________________
૩. અધિકરણ-ઉપકરણ અંત કરણ
જેના વડે ક્રિયા કરાય તેને ‘કરણ’ કહેવાય છે. કરણ એટલે સાધન. આ સાધન બહારનાં હોય તેમ અંદરનાં પણ હોય.
બહારનાં સાધનોને ઉત્પાદન-વ્યય તેમજ સંયોગ હોય છે. બહારનાં સાધન બે પ્રકારનાં છે. એક પરક્ષેત્રે રહેલ છે. જ્યારે બીજા સ્વક્ષેત્રે રહેલ છે. બહારના તે બધાં ય સાધન પુદ્ગલના Matter-અર્થાત્ જેને વર્ણ-ગંધરૂપ-સ્પર્શ અને શબ્દ છે. તથા જે પરિભ્રમણશીલ અને પરિવર્તનશીલ છે એવું દ્રવ્ય તે પુદ્ગલ છે. આમાં સ્વક્ષેત્રે એટલે કે આત્માની સાથે જે યોગ રહેલ છે તે ફક્ત ‘કરણ' કહેવાય છે, જે મન, વચન અને કાયાના યોગ છે. તે મનોયોગ, વચનયોગ અને કાયયોગ પરક્ષેત્રે રહેલ સાધનોથી કાર્યાન્વિત થાય છે. આવાં બહારનાં સાધનોની સહાયથી કરણ અર્થાત યોગ વડે પરંપરાએ આત્માનો મોક્ષ કરી શકાય, તેવાં જે બહારનાં છે તેને સાધનો ‘ઉપકરણ’ કહેવાય છે એથી વિપરીત બહારનાં જે સાધનો વડે ભોગવિલાસ માણવામાં આવે છે તેવાં સાધનોને ‘અધિકરણ’ કહેવાય છે. ટૂંકમાં ઉત્થાન કરે અર્થાત્ આત્મા સમીપ લઈ જાય તે ઉપકરણને અવનતિ કરે તે અધિકરણ.
કરણ પુદ્ગલમાંથી ઉત્પન્ન થયેલ હોય છે, પરંતુ તેમાંથી નવા ઉપકરણ કે અધિકરણનું ઉત્પાદન થાય નહિ. ઉપકરણ ફક્ત વાપરી શકાય જ્યારે અધિકરણમાંથી નવી નવી અધિકરણની અન્ય ચીજો ઉત્પન્ન થાય. મંદિરમૂર્તિ-ગુરૂ-ગ્રંથ-માળા-આસન-કમંડળ-ઓઘા-પાતરા જેવા ઉપકરણમાંથી નવું કોઈ ઉત્પન્ન ન થાય, પણ રસોઈનાં વાસણો, કારાખાનાંના યંત્રો આદિમાંથી નવી ચીજોની ઉત્પત્તિ થયા જ કરે.
કરણ તે (યોગ) અને અંતઃકરણ (ઉપયોગ) ઉપર ઉપકાર કરનાર છે જ્યારે અધિકરણ કરણને અધોગતિમાં ધકેલનાર છે અને અંતઃકરણને બગાડનાર (પરિણામે ભવને બગાડનાર) છે. અધિકરણ એ સંસારના મોહભાવરૂપ પુદ્ગલ પદાર્થો છે. જ્યારે ઉપકરણ પણ પુદ્ગલમાંથી બનેલ હોવા છતાં ય એ આત્મભાવ પામવા માટેનું સાધન છે.. અધિકરણથી છૂટાતું નથી પણ એની પરંપરા ચાલુ રહે છે. ઉપકરણથી આત્માની સમીપે જવાય છે. ઉપકરણ એ આરંભ સમારંભના પાપબંધ કરાવનારાં સાધનો નથી. જ્યારે અધિકરણ એ આરંભ સમારંભના પાપબંધરૂપ સાધન છે. અધિકરણની સ્થાપના અર્થ અને કામ (ભોગ) માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org