________________
૧૧૦
સૈકાલિક આત્મવિજ્ઞાન બની જાય. જીવ મટી જડ થઈ જાય. પ્રત્યેક ગુણ સ્વક્રિયાવંત હોય, સ્વક્રિયા અભેદ હોય. - પંચાચારની પાલના જેટલી ઓછી થાય તેટલો વાસ્તવિક લાભાંતરાય સમજવો. આપણે ભૌતિક સુખસામગ્રી નહિ મળે તેને લાભાંતરાય સમજીએ છીએ જે સાંસારિક ક્ષેત્રે છે. આધ્યાત્મિક ક્ષેત્રે તો આત્માની જે અનંતશક્તિ છે, આત્માનું જે અવ્યાબાધ સુખ છે તે ભોગવી શકાતું નથી, તે જ વાસ્તવિક લાભાંતરાય છે. પંચાચારની પાલના કરનારા સાધુ ભગવંતો સ્વયં પંચાચારમાં આગળ વધે નહિ તે તેમનો લાભાંતરાય, અને તેઓ અન્ય પોતાના સંપર્કમાં આવનારા જીવોને જ્ઞાન-ઉપદેશ આપે નહિ તો તે તેમનો દાનાંતરાય છે. રત્નત્રયીની આરાધનામાં પંચાચારની પાલનામાં શક્તિ ન ફોરવવી તે તેમનો વીઆંતરાય છે અને આત્મગુણોની અનુભૂતિ ન થવી, પંચાચાર પાલનાનો રસાસ્વાદ ન થવો તે ભોગપભોગાંતરાય છે.
જ્ઞાનથી ધ્યાનમાં જવાનું છે અને ધ્યાનથી સમાધિમાં જવાનું છે. અંતે સમાધિમાંથી સમત્વમાં-સ્વભાવમાં-સ્વરૂપમાં જવાનું છે. જ્ઞાનથી હેય-શેય અને ઉપાદેયની સમજ આવે છે. તપ અને ચારિત્રથી હેય છૂટે છે. શેયના જ્ઞાતા બનાય છે અને ઉપાદેય સાથે સંધાણ-જોડાણ થાય છે. ધ્યાનમાં ઉપાદેય અને ઉપાદાન એક બને છે. વિકલ્પોના સાક્ષી બનાય છે અને દેહાધ્યાસ છૂટે છે. ધ્યાનમાંથી સમાધિ લાગતાં કેવલ ઉપાદાન રહે છે.
વિકલ્પ છૂટી જાય છે અને નિર્વિકલ્પ દશા આવે છે. આત્માનંદની અનુભૂતિ થાય છે. સહુ કોઈ પંચાચારધર્મની પાલના વડે આત્માનુભૂતિના આનંદ મેળવતાં મેળવતાં પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરો એવી અભિલાષા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org