________________
કાળનો નિકાલ
૨૫૩ સર્વાસુ મુનયો દેશકાલાવસ્થાસુ કેવલમ્ | પ્રાપાસ્તનિયમો નાડસાં નિયતો યોગસુસ્યતા ||
ક્ષેત્ર ક્યાં તો સીમિત છે કે અસીમ છે. જ્યારે કાળ એક સમયરૂપ કે મર્યાદિત છે યા તો અનંતો છે. નિત્ય - અનિત્યની વાતો કાળ આશ્રિત છે. જ્યારે સીમિત - અસીમની વાતો ક્ષેત્ર આશ્રિત છે. જ્યારે સુખ દુઃખનું વેદન ભાવમિશ્રિત છે.
સવાલ જીવના સુખનો છે. જીવના ભાવનો છે. જીવ ક્ષેત્રાતીત અને કાળાતીત થાય તો એનો ભાવ એના સ્વભાવને પામે. અર્થાત્ અક્ષય-અવ્યાબાધઅગુરુલઘુ એવાં અનંત શાશ્વત સુખને પ્રાપ્ત કરે.
ક્ષેત્ર અને કાળ જીવની પુદ્ગલદ્રવ્ય આશ્રિત કથા અને ઇતિહાસ છે.
ઈતિહાસ-ભૂગોળ અને ભૂત-ભવિષ્ય તથા વર્તમાનકાળ મતિજ્ઞાની માટે કાલ્પનિક છે. જ્યારે દિવ્યજ્ઞાની માટે તે પ્રત્યક્ષ છે. ઈતિહાસ એ કાળકથી છે જ્યારે ભૂગોળ એ દેશકથા - ક્ષેત્રકથા છે.
સિદ્ધ પરમાત્માની સિદ્ધ થયા પછીની કોઈ કથા નથી. પરંતુ એમના પૂર્વભવની કથા છે જે કહેવાય છે અને વંચાય છે. સિદ્ધ પરમાત્મા સિદ્ધ થયા બાદ કથારહિત થયા છે. પુદ્ગલદ્રવ્યો અને સંસારીજીવોની કથા ચાલુ રહેવાની છે કેમ કે તેમાં નામ-નામાંતરતા ને રૂપ-રૂપાંતરતા અર્થાત્ પરિભ્રમણ અને પરિવર્તનની ક્રિયા સતત ચાલુ છે.
દિશા એટલે દેશકાશ. દેશકાશ ધર્મ-અધર્મ-આકાશ અને પુદ્ગલાસ્તિકાયને હોય છે. આત્મા એના શુદ્ધ સ્વરૂપમાં દેશાતીત છે. જે પદાર્થ દેશના બંધનમાં હોય તે કાળના બંધનમાં હોય.
આત્મા એના કેવલજ્ઞાનમાં એક જ સમયે સર્વક્ષેત્રના સર્વ દ્રવ્યોને તેના સર્વ-ગુણ પર્યાય યુક્ત જુએ છે - જાણે છે.
આમ આત્મા એની જ્ઞાનશક્તિથી ક્ષેત્ર તથા કાળ અપરિચ્છિન્ન છે - અખંડ છે - અલગ છે.
કાળ એ પર્યાય ભેદ છે. જ્યારે દેશ એ ક્ષેત્રભેદ છે. આત્મા સ્વરૂપથી દ્રવ્ય અને ભાવરૂપ છે. દેશ અને કાળરૂપ નથી.
ક્ષેત્રથી ચૌદ રાજલોક યા તો સમગ્ર લોકાલોક એટલે કે બ્રહ્માંડ અને કાલથી ત્રિકાલ અનાદિ-અનંતકાળ એ જ બે મહાન તત્ત્વો છે. આ બે તત્ત્વ ઉપર જો આત્મા વિજય મેળવી દેશાતીત-કાલાતીત થાય તો જ્ઞાનથી એ મહાનસર્વોચ્ચ બને છે. સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org