________________
સૈકાલિક આત્મવિજ્ઞાન એ મતિજ્ઞાન એ કેવલજ્ઞાનને જોડનારી માધ્યમિક અવસ્થા છે. જે સાધનારૂપ કડી છે. આમ ધ્યાન એ અંતિમ સ્વરૂપ નથી પણ સાધના છે. કેવલજ્ઞાનની પ્રાપ્તિ એ ધ્યાનથી સિદ્ધિ છે. ધ્યાન ચાલ્યું જાય. ધ્યાનાતીત થવાય તે ધ્યાનથી સિદ્ધિ છે. ધ્યાન છોડવું ય ન જોઈએ, અને ધ્યાન બગડવું ય ન જોઈએ પણ ચાલ્યું જવું જોઈએ. અને કેવલજ્ઞાન પ્રગટવું જોઈએ.
જૈનદર્શનમાં ગુણાતીત થવાની સાધનાના ચૌદ સોપાન, ચૌદ ગુણસ્થાનક તરીકે ઓળખાય છે. એમાં ચોથું ગુણસ્થાન સમકિત દૃષ્ટિ અવિરતિ ગુણસ્થાનક છે કે જે તબક્કે અંત-કરણની શુદ્ધિનો પાયો નંખાય છે. વિકાસના એ પગથિયે સદ્ભવૃત્તિમાં આશય અને લક્ષ્ય મુક્તિનું હોય છે. એ તબક્કે સાધકને આત્મગત (સ્વગ-સત્તાગ) પરમાત્માતત્ત્વનું જ્ઞાન-ભાન અને લક્ષ્ય હોય છે. આરોહણ કરતાં કરતાં સાધકના અંત:કરણની જેમ જેમ વધુને વધુ શુદ્ધિ થતી જાય છે, તેમ તેમ નીચે નીચેના તબક્કાનાં ઉપકરણો છૂટતાં જાય છે. અને આઠમા ગુણસ્થાનકથી તો અંત:કરણથી (ઉપયોગથી) અંત:કરણની શુદ્ધિની પ્રક્રિયા શરૂ થાય છે. છેવટે બારમા ગુણસ્થાનકના અંતે અંતઃકરણ શુદ્ધ થાય છે. અને કેવલજ્ઞાનનું પ્રાગટ્ય થાય છે. સમકિતનું અભેદ આધારસ્થાન આત્મા છે. કાયયોગાદિકરણ કે ઉપકરણ નથી.
જીવ માત્રની ઇચ્છા અક્ષય અનંત, અવ્યાબાધ સુખની પ્રાપ્તિની છે. અંતઃકરણ વડે અક્ષય, અનંત, અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. ઉપકરણનું મહત્વ માત્ર અધિકરણની સામે છે જે પણ શુદ્ધ અંતઃકરણની અપેક્ષા રાખીને આંકવાનું છે. કાયોત્સર્ગની ક્રિયા જ્ઞાનીએ ફરમાવેલી છે. તે દેહભાન ભૂલવા અને આત્મામાં લીન થવા માટે છે. જે અંતઃકરણની શુદ્ધિની મહત્તા દર્શાવે છે. | મુહપત્તીની પડિલdણ વેળા બોલાવવામાં આવતા પચ્ચીસ બોલમાં “સમકિતમોહનીય પરિહરું' એવો એક બોલ છે. પ્રથમ તો સમક્તિના મહત્ત્વની અને સમકિતની પ્રાપ્તિની જ વાતો હોય છે, કે જે ક્ષયોપશમ સમકિત ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકોનો સૂચક ભાવ છે. એ જ આપણને સાધના માર્ગે સૂચવે છે કે સાધનામાં જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ લક્ષ્ય સિદ્ધિનું તથા વૃત્તિ અને પ્રવૃત્તિ આગળ આગળની કક્ષાની પ્રાપ્તિની હોવી જોઈએ. સમક્તિ મોહનીય પરિહરું એટલે કે “ક્ષાયોપશમિક સમકિત’ જે આવવા જવાના સ્વભાવવાળું સમકિત છે એને ત્યજીને આગળની કક્ષાનું “ક્ષાયિક સમકિત છે, કે જે કર્મના ક્ષયથી પ્રાપ્ત થનાર છે, અને આવ્યા બાદ જનાર નથી તેની પ્રાપ્તિ થાઓ. આમ જ્યાં ક્ષાયોપથમિક સમકિત જે અંતના સમ્યગ ભાવો છે-સમ્યગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org