________________
૨૧૭
ધમત્રય-તત્ત્વ ત્રથી ગણાતી હોય કે ઊતરતી લેખાતી હોય, પરંતુ તે નીચલી વરણમાં જન્મેલ પુત્રો અને બનેલ માબાપોને તે ઊતરતી કોટિની વરણના હોવા માત્રથી ગુણદોષનો વિવેક કર્યા વિના “સુ” કે “કુ કહી શકતા નથી. ઢેઢ કુળમાં જન્મેલા અને જન્મ આપનારા માબાપોને અને પુત્રપુત્રાદિને કુમાતા, કુપિતા, કુપુત્ર કે કુપુત્રી કોઈ કહેતા નથી અને તેમ કહી પણ શકતા નથી. ભલે ઊતરતું કુળ હોય છતાં તેવાં કુળની તે તે વ્યક્તિમાં માનવતા અને સર્જનતા-કુલીનતા હોય તો તે ચઢિયાતા છે, ગુણવાન છે જ્યારે તેથી વિપરીત બ્રાહ્મણ-ક્ષત્રિયવૈશ્યની ઊંચી વરણ-ઊંચા કુળના એવાં માતાપિતા અને તેમના પુત્રપુત્રાદિમાં ગુણની અપેક્ષાએ કુલીનતા, ખાનદાની, માનવતા-સજ્જનતા ન હોય, અને પશુતા ને અધમતા હોય તો તે ચડિયાતા કુળનાને પણ “કુ' કહી શકાય અને તેમ કહેનારાને કોઈ પડકારી શકતું નથી.
સારાય-જગતની સમગ્ર વિશ્વની પ્રત્યેક વ્યક્તિ, સામે એવી વ્યક્તિની અપેક્ષા રાખે છે કે જે જગતના કામમાં આવનારી હોય. નકામને કોઈ ઈચ્છતું નથી. જે કોઈના કશા કામનું નથી તે નકામું છે. અને તે નકામાને ભલે તે નઠારું ન હોય તો ય તે કામનું ન હોવાથી કોઈ એને ઇચ્છતું નથી.
જો આમ સંસારના રોજબરોજના વ્યવહારમાં “સુ” અને “કુ ના વિશેષણો લગાડવામાં આટલો બધો વિવેક કરવો પડતો હોય તો પછી વિચારવું જોઈએ કે ધર્મક્ષેત્રે કેટલો વિવેક કરવો જોઈએ !
ધર્મક્ષેત્રે અનેક પ્રકારના ધર્મો છે અને તે અનેક પ્રકારના ધર્મોના વળી સ્થાપકો પણ અનેક છે. જેનાં નામ આજે વર્તમાનકાળની અપેક્ષાએ શીવશંકર-રામ-કૃષ્ણ-
વિષ્ણુ-મહાદેવ-મહમ્મદ-જીસસ-બુદ્ધ આદિ છે. તે તે સર્વ ધર્મસ્થાપકોને તે તે ધર્મના અનુયાયીઓ તેમને પોતાના ઇષ્ટદેવ માને છે. એમણે કદાચ રાગદ્વેષનો સર્વથા ક્ષય નથી પણ કર્યો. પરંતુ એ ધર્મસ્થાપકોએ એવો તે કયો ખોટો ઉપદેશ આપ્યો અને દુર્જનોને પકવ્યા કે એમણે પોતે સ્વયં જગતનું એવું તે કયું અહિત કર્યું કે એમને “કુ કહેવા પડે ? હરગીજ નહિ ! બલ્ક તે તે ધર્મસ્થાપકોએ પણ પોતપોતાના ક્ષેત્રમાં પશુ જેવો આત્મા ઊંચી કક્ષાનો માનવ બને એવો રાહ આપ્યો છે. તો અન્ય દર્શનીઓએ માનેલા એમના પોતાના દેવોને આપણે કુ” કેમ કહી શકીએ ?
આ જ વાતને આપણે આપણા રોજબરોજના જીવનવ્યવહારના દષ્ટાંતથી સ્પષ્ટ કરવા પ્રયત્ન કરીશું.
દરેક જીવ દરેક તરફથી પોતાનો લાભ, હિત, કલ્યાણ અને સુખ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org