________________
ધર્મત્રયી-તત્ત્વત્રયી
૨૪૩
નો વીમો ઉતારે. ભલે ! વર્તમાનકાળમાં શરીર નીરોગી લાગતું હોય ને સ્વસ્થ બેઠાં હોઈએ પરંતુ કયો રોગ કોનો ક્યારે ભરડો લે તેનો શું નિર્ણય કરાય? આધ્યાત્મિક દુઃખ ઃ
ત્રીજા દુઃખનું નામ છે. આધ્યાત્મિક, આધ્યાત્મિક એટલે માનસિક ! અધ્યાતા શબ્દનો અર્થ તો આત્મા થાય, મન ન થાય. તો પછી એને માનસિક કેમ કહ્યું ? એને અધ્યાત્મ એટલે જ કહ્યું કે મનનું મૂળ તો આત્મા જ છે અને જે કાંઈ વેદન થાય છે, તે મન દ્વારા પહોંચે છે અને એના આધારરૂપ આત્મા જ વેદે છે. વહેવારમાં પણ આપણે બોલીએ છીએ કે મને બહુ દુ:ખ થાય છે. એ મનનું સંબોધન આત્માને છે. મન ને આત્માનો ભેદ માત્ર એટલો જ છે કે આત્મા એક અખંડ દ્રવ્ય પદાર્થ છે. જ્યારે નખથી શીખ સુધી આપણું શરીર અખંડ એક છે અને હાથ-પગ આદિ તે શરીરના અવયવો (Spare parts) છે. વર્તમાનકાળમાં આત્મા એક અખંડ પદાર્થરૂપ રહેવા ને હોવા છતાં એ વેરવિખેર અવસ્થામાં છે. તેની વેરવિખેર અવસ્થા કેટલીક જડની સાથે છે ને કેટલીક પોતાની ચેતના સાથે છે. શરીર, ઇન્દ્રિયો અને પ્રાણ વડેનું જીવન એ જડ સાથે વેરવિખેર છે અને મનને બુદ્ધિ સાથેનું જીવન એ એની વેરવિખેર ચેતના છે.
આ બધાના આધારરૂપ પોતે.એક અખંડ આત્મા અકબંધ છે. પરંતુ તેને જીવવું પડે છે, શરીર, ઇન્દ્રિય ને પ્રાણ એ વિજાતીય અંશો વડે, અને મન ને બુદ્ધિ એ સજાતિય અંશો વડે. જેમ આપણે વહેવારમાં કહીએ કે આ ફરસાણ બન્યું છે. તો ફરસાણ એક દ્રવ્યરૂપ દેખાય છે, પરંતુ તેમાં લોટતેલ-મીઠું-મરચું-હળદર-હીંગ આદિનું ભેળસેળ છે. તેમ આપણે આપણી જાતને ‘હું' કહીએ છીએ તે ‘હું' આત્મા શરીર-ઇન્દ્રિય -પ્રાણ-મન-બુદ્ધિ આ બધાં પદાર્થના એકક્ષેત્રીય એકરૂપ એક પદાર્થ છીએ. હવે એ બધાના આધારરૂપ આત્મા સત્ય સ્વરૂપે કેવો છે ? પરમાત્મ સ્વરૂપ છે. જે પરમાત્મ સ્વરૂપ આ બધા પદાર્થો વડે આવરાયેલું છે તે આવરણને અંગે જે કાંઈ બહાર દેખાય છે. તે પણ ભાસરૂપ છે અને વિદ્યમાન ભાસકનો તો પત્તો જ નથી. જેમ બપોરે બાર વાગ્યે મધ્યાહને આવેલો સૂર્ય કેટલો પ્રકાશમાન ને તેજસ્વી હોય ! પણ જો તે ઘનઘોર વાદળથી ઘેરાય તો સંધ્યા જેવું લાગે ને દિવસ કે રાતનો પત્તો પડે નહિ તેવી વર્તમાનકાળની જીવની દશા છે.
હવે આપણે માનસિક દુઃખનો વિચાર કરીએ. દરેક જીવને જીવનમાં અનેક પ્રકારની પ્રતિકૂળતા ને અનેક પ્રકારના પ્રતિકૂળ સંયોગો આવે છે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org