્તા ભાવોને સાથે રાખી જગતને સમજીશું તો જગતનું સ્વરૂપ સમજાશે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સૈકાલિક આત્મવિજ્ઞાન જીવ અને શરીર પુદ્ગલ દ્રવ્ય એ બંને ભિન્ન ભિન્ન દ્રવ્યો છે. તે બંનેનો સંયોગિક સંબંધ પ્રવાહથી ચાલ્યા કરે છે. સંયોગ સંબંધો સર્વથા જુદા જુદા કરી શકાય છે. બાકી તદ્રુપ સંબંધ જુદા કરી શકાતા નથી. જેનું જ્ઞાન ચૈતન્ય છે છે તેનું નામ આત્મા છે. આત્મા અને જ્ઞાનનો સંબંધ તરૂપ સંબંધ છે. તે કદી એકબીજાથી જુદા પડે નહિ. સંયોગ દષ્ટાંતઃ હીરાની વીંટી, હીરો અને વીટીં જુદા પાડી શકાય. તરૂપ દષ્ટાંતઃ સોનું અને પીળાશ જુદાં પાડી શકાય નહિ. સાતે નયો દ્વારા આધ્યાત્મિક સાધના થઈ શકે છે, અને પોતાના સ્વરૂપને નિરાવરણ કરી શકાય છે. અર્થાત્ વિકારી અને વિનાશી એવા મતિજ્ઞાનને અવિકારી અવિનાશી એવા કેવલજ્ઞાનમાં પરિણમન કરી શકાય છે. હું શરીર છું એમ કહીએ છીએ તેને બદલે હું સિદ્ધ સ્વરૂપ છુંઅહં બ્રહ્માસ્મિ' એમ વિચારીએ તો આધ્યાત્મિક સાધના કરી શકાય. નૈગમનયમાં જડને ચેતન ગણાવી શકાય અને ચેતનમાં જડનો આરોપ-ઉપચાર કરી શકાય. હું શરીર છું, જડમાં ચેતનનો આરોપ, હું સિદ્ધ છું, પરમાત્મતત્ત્વમાં આત્માનો આરોપ. નિગમનયથી ભૂત અને ભવિષ્યને વર્તમાનરૂપ માની શકાય છે જ્યારે કેવલજ્ઞાનમાં તો ભૂત-ભવિષ્ય બધુંય વર્તમાનરૂપ જ છે માટે તો કેવલજ્ઞાન અકાલ એટલે કે કાલાતીત છે. નૈગમનયથી સંકલ્પ કરીએ કે “હું સિદ્ધસ્વરૂપ છું.' - હું બ્રહ્મસ્વરૂપ છું-અહં બ્રહ્માસ્મિ ' એનો સાચો અર્થ એ છે કે આપણામાં રહેલ અસિદ્ધપણુંસંસારીપણું એટલે કે દેહભાવ અને દેહાધ્યાસ ઉત્તરોત્તર ઘટતા જવા જોઈએ. નગમનયથી કરેલો તે સંકલ્પ સાચો ત્યારે ઠરે કે જ્યારે સંગ્રહાયથી સર્વ જીવોને-પ્રાણી માત્રને સિદ્ધસ્વરૂપ-બ્રહ્મસ્વરૂપ લેખીએ અને તે મુજબનો તેઓ પ્રતિ વર્તાવ કરીએ. નૈગમનયના સંકલ્પ બાદ સંગ્રહનયમાં બ્રહ્મદષ્ટિઆત્મવત્ સર્વ ભૂતેષની દૃષ્ટિ સાધકમાં આવવી જોઈએ. જેવી દૃષ્ટિ નૈગમનય અને સંગ્રહાયમાં કરી છે, તેવી દૃષ્ટિ વ્યવહાર નયમાં કરી તે પ્રમાણે તેવું આચરણ જીવનમાં થવું જોઈએ. શાનદૃષ્ટિ પ્રમાણેની જ્ઞાનક્રિયા જીવનના પ્રત્યેક ક્ષેત્રે થવી જોઈએ. જીવમાત્રને સિદ્ધસ્વરૂપે માનવા અને બધામાં સિદ્ધ ભાવને જોઈને “સર્વ ખલુ ઇદ બ્રહ્મ' ને જીવન સૂત્ર Page #214 -------------------------------------------------------------------------- ________________ નય મીમાંસા ૨૦૫ બનાવી જીવમાત્રને દુઃખી ન કરવા અને તેમનાં દુઃખોને દૂર કરી તેઓ સુખ અને આનંદને વેદે તેવો યથાશકિત પ્રયત્ન મુમુક્ષુ સાધક કરે ત્યારે નૈગમનયથી ‘હું' સિદ્ધ સ્વરૂપ છું’ નો કરેલો સંકલ્પ અને સંગ્રહનયથી મારી જેમ પ્રાણી માત્ર સિદ્ધ સ્વરૂપ છે' ની સ્થાપેલી દૃષ્ટિનું વ્યવહારનયમાં અવતરણ થયું કહેવાય. જ્ઞાનાચાર દ્વારા નિર્ણય કરીએ કે ‘હું સિદ્ધ સ્વરૂપ છું.' તેને વ્યવહારનય સ્વીકાર ત્યારે કરે છે કે જ્યારે સ્વપરત્વે ગમે તેટલી પ્રતિકૂળતા આવે છતાંય દુ:ખી ન થતાં સાધક સ્વરૂપાનંદને વેદે અને સર્વત્ર સર્વકાળે સર્વ પ્રાણીને પોતાના જેવા જ સિદ્ધ સ્વરૂપ સમજી તે સર્વ પ્રતિ સર્તાવ રાખે. એથી આગળ ‘હું સિદ્ધ સ્વરૂપ છું'. એમ ૠજુસૂત્ર નય અને શબ્દનય ત્યારે સ્વીકારે કે જ્યારે મુમુક્ષુ સાધકને વીતરાગ-સર્વજ્ઞ-નિર્વિકલ્પ પર્યાયની સમીપતાની પ્રાપ્તિ થઈ હોય. અને શબ્દનયથી આગળ સમભિરૂઢનય ‘હું સિદ્ધ સ્વરૂપી છું.’ એ પર્યાયમાં હું સંયોગી સિદ્ધ સાકાર પરમાત્મા (૧૩ મું-૧૪મું ગુણસ્થાનક) છું કે હું અયોગીસિદ્ધ-નિરાકાર પરમાત્મા (અરૂપી-સિદ્ધાવસ્થા) છું ના ભેદને જણાવે છે. અંતે એવંભૂતનય ‘હું સિદ્ધ સ્વરૂપ છું.’ ના સંકલ્પનો સ્વીકાર ત્યારે જ કરે કે જ્યારે મુમુક્ષુ સાધકને પ્રગટ સિદ્ધ સ્વરૂપનું વેદન હોય. પદાર્થને એક દૃષ્ટિથી જોવું તેને નય કહેવાય અને અનેક નયથી તે પદાર્થને જોવો તેને પ્રમાણ કહેવાય. નયોનો સમૂહ તેનું નામ પ્રમાણ. ‘પ્રમીયતેઽનેનેતિપ્રમાણમ્' જે વડે પદાર્થ બરોબર જણાય તેને પ્રમાણ કહેવાય. સાચું જ્ઞાન થતાં સન્દેહ, ભ્રમ કે મૂઢતા દૂર થાય છે અને વસ્તુ સ્વરૂપ ઠીક ઠીક સમજાય છે તે જ્ઞાન ‘પ્રમાણ’ ગણાય છે. નય અંશ અથવા દેશરૂપ અધૂરો હોય. પ્રમાણ પૂર્ણ હોય. પ્રમાણના મુખ્ય બે ભેદો પ્રત્યક્ષ અને પરોક્ષ છે. પ્રત્યક્ષના બે ભેદ ઇન્દ્રિય પ્રત્યક્ષ અને માનસ પ્રત્યક્ષ છે. ઇન્દ્રિય પ્રત્યક્ષમાં પણ ચક્ષુ સિવાયની ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત જ્ઞાન પ્રાપ્યકારી છે. જ્યારે ચક્ષુથી પ્રાપ્ત જ્ઞાન અપ્રાપ્યકારી છે, કેમ કે વસ્તુના સંયોગ સિવાય ચક્ષુ દ્વારા જ્ઞાન થાય છે. વ્યવહાર અનુભવિત પ્રત્યક્ષોને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. એના વળી ચાર ભેદ છે તે અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦e સૈકાલિક આત્મવિજ્ઞાન દૂરથી વૃક્ષ જેવી ઊંચી વસ્તુ દેખાવી તે “અવગ્રહ'. પછી તે માણસ છે કે હૂંઠું? એવો સંશય થતાં વિશેષ લક્ષણો દ્વારા નિશ્ચયગામી પરામર્શ થવો કે “આ માણસ હોવો જોઈએ. તો તે “હા.” ઈહા પછી પૂર્ણ નિશ્ચય થવો કે “આ માણસ જ છે' તે “અપાય” અને “અપાય” દઢીભૂત થવો અર્થાત્ કિંચિતકાલ ટકી રહેવો તે “ધારણા.” આ અર્વગ્રહ-ઈહા-અપાય-ધારણા પાંચ ઈન્દ્રિયો અને મન એમ છથી થાય છે. - આ લૌકિક કે વ્યવહારિક-સાંવ્યાવહારિક પ્રત્યક્ષોથી જુદા પ્રકારનું પ્રત્યક્ષ જે ઇન્દ્રિય તથા મનની અપેક્ષા રાખતું નથી પણ માત્ર આત્મશક્તિની અપેક્ષા રાખે છે. એ પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. તેના ત્રણ ભેદો છે. અવધિ મન:પર્યવ અને કેવલજ્ઞાન. અવધિજ્ઞાન દેવો અને નારકોને ભવઃપ્રત્યયથી જન્મ સિદ્ધ હોય છે. જ્યારે મનુષ્યો અને તિર્યંચોને યમ-નિયમાદિ ગુણોના વિશિષ્ટ સાધનથી તથા પ્રકારની આત્મશુદ્ધિ થયે પ્રાપ્ત થાય છે અને મનઃ પર્યવ જ્ઞાન જે ઋજુમતિ અને વિપુલમતિ એમ બે પ્રકારનું છે તે વિશિષ્ટ સર્વવિરતિ સંયમી મહાત્માને થાય છે. જ્યારે કેવલજ્ઞાન એ અપ્રતિપાતિ પૂર્ણ અને સ્થિર નિર્વિકલ્પક જ્ઞાન છે. વાસ્તવિક પરમાર્થિકતાએ માત્ર કેવલજ્ઞાન જ પ્રમાણ જ્ઞાન છે. છબસ્થ જ્ઞાન અનુપચરિત પ્રમાણ જ્ઞાન નથી-અનાદિ અનંતને જોનારું રૂપી-અરૂપીને જોનારું-કેવલજ્ઞાન અનુચરિત પ્રમાણજ્ઞાન છે. પરોક્ષ પ્રમાણમાં પાંચ ભેદો પાડવામાં આવ્યા છે. (૧) સ્મરણ (સ્મૃતિ) (૨) પ્રત્યભિજ્ઞાન (૩) તર્ક (૪) અનુમાન અને (૫) આગમ (શાસ્ત્ર). સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન : અનુભવ કરેલી વસ્તુ યાદ આવે તે સ્મરણ છે. ખોવાઈ ગયેલી વસ્તુ જ્યારે હાથ લાગે છે ત્યારે તે જ આ !” એવું જે “જ્ઞાન” સ્કૂરે છે તે પ્રત્યભિજ્ઞાન છે. સ્મરણ થવામાં પૂર્વે થયેલ અનુભવ જ કારણ છે. જ્યારે પ્રત્યભિજ્ઞાન થવામાં અનુભવ અને સ્મરણ બંને ભાગ લે છે. તે જ આ !”માં “તે જ ભાગ સ્મરણ રૂપ છે અને “આ ભાગ ઉપસ્થિત વસ્તુ દેખવારૂપ અનુભવ છે. આ અનુભવ અને સ્મરણ એ બંનેના સહયોગથી પેદા થતું તે જ આ!” એવું સંકલિતજ્ઞાન “પ્રત્યભિજ્ઞાન” છે. એ પ્રત્યભિજ્ઞાનનો વળી બે પેટા ભેદ સાદશ્ય (સાલક્ષણ્ય) પ્રત્યભિજ્ઞાન અને વૈસદેશ્ય (વૈલક્ષણ્ય) છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ નય મીમાંસા ૨૦૭ તર્ક અને અનુમાન : અનુમાનમાં વ્યાપ્તિજ્ઞાનની જરૂર છે. “વ્યાપ્તિ' એટલે અવિનાભાવી સંબંધ અથવા નિયત સહચર્ય. જેના વગર જેનું ન હોવું તેની સાથેનો તેનો તે પ્રકારનો સંબંધ તે અવિનાભાવ સંબંધ. દાખલા તરીકે અગ્નિ વિના ધૂમનું ન હોવું એ પ્રકારનો અગ્નિ સાથેનો ધૂમનો સંબંધ છે. આ વ્યાપ્તિ સંબંધમાં ધૂમ અગ્નિનો વ્યાપ્ય છે જ્યારે અગ્નિ વ્યાપક છે. -વ્યાપ્ય (ધૂમ)થી વ્યાપક (અગ્નિ)ની સિદ્ધિ થતી, અનુમાન થતું હોવાથી વ્યાપ્યને “સાધન’ કે ‘હેતુ' કહેવામાં આવે છે અને વ્યાપક (અગ્નિ)ને સાધ્ય કહેવામાં આવે છે. જ્યાં સાધ્ય અને સાધન બન્ને પરસ્પર સરખી રીતે વ્યાપ્યતા હોય ત્યાંની વ્યાપ્તિ સમવ્યાપ્તિ કહેવાય. જેમ કે રૂપથી રસનું અથવા રસથી રૂપનું અનુમાન કરી શકાય છે. વ્યાપ્તિ તર્કથી નિર્ણત થાય છે. દાખલા તરીકે ધૂમ અગ્નિ વિના હોતો નથી. ધૂમ છે માટે અગ્નિ હોવો જોઈએ. કાં તો કાર્યથી કારણનું અનુમાન થાય કે પછી કારણથી કાર્યનું અનુમાન થાય. અહથી, આગ્રહથી, બીજાની પરીક્ષા કરવા કે પોતાની પંડિતાઈનું પ્રદર્શન કરવા યા તો સામાને ઉતારી પાડવા આદિના ઇરાદાથી પ્રશ્ન પૂછવામાં આવે કે તર્ક કરવામાં આવે તો તે કુતર્કમાં જાય. અનુમાન પ્રયોગના કેટલાક નમૂના આ પ્રમાણે છે : (૧) અમુક પ્રદેશ અગ્નિવાળો છે, ધૂમાડો હોવાથી. (૨) શબ્દ અનિત્ય છે, ઉત્પન્ન થતો હોવાથી. (૩) વીજળી થાય છે માટે વરસાદ થવો જોઈએ. (૪) રોહિણી ઊગશે, કૃતિકા ઊગ્યું છે માટે. (૫) અમૂક ફળ રૂપવાન છે માટે રસવાન હોવું જોઈએ....ઇત્યાદિ. આગમ પ્રમાણ :- જે શ્રત હોય પણ દષ્ટ ન હોય તો તે આગમથી માનવું જોઈએ. દાખલા તરીકે મેરુ પર્વત. બુદ્ધિથી અગમ્ય હોય તેને પણ આગમ(શાસ્ત્ર)થી માનવું જોઈએ. દાખલા તરીકે સમય, નિગોદના સ્વરૂપ ઈત્યાદિની વાતો. અંશ અને નય પ્રમાણથી વિરુદ્ધ ન જવું જોઈએ. પ્રમાણને અનુરૂપ નય હોવો જોઈએ. દુર્નય,કુનય, નયાભાસ એ પ્રમાણથી વિરુદ્ધ હોય છે. પ્રસ્તુત નય સિવાયના Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સૈકાલિક આત્મવિજ્ઞાન અન્ય નયનો અપલાપ કર્યા વિના એકેક નયથી પદાર્થના એકેક ભાગને જાણવા અથવા એક નયથી પદાર્થના એક ભાગને જાણવો. પદાર્થના અન્ય ધર્મોનો અપલાપ કરવો તે નયાભાસ છે. પ્રમાણ પ્રમેય અને પ્રમાતા એટલે જ જ્ઞાન, શેય અને જ્ઞાતા. વાસ્તવિક પ્રમાણ જો કોઈ હોય તો તે જ્ઞાન જ છે. અર્થાત્ જ્ઞાન જ પ્રમાણ છે અને એમાંય માત્ર કેવલજ્ઞાન જપ્રમાણભૂત છે. કેમ કે કેવલજ્ઞાન કોઈ અન્ય પ્રમાણ વડે પ્રમાણિત નથી. કેવલજ્ઞાન સ્વયંસિદ્ધ અને સ્વસંવેદ્ય છે. જ્યારે કેવલજ્ઞાન સિવાયના પ્રમાણ અન્ય પ્રમાણ વડે પ્રમાણિત છે. બીજા પ્રમાણ બાબત તો એવું બને છે કે વસ્તુ જોઈએ કાંઈ અને સ્મરણ કરીએ કાંઈ. દાખલા તરીકે સફેદ સાડલા પહેરેલ મહિલા વૃંદને જોતાં સ્મરણ કોકના મરણનું થાય. અહીં દશ્ય અને સ્મરણ જુદાં છે. કેવલજ્ઞાન સર્વપ્રમાણ છે કેમ કે કેવલજ્ઞાન તો સાકાર, નિરાકાર, એકાકાર, સર્વાકાર અને શૂન્યાકાર છે. માટે જ સ્વયંસિદ્ધ છે. કેવલજ્ઞાન, વિશેષ ઉપયોગ હોવાને કારણે સાકાર છે; અમૂર્ત હોવાને કારણે નિરાકાર છે, સર્વ કાંઈ, સર્વ ગુણપર્યાય સહિત કેવલજ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતાં કેવલજ્ઞાની સ્વરૂપ રમમાણ જ રહે છે. તેમજ કેવલજ્ઞાન સાદિ-અનંત એનું એ જ અને એવું ને એવું જ રહેતું હોવાને કારણે એકાકાર છે; સર્વ કાંઈ તેની સર્વ ગુણપર્યાય સહિત યુગપદ પ્રતિબિંબિત થતું હોવાને કારણે સર્વકાર છે અને સર્વ કાંઈ તેના સર્વ ગુણપર્યાય સહિત કેવલજ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતાં કેવલજ્ઞાનીની વીતરાગતાને કે કેવલજ્ઞાનને તેની કોઈ અસર થતી નથી તેથી શૂન્યાકાર છે. 1 કેવલજ્ઞાન જ પ્રમાણ છે. એ સંદર્ભમાં ભગવાન મહાવીર સ્વામીજીના સ્તવનમાં અવધૂત યોગીશ્રી આનંદધનજી મહારાજે ગાયું છે કે... નય નિક્ષેપે રે જેહ ન જાણીએ જિહાં પ્રસરે ન પ્રમાણ.” - જે પદાર્થનું અસ્તિત્વ છે તેનું કાર્ય છે. તે જ્ઞાનનો વિષય પણ છે, તેમજ સંસારી જીવના અનુભવનો વિષય પણ છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬, વેદાંત અને સ્યાદવાદ ન ) વેદાંતના પદાર્થોને સ્યાદ્વાર દર્શન કલાથી જો ઉકેલતા આવડે તો તે બીજું જૈનદર્શન છે. વેદાંત દર્શનનું અદ્વૈત જૈનદર્શનના કેવલજ્ઞાન અને સિદ્ધત્વમાં ઘટે છે. " અનિત્યાશુચિ દુઃખાનાત્મસુ નિત્યશુચિ સુખ્યાતિર વિદ્યા.." યોગસૂત્ર એ શ્લોક દ્વારા અનિત્યમાં નિત્ય બુદ્ધિ, અશુચિમાં શુચિ બુદ્ધિ, દુઃખમાં સુખ બુદ્ધિ અને અનાત્મ (જડ)માં આત્મ (ચેતન) બુદ્ધિ." . ને જે અવિદ્યા-માયાઅમૃત અજ્ઞાનતમ આદિ શબ્દથી વેદાંતમાં ઓળખાવેલ છે. એને જ મિથ્યાત્વમોહ-મૂઢતા આદિ શબ્દથી જૈનદર્શને ઓળખાવેલ છે. જૈનદર્શનના ચૌદ ગુણસ્થાનકની સામે વેદાંતે શુભેચ્છા વિચારણાતનમાનસા-સત્વાપત્તિ-આસંસક્તિ-પદાર્થ ભાવિની અને તુરીયા એમ જ્ઞાનની સાત ભૂમિકાઓથી વિકાસનાં પગથિયાં જણાવેલ છે. તુરીયાવસ્થાથી કેવળજ્ઞાન સમજાવેલ છે. કર્મના રસબંધના જૈનદર્શને ચાર ભેદ સ્પષ્ટ, બદ્ધ, નિઘત અને નિકાચિત પાડ્યા છે. જ્યારે વેદાંત તેને ત્રણ પ્રકાર નિવાર્ય, દુનિવાર્ય અને અનિવાર્યમાં વિભાજે છે. જૈનદર્શનના ઘાતકર્મ અને અઘાતી કર્મને અનુક્રમે વાસના અને પ્રારબ્ધકર્મ તરીકે ઓળખાવે છે. ક્ષાયિક સમક્તિ અને ક્ષાયોપથમિક સમકિતને કૃતોપાસ્તિ અને અકૃતોપાસ્તિથી અનુક્રમે વેદાંત ઓળખાવે છે. સાધનાનાં ત્રણ સોપાન મળનાશ-વિક્ષેપનાશ-આવરણ નાશ જે વેદાંતમાં જણાવેલ છે. એની સામે જૈનદર્શનમાં મળનાશને અનંતાનુબંધી કષાય નાશથી; વિક્ષેપનાશને એકાગ્રતાથી અને આવરણનાશને અજ્ઞાનનાશથી સર્વજ્ઞતાની પ્રાપ્તિની પ્રક્રિયાથી સમજાવેલ છે. સરુપોડસો મનોનાશો જીવન્મુક્તસ્ય વિદ્યતે અરુપસ્તુ મનોનાશ વૈદેહી મુક્તગો ભવેત -મુક્તોપનિષદ આ શ્લોક દ્વારા જીવનમુક્તનો મનોનાશ તે સરૂપ મનોનાશ કહેવા દ્વારા સયોગી કેવલીપણાની તેરમા ગુણસ્થાનકની અવસ્થાનો નિર્દેશ કરેલ છે, અને વિદેહી-વિદેહ મુક્તિરૂપ મનોનાશ તે અરૂપ મનોનાશ કહેવા દ્વારા અયોગી અર્થાત કેવલિપણાનો સિદ્ધાવસ્થાનો ચૌદમા ગુણસ્થાનકનો નિર્દેશ કરેલ છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સૈકાલિક આત્મવિજ્ઞાન - “યો વૈ ભૂમા તત્ સુખમ્” બ્રહ્મ છે એ જ સુખરૂપ છે-પૂર્ણ એ જ સુખરૂપ છે એ વિધાન દ્વારા વેદાંત દર્શન કેવલજ્ઞાન-સિદ્ધાવસ્થા એ જ સુખરૂપ છે એમ જણાવે છે. આત્યંતિક, દેશકાળ, અપરિચ્છન્ન, નિરતિશય સુખના નિર્દેશન દ્વારા વેદાંત જૈનદર્શનના અનંત-અક્ષય-અવ્યાબાધ સુખનો નિર્દેશ કરે છે. આદિત્યસ્ય ગતાગૌરહરહઃ સડક્ષિયતે જીવિત, વ્યાપારૈબહુકાર્યભારગુરુભિઃ કાલો ન વૈજ્ઞાયતે. દષ્ટવા જન્મજરાવિપત્તિકરણે ત્રાસશ્વ નો—દ્યતે, પીત્યા મોહમયી પ્રમાદમદિરામુન્મત્તભૂત જગત. પાષાણ ખડેધ્વપિ રત્નબુદ્ધિ કાન્તતિ ધીઃ શોણિતમાંસપિડે, પન્ચાત્મકે વર્ષાણિ ચાત્મભાવો જયંત્યસૌ કાચન મોહલીલા. આ શ્લોક દ્વારા વેદાંતે મોહનું સ્વરૂપ સમજાવ્યું છે અને નિર્મોહી થવા ઉપદેશ આપ્યો છે. કુરંગમાતંગપતંગપ્રંગભીના હતાઃ પન્ચમિરેવ પન્ચા એકર પ્રમાદી સ કર્થ ન હન્યતે યઃ સેવતે પંચમિરેવ એ બીજો જાણીતો વિષયત્યાગનો ઉપદેશ આપતો શ્લોક છે. ન મોક્ષો નભસઃ પુષ્ટ ન પાતાલે ન ભૂતલે, અજ્ઞાન હૃદયગ્રન્થર્નાશો મોક્ષ ઇતિ મૃત:. આકાશમંડળમાં માલ નથી. પાતાલ કે ભૂતલમાં મોક્ષ નથી. પરંતુ હૃદયમાં અજ્ઞાનરૂપ જે ગ્રંથિ છે, તેનો નાશ કરવો એ જ મોક્ષ છે. એટલે કે દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ એ જ મોક્ષ છે, એથી જીવતાં જ જીવન્મુક્ત થવાય છે. આ વાત દ્વારા વેદાંત કેવલજ્ઞાનીની પુષ્ટિ કરે છે. 1. વેદાંતના વિવર્તવાદ અને અજાતવાદ જૈનદર્શનના વિવેક અને વૈરાગ્ય કે અનિત્યતતાની ભાવનાથી સમજાવી શકાય અને અદ્વૈતવાદને કેવલજ્ઞાનથી ઘટાવી શકાય. આવી તો ઘણી વાતો છે. મેળવતાં આવડે તો મેળ મળતો જણાશે. જૈન દર્શનની વાતો સ્પષ્ટ, સરળ, પૂર્ણ અને ચોક્કસ છે. કારણ કે તે સર્વજ્ઞની આપેલી વાતો છે. એટલે જ જૈનદર્શનમાં સાધનાની સાથે જગત વ્યવસ્થા પણ યથાર્થ સમજાવેલ છે. વેદાંતમાં જગત-વ્યવસ્થાની વાતો તેમ સમજાવાઈ નથી. કેમ કે તે સર્વજ્ઞ પ્રરૂપિત દર્શન નથી. છતાં એ દર્શનનું ખંડન તો કરવા જેવું નથી. કેમ કે તેઓ પણ અતિ એટલે કે સિદ્ધ થવાની સાધના બતાડે છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧છે. કમરિન ગો છો પર શાસન બે પ્રકારના છે. ધર્મશાસન અને રાજશાસન. ધર્મશાસનની ધુરા ઋષિમુનિઓ-સંતો-મહંતો-મુનિ ભગવંતોના હાથમાં હોય છે. રાજશાસનનો દોર રાજા-મહારાજા સત્તાધીશોના હાથમાં હોય છે. ઉભયનું કાર્ય દોષ અને દુર્જનતા દૂર કરી, ગુણ અને ગુણીજનો એટલે કે સજ્જનોનું રક્ષણ કરવું તે છે છતાં ઉભયની કાર્ય પ્રણાલિકામાં ફરક છે. દુર્જનતાનો નાશ કરવો અને દુર્જન કોઈ ન પાકે તેની તકેદારી રાખી સજનોને પ્રોત્સાહન આપવું તે રાજધર્મ છે. અર્થાત્ રાજાઓનું અને સત્તાધીશોનું કર્તવ્ય છે. એ ક્ષાત્રવટ છે. રાજા, રાજદંડ વિનાનો ન હોય. “રાજા દુર્જનને દંડ કરે તે રાજધર્મ છે. રાજા જો દુર્જનને ક્ષમા આપે તો તે અધર્મ છે. એટલું જ નહિ પણ દુર્જન હોય કે સજ્જન સર્વ પ્રજાજને ખાવાપીવા, પહેરવા ઓઢવા અને રહેવા મળી રહે તેવી વ્યવસ્થા કરવી તે ય રાજધર્મ છે. ગુનેગાર કેદી પણ એટલું મેળવવાનો અધિકારી છે. એ પ્રજાપાલકતા છે અને પ્રજાનું તેવું પાલન કરનારા પ્રજાપાલકનું બિરુદ યથાર્થ સાર્થક કરે છે. રાજા શબ્દની ઉત્પત્તિ જ રાજી શબ્દ પરથી થઈ છે. રાજી કરે તે રાજા.” રતિાશ્ચ પ્રજ ચેન તસ્માદ્રાજેતિ શબ્દને પ્રજાને પ્રસન્ન રાખે તે રાજા.” નિર્બળનું પ્રાણના ભોગે પણ રક્ષણ કરવું અને સબળ પણ જો દુર્જન હોય તો તેનો પ્રતિકાર કરી તેની પર સત્તા અર્થાત્ શાસન ચલાવવું તે રાજશાસન ' છે. આથી જ આપણે ત્યાં ક્ષત્રિયકુળને ઊંચું કુળ કહેલ છે. સંતો અને મુનિભગવંતો પણ દુર્જનોના દોષ અને દુર્જનતા દૂર કરવાનું કાર્ય પોતાનાં આચરણ અને ઉપદેશ દ્વારા પ્રેમ અને વાત્સલ્યપૂર્વક કરે છે. રાજા તો પોતાની રાજવ્યવસ્થા સચવાય અને જળવાઈ રહે તેવા હેતુપૂર્વક એના પ્રજાજનનો વર્તમાન ભવ જન્મથી મૃત્યુ પર્યંતનો સુખેથી સજ્જન બની રહેવાપૂર્વક પસાર થાય તે અંગે જ એનું રાજશાસન ચલાવે છે. ઋષિમુનિઓ, મહાત્માઓ તો પોતાના શરણે આવનારાઓ, પોતાના સંપર્કમાં Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સૈકાલિક આત્મવિજ્ઞાન આવનારાઓના ભવોભવની ચિંતા કરી, તેમને પુનર્જન્મ અને પૂર્વજન્મની સમજણ આપી શુભ-અશુભ; પુણ્ય-પાપ, નીતિ-અનીતિ, આભવ-પરભવ, જડચેતન અથવા જીવ-અજીવ, આત્મા-પરમાત્મા, સત્-અસત્, વિનાશ-અવિનાશી ઇત્યાદિના ભેદ બતાડી તેમનો વર્તમાનકાળ સુધારી ઉજ્જવળ ભવિષ્યકાળનું નિર્માણ કરી, કાલાતીત બનવાની પ્રેરણા કરી ધર્મનું શરણ સ્વીકારાવે છે. અર્થાત ધર્મથી શાસિત કરે છે. ધર્મશાસન ચલાવે છે. રાજા તો માત્ર વર્તમાન ભવની ખેવના કરે છે. જ્યારે જ્ઞાની ભગવંતો તો ભવોભવ સુધરે અંતે ભવાંત થાય તેની ખેવના રાખે છે. રાજા પોતાની રાજ વ્યવસ્થા અંગે સુખી લોકો પાસેથી કર ઉઘરાવે છે અને ગરીબ-દુઃખીને પણ તેનો દેહ ટકાવવા પૂરતી જીવન જરૂરિયાતની સામગ્રી મળી રહે તેની વ્યવસ્થા કરે છે. સંતો-મુનિભગવંતો પોતાની દેશનાઉપદેશ દ્વારા પુણ્યશાળીઓ એવાં સુખી ને સમૃદ્ધ લોકોને “તેન ત્યકતન ભુજિથા 'નો ત્યાગ મંત્ર આપી દાનાદિ દ્વારા સુખી શ્રીમંતો અને સત્તાધીશોની શ્રીમંતાઈને તથા શક્તિઓનો બહુજનહિતાય સદુપયોગ કરાવે છે. એમાં તો આપનારનું ય ભલું થાય છે અને લેનારનુંય ભલું થાય છે. દુર્ભાવ અટકે છે. શુભ ભાવ આવે છે અને શુદ્ધ ભાવ અર્થાત્ સ્વભાવ ભણી પ્રયાણ શરૂ થાય છે. ભવપરંપરા સુધરે છે અને અંતે ભવાંત થાય છે ને મુક્તિ મળે છે. રાજા પોતાના રાજદંડથી માત્ર કાયિક દુર્જનતા દૂર કરાવી શકે છે, જ્યારે જ્ઞાની-ભગવંતો-ઋષિમુનિઓ કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણે પ્રકારની દુર્જનતા વ્યક્તિમાંથી અને સમષ્ટિમાંથી દૂર કરાવી શકે છે. રાજાને રાજશાસન ચલાવવા સંપત્તિ, સત્તા-શક્તિ અને સૈન્યથી જરૂર રહે છે. જ્યારે સંતો મહંતોને ધર્મશાસન ચલાવવા મંદિર, મૂર્તિ અને શાસ્ત્ર ગ્રંથોની આવશ્યકતા રહે છે. અથવા તો કોઈ એવી વિશિષ્ટ પ્રભાવશાળી વ્યક્તિ હોય તો તેઓ કશાયની સહાય વિના ધર્મશાસન કેવળ પોતાના જ્ઞાન અને તે પ્રમાણે સદ્વર્તનથી ચલાવે છે. નીચવૃત્તિઓ અર્થાત્ પાશવીવૃત્તિઓ પશુપણામાંથી જન્મે છે. જે મનુષ્યપણું મળ્યા છતાં ગઈ ન હોય તો તેને મળેલા મનુષ્યભવમાં, દૂર કરી માનવને માનવ બનાવવાનું કાર્ય રાજાઓ કરે છે. જ્યારે સંતો એથી આગળ વધી માનવનો સંબંધ પરમાત્મા સાથે કરાવી આપી તેને માનવમાંથી મહામાનવ Page #222 -------------------------------------------------------------------------- ________________ ધર્મશાસન-રાજશાસન ૨૧૩ બનાવવાનું અને તેના પરમાત્મ તત્ત્વને પ્રગટાવી આપવાનું અનન્ય કાર્ય નિષ્કામ ભાવે કરે છે. જીવ દુર્જન કોટિનો રહેશે તો ભવપરંપરામાં તિર્યંચ નિગોદ-નરકની દુ:ખયોનિના કારમા દુઃખ ભોગવવા પડશે. હીરા-માણેક પાના-સત્તા સમૃદ્ધિવૈભવ વિલાસ ઓછાં હશે કે ઓછાં મળશે તો ચાલશે, પણ સજ્જનતા હશે તો જ સદ્ગતિ પ્રાપ્ત થશે. આ લોકોત્તર વિચારણા છે. રાજા હો કે સંત હો સહુ કોઈનું કાર્ય વિશ્વમાંથી પાપ-દોષ અને દુર્જનતાને દેશવટો દેવાનું જ બની રહેવું જોઈએ, કારણ કે દુર્જનતા એ મનુષ્યયોનિનો મહારોગ છે. કુટુંબમાં-જ્ઞાતિમાં-સમાજમાં-ગામમાં કે દેશમાં બીજાઓનું ભલું કરીને જીવવું તે સંસ્કાર મહાન છે. બીજાને કાંઈ પડી નથી તે રીતે બેદરકાર-લાપરવા થઈ જીવવું એ હલકાઈ છે-અપાત્રતા છે. ચક્રવર્તી મહારાજાઓની આજ્ઞા જગતમાં તેમની હયાતી હોય ત્યાં સુધી પળાય છે, અને તેમાંય તેઓ સત્તા ઉપર હોય ત્યાં સુધી જ તેમની આજ્ઞા સર્વત્ર વર્તે છે. પરંતુ મહાત્માની-ૠષિઓ-સાધુ મહારાજાઓની આજ્ઞા તો તેમના જીવનકાળમાં તો પળાય જ છે, પણ તેઓની હયાતી બાદ પણ જગતમાં પળાય છે. સિકંદરો, સીઝરો અને અકબરો વહી ગયા અને તેમનાં રાજ્યો ખાલસા થઈ ગયાં, જ્યારે કૃષ્ણ-બુદ્ધ-મહાવીર-વ્યાસની વાતો-વિધાન-આજ્ઞા આજે ય લોકો શીર્ષાવંદ્ય કરી રહ્યા છે. રાજા મહારાજાઓ ક્ષેત્રે એટલે કે રાજ્ય-ભૂમિના વિજેતાઓ હોય છે. જ્યારે મુનિમહારાજાઓ કાળ વિજેતા અર્થાત્ કાલાતીત થઈ કાળ ઉપર વિજય મેળવનારા હોય છે. જો રાજશાસન-ધર્મ શાસન અરસપરસના સહાયક અને પૂરક બને તો સુવર્ણકાળ અવતરે. રામરાજ્યની વાતો કરીએ છીએ પણ વિચારતા નથી કે રામ માત્ર સત્તાધારી રાજા જ નહોતા પણ ભક્તરાજા હતા, વળી વસિષ્ઠ જેવા ૠષિની એમને નિશ્રા મળી હતી. અશોક, અકબર, શિવાજી, વિક્રમ, કુમારપાળ આદિ મહારાજાઓના રાજ્યશાસન આજેય આદર્શ રાજશાસન ગણાય છે. એના મૂળમાં આ જ કારણ છે કે તેઓ ધર્મશાસન સ્વીકારી રાજશાસન ચલાવતા હતા. અશોકે બુદ્ધનું શરણ સ્વીકાર્યું હતું. અકબરે ધર્મરત્નોને પોતાના નવરત્ન જેવાં સલાહકારોમાં સ્થાન આપેલું હતું. શિવાજી રામદાસની પાદુકાને પોતાના રાજસિંહાસને સ્થાપી રાજ ચલાવતા હતા, વિક્રમ સ્વયં ભગવદ્ ભક્ત હતા. કુમારપાળ મહારાજાને હેમચંદ્રાચાર્યનું શરણ મળ્યું હતું. ચંદ્રગુપ્તને ચાણક્ય જેવો જ્ઞાની અને નિસ્પૃહી સલાહકાર મળ્યો હતો. