________________
૧૭૮
સૈકાલિક આત્મવિજ્ઞાન કોઈ પણ તત્ત્વના નક્કી કરેલા ગુણધર્મો વ્યક્તિની દૃષ્ટિ પ્રમાણે સાપેક્ષ છે. તે ગુણધર્મો સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આશ્રિત નથી. તેથી તે પરિવર્તનને પામનારાં છે. આ જ સાપેક્ષવાદ છે અને તે સ્યાદ્વાદ છે.
કેવલજ્ઞાન એક ભેદે છે. તેથી તે એકાંત છે-અદ્વૈત છે, પણ શક્તિ અનંત છે. - કેવલજ્ઞાન સિવાયના બાકી સર્વમતિ શ્રુત, અવધિ અને મન:પર્યવ જ્ઞાન ઘણાં ઘણાં ભેદે છે અને શક્તિ અલ્પ છે.
અનંત એટલે વ્યાવહારિક વાસ્તવિક અંતો ગયા અને નિશ્ચય પારમાર્થિક અંત આવ્યો કે જે અંતનો પછી અંત જ નથી, એવો અન + અંત = અનંતનો અર્થ છે. અનંતમાં નિત્યતા અને સમગ્રતા નિહાળવાની છે ત્યાં અક્રમિકતા
જેના અનેક અંત છે તે અનેક + અંત = અનેકાન્ત છે. સાદિ-સાન્ત ભાવસ્થાના એક કરતાં અધિકા અંતો છે, અને તેથી તે અનિત્યાવસ્થા છેઅલ્પાવસ્થા-છદ્મસ્થતા છે. ત્યાં ક્રમિકતા છે.
છદ્મસ્થ જ્ઞાનીઓની અનેકાન્ત ક્રમિક અને ભેદરૂપ દૃષ્ટિ છે. કેવલી ભગવંતની એકાન્ત અને અનંત શક્તિરૂપ અક્રમિક દૃષ્ટિ છે.
આત્મા, પરમાત્મા બન્યા બાદ, સિદ્ધ થયા બાદ પણ જ્ઞાતા દૃષ્ટા હોવાથી “એકો અનંત એટલે કે એક એવો પણ અનંતરૂપ છે અને પાછો અનંતમાં એક છે.
સર્વ જ્ઞેય પદાર્થો સર્વજ્ઞ સિદ્ધ પરમાત્મ ભગવંતના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. એ અપેક્ષાએ પરમાત્મા “એકો અનંત' છે.
જ્યારે એ અનંતાશેય પ્રતિબિંબો સાથે સર્વજ્ઞ-સિદ્ધ પરમાત્મ ભગવંતના સંબંધમાં આવવા છતાંય પરમાત્મ ભગવંતની વીતરાગતામાં કે તેમના સ્વરૂપમાં લેશમાત્ર પણ ફેર પડતો નથી. તે અપેક્ષાએ પરમાત્મ ભગવંત અનંતમાં એક છે.
જે અસત પદાર્થ છે એમાં રસપૂર્વક નિત્યતા કરીએ છીએ તે જ રાગ છે અને દેહભાવ છે. વૈરાગ્યથી અનેકાન્ત દૃષ્ટિથી અનેકાન્તધર્મવાળા પદાર્થને જોવાથી અબદ્ધ અર્થાત્ રાગરહિત થવાય છે અને જગત મિથ્યા, બ્રહ્મસત્યની અનુભૂતિ થાય છે.
સ્યાદ્વાદ દ્વારા આત્માની સિદ્ધિ કરવાની છે કે જે આત્મા અસ્યા છે અનેકાન્ત દ્વારા એક અને સમરૂપ એકાન્ત એવા આત્માની સિદ્ધિ કરવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org