________________
વૈકાલિક આત્મવિજ્ઞાન
૨૧૮
ઇચ્છે છે. પછી સામે ગમે તે જીવ હોય ! કહેવત છે ને કે ‘લાલો લાભ વગર ન લોટે’.
આપણે જૈન છીએ. આપણે જૈન વેપારીને ત્યાંથી માલ લઈએ છીએ. બાજુમાં મુસલમાન વેપારી છે. જૈન તો આપણો સાધાર્મિક બંધુ કહેવાય. હવે આ જૈન બંધુ આપણો વિશ્વાસપાત્ર બની હંમેશા માલ ને ભાવમાં છેતરે છે. કોઈ દિવસે આ વાત આપણા ખ્યાલમાં આવી જાય છે, અને ત્યારે બાજુમાંના મુસલમાન વેપા૨ીને ત્યાં જઈ ચડીએ છીએ, અને તેની સાથેના વેપારમાં આપણને પૂર્ણ સંતોષ થાય છે. છેતરાવાનો કોઈ ભય દેખાતો નથી. તો પછી આપણે આપણા જૈન સાધાર્મિક બંધુ સાથે વેપારી સંબંધો રાખીશું કે મુસલમાન બંધુ સાથે ?
અરે ! ના ના ! ગમે તેવો તોયે આપણો જાતભાઈ, સાધાર્મિક બંધુ ! આપણા દેવનો ભક્ત ! એની પાસેથી જ માલ લેવો જોઈએ પછી ભલેને લૂંટાઈ જતાં હોઈએ ! અરે ભલા ભાઈ ! વિચાર કરો કોઈ એવો સાધાર્મિક બંધુ પાક્યો નથી ને પાકશે નહિ કે વર્તમાનમાં એવો કોઈ નથી, જે આવા અપ્રમાણિક સાધાર્મિક બંધુને છોડે નહિ અને પ્રામાણિક એવા મુસલમાન વેપારીને પકડે નહિ. મુસલમાન તો હલકી જાતનો છે. એનો ભગવાન તો ખુદા છે. એની પાસેથી માલ કેમ લેવાય ? વેપારમાં વહેવારના લાભની વાતમાં આવું કોઈ વિચારતા નથી અને ખોટનો સોદો કોઈ કરતા નથી. તો આના ઉપરથી સાર તો એ નીકળે છે કે કોણ કોને માને છે ? તે પ્રશ્ન ભલે પ્રથમ મહત્ત્વનો હોય પરંતુ અંતે તો જીવને પરસ્પર એકબીજાના સર્તન અને સદ્વિચાર જ કામમાં આવે છે, જે પરમાત્માના ઘરની દેણ છે.
ગમે તે પ્રકારનો દોષ, ગમે તેનામાં હોય પરંતુ તે પરસ્પર દુઃખદ હોય છે અને ગમે તે પ્રકારનો ગુણ ગમે તેનામાં હોય પરંતુ તે પરસ્પર સુખદ જ હોય છે.
બાહ્ય દૃષ્ટિએ દેખાતું ધર્મદેશ્યનું ખોખું તો હરેકે અપનાવ્યું અને તૈયાર તો કર્યું જ હોય પરંતુ અંદરના માલનો પ્રશ્ન તો ગુણદોષનું પૃથક્કરણ છે. દૃશ્ય ખોખું ગૌણ બની જાય છે. ગુણ માત્ર સાત્વિક ભાવ અને તે ભગવાને આપેલા બતાડેલા ગુણસ્થાનકોમાં પહેલાં ગુણસ્થાનકે દોષને મંદરસ કરવાવાળા છે, અને જીવને આત્મવિકાસમાં આગળ વધારવામાં સંધિ સ્થાનરૂપ છે. આપણને દૂધ જોઈતું હોય ત્યારે દૂધ સાથે મતલબ છે અને ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org