________________
છે. વ્યાદ્રી પાર્વ
What is it ?' 'Who is he ? Where is it ?' When has it happened ?'How is it ?' 'How is he ?' વસ્તુ, વ્યક્તિ કે પ્રસંગની માહિતી બાબત, આ જ મુખ્ય અને મહત્ત્વના પ્રશ્નો આપણે સહુ વિચારીએ છીએ અને પૂછીએ છીએ કે
....
‘તે શુંછે ?” ‘તે કોણ છે ?” ‘તે ક્યાં છે ?” ‘તે કેવો છે ?’ ‘તે કેવું છે ?” ‘તે ક્યારે ત્યાં હતો ?” ‘તે કેટલું છે ?”
આ મૂળભૂત પ્રશ્નની વિચારણાથી સર્વ કાંઈ માહિતી મળી રહે છે. પણ તેની સાથે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવ એ ચાર સંયોગ સંકળાયેલ છે એની આપણને જાણ નથી.
‘કોણ’ અને શું નાં જવાબ દ્રવ્યમાં છે.
ક્યાં અને ‘કેવડું’નો જવાબ ક્ષેત્રમાં વળી જ્યાં ત્યાં, અહીંયા, એવડું એ બધાં ક્ષેત્રવાચક શબ્દો છે.
ક્યારે' નો જવાબ કાળમાં છે અને જ્યારે ત્યારે, અંતરે એ બીજા કાળવાચક શબ્દ છે.
‘કેવું’ નો જવાબ ભાવ (ગુણ-પર્યાય)માં છે. એવું, તેવું, જેવું, એ ભાવવાચક
શબ્દ છે.
અને ‘કેમ', ‘જેમ', ‘તેમ’, ‘એમ’એ ક્રિયાવાચક શબ્દો છે. જેનો સંબંધ ક્રિયાના પ્રકાર સાથે, વાસ્તવિકતા, સ્વાભાવકિતા સાથે છે.
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચાર સંયોગથી આપણે સહુ છદ્મસ્થ સંસારી જીવો ઘેરાયેલાં છીએ અને તેની આપણને સહુને અસર છે. તેમજ પરસ્પર એકબીજાની એકબીજાને અસર છે. અર્થાત્ દ્રવ્યની, ક્ષેત્ર-કાળ-ભાવને તેમજ ભાવની દ્રવ્ય-ક્ષેત્ર-કાળને અસર પહોંચે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની વચમાં રહી તેની અસરથી પર રહેવું, નિર્લેપ રહેવું, તે સાધના છે અને દ્રવ્યાતીત, ક્ષેત્રાતીત, કાળાતીત તથા ભાવાતીત થઈ જવું તે સિદ્ધિ છે.
આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો સંબંધ દ્રવ્ય-ગુણ અને પર્યાય સાથે પણ છે. ‘શું છે ?’ નો જવાબ દ્રવ્ય છે અને કેવું છે ?” નો જવાબ ગુણ-પર્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org