________________
વૈકાલિક આત્મવિજ્ઞાન
જ્યારે સંસારી અજ્ઞાની જીવો પરમાત્માના સ્વરૂપને ય પૂરેપૂરું જાણતાં નથી અને પોતાના ય સ્વરૂપ કે વિરૂપને જાણતા નથી.
૪૨
એ તો માતા અને એના સંતાન જેવું છે. માતા પોતાનું જીવન જીવી જાણે છે અને પોતાના સંતાનને ય જિવાડી જાણે છે. જ્યારે બાળક (સંતાન) ન તો પોતાનું જીવન જીવવા સ્વયં શક્તિમાન છે કે ન તો માતાને જિવાડવાનું જ્ઞાન કે શક્તિ તેનામાં છે.
ન
(૯) પરમાત્માથી વિમુખ છે અને પોતાના સ્વરૂપથી ય જે વિમુખ છે તે બહિરાત્મા છે. જે બહિરાત્માથી વિમુખ છે અને પરમાત્મા તથા પોતાની સિદ્ધિની જે સન્મુખ છે તે અંતરાત્મા છે.
જે પોતાના સ્વરૂપમાં તન્મય છે અને સિદ્ધિને પ્રાપ્ત કરી ચૂક્યા છે તે સિદ્ધાત્મા પરમાત્મા છે.
(૧૦) બહિરાત્મા-અંતરાત્મા એવાં આપણે વર્તમાનકાળમાં રસોદયથી રસ વેદીએ છીએ અને જ્ઞાનથી જાણીએ છીએ. પછી રસવેદન ચાલી જાય છે અને જ્ઞાતૃત્વ (સ્મૃતિ) ઊભું રહે છે. જ્યારે પરમાત્માને સ્વક્ષેત્રના જ્ઞાન અને વેદન અભેદ બની જાય છે.
(૧૧) સિદ્ધ પરમાત્મા દેહાતીત એટલે કે દેહરહિત અશરીરી પરમાત્મા છે. અરિહન્ત પરમાત્મા વિદેહી છે. નવો દેહ હવે ધારણ કરનાર નથી એ અપેક્ષાએ તેઓ દેહત્યાગી છે.
સાધુ ભગવંત દેહભાવ રહિત છે અને દેહને માટે માલિકીની કોઈ ચીજ રાખેલ નથી તેમ જ દેહને આવશ્યક ચીજ ભિક્ષામાં મળે તો સંયમવૃદ્ધિ અને ન મળે તો તપોવૃદ્ધિ સમજે છે તેથી દેહત્યાગી છે.
સંયમલક્ષી, સમ્યગ્દષ્ટિ શ્રાવકે સમજણથી દષ્ટિમાંથી દેહભાવ-દેહમમત્વ ત્યાગેલ છે અને દેહભાન ભૂલી વિદેહી, દેહાતીત થવાની ઇચ્છાવાળો છે તથા અંશે પણ ત્યાગી છે તેથી એ અપેક્ષાએ દેહત્યાગી છે. જ્યારે સમ્યગદષ્ટિ અવિરતિ માત્ર જ્ઞાનથી, મંતવ્યથી દેહત્યાગી છે. તેની સામે સાધુ ભગવંતો જ્ઞાન અને ક્રિયા ઉભયથી દેહત્યાગી છે.
દેહ અત્રમાંથી બનેલ છે અને અન્ન વડે તે પોષાય છે, ટકે છે અને વૃદ્ધિ પામે છે- (વિકસે છે.)
પુદ્ગલમાં શીત-ઉષ્ણ ગુણ હોવાથી પુદ્ગલના બનેલા દેહને વસ્રોની આવશ્યકતા રહે છે અને એથી જ શીત ઉષ્ણ (ખાણી-પીણી) ખોરાકની પણ જરૂર પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org