________________
પંચાચારની વિશિષ્ટતા
૧૦૯
થઈ, મિથ્યા(વિનાશી) મટી સમ્યગ થઈ તેના બળે પછી આત્મભાવથી આત્માને એના સાચા સમ્યગ્ આત્મસ્વરૂપમાં અર્થાત્ પરમાત્મ સ્વરૂપમાં લાવવા માટે દેહધર્મ ઉપર પરિષહ અને ઉપસર્ગોના કષ્ટ વેઠી વિજય મેળવવો એટલે કે સંયમ અને તપમાં પ્રવૃત્ત થવું તે ચારિત્રાચાર અને તપાચાર છે. સ્વરૂપ રમણતા અને નીજગુણ સ્થિરતા તે સાધુપણું-ચારિત્ર છે.
દર્શનાચારથી જ્ઞાનાચાર આવે છે. દેવ-ગુરુના દર્શને જતાં જતાં દેવ થકી ગુરુ થકી જ્ઞાન પમાય છે. જે જ્ઞાનાચાર છે. ચારિત્રાચાર તથા તપાચાર (સામાયિક, પૌષધ, યમ નિયમ, વ્રત, પચ્ચખ્ખાણ, પ્રતિજ્ઞા આદિ) પણ ગુરુ પાસેથી મળે છે.
મહાપુરુષ થવાની ક્રિયા કર્મયોગની છે જે ક્રિયારૂપ છે, જ્યારે પુરુષોત્તમ થવાની ક્રિયા જ્ઞાન ધ્યાન યોગથી અને પંચાચારની પાલનાથી છે, જે ક્રિયા અને ભાવ ઉભય સ્વરૂપ છે.
જ્ઞાનમાં સ્વયંને પરમાત્મ સ્વરૂપે છું તેવો નિર્ણય કર્યા બાદ ઉપયોગને યોગથી ભિન્ન કરવારૂપ, દેહથી આત્માને ભિન્ન કરવારૂપ, પરમાત્મા બનવાની જે પ્રવૃત્તિ છે તે ચારિત્રાચાર અને તપાચાર છે. ચારિત્રાચાર અને તપાચારની સેવનાથી ‘હું સિદ્ધ સ્વરૂપી છું' એવો જે નિર્ણય કર્યો તે સિદ્ધ સ્વરૂપનું સ્વ આત્મક્ષેત્રે વેદન અનુભવન કરવાનું હોય છે. પ્રજ્ઞાનમ્ આનન્દમ્ બ્રહ્મ ને અનુભવ કરવાનો હોય છે.
જ્ઞાનાચાર ને દર્શનાચારથી નિર્ણિત થયેલ પરમાત્મ સ્વરૂપ ઉપયોગની ધારાથી ચારિત્રાચાર-તપાચારમાં દેહથી આત્માને ભિન્ન કરવાની યોગક્રિયા કરવાની હોય છે.
આમ જો જ્ઞાનાચાર-દર્શનાચાર એ ઉપયોગપ્રધાન છે તો ચારિત્રાચારતપાચાર યોગપ્રધાન છે.
જીવનું સર્વસ્વ જે કાંઈ છે તે જ્ઞાન-દર્શન છે. એ જ્ઞાનદર્શનનો ભોગ ઉપયોગ વેદન-અનુભવન-રસાસ્વાદ ચારિત્ર અને તપથી છે. જ્ઞાન-દર્શન જીવના સ્વગુણ છે. સ્વગુણનું લક્ષણ એ છે કે તે ગુણ લક્ષણરૂપે અંશે પણ જીવની સર્વ નિકૃષ્ટ કે ઉત્કૃષ્ટ અવસ્થામાં કાર્યાન્વિત હોય. અર્થાત્ લક્ષણ, ચિહન રૂપે વ્યવહારમાં તે ગુણ સક્રિય હોય. લક્ષણ જાતિમૂલક છે, આચારસંજ્ઞામૂલક છે અને ગુણ વિકાસમૂલક છે. જાણવાનું ચાલુ રહેવું તે આત્માનો જ્ઞાનગુણ છે. જાણવાનું સદંતર બંધ થઈ જાય તો આત્મા, આત્મા મટી જાય, અનાત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org