________________
ધર્મત્રથી-તત્ત્વ ત્રયી
૨૧૯ દૂધવાળા ગોવાળને પૂછતાં નથી કે ભાઈ કઈ ગાયનું દૂધ છે ? કાળી ગાયનું છે ? લાલ ગાયનું છે ? કે સફેદ ગાયનું છે ? ગમે તે રંગની ગાય હોય દૂધ તો સફેદ જ હોય ! ગાયની ચામડી પ્રમાણે કાંઈ ગાયના દૂધનો રંગ ન હોય !
ધર્મનું નામ, સંબોધન એ દૃશ્યરૂપે બાહ્ય દશ્યરૂપ આકાર કે તેના પ્રકારરૂપ ખોખું ભલે અનેક ચિત્ર વિચિત્રરૂપ વાળું હોય પરંતુ અંદરનો માલ તો સાત્ત્વિકભાવ જ હોય !
કોઈ પણ જીવ કોઈના પણ પ્રત્યે શુભભાવ કરે તો તે સાત્ત્વિક ભાવ છે. તો કોઈ પણ ધર્મી જીવ પોતાની માનેલી ઉપાસ્ય વ્યક્તિ પ્રત્યે નમસ્કાર, સ્તુતિ, સ્તવન, ભક્તિ જે કાંઈ કરે તેને સાત્વિક ભાવ કહેવાય.
એક ઊતરતા કુળમાં જન્મેલ હરિજન પુત્ર પોતાના માતાપિતા પ્રત્યે પુત્રવત્ વર્તન સેવા, ભક્તિ, કર્તવ્ય-ફરજ આદિ બતાવે તો તેને તે ક્ષેત્રમાં પણ સાત્ત્વિક ભાવ કહેવાય અને ચડિયાતા કુળમાં પાકેલા-જન્મેલા પુત્રો યદિ જો માતાપિતાનો અવિનય કરે, સેવા ન કરે, ફરજ ન બજાવે અને દુશ્મન બની બેસે તો તેને તામસપુત્ર કહેવાય બલ્ક ‘કુપુત્ર” “કપાતર' કહેવાય !
આ વિશ્વમાં ગુણ કેળવવાની કોઈની અંગત ઈજારાશાહી નથી. ગુણવાન ક્યારે ગુણ ખોઈ બેસે અને દોષવાન ક્યારે ગુણવાન બની જાય, તે પણ કોઈને માટે કાંઈ કહી શકાતું નથી. પુણ્યના ઉદયો કોઈને આધીન નથી. અને પાપના ઉદયો સંતો ને સજાનો કે ધર્મજનને પણ છોડતા નથી.
દર્શન દૃષ્ટિસ્વરૂપ છે અને દૃષ્ટિમાં ભાવ હોય છે. એટલે દૃષ્ટિ અને ભાવ બે વિષય થયાં.
દર્શન મોહનીય એટલે દર્શનમાં મૂઢતા-અવિવેક હોવો તે ! દર્શન સાચું અને ખોટું અને ભાવ પણ સાચા અને ખોટા એવી અંતરક્રિયા દર્શનમાં હોય છે. આ દર્શનને વળી બીજાં ત્રણ ભાવ સાથે સંબંધ હોય છે. તે છે કૂતદષ્ટ અને અનુભૂત.
જીવ માત્રના દર્શનનું સ્વરૂપ આવે છે. એ જેનામાં ન હોય તેને જડ કહેવાય. અર્થાત્ જડનો આ વિષય નથી. અથવા તો કહો કે જડનો આ સ્વભાવ નથી. આ જ રીતે જડ ને ચેતનનો ભેદ સિદ્ધ થાય છે.
જૈન દર્શનમાં સર્વજ્ઞ ભગવંતોએ જીવમાં રહેલ દર્શન સ્વભાવ અથવા દર્શન શક્તિને ત્રણ ભાવમાં વહેંચેલ છે. આ ત્રણ ભાવ (૧) મિથ્યા મોહનીય (૨) મિશ્ર મોહનીય અને (૨) સભ્ય મોહનીય તરીકે ઓળખાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org