________________
બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા
૪૧ (૮) જે સાદિ-અનંત ભાગે સ્થિર છે, અરૂપી છે, નિત્ય છે તે પરમાત્મા છે.
બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની ઓળખ કર્યા બાદ હવે એનો તુલનાત્મક અભ્યાસ કરીએ.
(૧) બહિરાત્મા એટલે પહેલા ગુણસ્થાનકનો મિથ્યાદષ્ટિ અજ્ઞજન અંતરાત્મા એટલે ચોથાથી બારમા ગુણસ્થાનકનો મુમુક્ષુ સાધક એવો સમકિતિ વિવેકી આત્મા. - જ્યારે પરમાત્મા એટલે તેરમા અને ચૌદમા ગુણસ્થાનકે રહેલ સાકાર સયોગી અને અયોગી (યોગક્રયિા અભાવ) અરિહંત ભગવંતો, તીર્થકર ભગવંતો તથા સામાન્ય કેવલિ ભગવંતો, તેમજ સિદ્ધશીલા સ્થિત, સિદ્ધ સ્વરૂપી, શુદ્ધ
સ્વરૂપી, આત્મા સ્વરૂપી, અશરીરી, અરૂપી એવાં નિરંજન, નિરાકાર સિદ્ધપરમાત્મા ! સિદ્ધ ભગવંત !
(૨) રાગ ભાવ એટલે બહિરાત્મા ! વિરાગ ભાવ એટલે અંતરાત્મા! અને વીતરાગતા એટલે પરમાત્મા !
(૩) અધર્મ આચરે છે તે બહિરાત્મા ! ધર્મ આચરે છે તે અંતરાત્મા! જ્યારે જેણે ધર્મ પૂર્ણ કરી લીધો છે અને હવે ધર્મ કરવાનો રહેતો નથી તે પરમાત્મા છે.
(૪) કર્મના ઉદયને આધીન થાય છે તે બહિરાત્મા છે. કર્મના ઉદયનો આત્મબળ (પુરુષાર્થ)થી ક્ષયોપશમ (સુધારો) કરી કર્મને જે આધીન કરે છે તે અંતરાત્મા છે. જ્યારે કર્મ અને તેય ખાસ કરીને ધાતકર્મના ઉદયનો સર્વથા ખાતમો બોલાવે છે, ક્ષય (નાશ) કરે છે તે પરમાત્મા છે.
(૫) બહિરાત્મા છે તે ઉપદેશ ઝીલનાર શ્રોતા છે.
અંતરાત્મા છે તે પરમાત્માના પ્રતિનિધિ એવા પરમાત્માના ચાહક અને વાહક ઉપદેશ (દેશના) દેનારા ગુરુ ભગવંતો છે જે દેશતત્ત્વ છે. (અલ્પપણે)
જ્યારે પરમાત્મા તો દેવ અને ગુરુ ઉભય એવાં સર્વ તત્ત્વ છે. અદ્વૈત તત્ત્વ છે. પૂર્ણ છે. જે બહિરાત્મા અને અંતરાત્માનું લક્ષ્ય (સાધ્ય) છે.
(૬) જે મોહથી હણાયેલ છે તે રાગી બહિરાત્મા છે. જે મોહને હણી રહ્યો છે તે વૈરાગી અંતરાત્મા છે. જેણે મોહને સર્વથા હણી નાંખ્યો છે તે વિતરાગી પરમાત્મા છે.
(૭) બહિરાત્મા અસાધક છે. અંતરાત્મા સાધક છે અને પરમાત્મા સિદ્ધ છે.
(૮) પરમાત્મા પોતાના સ્વરૂપને પૂરેપૂરું જાણે છે અને સંસારીઓના ય બધાં સ્વરૂપ અને વિરૂપને પૂરેપૂરાં જાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org