________________
૩૩
બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્મા
પતનનાં બાહ્ય નિમિત્તોનો સર્વથા ત્યાગ હોતો નથી, અને અસદ્ આરંભ સમારંભની અર્થ-કામની પ્રવૃત્તિ ચાલુ હોય છે. એટલું છે કે અહીં માંગ અને ભોગમાં મર્યાદા હોય છે.
છઠ્ઠું સર્વવિરતિ ગુણસ્થાનક
દેશવિરતિના અનુભવે વિકાસના આગળના તબક્કામાં આરંભ પરિગ્રહ અને ભોગના સર્વથા ત્યાગે એટલે કે ગૃહસ્થાવસ્થાના ત્યાગથી અને સંન્યાસાવસ્થાના સ્વીકારથી સર્વવિરતિ એવા છઠ્ઠા ગુણસ્થાનકે પદાર્પણ થાય છે. આ સાધુ અવસ્થા મુનિ અવસ્થા છે. અહીં પ્રાપ્તનો ત્યાગ છે અને અપ્રાપ્તની ઇચ્છાનો પણ ત્યાગ છે. દેહાવશ્યક વસ્તુની પણ માલિકી ભાવનાનો ત્યાગ છે. દેશિવરિત એવાં પાંચમા ગુણસ્થાનક સાધકને પરવશતા અને પરાધીનતા ઊભી હોય છે જ્યારે છઠ્ઠા ગુણસ્થાનકે રહેલ સર્વવિરતિધર સાધક સાધુ ભગવંતો સ્વાધીન અને સ્વાવલંબી હોય છે. પતનના બહારનાં નિમિત્તોનો અભાવ હોય છે અને સમતિની પૂર્ણ જાળવણી, રક્ષા, વૃદ્ધિ અને શુદ્ધિને અનુકૂળ પરિસ્થિતિ હોય છે. સાધકને આ કક્ષાએ પહોંચ્યા બાદ કાંઈ જોઈતું નથી સિવાય કે આત્માનુભૂતિ, આત્મસાક્ષાત્કાર, શાશ્વત નિત્ય અવિનાશી મોક્ષસુખ.
‘આત્મવશમ્ સુખમ સર્વમ્ પરવશમ્ દુઃખમ્ સર્વમ્' એ સાધના સૂત્રની અહીં પૂર્ણ પ્રાપ્તિ થાય છે. આ સાધના પરમ નિર્દોષ અને બળવાન છે. છતાંય આ સાધકનું સાધ્ય સૂત્ર તો....
યો બૈ મૂમા તત્ સુખમ્' છે.
એટલે કે ખરેખર તો જે જ્ઞાનની પૂર્ણતા છે તે જ સુખ છે. જ્ઞાનની પૂર્ણતા એટલે વીતરાગ જ્ઞાન, નિર્વિકલ્પકજ્ઞાન અને સર્વજ્ઞ જ્ઞાન. આ સ્થિતિમાં સર્વથા દુઃખ મુક્તિ છે અને અનંત સુખની પ્રાપ્તિ હોય છે જે સ્થિતિને જીવ માત્ર અનાદિકાળથી પોતાની અજ્ઞાન અવસ્થામાં પણ જાણે અજાણે ય ઇચ્છી રહ્યો છે.
સાતમું અપ્રમત્ત ગુણસ્થાનક ઃ
આ સાધ્ય સૂત્રના લક્ષ્ય પૂર્ણતા પ્રતિની જાગૃતિમાં વૃદ્ધિ થાય છે, અને સાધક અપ્રમત્ત બને છે. સૈનિક જેમ યુદ્ધના મોરચે હરપળ સાવધ, જાગૃત અને ચકોર રહે છે, એમ અહીં આ કક્ષાએ સાધનામાં અત્યંત સાવધાન રહે છે. જે આપણને ગૌતમસ્વામીના જીવનવૃત્તાંતમાં જોવા મળે છે. પળે પળે ગૌતમસ્વામીને કેવલજ્ઞાન પ્રાપ્તિની ઝંખના હોય છે. આ ગુણસ્થાનકને સાતમું
S-3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org