________________
ત્રૈકાલિક આત્મવિજ્ઞાન
સ્યાદ્શી અસ્યાદ્ એવા પરમાત્મ તત્ત્વ સાથે સંબંધ કરવાનો છે પણ સ્યાદ્ નથી બની રહેવાનું. સત્ય કેવલી ભગવંત ઉપર છોડી દેવું અને છદ્મસ્થ શાંત ભાવમાં પ્રવર્તવું તેનું જ નામ સ્યાદ્વાદ.
સ્યાદ્ એટલે મૌન ધારણ કરવું. ચૂપ રહેવું, સંઘર્ષ નહિ કરવો. સ્યાદ્ એટલે કેવલી ભગવંત ઉપર છોડી દેવું. ભગવાનને શરણે જવું, ભગવાનને જોવા અને ભગવાન ઉપર સઘળું છોડી દેવું.
વિરુદ્ધ તત્ત્વને સમન્વય કરીને સમજવું તે સ્યાદ્વાદ છે. અવળાને સવળા કરી આપે તે સ્યાદ્વાદ !
૧૭૨
સામેની વ્યક્તિ પાસે અંશે પણ જે સત્ય તત્ત્વ હોય તેને સ્વીકારવું એનું નામ સ્યાદ્વાદ શૈલી છે, જે પ્રમાણિકતા છે. આ બાબત કૃષ્ણ વાસુદેવનું દૃષ્ટાંત જોવામાં આવે છે. તેઓ દરેક વસ્તુ-બનાવની સારી-ઊજળી બાજુ જ જોતા એમની પરીક્ષા કરવા મરી ગયેલ કૂતરાના શબ પ્રતિ અંગુલિનિર્દેશ કરી એમને પૂછવામાં આવ્યું કે એ દૃશ્યમાં તેમને શું જોવા જેવું લાગ્યું ? ત્યારે તે ગુણદૃષ્ટિના સ્વામી જવાબ આપે છે કે તે મૃતશ્વાનની દંતપંક્તિ કેવી શ્વેત અને સુરેખ છે !
સ્વયંની દૃષ્ટિનો દૃષ્ટા બનનાર વ્યક્તિ જ્વાલા બનીને દૃષ્ટિને ભસ્મ કરે છે, અને તેવા પ્રકારની સાધના દ્વારા તે સાધક સ્વયંના સર્વ વિકારોને અર્થાત્ ઘાતીકર્મોને ખતમ કરે છે. દૃષ્ટના દૃષ્ટા બનાવનારું દર્શન સ્યાદ્વાદ દર્શન છે. ધ્યાનમાં કે વિપશ્યની સાધનામાં સ્વયંનું દર્શન એટલે કે સ્વયંની દૃષ્ટિનું અર્થાત્ પોતામાં ઊઠતા વિચારોનું જ દર્શન હોય છે. જે પ્રક્રિયા દ્વારા અશુભમાંથી શુભમાં જઈ શાંત, પ્રશાંત અને પછી શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થવાનું હોય છે.
વાતને સ્યાદ્વાદ શૈલીથી મર્યાદા અને અપેક્ષા સાથે સમજવામાં આવે તો વિરુદ્ધ જણાતી વાતો પણ અવિરુદ્ધ જણાશે.
સ્યાદ્વાદ એટલે ગુણગ્રાહકતા અને સ્યાદ્વાદી એટલે ગુણગ્રાહી. જીવને સત્ય દૃષ્ટિ સમ્યગ્દષ્ટ આપવા માટે અને સત્ય પૂર્ણ જ્ઞાતાદૃષ્ટા બનવા માટે સ્યાદ્વાદ દર્શન છે.
જે જેવું છે, તે તેવું બતાવવું એનું નામ સ્યાદ્વાદ. સ્યાદ્વાદમાં મૃભાવ છે-મુલાયમ ભાવ છે. એમાં કઠોર ભાવ નથી એ માધ્યસ્થ ભાવ માટે છે. સ્યાદ્વાદ એ ગ્રાહક ભાવ છે. સ્યાદ્વાદ એટલે પ્રેમ. સ્યાદ્વાદ એટલે સર્વતોમુખી દર્શન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org