________________
પંચાચારની વિશિષ્ટતા
આવી રીતે ઈચ્છા-મમત્વ-આસક્તિનો પણ ચક્રાવો ચાલ્યા કરે છે. તે જીવ માત્રને અંતરમાં નિરીક્ષણ કરી શોધન કરવા જેવું છે.
આમ વેદક્તાની અપેક્ષાએ તપ જ્ઞાનગુણ અંતર્ગત છે.
એ જ પ્રમાણે વીર્ય એ પણ જ્ઞાન અંતર્ગત જ છે. કેમકે ઉપર જણાવેલ દર્શન જ્ઞાન ચારિત્ર-તપમાં રહેલ તીવ્રતા અને મંદતા તેનું જ નામ વીર્ય! દરેક જીવનો એ સ્વાનુભવ છે કે ઇચ્છા આદિમાં તીવ્રતા-મંદતા હોય છે અને તેની પ્રાપ્તિની પ્રવૃત્તિમાં તથા ઉપભોગમાં પણ તીવ્રતા-મંદતા હોય છે. અહીં કોઈને પ્રશ્ન એ પણ ઉદ્ભવે કે ચારિત્ર અને વીર્યમાં શું તફાવત ? ચારિત્ર એ ક્રિયારૂપ છે. તે પ્રવૃત્તિ છે. દૃષ્ટાંતમાં ચાલવાની ક્રિયામાં ચાલવું તે ક્રિયા છે, જ્યારે ચાલમાં જે ગતિ છે તેનો વેગ-ઝડપ તે વીર્ય છે.
મન-વચન-કાયાની ક્રિયા એ આચાર છે. આચાર સ અને અસદ્ ઉભય ભેદે હોય. અસદ્ આચાર અનાચાર કે દુરાચાર હોઈ શકે છે. સદ્ આચાર સદાચાર તરીકે ઓળખાય છે. એમાંય જીવની પોતાની પાંચ શક્તિની સાથે સંકળાયેલ આચાર પંચાચાર તરીકે જૈન દર્શનમાં ઓળખાય છે. જીવની જે પાંચ શક્તિ છે, તે તેના જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્ય છે. જીવની બુદ્ધિશક્તિ કે વિચારશક્તિ છે તે જીવની જ્ઞાનશક્તિ છે. જીવની ભાવના, લાગણી અને શ્રદ્ધા-વિશ્વાસના મૂળમાં જીવન દર્શનશક્તિ છે.જીવની વર્તનકાર્યશીલતાના મૂળમાં જીવની ચારિત્ર્યશક્તિ છે. જ્યારે જીવની ઇચ્છાશક્તિતલપના મૂળમાં જીવની તપશક્તિ છે. અને જીવની એકાગ્રતા, દ્રઢતા, તમન્ના, ઉલ્લાસ, ઉત્સાહ, ઉમંગવૃત્તિ એ જીવની વીર્યશક્તિના ફળસ્વરૂપે છે.
જીવને પ્રાપ્ત મનોયોગ-વચનયોગ-કાયયોગ વડે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય તથા ઉપયોગને દેવ અને ગુરુ સાથે જોડીને જે આચાર સેવાય તેને જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર કહેવાય. એ પાંચે આચારના સેવનને પંચાચાર પાલન કહેવાય છે. જીવની વર્તમાનશક્તિનો સ્રોત જીવની પાંચ અભંકર શક્તિઓમાંથી ઉદ્ભવે છે. એ અત્યંતર પાંચ શક્તિઓને મન-વચન કાયાના બાહ્ય ત્રણ યોગો વળગેલાં છે. ધર્મ આરાધના કરવાની અર્થાત્ બાહ્ય પંચાચારની પાલનામાં યોગોને જોડવાથી પાંચેય અત્યંતર શક્તિઓનો ક્ષયોપશમ થાય છે એટલે કે આવરણરહિત થતી જાય છે અર્થાત વિકસે છે. અને અંતે સર્વથા આવરણરહિત થઈ, નિરાવરણ થઈ સ્વરૂપ શક્તિ રૂપે એટલે કે કેવલદર્શન સ્વરૂપે અનંત વીર્યશક્તિનું પ્રાગટીકરણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org