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સૈકાલિક આત્મવિજ્ઞાન વર્તમાન રાજ્યકાળને સુવર્ણકાળ બનાવવો હોય તો એ અત્યંત આવશ્યક છે કે કોઈ સત્તાધીશ વડાપ્રધાન જે આજનો રાજા છે તે ભક્ત બને, અથવા તો કોઈ ભક્ત એ સ્થાને પહોંચે અને ધર્મશાસન સ્વીકારી રાજ્યશાસન ચલાવે અથવા તો પછી ભક્ત અને રાજા ભેગા મળી રાજધુરા ચલાવે. રાજ્યવ્યવસ્થા અર્થાતુ રાજશાસન દેશ અને સમાજની વ્યવસ્થા માટે છે કે જેથી ધર્મને અનુકૂળ વાતાવરણ સર્જાય જે ધર્મશાસનને પામી વ્યક્તિ અને સમષ્ટિ પોતાના શુદ્ધાશુદ્ધ સ્વરૂપને સમજી સ્વરૂપ શાસનમાં પ્રવેશી કર્મમળને દૂર કરી પોતાના મૂળ, વિશુદ્ધ એવા પરમ આત્મસ્વરૂપનું પ્રાગટીકરણ કરી શકવા સમર્થ બને. Page #224 -------------------------------------------------------------------------- ________________ . ૧૮, ધર્મયીતત્વનયી દેવ-ગુરુ-ધર્મ એ ધર્મત્રથી-તત્ત્વત્રયીના આપણે ત્યાં બે ભેદ “સુ” અને કુના વિશેષણ આપીને પાડ્યા છે, તે સુદેવાદિ અને કુદેવાદિ. આ વિશ્વના તમામ જીવોનું વર્ગીકરણ ત્રણ વિભાગમાં કરી શકાય છે. એ ત્રણ વિભાગ (૧) બહિરાત્મા (૨) અંતરાત્મા અને (૩) પરમાત્મા તરીકે ઓળખાય છે. આ વર્ગીકરણ પ્રમાણે મોક્ષમાં ગયેલ, સર્વજ્ઞ બનેલ એવાં સર્વ જીવોને જે વિભાગમાં વર્ગીકૃત કરવાના હોય તે વિભાગમાં આ દેવ' શબ્દનો અર્થ “પરમાત્મા’ કરી શકીએ કે બીજો કાંઈ ? આવો પ્રશ્ન કેમ ઉદ્ભવ્યો? કારણ કે સંસારમાં ચાર ગતિમાંની દેવગતિના જીવોને પણ દેવ કહેવાય છે. ઉપરાંત ચક્રવર્તીને નરદેવ કહેવાય છે. સાધુ ભગવંતોને ગુરુદેવ કહેવાય છે અને વ્યવહારમાં "માતૃદેવો ભવ", "પિતૃદેવો ભવ:", "યજમાન દેવો ભવઃ", "અતિથિદેવો ભવઃ" આદિ કહેવાય છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન વ્યક્તિ પ્રત્યે ભિન્ન ભિન્ન ક્ષેત્રે “દેવ” શબ્દનો પ્રયોગ થાય છે અને બધાને આ ત્રણ વિભાગમાં વર્ગીકૃત પણ કરી શકાય છે. તો પછી ધર્મક્ષેત્રે દેવ-ગુરુ-ધર્મ" ત્રણ શબ્દની ત્રિપુટીમાંના “દેવ’ શબ્દની વહેંચણી શેમાં કરવી ? શું એમને પરમાત્મા કહેવા ? શું એમને અંતરાત્મા કહેવા ? કે પછી બહિરાત્મા કહેવા ? આ દેવ તો તીર્થંકર પરમાત્મા છે જે વીતરાગ દેવ છે. સર્વગુણ સંપન્ન સર્વદોષ રહિત એવાં સર્વજ્ઞ દેવ છે. એમને “પરમાત્મા' સિવાયના બીજા ભેદમાં કેમ મૂકી શકાય? એમને બહિરાત્મા તો કહેવાય જ નહિ અને અંતરાત્મા કહેવા જઈએ તો તેઓ સાધક ઠરે અને છદ્મસ્થ અવસ્થાનો દોષ આવે. દેવગતિના દેવ તો તેઓ છે જ નહિ કેમ કે એ તો પંચમગતિના દેવ છે. એટલે પહેલો વિભાગ જે પરમાત્મા છે તેમાં જ તેમની વહેંચણી કરવી પડશે. શાસ્ત્ર પદ્ધતિથી આજ સુધી તો સુદેવ-કુદેવ, સુધર્મ-કુધર્મ અને સુગુરુકુગુરુ એવાં જોડાં ચાલ્યા જ આવે છે. તો પછી “દેવ' શબ્દનો અર્થ જો પરમાત્મા કરીશું તો “પરમાત્મા” “સુ” ને “કુ એમ બે ભેદે જણાવવા પડશે. અદનામાં અદનો માનવી અબુઝ માનવી પણ પરમાત્મા” “કુ” પ્રકારના હોય એ માનવા તૈયાર થશે નહિ. સર્વગુણ સંપન્ન, સર્વદોષ રહિત, સર્વજ્ઞ કદી Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સૈકાલિક આત્મવિજ્ઞાન કુ હોઈ શકે નહિ; અને એ એવી ચરમ, પૂરણ, પરમાવસ્થાને પામ્યા છે કે “સુ” વિશેષણ લગાડવાની કોઈ આવશ્યકતા રહેતી જ નથી. પૂર્ણ તો પરમ હોય-અંતિમ હોય અને એના કોઈ “સુ-કુ ના ભેદ ન હોય એ તો એકમેવ, અદ્વિતીય, અંત, અખંડ, અભંગ હોય. ભેદ તો અપૂર્ણના હોય. હવે ગુરુ શબ્દને “સુ” અને “કુ' ના વિશેષણ લગાડીઓ તો ગુરુ પદે રહેલા જીવો કર્મવશ અનેક કારણોથી આચારભ્રષ્ટ થઈ “સુ” ના “કુ' બની શકે છે. પરંતુ ગુરુપદે રહેલ જીવોનું વર્ગીકરણ તો “અંતરાત્મા” વિભાગમાં જ થાય અને “કુ બનવાથી તે તે “બહિરાત્મા' વિભાગમાં રહી પડે. આમ આ પદ્ધતિમાં આ મોટી આપત્તિ છે. એનો ઉકેલ તો કોઈ પ્રખર ગીતાર્થ આગમવેત્તા જ જણાવી શકે, એથી એનો ઉકેલ આપણે એવા જ્ઞાની ભગવંતો ઉપર છોડી દઈએ. હવે આપણને એ શંકા અહીં ઉદભવે કે જેણે રાગદ્વેષનો નાશ ન કર્યો હોય અને “દેવ' તરીકે સંબોધાતા હોય તેમને શું આપણે “કુ કહેવા ? એ પરિપાટીએ ચાલવા જઈશું તો જેણે જેણે રાગદ્વેષનો નાશ ન કર્યો હોય તે તમામ વ્યક્તિને તમામ ક્ષેત્રે “કુ' કહેવા પડે અને રાગદ્વેષનો નાશ કર્યા બાદ તો તે ગુરુપદે રહેતા જ નથી. વીતરાગ થવાથી દેવ-પરમાત્મા થઈ જાય છે. આમ આ “સુ” અને “કુ ના ભેદની પદ્ધતિએ ચાલીએ તો તેમાં “ગુરુ પદનું અસ્તિત્વ જ રહેતું નથી. વ્યવહારમાં મનુષ્યયોનિમાં માણસના ગુણ દોષ અને વર્તન પ્રમાણે તેનું “સજન” અને “દુર્જન એવા વચનપ્રયોગ શબ્દપ્રયોગથી વર્ગીકરણ કરાય છે. આમ જો સજનને “સુ” કહીએ અને દુર્જનને “કુ કહીએ તો તે વિશેષણો. વર્તમાન કાલીન ગુણદોષ ઉપર નિર્ભર છે. નહિ કે માત્ર રાગ દ્વેષ ઉપર. અનાદિકાળથી જીવમાં રાગદ્વેષ હોવા છતાં, સારા વર્તન-વ્યવહારથી આને સારા ગુણોને કારણે રાગદ્વેષની વિદ્યમાનતા હોતે છતે તેને “સજન” કહેવાય છે. દુર્જન તો દુર્જન છે અને રાગદ્વેષ યુક્ત છે. એટલે એને તો કોઈ સવાલ જ નથી. આપણા વ્યવહારમાં આર્યસંસ્કૃતિમાં પ્રજાનું વર્ગીકરણ ચાર વર્ણમાં કરવામાં આવ્યું છે. જે બ્રાહ્મણ', “ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર ભેદે જણાવેલ છે. આ ચાર ભેદ વ્યવસ્થા માટે છે. કોઈને ઊંચે ચડાવવા કે કોઈને નીચા પાડવા માટે નથી. શુદ્રની જાતિ ઉપલાં વર્ણની અપેક્ષાએ ભલે નીચી Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ ધમત્રય-તત્ત્વ ત્રથી ગણાતી હોય કે ઊતરતી લેખાતી હોય, પરંતુ તે નીચલી વરણમાં જન્મેલ પુત્રો અને બનેલ માબાપોને તે ઊતરતી કોટિની વરણના હોવા માત્રથી ગુણદોષનો વિવેક કર્યા વિના “સુ” કે “કુ કહી શકતા નથી. ઢેઢ કુળમાં જન્મેલા અને જન્મ આપનારા માબાપોને અને પુત્રપુત્રાદિને કુમાતા, કુપિતા, કુપુત્ર કે કુપુત્રી કોઈ કહેતા નથી અને તેમ કહી પણ શકતા નથી. ભલે ઊતરતું કુળ હોય છતાં તેવાં કુળની તે તે વ્યક્તિમાં માનવતા અને સર્જનતા-કુલીનતા હોય તો તે ચઢિયાતા છે, ગુણવાન છે જ્યારે તેથી વિપરીત બ્રાહ્મણ-ક્ષત્રિયવૈશ્યની ઊંચી વરણ-ઊંચા કુળના એવાં માતાપિતા અને તેમના પુત્રપુત્રાદિમાં ગુણની અપેક્ષાએ કુલીનતા, ખાનદાની, માનવતા-સજ્જનતા ન હોય, અને પશુતા ને અધમતા હોય તો તે ચડિયાતા કુળનાને પણ “કુ' કહી શકાય અને તેમ કહેનારાને કોઈ પડકારી શકતું નથી. સારાય-જગતની સમગ્ર વિશ્વની પ્રત્યેક વ્યક્તિ, સામે એવી વ્યક્તિની અપેક્ષા રાખે છે કે જે જગતના કામમાં આવનારી હોય. નકામને કોઈ ઈચ્છતું નથી. જે કોઈના કશા કામનું નથી તે નકામું છે. અને તે નકામાને ભલે તે નઠારું ન હોય તો ય તે કામનું ન હોવાથી કોઈ એને ઇચ્છતું નથી. જો આમ સંસારના રોજબરોજના વ્યવહારમાં “સુ” અને “કુ ના વિશેષણો લગાડવામાં આટલો બધો વિવેક કરવો પડતો હોય તો પછી વિચારવું જોઈએ કે ધર્મક્ષેત્રે કેટલો વિવેક કરવો જોઈએ ! ધર્મક્ષેત્રે અનેક પ્રકારના ધર્મો છે અને તે અનેક પ્રકારના ધર્મોના વળી સ્થાપકો પણ અનેક છે. જેનાં નામ આજે વર્તમાનકાળની અપેક્ષાએ શીવશંકર-રામ-કૃષ્ણ- વિષ્ણુ-મહાદેવ-મહમ્મદ-જીસસ-બુદ્ધ આદિ છે. તે તે સર્વ ધર્મસ્થાપકોને તે તે ધર્મના અનુયાયીઓ તેમને પોતાના ઇષ્ટદેવ માને છે. એમણે કદાચ રાગદ્વેષનો સર્વથા ક્ષય નથી પણ કર્યો. પરંતુ એ ધર્મસ્થાપકોએ એવો તે કયો ખોટો ઉપદેશ આપ્યો અને દુર્જનોને પકવ્યા કે એમણે પોતે સ્વયં જગતનું એવું તે કયું અહિત કર્યું કે એમને “કુ કહેવા પડે ? હરગીજ નહિ ! બલ્ક તે તે ધર્મસ્થાપકોએ પણ પોતપોતાના ક્ષેત્રમાં પશુ જેવો આત્મા ઊંચી કક્ષાનો માનવ બને એવો રાહ આપ્યો છે. તો અન્ય દર્શનીઓએ માનેલા એમના પોતાના દેવોને આપણે કુ” કેમ કહી શકીએ ? આ જ વાતને આપણે આપણા રોજબરોજના જીવનવ્યવહારના દષ્ટાંતથી સ્પષ્ટ કરવા પ્રયત્ન કરીશું. દરેક જીવ દરેક તરફથી પોતાનો લાભ, હિત, કલ્યાણ અને સુખ જ Page #227 -------------------------------------------------------------------------- ________________ વૈકાલિક આત્મવિજ્ઞાન ૨૧૮ ઇચ્છે છે. પછી સામે ગમે તે જીવ હોય ! કહેવત છે ને કે ‘લાલો લાભ વગર ન લોટે’. આપણે જૈન છીએ. આપણે જૈન વેપારીને ત્યાંથી માલ લઈએ છીએ. બાજુમાં મુસલમાન વેપારી છે. જૈન તો આપણો સાધાર્મિક બંધુ કહેવાય. હવે આ જૈન બંધુ આપણો વિશ્વાસપાત્ર બની હંમેશા માલ ને ભાવમાં છેતરે છે. કોઈ દિવસે આ વાત આપણા ખ્યાલમાં આવી જાય છે, અને ત્યારે બાજુમાંના મુસલમાન વેપા૨ીને ત્યાં જઈ ચડીએ છીએ, અને તેની સાથેના વેપારમાં આપણને પૂર્ણ સંતોષ થાય છે. છેતરાવાનો કોઈ ભય દેખાતો નથી. તો પછી આપણે આપણા જૈન સાધાર્મિક બંધુ સાથે વેપારી સંબંધો રાખીશું કે મુસલમાન બંધુ સાથે ? અરે ! ના ના ! ગમે તેવો તોયે આપણો જાતભાઈ, સાધાર્મિક બંધુ ! આપણા દેવનો ભક્ત ! એની પાસેથી જ માલ લેવો જોઈએ પછી ભલેને લૂંટાઈ જતાં હોઈએ ! અરે ભલા ભાઈ ! વિચાર કરો કોઈ એવો સાધાર્મિક બંધુ પાક્યો નથી ને પાકશે નહિ કે વર્તમાનમાં એવો કોઈ નથી, જે આવા અપ્રમાણિક સાધાર્મિક બંધુને છોડે નહિ અને પ્રામાણિક એવા મુસલમાન વેપારીને પકડે નહિ. મુસલમાન તો હલકી જાતનો છે. એનો ભગવાન તો ખુદા છે. એની પાસેથી માલ કેમ લેવાય ? વેપારમાં વહેવારના લાભની વાતમાં આવું કોઈ વિચારતા નથી અને ખોટનો સોદો કોઈ કરતા નથી. તો આના ઉપરથી સાર તો એ નીકળે છે કે કોણ કોને માને છે ? તે પ્રશ્ન ભલે પ્રથમ મહત્ત્વનો હોય પરંતુ અંતે તો જીવને પરસ્પર એકબીજાના સર્તન અને સદ્વિચાર જ કામમાં આવે છે, જે પરમાત્માના ઘરની દેણ છે. ગમે તે પ્રકારનો દોષ, ગમે તેનામાં હોય પરંતુ તે પરસ્પર દુઃખદ હોય છે અને ગમે તે પ્રકારનો ગુણ ગમે તેનામાં હોય પરંતુ તે પરસ્પર સુખદ જ હોય છે. બાહ્ય દૃષ્ટિએ દેખાતું ધર્મદેશ્યનું ખોખું તો હરેકે અપનાવ્યું અને તૈયાર તો કર્યું જ હોય પરંતુ અંદરના માલનો પ્રશ્ન તો ગુણદોષનું પૃથક્કરણ છે. દૃશ્ય ખોખું ગૌણ બની જાય છે. ગુણ માત્ર સાત્વિક ભાવ અને તે ભગવાને આપેલા બતાડેલા ગુણસ્થાનકોમાં પહેલાં ગુણસ્થાનકે દોષને મંદરસ કરવાવાળા છે, અને જીવને આત્મવિકાસમાં આગળ વધારવામાં સંધિ સ્થાનરૂપ છે. આપણને દૂધ જોઈતું હોય ત્યારે દૂધ સાથે મતલબ છે અને ત્યારે Page #228 -------------------------------------------------------------------------- ________________ ધર્મત્રથી-તત્ત્વ ત્રયી ૨૧૯ દૂધવાળા ગોવાળને પૂછતાં નથી કે ભાઈ કઈ ગાયનું દૂધ છે ? કાળી ગાયનું છે ? લાલ ગાયનું છે ? કે સફેદ ગાયનું છે ? ગમે તે રંગની ગાય હોય દૂધ તો સફેદ જ હોય ! ગાયની ચામડી પ્રમાણે કાંઈ ગાયના દૂધનો રંગ ન હોય ! ધર્મનું નામ, સંબોધન એ દૃશ્યરૂપે બાહ્ય દશ્યરૂપ આકાર કે તેના પ્રકારરૂપ ખોખું ભલે અનેક ચિત્ર વિચિત્રરૂપ વાળું હોય પરંતુ અંદરનો માલ તો સાત્ત્વિકભાવ જ હોય ! કોઈ પણ જીવ કોઈના પણ પ્રત્યે શુભભાવ કરે તો તે સાત્ત્વિક ભાવ છે. તો કોઈ પણ ધર્મી જીવ પોતાની માનેલી ઉપાસ્ય વ્યક્તિ પ્રત્યે નમસ્કાર, સ્તુતિ, સ્તવન, ભક્તિ જે કાંઈ કરે તેને સાત્વિક ભાવ કહેવાય. એક ઊતરતા કુળમાં જન્મેલ હરિજન પુત્ર પોતાના માતાપિતા પ્રત્યે પુત્રવત્ વર્તન સેવા, ભક્તિ, કર્તવ્ય-ફરજ આદિ બતાવે તો તેને તે ક્ષેત્રમાં પણ સાત્ત્વિક ભાવ કહેવાય અને ચડિયાતા કુળમાં પાકેલા-જન્મેલા પુત્રો યદિ જો માતાપિતાનો અવિનય કરે, સેવા ન કરે, ફરજ ન બજાવે અને દુશ્મન બની બેસે તો તેને તામસપુત્ર કહેવાય બલ્ક ‘કુપુત્ર” “કપાતર' કહેવાય ! આ વિશ્વમાં ગુણ કેળવવાની કોઈની અંગત ઈજારાશાહી નથી. ગુણવાન ક્યારે ગુણ ખોઈ બેસે અને દોષવાન ક્યારે ગુણવાન બની જાય, તે પણ કોઈને માટે કાંઈ કહી શકાતું નથી. પુણ્યના ઉદયો કોઈને આધીન નથી. અને પાપના ઉદયો સંતો ને સજાનો કે ધર્મજનને પણ છોડતા નથી. દર્શન દૃષ્ટિસ્વરૂપ છે અને દૃષ્ટિમાં ભાવ હોય છે. એટલે દૃષ્ટિ અને ભાવ બે વિષય થયાં. દર્શન મોહનીય એટલે દર્શનમાં મૂઢતા-અવિવેક હોવો તે ! દર્શન સાચું અને ખોટું અને ભાવ પણ સાચા અને ખોટા એવી અંતરક્રિયા દર્શનમાં હોય છે. આ દર્શનને વળી બીજાં ત્રણ ભાવ સાથે સંબંધ હોય છે. તે છે કૂતદષ્ટ અને અનુભૂત. જીવ માત્રના દર્શનનું સ્વરૂપ આવે છે. એ જેનામાં ન હોય તેને જડ કહેવાય. અર્થાત્ જડનો આ વિષય નથી. અથવા તો કહો કે જડનો આ સ્વભાવ નથી. આ જ રીતે જડ ને ચેતનનો ભેદ સિદ્ધ થાય છે. જૈન દર્શનમાં સર્વજ્ઞ ભગવંતોએ જીવમાં રહેલ દર્શન સ્વભાવ અથવા દર્શન શક્તિને ત્રણ ભાવમાં વહેંચેલ છે. આ ત્રણ ભાવ (૧) મિથ્યા મોહનીય (૨) મિશ્ર મોહનીય અને (૨) સભ્ય મોહનીય તરીકે ઓળખાવેલ છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સૈકાલિક આત્મવિજ્ઞાન જીવ જેટલું જાણે છે અને જુએ છે તે બધું ય તેને સર્વથા, સર્વદા, પ્રત્યક્ષ અને અનુભૂત હોતું નથી. સંસારી જીવન દર્શન દશા કહો કે તેનો દૃષ્ટિ સ્વભાવ કહો તે અપૂર્ણ છે. આ દર્શનશક્તિમાં પણ રસનું મિશ્રણ ભળેલ હોય છે. એ રસના મુખ્ય બે ભેદ તીવ્રરસ અને મંદરસ છે. તીવ્ર અને મંદની વચગાળાના ભેદો અનેક હોઈ શકે છે. વચગાળાના એ રસભેદનું ધોરણ છબસ્થ જીવ બાંધી શકતો નથી અને ચોક્કસ કારણ પણ સમજી શકતો નથી કે તેની અજ્ઞાન દશાને લીધે છે અને પૂર્વાપર સંબંધના વિચ્છેદને લીધે છે. તેથી જ તે પદાર્થને અદષ્ટ તત્ત્વના ભેદમાં મૂકવો પડે છે. દાખલા તરીકે આપણા પૂર્વજન્મ ને પુનર્જન્મ, આપણો ભૂતકાળ ને ભવિષ્યકાળ અને તે સિવાયના અનેક અન્ય પદાર્થ અદષ્ટ તત્ત્વ છે. જીવની આવી દશા હોવાના કારણે તેનું વર્તમાનકાળનું મતિજ્ઞાન અપ્રત્યક્ષનો સંતોષ પામી શકતું નથી. એટલે વર્તમાનકાળનું મતિજ્ઞાન અહં કે આગ્રહને વશ થઈ પરોક્ષ તત્ત્વ સત્ય હોવા છતાં માન્યતામાં લાવી શકતું નથી. આવી રીતે પરોક્ષ સત્ય તત્વને માન્યતામાં ન લાવવું તે જીવની અસત્યતાની માન્યતામાંનો તીવ્ર ભાવ છે. તેમ છતાંય આપણને આપણા વર્તમાન જીવનમાં વહેવાર કરવામાં અપ્રત્યક્ષ અને અદષ્ટ તત્વને સ્વીકારીને અને માનીને જ જીવવું પડે છે. વહેવાર ચલાવવો પડે છે અને તેનો આશ્રય પણ લેવો પડે છે અને એ પ્રમાણે વહેવાર પણ ચલાવીએ છે જેમ કે. વર્તમાનપત્રમાં પ્રગટ થતા બધા સમાચાર આપણે માટે દૃષ્ટ, અનુભૂત કે પ્રત્યક્ષ નથી હોતાં. છતાં તેને સાચા માની વહેવાર ચલાવાય છે. આપણી ગર્ભાવસ્થા આપણને દષ્ટ નથી. તે અનુભૂત હોવા છતાં તેની મૃતિ નથી. આપણું નામ “અન્ય વ્યક્તિ” પાડે છે અને તે નામથી આપણી સાથે વહેવાર કરે છે જે નામનો આપણે સમજણા થયા બાદ સ્વીકાર કરીએ છીએ. આપણા પિતા કોણ છે તે આપણે જાણતા નથી. બીજાં જણાવે છે ને આપણે જાણીએ છીએ ને સ્વીકારીએ છીએ. આપણું જ્ઞાન જાતે જાણેલા અને અનુભવેલા જ્ઞાનથી કંઈક ગણું અધિકું જ્ઞાાન અન્ય દ્વારા જણાવાયેલું છે. ધર્મતત્ત્વ જ એક એવું તત્ત્વ છે કે જે અનંતા ભૂતકાળ અને અનંતા ભવિષ્યકાળને લક્ષમાં લઈ આજનું-વર્તમાનનું ઘડતર કરવા જણાવે છે. જ્યારે અર્થ અને કામ એ બે પુરુષાર્થને આવા વિવેક સાથે બહુ ઝાઝો સંબંધ હોતો Page #230 -------------------------------------------------------------------------- ________________ ધર્મત્રયી-તત્ત્વ ત્રયી ૨૨૧ નથી. કારણ કે તે બે આ ભવ પૂરતાં જ હોય છે અને વળી દેહાશ્રિત હોય છે. એથી વિપરીત ધર્મને તો પૂર્વજન્મ અર્થાત્ ભૂતકાળ અને પૂનર્જન્મ પરભવ અર્થાત્ ભવિષ્યકાળ સાથે વધારે સંબંધ હોય છે. ભૂતકાળના ભવો પણ આપણે કર્યાં છે અને ભવિષ્યકાળના ભવો પણ આપણે જ કરવાના છે. છતાં તે સ્વીકારવા આપણે તૈયાર ન થઈએ કારણ કે તે અદૃષ્ટ તત્ત્વ છે . તે વર્તમાનકાળના ઇન્દ્રિયોના વિષયો નથી અને આપણે તો આપણા ઇન્દ્રિયજનિત જ્ઞાન અને બુદ્ધિ ઉપર જ મુસ્તાક રહીએ છીએ. તો કોઈ જીવ ધર્મ તત્ત્વ પ્રત્યે સત્ય અને પ્રામાણિકતાની બુદ્ધિ રાખીને પુનર્જન્મ અને પૂર્વજન્મની માન્યતા ધરાવે, પરલોકમાં વિશ્વાસ રાખે બલ્કે આસ્થા રાખે તો તે જીવનો તે દૃષ્ટિભાવમાંની મિથ્યા માન્યતામાંથી જે તીવ્રતા હતી એમાં મંદતા આવી છે એમ કહેવાય. એ દર્શન મોહનીયમાં થયેલો સુધારો છે. અર્થાત્ આત્મવિકાસનું લક્ષણ છે. આત્માની ઉન્નતિનું સોપાન છે. આત્મસુખને પામવાનું સોપાન છે અને દુઃખી અવસ્થામાં વિવેકી બનવા માટેની સંભાવના-શક્યતા છે. આપણે આવી દૃષ્ટિવાળા જીવો દેહધારી છીએ, અને દેહમાં રહેલી ઇન્દ્રિયો તે આપણા વહેવારિક જ્ઞાન અને સુખ દુઃખ વેદનનું સાધન છે, અને એ સુખ દુઃખના સાધન માટે વિશ્વમાં આપણો જીવ અન્ય બીજા જીવ અને જડ પદાર્થો સાથે સંબંધમાં આવીને જીવે છે. જે અન્ય જડ પદાર્થો અને જીવો સાથે જીવીએ છીએ તે આપણી ઇન્દ્રિયોના સાધનના સાધન છે. ફરક માત્ર એટલો છે કે આ શરીર અને ઇન્દ્રિયોમાં પુરાયેલો આપણો એક જીવ છે તેની સામે આપણાથી ભિન્ન બીજાં જીવો છે. હવે આપણા શરીર અને ઇન્દ્રિય જે જડ છે તેની સાથે આપણે અર્થાત્ આપણો આત્મા ક્ષીર નીર સમ એકમેક છે, અને શરીરના સ્વાસ્થ્ય તથા ઇન્દ્રિયોના ભોગ ઉપભોગના ઉપયોગમાં આવતી જડ વસ્તુઓ આપણાથી ભિન્ન અન્ય પર ક્ષેત્રે છે. એટલે દેહ અને દેહમાં રહેલ ઇન્દ્રિયો ને દેહમાં પુરાયેલ આત્માઓ ચેતન જાતિના છે. ફરક માત્ર ક્ષેત્રનો છે. જ્યારે શરીર અને ઇન્દ્રિય પણ જડ છે. ને એના ભોગમાં આવતી ભોગસામગ્રી પણ જડ છે. ભેદ માત્ર એટલો છે કે તે અન્ય પર ક્ષેત્રે છે. છતાં જાતિ-જડજાતિ એક છે. આપણે અને આપણને વળગેલ શરીરને ઇન્દ્રિયોને આપણાથી રહેલાં ભિન્ન ક્ષેત્રે જડ પદાર્થો તથા ચેતન પદાર્થો પ્રત્યે કાંઈ ને કાંઈ ભાવ, દૃષ્ટિ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સૈકાલિક આત્મવિજ્ઞાન ને પ્રયોજન છે. તો આ બધા પદાર્થોમાં અધિષ્ઠાનરૂપ અર્થાત આધારરૂપ કે કેન્દ્રરૂપ આપણું દર્શન-દષ્ટિ ને ભાવ છે. તેમાં સુધારો અને બગાડો ઉભયની સંભાવના છે. બગાડાને ધર્મક્ષેત્રે મિથ્યા કહેલ છે. જ્યારે સુધારાને સાત્વિક કહેલ છે. પૂર્વજન્મ ને પુનર્જન્મની દૃઢ માન્યતા તેમજ આપણાથી પર એવા જડ ને ચેતન પદાર્થો પ્રત્યેનું પરસ્પરનું સુખદ વર્તન તે દૃષ્ટિ ને ભાવમાં સુધારો છે. આપણા ભાવમાં ત્રણ ભેદોમાંનો કોઈ એક ભેદનો ભાવ હોય છે. ભાવના ત્રણ ભેદો સાત્ત્વિક, રાજસ અને તામસ તરીકે ઓળખાય છે. વળી આ ત્રણ ભાવોમાં પણ તીવ્રતા અને મંદતા હોય છે. હવે આપણે આ બધા ભાવનું જીવ ને પુગલ આશ્રિત એક કોષ્ટક બનાવીએ. જીવનો મૂળભૂત ભાવ શુદ્ધ છે. શુદ્ધ એટલે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ ઇત્યાદિ કે જેના વડે આપણે જીવીએ છીએ, જેને આપણા માનેલા છે અને જેના વડે સુખ દુઃખ વેદીએ છીએ. તેનાથી પર એટલે આ કોઈ પદાર્થનો આશ્રય નહિ તેમ જ અન્ય ક્ષેત્રે રહેલ બહારના પણ કોઈ જડ કે ચેતન પદાર્થનો આશ્રય નહિ તેવા ભાવને શુદ્ધ ભાવ કહેવાય જેમ કે... ગાયને દોહીને જે દૂધ મેળવ્યું તેમાં એક પણ પાણીનું ટીપું નહિ હોય તે શુદ્ધ કહેવાય. સો ટચનું સોનું કે જેમાં એક રતીભાર પણ તાંબાનું મિશ્રણ ન હોય તેને શુદ્ધ કહેવાય. તેમ આત્મા અન્ય સર્વ શક્તિ ને સાધનની પર ઊઠીને પોતાના તંત્ર માટે સ્વાધીન હોય અથવા સ્વતંત્ર હોય તો તેનો સ્વશક્તિરૂપ અનંતશક્તિ રૂ૫ શુદ્ધ સ્વભાવ કહેવાય, કે જે જીવને એકાંતે સર્વ પર વસ્તુથી પર અનંત આનંદ વેદનરૂપ હોય. જેમ વહેવારમાં એક વ્યકિત પોતાના જીવન વહેવારમાં અનેક રીતે પરાધીનતામાં પડ્યો હોય અને તે પરાધીનતામાંથી મુક્ત થતાં કેટલો આનંદ અનુભવતો હોય છે ! એક ચોર-ગુનેગારને જેલની મુદત પૂરી થતાં, કેદમાંથી છૂટ્યા પછી કેદ બહારના જીવન અંગેનો કોઈ બંદોબસ્ત ન હોવા છતાં પણ કેટલો આનંદ હોય છે! ભલે એને જેલમાં દેહને જોઈતી બધી સગવડ રાજ્ય તરફથી મળતી હતી. રાજ્યના રસોડે જમતો હતો. રાજાને જેમ તેના રક્ષણમાં અંગરક્ષકો તરીકે પોલિસો હોય તેમ ગુનેગારને પણ આગળ પાછળ પોલિસો હોય. રાજાનો રાજમહેલ લાખો રૂપિયાનો હોય એમ જેલ પણ લાખો રૂપિયાની હોય. આમ છતાંય કેદીને કેદની મુદત પૂરી થયે વ્યાવહારિક સાચી દિશામાં આવવાનો Page #232 -------------------------------------------------------------------------- ________________ ધર્મત્રયી-તત્ત્વ ત્રયી ૨૨૩ કેટલો ઉત્સાહ કેટલો આનંદ હોય છે ! જીવને પણ આ બધા બંધનમાંથી મુક્તિ તે તેનું સાચું અને શુદ્ધ સ્વરૂપ છે. તો હવે આપણે જે કોષ્ટક વિચારીએ છીએ તેમાં બે સ્વરૂપ સિદ્ધ થયાં. એક શુદ્ધ અને બીજું અશુદ્ધ. શુદ્ધિમાં તો કદી ભેદ પડે જ નહિ. પડી શકે પણ નહિ ! સોનું જો સો ટચનું હોય તો તેમાં કોઈ ભેદ હોય જ નહિ અને તેને શુદ્ધ કહેવાય. પણ જો તેમાં તાંબુ મિશ્ર કરવામાં આવે તો જેટલું ઓછું વત્તું તાંબુ મિશ્ર કરીએ એટલા એના ભેદ પડે. અશુદ્ધના ભેદ અનેક પ્રકારે હોય. છતાં એનું વર્ગીકરણ મુખ્ય બે ભેદોમાં કરવામાં આવેલ છે. શુભ અને અશુભ. પેટાભેદ અનેક હોઈ શકે. શુભભેદનું નામ છે સાત્ત્વિકભાવ. તેના બે ભેદ છે. લૌકિક અને લોકોત્તર અર્થાત્ વ્યાવહારિક અને પારમાર્થિક. આત્માનો જે શુદ્ધભાવ ઉપર જણાવ્યો તેવો આકાર આપવા માટે જે ભાવો લાવવામાં આવે તેને લોકોત્તર સાત્ત્વિક ભાવ કહેવાય છે. અને તેથી નિરપેક્ષ જીવનમાં પરસ્પર જે ભાવો વડે આપણે સુખની આપ-લે કરી શકીએ તેને લૌકિક કે વ્યાવહારિક સાત્ત્વિક ભાવ કહેવાય. આવા લૌકિક સાત્ત્વિક ભાવને, સર્વજ્ઞ ભગવંતોએ, સંસારમાં રહેલા જીવોને અનાદિકાળથી જે દશામાં છે તે ભાવને પહેલું ગુણસ્થાનક કહેલ છે. આવા પહેલાં ગુણસ્થાનકે દરેક જીવમાં હરપળ સાત્વિક ભાવ જ હોય, રાજસ જ હોય કે તામસ જ હોય એવું બની શક્યું નથી. પરંતુ હરેક જીવો અનેક કારણો પામીને આ ત્રણ ભાવમાં રમ્યા જ કરતા હોય છે. ધર્મપુરુષાર્થનું કાર્ય એ છે કે જીવને દુઃખદ એવાં તામસભાવને તથા રાજસ ભાવને છાડાવીને સુખદ એવા સાત્ત્વિકભાવવાળો બનાવવો, એવી યોજના કરી છે, જેને મનુષ્યયોનિમાં કર્મ અને ઉપાસના કહેવામાં આવે છે. કર્મ અને ઉપાસનાઃ કર્મ અને ઉપાસના સંબંધી વિચારણા કરવા માટે આપણે ચાર ગતિ તરફ દૃષ્ટિ કરીએ. દેવ, માનવ, તિર્યંચ અને નારકી. સંસારમાં જીવતાં જીવો એકબીજાના સહારે જીવે છે. જીવો ભલે દેહભાવે અને ઇન્દ્રિયભાવે જીવતા હોય. પણ આનંદવેદન એ જીવનું મૂળ સ્વરૂપ છે. દેહ અને ઇન્દ્રિયજનિત સુખ ભલે ખોટા હોય અર્થાત્ વિનાશી હોય પરંતુ દેહ અને ઇન્દ્રિયો દ્વારા જ જીવો પરસ્પર સુખની લેવડ દેવડ કરે છે. અને તેને સાત્ત્વિક ભાવ કહેવાય છે. જો આ ખોટા-વિનાશી સુખની લેવડ દેવડને સાત્ત્વિક નહિ કહીશું તો શું દુ:ખની પીડાની લેવડ-દેવડને સાત્ત્વિક કહીશું? Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સૈકાલિક આત્મવિજ્ઞાન વળી અનાદિકાળથી પ્રત્યેક જીવ પોતાના દેહ અને ઇન્દ્રિયોના સુખના સ્વાર્થ ભાવે અનેક દોષ સેવીને અન્યને દુઃખી કરતો આવ્યો છે અને પોતે દુઃખી થતો આવ્યો છે. તો પછી એ ભાવે તો જીવ દુઃખ મુક્ત કેવી રીતે થઈ શકે ? ચાર ગતિમાંથી નારકના જીવો તીવ્ર પાપના ઉદયે દુઃખી છે. તિર્યંચ ગતિના જીવોને મળેલ ઇન્દ્રિયબળ, શરીરબળ અને મનોબળ એવાં નિમ્નકોટિના છે કે ત્યાં કોઈ સમજણનો અવકાશ જ નથી, અને બીજાને સુખમાં સહાય કરી શકે એવી દશાવાળા નથી. તિર્યંચના જીવો માત્ર કર્મના ઉદયને વેદી જીવન પૂરાં કરે છે. તેઓની બાબતમાં આત્મવિકાસને કોઈ અવકાશ નથી. તિર્યંચગતિના જીવો સંજ્ઞી ને અસંજ્ઞી, ગર્ભજ ને સમુશ્કેિમ એ બે ભાગમાં વહેંચાયેલ છે. જે અંગે થોડી વિચારણા કરીશું. એકેન્દ્રિયથી માંડીને અસંશિ પંચેન્દ્રિય સુધીના અસંજ્ઞી જીવો તો બિસ્કુલ અસહાય છે. તેનો કોઈ સમાજ કે સમજ નથી. ત્યાં કોઈ જડ-ચેતનના વિષયનું જ્ઞાન-ભાન-ધ્યાન કે લક્ષ નથી. તો તેવી ગતિમાંના જીવો ધર્મભાવ-ગુણાદિનો શું વિચાર કરી શકે ? તિર્યંચ ગતિમાં ઊંચા સ્તરે રહેલા જીવો સશિ ગર્ભજ પંચેન્દ્રિય જીવો કહેવાય જેવાં કે ગાય, ભેંસ, બળદ, પશુ, પક્ષી, માછલા, મગર વિગેરે. આ તિર્યંચ જીવોને તેમની નીચેના સ્તરના જીવો કરતાં સંજ્ઞી પણું હોવાના કારણે કંઈક આત્મવિકાસની શક્યતા હોય છે. તેમનામાં સમજ પણ હોય છે. અને તેમની કાંઈક સમાજ વ્યવસ્થા સામાન્ય કોટિની પણ હોય છે. આ તિર્યંચ જીવોને મન-વચન-કાયાના યોગનું, યોગબળ મળેલ હોવા છતાં તેમને મહાનપાપનો ઉદય એ છે કે એમને મનુષ્યના જેવો વચનયોગ મળ્યો નથી, અને તેથી તેમને મૂંગા પ્રાણી કહેવામાં આવે છે. જે તેમના આત્મવિકાસમાં મહાબાધક છે. એક સામાન્ય દૃષ્ટાંતથી આ વાતને સ્પષ્ટ સમજીએ. એક ગાયે બે બળદને જન્મ આપ્યો. એની યોનિમાં પણ એ બળદ સહોદર-ભાઈ તો ખરાં જ ને ! આ બંને બળદને કોઈ ખેડૂતે ખરીદ્યાં અને ગાડે જોડ્યાં. બંને બળદને રોજ સાથે રાખે છે અને ખેડૂત તેમની સારવાર પણ રાખે છે. પરંતુ જો એક બળદ માંદો થાય તો તેની નજીકમાં બેઠેલો એનો ભાઈ બળદ શું સેવા કરી શકે ? અને તે માંદા બળદને થતી પીડા પણ તેના મૂકપણાને કારણે Page #234 -------------------------------------------------------------------------- ________________ ધર્મત્રથી-તત્ત્વ ત્રયી ૨૨૫ જણાવી પણ શું શકે ? આ તેનું મૂકપણું છે અને સેવા કરવાની પણ કોઈ શક્તિ નથી. જ્યારે મનુષ્યયોનિમાં મળેલ યોગબળ, બુદ્ધિબળ અને સાધન સામગ્રીના બળ વડે અનેક દુઃખી જીવોની સેવા કરી શકે છે. અનેક જીવોનું રક્ષણ, પાલન ને પોષણ કરી શકે છે. રક્ષણ એટલે શું ? રક્ષણ એટલે મરતાં બચાવે. પાલન-પોષણ એટલે શું? એને જીવવાની સામગ્રી ખોરાક-રહેઠાણ આદિની પૂર્તિ કરવી તે પાલન પોષણ. એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય સુધીના જીવોને મરતાં બચાવી તેમનું રક્ષણ કરી શકાય છે, જેને જૈનદર્શનમાં યતના અર્થાત્ જયણા કહેવામાં આવે છે. ગાય-બળદ-ભેંસ આદિ દુઃખી જીવો માટે પાંજરાપોળ ખોલીને પાલનપોષણ પણ કરી શકે છે. આવા ઉત્તમ સાત્ત્વિક ભાવો મનુષ્યયોનિમાં મનુષ્યને મળેલાં છે. આને કર્મયોગ કહેવાય ! હવે બીજી રીતે વિચારીએ તો આપણા જીવન વહેવારનો વિચાર કરીએ તો આપણે આટલા શક્તિવાન મનુષ્ય હોવા છતાં આપણું મનુષ્યોનું જીવન તે ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયના જીવન ઉપર કેટલું નિર્ભર છે ! આપણા જીવનના ઘણા ક્ષેત્રોમાં તે તિર્યંચ જીવોની સેવાનો ફાળો છે. ખેતી કરવામાં બળદાદિ જીવો, મકાન બાંધકામમાં ઊંટ, ગધેડા આદિ જીવો, મુસાફરીમાં બળદ-ઘોડાઊંટ આદિ જીવો, દુગ્ધાહાર માટે ગાય, ભેંસ, બકરી આદિ જીવો, ચોકીદાર માટે કૂતરા જેવાં જીવો આદિની સેવાનો બહુ મોટો ફાળો છે. એટલું જ નહિ પણ મનુષ્યયોનિમાં જન્મેલો જીવ પહેલાં છ-બાર મહિના જ માતાના દૂધથી ઉછરે છે અને ત્યારબાદ આપણા શરીર માટે રસકસ વાળી જે જે ઉપયોગી ચીજ કહેવાય તેની પ્રાપ્તિ આપણે દૂધાળા પ્રાણીઓની પાસેથી કરીએ છીએ. માતાના દૂધનો સ્તનપાનનો કાળ તો ઘણો અલ્પ છે. મર્યાદિત છે. જ્યારે દુધાળા પ્રાણી આપણા શરીર અને બુદ્ધિબળને ઉપયોગી દૂધ-દહીંઘી-માખણ આદિ જીવીએ ત્યાં સુધી આપે છે. - તો આમ મનુષ્ય જેવો મનુષ્ય જે બધામાં ચડિયાતો છે તે આવા પ્રાણીઓ ઉપર જીવે છે. તો મનુષ્ય બીજાં જીવોની કેટલી સેવા કરવી જોઈએ ? આને જો આ રીતે વિચારીએ તો એ જીવોના પાલનપોષણને રક્ષણ કરવામાં તેમની ઉપર કાંઈ મહેરબાની નથી, કરતાં પણ આપણને જીવાડવાનું યતકિંચિત વળતર પણ ચૂકવતાં નથી. તો વહેવારમાં ચડતી-ઊતરતી દશાનો વિચાર કરી સેવા ને ઉપકાર શબ્દોનો પ્રયોગ કરવો પડે છે. s-14 Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ વૈકાલિક આત્મવિજ્ઞાન મનુષ્ય એ માનવ દેહાકૃતિથી તો મનુષ્ય છે જ! પરંતુ આવા રહસ્યો જાણીને જ્યારે તેના મન-બુદ્ધિ-હૃદય માનવ બને તો તે ખરો માનવ છે. માનવતા યુક્ત માનવ છે અને પરમાત્માનો અંશ છે. કારણ કે પરમાત્માએ જગતના જીવોને એવું જીવન જીવવાનું ફરમાન ને ઉપદેશ આપેલ છે, કે બહારથી ગમે તે નામ-લિંગ-વેશ-જાત-પાતના ભેદ વાળો હોય તો પણ તે પરમાત્માનો દાસ છે, પરમાત્માનો સેવક છે, અને પરમાત્માની જાતનો વંશ, પરંપરાએ વારસદાર છે. કારણ કે પરમાત્માને આ જ ઈષ્ટ છે. આવા સાત્વિક ભાવો અને આવું સુંદર આચરણ એ પરમાત્માના ઘરની દેણ છે. આથી વિરુદ્ધ ભાવો એટલે માત્ર પોતાના જ જીવનના સ્વાર્થભાવો અને તે સ્વાર્થભાવોને પૂરા કરવા માટે આપણે ગમે તેટલા દોષ સેવીને તામસ રાજસ ભાવોથી અન્યને દુઃખી કરીએ તે આપણા મનની ઉપજ ને નીપજ છે. - ઈશ્વર, પરમાત્મા, ભગવાન આવા શબ્દો તેનો અર્થ, તેના ભાવ મુખ્યતઃ મનુષ્યના મન, બુદ્ધિ અને હૃદય માટે છે. તિર્યંચ ગતિના નીચલી કક્ષાના જીવોના જીવનમાં આવા શબ્દોના વહેવાર કે ઉચ્ચાર કે આચાર નથી. તો આમ મનુષ્ય યોનિ એ કેવી યોનિ છે ? એ ઉપરથી જો વિચારીએ તો તે પરમાત્માની છાયારૂપ છે, અને જો અહીંથી વિચારીએ તો તે પરમાત્મા તરફની ગતિરૂપ છે. દેવગતિનો વિચાર કરીએ તો દેવ ગતિ એ પુણ્યના ઉદયરૂપ એવી ગતિ છે, કે ત્યાં આપણા જેવી દુઃખી અવસ્થા નથી. એ પુણ્યના ઉદયને અંગે તે માને ગર્ભનું, જન્મનું, બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા કે ઋણાવસ્થાનું દુઃખ નથી. એટલું જ નહિ પણ શરીરના ભોગ માટે ભોગ સામગ્રીની પ્રાપ્તિનો શ્રમ કે દુઃખ નથી. તેના પુણ્યના ઉદય પ્રમાણે દેવયોનિમાં ઉત્પન્ન થતાં મળેલ સુખસામગ્રી દેવયોનિ હોય ત્યાં સુધી તેના માટે અનામત રહે છે. સિવાય કે એ જીવો મોહને આધિન થઈ મોહવશ કાંઈ પરસ્પર વહેવાર કરે અને દુઃખી થાય તો તે એક દુઃખ તેઓને છે. એક મરણ સિવાય જીવે ત્યાં સુધી તેને દુઃખી થવાનો કોઈ ભય નથી. અને ઉપર જણાવી ગયા તેમ નરક-ગતિના જીવોના નિકાચિત પાપના ઉદય સંબંધી તો કાંઈ વિચાર કરી શકાય એમ છે જ નહિ. હવે ઉપાસના તત્ત્વનો વિચાર કરીએ. ઉપાસના અદષ્ટ તત્ત્વની છે. જે અદૃષ્ટ તત્વો બે પ્રકારના છે. એ ઉપાસ્ય તત્ત્વો એક તો શક્તિ તત્ત્વ છે અને બીજું સ્વભાવ તત્ત્વ છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ધર્મત્રયી-તત્ત્વ ત્રયી ૨૨૭ જેવી રીતે આપણે પૂર્વજન્મ, પુનર્જન્મ અને અર્દષ્ટ તત્ત્વને સ્વીકારીએ છીએ. તેવી રીતે મનુષ્યયોનિમાં શક્તિ તત્ત્વ અને સ્વભાવ તત્ત્વ એ બે અદૃષ્ટ તત્ત્વનો સ્વીકાર છે. સમગ્ર માનવસૃષ્ટિ ઉપર નજર ફેરવતાં જણાશે કે ગમે તે દેશમાં, ગમે તે ક્ષેત્રમાં, કોઈ પણ મનુષ્યની નાત અને જાતમાં કોઈમાં પોતાના માનેલા ઇષ્ટ દેવની શ્રદ્ધા-આસ્થા વિગેરે ભાવો દેખાશે. તો તેવા અદૃષ્ટ તત્ત્વની માન્યતા, સ્વીકાર ને શ્રદ્ધા એ દર્શનમોહનીયની મંદતા છે. જેવી રીતે પૂર્વજન્મ ને પુનર્જન્મની માન્યતાના વિચારો ને ભાવો એ દર્શનમોહનીયમાં દૃષ્ટિ ને ભાવમાં સુધારો છે, અથવા પ્રામાણિકતા છે. તેવી જ રીતે આ અદૃષ્ટ તત્ત્વની સ્વીકૃતિમાન્યતાના ભાવો તે જીવના અહંમાં સુધારો ને વિનમ્રભાવનું સૂચન કરે છે, જે દર્શનમોહનીયમાં મંદતા દર્શાવે છે. કારણ કે એ અદૃષ્ટ તત્ત્વનો સ્વીકાર ભલે બુદ્ધિગમ્ય ન હોય પરંતુ હૃદય ગમ્ય કરીને તેના પ્રતિ જે કાંઈ શ્રદ્ધાઆસ્થાના સાત્ત્વિક ભાવો કરે એટલા અંશે એની બુદ્ધિના અહંનો નાશ અને નમ્રતાનો વિવેક સ્તુત્ય છે - શરાહનીય છે. કોઈપણ જીવ જીવનસંગ્રામમાં આવતા સંઘર્ષો, અટપટા સંયોગો અને પ્રસંગોમાં આવા અદૃષ્ટ તત્ત્વની સાથે સંબંધ રાખીને તેની શક્તિમાંની શ્રદ્ધાના બળે કાંઈક ને કાંઈક ધીરજ અને શાંતિનો અનુભવ કરી શકે છે. ચારે ગતિમાં જે મહાન તત્ત્વ બુદ્ધિ તત્ત્વ છે તે બુદ્ધિ તત્ત્વની પ્રધાનતાવાળું જીવન બુદ્ધિનો ભોગ આપીને અદૃષ્ટ તત્ત્વ સાથે રહે છે તે મહાન આશ્ચર્ય છે. હવે ઉપાસનામાં ઉપાસ્ય વ્યક્તિ હોય છે. ઉપાસક સાધક હોય છે અને ઉપાસના વિધિ હોય છે. દરેક જીવની ઉપાસ્ય વ્યક્તિ ભિન્ન ભિન્ન હોય છે અને ઉપાસના વિધિ પણ ભિન્ન ભિન્ન હોય છે. જેમ આપણી ચાર અબજની વસ્તીમાં બધી ય વ્યક્તિઓને શરીર અને ઇન્દ્રિયબળ સરખાં મળવા છતાં આહાર-વિહાર, ખાન-પાન, રહેણી-કરણી, બોલચાલ વિગેરેની ક્રિયામાં ભેદ હોય છે. તેમ ઉપાસના તત્ત્વમાં પણ હોઈ શકે છે અને આવા ભેદ હોવા છતાંય આપણે બધાં એ ભેદોમાં જીવીએ છીએ. તેવી રીતે ઉપાસ્ય તત્ત્વને ઉપાસના વિધિમાં ભલે ગમે તેવા ભેદો હોય પરંતુ તે ઉપાસ્ય તત્ત્વ પ્રત્યે તે ઉપાસકના ભાવ સાત્ત્વિક ભાવ કહેવાય. કારણ કે તેમાં તે ઉપાસ્ય તત્ત્વ પ્રત્યેના શ્રદ્ધા, માન, ભક્તિભાવ તથા ઉપાસના સ્વયમાં દીનતા-નમ્રતા હોય છે તે તામસ અને રાજસ ભાવમાંથી કોઈક અંશે છૂટકારાની ને કાંઈક સારી દશાની નિશાની છે. જેમ મનુષ્યયોનિમાં આપણે ઉત્પન્ન થવું હોય તો ચા૨વર્ણમાંથી કોઈ એક Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સૈકાલિક આત્મવિજ્ઞાન વર્ણના માબાપના પેટે જન્મ લેવો જ પડશે. જે આપણને આપણા પુણ્ય અનુસાર મળે છે. તેવી રીતે ઉપાસ્ય તત્ત્વનો મુખ્ય સંબંધ મનુષ્ય યોનિમાં છે તો તેને તેના યોગ પ્રમાણે કોઈ ઉપાસ્ય તત્વના સંબંધમાં આવવું જ પડશે. તેમાં તેનાં ઈષ્ટદેવની પણ માન્યતા હશે. ને એ રીતે એ જીવ પણ નમ્રતા, સરળતા, સહદયતા આદિ ભાવો વડે ભવિષ્યમાં વિકાસના પંથે વળી શકે છે. હવે આપણે રાજા ને પ્રજાના સંબંધોનો વિચાર કરીએ. રાજ્ય અને પ્રજા ઉપર સત્તા રાજાની હોય છે. તેમાં રાજાના રાજ્ય સંબંધી કાનૂનનું પાલન કરીએ અને રાજા પ્રત્યે માન રાખીએ એ કાંઈ કોઈ ઉપાસના નથી, ને રાજા કાંઈ ઉપાસ્ય તત્વ નથી. પણ રાજા એ સત્તા છે, અને રાજા પ્રતિના આદરાદિના ભાવ તે સત્તાધીનતા છે. કાલે રાજા પ્રજા રક્ષક મટી પ્રજા ભક્ષક બને તો પ્રજા એકત્રિત થઈ સંગઠનના જોરેસમૂહબળે રાજાને પણ પદભ્રષ્ટ કરી શકે. પરંતુ ઉપાસ્ય તત્વ સંબંધી કદી પણ કોઈ ઉપાસકને આવું કરવાનું આવતું નથી બનતું નથી. માટે સત્તાધીનતા અને ઉપાસ્યની ઉપાસનામાં ઘણો ફરક છે. માટે જ મનુષ્યયોનિમાં કર્મયોગની જેમ ઉપાસના પણ જીવનનું મહાન અંગ છે. - આ જ પ્રમાણે દેવયોનિમાં પણ જેમ આપણે અહીં શેઠ-નોકર, રાજા-પ્રજાનો સંબંધ છે, તેવી રીતે ઉપર ઉપરના દેવલોકના શક્તિવાન દેવો નીચે નીચેના દેવો ઉપર સત્તા વહેવાર કરી શકે છે. પરંતુ તેને ઉપાસના ન કહેવાય. આમ મનુષ્ય યોનિમાં જ અદૃષ્ટ તત્ત્વની ઉપાસના એ જીવનનો મહાન વિષય થયો. આ જે કાંઈ વાત અત્યારે થઈ રહી છે તે શક્તિ તત્વ સંબંધી છે. સ્વભાવ તત્વની સાધના-ઉપાસના એ તો ઘણો ઊંચો વિષય છે ને એના સંબંધી પણ આગળ વિચારીશું. * જેમ તિર્યંચ ગતિમાં આપણા કર્મયોગના જેવા સાત્વિક ભાવ નથી. તેવાં ઉપાસનાના પણ સાત્વિક ભાવ નથી. કદી સાંભળ્યું છે કે સિંહ-વાઘ-કૂતરાં-બળદબલાડા આદિના કુળદેવી કે ઇષ્ટદેવ છે? મનુષ્ય યોનિમાં જેવી રીતે કર્મયોગ મહાન કર્તવ્યરૂપે સમજાય તેવી જ રીતે ઉપાસના તત્ત્વ પણ ઉપાસકે સમજવું જોઈએ. ઉપાસ્ય તત્ત્વ ભલે અદષ્ટ રહ્યું પરંતુ તે અદૃષ્ટ ઉપાસ્યતત્ત્વ દ્વારા ઉપાસક અનેક શક્તિ પ્રાપ્ત કરી શકે છે અને પ્રાપ્ત કરેલી શક્તિનો સદુપયોગ બીજાં દુઃખી જીવો માટે કરવો જોઈએ. પછી ભલે તે ગમે એ ભેજવાળો હોય! કારણ કે ઉપાસ્ય તત્ત્વ ઉપાસકને એવી રીતે બંધનમાં મૂકતું નથી Page #238 -------------------------------------------------------------------------- ________________ ધર્મગ્રી-તત્ત્વ ત્રયી ૨૨૯ કે ઉપાસકને મળેલ શક્તિ તે ઉપાસ્ય તત્ત્વને માનનારા માટે જ વાપરવી. તો પછી આવા ઉપાસ્ય તત્ત્વને “કુ કેમ કહી શકાય ? કર્મયોગ વર્તમાનમાં દૃષ્ટ તત્ત્વ સાથે છે. જ્યારે ઉપાસના યોગ અદૃષ્ટ તત્ત્વ સાથેનો છે. કર્મયોગ દૃષ્ટ તત્ત્વ સાથે હોઈ આપણી સાથે જીવનારાની સાથેનો છે. જ્યારે ઉપાસના, ઉપાસ્ય એવી પ્રખર પુણ્યના ઉદય વાળી અને દિવ્ય શક્તિ ધારણ : કરનારી અદૃષ્ટ તત્ત્વની હોય છે. આ ઉભય પ્રકારની સાત્ત્વિક ક્રિયાઓ અને ભાવો જીવની મૂઢતામાં પણ રહેલા વિવેકને સૂચવે છે. પ્રથમ કર્મયોગમાં દયા-દાન-સેવા-પરોપકાર-ઇત્યાદિની ઊંચી વૃત્તિ ને પ્રવૃત્તિ છે. જ્યારે ઉપાસનામાં નમ્ર ભાવ છે. સમર્પણ ભાવ છે. જે સ્તુતિસ્તવન-પ્રાર્થના-અર્ચના-નમનાદિથી વ્યક્ત થાય છે. આ આખોય આપણો સંસાર આપણા કલ્પિત મિથ્યા અહંભાવ ઉપર જ નિર્ભર છે. કર્મયોગમાં બીજાનું ભલું કરવામાં આપણને પુણ્યના ઉદયથી પ્રાપ્ત ધનાદિ, તેના ભોગની સામગ્રીનું દાન ને ત્યાગ છે. તે પણ તેના ઉપરનું મહત્વ છૂટે અને અન્ય પ્રતિ કાંઈક કરી છુટવાના કરુણાના ફરજના ભાવ જાગે તો જ બની શકે છે. જેટલાં અંશે એ ક્ષેત્રમાં મમત્વ છૂટે તેટલા અંશે અહંભાવ પણ નિર્બળ બને છે. જેના પરિણામે આત્મલાભ તરફ વળી શકાય છે. જ્યારે ઉપાસનાકે ઉપાસ્ય તત્ત્વ પ્રત્યે બહુમાન કરવાના ભાવે કંઈક ને કંઈક દ્રવ્યનો પણ ત્યાગ કરવો પડે છે, તો જ તેની પૂજા ભક્તિ થઈ શકે છે. અને અંદરથી આપણા નમ્રભાવ વડે શરણાગતિના સ્વીકાર વડે અથવા સર્વસ્વની અર્પણતા વડે નમ્રતાના ભાવમાં નિર્મળતા આવે છે. આવા સાત્ત્વિક ભાવો જીવને જીવની અનાદિકાળથી અહં ગ્રંથિ જે તીવ્ર છે તેને મંદ કરે છે. અનાદિકાળથી મિથ્યા અહં ગ્રંથિના કારણે જીવ વિશ્વમાં રહેલ જડ ને ચેતન સાથેનો વહેવાર કરે છે, તેમાં સ્વાર્થની નિષ્ફળતાએ જે ચાર પ્રકારના ભાવ જીવ કરે છે, તે ભાવ ક્રોધમાન-માયા ને લોભના નામે જાણીતા છે. તેની વહેંચણી નીચે મુજબ છે. મૂળ મિથ્યા મોહ મૂઢતાના બે ભેદ છે. જે રાગ અને દ્વેષ તરીકે ઓળખાય છે. રાગ એટલે ઈષ્ટ વસ્તુ ને વ્યક્તિની ચાહના અને પ્રાપ્તિ. દ્વેષ એટલે પ્રતિકૂળ વસ્તુને વ્યક્તિનો સંયોગ. રાગનું ક્ષેત્ર છે દેહને ઇન્દ્રિયો સંબંધી અનુકૂળ ભોગ સામગ્રી જે જડ પદાર્થો છે. તેના પ્રત્યે માયા ને લાભ થાય છે, અને તે સંબંધમાં જે બાધક વ્યક્તિઓ કે જીવો છે તેના પ્રતિ દ્વેષ થાય છે, અને તે ક્રોધ અને માનમાં પરિણમે છે. આ રીતે રાગના બે ભેદ છે. જડ પ્રત્યે માયા ને લોભ છે અને તેની નિષ્ફળતા Page #239 -------------------------------------------------------------------------- ________________ વૈકાલિક આત્મવિજ્ઞાન યા પ્રતિકૂળતામાં જે જીવ નિમિત્ત ભૂત બને છે તેના પ્રત્યે ક્રોધ અને માનના ભાવો સ્ફૂરે છે. ૨૩૦ મૂળ તો સંસારમાં આ જીવને દેહ ને ઇન્દ્રિયોના સુખ ભાવે જડ એવી ભોગ સામગ્રી પ્રત્યે જ લોભ ઇચ્છા ને રાગ છે. ઇચ્છા એટલે ‘જોઈએ છે', રાગ એટલે ‘ગમે છે' અને લોભ એટલે ‘મેળવવું છે.’ આ જીવને જીવ સાથે ખરેખર સાચી પરમાત્મ સગાઈ છે. પરંતુ દેહભાવે અવળી બુદ્ધિ કે દુર્બુદ્ધિ જીવ પાસે શું શું કરાવે છે ? એની ઇચ્છા એટલે એને જોઈએ છે. શું જોઈએ છે ? દેહ ને ઇન્દ્રિયો માટે ભોગસામગ્રી જોઈએ છે. જીવ તો જોઈતો નથી. કારણ કે જીવને-આત્માને દેહ ને ઇન્દ્રિયોથી ભોગવી શકાતો નથી. જીવ ભોગવવાની વસ્તુ નથી. જીવ-આત્મા કાંઈ ભોગ્ય નથી. એ તો ભોક્તા છે. પરંતુ કોઈપણ જીવ, દેહ ને ઇન્દ્રિયોને અનુકૂળ થાય, સેવા ભાવે અનુકૂળતા આપે કે ભોગ સામગ્રીની પ્રાપ્તિમાં સહાયક થાય એવો જીવ જોઈએ છે. પરમાર્થથી એને જીવ નથી જોઈતો પણ ભોગ સામગ્રીમાં અનુકૂળ બને તેની ચાહના છે-ઇચ્છા છે. આ કોનો અનુભવ નથી ? એમાં અનુકૂળતાએ જીવ પ્રત્યે રાગ થાય તે પણ પ્રધાનતા કોની ? રાગ એટલે ગમે છે. સ્ત્રી ગમે છે અર્થાત્ સ્ત્રીનો દેહ ગમે છે. માલિકને નોકર ગમે છે કેમ કે તે એની સેવા કરે છે અને નોકરને માલિક ગમે છે. તે માલિકનો આદર કરે છે કેમ કે માલિક તેને આજીવિકા આપે છે. જીવનો ગમો આવો છે. જેને રાગ કહે છે અને લોભ એટલે મેળવવું છે તે પણ ઉપર પ્રમાણે છે. આ પ્રમાણે જીવ ક્રોધ-માન-માયા-લોભ એવાં ચાર ભાવ પોતાથી જ કરે છે. આ ભાવને શાસ્ત્રમાં કષાય તરીકે ઓળખાવેલ છે. જેના પ્રત્યે સાચી સગાઈ છે એના પ્રતિ સાચું વર્તન જીવ કરતો નથી. આત્માની આત્માથી સાચી સગાઈ છે એ આત્માના પરરાત્મ સ્વરૂપના પ્રાગટીકરણની પ્રવૃતિ તે કરતો નથી. અને જેની સાથે સાચી સગાઈ નથી તેની પાછળ આંધળી દોટ મૂકી મરી ફીટે છે. જીવની આ છે વૃત્તિ-પ્રવૃત્તિને કહેવાતી પ્રગતિ જે વાસ્તવમાં અધોગતિ છે. તેથી તે મિથ્યાવૃત્તિ છે ને મિથ્યાપ્રવૃત્તિ છે કેમ કે તે મૂઢ છે. મિથ્યાત્વને કારણે મોહ છે-મૂઢતા છે અને ઉપર જણાવેલ ચાર કષાય શબ્દનો અર્થ છે. જે અનંત જન્મ-મરણની ચક્કીમાં પિલાવાનું લંબાણ છે - પરવાનો છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ધર્મત્રથી-તત્ત્વત્રયી ૨૩૧ કષાય મુક્તિ કિલરેવ મુક્તિ જે કહેલ છે તે આ જ સંદર્ભમાં કહેલ છે. જીવ કર્મયોગ પણ ત્યારે જ કરી શકે જ્યારે જીવને જીવની સાચી સગાઈ સમજાય અને તે સમજીને જીવ, જીવ માટે જીવે જે માટે આગળ જણાવેલ ૧૩ સાત્ત્વિક ભાવો તેને કેળવવા પડે અને જેની સાથે સાચી સગાઈ નથી તેનો યેન કેન પ્રકારે ત્યાગ કરવો જ પડે. આ બંને યુગપદ છે. જો જીવ આવો વિવેકી બને તો અન્ય જીવો પ્રત્યે તે ક્રોધ ને માનના ભાવો ન કરી શકે અને પુગલ પ્રત્યેના માયા ને લોભના ભાવમાં પણ વિવેકી બનશે. આ રીતે વિપરીત ભાવથી આ ચાર કષાયમાં જે તીવ્ર રસ છે, તે મંદ થશે અને આ જ મંદતા તેને આત્માની ઉન્નતિરૂપે એટલે કે સાચા સુખની પ્રાપ્તિ રૂપ સોપાન તરફ વાળશે, અને પરંપરાએ પરમપદ સુધી અર્થાત્ સચ્ચિદાનંદ સ્વરૂપ સુધી પહોંચાડશે. આ કર્મયોગ સાથે અદૃષ્ટ તત્ત્વની ઉપાસના વડે કર્મયોગની સફળતા માટે ગુપ્ત સહાય મળી રહે છે. કારણકે ઉપાસ્ય તત્ત્વ પણ જે પદ પ્રાપ્ત કર્યું છે, તે પણ આવા સાત્ત્વિક ભાવના પરિણામ-ફળરૂપે પ્રાપ્ત કર્યું હોય છે. તેથી તે ઉપાસ્ય તત્ત્વને પણ આવા સાત્વિક ભાવ વાળા ભક્તો ગમે છે અને તેમને તે સહાય પણ કરે છે. ઉપાસ્ય તત્ત્વનો રાગી-સંગી જીવ ઉપાસ્ય તત્ત્વ પાસેથી શું માંગે ? ઉપાસક, ઉપાસ્ય તત્ત્વ પાસે પોતાના જીવનમાં જોઈતી આવશ્યકતાઓ અને એની કૃપા વડે કર્મયોગ જ માંગે. જીવ માત્રને જીવવા માટે દેહધર્મ અને ઇન્દ્રિયધર્મની અપેક્ષાએ જ આવશ્યક વસ્તુની આવશ્યકતા હોય. તેની પૂર્તિ વડે હરેક જીવ શાંતિ ચાહે છે. આ આવશ્યકતાની વિકૃતિ ક્યાં ઉત્પન્ન થાય છે ? આવશ્યકતાની વિકૃતિ આસક્તિ છે. કર્મયોગ અને ઉપાસના વડે ઊંચો ઊઠેલો જીવ જો આસક્તિઓની પૂર્તિની માંગ કરે તો તે પતન પામી અધમદશામાં આવી જાય એટલું જ નહિ પણ કર્મયોગ ને ઉપાસનાના ક્ષેત્રમાંથી ય ફેંકાઈ જાય. આવશ્યકતા દરેક જીવને જુદી જુદી અપેક્ષાએ હોય છે. એટલું જ નહિ પરંતુ નીચે નીચેની દશાની આવશ્યકતા ત્યજાતી જાય છે અને ઉપર ઉપરની દશાની આવશ્યકતાનો અવકાશ ઊભો થતો જાય છે. જેમ કે કોઈ એક વ્યક્તિ પાસે દશ લાખ રૂપિયા હોય અને તે ઉપાસ્ય તત્ત્વ પાસે વીસ લાખની માગણી Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સૈકાલિક આત્મવિજ્ઞાન કરે તો તેની તે આસક્તિ છે. પરંતુ તેણે તો ઉપાસ્ય તત્ત્વ પાસે માંગ એ કરવી જોઈએ કે તેને તે કર્મયોગી જ રાખે. ઉપાસ્ય તત્ત્વ શક્તિશાળી તો હોય જ કે જેની શક્તિની સામે લાખો લોકો પડકાર ફેંકે તો ય એને આંબી ન શકે. એવા શક્તિશાળી તત્ત્વો પણ નીચી કક્ષાના હોઈ શકે છે. જેવાં કે પોતાની શક્તિથી સંસારમાં રહેલાં જીવો જેને પૂર્વભવનાં વેરને કારણે વળગી અનેક પ્રકારે દુઃખી કરે અને જીવના ભોગ ને બલિદાન માંગે. એવા શક્તિશાળી દિવ્ય શક્તિને પ્રાપ્ત કરી પોતે દેવ યોનિમાં હોય, દેવ કહેવાતા હોય તો ય એવાં દેવયોનિમાંના દેવને કુદેવ કહેવાય. જે ઉપદ્રવી દેવ હોય છે. આવા દેવ જેને કુદેવ કહેવાય એને કોઈ ચાહતું નથી. એના પ્રત્યે કોઈ માન ધરાવતું નથી. આપણી લાચારીથી નિર્બળતાએ એવા દેવને વશ થવું પડે તો તે સેવા, ભક્તિ કે પૂજા નથી. આ રીતે આવા દેવો કુદેવ હોય છે. તેમને દેવ હોવા છતાં કોઈ માનતું નથી. સિવાય કે તાંત્રિકો કે જેઓ કુકર્મ જ કરવા ઇચ્છતા હોય છે અને તેમને વશ થવું પડે છે. આવા કુદેવને વશ થવું પડે છે તેને “દેવાભિયોગેનમ્કહેવાય છે. ચોર જેવા ચોરની આવશ્યકતા જેલમાં અન્ન-ઔષધ-આશ્રય (વસતિઘર) અને આચ્છાદાન (વસ્ત્ર)ની વ્યવસ્થા જેમ રાજ-સરકાર કરે છે, તેમ સંત પણ દેહને આવશ્યક આ ચાર આવશ્યકતાઓ માંગવાના અધિકારી છે અને આપણ ગૃહસ્થીઓને તે પૂરા પાડવાની ફરજ છે. આ જે દેવોની વાત કરી તે ચાર ગતિમાંના દેવયોનિના શક્તિશાળી જીવ એવાં દેવો કે જેને સ્વર્ગ કહેવાય છે તે સ્વર્ગના દેવોની વાત કરી. અપવર્ગના દેવો અર્થાત્ પરમાત્માની વાત તો સાવ નિરાળી જ છે જે વિષે આગળ ઉપર વિચારીશું. ગુરુ તત્ત્વ : આપણા જીવનમાં એકબીજાને પરસ્પર જ્ઞાન ને બુદ્ધિમાં ઉણપ હોવાના અંગે આપણા કરતાં અનેક વિષયોમાં ચડિયાતા જ્ઞાનને બુદ્ધિ ધરાવનારા હોય, તેના જ્ઞાન ને બુદ્ધિનો સહારો લઈને જ આપણે જીવવું પડે છે. તે દેહભાવે આપણા સાંસારિક ક્ષેત્રે તેમ સાત્ત્વિક ને સત્યની ખોજ માટે ધર્મક્ષેત્રે પણ આપણને એવી વ્યક્તિઓની જરૂર પડે છે. એવી વ્યક્તિઓનો સમાવેશ નીચે જણાવેલ શબ્દોમાં થઈ શકે છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ધર્મત્રયી-તત્ત્વત્રયી ધર્મના નામે કોઈપણ સંપ્રદાય ચલાવનારા ધર્મગુરુ • અક્ષરજ્ઞાન આપનારા વિદ્યાગુરુ. ♦ અનેક પ્રકારની કલા શીખવનારા કલાગુરુ. ♦ તદ્ઉપરાંત સંયમી, તપસ્વી, યોગી, જ્ઞાની ને ધ્યાની ગુરુ આમ અનેક વ્યક્તિઓને ગુરુ શબ્દથી સંબોધન કરવું પડે છે. હવે આમાં સુગુરુ અને કુગુરુ કોને કહેવાય ? આપણા આર્યદેશમાં જીવન વ્યવહારની એવી તો સુંદર વ્યવસ્થા હતી કે જ્ઞાન-બુદ્ધિ-વિવેક ગુણને ખીલવવા ને કેળવવા માટે જીવોને જે કાંઈ આપવામાં આવતું હતું તે સઘળું ય નિઃશુલ્ક દાનના વિદ્યાદાનના રૂપમાં આપવામાં આવતું હતું. એ આપણા આર્યદેશની સર્વ જીવો પ્રત્યેની કેવી ઉદાર ને ઉમદા જીવન વ્યવસ્થા હતી! ૨૩૩ હવે પ્રશ્ન એ જાગે કે આવી રીતે આવું વિદ્યાદાન-જ્ઞાનદાન આપનાર વ્યક્તિઓને પણ પોતાનું શરીર હોવાના અંગે શરીરની વ્યવસ્થાનો પ્રશ્ન તો ઉકેલવાનો રહે જ. તો તેનું કેમ ? એક ભિખારીને દાન આપીએ તો તે તેના શરીર સંબંધી જોઈતી આવશ્યકતાની પૂર્તિરૂપ દાન છે. જેનાથી તેના શરીર સંબંધીનો પ્રશ્ન ઉકેલાઈ જાય છે અને બદલામાં દાતાને એણે કાંઈ આપવાનું હોતું નથી કેમકે એની પાસે આપવા જેવું કાંઈ હોતું નથી. એવું નિમ્નકક્ષાનું જીવન તે ભિખારીનુંદરિદ્રીનું હોય છે. મનુષ્યયોનિમાં જીવોમાં પ્રત્યેક જીવો શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ વડે જીવે છે. એમાં બુદ્ધિ એ આપણા જીવનનો ઘણા ઉચ્ચ સ્તરનો વિભાગ છે. અથવા તો કહો કે બુદ્ધિ એ આપણા જીવનનું સર્વસ્વ છે. બુદ્ધિના બગાડાએ આપણા જીવનના નીચેનાં બધાં જ સ્તરો બગડે છે. જેથી જીવ જીવનથી ભ્રષ્ટ થઈ દુ:ખી થાય છે. આ જગતમાં ગુરુપદની સ્થાપના બુદ્ધિ જેવા ઊંચા સ્તરનું કિંમતી એવું અમૂલ્ય તત્વ છે, તેને ઊંચી કક્ષાએ લઈ જવા માટે ને ઊંચા સ્તરે રાખવા માટે છે. ગુરુપદની પરમ આવશ્યકતા છે. એટલે એ ગુરુપદ ઘણા ઊંચા સ્તરનું છે. મનુષ્યયોનિનું જગત અનાદિકાળના સંસ્કારોથી ચાલે છે. એ સંસ્કાર બે પ્રકારના હોય છે. સારા ને નરસા, રાજા રાજ ચલાવે છે એમાં રાજ્યની વ્યવસ્થા માટે સજ્જનો દુર્જનથી Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સૈકાલિક આત્મવિજ્ઞાન પીડાય નહિ એટલે દુર્જનને દંડ ને શિક્ષા-સજાની જોગવાઈ રાખે છે. તેમ સન પીડાય નહિ અને તેની સજનતા જાળવી રાખી આગળ વિકાસ સાધી શકે તે માટે થઈને સન ને સર્જનની સજનતાનું રક્ષણ કરે છે. આ મહાન રાજધર્મ છે. આની સામે ગુરુનું મહાન કાર્ય એ છે કે જીવો દુર્જનતા છોડી સજ્જન બને અને રાજાને રાજ ચલાવવામાં પણ ઉપકારી બને છે. બંનેના કાર્યની સમાનતા હોવા છતાં મોટો ભેદ એ છે કે ગુરુ જીવના પૂર્વજન્મ ને પુનર્જન્મને લક્ષમાં રાખીને જીવને સાત્ત્વિક ભાવો આપી સક્રન બનાવી ઉચ્ચ કોટિનો માનવ બનાવે છે. જ્યારે રાજાને આપણા પૂર્વભવના સંસ્કાર કે પુનર્જન્મના બગાડા સાથે કોઈ સંબંધ નથી. રાજ્યના પ્રજાજન જન્મે ત્યાંથી લઈ મરે ત્યાં સુધી વર્તમાન ભવ પૂરતું જ, રાજ્ય વ્યવસ્થા બરોબર ચાલે તેટલા પૂરતી સીમિત દષ્ટિથી જ રાજ ચલાવે છે. અરે ! એટલું જ નહિ પણ રાજા જેવા રાજાને પણ આ ભવ, પરભવનો વિચાર કરી પોતાના ગુણની કેળવણી માટે ગુરુ કરવા પડે છે. ગુરુની પાસેથી સદ્વિચાર, બુદ્ધિ, ધર્મબુદ્ધિ પ્રાપ્ત કરીને રાજ્ય ચલાવે છે, અને તેમ કરે તો જ તે રાજા સુંદર રાજ ચલાવી પ્રજાને સુખી કરી શકે છે. આપણે સહુ જાણીએ છીએ રાજા રામ ને દશરથના ગુરુ વસિષ્ઠ હતાં. કૃષ્ણના ગુરુ સાંદિપની હતા. શિવાજીના ગુરુ રામદાસ હતા. કુમારપાળના ગુરુ હેમચંદ્રાચાર્ય હતા અને અકબરને પણ ધર્મબુદ્ધિ આપનારા હીરસુરિ જેવાં ગુરુ અને દરબારમાં નવ રત્નો બીરબલ આદિ હતાં. જે જે કાળમાં જે જે રાજાઓએ ધર્મગુરુનો આશ્રય લઈને અને ધર્મગુરુઓને વફાદાર રહીને રાજ ચલાવ્યું છે તેમની રાજ્યવ્યવસ્થા સુંદર રહી છે. એને સુવર્ણયુગ કહેવાયો છે, અને તે તે રાજાઓએ સ્વયનો પણ સુંદર આત્મવિકાસ કર્યો છે, તે વાત આપણને ઇતિહાસ કહે છે. આવા જ રાજાઓ પ્રજાને સુખશાંતિ આપવા પૂર્વક કલ્યાણના માર્ગે ચડાવી શકે છે અને પોતાનું પણ કલ્યાણ સાધી શકે છે. આવા ગુરુપદે રહેલ ગુરુઓને રાજા અર્થાત્ નરેન્દ્રો તો શું પરંતુ દેવોના દેવ દેવેન્દ્રો-સુરેન્દ્રો પણ ભાવભીના નમસ્કાર કરે છે. તો આ વિશ્વમાં પરમાત્મરૂપ દેવપદ જેટલું પરાકાષ્ટાએ છે તેટલું જ તેના પ્રતિનિધિરૂપ તેના ચાહકને વાહક એવાં ગુરુનું પદ છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ધર્મત્રયી-તત્ત્વત્રયી ૨૩૫ તો હવે જોવાનું એ રહ્યું કે આવા મહાન ગુરુપદને શોભાવનારા ગુરુની જીવનવ્યવસ્થા માટે આર્યપુરુષોએ શું વ્યવસ્થા કરી ? ધર્મગુરુઓ હંમેશ નિર્દભ, નિર્લોભ, નિર્મોહી ને નિષ્કામ હોવા સાથે શક્ય તેટલા નિરાવલંબી હોવા જોઈએ. અનાદિકાળથી જીવે જડ એવા દેહને પોતાનો માનેલ છે. દેહમાં સ્વરૂપબુદ્ધિ આરોપી છે તેજ મૂળમાં રહેલ અધર્મ છે. આત્મામાં આત્મબુદ્ધિ જે આત્માનું પરમાત્મ સ્વરૂપ છે, એમાં સ્વરૂપબુદ્ધિ ન કરતાં, જે જાતિથી ૫૨ છે, જડ છે, વિજાતિય છે, એવાં પુદ્ગલના-પંચભૂતના બનેલા દેહમાં સ્વરૂપબુદ્ધિ જે જીવ કરે છે તે જ તેના અધર્મની શરૂઆત છે. આને જ મિથ્યાભાવ, મૂઢતા અર્થાત્ અવિવેક કહેવાય છે. સ્વરૂપ એટલે શું ? આપણા આત્માનું સાચું-ખરું મૂળ સ્વરૂપ, સત્ એટલે અવિનાશી; ચિત એટલે પ્રકાશ અર્થાત્ સ્ફૂર્તિ અને આ બે અવસ્થાઓનું વેદન અનંત આનંદરસરૂપ છે એ આનંદ છે ! આત્માને એના આ ત્રિવિધ સ્વરૂપને કહેનારા શબ્દોના સંયોજનથી બનેલો શબ્દ ‘સચ્ચિદાનંદ’ સ્વરૂપ કહેવામાં આવે છે. આત્મા અવિરત એના આ સ્વરૂપની શોધમાં છે. પરંતુ આત્માની-જીવની અવળાઈ એ છે કે જે પદાર્થોમાં આ ભાવો નથી તેવા પદાર્થમાં એને શોધે છે અને ત્યાં તે ન મળતાં દુઃખી થાય છે. કયા પદાર્થોમાંથી આવા ભાવો આવશે ? જડ એવાં પુદ્ગલદ્રવ્યોમાં વિનાશી ભાવો છે. તે આપણે આપણા સ્વયંના ચક્ષુથી પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ આપણી વૃત્તિ ને પ્રવૃત્તિને કે.... ન દૃશ્ય જગતમાં જે પદાર્થનો આપણે ભોગ કરીએ છીએ, જે પદાર્થને આપણે ઉત્પન્ન કરીએ છીએ, તે બધા જ પદાર્થોને એકબીજા સાથે મિશ્રિત કરી સમગ્ર વિશ્વમાં આપણે માત્ર એક ટુકડારૂપ બનાવીએ છીએ અને ઉત્પન્ન કરીએ છીએ. જેમાં આપણો કર્તાભાવ નિરંતર સ્મૃતિ ને ક્રિયારૂપ બન્યો જ રહે છે, અને ઉત્પાદિત પદાર્થો ટળ્યા વિના, સડ્યા વિના, બગડ્યા વિના રહેતા નથી. તો જડ પદાર્થો પ્રત્યે આપણે દૃષ્ટિ ને ભાવ કેવા રાખવા ? જેવું દૃષ્ટિનું સ્વરૂપ છે તેવા ભાવ રાખવા તેનું નામ દૃષ્ટિધર્મ અને ભાવધર્મ અને તે દૃષ્ટિ ને ભાવ અનુસાર જે વર્તન કરીએ તે ચારિત્રધર્મ - આચારધર્મ. જડ એ જાતિ પર છે, વિજાતિય છે અને દશાથી તે અનિત્ય છે. જે જીવના સ્વરૂપથી વિરુદ્ધ છે - વિપરીત છે. જ્યારે જીવનું રૂપ અર્થાત્ સ્વરૂપ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સૈકાલિક આત્મવિજ્ઞાન ચૈતન્ય અને અવિનાશી આનંદરૂપ છે. અગાઉ જણાવ્યા મુજબ “સચ્ચિદાનંદ છે. એટલે જ સ્વપ્રતિ જીવે આવા ભાવો ન કરવા તે તેનો દૃષ્ટિ અધર્મ અને ભાવ અધર્મ છે. બલ્ક તેથી વિરુદ્ધ આવો ભાવ જડ એવાં પુદ્ગલ પ્રત્યે કરવો તે તેનો બેવડો અધર્મ છે. આનું જ નામ મિથ્યાત્વ ! છતાં લોક ભોગ્ય, સરળ સમજૂતી ધર્મ ને અધર્મની આપવી હોય તો એમ ટૂંકમાં કહી શકાય કે.. પોતાની જ અનુકૂળતાનો વિચાર કરી, સંબંધમાં આવનાર સહુને પ્રતિકૂળ બની જીવવું તે અધર્મ ! જ્યારે કોઈને પણ લેશ માત્ર પ્રતિકૂળ થઈને જીવવું નહિ તે ધર્મ ! અર્થાત્ તેનું જ નામ સંયમ ! સર્વને અનુકૂળ થઈને જીવવું તેનું નામ સેવા ! જ્યારે સહુને પ્રતિકૂળ થઈને જીવવું તે ઉપદ્રવ ! જડ વસ્તુમાં કર્તા ભાવ એટલે અહં ને મમત્વ ! અહં એટલે શું ? પુદ્ગલની બનેલી ભોગ સામગ્રીઓ “મારી છે અને હું એ ભોગસામગ્રીનો માલિક છું. મોટર-બંગલા “મારા' છે અને હું મોટર-બંગલાનો માલિક છું. મારું” એ મમત્વ અને “હું” માલિક એ અહં ! પુત્ર પરિવાર મારો એ મમત્વ અને “હું બાપ” એ અહં. પત્ની મારી એ મમત્વ અને “હું એનો પતિ એ અહં. વીતેષણા-દારેષણા-પુત્રેષણા ને લોકેષણા એ અહં ! લોક મારે આશ્રિત ને હું લોકનાયક એ અહં. પ્રજા મારી આશ્રિત ને હું પ્રજાનો રાજા એ મમત્વને અહં છે. આવા મમત્વના-આસક્તિના ને હું કાર-અહંકારના ભાવોને અંગે આપણને દેહ-તનને મનનું સુખ જ જોઈએ છે. જે બાહ્ય જડ પદાર્થ ને બીજા જીવો સાથે કંઈક પણ ક્રિયા સંબંધ કર્યા વિના મળી શકતું નથી. આવી એ ક્રિયાને છતાં ય એવાં એ ગુરુને પણ દેહ છે ને તે દેહની વ્યવસ્થાદેહધર્મને અંગે આવશ્યકતાઓ પણ છે. તેની વ્યવસ્થા જરૂરી છે. એથી જ આપણા આર્યદેખા આર્યપુરુષો-ઋષિ-મહર્ષિઓએ આર્યપ્રજા માટે નિયમો બાંધી આપ્યા... કે દેવમંદિરમાં દેવ પાસે દેવગૃહે, ને ગુરુ પાસે ગુરુપદે કદી ખાલી હાથે જવું નહિ. પોતાની શક્તિ અનુસાર ગુરુની સેવારૂપે, બહુમાનરૂપે, આદર સત્કાર રૂપે, સન્માન રૂપે કાંઈક ને કાંઈક સામગ્રી લઈને જવું જોઈએ. આ રીતે ગુરુનો આદર પણ સચવાય, ગુરુના જીવનની વ્યવસ્થા બરોબર જળવાઈ રહે Page #246 -------------------------------------------------------------------------- ________________ ધર્મત્રયી-તત્વત્રયી ૨૩૭ અને જ્ઞાનનો વ્યાપાર ન થતાં તેનો પ્રવાહ સહુ કોઈ માટે અવિરત ચાલુ રહે. જ્ઞાનપિપાસુ છાત્રો-વિદ્યાર્થીઓને ગુરુઆજ્ઞામાં ગુરુસેવામાં ગુરુવાસમાં રહી જ્ઞાન પ્રાપ્ત કરવાનું ફરમાન કર્યું, અને તેવી વ્યવસ્થા આર્યાવર્તમાં તે સમયમાં વિદ્યમાન હતી. અરે ! જ્ઞાનના વ્યાપારની વાત તો બાજુએ રહી જો શિષ્ટગણ તરફથી ખપથી અધિક મળી જતું તો ભવિષ્યકાળની ચિંતા કર્યા વિના માત્ર પરમાત્મા ઉપર શ્રદ્ધા રાખીને જે કાંઈ વધારે મળ્યું હોય તેનું પણ તેઓ અભાવવાળાને દાન દઈ દેતાં. અહો ! આ ગુરુપદ કેવું ઊંચું હશે આ તો વાત માત્ર થઈ ગુરુપદની. પરંતુ દેહરોગથી પીડાતા દર્દીઓ અને મનથી પીડાતા જીવોને વૈદ્યો અને જ્યોતિષિઓનો પણ આશરો લેવો પડતો હોય છે. તો આર્યપુરુષોએ એનો ય વિચાર કરી આ રીતે તન મનના વ્યાધિથી પીડાતા જીવોની એ વ્યવસ્થા કરી કે વૈદ્ય દેહસેવા-સુશ્રુષા નિશુલ્ક કરવી અને જ્યોતિષિએ જ્યોતિષના આધારે જપ, જાપ ત્યાગ આદિના શાંતિ થાય તેવાં ઉપાયો બતાડવા. આ વૈદ્ય-જ્યોતિષીના જીવનનિર્વાહનો પણ પ્રશ્ન થાય તો તે અંગે પણ એ આર્ષદૃષ્ટા આર્યો એ ફરમાન કર્યું કે વૈદ્ય ને જ્યોતિષી પાસે પણ ખાલી હાથે જવું નહિ. - ઉપરોક્ત વિચારણાથી એવું જણાય છે કે મનુષ્ય યોનિ, જેવી ઊંચી યોનિ છે એવું જ એનું ઊંચું સૌંદર્ય આવી જાતની ઉદાર ને ઉમદા સમાજ વ્યવસ્થાથી મળી શકે છે. આજે તો આ પરંપરા લુપ્ત થઈ ગઈ છે કેમ કે કાળાંતરે તેમાં વિકૃતિ આવી ગઈ છે. ઉદાત્ત ભાવના વિસરાઈ ગઈ છે ને માનવીના મન સંકુચિત ને કલુષિત થઈ ગયાં છે. આજે તો શિષ્ય કહે એમ ગુરુએ કરવું પડે છે. ગુરુએ ગુરુ પદ ગુમાવ્યું છે, અને શિષ્યોએ સાચી વિદ્યા ગુમાવી દીધી છે. વૈદ્યોએ ડૉક્ટરોનું રૂપ ધારણ કર્યું છે અને દવાખાનાના સ્વરૂપમાં હાટકી માંડીને બેઠાં છે. જ્યોતિષીઓ પોતાની વિદ્યા જ ગુમાવી દીધી છે. અને જે કાંઈ જાણકારી અધકચરી રહી છે તેનાથી પેટ ભરવાનો ધંધો કરી રહ્યાં છે. જેવી રીતે દેવોના જન્મ દિવસો આપણા માટે મહોત્સવના ગણાય છે, તેવી રીતે ગુરુ માટે તેનો ઉપકાર કદિ ન ભુલાય ને જેનો બદલો તો કદિ વાળી જ ન શકાય એવા બધાંય ગુરુઓ માટે એક ગુરુપૂર્ણિમાના દિવસનું પણ આયોજન એ આર્ષદ્રષ્ટાઓએ કર્યું. જે દિવસે એટલે કે અષાઢ સુદિ પૂર્ણિમાનાગુરુપૂર્ણિમાના દિવસે જે શિષ્ય જેટલાં ગુરુ કર્યા હોય તેટલા પાસે જઈને યથાશક્તિ તે સર્વ ગુરુ પાસે જઈ આદર બહુમાન પૂર્વક ગુરુદક્ષિણા ધરે છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સૈકાલિક આત્મવિજ્ઞાન પ્રશ્ન એ ઊઠે છે કે આષાઢ મહિનામાં જ કેમ ? આપણું આર્યાવર્તક્ષેત્ર જ્યોતિષ ચક્રના દેવોની નીચેના ક્ષેત્રે રહેલ છે. જે જ્યોતિષચક્રમાં નવ ગ્રહ રહેલ છે. એમાં સૂર્ય પ્રધાન છે. અષાઢ માસમાં સૂર્ય મિથુન રાશિમાં આવે છે અને મિથુનરાશિનો અધિપતિ બુધ છે. બુધ એ બુદ્ધિનો અધિપતિ છે. ગુરુનું જીવન બુદ્ધિપ્રધાન છે ને ગુરુનું જ્ઞાનદાન બુદ્ધિને સતેજ ને