________________
૧૩૬
સૈકાલિક આત્મવિજ્ઞાન ફળ સ્વરૂપ દુર્જનતાનો નાશ, સજજનતા-સાધુતાની પ્રાપ્તિ, બાધકતાનો નાશ, સાધકતાની પ્રાપ્તિ હું ઈચ્છું છું ! મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ !
|| % ણમો લોએ સવ્વસાહૂણં છે.
કેવલદર્શન કે જે મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે તે, કેવલદર્શનની પ્રાપ્તિ માટે હું દર્શનપદનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધિચક્ર યંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ કેવલદર્શનની પ્રાપ્તિને ઇચ્છું છું મને તે પ્રાપ્ત થાઓ! પ્રાપ્ત થાઓ ! જ્યાં સુધી કેવલદર્શન પ્રાપ્ત ન થાઓ ત્યાં સુધી કેવલદર્શનને આપનાર સમ્યગુદર્શન અને તેને આપનાર સુદેવ, સુગર, સુધર્મના સંયોગ ભક્તિ અને શ્રદ્ધામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાઓ. || ઠ ણમો દંસણસ્સ ||
કેવલજ્ઞાન કે જે મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ, સહજ શુદ્ધ સ્વરૂપગુણ છે તે કેવલજ્ઞાનની પ્રાપ્તિ માટે હું જ્ઞાનપદના દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક્રના યંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ કેવલજ્ઞાનની પ્રાપ્તિને હું ઇચ્છું ! મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! જ્યાં સુધી કેવલજ્ઞાન પ્રાપ્ત ન થાઓ ત્યાં સુધી કેવલજ્ઞાનને આપનાર સમ્યજ્ઞાને નમસ્કાર મહામંત્રથી લઈ દ્વાદશાંગી સુધીનું ઉત્તરોત્તર પ્રાપ્ત થાઓ ! | | ઉઠ ણમો નાણસ્સ છે.
વીતરાગ સ્વરૂપ યથાખ્યાત ચારિત્ર એ મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ, સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે, તે યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ માટે હું ચારિત્રપદના દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક્ર યંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ ન થાઓ ત્યાં સુધી સર્વ વિરતિ ચારિત્ર, દેશવિરતિ સદ્વર્તન, સદાચારની મને પ્રાપ્તિ થાઓ !
ચારિત્રને સ્વરૂપ વેદનના અર્થમાં ઘટાવીએ તો તે અપેક્ષાએ નીચે મુજબની ભાવના પણ લાવી શકાય.
આત્મસ્થિત, આત્મલીનતા, સ્વરૂપરમણતા, સહજાનંદાવસ્થા એ માત્ર આત્માનો પરમવિશુદ્ધ આત્મગુણ સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે, તે સહજાનંદીતાની પ્રાપ્તિ માટે હું ચારિત્રપદના દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org