________________
વૈકાલિક આત્મવિજ્ઞાન
૨૪૨
કોપે ત્યારે તે ભૂકંપ દ્વારા ભોગ લે છે. જલ તત્ત્વ કોપે ત્યારે તે જળરેલ-પ્રલય દ્વારા ભોગ લે છે. અગ્નિ તત્વ કોપે ત્યારે તે અનેક પ્રકારના રોગચાળા અથવા પરસ્પર દેશયુદ્ધ અને દાવાનળ દ્વારા ભોગ લે છે. વાયુતત્ત્વ કોપે ત્યારે વંટોળ, સાયકલોન આદિથી ભોગ લે છે. આને આધિદૈવિક કોપ - કે કુદરતી કોપ આસમાની કહેવાય. આની સામે મોટા મોટા ભૂપોના ભૂપ ભૂપતિ, ચક્રવર્તી જેવાં પણ દીન ને હીન બની જાય છે.
વર્તમાનકાળમાં ભલે આ ચાર તત્ત્વના ઉલ્કાપાત અને કોપના ઉપદ્રવો વિના શાંત જીવતાં હોઈએ પરંતુ એ ક્યારે ભરડો લે અને એમાંથી આપણે બચી શકીએ એવું છાતી ઠોકીને કોઈ કહી શકશે ? હરગીજ નહિ. આધિભૌતિકદુઃખ :
જે જીવને પોતાના દેહ માટે દેહને ટકાવવા માટે થઈને જ આ ચાર પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુની જરૂર છે તેની અપ્રાપ્તિ એટલે દર્દ ને દરિદ્રતા, તે આધિભૌતિક દુ:ખ.
આજે ભલે શ્રીમંત-કરોડપતિ હોય પરંતુ તે વીમા કંપનીમાં જઈને એવો વીમો ઉતરાવી શકે કે કાલ હું કરોડ ખોઈ નાંખુ તો મને કાલ કરોડ વીમા કંપનીએ આપવા. વીમા કંપની ભલે તમારા મરણનો વીમો ઉતારે, માલનો વીમો ઉતારે, દવા દારૂના ખર્ચ અંગેનો વીમો ઉતારે પણ રોકડ મિલકતનો વીમો કોઈ વીમા કંપની નહિ ઉતારે. કારણ કે માયાથી ભરેલો મનુષ્ય બીજે જ દિવસે દેવાળું કાઢી બતાડે અને એનો વીમો ઉતારનાર વીમા કંપનીને પણ દેવાળું ફૂંકવાની સ્થિતિમાં લઈ આવે. ગમે એ મનુષ્ય હોય તે કદિ અભિમાનથી એમ ન બોલી શકે કે એનું શરીર રોગથી કદી ન ઘેરાય.
આ વિશ્વમાં ત્રણ અટલ નિયમ છે કે રોગ વગરનું શરીર નહિ, ખરચ વિનાનો દિવસ નહિ, અને કલંક વગરનું કુળ નહિ.
રોગ વગરનું શરીર કોઈનું હોય જ નહિ. બાળક જન્મે ત્યારથી પાંચ સાત વર્ષ પસાર કરે તે દરમિયાન પણ બાળકને ઓરી-અછબડા, દંતપીડા આદિ રોગોમાંથી પસાર થવું પડે છે. ગમે તેવી ભર યુવાવસ્થામાં ય કાળે ને રોગે કંઈકને ભરખી લીધાં અને વૃદ્ધાવસ્થા તો ભયંકર શાપરૂપ જ છે, પછી રોગનો સવાલ જ ક્યાં છે.
વીમા કંપનીમાં જઈ જીવ કહે મને કેન્સર ને ટી.બી. ન થાય તેવો વીમો ઉતારો! થાય તેટલા પૈસા લ્યો ! કોઈ વીમા કંપની આવો રોગ ન થાય તેવો વીમો ન ઉતારે. હા ! રોગ થાય તો ખર્ચ આપવાનો ‘Mediclaim’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org