સદ્ગદ્ધિ બનાવવા માટે છે. આમ ગુરુપૂર્ણિમાનું સુંદર તાર્કિક આયોજન કરેલ છે. આ વાત તો આપણે સદ્ગુરુ-સુગુરુની કરી. પરંતુ ગુરુની જાત માત્ર આવી જ હોય એવો કોઈનો અનુભવ નથી. તો જે વ્યક્તિ ગુરુનો લેખ લઈ પેટભરા થઈ, ઈન્દ્રિયગામી થઈ, પોતાની આવડત ને માયા ભાવથી ગોરખધંધા ચલાવે અને વ્યક્તિના ધન, તન ને મનને લૂટે તેવા ગુરુને “કુ' ગુરુ કહેવાય. હવે ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ ગુરુના અર્થાત્ ગુરુ શબ્દના અર્થની વિચારણા કરીએ. ગુ = અંધકાર. ૩ = સંધન અજ્ઞાનરૂપી અંધકારનું જે સંધન કરે તેનું નામ ગુરુ! આપણા અજ્ઞાનભાવને કારણે આપણી માનવતા ભૂલી જે મિથ્યા આચરણ આપણે કરીએ તેમાંથી જે બચાવે તેનું નામ ગુરુ ! ગુરુભાવે ગુરુ શબ્દની વ્યુત્પત્તિ ગુ અને રુ - ગુ + ૨ અક્ષરો મળીને થયેલ છે. એની પાછળ પણ મહાન રહસ્ય છુપાયેલ છે. ગુરુ એ પરમાત્માનો પ્રતિનિધિ છે. એ પરમાત્માના સ્વરૂપને ઓળખાવનારા જે શબ્દો છે તેમાં રહેલાં અક્ષરોને જોડીને “ગુરુ' શબ્દની વ્યુત્પત્તિ થયેલ છે. પરમાત્માનું સ્વરૂપ ગુણાતીત અને રૂપાતીત છે. તે બે સ્વરૂપને કહેનારા શબ્દોના પ્રથમાક્ષરોના સંયોજનમાંથી “ગુરુ' શબ્દ ઉદ્ભવ્યો છે. આ આખું વિશ્વ નામરૂપ છે. ગુણદોષના પણ નામરૂપ છે. તો પહેલાં - ગુણ ત્રણ પ્રકારે છે. તામસગુણ-રાજસગુણ ને સાત્ત્વિકગુણ. તામસ અને રાજસ ગુણ અકરણીય છે-વર્ય છે-હેય છે. સાત્વિકભાવ એ પરમ આદરણીય ભાવ છે. એ ઉપાદેય છે. ગુણાતીતમાં ત્રણે ગુણ રહિત પરમાત્મા છે. તો પછી આદરણીય એવાં સાત્ત્વિક ગુણ રહિત પરમાત્મા કેમ હોઈ શકે ? એવી શંકા ઉદ્દભવે તો આ ત્રણ ભાવમાં સમાનતા ને અસમાનતા છે તેનો વિચાર કરીએ. રાજસ ભાવ વડે જીવ એશ-આરામ, વૈભવ વિલાસનો ભોગી બની સત્યને પામી નહિ શકે. કદાચ તો રાજસભાવની પરાકાષ્ટાએ તો તે માનવતા ચૂકી તામસભાવમાં સરી પડે અને દુઃખી થાય, ત્યારે તામસભાવવાળો જીવ Page #248 -------------------------------------------------------------------------- ________________ ધર્મત્રયી-તત્ત્વત્રયી ૨૩૯ દુર્જન કોટિનો કહેવાય, અને બીજાના દુઃખે પોતે સુખી એવું જ એનું ચિત્ર! આ બંને ભાવો આવન જાવન ધર્મવાળા હોવાથી વિનાશી છે. આ બે અકરણીય ભાવોનો નાશ કરવા માટે સાત્ત્વિક ભાવ જે છે તે સારો છે એ ભાવ-તામસ રાજસ ભાવનો નાશ કરે છે એટલું જ નહિ. પરંતુ પરમાત્મપદ પ્રતિ પ્રસ્થાન કરાવે છે. પરમાત્મા ગુણાતીત છે. તેથી સાત્ત્વિક ભાવથી પણ રહિત છે. આ સાત્ત્વિકભાવનું કાર્ય બંને હેય ભાવનો નાશ કરી પરમાત્મ પદમાં પ્રવેશ કરાવડાવી ઠેઠ પરમાત્મ પદ સુધી પહોંચાડે છે. ને પછી તે સાત્ત્વિકભાવ પોતે વિસર્જીત થઈ જાય છે. જેમ દવા દર્દનો નાશ થઈ ગયા બાદ કંઈ કાયમ પેટમાં પડી રહેતી નથી પણ વિસર્જીત થઈ જાય છે તેવું આ છે. નીરોગીપણું એટલે શું ? દવા-દર્દ ને ડૉક્ટર ત્રણેમાંથી મુક્તિ ! તામસ અને રાજસભાવરૂપી મહારોગની પરમ ઔષધિરૂપ સાત્ત્વિકભાવરૂપ દવા તે રોગનો નાશ કરી સ્વયં વિસર્જીત થઈ જાય છે અને ત્યારે જ ભવરોગ દૂર થઈ આત્માની નીરોગી અવસ્થાની પ્રાપ્તિ થાય છે. પરમાત્મા આમ ત્રિગુણાતીત છે. તે ગુણાતીત એવા પરમાત્માના ગુણાતીત સ્વરૂપનો પ્રથમાક્ષાર તે ગુરુ શબ્દનો પ્રથમાક્ષર ‘ગુ' બને છે. હવે પરમાત્મા રૂપાતીત છે એનો વિચાર કરીએ. જે પદાર્થ હંમેશ અનેક રૂપે અનેક રીતે પરિવર્તન પામીને નવા નવા રૂપ ધારણ કરે તેને રૂપી કહેવાય. એવાં રૂપી પદાર્થો પંચમહાભૂતના નામે ઓળખાય છે. પરમાત્મા બનનાર આત્માઓ પણ પૂર્વાવસ્થામાં સંસારીરૂપે પંચભૂતના સમુદાયરૂપ દેહધારી છે. માટે દેહધારી અવસ્થાને રૂપી કહેવાય. વારંવાર દેહનું મિલન ચાલુ રહેવું, સારા-નરસા દેહ મળવા, સુખ દુઃખની પ્રાપ્તિ થવી તે સર્વ ઉપર્યુક્ત ત્રણ ગુણોને આભારી છે. આ રીતે સાત્વિક ભાવો વડે બે ગુણોનો નાશ કરવો વિસર્જીત થનાર આ ગુણ ચાલ્યો જવાથી જીવ દેહને ધારણ કરતો નથી અને તે દેહાતીત અજન્મા બને છે. આ અવસ્થાને રૂપાતીત કહેવાય છે. આ રૂપાતીત શબ્દના પ્રથમાક્ષર ‘ગુરુ' શબ્દનો દ્વિતીયાક્ષર ‘ ુ’ બને છે. આવું આ ગુરુ શબ્દનું રહસ્ય છે. માટે જ શાસ્ત્રમાં ગુરુપદની મહત્તા દર્શાવતા સૂત્રો છે કે.... ગુરોબ્રહ્મા ગુરોર્વિષ્ણુ ગુરદેવો મહેશ્વરો ગુરુ : સાક્ષાત્ પરબ્રહ્મઃ તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ” યહ તન વિકી વેલડી ગુરુ અમૃતકી ખાન; શિષ દીયે જો ગુરુ મીલે તો ભી સસ્તા જાન.' Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સૈકાલિક આત્મવિજ્ઞાન અજ્ઞાન તમીરાંધાનમ જ્ઞાનાંજન શલાકા, નેત્રમુમ્મિલિતમ્ યેન તન્મે શ્રી ગુરુવૈ નમ:. “મોક્ષ મૂલ ગુરુકૃપા.” આમ કેમ ? દેવકૃપા કેમ નહિ ? દેવ વીતરાગ સ્વરૂપ હોવાથી આપણે ગમે એવા અવળચંડા-વક્રબુદ્ધિજડબુદ્ધિ હોવા છતાં તેઓ શિક્ષા ન કરી સકે. ભગવાન વીતરાગ હોવાથી આપણે એમનાથી ડરીએ પણ નહિ. પરંતુ ગુરુ છદ્મસ્થ હોય, પૂર્ણ પરમાત્માવીતરાગ બન્યા ન હોય, ત્યાં સુધી શિષ્યને સુધારવા માટે જે કાંઈ તત્ત્વ કે શક્તિ જોઈએ તે તેનામાં હોય છે, જે આપણને સુધારવામાં ખર્ચ અને આપણે સુધરીએ માટે આપણી જાતને સંપૂર્ણ સુધારવા માટે ગુરુની કૃપા મેળવવી જ જોઈએ. જેમ ડૉક્ટર આપણા શરીરના ભયંકર રોગને ઓપરેશન કરી નીરોગી બનાવે તેમ અવસરે વાયણા, ચોયણા, પડિચોયણાદિ કરીને ગુરુ પણ આપણો ભવરોગ મટાડી આત્માની નીરોગીતા પરમાત્મસ્વરૂપ આપણને બનાવે. “પારકી મા કાન વીંધે” અને “સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમ ધમ... તે આ જ સંદર્ભમાં કહેવાયેલ છે. હવે સંસારના વહેવારમાં જેમ ગુરુ શબ્દ છે તેમ આપણા દેહ સંબંધ જેટલી જેટલી સગાઈએ આપણા જે વડીલો-મુરબ્બીઓ હોય, બીજી રીતે આપણા સંબંધમાં આવનારા ગામના-આડોશ પાડોશના જે કોઈ આપણાથી મોટી ઉંમરના હોય તેઓને આપણે દાદા-કાકા-આપા-બાપા આદિ શબ્દોથી સંબોધીએ છીએ તેવા તે મુરબ્બીઓ પણ ગુરુજન કહેવાય. તેઓ બધાની સાથે આપણે કૌટુંબિક ભાવ રાખી આપણા સ્વજન માની સેવા કરવી જોઈએ. આ જ તો મનુષ્યયોનિમાંનો “વસુધવ કુટુંબકમ્' નો ભાવ છે. આ રીતે ગુરુજન અને ગુરુ એ બે શબ્દોના અર્થઘટનમાં ભેદ છે. ગુરુને ગુરુજન ન કહેવાય. ગુરુજનને મુરબ્બી વડિલ મોટેરાં કહેવાય ! ધર્મતત્વ : ધર્મ તત્ત્વની વ્યાખ્યા કરતાં પહેલાં આપણે અધર્મને સમજીએ. કારણ કે ઘણી વ્યક્તિઓ પૂછે છે કે આટલા બધા નામે ધર્મ ચાલે છે તો કયો ધર્મ સાચો ? કારણકે દરેકના ધર્મમાં કાંઈક ને કાંઈક વિવિધતા દેખાય છે. પરંતુ એકતા તો કાંઈ જણાતી નથી. એટલે આપણને ધર્મ કરવાની ઈચ્છા થાય તો મહા મૂંઝવણ થાય છે. તેની સામે અમને પણ પ્રશ્ન થાય છે કે ભાઈ તને ધર્મ કરવાની ઇચ્છા કેમ થઈ? તને દવા ને ડૉક્ટરની ઈચ્છા ક્યારે થાય ? તો હેજે જવાબ Page #250 -------------------------------------------------------------------------- ________________ ધર્મત્રયી-તત્ત્વત્રથી ૨૪૧ આપશો કે અમને દર્દ છે ને તે દર્દની પીડા છે માટે તેના નિવારણ અંગે આરોગ્ય માટે ડૉક્ટર અને દવાની ઇચ્છા રહે છે. તો પછી ધર્મની જરૂર કોને પડે ? ધર્મની જરૂર છે. ધર્મનો ખપ છે એ જ બતાડે છે કે કાંઈક ને કાંઈક અધર્મ પડ્યો છે તેને કાઢવા માટે ધર્મનો ખ૫ પડ્યો છે. પહેલાં તો મારી પાસે જે હોય તે મને અનુભવ પ્રત્યક્ષ હોય. તો પછી મારી પાસે જે હોય તેની જ મારે પહેલાં તો તપાસ કરવી જોઈએ, કે જે નથી તેની તપાસ કરવી જોઈએ ? આશ્ચર્યની વાત તો ભલા માણસ એ છે કે કોઈ માણસ ધર્મ કરવા માટે ઠેર ઠેર રખડ્યા પછી નિરાશ થઈને એમ પણ નથી બોલ્યો કે ધર્મ તો ક્યાંય દેખાતો નથી. કેમ કે આટલા બધાં ભેદોમાં કોને ધર્મ કહેવો અને કયો સાચો ધર્મ ? તો ચાલો ત્યારે હવે ધર્મ ન મળ્યો તો કાંઈ નહિ ! અધર્મને તો શોધીએ! જે મળી જાય તો ય સદ્ભાગ્ય ! આ પ્રશ્નનું નિરાકરણ એ જ છે કે આપણા બધાના પાસેથી અનાદિકાળથી અધર્મ તો છે જ ! ધર્મના વડા અને સંપ્રદાય ભલે હોય ! અધર્મના કોઈ વડા કે સંપ્રદાય નથી. જે સહુની પાસે એક સરખું હોય તેના વડા કે સંપ્રદાય નહિ હોય તમે કહેશો, “અરે ભાઈ ! આવી વાત શું કરો છો ? શું બધાની પાસે અધર્મ છે ? તો ભાઈ ! હવે બધાની પાસે અધર્મ હોવાની જે નિશાની છે તે તું સાંભળ અને વિચાર કર. આ વિશ્વમાં રાંકથી માંડીને રાજા સુધીના જીવોમાં ત્રણ પ્રકારના દુઃખોમાંથી કોઈ બચેલું નથી. આ ત્રણ પ્રકારના દુઃખના નામ છે આધિદૈવિક-આધિભૌતિક ને આધ્યાત્મિક. આ માટેના બીજા શબ્દો છે આધિ-વ્યાધિ ને ઉપાધિ. આ દુઃખોને ત્રિવિધ તાપ કહેવાય છે. હવે એ શબ્દોના અર્થ કરીએ. આધિ દૈવિક દુઃખ એટલે દૈવી અથવા કુદરતી કોપ. આશ્ચર્યની વાત છે કે સમગ્ર મનુષ્ય સૃષ્ટિ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વિના જીવી શકતી નથી, અને એ અવિકસિત જીવયોનિ હોય તેની સામે મનુષ્યયોનિ કેટલી શક્તિશાળી છે. છતાં કાળના કાળ સુધી યુગોના યુગો સુધી આનો ભોગ કરીએ છીએ. પરંતુ કોઈપણ એક તત્વ કોપાયમાન થાય તો ગમે તેવી શક્તિ ધરાવનાર મોટા માનવ સમુદાયનો પળવારમાં નાશ કરી દે છે. પૃથ્વી તત્ત્વ Page #251 -------------------------------------------------------------------------- ________________ વૈકાલિક આત્મવિજ્ઞાન ૨૪૨ કોપે ત્યારે તે ભૂકંપ દ્વારા ભોગ લે છે. જલ તત્ત્વ કોપે ત્યારે તે જળરેલ-પ્રલય દ્વારા ભોગ લે છે. અગ્નિ તત્વ કોપે ત્યારે તે અનેક પ્રકારના રોગચાળા અથવા પરસ્પર દેશયુદ્ધ અને દાવાનળ દ્વારા ભોગ લે છે. વાયુતત્ત્વ કોપે ત્યારે વંટોળ, સાયકલોન આદિથી ભોગ લે છે. આને આધિદૈવિક કોપ - કે કુદરતી કોપ આસમાની કહેવાય. આની સામે મોટા મોટા ભૂપોના ભૂપ ભૂપતિ, ચક્રવર્તી જેવાં પણ દીન ને હીન બની જાય છે. વર્તમાનકાળમાં ભલે આ ચાર તત્ત્વના ઉલ્કાપાત અને કોપના ઉપદ્રવો વિના શાંત જીવતાં હોઈએ પરંતુ એ ક્યારે ભરડો લે અને એમાંથી આપણે બચી શકીએ એવું છાતી ઠોકીને કોઈ કહી શકશે ? હરગીજ નહિ. આધિભૌતિકદુઃખ : જે જીવને પોતાના દેહ માટે દેહને ટકાવવા માટે થઈને જ આ ચાર પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુની જરૂર છે તેની અપ્રાપ્તિ એટલે દર્દ ને દરિદ્રતા, તે આધિભૌતિક દુ:ખ. આજે ભલે શ્રીમંત-કરોડપતિ હોય પરંતુ તે વીમા કંપનીમાં જઈને એવો વીમો ઉતરાવી શકે કે કાલ હું કરોડ ખોઈ નાંખુ તો મને કાલ કરોડ વીમા કંપનીએ આપવા. વીમા કંપની ભલે તમારા મરણનો વીમો ઉતારે, માલનો વીમો ઉતારે, દવા દારૂના ખર્ચ અંગેનો વીમો ઉતારે પણ રોકડ મિલકતનો વીમો કોઈ વીમા કંપની નહિ ઉતારે. કારણ કે માયાથી ભરેલો મનુષ્ય બીજે જ દિવસે દેવાળું કાઢી બતાડે અને એનો વીમો ઉતારનાર વીમા કંપનીને પણ દેવાળું ફૂંકવાની સ્થિતિમાં લઈ આવે. ગમે એ મનુષ્ય હોય તે કદિ અભિમાનથી એમ ન બોલી શકે કે એનું શરીર રોગથી કદી ન ઘેરાય. આ વિશ્વમાં ત્રણ અટલ નિયમ છે કે રોગ વગરનું શરીર નહિ, ખરચ વિનાનો દિવસ નહિ, અને કલંક વગરનું કુળ નહિ. રોગ વગરનું શરીર કોઈનું હોય જ નહિ. બાળક જન્મે ત્યારથી પાંચ સાત વર્ષ પસાર કરે તે દરમિયાન પણ બાળકને ઓરી-અછબડા, દંતપીડા આદિ રોગોમાંથી પસાર થવું પડે છે. ગમે તેવી ભર યુવાવસ્થામાં ય કાળે ને રોગે કંઈકને ભરખી લીધાં અને વૃદ્ધાવસ્થા તો ભયંકર શાપરૂપ જ છે, પછી રોગનો સવાલ જ ક્યાં છે. વીમા કંપનીમાં જઈ જીવ કહે મને કેન્સર ને ટી.બી. ન થાય તેવો વીમો ઉતારો! થાય તેટલા પૈસા લ્યો ! કોઈ વીમા કંપની આવો રોગ ન થાય તેવો વીમો ન ઉતારે. હા ! રોગ થાય તો ખર્ચ આપવાનો ‘Mediclaim’ Page #252 -------------------------------------------------------------------------- ________________ ધર્મત્રયી-તત્ત્વત્રયી ૨૪૩ નો વીમો ઉતારે. ભલે ! વર્તમાનકાળમાં શરીર નીરોગી લાગતું હોય ને સ્વસ્થ બેઠાં હોઈએ પરંતુ કયો રોગ કોનો ક્યારે ભરડો લે તેનો શું નિર્ણય કરાય? આધ્યાત્મિક દુઃખ ઃ ત્રીજા દુઃખનું નામ છે. આધ્યાત્મિક, આધ્યાત્મિક એટલે માનસિક ! અધ્યાતા શબ્દનો અર્થ તો આત્મા થાય, મન ન થાય. તો પછી એને માનસિક કેમ કહ્યું ? એને અધ્યાત્મ એટલે જ કહ્યું કે મનનું મૂળ તો આત્મા જ છે અને જે કાંઈ વેદન થાય છે, તે મન દ્વારા પહોંચે છે અને એના આધારરૂપ આત્મા જ વેદે છે. વહેવારમાં પણ આપણે બોલીએ છીએ કે મને બહુ દુ:ખ થાય છે. એ મનનું સંબોધન આત્માને છે. મન ને આત્માનો ભેદ માત્ર એટલો જ છે કે આત્મા એક અખંડ દ્રવ્ય પદાર્થ છે. જ્યારે નખથી શીખ સુધી આપણું શરીર અખંડ એક છે અને હાથ-પગ આદિ તે શરીરના અવયવો (Spare parts) છે. વર્તમાનકાળમાં આત્મા એક અખંડ પદાર્થરૂપ રહેવા ને હોવા છતાં એ વેરવિખેર અવસ્થામાં છે. તેની વેરવિખેર અવસ્થા કેટલીક જડની સાથે છે ને કેટલીક પોતાની ચેતના સાથે છે. શરીર, ઇન્દ્રિયો અને પ્રાણ વડેનું જીવન એ જડ સાથે વેરવિખેર છે અને મનને બુદ્ધિ સાથેનું જીવન એ એની વેરવિખેર ચેતના છે. આ બધાના આધારરૂપ પોતે.એક અખંડ આત્મા અકબંધ છે. પરંતુ તેને જીવવું પડે છે, શરીર, ઇન્દ્રિય ને પ્રાણ એ વિજાતીય અંશો વડે, અને મન ને બુદ્ધિ એ સજાતિય અંશો વડે. જેમ આપણે વહેવારમાં કહીએ કે આ ફરસાણ બન્યું છે. તો ફરસાણ એક દ્રવ્યરૂપ દેખાય છે, પરંતુ તેમાં લોટતેલ-મીઠું-મરચું-હળદર-હીંગ આદિનું ભેળસેળ છે. તેમ આપણે આપણી જાતને ‘હું' કહીએ છીએ તે ‘હું' આત્મા શરીર-ઇન્દ્રિય -પ્રાણ-મન-બુદ્ધિ આ બધાં પદાર્થના એકક્ષેત્રીય એકરૂપ એક પદાર્થ છીએ. હવે એ બધાના આધારરૂપ આત્મા સત્ય સ્વરૂપે કેવો છે ? પરમાત્મ સ્વરૂપ છે. જે પરમાત્મ સ્વરૂપ આ બધા પદાર્થો વડે આવરાયેલું છે તે આવરણને અંગે જે કાંઈ બહાર દેખાય છે. તે પણ ભાસરૂપ છે અને વિદ્યમાન ભાસકનો તો પત્તો જ નથી. જેમ બપોરે બાર વાગ્યે મધ્યાહને આવેલો સૂર્ય કેટલો પ્રકાશમાન ને તેજસ્વી હોય ! પણ જો તે ઘનઘોર વાદળથી ઘેરાય તો સંધ્યા જેવું લાગે ને દિવસ કે રાતનો પત્તો પડે નહિ તેવી વર્તમાનકાળની જીવની દશા છે. હવે આપણે માનસિક દુઃખનો વિચાર કરીએ. દરેક જીવને જીવનમાં અનેક પ્રકારની પ્રતિકૂળતા ને અનેક પ્રકારના પ્રતિકૂળ સંયોગો આવે છે ત્યારે Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સૈકાલિક આત્મવિજ્ઞાન બહારથી તે બધી વાતે અનેક રીતે સુખી હોવા છતાં મનથી દુઃખી થાય છે કે નહિ ? અને આવી રીતે ગમે તેવા પ્રતિકૂળ સંયોગોમાં મનથી દુઃખી ન થવા માટે વીમાકંપનીમાં જઈ વીમો ઉતરાવી આવી શકાય એવી કોઈ વીમા કંપની વિશ્વમાં છે ? મન એટલું બધું મુલાયમ છે કે રાજા જેવો રાજા પણ એની વહાલમાં વહાલી રાણી એક જરા ઊંચે સાદે બોલે તો તેને અપમાન માનીને સહન નથી કરી શકતો. આવી કલેશ અને ઉગરૂપ મનની વિટંબણાથી કોણ બચેલો છે ? આ શેનું પરિણામ છે ? આપણી પાસે રહેલ અધર્મનું જ તો ! તો હવે અધર્મ શું ? આપણી અધૂરી સમજ કહો, અસમજ કહો, ખોટી સમજણ કહો કે તે અધૂરી ને ખોટી સમજ-અણસમજ પ્રમાણેનું આચરણ જ અધર્મ છે. વિશ્વમાં કયો જીવ સમજણમાં પૂર્ણ ને આચરણમાં વિવેકી છે ? અને દુઃખનો અનુભવ ન કરતો હોય ? આ રીતે આપણે અધર્મનું સ્વરૂપ સમજીએ તો ધર્મનું સ્વરૂપ આપોઆપ સમજાઈ જાય. કોઈ જીવ આપણને કોઈપણ પ્રકારે દુઃખી કરે તેની સમજ ને અનુભવ દરેક વ્યક્તિને છે. એક નાના બાળકને પણ શીખવાડવું પડતું નથી કે તારો કોઈ મિત્ર તારી ચાડી ચુગલી કરે તો દુઃખી ન થવું. ને મન ઉપર ન લેવું. બીજા તરફથી પહોંચેલ દુઃખની જીવને તુરત જ ખબર પડે છે ને અસર પહોંચે છે. તો કોઈ પણ જીવને આપણે દુઃખી કરીએ તો તેને પણ દુઃખ થાય એમ સમજીને આપણે કોઈ જીવને દુઃખી ન કરીએ તેનું નામ ધર્મ ! આ ધર્મનો પાયો છે. કારણ કે ધર્મના તબક્કાઓના પગથિયાઓ અનેક છે. કારણ કે આપણે નિતાંત દુઃખ મુક્ત થવું છે. જેમાં અનેક પ્રકારે આપણામાં જ અધર્મના પ્રકારો છે-વિભાગો છે. તે પ્રમાણે અનેક પ્રકારના દુઃખોથી ઉત્તરોત્તર મુક્ત થવા માટે ધર્મ સાધનાના પગથિયાં પણ આપણામાં જ છે. એટલે ધર્મ ને અધર્મનું ક્ષેત્ર આપણે સ્વયં છીએ. જ્યાં આપણામાં અધર્મનું ક્ષેત્ર છે ત્યાં જ ધર્મ છે. આ વાત સર્વને સરખી લાગુ પડે છે. હવે આપણે કેટલી વસ્તુ વડે દુઃખી થઈએ છીએ ! કદાચ એ વસ્તુ વડે આપણને સુખ પણ મળતું હોય પરંતુ જે વસ્તુ વડે આપણને સુખ પણ મળતું હોય તે જ વસ્તુ આપણને દુઃખરૂપ નીવડતી હોય તો તે વસ્તુને સુખરૂપ કેમ ગણી શકાય ? આ વિચારશૈલી ને પદ્ધતિએ દરેક વ્યક્તિએ પોતાના શરીર-ઇન્દ્રિય અને -અંદરની આંતરિક દશાનું સંશોધન-અવલોકન કરવાનું છે. બહારથી આપણે વસ્તુ ને વ્યક્તિ વિના જીવી શકતા નથી તેનો પણ સાથે વિચાર કરવાનો છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૯, કાળનો નિકાલ અનાદિ-અનંત, અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ, સચ્ચિદાનંદ સ્વરૂપી સત્ એવો આત્મા અસત્ એવા કાળના ચક્રાવામાં ઘેરાઈ જઈ પોતાના મૂળ સ્વરૂપને ખોઈ બેઠો છે, એ જ કાળની મોટી મોકાણ છે, જેણે આનંદ સ્વરૂપી આત્માને દુઃખી કરી મૂક્યો છે, વિનાશી કરી મૂક્યો છે અને ભટકતો કરી મૂક્યો છે. કાળ છ દ્રવ્યમાંનું એક દ્રવ્ય હોવા છતાં તે અસ્તિકાય નથી. અર્થાત્ કાળનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહિ. કાળ તો કેવળ કલ્પના છે. એવા એ કાળ વિષે વિચારણા કરવા પૂર્વે કાળ શું છે ? તે આપણે કાળ વિશેની જુદી જુદી વ્યાખ્યાઓથી સ્પષ્ટ કરીશું. કાળ - વ્યાખ્યા : છ " વર્તના પરિણામક્રિયા પરા-પરત્વે ચ કાલસ્ય " વર્તના એટલે પાંચે ય અસ્તિકામાં થતી અર્થક્રિયા કે જેને કાળ કહેવાય છે. ટૂંકમાં જીવ-અજીવ (પુગલ પ્રધાન)ના પર્યાયનું નામ જ કાળ છે. જીવ-અજીવના અર્થક્રિયાકારીના અર્થમાં જે ભાવો છે એનું નામ જ કાળ છે. વધારે સ્પષ્ટતા કરીએ તો પુદ્ગલ દ્રવ્યના જે પર્યાયો છે તે કાળ છે, જે અનિત્ય છે. તેમ સંસારી જીવમાં જે કર્તા-ભોક્તા ભાવ છે તે કાળ છે અને તે અનિત્ય છે. જીવને જે કાળાધ્યાસ અર્થાત્ કાળનો ભ્રમ-આભાસ છે તેનું નામ કાળ છે. જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ પાંચે અસ્તિકાય ભેગાં મળીને જે જગત બનાવે છે અને ચલાવે છે તે જગતનો પ્રવાહ કાળ છે. કાળ એ અપ્રદેશ છે. જ્યારે પાંચે અસ્તિકાય સપ્રદેશ છે. કાળ અપ્રદેશી છે, એટલે કાળ એ દ્રવ્ય નથી, આપણા પોતાના કર્તા-ભોક્તા ભાવ જ કાળરૂપ છે. આપણા સંસારી જીવોનો જે ભોક્તાભાવ અર્થાત્ લાગણીભાવ છે એ જ કાળ છે. આપણો કર્તાભાવ કાળ નથી. પ્રતિ સમયે આપણે આપણા ઉપયોગને Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ત્રૈકાલિક આત્મવિજ્ઞાન વેદીએ છીએ તે આપણા લાગણીના ભાવને કાળ કહેલ છે. બાકી પુદ્ગલદ્રવ્યના ક્રમિક ભાવને જે કાળ કહેલ છે, તે તો વ્યવહારિક કાળગણના કાળની સમજ છે. આમ સંસારી જીવ અને અજીવ કહેતાં પુદ્ગલદ્રવ્યનાં જે ક્રમિક પર્યાય છે તેનું નામ કાળ છે. આપણા આત્માના જ્ઞાન-દર્શન ગુણનો આધાર આપણો જ આત્મા છે. તેમ આપણા જ્ઞાન-દર્શન ગુણનો માલિક પણ આપણો જ આત્મા છે. બીજો કોઈ તેનો માલિક નથી. આપણા જ્ઞાન-દર્શનનો ભોગવટો પણ આપણો જ આત્મા કરી શકે છે, બીજું કોઈ નહિ. આવા આપણા સત્તા સ્વરૂપને વર્તના કહેવાય છે. કર્મના વિપાકોદય સમયે વેદાતી સુખ-દુઃખની લાગણી એ જ કાળ. આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અવગાહના ગતિ અને સ્થિતિ એક સરખી રીતે જેમ સંસારીજીવ અને પુદ્ગલદ્રવ્યને આપે છે, તેમ કાળ કાંઈ બધાનો એક સરખો જતો નથી. કાળ સમ નથી પણ વિષમ છે. કારણ કે તે જીવની લાગણીના ભાવો છે. જે સર્વનાં જુદાં જુદાં છે. તેમ એક જ વ્યક્તિના પણ ભાવ કાળાંતરે જુદાં જુદાં છે. આમ ભાવના ભેદ એ જ કાળ છે. સંસારી જીવ અને પુદ્ગલદ્રવ્યમાં જે ક્રમિકતા ચાલી આવે છે એ પણ કાળ છે. સંસારી જીવના જ્ઞાન ઉપયોગમાં પ્રતિસમયે જે ધારા વહી રહે છે, એમાં મોહાદિભાવો અને સુખદુ:ખના વેદનરૂપી જે વહેણ વહે છે તેનું નામ કાળ છે. આપણું અપૂર્ણજ્ઞાન, અલ્પજ્ઞાન, ક્રમિકજ્ઞાન, ભ્રામિકજ્ઞાન, માયિકાન છે તે કાળ છે. અત્રે પૂર્ણ અને અપૂર્ણનો ખુલાસો કરી લઈએ કે.......