________________
યોગ - ઉપયોગ - કેટલુંક ચિંતન
૫૭
નિર્વિચાર-નિર્વિકલ્પ-શૂન્યમય સ્થિતિની શકિત અનંતી છે, જે ત્રણે કાળનું જગત એક સમયમાં પ્રતિબિંબત બનાવે છે. અબોલ-મૂક જ્ઞાન (મૌન) એ આનંદરૂપ છે તે સચ્ચિદાનંદ છે, તે જ્યાં સુધી નહિ બનાવીએ ત્યાં સુધી (મનનુંમૌન) આત્માનો આનંદ સચ્ચિદાનંદનું સુખ નહિ વેદાય. મનનું મૌન એનું નામ જ્ઞાન. નિર્વિકલ્પ-જ્ઞાન જેમ શરીર હું નથી તેમ વચનયોગ-બોલ એ હું નથી. તેમ વિચાર એ પણ હું નથી. વિચાર છે એ વિકલ્પ છે-એ રાગ છે. અને વિચાર છે એટલે બોલ આવશે.
જ્ઞાન સુખ વગરનું નથી. પણ જ્ઞાન જ્યાં સુધી વીતરાગ નિર્વિકલ્પઅબોલ નથી બન્યું, ત્યાં સુધી જ્ઞાનનું સુખ પરિવર્તન પામીને પુદ્ગલદ્રવ્યાશ્રિત ભોગવીએ છીએ. પરિવર્તન-સુખ એટલે રાજા રંક બને તેમ અનંત સુખ અલ્પ સુખ બનીને આવે છે, અગર દુ:ખમય બનીને આવે છે, અજ્ઞાન અને મોહવશથી આમ બને છે.
કેવળી ભગવંત અંદરથી અબોલ બનીને દેશના આપે છે, અને છદ્મસ્થ એવા આપણે બોલને - સાંભળીને અબોલ અશબ્દરૂપ ભાવમૌન બનવાનું છે, એથી આત્મજ્ઞાન ત્યાં મુનિપણું એમ શ્રીમદ્ કહે છે.
સાધુપણાની સાધના તો બાહ્યપંચાચાર સેવાય તો પણ ચાલતી હોય, જ્યારે મુનિપણું એ અત્યંતર તત્ત્વ છે; પરમ શાંત તત્ત્વ છે; વિશ્વની અનંત અશાંતિ ભાવમુનિને લેશમાત્ર અશાંત ન કરે તેવું પરમ શાંત તત્ત્વ એ મુનિતત્ત્વ છે.
વચન અને વિચારરહિત ઉપયોગ એ જ્ઞાન તત્ત્વ છે. નિશ્ચયથી જ્ઞાન એ પરમશાંત તત્ત્વ છે. વીતરાગતા [અશબ્દ કેવળજ્ઞાન-અબોલતત્ત્વ]ના બોલ વચનામૃત છે. જિનવાણી છે. કેવળજ્ઞાન એ પરમશાંત રસ છે, કેવળી ભગવંત દેશના આપે છે તે પરમશાંતરસ અને સુખરૂપ વેદાય છે.
છદ્મસ્થ જીવનો અ-વિવેક એ કાયરતારૂપ છે. વિવેક જ્ઞાન પ્રગટતા અનંતવીર્ય નિરાવરણ બને છે.
અરિહંત કેવળી ભગવંત એક જ ભેદે છે એટલે ત્યાં (માત્ર કેવળ) જ્ઞાન છે. જ્યારે ગુરુમાં બે ભેદ છેઃ સદ્ગુરુ અને કુગુરુ એટલે જ્ઞાન અને અજ્ઞાનરૂપ ભેદ પડે છે.
અપૂર્ણ તત્ત્વ છે તે કદી પૂરું થાય નહિ. સંસારના કામ કદી પૂર્ણ થતાં નથી, અપૂર્ણ વસ્તુ પુરાય જ નહિ.
બોલમાંથી અબોલ બનીએ શબ્દમાંથી અશબ્દ બનીએ ત્યારે જ્ઞાનના પ્રદેશમાં પ્રવેશ કરશું અને સુખતત્ત્વનો, શાંત તત્ત્વોનો અનુભવ કરશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org