________________
૨૫૨
વૈકાલિક આત્મવિજ્ઞાન
છે તે ખોટી રીતે ઉત્પન્ન થશે નહિ, અને ભૂતકાળ તો નષ્ટ જ છે એટલે એની ફિકર નથી. અર્થાત્ ‘છેવટ સારું તેનું સહુ સારું'. જે વર્તમાનકાળ ભૂત-ભાવિ સાપેક્ષ છે તે અનિત્ય છે. જે વર્તમાનકાળ ભૂત-ભાવિ નિરપેક્ષ છે તે નિત્ય છે. ભૂતકાળ દૃષ્ટાંતરૂપ છે. ભવિષ્યકાળ લક્ષ્યરૂપ છે. કાળના ભેદે ભાવ છે અને ભાવના ભેદે કાળ છે. અર્થાત્ ૠતુ અને પર્વ અનુસારે ભાવ છે અને આત્મભાવમાંથી દેહભાવમાં સરકી પડતાં ભાવથી કાળ છે.
દેશ અને કાળ :
દેશ એટલે ક્ષેત્ર. ક્ષેત્રભેદ એટલે કે અવગાહના ભેદ. ક્ષેત્રના ભેદ છે એ દેશના ભેદ છે જે સ્કંધ - દેશ - પ્રદેશ છે. ક્ષેત્રભેદ તત્કાળ સમકાળ હોય છે. જ્યારે કાળભેદ કાળાંતરે-સમયાંતરે હોય છે. કાળભેદ વિષે અગાઉ વિચારી ગયા છે.
દેશ અને કાળના ભેદનો ઉપયોગ ધર્મ માટે જરૂરી છે. પરંતુ દેશ અને કાળના ભેદોનું બંધન ધર્મને કે ધર્મીને નથી હોતું. આર્યક્ષેત્ર અને પર્યુષણકાળ હોય તો ધર્મ સારી રીતે થાય. પરંતુ ધર્મ અને ધર્મી અનાર્યક્ષેત્રે અને વિપરીત કાળમાં પણ જો ટકવા ધારે તો ટકી શકે એમ હોય છે. ધર્મ તો ભાવ સ્વરૂપ છે માટે પ્રતિકૂળ દેશ(ક્ષેત્ર) અને પ્રતિકૂળ કાળે પણ ભાવધર્માલંબને ભાવસ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છે.
દેશ અને કાળના ભેદો તથા દેશ અને કાળના બંધન તો અર્થ અને કામને છે. ધર્મ અને મોક્ષ પુરુષાર્થને દેશ અને કાળના ભેદ નડતા નથી. પિસ્તાલીસ લાખ યોજનની સિદ્ધશીલા ઉપર પિસ્તાલીસ લાખ પહોળાં તીર્કાલોકના પ્રત્યેક ક્ષેત્રથી, પ્રત્યેક કાળે આવેલ સિદ્ધ પરમાત્માઓ સિદ્ધારૂઢ થયેલ છે. જે સર્વ ક્ષેત્રાતીત અને કાળાતીત થઈને સ્વરૂપ ઐક્યને પામ્યા છે.
સાધુ ભગવંતને અતિથિ-અભ્યાગતનું સંબોધન કરવામાં આવેલ છે, તે એ જ સૂચવે છે કે એમને ક્ષેત્ર અને કાળના બંધન છે જ નહિ. દેશ કાળ એમને બાધક છે જ નહિ. એટલું જ નહિ પણ કોઈ દેશ-કાળ તેમને બંધનરૂપ નથી.
અધ્યાત્મસાર ગ્રંથના શ્લોક ૭૦૭ માં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા આ બાબત ફરમાવે છે કે....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org