જે દ્રવ્યના જે પોતાના ભાવ (ગુણ) હોય તે કાળાંતરે પ્રાપ્ત થાય તે જ તે દ્રવ્યની અપૂર્ણતાની નિશાની છે. જે દ્રવ્યના જે પોતાના ભાવ (ગુણ) હોય તેની સમકાળ અર્થાત્ યુગ્મદ વિદ્યમાનતા (Existance) તે જ તે દ્રવ્યની પૂર્ણતા ! નિશ્ચયથી આપણું માનસ, મનોદશા, અવસ્થા એ કાળ છે. જ્યારે પદાર્થ (દ્રવ્ય) સંબંધી તે ભૌતિકપદાર્થના પરિવર્તનો એ કાળ છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ કાળનો નિકાલ - પર્યાય એ જ સમય છે. સમય માત્રામાં પર્યાય પરિવર્તનને પામે છે. કાળ એટલે પુગલદ્રવ્યમાં થતો સંકોચ-વિસ્તાર, સર્જન-વિસર્જન, સંયોગ-વિયોગ, ઉત્પાદ-વ્યય, ગતિ-સ્થિતિ અને પરિવર્તનતા-પરિભ્રમણતા. પરિવર્તનતા, પરિભ્રમણતા, ક્રમિકતા, અનિત્યતા એનું જ નામ કાળ. ક્રમ છે ત્યાં કાળ છે. અક્રમ છે ત્યાં કાળ નથી. ગુણપર્યાય એ કાળ અને ભાવ છે. સંયોગ સંબંધમાં કાળ હોય છે, એ સંયોગ સંબંધ એનું જ નામ કાળ. કાળભેદ : કાળ ક્યાં હોય ? કાળ કોને લાગુ પડે ? કાળના ભેદ કયાં કયાં ? હવે આ પ્રશ્નોની વિસ્તૃત વિચારણા કરીશું. જ્યાં વિનાશીતા અને ક્રમ હોય છે ત્યાં કાળ હોય છે. જ્યાં અવિનાશીતા અને અક્રિમકતા હોય છે, ત્યાં કાલાતીતતા અર્થાત્ અકાલ અવસ્થા હોય છે. કાળને કોઈપણ ઠેકાણે દ્રવ્ય તરીકે લેવું નહિ. કાળ એ અસ્તિકાય જ નથી. છતાં કાળને દ્રવ્ય કહેલ છે તે ઉપચરિત દ્રવ્ય તરીકે ગણાવેલ છે. પારમાર્થિક રીતે કાળ દ્રવ્ય નથી. સંસારીજીવને કાળ એ અધ્યાસ છે. આપણને કર્મજનિત ક્રમિક અવસ્થાઓનું જે વેદન છે તે જ આપણા સંસારી જીવોને માટે કાળ છે. પુદ્ગલદ્રવ્યમાં દ્રવ્યની ક્રમિક અવસ્થાઓ છે, પણ તેને કોઈ વેદનઅનુભૂતિ નથી. વાસ્તવિક તો સંસારી જીવોને પાપના ઉદય અને ઉદયમાં અને સુખમાં પણ ક્રમિક અવસ્થા છે. તેથી ત્યાં પણ કાળ છે અને છતાં ય કાળ ક્યાં વીતી જાય છે એની ખબર પડતી નથી. કાળનો ત્યાં અનુભવ થતો નથી. જ્યારે એથી વિપરીત દુઃખમાં દુઃખની એક ક્ષણ પણ લાખ વર્ષ જેવી લાગે છે. બાકી સુખમાં, સુખના લાખો વર્ષ ક્ષણ જેવાં લાગે છે. આમ કાળની વ્યાખ્યા બે પ્રકારે થઈ શકે. એક તો ક્રમિકતા છે તે કાળ છે અને બીજું વેદન છે તે કાળ છે. એમાં ય દુઃખ વેદન છે તે કાળ છે. વિદ્યમાન કેવલિ સર્વજ્ઞ ભગવંતોને અધાતકર્મના ઉદયની ક્રમિક અવસ્થા અંગે કાળ છે. પરંતુ તે અવસ્થામાં કાળ હોવા છતાં વેદન નથી. એ અવસ્થામાં સદા સર્વદા એક સરખો સ્વરૂપાનંદ સહજાનંદ વર્તે છે. આમ અહીં અવસ્થાનિત કાળ હોવા છતાં વેદન જનિત કાળ નથી. આના પૂલ ઉદાહરણમાં નિંદ્રાને ગણાવી શકાય. નિંદ્રાવસ્થાનો કાળ છે પણ નિદ્રિત વ્યક્તિને પોતાને નિંદ્રામાં કાળની ખબર નથી. કાળગણના નથી અને કાળ નથી માટે જ નિંદ્રિત વ્યક્તિને Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ વૈકાલિક આત્મવિજ્ઞાન નિંદ્રામાં દુઃખ હોતે છતે દુ:ખની અસર નથી. દુઃખ વેદન નથી. તેવું જ મૂર્છામાં અને ઘેનમાં બને છે. આથી આગળ સિદ્ધ પરમાત્મા ભગવંતોને અઘાતીકર્મ પણ નથી માટે તેઓને ક્રમિક અવસ્થા પણ હોતી નથી. તેથી તેમને અવસ્થા કે વેદન ઉભય અપેક્ષાએ કાળ નથી. તેઓ સર્વ કાળાતીત-અકાલ છે. સુખી જીવને ક્રમિક અવસ્થા અંગે કાળ છે અને સુખવેદનની અપેક્ષાએ કાળની અનુભૂતિ ન હોવા છતાં પણ એ સુખનો ય અંત આવે છે ત્યારે દુઃખ આવે છે. એ અપેક્ષાએ સુખને કાળ છે. જ્યારે દુઃખીને અર્થાત્ દુઃખ વેદન કરનાર જીવને તો ક્રમિક અવસ્થા અને દુ:ખવેદન ઉભય પ્રકારે કાળ છે. જે અદેહી છે તે કાળાતીત-અકાલ છે. જે વિદેહી છે તે કાળ અસરથી મુક્ત છે. માત્ર સદેહી છદ્મસ્થ સંસારી જીવોને કાળની અસર છે. કાળના મુખ્ય ભેદ (૧) અનાદિ-અનન્ત (૨) સાદિ અનન્ત (૩) અનાદિ સાન્ત અને (૪) સાદિ સાન્ત-ચાર છે. આ ચાર મુખ્ય ભેદ સમગ્ર બ્રહ્માંડની રચનાની અપેક્ષાએ ગણાવેલ છે. જેનો અંત હોય તે અનિત્ય. પછી શરૂઆત હોય તો તે સાદિ સાન્ત જેમ કે પુદ્ગલપર્યાય અને સંસારી જીવોના ભવ પર્યાય અને જો શરૂઆત ન હોય તો અનાદિ સાન્ત જેમ કે સંસારી જીવના અનાદિના ભવભ્રમણનો અંત થઈ શીવ સ્વરૂપ-સિદ્ધ સ્વરૂપ પરિણમન થવું. તે જ પ્રમાણે જેનો અંત નથી તે નિત્ય છે. પછી તેની શરૂઆત હોય તો તે સાદિ-અનંત જેમ કે સિદ્ધ સ્વરૂપી જીવોની સિદ્ધ થયા બાદ સિદ્ધાવસ્થાની સ્થિતિ અને જેની શરૂઆત ન હોય તો તે અનાદિ-અનંત જેમ કે આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. સંત કવિ મીરાંબાઈએ પ્રભુભક્તિમાં ગાયું છે કે..... " મીરાં ને હરિની પ્રીત જગથી પુરાણી..." આ પદમાં મીરા પરમાત્માને કાળથી અનાદિ-અનંત જુએ છે અને પોતાના આત્માને પણ આત્મા અજરામર અવિનાશી હોવાથી અનાદિ-અનંત જુએ છે. નિત્ય જુએ છે. જ્યારે જગતને સાદિ-સાન્ત ભાવે અનિત્ય જુએ છે. કેમ કે આત્મા અને પરમાત્મા ઉભય સ્વયંભૂ, અનાદિ, અનુત્પન્ન, અવિનાશી છે. જ્યારે જગત વહેણ (પ્રવાહ)થી અનાદિ અનન્ત હોવા છતાં બનાવથી, Page #258 -------------------------------------------------------------------------- ________________ કાળનો નિકાલ ૨૪૯ ઘટનાથી (Events) સાદિ-સાન્ત છે. અર્થાત્ જગત સાદિ-સાન્ત પૂર્વક અનાદિ અનન્ત છે. ઉદાહરણ રૂપે...નદીનો પ્રવાહ એનો એ જ પણ પાણી એનું એ નહિ. દીવો એનો એ જ પણ બળી ગયેલું ઘી તેનું તે જ નહિ. આ દૃષ્ટિએ ભક્તજ્ઞાની કવિ સંત મીરાંબાઈએ ઉપરોક્ત પદ દ્વારા કાળની સુંદર સમજ આપણને આપી છે. ‘છે'-છે' અને ‘છે' તે અનાદિ-અનંતને સૂચવે છે જે સંતનો ખરો અર્થ છે. ‘નથી’- છે અને છે એ સાદિ-અનંતને સૂચવે છે, જે સિદ્ધાવસ્થા છે. જ્યારે ‘છે’-‘નથી’ અને ‘નથી’ એ અનાદિ સાન્તને સૂચવે છે, જે સિદ્ધ ભગવંતોનો ભૂત સંસાર પર્યાય છે અને ‘નથી’-‘છે' અને ‘નથી' એ સાદિ સાન્ત વિનાશી પર્યાયોને સૂચવે છે. ક્ષય થાય. અંત આવે તો કાળ. ક્ષય થતો ન હોય, અક્ષય સ્થિતિ હોય, અંત આવતો ન હોય તો તે અનંત હોય જેને કાળ ન હોય. છદ્મસ્થ સંસારી જીવની દશા સાદિ સાન્ત, અનિત્ય ને વિનાશી એટલે કે ક્રમિક હોવાથી ભેદરૂપ છે. તેથી કરીને જ કાળના ભૂત - ભવિષ્યને વર્તમાન એવાં ત્રણ વ્યાવહારિક ભેદ પડે છે. અનુત્પન્ન ભવિષ્યકાળ વર્તમાનરૂપે પરિણમીને નષ્ટ થઈ ભૂતકાળરૂપે પરિણમે છે. ભૂતકાળ એટલે નષ્ટ વર્તમાન જેનું સ્મરણ છે પણ અનુભવન કે વેદન નથી. જ્યારે ભવિષ્યકાળ એ અનુત્પન્ન છે અને વર્તમાનકાળ રૂપ બને છે. જેનાં સપનાઁ છે-કલ્પના છે, પણ અનુભવન કે વેદન નથી. અનુભવન-વેદન તો માત્ર વર્તમાન સમયનું હોય છે, ભૂતકાળને ખતમ કરી, ભવિષ્ય ઉદ્યમ-પુરુષાર્થ-વીર્યશક્તિમાં છે. ભવિષ્યના નાશે ભૂતકાળનો નાશ થાય છે. ભવિષ્ય, વર્તમાન બનીને ભૂત બને છે. વર્તમાનકાળનો કર્મબંધ સત્તામાં ભૂતરૂપ બને છે જે ઉદયકાળે વર્તમાનરૂપ બનીને પાછો સત્તામાં બંધરૂપ ભૂતરૂપ બને છે. આમ કર્મબંધના સત્તા-ઉદયરૂપ ચકરવા ચાલુ રહે છે. પ્રારબ્ધ એટલે ભવિષ્યકાળ જેમાંથી ક્રમિક પર્યાયો થવાના બાકી છે. પુદ્ગલ દ્રવ્યને અનાદિ ભૂતકાળ અને અનંતો ભવિષ્યકાળ છે. દેહનું જ્યાં ભાન છે ત્યાં કાળ અને ક્ષેત્રના ભેદ છે. દેહનું જ્યાં ભાન નથી ત્યાં કાળ અને ક્ષેત્રનું ય ભાન નથી. ઉદાહરણ તરીકે નિંદ્રા, મૂર્છા, ઘેન, ધ્યાન અને સમાધિ અવસ્થાને લઈ શકાય. જે દેહને પોતાનો માને નહિ તેને જ્યોતિષ શાસ્ત્ર શું ઉપયોગી ? જેને દેહભાવ લાગુ પડેલ હોય તેને માટે ભવિષ્યકાળ અને જ્યોતિષ શાસ્ત્ર છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સૈકાલિક આત્મવિજ્ઞાન - જ્યોતિષની કુંડલીના બાર ખાના (સ્થાન)માં પહેલું જ ખાનું દેહ અંગેનું છે. બાકીના અગિયાર ખાનાનું વળગણ અને વિચાર દેહ હોય ત્યાં સુધી દેહભાવ વાળાને દેહ અંગે છે. અનંતા ભૂતકાળનો વિચાર કરી ભવિષ્યકાળને ખતમ કરવા જેણે માર્ગ અપનાવ્યો છે તે મહાત્મા છે. દ્રવ્ય મહાન નથી. ક્ષેત્ર મહાન નથી. પરંતુ કાળ મહાન છે. કાળને જીતવો તે અધ્યાત્મ છે. કાળનો કોળિયો કરી જઈ ત્રિકાળ સર્વજ્ઞતાને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય આત્મામાં છે. માટે આત્મા મહાન છે, જે આત્મા, મહાત્મા અને પરમાત્મા બની શકે છે. આપણી આત્માની ક્ષણિક, ક્રમિક, અનિત્ય, વિનશ્વર દશા છે તે કાળ છે. સિદ્ધ પરમાત્માને કોઈ કાળ નથી. માટે જ અરિહંત સિદ્ધ ભગવંતો આત્મા પરમાત્મા કહેવાય છે. તેઓ ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞ છે. કાળના સમય (કાળનો અવિભાજ્ય નાનામાં નાનો સૂક્ષ્મ એકમ) અનંત છે. અનંત સમયનું જ્ઞાન એક સમય માત્રમાં કેવલજ્ઞાની, અરિહન્ત સિદ્ધ પરમાત્માને છે. કેવલજ્ઞાનનો સમય એક છે. આપણા છદ્મસ્થના જીવન ઉપર ભવિષ્યના ચક્રો, કાળચક્રો પસાર થવાના હોય છે તેથી જ ભવિષ્યની ચિંતા-ભય આદિ હોય છે. અત્રે સમયની વાત નીકળી છે તો તે વિષે પણ સમજી લઈએ કે સમય શું છે ? કાળની ગણના માટે કાળના વિભાગ કરવામાં આવ્યા છે. વર્તમાનમાં આપણી સ્કૂલ ગણનામાં કાળનો નાનામાં નાનો અંશ એકમ તે સેકન્ડ છે. જે સેકન્ડનું પણ વિભાજન કરીને વર્તમાનમાં અવકાશયાનને અવકાશમાં તરતા મૂકવા માટેના વિજ્ઞાને નેનો સેકન્ડના એકમથી કાળની ગણતરી કરવા માંડી છે. જે એક નેનો સેકન્ડ આપણી સેકન્ડનો એક લાખ અબજમો ભાગ જેટલો સૂક્ષ્મ છે. જૈનદર્શને તેથી ય આગળ સૂક્ષ્મ વિચારણા કરી કાળના નાનામાં નાના અવિભાજ્ય એકમને “સમય” તરીકે ઓળખાવેલ છે. જે “સમય” ની જાણ માત્ર કેવલિ ભગવંતોને જ છે. એની સમજ આપણા છઘ0ની પહોંચની બહાર છે. એક સમય, એક પુગલ પરમાણુ અને ચૈતન્યરૂપ જીવનું ક્ષણિક મન એટલે કે ચિશક્તિ આ ત્રણેય તત્ત્વ જો સમજાઈ જાય તો સમસ્ત જગત સમજાઈ જાય. આ ત્રણેને એક માત્ર કેવલિ સર્વજ્ઞ ભગવંતો જ જાણી ને Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ કાળનો નિકાલ સમજી શકે છે. સમસ્ત જગત આ ત્રણેનો વિસ્તાર છે. આપણો વ્યવહાર અસંખ્ય સમયનો છે જેનો વિસ્તાર અનંત (Infinity) છે. કાળના ભેદ છે તે ક્રમના છે જે સમય, પળ, વિપળ, ઘડી, પહોર, દિવસ, રાત્રી, અહોગત્રી, સપ્તાહ, પખવાડિયું, માસ, વર્ષ, યુગ, આદિ એકમોમાં વહેંચાયેલ છે. વર્તમાનનો આપણો વ્યવહાર સેકન્ડ, મિનિટ, કલાક આદિ એકમોથી છે. ભવિષ્યની વાતો કરવાનો અધિકાર જેને ભવિષ્યનું જ્ઞાન હોય તેને છે. જે ભવિષ્ય જોઈ ન શકે તેને ભવિષ્યની વાતો કરવાનો કોઈ અધિકાર નથી. તેણે તો પુરુષાર્થ જ કરવો જોઈએ. જ્યોતિષ એટલે જ્યોતિ + ઇશ અર્થાત જે પ્રકાશનો ઈશ્વર છે. એ એકમાત્ર કેવલિ ભગવંતો જ છે. વર્તમાનકાળની આપણી કરણી આપણું ભાવિ ઘડે છે. માટે આપણો અધિકાર વર્તમાનમાં સારી કરણી કરવાનો પુરુષાર્થ ખેડવાનો છે. તે જ પ્રારબ્ધઉક્વલ ભાવિ આપણા પુરુષાર્થના ચરણમાં આળોટવા આવશે. માટે જ શાસ્ત્રકાર પરમર્ષિઓએ ફરમાવ્યું છે કે " બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શો સંતાપ ! " ધર્મ એટલે ભવિષ્યકાળનો નાશ કરવો તે. અર્થાત ભવોને ટાળવા. ભવોનો અંત લાવવો. ભવાંત કરવો. ભવચક્રમાંથી છૂટવું. ભાવિનો અંત લાવવો એટલે કે અજન્મા-અદેહી બનવું. માટે જ સાધુ ભગવંતો " વર્તમાન જોગ", " અવસરે" આદિ યથાયોગ્ય (Appropriate) શબ્દનો પ્રયોગ પોતાના રોજબરોજના વ્યવહારમાં કરે છે. ધર્મરાજા યુધિષ્ઠરના જીવનમાં બનેલ પ્રસંગ અહીં ખૂબ બોધદાયક છે. ધર્મ એટલે એવો સુજ્ઞજન કે જેને એક સમય પછી શું થવાનું છે એની ખબર નથી. એટલે ભાવિમાં શું બનવાનું છે તેની પરવા નથી. પરંતુ ભાવિની ખબર નથી માટે વર્તમાનમાં ખબરદાર (સાવધાન-જાગૃત) રહીને વર્તમાન સમયનો સદુપયોગ કરી લે છે જેથી ભાવિની તેને લેશમાત્ર ચિંતા રહેતી નથી. ધર્મી એટલે આત્મામાં રહેવું. આત્મામાં વાસ્તવિક દેશ-કાળ છે નહિ. વર્તમાનકાળ સ્વનો એટલે કે પોતાનો છે. જ્યારે ભૂત અને ભવિષ્યકાળ પર છે. ભૂતકાળ નષ્ટ છે. જ્યારે ભવિષ્યકાળ અનુત્પન્ન અગમ અગોચર છે. વર્તમાનકાળ આપણા હાથમાં છે. એને જો સુધારીશું તો ભવિષ્યકાળ જે અનુત્પન્ન Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ વૈકાલિક આત્મવિજ્ઞાન છે તે ખોટી રીતે ઉત્પન્ન થશે નહિ, અને ભૂતકાળ તો નષ્ટ જ છે એટલે એની ફિકર નથી. અર્થાત્ ‘છેવટ સારું તેનું સહુ સારું'. જે વર્તમાનકાળ ભૂત-ભાવિ સાપેક્ષ છે તે અનિત્ય છે. જે વર્તમાનકાળ ભૂત-ભાવિ નિરપેક્ષ છે તે નિત્ય છે. ભૂતકાળ દૃષ્ટાંતરૂપ છે. ભવિષ્યકાળ લક્ષ્યરૂપ છે. કાળના ભેદે ભાવ છે અને ભાવના ભેદે કાળ છે. અર્થાત્ ૠતુ અને પર્વ અનુસારે ભાવ છે અને આત્મભાવમાંથી દેહભાવમાં સરકી પડતાં ભાવથી કાળ છે. દેશ અને કાળ : દેશ એટલે ક્ષેત્ર. ક્ષેત્રભેદ એટલે કે અવગાહના ભેદ. ક્ષેત્રના ભેદ છે એ દેશના ભેદ છે જે સ્કંધ - દેશ - પ્રદેશ છે. ક્ષેત્રભેદ તત્કાળ સમકાળ હોય છે. જ્યારે કાળભેદ કાળાંતરે-સમયાંતરે હોય છે. કાળભેદ વિષે અગાઉ વિચારી ગયા છે. દેશ અને કાળના ભેદનો ઉપયોગ ધર્મ માટે જરૂરી છે. પરંતુ દેશ અને કાળના ભેદોનું બંધન ધર્મને કે ધર્મીને નથી હોતું. આર્યક્ષેત્ર અને પર્યુષણકાળ હોય તો ધર્મ સારી રીતે થાય. પરંતુ ધર્મ અને ધર્મી અનાર્યક્ષેત્રે અને વિપરીત કાળમાં પણ જો ટકવા ધારે તો ટકી શકે એમ હોય છે. ધર્મ તો ભાવ સ્વરૂપ છે માટે પ્રતિકૂળ દેશ(ક્ષેત્ર) અને પ્રતિકૂળ કાળે પણ ભાવધર્માલંબને ભાવસ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છે. દેશ અને કાળના ભેદો તથા દેશ અને કાળના બંધન તો અર્થ અને કામને છે. ધર્મ અને મોક્ષ પુરુષાર્થને દેશ અને કાળના ભેદ નડતા નથી. પિસ્તાલીસ લાખ યોજનની સિદ્ધશીલા ઉપર પિસ્તાલીસ લાખ પહોળાં તીર્કાલોકના પ્રત્યેક ક્ષેત્રથી, પ્રત્યેક કાળે આવેલ સિદ્ધ પરમાત્માઓ સિદ્ધારૂઢ થયેલ છે. જે સર્વ ક્ષેત્રાતીત અને કાળાતીત થઈને સ્વરૂપ ઐક્યને પામ્યા છે. સાધુ ભગવંતને અતિથિ-અભ્યાગતનું સંબોધન કરવામાં આવેલ છે, તે એ જ સૂચવે છે કે એમને ક્ષેત્ર અને કાળના બંધન છે જ નહિ. દેશ કાળ એમને બાધક છે જ નહિ. એટલું જ નહિ પણ કોઈ દેશ-કાળ તેમને બંધનરૂપ નથી. અધ્યાત્મસાર ગ્રંથના શ્લોક ૭૦૭ માં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા આ બાબત ફરમાવે છે કે.... Page #262 -------------------------------------------------------------------------- ________________ કાળનો નિકાલ ૨૫૩ સર્વાસુ મુનયો દેશકાલાવસ્થાસુ કેવલમ્ | પ્રાપાસ્તનિયમો નાડસાં નિયતો યોગસુસ્યતા || ક્ષેત્ર ક્યાં તો સીમિત છે કે અસીમ છે. જ્યારે કાળ એક સમયરૂપ કે મર્યાદિત છે યા તો અનંતો છે. નિત્ય - અનિત્યની વાતો કાળ આશ્રિત છે. જ્યારે સીમિત - અસીમની વાતો ક્ષેત્ર આશ્રિત છે. જ્યારે સુખ દુઃખનું વેદન ભાવમિશ્રિત છે. સવાલ જીવના સુખનો છે. જીવના ભાવનો છે. જીવ ક્ષેત્રાતીત અને કાળાતીત થાય તો એનો ભાવ એના સ્વભાવને પામે. અર્થાત્ અક્ષય-અવ્યાબાધઅગુરુલઘુ એવાં અનંત શાશ્વત સુખને પ્રાપ્ત કરે. ક્ષેત્ર અને કાળ જીવની પુદ્ગલદ્રવ્ય આશ્રિત કથા અને ઇતિહાસ છે. ઈતિહાસ-ભૂગોળ અને ભૂત-ભવિષ્ય તથા વર્તમાનકાળ મતિજ્ઞાની માટે કાલ્પનિક છે. જ્યારે દિવ્યજ્ઞાની માટે તે પ્રત્યક્ષ છે. ઈતિહાસ એ કાળકથી છે જ્યારે ભૂગોળ એ દેશકથા - ક્ષેત્રકથા છે. સિદ્ધ પરમાત્માની સિદ્ધ થયા પછીની કોઈ કથા નથી. પરંતુ એમના પૂર્વભવની કથા છે જે કહેવાય છે અને વંચાય છે. સિદ્ધ પરમાત્મા સિદ્ધ થયા બાદ કથારહિત થયા છે. પુદ્ગલદ્રવ્યો અને સંસારીજીવોની કથા ચાલુ રહેવાની છે કેમ કે તેમાં નામ-નામાંતરતા ને રૂપ-રૂપાંતરતા અર્થાત્ પરિભ્રમણ અને પરિવર્તનની ક્રિયા સતત ચાલુ છે. દિશા એટલે દેશકાશ. દેશકાશ ધર્મ-અધર્મ-આકાશ અને પુદ્ગલાસ્તિકાયને હોય છે. આત્મા એના શુદ્ધ સ્વરૂપમાં દેશાતીત છે. જે પદાર્થ દેશના બંધનમાં હોય તે કાળના બંધનમાં હોય. આત્મા એના કેવલજ્ઞાનમાં એક જ સમયે સર્વક્ષેત્રના સર્વ દ્રવ્યોને તેના સર્વ-ગુણ પર્યાય યુક્ત જુએ છે - જાણે છે. આમ આત્મા એની જ્ઞાનશક્તિથી ક્ષેત્ર તથા કાળ અપરિચ્છિન્ન છે - અખંડ છે - અલગ છે. કાળ એ પર્યાય ભેદ છે. જ્યારે દેશ એ ક્ષેત્રભેદ છે. આત્મા સ્વરૂપથી દ્રવ્ય અને ભાવરૂપ છે. દેશ અને કાળરૂપ નથી. ક્ષેત્રથી ચૌદ રાજલોક યા તો સમગ્ર લોકાલોક એટલે કે બ્રહ્માંડ અને કાલથી ત્રિકાલ અનાદિ-અનંતકાળ એ જ બે મહાન તત્ત્વો છે. આ બે તત્ત્વ ઉપર જો આત્મા વિજય મેળવી દેશાતીત-કાલાતીત થાય તો જ્ઞાનથી એ મહાનસર્વોચ્ચ બને છે. સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી બને છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સૈકાલિક આત્મવિજ્ઞાન દ્રવ્યથી પણ મહાન અને ક્ષેત્ર અર્થાત આકાશથી પણ મહાન તત્ત્વો કાળ અને ભાવ છે. ધર્મક્ષેત્રે કાળનો નાશ કરવા માટે ક્રિયા કરવાની હોય છે. જ્યારે સંસારક્ષેત્રે કાળ વધારવા માટેની ક્રિયા થતી હોય છે. ભાવ સાચો તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ સાચા દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી અંતે તો ભાવમાં જવાનું છે. દેશ અને કાળ ઉપર વધારે વિગતે સમજવા માટે સ્વામી માધવ તીર્થનું પુસ્તક દેશકાળ જેનું અંગ્રેજી ભાષાંતર 'Time & space' નામે પણ થયું છે એ જિજ્ઞાસુને જો મળે તો જોઈ જવા ભલામણ છે. કેવલજ્ઞાન અને કાળ : કેવલજ્ઞાન એક જ છે કે એનું એ જ છે. યા તો એવું ને એવું જ છે. જ્યારે એક પછી બીજો ખવાતો કોળિયો એવો ને એવો ખરો પરંતુ એ જ નહિ. નદીનો પ્રવાહ એ જ પણ પાણી એનું એ નહિ. કેવળજ્ઞાન જે સમયે પ્રગટ થયું તે સમયે જે છે, જેવું છે તે જ અને તેવું સમયાંતરે છે. અનંતકાળ પછી અર્થાત સર્વદા એનું એ જ છે. પરમાત્મ તત્ત્વ દેશ અને કાળથી અતીત છે. પરમાત્મ તત્ત્વ દ્રવ્ય અને ભાવ ઉભયાત્મક છે, એક છે, અભેદ છે. જ્યારે છબસ્થનું દ્રવ્ય (જીવાત્મા) એ દેશ-કાળ-ભાવ આશ્રિત હોવાથી અને દેશ-કાળ પરિવર્તનશીલ હોવાના કારણે તેના દ્રવ્ય અને ભાવ પણ પરિવર્તનશીલ છે. જયારે પરમાત્માના પરમાત્મા તત્ત્વના ક્ષેત્ર અને કાળ અપરિવર્તનશીલ (સ્થિર) હોવાથી તેમના દ્રવ્ય અને ભાવ પણ અપરિવર્તનશીલ (સ્થિર) હોય છે. કેવલજ્ઞાની કેવલજ્ઞાનને વેદે છે એ સ્વસંવેદરૂપ છે. કેવલજ્ઞાની સ્વસ્વરૂપને વેદે છે, જ્યારે પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કેવલજ્ઞાનમાં દેખાય છે - જણાય છે કેમ કે પ્રતિબિંબિત થાય છે. જેવાં હોય તેવાં અને જેવડાં હોય એવડાં જ અચલ રૂપે આબેહૂબ દેખાય છે તે સિદ્ધ જ્ઞાતા-દષ્ટ ભાવ છે. કેવલજ્ઞાનીને અનાદિ-અનંત જણાય છે. એક જ સમયે ત્રણે કાળના સર્વ પદાર્થના સર્વ પર્યાયોને એઓ જાણે છે. આ વ્યાખ્યા જે કેવલજ્ઞાનીના કેવલજ્ઞાનને સમજાવવાને માટે કરવામાં આવેલ છે તે છબસ્થની છબસ્થતાની અપેક્ષાએ છદ્મસ્થની સમજણમાં કેવલજ્ઞાનની સમજણ ઉતારવા માટે કરવામાં આવેલી વ્યાખ્યા છે. બાકી તો છઘસ્થથી આકાશ માપી શકાય નહિ, તારા ગણી શકાય નહિ, દરિયો ઠાલવી શકાય નહિ, તેમ કેવલજ્ઞાન સમજી શકાય નહિ. સિવાય કે સ્વયં કેવલજ્ઞાની બને. એ તો માંહી પડ્યા તે માણે એના જેવું છે. કેમકે સ્વસંવેદ્ય છે. ભાવતત્ત્વ છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ કાળનો નિકાલ ૨પપ ભાવતત્ત્વની સ્વાનુભૂતિ જ હોય. સાકર મીઠી છે એ સમજાવાય નહિ. સાકરની મીઠાશનો સ્વાદ અનુભવાય ત્યારે જ એની મીઠાશ સમજાય. છદ્મસ્થનું જ્ઞાન ત્રણે કાળના ભેદરૂપ છે. એણે જાણ્યું, એ જાણે છે અને એ જાણશે એવાં છદ્મસ્થની ક્રિયાના કાળથી ભૂત, વર્તમાન અને ભવિષ્ય એવાં ભેદ પડે છે. જ્યારે કેવલિનું જ્ઞાન જીવન અને ભોગ ત્રણે એકરૂપ છે. અભેદ છે. પર વસ્તુનું ભોકતૃત્વ નીકળી જતાં કેવલજ્ઞાનનું પ્રાગટીકરણઅનુભવ થાય છે. પર વસ્તુના ભોફ્તત્વના કારણે જ કાળના ત્રણ ભેદ પડી જાય છે. માટે જ છદ્મસ્થના જીવન-જ્ઞાન અને ભોગ ત્રણ કાળરૂપ અર્થાત ભેદરૂપ બની જાય છે. ભેદરૂપ તત્ત્વ અભેદરૂપ તત્ત્વને પકડી નહિ શકે. સાદિ-સાન્ત ભાવોથી અનાદિ-અનંત, સાદિ-અનંત તત્ત્વ નહિ સમજાય. આત્મા સ્વક્ષેત્ર-કાળ - ભાવનો ભોક્તા બને તો સુખી થાય. પરંતુ આત્મા પર ક્ષેત્ર-કાળ-ભાવનો ભોક્તા બન્યા હે તો દુઃખીનો દુઃખી જ રહે. ધ્યાનમાર્ગની સાધનામાં સ્વ ક્ષેત્ર-કાળ-ભાવનું ભોકતૃત્વ છે તેથી જ ધ્યાનમાં શાંતિ-સુખ-સમાધિની પ્રાપ્તિ સહજ થાય છે. સિદ્ધ પરમાત્માના સિદ્ધ સ્વરૂપને આપણા જ્ઞાન ઉપયોગમાં લઈએ છીએ. અર્થાત જ્ઞાન ઉપયોગમાં સિદ્ધત્વને શેય બનાવીને આપણે એની અસર લઈએ છીએ. તેમ આકાશાસ્તિકાયના અવગાહના પ્રદાનત્વ તત્ત્વનો ઉપયોગ સ્પર્શ સંબંધ દ્વારા ક્રિયામાં કરીએ છીએ. આકાશાસ્તિકાયમાં અવગાહના પ્રદાનત્વ, ધર્માસ્તિકાયમાં ગતિ પ્રદાનત્વ અને અધર્માસ્તિકાયાં સ્થિતિ પ્રદાનતત્વ છે જ્યારે સંસારી છબસ્થ જીવોના જ્ઞાનદર્શન ઉપયોગમાં કાળ તત્ત્વ છે. જીવના વર્તમાન જ્ઞાન-દર્શન ઉપયોગ જે સાદિ-સાત્ત ભાવના છે તે જ કાળ છે અને તે ઉપયોગ બીજા સમયે બીજી જ ક્ષણે વિનાશ પામેથી ફરી જીવ તે ઉપયોગનો ઉપભોગ-વેદન કરી શકતો નથી. છદ્મસ્થનો ઉપયોગ ક્ષણિક સ્વ અને કાળ પર હોવાથી કાળ અરૂપી છે, અભોગ્ય છે, કેમ કે સમયાંતરે પર છે. ઘેન, મૂછ, નિંદ્રા, ધ્યાન, સમાધિમાં જીવને કાળની ખબર પડતી નથી. તેમ સુખમાં પણ જીવને કાળ ક્યારે કેટલો વ્યતીત થયો તેની જાણ થતી નથી. ક્લેશ-ઉદ્વેગ-આદિ માનસિક સંતાપકાળમાં, દુઃખમાં તથા અશાતા. વેદનીયના કાયિક દુઃખમાં જીવને ઝાઝે ભાગે કાળની ખબર પડે છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ વૈકાલિક આત્મવિજ્ઞાન બાકી કેવલજ્ઞાનમાં - તુર્યાવસ્થામાં આ કાળ તત્ત્વ નથી. મતિજ્ઞાનના ઉપયોગમાં કાળનું સ્વરૂપ સાદિ-સાન્ત છે. જ્યારે નિરાવરણ કેવલજ્ઞાન સાદિઅનન્ત છે જે સ્વરૂપ અપરિવર્તનશીલ છે. અપરિચ્છિન્ન છે. કાળ અને સાધના : વર્તમાનકાળ ધર્મ પરિણામ વડે સુધારવાથી ભવિષ્યકાળ સુધરવાનો જ છે. મલિન-દૂષિત જલને નિર્મળ કરવાનું સાધન તો ગળણી (Filter) છે. ગળણી વચ્ચે મૂકી દેવાથી અસ્વચ્છ પાણી સ્વચ્છ થઈને આવે છે. એમ વર્તમાનમાં ધર્મજનિત ભાવ (પરિણામ) રૂપી ગળણી જો મૂકી દઈશું તો બધો ય ભવિષ્યકાળ ગળાઈ - ચળાઈને સ્વચ્છ-શુદ્ધ-શુભ બનીને અવતરશે. ઉદ્ભવલ ભવિષ્યનું નિર્માણ થશે. પછી કર્મબંધ (ભૂતકાળ) ને જોવાની જરૂર નથી. મોહનીયનો ક્ષયોપશમ ચાલુ રહે છે. ધર્મનો અનુભવ-અનુભૂતિ વર્તમાનકાળમાં થાય છે. ભવિષ્યકાળમાં ધર્મ કરાતો નથી. અર્થાત્ ભવિષ્યકાળના ધર્મની અનુભૂતિ વર્તમાનકાળમાં થતી નથી. ૨૫૬ જાગૃત અવસ્થામાં ગુણ પ્રાપ્તિ વખતે દોષ રહિતતા આવે તો તેના ફળરૂપે ધ્યાન અને સમાધિ લાધે છે, જે ધર્મનું ફળ છે. એ તત્સમય છે. તે જ સમયે તત્કાળ આનંદ મળે છે. જ્યારે કર્મનું ફળ રોકડું તે જ સમયે નથી. પરંતુ જધન્યથી અંતર્મુહૂઁર્ત બાદ અને ઉત્કૃષ્ટથી ૭૦ કોડાકોડી સાગરોપમ બાદ છે. આમ ધર્મ એ રોકડાનો વેપાર છે તો કર્મ એ વાયદાનો વેપાર છે-ઉધારી છે. ધર્મ તત્ત્વને નથી તો ભૂત કે નથી તો ભવિષ્ય. ભૂત અને ભવિષ્ય તો કર્મ તત્ત્વ છે, કે જ્યાં પુદ્ગલના પર્યાયોના પરિવર્તનની આવશ્યકતા છે. ધર્મ તત્ત્વમાં તો આત્માના અપ્રગટ પ્રાપ્ત ગુણોનું પ્રાગટીકરણ છે. ઉદ્યમ વર્તમાનકાળમાં થાય. ઇચ્છા ભવિષ્ય માટેની હોય. એક જ સમય એ વર્તમાનકાળ અને સમયાંતર એટલે ભવિષ્યકાળ. ભવિષ્યકાળ જોવો - ઊભો રાખવો એ અધર્મ છે. ભવિષ્યકાળને ખતમ કરવો તે ધર્મ છે. કાળચક્રોને ખતમ કરવા અને કાળનો કોળિયો કરી અકાલ થવું તે ધર્મ છે. આત્મા સ્વરૂપથી અકાલ છે. એથી ધ્યાનમાં સમાધિમાં અકાલત્વ વેદાય Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭. કાળનો નિકાલ અર્થાત્ કાળનું ભાન ભુલાય, કાળાતીત થવાય તો આત્માનું અમરત્વ પમાય અર્થાત્ કેવલદર્શન - કેવલજ્ઞાનનું પ્રાગટ્ય થાય. ઉદ્યમ એટલે વીતરાયનો ક્ષયોપશમ જે વર્તમાનકાળમાં છે અને વર્તમાનકાળમાં કામમાં આવે છે. જીવ વર્તમાનરૂપ છે. ભવિષ્યકાળ અને ભૂતકાળ છે એટલે સંબંધ છે. પરંતુ ઉપયોગમાં તો વર્તમાનકાળ છે એટલે જીવ વર્તમાન સ્વરૂપ છે. કાળનો ખોરાક ક્રિયા અને જ્ઞાન છે. કાળ અનંતો છે. એટલે ક્રિયા બહુ કરવાની રહે છે. પરંતુ બહુ કરીએ તેના કરતાં બરોબર કરીએ તો કાળનો કોળિયો થઈ જાય. કાળનો કોળિયો કરવો હોય તો અકાલ એવાં પરમાત્માના ખોળામાં બેસવું જોઈએ. અકાલના ખોળે બેસવું એટલે કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર થવું. ધ્યાનસ્થ - સમાધિસ્થ - આત્મસ્થ થવું. જેમ ભાવની સૂક્ષ્મતા વિશેષ તેમ ક્રિયા ઓછી. કાળ ઓછો અને પરિણામ (Result) Qui ક્ષપકશ્રેણિનો કાળ માત્ર બે ઘડીનો છે અને ચૌદમા અયોગી ગુણસ્થાનક કે શૈલેશીકરણની પ્રક્રિયામાં “અ”, “ઇ”, “ઉ”, “ઋ', “” એ પાંચ હ્રસ્વારોના ઉચ્ચારણ જેટલો જ સમય લાગે છે. ' દેવ-ગુરૂ-ધર્મની આરાધના કરવાથી તેટલો સમય તામસ-રાજસ ભાવ કરતાં નથી અને આરંભ-સમારંભ ઇન્દ્રિયોના વિષય ભોગાદિથી બચીએ છીએ તે દૃષ્ટિએ સ્વ સમયનો - સ્વકાળનો સ્થૂલથી સદુપયોગ કર્યો કહેવાય. પરંતુ જો જ્ઞાનદશાએ, મોક્ષના લક્ષ્ય ઉપયોગનો જો સદુપયોગ થાય તો સકામ નિર્જરા થાય અને મોહનીયકર્મનો ક્ષયોપશમ યા ક્ષય થાય છે સૂક્ષ્મથી સ્વકાળનો સદુપયોગ છે. જીવનો આયુષ્યકાળ એ એનો વ્યવહારિક સ્વકાળ છે. એનો વ્યવહારથી ધર્મધ્યાન, ધર્માનુષ્ઠાનાદિ ધર્મક્રિયામાં ધર્મભાવમાં સદુપયોગ કરવો તે મોક્ષ પુરુષાર્થ છે. ભૂતવત્ - ભવિષ્યવત્ ન વિચારતાં માત્ર વર્તમાનકાળને સ્વકાળરૂપ બનાવીને આત્મભાવમાં - સ્વરૂપભાવમાં વર્તવું જેથી કાળાતીત બની શકાય. ભવિષ્યની ચિંતા કરવી એનું જ નામ પાપ મિથ્યાત્વ ! “વર્તમાનજોગ' શબ્દ આપણને એ જ સૂચવે છે કે વર્તમાનમાં વર્તે. “સમય વર્તે સાવધાન.” વર્તમાનનો ઉપયોગ કરી કાળાતીત થાઓ. s-17 Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સૈકાલિક આત્મવિજ્ઞાન આપણને " દેહ એ હું છું " અને કાળ ત્રણ ભૂત-ભવિષ્ય ને વર્તમાન છે એવાં દઢ સંસ્કાર છે. અધ્યાત્મમાર્ગમાં “દેહ એ હું નથી પણ "હું છું તે આત્મા છું તેમ જ કાળ ત્રણ નથી. અરે ! કાળ છે જ નહિ. " હું આત્મા કાલાતીત છું". એમ વિચારવાનું ને આચરવાનું છે. ધ્યેય-સાધ્યને લક્ષ્યમાં રાખી વર્તમાનમાં જે જેવું કરવા જેવું હોય તે તેવું કરવા વિષેનો ઉદ્યમ કરવો જોઈએ. ભૂત જે નષ્ટ છે ને ભવિષ્ય જે અનુત્પન્ન છે તેનો વિચાર સેવવો તે સંસારભાવ છે. ભૂત - ભવિષ્યકાળને વર્તમાનકાળમાં આપણે ઘાલીએ છીએ. એટલે વર્તમાનકાળ વ્યવહારિકકાળ બને છે. આપણે વર્તમાનકાળને પારમાર્થિક બનાવવાનો છે. જેથી ભૂત-ભવિષ્ય કાળ જ ન રહે. સિદ્ધ પરમાત્મા, કેવલિ ભગવંત માત્ર વર્તમાનરૂપ છે. જ્યારે વર્તમાનકાળ પારમાર્થિક બને ત્યારે કાળાતીત થવાય છે. વર્તમાન-ભૂત-ભવિષ્યરૂપ ન હોય. અને ભૂત-ભવિષ્ય વર્તમાનરૂપ ન હોય. ભૂત-ભવિષ્યને વર્તમાનમાં સ્થાપીને આપણે વર્તમાનને દબાવીએ છીએ. જેથી વર્તમાનકાળ આપણે વિભાવથી વિતાવીએ છીએ. જે મોહભાવ છે એ અજ્ઞાન છે અને તે સંસાર છે. વર્તમાનકાળ એ ભૂત-ભવિષ્ય નિરપેક્ષ નથી, ભવિષ્ય વર્તમાનરૂપ બનીને ભૂતરૂપ બને છે. જે પદાર્થ કાર્ય-કારણરૂપ પરિણમતો હોય તેને નિરપેક્ષ નહી કહેવાય. સિદ્ધ પરમાત્મા જે અદેહી છે તે અને અરિહંત ભગવંતો નિરપેક્ષ છે. બાકી કોઈ નિરપેક્ષ તત્ત્વ નથી. ભૂત-ભવિષ્યવત્ નિરપેક્ષ વર્તમાનને જોનારો આંધળો છે. ભૂત-ભવિષ્ય નિરપેક્ષ વર્તમાનમાં રહેનારો સાક્ષી છે. જ્ઞાતા-દષ્ટા છે. પરંતુ જો પર દ્રવ્યક્ષેત્ર-કાળ- ભાવ વર્તમાન ઉપયોગમાં આવી જાય તો તે સાક્ષીભાવ કે જ્ઞાતાદણ ભાવ નહિ કહેવાય. જે પદાર્થને વર્તમાનમાં જોઈએ તેને ભૂત-ભવિષ્યવત્ જોવાથી તે પદાર્થ પ્રત્યેના રાગ-દ્વેષ દૂર કરી શકાય છે. - વર્તમાનકાળમાં મોહભાવે થતાં પુરુષાર્થથી કાળ (ભાવિ-પ્રારબ્ધ) ઊભો Page #268 -------------------------------------------------------------------------- ________________ કાળનો નિકાલ ૨૫૯ રહે છે. જ્યારે વર્તમાનકાળમાં થતાં ધર્મ-મોક્ષ પુરુષાર્થથી વર્તમાનકાળથી કાળનો અંત આવે છે. “વર્તમાન જોગ' શબ્દનો આ લક્ષ્યાર્થ છે. - આપણા વર્તમાનકાળના જ્ઞાન પયાર્યો જે બીજે જ સમયે શેય બને છે તે જ આપણા અજ્ઞાનને, આપણી અપૂર્ણતાને સૂચવે છે. જે દૃશ્ય છે તે દૃશ્ય છે. તે કદી દૃષ્ટા બનતું નથી. જેમ કે આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને પુદ્ગલાસ્તિકાય દ્રવ્યો. એથી વિપરીત ચેતન એવાં છબસ્થ જીવન જ્ઞાન ઉપયોગ બીજા જ સમયે શેય બની જાય છે, અને જડ થઈ જાય છે. કાળ એ જેમ અરૂપી તત્ત્વ છે તેમ તે જડ તત્ત્વ પણ છે. વળી ક્રમિક તત્ત્વ છે અને એ જ મહાન આશ્ચર્ય રૂપ છે. તેથી જ જીવે પોતાનું જ્ઞાન જે શેય બને છે તે અસત્ અવસ્થાને ખતમ કરવાની છે અને તેમ કરી જીવે પોતાના સત્તાગત કેવલજ્ઞાનને નિરાવરણ કરવાનું છે. જે કેવલજ્ઞાન પ્રગટ થયા બાદ તે જ્ઞાન કદી ય બનતું નથી. કેમ કે કેવલજ્ઞાનના જ્ઞાનપર્યાયો-દર્શનપર્યાયો અર્થાત જ્ઞાતાભાવ-દૃષ્ટાભાવ કદી પણ શેયરૂપ-દર્શનરૂપ બનતા નથી. કદી પણ ક્રમરૂપ, કાળરૂપ, અનિત્યરૂપ, પરિવર્તનરૂપ, ખંડિતરૂપ થતાં નથી. ભવની કિંમત નથી, કાળની કિંમત છે. કારણ પૂર્ણ સુખનું વેદન જેટલું જલ્દી પ્રાપ્ત થાય તેટલું જલ્દી કરવાનું છે. કાળચક્રમાંથી છૂટીશું તો ભવચક્રમાંથી છૂટીશું. ક્ષણ ઉપર જે વિજય મેળવે છે તે વિવેકી આત્મા છે, મહાત્મા છે અને જે સ્વયં અકાલ અર્થાત કેવલિ ભગવંત બને છે તે પરમાત્મા છે. ક્ષણ જે ક્રમરૂપ છે તે મનોયોગ ઉપર વર્તે છે. તેના ઉપર સંયમ જાળવવાનો છે અને વિજય મેળવવાનો છે. ક્ષેત્ર ઉપરનો વિજય એ વિજય જ નથી. પારમાર્થિક વિજય તો કાળ ઉપરનો વિજય છે. ક્ષેત્ર વિજેતા ચક્રવર્તી નરદેવ કહેવાય છે. કાળ વિજેતા મહાદેવ પરમાત્મા કહેવાય છે. " ક્ષણઃ તક્રમયોઃ સંયમાદ્ વિવેકજં જ્ઞાન વહેતા કાળને વહેતો મૂકી વહેતા થઈ જવાનું છે. કાંડા પરની ઘડિયાળ ચાલું રહે અને હૃદય બંધ પડી જાય તે પહેલાં આપણે સહુ કોઈ પ્રાપ્ત વર્તમાન સમયનો સ્વકાળનો સદુપયોગ કરી કાળ-વમળમાંથી મુક્ત થઈ અકાલ પરમાત્મા તત્ત્વને પ્રાપ્ત કરી શકીએ તેવું સૌભાગ્ય-સામર્થ્ય પ્રાપ્ત થાઓ એવી અભ્યર્થન ! ૦ ૦ ૦. Page #269 -------------------------------------------------------------------------- ________________ દા આપણું જીવન ત્રણ પ્રકારના વ્યવહારથી ચાલે છે. વ્યવહારમાં કેટલુંક સાંભળીને ચલાવીએ છીએ, કેટલુંક નજરે જોઈને ચલાવીએ છીએ, તો કેટલુંક અનુભવમાં આણીને જાણીએ છીએ. વાસ્તવિક જ્ઞાનનો ક્રમ એ જ પ્રમાણે છે. પ્રથમ શ્રત, પછી દષ્ટ અને અંતે અનુભૂત. કયાં તત્ત્વો શ્રુત સુધી કામ લાગે, કયાં તત્ત્વો શ્રુત પછી દષ્ટ પણ કરવાં પડે અને કયાં તત્ત્વો શ્રત અને દષ્ટ થયા બાદ અનુભૂતિમાં લાવવાં પડે એ વિચારવું પડશે. મુક્તિ એટલે મોક્ષનો પણ આ રીતે વિચાર કરવો જોઈશે. આપણે સહુ ભગવાન ! ભગવાન ! પરમાત્મા ! પરમાત્મા ! બોલીએ છીએ અને મોક્ષની વાતો કરીએ છીએ. પણ શું આપણે ભગવાન જોયા ? પરમાત્માનો સાક્ષાત્કાર થયો ? મોક્ષ જોયો ? વ્યાકરણશાસ્ત્રના નિયમ પ્રમાણે મોક્ષની સિદ્ધિ કરવી જોઈએ. માત્ર શાસ્ત્રના કહ્યાથી મોક્ષ માનીએ તો કેમ ચાલે ! આપણા જીવનથી મોક્ષની સિદ્ધિ કરવી જોઈએ. શાઅમાં મોક્ષ વાંચી સાંભળી શકાય છે. પણ સાંભળીને મોક્ષ દેખાડી શકાય એવી ચીજ નથી. પ્રભુને કેવલજ્ઞાન થયું, તે શાસ્ત્ર દ્વારા સાંભળીને જાણી શકાય. પરંતુ તે કેવલજ્ઞાન તત્વ કેવું છે તે દેખાડી ન શકાય. હા! એનો અનુભવ જરૂર કરી શકાય. વિશ્વમાં જે જે પદાર્થ અસ્તિત્વ ધરાવે છે તે સઘળાય પદાર્થ વ્યવહાર્ય છે. એના નામ છે, અને જેના નામ હોય તે સઘળાંય પદાર્થરૂપી-દષ્ટ હોય કે અરૂપી દષ્ટ હોય. આપણે તેના નામોચ્ચારથી શબ્દ દ્વારા સાંભળી જાણી શકીએ, જણાવી શકીએ ને એનો ખ્યાલ આપી શકીએ. તો હવે આપણે કહીશું કે મોક્ષ અમે સાંભળ્યો છે પણ જોયો નથી. વાત બરોબર છે પણ ભાઈ! મોક્ષ એ જોવાની ચીજ નથી. એ તો અવસ્થા છે-હાલત છે. મુક્તાવસ્થા એ જીવની અવસ્થા છે. એ અનુભવદશા છે ! મોક્ષ છે કે નહિ ? એ પૂછનાર અને કહેનાર જીવ હોય. જડ પુદ્ગલ પદાર્થને ક્યારેય આવો પ્રશ્ન થાય નહિ અને પૃચ્છા કરે નહિ કે મોક્ષ છે કે નહિ. તો જો મોક્ષ દેખાડી શકાતો નહિ હોય તો પ્રશ્ન કર્તાને મોક્ષની સિદ્ધિ કેમ કરીને કરાવવી ? વ્યાકરણશાસ્ત્રનો નિયમ છે કે જેટલા જેટલા શબ્દો છે તેની ઉત્પત્તિ Page #270 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ ૨૦૧ ક્રિયાપદ ધાતુમાંથી થાય છે. સંસ્કૃત ભાષામાં ૨૩૦૦ ધાતુ છે અને ઉપસર્ગ ૧૩ છે. જેવાં કે આ, વિ, ત્ર, અવ, અનુ ઇત્યાદિ ઉપસર્ગનો અર્થ શું ? કાર્ય શું ? ધાતુના મૂળ અર્થને ઉલટાવવાનું કે ફેરવવાનું કાર્ય ઉપસર્ગનું છે. જેમ કે ‘૨મ્’ (રમવું-To play) ધાતુને ‘વિ’ ઉપસર્ગ લાગતાં ‘વિરમ્’ (અટકવું) થાય. તેમ ‘ગચ્છ’ (જવું-To go) ધાતુને ‘અનુ’ ઉપસર્ગ લાગતાં ‘અનુગચ્છ’ એટલે કે ‘પાછળ જવું’ (To follow) એવો અર્થ થાય અને‘ગચ્છ’ ને ‘અવ’ ઉપસર્ગ લાગતાં ‘અવગચ્છ' એટલે કે ‘જાણવું' એવો અર્થ થાય. વળી પાછા ધાતુમાંથી વર્તમાન ભૂતકૃદંત શબ્દ પણ બને જેમકે ‘ગમ્’ (જવું) ઉપરથી ‘ગમન' જે ક્રિયાપદ નથી. વ્યાકરણશાસ્ત્રનો ધર્મશાસ્ત્ર સાથે સંબંધ છે. ધર્મશાસ્ત્રને વ્યાકરણશાસ્ત્ર તથા ન્યાયશાસ્ત્ર (તર્કશાસ્ત્ર) વિના ન ચાલે. ભાવ આપવા માટે શબ્દો જોઈએ જે વ્યાકરણશાસ્ત્રથી નક્કી કરવા રહે છે. જ્યારે આપેલ શબ્દને બુદ્ધિગમ્ય બનાવવા કે શ્રોતાએ બુદ્ધિથી ગ્રહણ કરવા ન્યાયશાસ્ત્રની જરૂર રહે છે. છતાં એ યાદ રાખવું કે વ્યાકરણશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર એ અધ્યયનક્ષેત્રના ને અધ્યાપન શાસ્ત્રનાં સાધન છે જે સર્વસ્વ નથી. એનો માત્ર ઉપયોગ કરીને અધ્યાત્મની સાધના કરવાની હોય છે. વ્યાકરણશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રથી શબ્દ અને અર્થ બુદ્ધિગમ્ય થઈ જાય-તર્કસંગત થાય એટલે કે બુદ્ધિમાં ઊતરી જાય પછી તો સાધના જ કરવાની રહે છે. તો હવે વ્યાકરણશાસ્ત્રથી ‘મોક્ષ’ શબ્દને સમજીએ. ‘મોક્ષ’ શબ્દ મુંચ (To Release મુક્ત કરવું, મુક્ત થવું) ધાતુમાંથી નીકળેલ છે. શબ્દ હોય ત્યાં પદાર્થ હોય. એકથી અધિક અર્થાત્ બે કે તેથી વધુ શબ્દોથી અર્થ નીકળતો હોય પણ પદાર્થ હોય કે ન હોય, જેમકે ‘વંધ્યાપુત્ર’, ‘આકાશકુસુમ' ઇત્યાદિ વંધ્યાપુત્રનો અર્થ છે, વંધ્યાનો પુત્ર અને આકાશકુસુમનો અર્થ છે, આકાશમાંનું પુષ્પ. પણ પદાર્થ તરીકે વંધ્યાપુત્ર કે આકાશકુસુમ શક્ય નથી. તેમ ‘રાજપુરુષ’ રાજા પુરુષ હોય પરંતુ પુરુષ રાજા હોય કે ન પણ હોય. આમ મોક્ષ મંચ ધાતુમાંથી નીકળેલ એક જ શબ્દ છે તેથી તે પદાર્થ હોય જ ! હવે એની સિદ્ધિ કરવી જોઈએ. . જીવ માત્ર જીવન જીવે છે. એના જીવનથી એની માંગ નક્કી થાય છે. મોક્ષને ન માનનાર અને ન સમજનાર તથા પરમાત્માને ન માનનાર, ન સ્વીકારનાર કે ન સમજનારની પણ માંગ જો તપાસીશું તો જણાશે કે જીવ માત્રની માંગ તો મોક્ષની જ છે. પરમાત્મ તત્ત્વની જ છે. કેવું આશ્ચર્ય! Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ વૈકાલિક આત્મવિજ્ઞાન પોતે જીવન જીવતો હોય અને ન માને એનું જ નામ અજ્ઞાન ! અજ્ઞાનનું આશ્ચર્ય આવું જ હોય ! અજ્ઞાનનો અર્થ અધ્યાત્મક્ષેત્રે ભણ્યો નથી એટલે કે અભણ નિરક્ષર એવો ન થાય. એમ હોત તો આપણા મુનિ-મહાત્મા સંતો અજ્ઞાની જ ઠરત. તેઓ રેડિયો-ટીવી-ટેલિફોન કે મોટર મીકેનિક બની શકે ? આપણે હજુય કદાચ બની શકીએ. અજ્ઞાનનો અર્થ એવો નથી. અજ્ઞાનનો અર્થ એ છે કે જે જીવન જીવીએ છીએ એનું સ્વરૂપ જાણતાં નથી. જીવનું લક્ષણ શું ? જ્ઞાન ! જ્ઞાનનું સાચું સ્વરૂપ શું ? જ્ઞાનની પૂર્ણતા, સ્વાધીનતા, સર્વજ્ઞતા, અવિકારીતા, અખંડિતતા એ જ્ઞાનનું સાચું સ્વરૂપ છે. કાપડનું સાચું સ્વરૂપ (મૂલ્ય) શું ? કપડું સિવડાવીએ અને અંગ ઉપર વસ્ત્ર બનીને આવે તે કાપડનું સાચું સ્વરૂપ મૂલ્ય છે. કોઠારમાંના અનાજનું પણ તે પ્રમાણે સાચું મૂલ્ય ત્યારે કે જ્યારે રસોડામાં જાય, રસોઈ તૈયાર થાય ! અને આપણે ઓરોગીએ. જ્ઞાનનું સાચું સ્વરૂપ છે એ જ જીવની માંગ છે. એવો કયો જીવ છે, કે જેની માંગ ચૈતન્યતાની, સ્ફૂર્તિની, સ્વાધીનતાની, નિત્યતાની, અખંડિતતાની, અવિકારીતાની, પૂર્ણતાની-સત્યમ્-શિવમ્-સુન્દરમ્ની-નથી ? કોઈ પણ જીવને જડતા-પરાધીનતા, અનિત્યતા (વિનાશીતા) અને દુઃખ ઇચ્છનીય નથી. જીવ માત્રને પૂછીશું કે ઇચ્છા શાની છે ? તો જવાબ સહુનો એ જ મળશે કે સુખની ઇચ્છા છે. દુ:ખની કોઈ ઇચ્છા કરતું નથી અને દુઃખ કોઈને ગમતું નથી. જ્ઞાન (જીવ) સુખનું વેદન ઇચ્છે છે. દૂધપાક-શ્રીખંડ આદિ ઇષ્ટ પદાર્થ કેમ ઇચ્છીએ છીએ ? કારણ એમાં આપણને સુખ લાગે છે. કોઈને દૂધપાકની મીઠાશ ઇષ્ટ હોય, કોઈને શ્રીખંડની મધુરી ખટાશ ઇષ્ટ હોય, ઇષ્ટ છે એમાં સુખ છે. પછી તે દૂધપાક હોય, શ્રીખંડ હોય કે અન્ય પદાર્થ હોય. ઇષ્ટ રસ કોને કહેવાય ? જીભને જે ઇષ્ટ લાગે તે ઇષ્ટ રસ, ઇન્દ્રિયોના વિષયો સારા ક્યારે ? જે વિષય ઇન્દ્રિયને સુખવેદન કરાવે તે સારા, પાંચમાંની કોઈપણ ઇન્દ્રિયના ભોગ વિષે વિચારીશું તો જણાશે કે અંતે તેનું વેદનમાં રૂપાંતર થશે અને એ વેદન જો સુખરૂપ હશે તો ગમશે અને દુઃખરૂપ હશે તો કઠશે. આપણને સુખ કયું ગમે ? સ્વાધીન કે પરાધીન ? પૂર્ણ કે અપૂર્ણ? શુદ્ધ અવિકારી કે અશુદ્ધ-વિકારી ? વિનાશી કે અવિનાશી ? દૂધપાક કે શ્રીખંડ એક ચમચી માત્ર આપે તો આપણું સુખ અધૂરું Page #272 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ ૨૬૩ અપૂર્ણ, દૂધપાક ઢોળી નાખે અને ચાટવાનું કહે અથવા તો ભેળસેળિયો આપેસીંગોડાના લોટમિશ્રિત શ્રીખંડ આપે તો તે વિકારી થયેલ ન ગમે. દૂધપાક હાથમાં આપે. કલઈ વગરના વાસણમાં આપે અને રૂપાંતરમાં ફાટી જાય કે બગડી જાય તો તેવો વિનાશી નહિ ગમે. દૂધપાક હાથમાં રાખી માત્ર બતાડે પણ આપે નહિ તો તેવો પરાધીન પણ નહિ ગમે. - સ્ત્રીઓ કુંભારને ત્યાં માટલા ખરીદવા જાય છે એ પણ ટકોરા બંધ આખું, પાણી ભરતાં તૂટી ન જનારું, બરોબર પાકેલું અને રંગરૂપે સુંદર પરિપૂર્ણ એવું જોઈ-તપાસી-ચકાસીને લે છે. એમ કાપડિયાને ત્યાંથી કપડું ખરીદનાર પણ ડાઘ વગરનું, ફસકી ન ગયેલું, તાણે વાણે પૂર્ણ, રંગરૂપે સુંદર અને ટકાઉ જોઈને ખરીદે છે. આ જ બતાવે છે કે આપણા સહુની માંગ સ્વાધીનતાની પૂર્ણતાની, શુદ્ધતા-અવિકારીતાની, અવિનાશીતાની, સત્યમ-શિવમ્-સુન્દરમની છે. હવે પ્રશ્ન એ રહે છે કે આપણી માંગ મુજબનો અવિકારી, અવિનાશી, અખંડ, પૂર્ણ, સ્વાધીન પદાર્થ વિશ્વમાં છે કે નહિ ? જો વિશ્વમાં આપણી માંગ મુજબનો પદાર્થ હોય તો તેનું સંશોધન કરવાનું રહે. વસ્તુનું અસ્તિત્વ હોય તો તેની માંગ સાચી. પૂર્ણતાની સામે તેનું વિરોધી અપૂર્ણઅધુરું સ્વાધીનતાની સામે પરાધીનતા; અવિકારીની સામે વિકારી; અવિનાશીની સામે વિનાશી અને ચૈતન્યની સામે જડ શબ્દનો વિચાર કરીશું અને જીવનમાં તપાસીશું તો વર્તમાનકાળનું આપણું જીવન કેવું છે એ જાણી શકીશું. શું આપણું જીવન પૂર્ણ છે ? અવિનાશી છે કે વિનાશી ? આપણું વર્તમાનકાળનું જીવન અપૂર્ણ, વિનાશી, વિકારી, જડ અને પરાધીન છે. જ્યારે આપણી માંગ આપણા પ્રત્યેક વ્યવહારમાં, પૂર્ણની, અવિનાશીની, અવિકારીની, સ્વાધીનતાની અને ચૈતન્યતાની છે, જીવન વ્યવહારની કોઈ પણ ઘટના લ્યો અને માંગ તપાસો. દરજીને સીવવા આપેલ ખમીસની એકાદ બાંય ન હશે કે એકાદું બટન ટાંકવું રહ્યું હશે તો સ્વીકાર નહીં કરીએ. આપણી પાસે વર્તમાનકાળનું આપણું જીવન અને મળેલા પદાર્થો અવિનાશી, અવિકારી, પૂર્ણ પદાર્થો હોય જ અને તે પદાર્થનું તે તત્ત્વનું સંશોધન કરવાનું છે. આવું સંશોધન તે જ વેદાંતમાં સાધનાના પ્રથમ તબક્કામાં જણાવેલ વિવેક છે. વેદાંતના સાધના ચતુષ્ટયમાં વિવેક-વૈરાગ્ય, સંપત્તિ અને મુમુક્ષતા એવાં સાધનાનાં ચાર સોપાન બતાડેલ છે. જેમાં વિદ્યાર્થીને સ્નાતક થતાં પહેલાં Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ સૈકાલિક આત્મવિજ્ઞાન બાળમંદિર, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને વિદ્યાપીઠના અધ્યયનના તબક્કા પસાર કરવા પડે છે એમ સાધનામાં પણ સિદ્ધિ હાંસલ કરતાં પહેલાં સાધનાના જુદા જુદા સ્તરમાંથી પસાર થવું પડે છે. આ વિવેક એટલે આપણા જીવનવ્યવહારનો “આવો, બેસો, પીઓ પાણી, ત્રણે વસ્તુ મફત આણી’ એવો વ્યવહાર વિવેક નહિ. અધ્યાત્મક્ષેત્રે વિવેક એટલે સતુ-અસતુ, વિનાશ-અવિનાશી, નિત્ય-અનિત્ય, વિકારી-અવિકારી, પૂર્ણ-અપૂર્ણ તત્ત્વનું સંશોધન. જૈનદર્શનમાં જણાવેલ હેય-શેય-ઉપાદેયમાં તત્ત્વની વહેંચણી. - સંસારના સુખસાહ્યબી છોડીને ક્યાં તો આપણે ચાલી જવાનું છે, ક્યાંતો સુખસાહ્યબી આપણને છોડીને ચાલી જનાર છે. આ તો આપણા સહુના જીવન અનુભવની વાત છે. પ્રાપ્ત પદાર્થ નિત્ય છે કે અનિત્ય છે, એનો વિવેક કરવો જોઈશે. આપણે હયાત અને પદાર્થ ગાયબ. કેરી લાવ્યા અને બગડી ગઈ. ઉપભોગનાં કામમાં નહિ આવે. આમ વિયોગમાં અનિત્ય, વિકારમાં અનિત્ય અને સંગમાં અનિત્યનો આપણને પાકો અનુભવ છે. આમ જીવનવ્યવહારમાં નિત્યાનિત્યનો વિવેક કરવો તે ધર્મનું હાર્દ છે. વિવેક આવ્યા બાદ વૈરાગ્ય અને લક્ષ્ય અનાદિકાળથી અનિત્યની વચ્ચે, અનિત્યના સંગે અને અનિત્યના લક્ષ્ય અનિત્યને જ નિત્ય માની આપણે વ્યવહાર કરતા આવ્યાં છીએ. નિત્યનું જ્ઞાન જ નથી તો પછી નિત્યનું ભાન અને નિત્યનું લક્ષ્ય તો ક્યાંથી હોય ? આપણું શરીર નિત્ય છે કે અનિત્ય ? શરીર અનિત્ય ! છતાં શરીર પરનો રાગ કેટલો બધો છે ! શરીર વિનાશી હોવાથી ચાલ્યું જાય છે અને છતાં તે શરીર ઉપરનો રાગ તો ઊભો જ રહે છે. સગાંસંબંધીનો દેહાંત થવા છતાં તેના ઉપરનો રાગ તો ઊભો જ રહે છે. જો વસ્તુના નારા સાથે વસ્તુ પ્રતિના રાગનો પણ નાશ થતો હોય તો મોક્ષ માટે કોઈ પુરુષાર્થની જરૂર ન રહેત. આ વિચારણામાં રાગની વ્યાખ્યા પણ સ્પષ્ટ થઈ ગઈ. “અનિત્યમાં નિત્યબુદ્ધિથી સુખપ્રાપ્તિનો ભાવ તે જ રાગ.” એથી વિરુદ્ધ નિત્યમાં નિત્ય બુદ્ધિથી એની પ્રાપ્તિની વૃત્તિ એ શુદ્ધ લક્ષ્ય કહેવાય. એને અનુરાગ કહેવાય. પણ રાગ ન કહેવાય. રાગની વ્યાખ્યા કરતાં ન આવડે તો ગૂંચવાડો થઈ જાય, મૂંઝવણમાં મુકાઈ જઈએ. રાગ એ જરૂર વિકલ્પ છે પરંતુ બધાય વિકલ્પ રાગ નથી. આપણી માંગ નિત્યની છે. પરંતુ “હું નિત્ય છું કે અનિત્ય ?” એ Page #274 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ ૨૬૫ આપણે વિચાર્યું ? હું મરે છે ત્યારે કોણ મરે છે ? જીવ કે શરીર ? ત્યાં જ મુશ્કેલી આવે છે અને મૂંઝવણ થાય છે. શરીર અને આત્માનો ખીચડો થઈ ગયો છે. જે દેહમાં આત્મા હતો એ દેહ આત્માનો એક વિજાતિ પર્યાય (અવસ્થા-હાલતો હતો. તે દેહ પર્યાય મર્યો પણ વ્યક્તિ રૂપે દ્રવ્યરૂપે નિત્ય એવો આત્મા નિત્ય રહે છે. એ મરતો નથી પણ નવો પર્યાય-નવો દેહ ધારણ કરે છે. હું શરીર પણ નથી અને હું વર્તમાનમાં સિદ્ધાત્મા-પરમાત્મા પણ નથી, શરીર જડ છે અને વિનાશી છે માટે શરીર એ હું નથી.” અને વર્તમાનમાં સિદ્ધાવસ્થાનું સચ્ચિદાનંદ સ્વરૂપનું વેદન નથી એટલે હું પરમાત્મા નથી. “હું સિદ્ધ છું “હું પરમાત્મા છું” “અહં બ્રહ્માડસ્મિ” એ વિકલ્પ છે, જે કહેવા શરીર અને જીવ જોઈએ. સિદ્ધ પરમાત્માનો આત્મા દ્રવ્યથી પણ નિત્ય છે અને સિદ્ધાવસ્થાના પર્યાયથી પણ નિત્ય છે. જ્યારે વર્તમાનકાળનો આપણો આત્મા દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય હોવાથી તેને નિત્યાનિત્ય કહેવાય. ઉદાહરણ તરીકે ગઈકાલે મંગળવાર હતો. આજે બુધવાર છે અને આવતીકાલે ગુરુવાર હશે. બુધવાર આવતીકાલે જશે અને ગુરુવાર આવશે. પરંતુ આજે બુધવાર નષ્ટ નથી થયો તે આપણે જાણીએ છીએ-અને બુધવાર નષ્ટ થતાં ગુરુવારે આપણે હશે તે નિશ્ચિત છે. છતાં મંગળવારે હતાં અને મંગળવાર નષ્ટ થયા છતાં બુધવારે છીએ. એટલે કે આત્મદ્રવ્ય નિત્ય છે. આપણી જાગૃત-સ્વપ્ન નિદ્રાવસ્થાથી પણ આત્મદ્રવ્યની નિત્યતા સમજી શકાય એમ છે. જાગૃતદશા પછી નિદ્રાવસ્થા આવી. આપણે નિદ્રામાં રહ્યાં કે ગયા ? અને નિદ્રાવસ્થામાંથી સ્વપ્નાવસ્થા (જે બંધ આંખની જાગતી દુનિયા)માં સરકી ગયાં તો ત્યારે રહ્યાં કે ગયાં ? અને સ્વપ્નાવસ્થામાં ઉઘાડી આંખની દેખતી દુનિયામાં એટલે કે જાગૃતાવસ્થામાં આવ્યા તો આપણે, આપણે જ છીએ કે નહિ! આપણે બધી અવસ્થામાં રહ્યાં. બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા-યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા આદિ અવસ્થા-હાલત-પર્યાય બદલાય છે. વ્યક્તિ તેની તે જ રહે છે. એ આત્મદ્રવ્યની નિત્યતાની સિદ્ધિ કરે છે અને પર્યાયની અનિત્યતાની સાબિતી કરે છે. જાગૃતિ ગઈ અને નિંદ્રા આવી. પણ જો “હું આત્મા અર્થાત્ આધારસ્તંભ (અધિષ્ઠાન) ન હોઉં તો જાગૃતિ નિંદ્રા સ્વપ્નાવસ્થા કોના આધારે? આત્મદ્રવ્ય એવા અધિષ્ઠાનના આધારે અવસ્થા પર્યાય છે. આમ અધ્યાત્મ-આત્મસ્વરૂપને સમજવા પડસ્થાનક છે. (૧) આત્મા છે Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ સૈકાલિક આત્મવિશાન (૨) આત્મા નિત્ય છે (૩) આત્મા કર્મનો કર્તા છે (૪) આત્મા કર્મનો ભોક્તા છે (૫) આત્માનો મોક્ષ અને (૬) આત્માના મોક્ષના ઉપાયો છે. એ પડસ્થાનકમાંથી આત્મા છે અને આત્મા નિત્ય છે એ જોયું. વિશ્વમાં માત્ર જડ પદાર્થ જ નથી, જડની સામે ચેતન એવો આત્મા પણ છે. જે જડ નથી પણ ચેતક છે-વેદક છે અને જ્ઞાયક છે. વળી જેમ જડ એટલે કે પુદ્ગલ-એના પરમાણુદ્રવ્યથી નિત્ય છે એમ આત્મા પણ દ્રવ્યથી અગાઉ જણાવ્યા મુજબ નિત્ય છે, પરંતુ અવસ્થા (હાલત-પર્યાય)થી અનિત્ય છે, આત્મા ચારેય ગતિ (દેવ-મનુષ્ય-તિર્યંચ-નારક)માં ભમતો ભમતો નિતનવી અવસ્થાને પામતો રહે છે. પણ આત્મદ્રવ્ય તરીકે તો આત્મા નિત્ય જ રહે છે-અવિનાશી અને એથી જ એની માંગ અવિનાશીની છે. આપણે સહુ અમરતત્ત્વને વાંછીએ છીએ. અવિનાશીતાને માગીએ છીએ. પરંતુ આપણી અવળી દૃષ્ટિ જે મિથ્યા દૃષ્ટિ છે તેને કારણે વિનાશી પદાર્થમાં અવિનાશીને શોધીએ છીએ, માગીએ છીએ. અર્થાત અનિત્યમાં નિત્ય બુદ્ધિ સ્થાપીને વર્તીએ છીએ. આ જે દૃષ્ટિ આત્માની છે તે તેની ખોટી દૃષ્ટિ છે. વિનાશીને વિનાશીરૂપે જોઈએ અને તે પ્રતિ વૈરાગ્ય થાય ત્યારે તે દૃષ્ટિ સાચી દૃષ્ટિ-સમ્યગ્ર દૃષ્ટિ કહેવાય, સમકિત પ્રાપ્ત થયું કહેવાય. સમકિત માત્ર બૌદ્ધિક નથી પણ ભાગવત્, હાર્દિક અને આત્મિક છે. સમ્યજ્ઞાન એ જોડાણ (Connection) છે અને સમગુ દર્શન એ સંધાણ Relation છે. ભાષાપ્રયોગથી અનિત્યને અનિત્ય કહેવું એ માત્ર સમ્યજ્ઞાન છે જે Connection છે. જ્યારે અનિત્યને અનિત્ય જાણી એનાથી છૂટતાં જવું, એ પ્રતિ વૈરાગ્યભાવના જાગવી અને જે નિત્ય છે તેને નિત્ય જાણી તેનાથી જોડાઈ જવું તે સમ્યગુદર્શન છે, જે Relation છે. અનિત્યમાં નિત્યબુદ્ધિ એ રાગ અને અજ્ઞાન છે. અનિત્યની અનિત્યતા સહજ જ તેના વિનાશી સ્વરૂપે જાણી શકાય છે. એ સહુના અનુભવની વાત છે. મુશ્કેલી હોય તો નિત્યની નિત્યતાને પિછાનવામાં છે, જે આપણા સહુની માંગ છે. . નિત્યતાને ક્યાં શોધવી ? નિત્યતા આપણામાં જ છે. આપણી અવસ્થા ફરતી છે. ફરતી એ બાલ્યાવસ્થા-કિશોરાવસ્થા-યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થાને જાણનારા આપણે છીએ. જોનારો ને જાણનારો જે દશ્ય છે અને જે જણાય છે તેનાથી અલગ એટલે કે જુદો હોય છે. લુહારની એરણ એની એ જ રહે છે. જેના આધારે લુહાર લોઢાને જુદા જુદા આકાર આપે છે. એમ નિત્ય Page #276 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ ૨૬૭ એવા આત્માના આધારે અવસ્થાનું આવાગમન થયા કરે છે. માટે જ આત્માને કુટસ્થ કહ્યો છે, ધગધગતા લોઢાના ગોળામાંથી આગ અને લોઢું જુદાં છે. એમ આત્મા અને શરીર જુદાં છે. આત્મા આધાર છે. અધિષ્ઠાન છે જેના આધારે અવસ્થા બદલાયા કરે છે. અવસ્થા આધેય છે. અધ્યસ્થ છે. આત્માનો જો નાશ થતો હોત તો પછી મોક્ષનો પ્રશ્ન જ ન હોત. પરંતુ જે આધારભૂત છે તેનો નાશ કદી થતો નથી. દ્રવ્ય છે તે આધાર છે. જે અનાદિ, અનંત, અનુત્પન્ન, અવિનાશી અને સ્વયંભૂ હોય છે. આમ અધિષ્ઠાન એવા આત્મદ્રવ્યનો તો કદી નાશ થતો જ ન હોવાથી તે નિત્ય છે, અવિનાશી છે. જ્યારે એની ઉપર એના આધારે એની અવસ્થા પર્યાય બદલાયા કરે છે. એના પર્યાયનો વિનાશ થયા કરે છે. અવિનાશીને વિનાશીપણું ગમતું નથી. માટે જેમ અવિનાશીએ જેમ તે પોતે દ્રવ્યથી અવિનાશી છે એમ એના પર્યાયથી અવિનાશી બની રહેવા એણે એના પર્યાયને સ્થિર નિત્ય અને અવિનાશી બનાવવો રહ્યો. આપણી માંગ નિત્યની છે તે જ સૂચવે છે કે આપણે વર્તમાનમાં નિત્ય નથી. જેણે નિત્યાવસ્થામાં અવિનાશીતત્ત્વની પ્રાપ્તિ કરી લીધી છે તે સિદ્ધ છે, સિદ્ધ પરમાત્મા છે. સિદ્ધ પરમાત્મા કે કેવલી ભગવંતને નિત્યની માંગ હોતી નથી. કારણ કે નિત્યની પ્રાપ્તિ અને તૃપ્તિ પછી ઈચ્છા કે માંગ રહેતી નથી. જેની માંગ હોય છે તેનો માગનારને અભાવ હોય છે. આ જ સૂચવે છે કે આપણી વર્તમાન દશા અનિત્ય છે અને નિત્ય જેવી કોઈ ચીજ છે તેની માંગ છે એટલું જ નહિ, અનિત્ય હંમેશાં નિત્યમાંથી જ નીકળે. ઉત્પન્ન હંમેશાં અનુત્પન્નના જ આધારે થાય. ઉત્પાદનો વ્યય થાય તે હંમેશાં અવ્યયમાં એટલે કે ધ્રુવમાં સમાય. દરિયાની ભરતી અને દરિયાની ઓટ દરિયાના આધારે હોય. દરિયાને આધારે ઉત્પન્ન થાય અને દરિયામાં પાછી વિલીન થાય. ઉત્પાદ કે વ્યય હંમેશાં અવ્યય અર્થાતુ ધ્રુવ (નિત્ય)ના આધારે જ હોય. જેને માંગ છે તેને તેની અપ્રાપ્તિ છે એ પ્રથમ સિદ્ધ થાય. ભોજનની ઈચ્છા છે, એ ભૂખ્યો છે અને તંદુરસ્તીની ઈચ્છા રાખનારો નાદુરસ્ત છે એમ પ્રથમ સિદ્ધ થાય. ભોજન લીધા બાદ તૃપ્તિ થઈ જાય પછી ભોજનની ઈચ્છા ન રહે. કેવલી ભગવંતને કેવલજ્ઞાનના પ્રાગટ્ય બાદ અવિનાશીની ઇચ્છા કે માંગ હોય ? ન જ હોય કેમ કે સ્વયં અવિનાશી થયેલ છે. વર્તમાનમાં આપણું દ્રવ્ય-આત્મા નિત્ય છે અને પર્યાય અર્થાત્ આત્માની અવસ્થા અનિત્ય છે. તો નિત્ય અવસ્થા કઈ ? એને શોધવી ક્યાં ? જે Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ વૈકાલિક આત્મવિજ્ઞાન પદાર્થમાં ઉત્પાદ કે વ્યય નથી, જે વિનાશી નથી, જેમાં પરિવર્તન નથી કે જેને પરિભ્રમણ નથી, અને જેમાં વિકાર નથી તે નિત્ય છે. આપણું સદ્ભાગ્ય છે કે આપણને જૈનદર્શન મળેલ છે. આપણને જે દેવ મળેલ છે તે દેવ પૂર્ણ, નિત્ય, અવિનાશી, અવિકારી, વીતરાગ છે. આપણે લોગસ્સ સૂત્ર દ્વારા જે ચોવીસે તીર્થંકરનું નામસ્મરણ કરીએ છીએ તે ચોવીસે તીર્થંકરો આવી નિત્ય, નિર્વિકારી, પૂર્ણ, વીતરાગ વ્યક્તિઓ છે. તેઓ વિનાશી દશામાંથી છૂટી ગયા છે. એટલે કે મુક્ત થઈ ગયા છે. તીર્થંકર પરમાત્માઓ તીર્થંક૨ સ્વરૂપે ભૂમિતલ ઉપર વિચરે છે. ત્યાં સુધી એમને દેહ છે જે વિનાશી છે, પરંતુ એમનું કેવલજ્ઞાન અવિનાશી છે. પ્રથમ મન અને મતિજ્ઞાન (બુદ્ધિ)નું અવિનાશી ભાવમાં સંક્રમણ કરાય છે, જે પૂર્ણજ્ઞાન કેવલજ્ઞાન-સર્વજ્ઞરૂપે પરિણમે છે.અને પછી મન અને મતિ અર્થાત્ ઉપયોગ જેના આધારે રહેલ છે એ આત્મપ્રદેશ જે અવિનાશી તો છે જ પણ તે દેહમાં પુરાયેલ-બંધાયેલ છે ને રૂપી થયેલ છે એ મુક્ત થાય છે અને અરૂપી બને છે. મન (ઇચ્છા) અને મતિ (બુદ્ધિ)ની ઉત્પત્તિનું મૂળ કેવલજ્ઞાન અને આત્મપ્રદેશ છે. આપણી પાસે સત્તામાં રહેલ કેવલજ્ઞાનના આધારે જ મતિશ્રુત-અવધિ અને મન:પર્યવ જ્ઞાન ઉદ્ભવે છે. આમ આપણી પાસે આપણા નિત્ય વિભાગ બે છે. એક તો આત્મપ્રદેશ (આત્મદ્રવ્ય) અને બીજું કેવલજ્ઞાન. જે વસ્તુ સ્વયંભૂ છે તેને દબાવી શકાય કે આવરી શકાય પરંતુ તેનો સર્વથા અભાવ તો કોઈ કાળે શક્ય નથી. આને આપણે સૂર્ય અને વાદળના ઉદાહરણથી સમજી શકીએ. જો કે તે પણ સ્થૂળ ઉદાહરણ છે. જે વાદળની ઉત્પત્તિમાં સૂર્ય-સૂર્યની ગરમી છે તે જ વાદળ સૂર્યને આવરે છે, છુપાવે છે પણ એ વાદળ સૂર્યનો અભાવ નથી કરી શકતા બલકે સૂર્ય વાદળ વિખેરી નાખે છે. જીવના આત્મપ્રદેશ, શુભાશુભ ભાવ અને કાર્યણવર્ગણા મળી કર્મ થાય છે. એ કર્મ જે સ્વયંભૂ નથી તેનો વિયોગ-નાશ અભાવ કરી શકાય છે, અને કર્મમુક્ત બની શકાય છે. પરંતુ આત્મપ્રદેશ કે કાર્યણવર્ગણા (જે પુદ્ગલ પરમાણુ છે)નો કયારેય નાશ ન કરી શકાય. પુદ્ગલદ્રવ્યમાંના વર્ણ-ગંધ-રસસ્પર્શ અને શબ્દ એ પુદ્ગલ દ્રવ્યના સ્વાભાવિક ગુણ છે જેનો પુદ્ગલદ્રવ્યમાંથી સર્વથા અભાવ ન કરી શકાય. આપણામાં અર્થાત્ આત્મામાં અનિત્યતા પુદ્ગલ નૈમિત્તિક સાંયોગિક છે. જ્યારે પુદ્ગલની અનિત્યતા સ્વાભાવિક છે. પુદ્ગલદ્રવ્ય અને અનિત્યતા આધાર આધેય છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ ૨૬૯ આમ આપણી અનિત્યતા જે પુદ્ગલ નૈમિત્તિક છે તે પુગલના નિમિત્તને ટાળીને તેનો સર્વથા અભાવ કરી શકાય છે. આ પ્રમાણે ટાળેલી અનિત્યતાને અંતે જે અવસ્થા રહી જાય છે તે નિત્યાવસ્થા-નિત્ય પર્યાય ! એ નિત્યપર્યાય આત્મદ્રવ્યના આધારે છે. આત્મદ્રવ્ય તો નિત્ય છે જ પણ આત્માની અવસ્થા જે નિત્ય બની ગઈ એનું જ નામ મોક્ષ ! અવસ્થા (હાલત-પર્યાય)ની અનિત્યતા એ જ દુઃખ, સંસાર અને બંધન છે. જે પદ એક છે તે વિશ્વમાં હોય જ એવી પદની પ્રરૂપણાથી વ્યાકરણશાસ્ત્રની અપેક્ષાએ “મોક્ષની સિદ્ધિ કરી. વ્યાકરણશાસ્ત્ર કરતાંય આપણા જીવનનું દર્શન કરીશું તો પણ “મોક્ષતત્ત્વ'ની સિદ્ધિ સહજ થઈ શકશે જે સ્વાનુભૂતિ છે. - શું આપણને બંધન ગમે છે ? બંધનનો અર્થ શો ? બંધન કોઈને ક્યારેય ગમતું નથી. આપણે જે દુઃખ વેઠીએ છીએ તેના કારણમાં-મૂળમાં બંધન છે. સુખવેદન જેમ તત્ત્વ છે તેમ દુઃખવેદન પણ તત્ત્વ છે. દુઃખ અનિષ્ટ છે માટે બંધન છે, દુઃખનો સર્વથા નાશ એટલે બંધનનો સર્વથા નાશ અર્થાતુ મોક્ષ ! કદાચ કોઈ કહેશે કે તે બંધનને માનતો નથી. એટલે તેને માટે મુક્તિનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. એવી વ્યક્તિને આપણે પૂછીએ કે ભાઈ ! બંધનની વાત બાજુ પર રાખ અને દુઃખનું વેદન છે કે નહિ તે કહે. જવાબ મળશે કે.. "દુઃખ છે અને તે દુઃખનું હું વંદન કરું છું." હવે દુઃખનું કારણ તપાસીશું તો એના મૂળમાં કાંઈક ભૂલ જણાશે. આપણો જીવનવ્યવહાર છે કે જે ભૂલ કરે તે બંદિખાનામાં જેલખાનામાંકેદમાં જાય. અર્થાત બંદિ બને અને જેલમાં બંધનનું દુઃખ ભોગવે. ભૂલ અને દુઃખનો ક્રમ પાડવાની જરૂર છે. વ્યક્તિ દુઃખ અને સુખને અવશ્ય અનુભવે છે, અને જાણે છે તેમ માણે છે. સુખ અને દુઃખ ન દેખાતાં હોવા છતાં સહુ માને છે કેમકે એ નિજ અનુભવની વાત છે. પણ દુઃખના કારણમાં પાપ અર્થાત્ દોષસેવન (ભૂલ) અને સુખના કારણમાં પુણ્ય અર્થાત્ ગુણસેવન (સદ્ભાવ-સત્કાર્યી રહેલ છે. એને જીવ જોતો નથી અને માનતો નથી અને છતાંય આશ્ચર્યની વાત તો એ છે કે પ્રત્યેક પ્રત્યેક વ્યક્તિ સર્વથા દુઃખથી મુક્તિ તથા અનંત-અક્ષય-અખંડ-અવ્યાબાધ એવાં સ્વાધીનને પૂર્ણ સુખની ઇચ્છા રાખે છે. જીવની આ ઈચ્છા તે જ તેની મોક્ષની ઇચ્છા થઈ. આમ જીવ મોક્ષને માનતો નથી પણ મોક્ષના ભાવને તો ઇચ્છે જ છે. વળી જીવ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ વૈકાલિક આત્મવિજ્ઞાન પરમાત્મ વ્યક્તિ કે પરમાત્મ તત્ત્વ-પરમાત્મ સ્વરૂપને માનતો નથી પરંતુ પરમાત્મ વ્યક્તિ જેવી નિત્યાવસ્થા-પરમભાવની માંગ તો રાખે જ છે. આ જ જીવનું અજ્ઞાન છે અને મોહ કહો કે મૂઢતા (મૂર્ખતા) તે છે જે જીવનો રાગ છે. જ્યાં રાગ પડ્યો છે, જ્યાં ઊંધો રાગ પડ્યો છે ત્યાં વૈરાગ્ય કરવાનો છે. જે વસ્તુ અનિત્ય છે, બંધનરૂપ છે અને બંધન વડે દુઃખ છે ત્યાં વૈરાગ્ય કરવાનો છે, અને નહિ કે દેવ ગુરુધર્મ પ્રત્યે. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે રાગ હોય તો તે પ્રીતિને ભક્તિ કહેવાય. દેવ-ગુરુ-ધર્મના સંબંધથી-સંગથી કોઈ ભોગસુખ વૃત્તિ જાગૃત થતી નથી અને ત્યાં ભોગસુખ તૃપ્તિ છે નહિ માટે તે દેવગુરુ ધર્મ પ્રતિની જે ભાવના છે તે ભક્તિ કે અનુરાગ કહેવાય. આસક્તિ છે ત્યાં રાગ છે-આ રાગને વૈરાગ્યથી કાઢી વીતરાગ થવાનું છે. વીતરાગતા સાધ્ય છે અને વૈરાગ્ય સાધન છે જ્યારે રાગ એ આત્માના મૂળ વીતરાગ સ્વભાવની વિકૃતિ છે. વિનાશી પદાર્થમાં અવિનાશીની બુદ્ધિ કરીએ તેટલી મૂઢતા અને તેટલો રાગ. વિનાશી પદાર્થ પ્રતિ વિનાશી બુદ્ધિ સાચી ત્યારે કહેવાય જ્યારે વિનાશી પદાર્થ પ્રતિ વૈરાગ્ય થાય અને અરુચિ થાય. અરુચિ કરીએ તે સાચી ત્યારે કે જ્યારે જેના પ્રતિ અરુચિ થઈ હોય, એ વિનાશી પદાર્થની ઉત્પત્તિને બંધ કરીએ એટલે કે આરંભને બંધ કરીએ પછી આરંભ દ્વારા જે પરિગ્રહ ઊભો કર્યો હોય એનું દાન કરીએ અને જે કાંઈ થોડું આવશ્યક રાખીએ તેનો ઉપયોગ ભોગ માટે નહિ પણ યોગ માટે વૈરાગ્યપૂર્વક કરીએ. આ પ્રમાણેનો મોક્ષપ્રાપ્તિની સાધનાનો ક્રમ છે. રાગ છૂટી ગયો અને વૈરાગ્ય થઈ ગયો તેટલા માત્રથી વાત પતી જતી નથી. વિનાશી પ્રતિ અરુચિ થઈ પણ અવિનાશીની પ્રાપ્તિ અવિનાશી વ્યક્તિની પ્રીતિ-સ્મૃતિ એને ભક્તિ વિના શક્ય નથી. વૈરાગ્યની સાથે સાથે અવિનાશી પદનું લક્ષ્ય રાખવાનું છે અને અવિનાશી એવી વ્યક્તિના શરણે જઈ તેના આદરસત્કાર-સન્માન-બહુમાન ભક્તિ કરવાના છે. એને સર્વસ્વ ગણી એમાં ઓતપ્રોત થઈ જવાનું છે. અવિનાશી વ્યક્તિને પકડયા સિવાય અવિનાશી અર્થાત્ સ્વરૂપની વાત કે પ્રાપ્તિ થઈ શકતી નથી. અવિનાશી વ્યક્તિને પકડવી તે ભક્તિયોગ છે જ્યારે સ્વરૂપપદનું જે લક્ષ્ય છે તે જ્ઞાનયોગ છે અને વિનાશી પ્રતિની અરુચિ વૈરાગ્ય ભાવના છે, એ ત્યાગપૂર્વક કર્મયોગ છે. આ ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ એ ત્રણે Page #280 -------------------------------------------------------------------------- ________________ મો ૨૭૧ મોક્ષપ્રાપ્તિની સાધનાના પાયા છે. ત્રણમાંથી એક હોય તો તે બીજા બે ને ખેંચી લાવે છે. અગર તો ત્રણમાંથી એક હોય અને બીજા બે ન હોય તો જે એક હોય તો તેય ટકે નહિ. ત્રણમાં કોઈ એકબીજાની અપેક્ષાએ ગૌણપ્રધાન હોય, પણ ત્રણેય હોય ત્યારે જ વિનાશીથી છૂટેલો, અવિનાશીથી જોડાયેલોઅવિનાશીના લક્ષ્ય સ્વયં અવિનાશી બની સર્વથા બંધનમુક્ત થઈ શકે. સાંભળવું, જોવું અને અનુભવવું એ જીવ માત્રનો વ્યવહાર અને ચાલ છે. છેવટે અનુભવમાં અર્થાત વેદનમાં સહુ સરખા છે માટે અનુભવતત્ત્વને લઈને મોક્ષની સિદ્ધિ સહજ છે, કારણ કે બંધન અને દુઃખ સર્વને પ્રત્યક્ષ છે. એની સામે મુક્તિ અને અનંતસુખ સહજ સિદ્ધ છે. જીવ માત્રની માંગ સાચી છે પણ માર્ગ ખોટો છે. જીવ માત્રની માંગ સાચી છે પણ મથામણ ખોટી છે. ચાલો ત્યારે અવળી ચાલથી સને અસત્ સાથે અને ચિને અચિત્ સાથે જોડી આનંદને સુખદુઃખ રૂપે પરિણમાવ્યો છે તેને સવળી ચાલે ચાલી ચિને સત્ સાથે જોડી સુખદુઃખના ચક્રવાને ભેદીને સચ્ચિદાનંદ સ્વરૂપને આપણે સહુ પ્રાપ્ત કરીએ ! E Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ પરમાત્મ સ્વરૂપ यतो वायो निवर्तन्ते, न यत्र मनसो गतिः । शुद्धानुभव सवेद्यं, तद्रूप परमात्मनः ॥ અર્થઃ વૈખરી રૂપ વાણીઓ જે રૂપનું વર્ણન ન કરી શકવાથી તેથી પાછી ફરે છે, મનની ગતિ પણ જેમાં પ્રવૃત્તિ કરી શકતી નથી, આ પ્રકારનું પરમાત્મ સ્વરૂ૫ માત્ર શુદ્ધ અનુભવ જ્ઞાન વડે જાણવા યોગ્ય છે. - - "अतद्व्यावृत्तिनां भींत, सिद्धान्ता कथय ति तम्। वस्तुतस्तु न निर्वाच्यं, तस्य रुपं कथं च न ॥ – અર્થ : સિદ્ધાંતો જાણે ભય પામ્યા હોય તેમ પરમાત્મ સ્વરૂપ કહે છે. વસ્તુતઃ જોતાં પરમાત્માનું સ્વરૂપ વચનગોચર થતું નથી, તેથી અન્યની આગળ શી રીતે સંપૂર્ણ સ્વરૂપ કહેવાય? આત્મકલા વિના નિત્તા સર્વો: નાગુ વત્તાધવા મા બાપનાને વ તાં વયે સમુપાદે ” -“મહોપાધ્યાય યશોવિજયજી “પરમ જ્યોતિ”માં Page #282 -------------------------------------------------------------------------- ________________